Page #1
--------------------------------------------------------------------------
________________
I
!
at
, ,
//
A 001
T/IN/
ની
Richie
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત
માધિ-સ,
Th”
શ્રી
/
પ
પ ક
લ.સાપાન
A
NEW
WIN
I
N
.
MS
Office
3/A N
/
IN /
.
!
_''
|
,
Page #2
--------------------------------------------------------------------------
________________
OS OS OS 299
શ્રી સદ્દગુરવે નમોનમ:
શ્રી સમાધિ-સોપાન રત્નકરંડ શ્રાવકાચારમાંથી કેટલાક
ગુર્જરનુવાદ
તથા શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત
nexxOOMIXOOXXOXO
“આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થકર સમાધિ કહે છે. આત્મપરિણામની અસ્વસ્થતાને શ્રી તીર્થંકર અસમાધિ કહે છે.”
શ્રીમદ રાજચંદ્ર. 9
OSAM_
SQOG) 9
અનુવાદક - શ્રી બ, ગોવર્ધનદાસ; B.A.
પ્રકાશક થામશ0થ આશ્રમ
• અછાાક્ષ • કઈક 900 % 96
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક : મનુભાઈ ભ. મોદી, પ્રમુખ, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ; વાયા-આણંદ, છે. બારીઆ-૩૮૮ ૧૩૦ (ગુજરાત)
વીર સંવત ૨૫૦૯
છઠ્ઠી આવૃત્તિ-પ્રત ૫૦૦૦
ઈસ્વી સન ૧૯૮૩
વિક્રમ સંવત ૨૦૩૯
મુદ્રક : ભીખાભાઈ સોમાભાઈ પટેલ, ભગવતી મુદ્રણાલય, દૂધેશ્વર, અમદાવાદ,
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રથમવૃત્તિની અર્પણ પત્રિકા
મિથ્યા વાસના ની બહુ ક્ષીણ થઈ હતી;
વીતરાગને પરમ રાગી હતે
સંસારને પરમ જુગુસિત હતા ભક્તિનું પ્રાધાન્ય જેના અંતરમાં સદાય પ્રકાશિત હતું, સમ્યકભાવથી વેદનીય કર્મ વેદવાની જેની અદ્ભુત સમતા હતી; મેહનીય કર્મનું પ્રાબલ્ય જેના અંતરમાં શૂન્ય થયું હતું,
મુમુક્ષુતા જેનામાં ઉત્તમ પ્રકારે દીપી નીકળી હતી; મોક્ષમાર્ગને દે એવું સમ્યકપણું જેના અંતરમાં પ્રકાણ્યું હતું,
ધર્મેચ્છકને અનન્ય સહાયક હતે; આ આત્માને, આ જીવનને રાહસ્તિક વિશ્રામ હતું,
ઉપક્ત શબ્દમાં જેમના ગુણાનુવાદ પ્રભાવશાળી તત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્ર કર્યા છે,
એવા સદ્દગત પવિત્ર સત્યપરાયણ ધર્માત્મા
જૂઠાભાઈ ઉજમશીભાઈ
સ્મરણાર્થે
એમના પવિત્ર ગુણે પ્રત્યે આકર્ષાઈ એમને અત્યંત પ્રિય એવા વૈરાગ્ય વિષયથી ભરપૂર આ ગ્રંથ પ્રસિદ્ધ કર્યો છે.
Page #5
--------------------------------------------------------------------------
________________
જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે તે તે પ્રકાર ધર્મના છે....જીવે ધર્મ પેાતાની કલ્પના વડે અથવા કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા ભેગ કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સત્પુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણુ કરવા જોગ છે, યાવત્ આરાધવા જોગ છે.’” (પત્ર નં. ૩૫) આત્મપરિણામથી જેટલેા અન્ય પદાર્થના તાદાત્મ્ય અધ્યાસ નિવર્તવા તેને શ્રી જિન ત્યાગ કહે છે. તે તાદાત્મ્ય અધ્યાસ નિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગના ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર્લીંગ કહ્યો નથી, એમ છે, તાપણુ આ જીવે અંતર્વાંગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી ચેાગ્ય છે.” (પત્ર નં. ૫૭)
“શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથ માર્ગના સદાય આશ્રય રહે. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવા હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગ દ્વેષના ક્ષય થાય.” (પત્ર નં. ૬૬)
સત્પુરુષની આજ્ઞામાં વર્તવાના જેને દૃઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે, તેને જ જ્ઞાન સમ્યક્પરિણામી થાય છે” (પત્ર નં. ૬૯)
દેહાદિ સંબંધી જે પુરુષો હર્ષવિષાદ કરતા નથી તે પુરુષા પૂર્ણ ઢાંદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે, એમ સમજો.” (પત્ર નં. ૮૮) —શ્રીમદ્ રાજચંદ્ર
Page #6
--------------------------------------------------------------------------
________________
સમતા, રમતા, ઊરધતા, ગાયકતા, સુખભાસ; વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ.’
જે તીર્થંકરદેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો છે, તે તીર્થંકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાને ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ.
પૂર્વે ઘણાં શાસ્ત્રોના વિચાર કરવાથી તે વિચારનાં ફળમાં સત્પુરુષને વિષે જેનાં વચનથી ભક્તિ ઉત્પન્ન થઇ છે, તે તીર્થંકરનાં વચનને નમસ્કાર કરીએ છીએ.
ઘણા પ્રકારે જીવને વિચાર કરવાથી, તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યા જાય એવા નથી, એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થંકરના માર્ગમાપને નમસ્કાર કરીએ છીએ.
ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવના વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે યાગાદિક અનેક સાધનાના મળવાન પરિશ્રમ કર્યે છતે, પ્રાપ્તિ ન થઈ, તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે, તે જ કહેવા વિષે જેના ઉદ્દેશ છે, તે તીર્થંકરનાં ઉદ્દેશ વચનને નમસ્કાર કરીએ છીએ.
—શ્રીમદ્ રાજચંદ્ર
Page #7
--------------------------------------------------------------------------
________________
નિવેદન (પ્રથમાવૃત્તિનું )
“સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા તથા પરવૃત્તિમાં વધું જાય છે, તેમાં રહી સ્થિરતા કત્યાંથી પ્રાપ્ત થાય ?
આવા અમૂલ્ય મનુષ્યપણાને એક સમય પણ પરવૃત્તિએ જવા દેવા યોગ્ય નથી, અને કઈ પણ તેમ થયા કરે છે તેના ઉપાય કંઈ વિશેષે કરી ગવેષવા યાગ્ય છે."
જ્ઞાની પુરુષના નિશ્ચય થઈ અંતભેદ ન રહે, તા આત્મપ્રાપ્તિ સાવ સુલભ છે. એવું જ્ઞાની પોકારી ગયા છતાં કેમ લેાકેા ભૂલે છે ?’ —શ્રીમદ્ રાજચંદ્ર
આ કાળમાં વિજ્ઞાનશાસ્ત્રની નવી નવી આશ્ચર્યકારક શેાધા થતી જાય છે; શારીરિક સુખનાં, મેાજમઝાનાં અને વિલાસનાં સાધના વધતાં જાય છે; દવાખાનાં, દાક્તરા, પ્રયાગશાળાઓ, અનેક પ્રકારનાં ઔષધેા, અનેક પ્રકારના શસ્ત્રપ્રયાગા, હવાપાણી, વીજળી, આદિના અનેક ઉપચારાથી શારીરિક આદિ દુઃખા દૂર થઈ માનવ જીવન સુખી થાય, લંબાય અને વિશેષ ઉપયોગી નીવડે તેવા પ્રયત્ન થાય છે. પરાપકારી સંસ્થાએ અનેક પ્રકારે નૈતિક, સામાજિક અને આર્થિક સ્થિતિ સુધારવા પ્રયત્ન કરે છે અને દરેક સંસ્થા પેાતાનું ઉપયાગીપણું સાબિત કરી જગતને ઉપકારક બન્યાના હેવાલા પ્રગટ કરે છે: જગત વિશેષ સુખી બનતું હાય, સુધરતું હેાય એમ ઘણા લે માતે પણ છે; ઉપર ઉપરથી જોનાર સર્વ ને તેમ દેખાય છે પણ ખરું.
