________________
ટૅડ રાજસ્થાન,
આચાર વ્યવહાર સાથે રજપુત જાતિના આચાર વ્યવહારનું કેવી રીતનું સદશ્ય છે તેનું પણ સમાલોચન કરવાને અમારે મુખ્ય હેતુ છે.
જે સઘળી જાતને અમે અનાર્ય કહી આ પ્રસ્તાવમાં લખેલ છે તે જાતિ, અશ્વ, તક્ષક અને શત વંશમાંથી પેદા થયેલ છે. એ જાતિના પિરાણિક ઉદ્દભવ સાથે, વંશવિવરણ સાથે, આચાર વ્યવહાર વગેરે સાથે આર્યજાતિના ઉપરના વિષયને સંબંધ અને સાદૃશ્ય જોઈ સર્વને માલુમ પડશે કે તે બને જાતિ એકજ વંશની છે.
તે અનાર્ય જાતિઓ ભારતમાં બરાબર કયા સમયે આવી તેને નિશ્ચય કરવા દુષ્કર છે. પણ તેઓ કયા દેશમાંથી આવ્યા, ભારતભૂમિમાં વસ્યા તેનું નિરૂપણ કરવામાં કઈરીતની આપત્તિ નથી.
જે તાતાર વ મેગલ જાતિનું વિવરણ, ભારત ઇતિહાસમાં પર્યાપ્ત પરિમાણે વણવેલ છે, જેના કુર્લાતલક નૃપતિઓએ ભારતભૂમિને, એક માત્ર ભૂ વિલાસમાં, હાલકડોલક સ્થિતિમાં આણી હતી તેમાં પણ તે અનાર્યવંશની પેદાશના હતા. પ્રખ્યાત નામવાળા આબુલગાજીએ ઉપર કહેલ મેગલ અને તાતારની પેદાશ માટે જે લખેલું છે તેની પલોચના આ સ્થળે કરવી યોગ્ય છે.
આબુલગાજીએ કહેલ છે જે, મહાપુરૂષે, તાતારવંશની સ્થાપના કરી છે તેનું નામ મેગલ. તે મેગલને અગુજ નામને એક પુત્ર હતા. તેજ તાતાર અને મેગલકુળને ખરે પ્રતિષ્ઠાતા હતે.
તે અગજના છ પરાક્રમી પુત્રે પેદા થયા, તેમાંથી પહેલાનું અને બીજાનું નામ કાયન અને આય હતું. તે કાયન અને આય, સૂર્ય વ ચંદ્ર સરખા હતા એમ તેઓના કુલાખ્યાન ગ્રંથમાં લખેલ છે. વાંચનાર ! વિવેચન કરી દેશે જે “ આય ” શબ્દ આયુરને અપભ્રંશ કહેવાય કે નહિ !
તાતારના લેકેએ આયને પિતાને ગોત્રપતિ કેહેલે છે અને પિતે ચંદ્રવંશીય છે એમ માને છે. અગાઉ આપણે કહી ગયા જે તાતારના લેકના મતમાં આય ચંદ્ર સરખે છે. એટલે કે તેઓ ચંદ્રવંશની પેદાશના છે એમ તેઓ કહે તેમાં વિચિત્રતા શી છે !
તાતારના આયને જુલસ નામને એક પુત્ર થયું હતું, તે જુલસના પુત્રનું નામ હય હતું તે હયથી ચીનનું પ્રથમ રાજફૂલ પેદા થયું છે.
આયથકી નવમે રાજા એલખાં નામે તેના વશમાં પેદા થયે. એ એલખાનના કેયાન અને નાગસ નામના બે પુત્ર પેદા થયા. તેનાજ વશે વ્યાપક થઇ ભારતભૂમિમાં ઉતરેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com