________________ 32 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કેઈ કાળે પણ આત્મામાં રમણ કરી શક્યું નથી. તેથી હિંસકતા માનસિક હિંસકતા પણ સેવવા લાયક નથી. - હિંસાના બીજા નામે (પર્યા) કયા કયા છે? આ સૂત્રમાં હિંસા(પ્રાણવધ)ના 30 નામે જૂદા જૂદા પ્રકારે બતાવ્યા છે. જેમનું તાત્પર્ય એક જ છે, કેવળ શબ્દો જ જૂદા છે. સ્કૂલ બુદ્ધિ અથવા અપરિપકવ બુદ્ધિના શિષ્યને એક જ અર્થની જુદી જુદી રીતે સમજણ આપવાથી, એક યા બીજા પ્રકારે પણ તેમને જ્ઞાનની પ્રાપ્તિની સંભાવના શક્ય બનવા પામે છે, તેમજ અર્થશાન પણ દઢ બને છે. ગમે તે પ્રકારે પણ આધ્યાત્મિક જીવનની ઈચ્છા ધરાવનારે હિંસાને સમજવી અને ત્યાગવી સર્વથા અનિવાર્ય છે. ભિન્ન ભિન્ન શબ્દો (પર્યાયે) બતલાવીને અર્થજ્ઞાન પ્રાપ્ત કરાવવામાં જૈનાચાર્યોની ભાવદયાલુતા સર્વથા પ્રશંસનીય રહી છે. વ્યવહારમાં પણ આપણે જોઈએ છીએ કે વ્યક્તિ એક જ છે પણ જુદા જુદા સમયે જૂદા જૂદા નામેથી તેમને સંબોધીએ છીએ, જેમકે –વર્ધમાન–મહાવીરસ્વામી, દેવાર્ય-કાશ્યપ, શ્રમણ, ત્રિશલાપુત્ર, તીર્થકર, જિનેશ્વરદેવ અને દેવાધિદેવ ઇત્યાદિ શબ્દોને અર્થ (તાત્પર્ય ) એક જ છે તેમ વ્યક્તિ પણ એક જ છે. કેવળ વ્યવહારના કારણે અથવા ભક્તિ વિશેષને લઈને જુદા જુદા સમયે તેમના નામ ભિન્ન ભિન્ન પડ્યાં છે. તેવી રીતે પ્રાણીઓને પ્રાણવધ, વધ જ છે, તે પણ નિમ્નલિખિત 30 પ્રકારે તે પ્રાણવધને જૂદા જ શબ્દોથી વ્યવહત