કેટલાક વિચારકાને જગતની વધતી જતી વસ્તી ઉપરથી, પૃથ્વી પરના રાજ્યામાં પરસ્પર અવિશ્વાસ અને અણુબનાવના
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રસંગેથી તથા થયેલી અને થવાની લડાઈઓના અનુમાનેથી, જગતમાં વધતી જતી સ્વાર્થવૃત્તિ અને ઘટતી જતી ધર્મભાવનાથી માનવજીવનમાં સુખનાં મૂળ ખવાતાં જણાય છે.
આર્યાવર્તન જ્ઞાની-ઋષિ-મુનિઓના મત પ્રમાણે છાનાં આયુષ્ય, શરીરબળ, સરળતા, સંપ, જ્ઞાન, ન્યાય, નીતિ અને ધર્મ દિવસે દિવસે ઘટતાં જાય છે, તેથી આ કાળને તેઓએ કળિયુગ કે પંચમકાળ અથવા દુષમકાળ કહ્યો છે અને તેનું મુખ્ય કારણ એ બતાવ્યું છે, કે યથાર્થ ધર્મની પ્રાપ્તિ આ કાળમાં દુર્લભ થઈ પડી છે. ધર્મ જેમનામાં પ્રગટરૂપે વસે છે એવા આત્મજ્ઞાની મહાત્માઓ આ કાળમાં વિરલા વિચરે છેતેમને સત્સંગ પ્રાપ્ત થવો દુર્લભ છે; તેમની ઓળખાણ થવી મુશ્કેલ છે. ટૂંકામાં. મુમુક્ષુતાના સાધનરૂપ સત્સંગ, સતશાસ્ત્રને પરિચય ઘટી જવાથી વિવેકબુદ્ધિ અથવા હિતઅહિતની પરીક્ષાનું બળ બહુ જ થોડા પુરુષોમાં જણાય છે. ઊડે વિચાર કરવા જેટલી મધ્યસ્થતા, ધીરજ, વૈરાગ્ય અને દીર્ધદષ્ટિ નહીં હેવાથી ટૂંકી સ્વાર્થ બુદ્ધિથી લોકસમૂહ તણાય જાય છે, અને તાત્કાલિક લાભ ઉપર છવની દષ્ટિ રહ્યા કરે છે. તેને સાચા સુખ તરફ વાળવા પ્રત્યક્ષ પ્રતિભાશાળી જ્ઞાની પુરુષની જરૂર છે પણ તે યોગ ન બને ત્યાં સુધી શું કરવું? આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જણાવ્યું છે કે -
“આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ્ત્ર;
પ્રત્યક્ષ સશુરુ યોગ નહિ, ત્યાં આધાર સુપાત્ર.” . પ્રત્યક્ષ સદ્દગુરુને એગ ન મલે ત્યાં સુધી સુપાત્ર કે યોગ્ય જીવાત્માને આત્મસ્વરૂપનું વર્ણન કરતાં શાસ્ત્રો ઉપકારક છે, અને તેવી યોગ્યતા કેટલેક અંશે વૈરાગ્યપ્રેરક પુસ્તકોના અભ્યાસથી તથા સત્સંગથી મુખ્યપણે પ્રાપ્ત થાય છે.
વૈરાગ્યની વૃદ્ધિ થાય, આત્મહિત કરવાની પ્રેરણું મળે તથા જેમને આત્મહિત કરવાની ઈચ્છા જાગેલી છે તેમને આત્મવિચારણમાં
Page #9
--------------------------------------------------------------------------
________________
કાર અને કામ
પોષણ મળે તથા મનુષ્યભવ સફળ કરવાનું સાધન પ્રાપ્ત કરવાની દિશા દેખાય તેવા વિષયો આ “સમાધિ-સોપાન”માં ચર્ચાયેલા છે.
મૂળ ગ્રંથ “રત્નકરંડ શ્રાવકાચાર સંસ્કૃતમાં શ્રી સમંતભદ્રાચાર્ય લખેલ છે. તેની હિંદી ભાષામાં વિસ્તૃત ટીકા પંડિત સદાસુખદાસજીએ કરેલી છે. તે ગ્રંથનું વાંચન શ્રીમદ્ લઘુરાજ મહારાજની સમક્ષ કરવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયું, ત્યારે તે ગ્રંથના કેટલાક ભાગ મુમુક્ષુ જીવોને અત્યંત ઉપકારી જણવાથી તેઓશ્રીએ તેનું સરળ ગુજરાતી ભાષાન્તર કરવા અને સૂચના કરી તે ઉપરથી સમ્યફદર્શન અથવા આત્મશ્રદ્ધાનાં આઠ અંગ, ધર્મધ્યાનમાં ઉપયોગી બાર ભાવનાઓ અને તીર્થકર નામકર્મના હેતુભૂત સેાળ ભાવનાઓ, ક્ષમાદિ દશલક્ષણરૂપધર્મ અને સમાધિમરણના અધિકારોનું યથાશક્તિ ગુજરાતી ભાષામાં અવતરણ કર્યું છે.
પંડિત સદાસુખદાસજીને આ છેલ્લી અવસ્થામાં લખાયેલા ગ્રંથ છે. તેમાં તેમણે અનેક ગ્રંથોના સારરૂપ વિવેચને કરેલાં છે. ભગવતી આરાધના, સમાધિશતક, મૃત્યુમહત્સવ, મસ્તિકેયાનુપ્રેક્ષા આદિ અનેક ગ્રંથની ઉત્તમ સામગ્રી તેમણે મુમુક્ષુ જીવને ઉપકાર થાય તેવી રીતે આમાં એકત્ર કરેલી છે. તે જાણે અજાણે જીવનના અનેક પ્રસંગોમાં ઉપકારક બનવા સંભવ છે. સુખ શાંતિ પ્રત્યે ભાવના વધારી, ધર્મભાવ જાગૃત કરી મરણ સુધારવાની ભાવના તથા ઉત્તમ સંસ્કાર સ્થિર કરે તેવું તેમાં દૈવત રહેલું છે. - કેટલાક પારિભાષિક શબ્દોના અર્થ સાથે સાથે જ આપવા પ્રયાસ કર્યો છે. તેમ છતાં જ્યાં “જિન” શબ્દ આવે ત્યાં પરમાત્મસ્વરૂપ પામેલા પુરુષ અને જૈન” શબ્દ આવે ત્યાં પરમાત્મસ્વરૂપ પામેલા મહાપુરુષના આશ્રિત ધર્માત્માઓ એ. વિશાળ અર્થ સમજવા ભલામણ છે. એટલે કે ઈ મતમતાન્તરને પિષવા આ ગ્રંથ છપાવ્યું નથી, પણ મૂળ આત્મધર્મની વિચારણું, વૈરાગ્યઉપશમ સહિત થાય અને સર્વે આત્માર્થીને હિતકર નીવડે તે લક્ષ રાખેલ છે..
