________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - 31 હત્યાથી બંધાયેલા વરને ભગવાને માટે નરક તરફ પ્રસ્થાન કરે છે. 21 મેહ મહાભય પ્રકર્ષક:-મેહ એટલે આત્મા– બુદ્ધિ અને મનની મૂઢાવસ્થા. મહાભય એટલે ચારે તરફથી ભયાકાંત. આ બંનેમાં પ્રવૃત્તિ કરનાર અને બંનેમાં વધારે કરનાર માનવ મેહમહાભયપ્રકર્ષક કહેવાય છે, 22. મરણ જૈમનસ્ય –તિષીઓ કે સામુદ્રિકો દ્વારા કરેલી મૃત્યુ સંબંધી આગાહીઓને સાંભળ્યા પછી માણસ માત્રને દીનતાની પ્રાપ્તિ થાય તે સ્વાભાવિક છે. ત્યારથી તેને મરણના જ આભાસ થાય છે. જેમકે-“હું મરી જઈશ તે? મારો રોગ ન મટ્યો તે? આ મકાનની ભીંત પડી જશે તે ભેગા કરેલા મારા ધનનું શું થશે? ઈત્યાદિક ભાવે તેને સતાવ્યા જ કરે છે. સારાંશ કે સંસારના પ્રત્યેક પ્રસંગથી કે પદાર્થથી તેમને મૃત્યુને ભય બચે રહે છે. હિંસાના આ બાવીશ સ્વરૂપ છે. એટલે કે હિંસક–પરદ્રોહી, માયા-મૃષાવાદી, અસત્યસેવી આદિ ના જુદા જુદા પ્રકારે કેવા સ્વરૂપ–સ્વભાવ બને છે, તે જાણવા માટે જ સૂત્રકારે સૌથી પ્રથમ સ્વરૂપનું વર્ણન કર્યું છે. જે સર્વથા યથાર્થ છે. કારણ કે, આધ્યાત્મિક જીવન જીવવા માટે હિંસાના સ્વરૂપ હજારે પ્રકારે વિદ્ધકારક હોવાથી તે સર્વથા ત્યાજ્ય છે, જ્યાં હિંસકના હોય છે ત્યાં આધ્યાત્મિકતા નથી હોતી. અધ્યાત્મ એટલે આત્મામાં રમણ કરવું, થાય છે. જ્યારે હિંસક માનવ