===
Page #10
--------------------------------------------------------------------------
________________
શ્રી સનાતન જૈન શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસના ટ્રસ્ટીઓમાં પ્રમુખ પૂજ્ય શેઠ શ્રી જેસંગભાઈ ઉજમસીભાઈની ભાવનાથી તેઓના સત ભાઈ શ્રી જૂઠાભાઈના સ્મરણાર્થે આ સમાધિ-સોપાન પ્રસિદ્ધ થયેલ છે. પૂર્વ પુણ્યયોગે ધન પ્રાપ્ત કરવું એના કરતાં એને આત્માથે સદુપયોગ કરી જાણો વિશેષ દુષ્કર છે. શેઠ જેસંગભાઈ આજે પણસો જેટલી વૃદ્ધાવસ્થાએ અશક્ત કાયા છતાં જે સત્વધર્મપ્રેમ તન, મન, ધનથી અભિમાન રહિત ભાવે દાખવી રહેલ છે એ એક દષ્ટાંત પાત્ર છે. સદ્ગુરુ પ્રત્યે, સધર્મ પ્રત્યે, સર્વસ્તુ પ્રત્યે મતમતાન્તર રહિત અપૂર્વ પ્રેમ ધરાવનારા પુણ્યાત્મામાં એમનું સ્થાન છે, એમ કહેવામાં અતિશયોક્તિ નથી. આપણે સૌ ઈચ્છીશું કે એમની આ ધર્મભાવનાની વૃત્તિ સન્માર્ગમાં વિશેષ વિશેષ વૃદ્ધિ પામે અને તેમના પરિચયમાં આવતા દરેકને સન્માર્ગ તરફ પ્રેરે.
સદ્ગત ભાઈ શ્રી જૂઠાભાઈ સમ્યફદષ્ટિ ધર્માત્મા હતા. આત્મજ્ઞ મહાપુરુષ શ્રીમદ્ રાજચંદ્રને અમદાવાદ અને આ બાજુ ગુજરાતમાં આત્મજ્ઞાની તરીકે પ્રથમ ઓળખનાર અને ઉપાસનાર એ ભાઈ પૂર્વના સંસ્કારી જીવાત્મા હતા. શ્રીમદ્જીના સમાગમને લાભ શેઠ જેસંગભાઈને પણ પ્રાપ્ત થયા હતા અને તેથી તેઓ પ્રત્યેની ઉપાસના અને પ્રેમ-ભક્તિ તથા શ્રી જૂઠાભાઈ પ્રત્યેનો ધર્માનુરાગ એ આ પુસ્તકના અસ્તિત્વમાં મુખ્ય હેતુભૂત છે.
શ્રીમદ્ રાજચંદ્ર આ નામ આજે અપરિચિત નથી કે જેને પરિચય આપવો રહે. તેત્રીસ વરસની નાની વયમાં પોતાની આત્મવિશુદ્ધતા અને પ્રવચનનાં આદેલને દ્વારા, અધ્યાત્મ-આત્મ સંબંધીના જે વિચારો પ્રાયે લુપ્ત થઈ જઈ માત્ર રૂઢિ, અંધશ્રદ્ધા, અને ગાડરિયા પ્રવાહરૂપ જે પ્રવર્તન થઈ રહ્યું હતું તે સર્વને કઈ અલૌકિક રીતિએ દૂર કરી, વિચારશીલ આત્માઓની વૃત્તિ મતમતાન્તર રહિત કરી મિશ્યા કદાગ્રહ અને ગતાનુગતિવહનથી મુક્ત
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૦
કરી વિશુદ્ધ ચૈતન્યસ્વરૂપને વિચાર કરતા કરી મૂક્યા છે. જેમના પ્રવચન આજે વિચારશીલ સમાજ અતિ પ્રેમપૂર્વક વાંચે છે, અવધારે છે, પ્રમાણભૂત માને છે તે પરમપુરુષના લખાણમાંથી કેટલાંક ગદ્યપદ્ય વચને વાચકવૃંદના વિશેષ વિચારવૃદ્ધિ અને ઉપકાર અર્થે આ પુસ્તકમાં આપવામાં આવે છે, જે મધ્યસ્થદષ્ટિથી વિવેક પૂર્વક વાંચનારને મોક્ષમાર્ગને પ્રકાશ કરનાર રત્નદીપક સમાન છે. એ વચનું સ્વચ્છેદરહિતપણે જેમ જેમ વિશેષ વિશેષ મનન થશે તેમ તેમ એમાંથી કેઈ અપૂર્વ અમી ઝરશે. સ્યાદવાદરૂપ એ વચનને ઊંડે વિચાર કરતાં અવિરોધ શ્રી પરમજ્ઞાની પુરુષોનાં કથનાનુસાર ભાસ્યા વિના નહીં રહે. પછી તો જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ એ નિયમ ક્યાં અજાણ્યો છે? પણ જે આત્મહિતેચ્છુ એમાંથી રસ લૂંટવા પ્રયત્ન કરશે તેને એ અગાધ ઉદધિ પરિપૂર્ણ બનાવશે એ નિઃસંશય છે.
સમાધિસોપાનમાં રહેલી ત્રુટીઓ વિષે વાચક મહાશય સૂચના. કરશે તો તે સુધારી તેને વિશેષ ઉપયોગી બીજી આવૃત્તિ વખતે બનાવી શકાશે.
સનાતન જેન શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ,
અગાસ, કાર્તિક શુકલા પૂર્ણિમા, ૧૯૯૧.J
લિવ બ્રહ્મચારી ગોવર્ધનદાસ
Page #12
--------------------------------------------------------------------------
________________
૧. મૂળમાર્ગ -રહસ્ય ૨. મેરી ભાવના
અનુક્રમણિકા
સમાધિ – સાપાન
-
શ્રીમદ્ રાજય.......... ૧ શ્રી જુગલકિશાર.............
પૃષ્ઠ ૫ થી પૃષ્ઠ ૩૮૨
૩. સમ્યકૂદન અષ્ટાંગ પૃ. ૫ થી ૩૮
૧ રત્નત્રય નિરૂપણ
૨ નિઃશક્તિ અંગ (૧)
૩ નિષ્કાંક્ષિત અંગ (૨) ૪ નિર્વિચિકિત્સા અંગ (૩) ૫ અમૂઢદિષ્ટ અંગ (૪) ૬ ઉપગ્રહન અંગ (૫) ૭ સ્થિતિકરણ અંગ (૬) ૮ વાત્સલ્ય અંગ (૭) ૯ પ્રભાવના અંગ (૮)
૪. ધર્મ ધ્યાન (બાર ભાવના) પૃ. ૩૯ થી ૧૨૮
૧ ધર્મ ધ્યાન સમગ્ર ૨ આજ્ઞા વિચય (૧)... ૩ અપાય વિચય (૨) ૪ વિપાક વિચય (૩) ૫ સંસ્થાન વિચય (૪) ૬ અનિત્ય ભાવના (૧)
...
૭ અશરણુ ભાવના (૨) ૮ સંસાર ભાવના (૩)
...
::
:
:::::
⠀⠀⠀⠀⠀⠀
...
...
...
...
22 21 22 2
૫
૧૧
૧૭
૨૪
૨૫
૨૭
૨૯
૩૨.
૩૬
૩૯
૫૪
૫૬
૫૯
૬૧
૬૩
७२
8
७७
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૦૬
૯ એકત્વ ભાવના (૪) ૧૦ અન્યત્વ ભાવના (૫) ૧૧ અશુચિ ભાવના (૬) ૧૨ આસવ ભાવના (૭) ૧૩ સંવેર ભાવના (૮) . ૧૪ નિર્જરા ભાવના (૯) ૧૫ લેક ભાવના (૧૦) ૧૬ બોધિ દુર્લભ ભાવને (૧૧) .. ૧૭ ધર્મ દુર્લભ ભાવના (૧૨) .
૧૮ ભાવના કાવ્ય ૫. સોળ કારણભાવના પૃ. ૧૨૯ થી પૃ. ૨૫૮
૧ સોળ કારણ ભાવના સમગ્ર ... ૨ દર્શન વિશુદ્ધિ ભાવના (૧)
છે છે પદ્ય
: : : : : : : : : :
૧૦૯ ૧૧૩ ૧૧૭ ૧૨૦ ૧૨.૧ ૧૨૩ ૧૨૩ ૧૨૬ ૧૨૮
૧૨૯
:
૧૩૭
૧૫૧
૧૬૬ ૧૭૩ ૧૭૮ ૧૮૧
૩ વિનયસંપન્નતા ભાવના (૨) .. ૪ શીલવતધ્વનતિચાર ભાવના (૩) ૫ અભીષ્ણજ્ઞાને પગ ભાવના (૪) ૬ સંવેગ ભાવના (૫) ૭ શક્તિતઃ ત્યાગ ભાવના (૬) • ૮ શક્તિતઃ તપ ભાવના (૭) ... ૯ સાધુ સમાધિ ભાવના (૮) ... ૧૦ વૈયાવૃત્તિ ભાવના (૯) ... ૧૧ અરિહંત ભક્તિ ભાવના (૧૦) .. ૧૨ આચાર્યભક્તિ ભાવના (૧૧) ... ૧૩ બહુશ્રુત ભક્તિ ભાવના (૧૨) ... ૧૪ પ્રવચન ભક્તિ ભાવના (૧૩) ...
: : : : : : : : : : : : : :
- ૧૮૬ ૧૯૦ ૧૯૩
૧૯૯ ૨૦૪
૨
૨૩૩
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૫ આવશ્યક અપરિહાણ ભાવના (૧૪) ૧૬ સન્માર્ગ પ્રભાવના ભાવના (૧૫) ૧૭ પ્રવચન વાત્સલ્ય ભાવના (૧૬)
૧૩
૬. દશ લક્ષણરૂપ ધર્મો પૃ. ૨૫૯ થી ૩૨૦
૧ ઉત્તમ ક્ષમા
૨ ઉત્તમ માવ
૩ ઉત્તમ આજવ
૪ ઉત્તમ સત્ય
૫ ઉત્તમ શૌચ
૬. ઉત્તમ સંયમ
...
૭ ઉત્તમ તપ
૮ ઉત્તમ ત્યાગ
૯ ઉત્તમ આકિચન્ય
૧૦ ઉત્તમ બ્રહ્મચય
૧૧ ઉપસંહાર
૭. સમાધિ મરણ પૃ. ૩૨૧ થી ૩૮૨ ૧ સલ્લેખના અવસર ૨ સમાધિમરણના મહિમા ૩ સંન્યાસમરણની શરૂઆત
...
...
...
૭ સલ્લેખના–સહાય-ઉપદેશાદિ ૮ સલ્લેખનાના પાંચ અતિચાર ૮. સમાધિ-સાપાન અતમ ગલ
: : :
: : :
૪ સમાધિમરણના ઇચ્છુકે કરવા યાગ્ય ૫ મૃત્યુ-મહેાત્સવ ૬ સલ્લેખનાના પ્રકાર કાય સલ્લેખના કષાય સલ્લેખના
::
:
...
...
: : :
: : : :
: : :
...
...
...
...
::
૨૪૧.
૨૪૯
૨૫૪
૨૬૦
૨૭૨.
૨૭૬
૨૭૮
૨૮૭
૨૯૦
૨૯૪
૨૯૯
૩૦૪
૩૦૮
૩૧૨.
૩૨૨
૩૨૩
૩૨૫
૩૨૮
૩૩૧
૩૪૭
૩૪૮
૩૫૧
૩૫૨.
૩૭૯
૩૮૨
Page #15
--------------------------------------------------------------------------
________________
૪
૧
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત
| પૃષ્ઠ ૧ થી પૃષ્ઠ ૧૪૪ ક્રમાંક પત્રક ૧ (૩૭) પાર્શ્વનાથ પરમાત્માને નમસ્કાર–જગતને રૂડું
દેખાડવા ૨ (૪૭) અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન (૫૫) નીરાગી મહાત્માઓને નમસ્કાર–કર્મ એ જડ
વસ્તુ છે. ૪ (૭૬) બીજુ કાંઈ શોધ મા ૫ (૮૦) નિરાબાધપણે જેની મનવૃત્તિ વહ્યા કરે છે ૬ (૮૪) ભાઈ, આટલું તારે અવશ્ય કરવા જેવું છે ૭ (૮૫) સમજીને અલ્પભાષી થનારને ૮ (૧૧૨) મોહાચ્છાદિત દશાથી વિવેક ન થાય ૯ (૧૨૮) પ્રથમ સંવત્સરી અને એ દિવસ પર્યત ૧૦ (૧૩૫) મુમુક્ષતાના અંશએ-સમ્યફદશાનાં પાંચ લક્ષણે ૧૫ ૧૧ (૧૪૩) નીચેને અભ્યાસ તે રાખ્યા જ રહે ૧૨ (૧૪૭) આજ્ઞામાં જ એક્તાન થયા વિના ૧૩ (૧૬૩) હે હરિ, આ કળિકાળમાં-કળિકાળનું સ્વરૂપ ૧૮ ૧૪ (૧૬૬) મંગળરૂપ વાક્યો–સપુરુષના એ કેક વાકયમાં ૧૫ (૧૭૨) સત જિજ્ઞાસુ માર્ગાનુસારી મતિ-અનંત કાળથી
પિતાને પોતા વિષેની જ ભ્રાન્તિ ૧૬ (૧૮૩) આનંદમૂર્તિ સ્વરૂપને અભેદભાવે ત્રણે કાળ
નમસ્કાર–પરિભ્રમણ કરતો જીવ.અપૂર્વને
પાસે નથી ૧૭ (૧૯૪) જીવને માર્ગ મળ્યો નથી એનું શું કારણ?—
સસ્વરૂપને અભેદભાવે. નમોનમઃ–ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે
& 2 2 2 2 = ૦ ૦ ૦
૧૮
૨૩
૨૪
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૫
૧૮ (૧૫) માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે–માર્ગની
| દિશાનું ભાન થવા ૧૯ (૨૦૦) વચનાવલી–જીવ પોતાને ભૂલી ગયો છે ૨૦ (૨૦૭) વિકટ પુરુષાર્થ –ખરાં “ધર્મ અને જ્ઞાન–કઈ
જાતની ક્રિયા ૨૧ (૨૦૯) અનંત નામોએ કહેલું પરમ તત્વ–મહાત્માઓએ
ગમે તે નામે...એક “સને જ પ્રકાર્યું છે ૨૨ (૨૧૧) સત એ કંઈ દૂર નથી ૨૩ (૨૦૧૨) સને નમોનમઃ—વાંછા-ઈચ્છાના અર્થ તરીકે
કામ–સજીવન મૂર્તિનું ઓળખાણ (૨૪૯) કરાળ કાળ હેવાથી–મોક્ષનું પરમ સાધન ૨૫ (૨૫૪) નિશંક્તાથી નિર્ભયતા–સર્વથી મોટો દેષ ૨૬ (૨૬૨) આ જગતને વિષે સત્સંગની પ્રાપ્તિ–કૃતકૃત્યતા
થવા ત્રણ પ્રકારના જીવસમૂહ ૨૭ (૨૭૧) એ એક જ પદાર્થ પરિચય કરવા ગ્ય છે ૨૮ (૨૭૩) કળિયુગમાં અપાર કષ્ટ કરીને પુરુષનું
ઓળખાણ . ૨૯ (૨૯૯) ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્રવાંચન ૩૦ (૩૩૧) બ્રાંતિગતપણે સુખસ્વરૂપ ભાસે છે–સંસારગત
વહાલપ અસંસારગત કરવા ૩૧ (૩૩૪) હૃદયરૂપ શ્રી સુભાગ્ય પ્રત્યે હવે પછી લખીશું–
“સર્વ સંગને લક્ષ્યાર્થ–દેહ છતાં મનુષ્ય પૂર્ણ
વીતરાગ થઈ શકે ૩ર (૩૪૭) આત્મસ્વરૂપે હૃદયરૂપ વિશ્રામમૂર્તિ શ્રી સુભાગ્ય
પ્રત્યે–અત્ર ઘણું કરીને આત્મદશાએ સહજ સમાધિ વર્તે છે–અપ્રતિબદ્ધ, મુક્ત મનને
પણ સત્સંગને વિષે બંધન ૩૩ (૩૭૩) “મનને લઈને આ બધું છે–અમે જણાવેલું
કઈ વાક્ય પરમ ફળનું કારણ
૪૨
Page #17
--------------------------------------------------------------------------
________________
૫૭
૩૪ (૩૮૪) શબ્દાદિ પાંચ વિષયની પ્રાપ્તિની ઈચ્છાએ કરી
“દુષમ કળિયુગ”—બીજે શ્રીરામ ૩૫ (૪૦૩) જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે ૫૦ ૩૬ (૧૬) ધ્યાનના ઘણા ઘણા પ્રકાર છે–સર્વશ્રેષ્ઠ ધ્યાન
જીવના ત્રણ મોટા દુષ–સ્વછંદ નામનો મહાદોષ ૫૧ ૩૭ (૪૩૨) આત્માને વિભાવથી અવકાશિત કરવાને અર્થે પર ૩૮ (૪૩૬) “સતા, રમતા ઊરધતા–તીર્થકર, તીર્થકરનાં
વચન, તીર્થકરને માર્ગધ અને ઉદ્દેશવચન પ૩ ૩૯ (૪૩૭) આ જગતને વિષે જેને વિષે વિચારશક્તિ
વાચા સહિત વન છે ૪૦ (૪૩૮) “સમતા, રમતાને અર્થ—છવધર્મની વ્યાખ્યા
શ્રી તીર્થકર એમ કહે છે કે આ જગતમાં આ
જીવ નામના પદાર્થને ૪૧ (૪૫૪) સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી
હોય તો ૪ર (૪૬) શારીરિક વેદનાને દેહને ધર્મ જાણી–સર્વ પ્રકારે
જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને દર ૪૩ (૪૬૬) જેની પાસેથી ધર્મ માગો તે પામ્યાની –
આત્મતામાગરૂપ ધર્મ–પ્રત્યક્ષ જ્ઞાની મીઠા
પાણુના કળશારૂપ ૪૪ (૪૮૬) પ્રમાદને તીર્થંકરદેવ કર્મ કહે છે ૪૫ (૪૯૧) તીર્થકર વારંવાર નીચે કહ્યો છે તે ઉપદેશ–
સંબુજઝહા જતો ૪૬ (૫૦૪) મન, વચનને-સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું ૪૭ (૫૧૦) બંધવૃત્તિઓને ઉપશમાવવાને ૪૮ (૫૧૧) જે જે સાધન આ જીવે પૂર્વકાળે કર્યા છે–
જ્ઞાની પુરુષની આજ્ઞા ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૭
૪૯ (૫૧૬) પાણી સ્વભાવે શીતળ છતાં–વ્યવસાયરૂપ
અગ્નિના અસંભવાથે વર્ધમાન સ્વામીની પણ અસંગ પ્રવર્તના–જે વર્ધમાનસ્વામી ગ્રહવાસમાં છતાં અભેગી
૭૬ ૫૦ (પર૨) જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે–અનંતાનુ
બંધી કષાય-લોક આખાની અધિકરણ
ક્રિયાને હેતુ ૫૧ (૫૩૪) આ જીવ અત્યંત માયાના આવરણે દિશામૂઢ ૭૯ પર (૫૩૭) મુમુક્ષુ જીવન એટલે વિચારવાન જીવન–અજ્ઞાન
પરિષહ અને દર્શન પરિષહ–જીવ દિશામૂઢ
રહેવા ઈચ્છે છે ૫૩ (૫૩૯) સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી છે ૫૪ હે જીવ! સ્થિર દષ્ટિથી કરીને તું અંતરંગમાં
જે–સમ્યફદર્શની અને સમ્યક્યારિત્રીને ઉદ્બોધન ૮૫ ૫૫ (પ૬૦) જો જ્ઞાની પુરુષના દઢ આશયથી....સર્વ સાધન
સુલભ-કઠણમાં કઠણ આત્મસાધનની પ્રથમ
ઇચછા કરવી ૫૬ (૫૬૮) આત્મસ્વરૂપને નિર્ણય થવામાં અનાદિથી જીવની
ભૂલ–શ્રી જિનનું યથાર્થ વક્તાપણું ૫૭ (૫૬૯) સર્વ લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાને
ઉપાય એક આત્મજ્ઞાન ૫૮ (૫૭૦) જેમ જેમ ઉપાધિને ત્યાગ થાય તેમ તેમ સમાધિ
સુખ–વિવેકજ્ઞાન અથવા સમ્યદર્શન ૫૯ (૫૭૫) જેમ છે તેમ નિજ સ્વરૂપ સંપૂર્ણ પ્રકાશે ત્યાં સુધી ૬૦ (૫૮૮) શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સંયોગથી ફરી
ફરી છૂટવાની ભલામણ ૬૧ (૫૩) આત્મા અત્યંત સહજ સ્વસ્થતા પામે–સર્વ
- જ્ઞાનને સાર–ગ્રંથિભેદ માટે વીર્યગતિ થવા ૯૭
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૮
૧૦૬
૧૦૭
૬૨ (૬૦૯) જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારાં વાક્યો
સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવીમોક્ષ ૯૮ ૬૩ (૬૧૩) જે કષાયપરિણામથી અનંત સંસારને ૧૦૧ ૬૪ (૨૨) અનંતાનુબંધીના બીજા પ્રકારને વિશેષાર્થ ૧૦૩ ૬૫ (૬૭૭) ઉપદેશ કરવામાં જ્ઞાની પુરુષો સંક્ષેપતાથી વર્તે
નહીં-અતરપરિણતિ પર દષ્ટિ-લૌકિક અભિનિવેશ ૧૦૪ ૬૬ (૬૯૨) દુર્લભ એ મનુષ્યદેહ ૬૭ (૬૯૩) જેને મૃત્યુની સાથે મિત્રતા–જ્ઞાન, ક્રિયા અને
- ભક્તિ યુગ ૬૮ (૭૦૨) વિચારવાન પુરુષો તે કેવલદશા થતાં સુધી–
ઉપાર્જિત કર્મની રહસ્યભૂત મતિ મૃત્યુ વખતે ૧૦૮ ૬૯ (૭૧૯) આત્મસિદ્ધિનું અવગાહન કેવા પ્રકારે ? જ્ઞાન સમ્યફપરિણામી કોને થાય ?
૧૧૦ ૭૦ (૦૨૮) સર્વ દેહધારી જીવો મરણ પાસે શરણુરહિત ૧૧૨ ૭૧ (૭૫૧) આત્મસિદ્ધિમાં ત્રણ પ્રકારનાં સમતિ ૧૧૩ ૭૨ (૭૭૧) તે ત્રણે સમકિતમાંથી ગમે તે સમકિત પામ્યાથી ૧૧૪ ૭૩ (૭૭૯) સર્વ અન્ય ભાવથી આત્મા રહિત છે ૧૧૬ ૭૪ (૭૮૦) જેને કોઈ પણ પ્રત્યે રાગદ્વેષ રહ્યા નથી ૧૧૭ ૭૫ (૮૧) પરમપુરુષદશાવર્ણન-કીચસૌ કનક જાકે ૧૧૮ ૭૬ (૭૮૩) શ્રી સંભાગની મુમુક્ષુ દશા તથા જ્ઞાનીના માર્ગ
પ્રત્યેને...નિશ્ચય–સર્વ જીવ સુખને ઈચ્છે છે ૧૨૦ ૭૭ (૭૮૫) શુભેચ્છાથી માંડીને શૈલેશીકરણ પર્વતની ૧૨૨ ૭૮ (૮૦૮) પુરુષોના અગાધ ગંભીર સંયમને નમસ્કાર ૧૨૩ ૭૯ (૮૦૯) જેની ભક્તિ નિષ્કામ છે એવા પુરુષોને સત્સંગ ૧૨૩ ૮૦ (૮૧૦) પારમાર્થિક હેતુવિશેષથી–જે અનિત્ય છે– | લોકદષ્ટિ અને જ્ઞાનીની દષ્ટિ
૧૨૩ (૮૧૩) ઉપરની ભૂમિકાઓમાં પણ અનાદિ વાસનાનું સંક્રમણ
૧૨૪ ૮૨ (૮૧૬) કેવળ અંતર્મુખ થવાને પુરુષોને માર્ગ ૧૨૫
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૯
૮૩ (૮૧૯) ખેદ નહીં કરતાં શરવીરપણું ગ્રહીને ૧૨૫ ૮૪ (૮૨૩) અવિષમભાવ વિના અમને પણ
૧૨૬ ૮૫ (૮૨૬) સદ્ભુત પરિચય જીવે અવશ્ય
૧૨૬ ૮૬ (૮૩૨) દેહથી ભિન્ન સ્વપરપ્રકાશક
૧૨૭ ૮૭ (૮૩૩) સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી
૧૨૮ ૮૮ (૮૪૩) શ્રીમત વીતરાગ ભગવતએ નિશ્ચિતાર્થ કરેલે ૧૩૦ ૮૯ (૮૫૬) જિજ્ઞાસાબળ, વિચારબળ, વૈરાગ્યબળ ૧૩૧ ૯૦ (૮૬૬) દ્રવ્યાનુયોગ પરમ ગંભીર
૧૩૧ ૯૧ (૮૭૫) અહો ! સપુરુષનાં વચનામૃત
૧૩૨ ૯૨ (૮૭) અગમ્ય છતાં સરળ એવાં મહપુરુષના માર્ગને– | મુખ્ય મોક્ષમાર્ગને ક્રમ
૧૩૩ ૯૩ (૯૦૧) ગુરુ ગણધર ગુણધર અધિક
૧૩૪ ૯૪ (૯૧૩) સમસ્ત સંસારી છે કર્મવશાત
૧૩૫ ૯૫ (૯૧૫) ઉપશમશ્રેણિમાં મુખ્યપણે ઉપશમ સમ્યકત્વક્ષાવિકભાવે અનંતદાનાદિ લબ્ધિ
૧૩૮ ૯૬ (૯૨૭) યથાર્થ જોઈએ તે શરીર એ જ વેદનાની મૂર્તિ ૧૪૦ ૯૭ (૯૩૭) જ્યાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આદિની અનુકૂળતા– નિર્જરાને સુંદર માગ
૧૪૧. ૯૮ (૯૪૩) પરમ નિવૃત્તિ નિરંતર સેવવી ૯૯ (૯૪૪) યોગશાસ્ત્ર સંબંધી–પ્રમત્તભાવે જીવનું ભૂંડું ૧૪૩ ૧૦૦ (૯૪૯) લેકસંજ્ઞા જેની જિંદગીને ધ્રુવકટે.
૧૪૪
૧૪૨.
Page #21
--------------------------------------------------------------------------
________________
વિચરે
શુદ્ધિપત્રક પૃષ્ઠ લીટી અશુદ્ધ શુદ્ધ ૮ ૨૩
વિચારે ભેગવવા ભેગવવાની “પ્રીતિ રાખે,” પછી ઉમેરે
“પરધન અને પરસ્ત્રીના ત્યાગમાં રક્ત રહે અને” ૪૦ ૧૮ મહાબળ
જે મહાબળ ૪૭ ૧૨ જડાઈને જોડાઈને શરીરથી
શરીરથી ભિન્ન એ સ્થિત
સ્થિતિ નહ તેહીં નહીં તેહ ૬૯ ૨૩ લખવામાં લખાવવામાં ૧૨૫ અધમ
અધમ ૧૩૮ રાહત
રહિત ૧૪૧ ૪ વાસ્તુ
વસ્તુ ૨,૦૭ ૨૪ કર છે.
કરે છે. ૨૦૯ ૨૪ ક્રાંતિનું કાંતિનું ૩૦૧ ૨૧
-
તેવી
Page #22
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રકૃત મૂળમાર્ગ-રહસ્ય.
શ્રી ગુરુચરણાય નમઃ મૂળ મારગ સાંભળે જિનને રે,
કરી વૃત્તિ અખંડ સન્મુખ; મૂળ૦ નેય પૂજાદિની જે કામના રે,
નેય લ્હાલું અંતર ભવદુઃખ. મૂળ૦ ૧ કરી જે વચનની તુલના રે,
જે શેયીને જિનસિદ્ધાંત; મૂળ માત્ર કહેવું પરમારથ હેતુથી રે,
કઈ પામે મુમુક્ષુ વાત. મૂળ૦ ૨ જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે,
એકપણે અને અવિરુદ્ધ; મૂળ૦ જિનમારગ તે પરમાર્થથી રે,
એમ કહ્યું સિદ્ધાંતે બુદ્ધ. મૂળ૦ ૩ લિંગ અને ભેદો જે વ્રતના રે,
દ્રવ્ય દેશ કાળાદિ ભેદ, મૂળ, પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે,
તે તે ત્રણે કાળે અભેદ. મૂળ૦ ૪ હવે જ્ઞાન દર્શનાદિ શબ્દને રે,
સંક્ષેપે સુણો પરમાર્થ; મૂળ, તેને જોતાં વિચારી વિશેષથી રે,
સમજાશે ઉત્તમ આત્માર્થ. મૂળ૦ ૫
Page #23
--------------------------------------------------------------------------
________________
છે દેહાઢિથી ભિન્ન આતમા રે, ઉપયાગી સા અવિનાશ; મૂળ॰ એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ૦ જે જ્ઞાને કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત; મૂળ કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત. મૂળ૦ જેમ આવી પ્રતીતિ જીવની રે,
4
७
જાણ્યા સર્વેથી ભિન્ન અસંગ; મૂળ૦ તેવા સ્થિર સ્વભાવ તે ઊપજે રે,
નામ ચારિત્ર તે અણુલિંગ. મૂળ॰ તે ત્રણે અભેદ પરિણામથી રે,
જ્યારે વર્તે તે આત્મારૂપ; મૂળ તેહ મારગ જિનના પામિયા રે,
કિંવા પામ્યા તે નિજ સ્વરૂ૫. મૂળ૦ એવાં મૂળ જ્ઞાનાદિ પામવા રે,
અને જવા અનાદ્રિ અંધ; મૂળ ઉપદેશ સદ્ગુરુને પામવા રે,
ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. મૂળ૦ ૧૦ એમ દેવ જિનંદે ભાખિયું રે,
મેાક્ષમારગનું શુદ્ધ સ્વરૂપ; મૂળ॰ ભવ્ય જનાના હિતને કારણે રે, સંક્ષેપે
૮
૯
કહ્યું સ્વરૂપ મૂળ૦ ૧૧ આણું, આસા સુદ ૧, ૧૯૫૨
Page #24
--------------------------------------------------------------------------
________________
શ્રી જુગલકિશે રકૃત
મેરી ભાવના સદ્દગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પદ, સેવાથી શુદ્ધ જ્ઞાન થશે; અવર ઉપાસન કેટિ કરે પણ, શ્રીહરિથી નહિ હેત થશે.
(એ દેશી) જિસને રાગદ્વેષકામાદિક જીતે, સબ જગ જાન લિયા, સબ કે મેક્ષમાર્ગકા નિસ્પૃહ હો ઉપદેશ દિયા બુદ્ધ વીર જિન હરિ હર બ્રહ્મા, યા ઉસકે સ્વાધીન કહો, ભક્તિભાવસે પ્રેરિત હે યહ, ચિત્ત ઉસીમેં લીન રહો. ૧ વિષકી આશા નહીં જિનકે, સામ્યભાવ ધન રખતે હૈ, નિજ પરકે હિત સાધનમેં જે, નિશદિન તત્પર રહતે હૈ, સ્વાર્થત્યાગકી કઠિન તપસ્યા, બિના ખેદ જે કરતે હૈ, ઐસે જ્ઞાની સાધુ જગતકે, દુખસમૂહ હરતે હૈ. ૨ રહે સદા સત્સંગ ઉન્હીકા, ધ્યાન ઉન્હીંકા નિત્ય રહે, ઉનહીં જૈસી ચર્યામેં યહ, ચિત્ત સદા અનુરક્ત રહે; નહીં સતાઊં કિસી જીવક, જૂઠ કભી નહીં કહા કરું, પરધન વનિતા પર ન ઉભાઊં, સંતોષામૃત પિયા કરું. ૩ અહંકારકા ભાવ ન રકખૂ, નહીં કિસી પર ક્રોધ કરું, દેખ દૂસકી બઢતીકે, કભી ન ઈર્ષા–ભાવ ધરું; રહે ભાવના ઐસી મેરી, સરલ સત્ય વ્યવહાર કરું, બને જહાંતક ઈસ જીવનમેં, ઔરૌકા ઉપકાર કરૂં. ૪ મૈત્રીભાવ જગતમેં મેરા, સબ જીસે નિત્ય રહે, દીન-દુઃખી છ પર મેરે, ઉરસે કરુણાસ્ત્રોત બહે; દુર્જન-કૂર-કુમાર્ગર પર, ક્ષેભ નહીં મુઝકે આવે, સામ્યભાવે રકબૂ મેં ઉનપર, ઐસી પરિણતિ હો જાવે. ૫
Page #25
--------------------------------------------------------------------------
________________
ગુણીજનેકે દેખ હૃદયમેં, મેરે પ્રેમ ઉમડ આવે, બને જહાંતક ઉનકી સેવા, કરકે યહ મન સુખ પાવે; હેલ્ફ નહીં કૃતજ્ઞ કભી મેં, દ્રોહ ન મેરે ઉર આવે, ગુણગ્રહણકા ભાવ રહે નિત, દૃષ્ટિ ન દે પર જાવે. કોઈ બુરા, કહે યા અચ્છા, લક્ષ્મી આવે યા જાવે, લાખ વર્ષોતક છઊં યા, મૃત્યુ આજ હી આ જાવે; અથવા કેઈ કેસા હી ભય, યા લાલચ દેને આવે, તે ભી ન્યાયમાર્ગર્સ મેરા, કભી ન પદ ડિગને પાવે. ૭ હેકર સુખમેં મગ્ન ન ફૂલે, દુઃખમેં કભી ન ઘભરાવે, પર્વત નદી સ્મશાન ભયાનક, અટવીસે નહીં ભય ખાવે; રહે અડેલ–અકૅપ નિરન્તર, યહ મન વૃઢતર બન જાવે, ઈષ્ટવિયેગ–અનિષ્ટયેગમેં, સહનશીલતા દિખલાવે. ૮ સુખી રહે સબ જીવ જગતને, કઈ કભી ન ઘભરાવે, ઘેર પાપ–અભિમાન છેડ જગ, નિત્ય નયે મંગલ ગાવે; ઘરઘર ચર્ચા રહે ધર્મકી, દુષ્કૃત દુષ્કર હે જાવું, જ્ઞાન ચરિત ઉન્નત કર અપના, મનુજ જન્મફલ સબ પા. ૯ ઈતિ–ભીતિ વ્યાપે નહીં જગમેં, વૃષ્ટિ સમયપર હુઆ કરે, ધર્મનિષ્ઠ હેકર રાજા ભી, ન્યાય પ્રજાકા કિયા કરે; રેગ-મરી-દુભિક્ષ ન ફેલે, પ્રજા શાન્તિસે જિયા કરે, પરમ અહિંસા-ધર્મ જગતમેં, ફૂલ સર્વ હિત કિયા કરે. ૧૦ ફેલે પ્રેમ પરસ્પર જગમેં, મેહ દૂર પર રહા કરે, અપ્રિય-કટુક-કઠેર–શબ્દ નહીં, કઈ મુનસે કહા કરે; બનકર સબ “યુગ–વીર” હૃદયસે, દેશેન્નતિરત રહા કરે, વસ્તુસ્વરૂપ વિચાર ખુશીસે, સબ દુઃખ-સંકટ સહા કરે. ૧૧
Page #26
--------------------------------------------------------------------------
________________
સમાધિ–સોપાન શ્રી સમસ્તભદ્રાચાયત શ્રી રત્નકરડ શ્રાવકાચારની પંડિતશ્રી સદાસુખદાસજીએ કરેલ હિંદી ભાષામાંથી સમ્યક્ત્વનાં આઠ અંગ, બાર ભાવના, સેલ કારણ ભાવના અને સમાધિમરણ એ વિષયને ગુજરાનુવાદ. અનુવાદક :–શ્રી બ્રહ્મચારીજી ગોવર્ધનદાસજી
મંગલાચરણ સમંત સુખ સમાધિના, સ્વામી શ્રી ગુરુરાજ; તુજ પદ પ્રણમી ભાવથી, વિનય કરું હું આજ. ૧ સમ્યફદર્શન આવતાં, આત્મધર્મ સમજાય; આત્મ-ભાવને ભાવતાં, કેવળજ્ઞાન પમાય. ૨ શ્રદ્ધા બીજ સમાધિનું, ક્ષેત્ર ગણું સુવિચાર સત્સંગ ચાતુર્માસ છે, સુબોધ વષ–ધાર. ૩ સરું ખેડૂત કુશળ, પ્રથમ હિત કરનાર; ઓળખાવે સુદેવ તે, સલ્ફાસ્ત્રો રચનાર. ૪ સદ્ગુરુ શેધી શ્રદ્ધવા, તર્જી સાંસારિક ભાવ; આજ્ઞાંક્તિ બની વર્તવું, આ ભવ તરવા નાવ. ૫
સી કેઈ આ જગતમાં ધર્મ ધર્મ એ શબ્દ કહે છે. પરંતુ ધર્મ શબ્દને મર્મ તે કેઈક વિરલા જ જાણે છે. તેને શબ્દાર્થ તે એ છે કે જે નરક, તિર્યંચ આદિ ૧. સઘળી
Page #27
--------------------------------------------------------------------------
________________
સમાધિ-સાપાન
ગતિમાં ભમવારૂપ દુઃખથી આત્માને અચાવી–ઉદ્ધારી ઉત્તમ આત્મિક, અવિનાશી, અદ્રિય મેાક્ષસુખમાં ધારણ કરે તે ધર્મ છે. આવા ઉત્તમ ધર્મ કંઈ બજારમાં વેચાતા મળતા નથી કે ધન ખર્ચીને કે દાન સન્માન વડે વેચાતા લઈ શકાય; તે કોઈના આપ્યા પણ અપાતા નથી કે સેવાઉપાસનાથી રાજી કરીને લઈ શકાય; મંદિર, પર્વત, જળ, અગ્નિ, દેવમૂર્તિ કે તીર્થ આદિ સ્થળામાં તે ધર્મ રાખી મૂકયો નથી કે ત્યાં જઈને લઈ અવાય; ઉપવાસ, વ્રત, કાયક્લેશ આ િ તપથી શરીર સૂકવી નાખવાથી પણ તે મળે એમ નથી. દેવાધિદેવના મંદિરમાં છત્ર આદિ પૂજાની સામગ્રીના દાનવડે, પૂજન આદિ વડે, તથા ઘર છોડી વનમાં કે સ્મશાનમાં રહેવાથી કે પરમેશ્વરના નામના જાપ આદિ કરવાથી તેવા ધર્મ પામી શકાતા નથી. ધર્મ તે આત્માના સ્વભાવ છે. પરપદાર્થમાં આત્મબુદ્ધિ થઈ રહી છે, તે ડી પેાતાના જ્ઞાતા, દ્રષ્ટારૂપ સ્વભાવની શ્રદ્ધા, અનુભવ તથા જ્ઞાયક સ્વભાવમાં જ વર્તવારૂપ આચરણ તે ધર્મ છે. ઉત્તમ ક્ષમા, માર્દવ, આવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આર્કિચન્ય અને બ્રહ્મચર્યરૂપ પાતાના અ!ત્માનાં પરિણામ તે ધર્મ છે; સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચારિત્રમય રત્નત્રયરૂપ ધર્મ છે; અહિંસારૂપ આત્માનાં પરિણામ થાય ત્યારે આત્મા પોતે જ ધર્મરૂપ થાય છે. પર દ્રવ્ય, ક્ષેત્ર, કાલાર્દિક તા નિમિત્ત માત્ર છે. આ આત્મા રાગાદિ પરિણતિ છેડીને વીતરાગરૂપે પરિણમે છે તે વખતે મંદિર, પ્રતિમા, તીર્થ, દાન, તપ, જપ, બધુંય ધર્મરૂપ છે. અને જો તે ઉત્તમ ક્ષમાદિ વીતરાગરૂપ, સમ્યક્દ્નાનરૂપ ન પરિણમે તે ત્યાં મંદિર આદિ
Page #28
--------------------------------------------------------------------------
________________
રત્નત્રયનિરૂપણુ
કાઈમાં ધર્મ નીપજતા નથી. શુભ રાગ થાય તે પુણ્ય બંધાય છે; અશુભ રાગ, દ્વેષ, માહ થાય તે પાપ બંધાય છે. જ્યાં સમ્યક્ શ્રદ્ધા, સમ્યજ્ઞાન અને સ્વરૂપાચરણરૂપ ધર્મ છે, ત્યાં બંધના અભાવ હોય છે; અને બંધના અભાવ થયે ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે. આવા ઉત્તમ સુખનું કારણ આત્માને સ્વભાવરૂપ ધર્મ છે.
સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યચારિત્ર એ ત્રણેને ભગવાને ધર્મ કહ્યો છે. તેથી પ્રતિકૂળ જે મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર છે તે સંસારપરિભ્રમણના માર્ગ છે.
આમાં સર્વથી પ્રથમ જે સમ્યક્દર્શન કહ્યું છે તેનું સ્વરૂપ આ પ્રમાણે છે : પરમાર્થસ્વરૂપ આપ્તપુરુષ, તે આમના કહેલા પદાર્થાને શબ્દો દ્વારા જણાવનાર શાસ્ત્ર અને તે આસના દર્શાવેલા માર્ગે ચાલનાર સદ્ગુરુ, એ ત્રણે તત્ત્વાની શ્રદ્ધા કરવી તે સમ્યક્દર્શન છે. તે સમ્યક્દર્શન ત્રણ મૂઢતા રહિત છે; પોતાનાં આઠ અંગ સહિત છે; આડ પ્રકારના મદથી પણ રહિત છે. કોઈ સ્થળે સાત તત્ત્વ કે નવ પદ્માર્થાંની શ્રદ્ધાને પણ શાસ્ત્રમાં સમ્યગ્દર્શન કહ્યું છે. પરંતુ નિર્દોષ શાસ્ત્રના ઉપદેશ વિના તત્ત્વાની શ્રદ્ધા કેવી રીતે થાય ? નિર્દોષ આપ્તપુરુષ વિના સત્યાર્થ શાસ્ત્ર કેવી રીતે પ્રગટ થાય ? તેથી તત્ત્વાર્થ-શ્રદ્ધાનું મૂળ કારણ સત્યાર્થ આસ જ છે. તેથી આમનું સ્વરૂપ જણાવે છે.
આસ્વરૂપ :
ધર્મનું મૂળ ભગવાન આસ છે. તેમનામાં નિર્દોષપણું, સર્વજ્ઞપણું અને પરમહંતપદેશપણું એ ત્રણ મુખ્ય ગુણે
હાય છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
સમાધિ-પાન સત્યાર્થ શાસ્ત્રનું સ્વરૂપ :– . શાસ્ત્ર તે છે કે જે સર્વજ્ઞ વીતરાગનું બેધેલું હેય, કોઈ વાદી પ્રતિવાદી જેનું ઉલ્લંઘન કરી શકે નહીં એવું હોય, પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણથી જેમાં વિરોધ ન આવે તેવું હોય, વસ્તુનું સ્વરૂપ જેવું હોય તે ઉપદેશ જેમાં હોય, સર્વ જીવોને હિતકારી હોય તથા કુમાર્ગને નિષેધ કરનાર હેય. આ છ વિશેષણો યુક્ત હોય તે સાચાં શાસ્ત્ર છે. અસદ્દગુરુનું સ્વરૂપ –
જે પાંચ ઈદ્રિયના વિષયેની આશાને વશ ન હોય, ત્રસ અને સ્થાવર જીવોની જેમાં ઘાત થાય તેવા આરંભથી જે રહિત હોય, અંતરંગ તેમજ બાહ્ય સર્વ પરિગ્રહથી જે રહિત હોય અને જ્ઞાન, ધ્યાન, તપમાં જે આસક્ત હય, આવાં ચાર વિશેષણ સહિત જે ગુરુ હોય તે સાચા ગુરુ પ્રશંસવા ગ્ય, સ્તવવા ગ્ય છે. જે પાંચ ઇંદ્રિયના વિષયમાં લંપટ હોય તે અન્યને વિષયે છોડાવી વીતરાગ માર્ગમાં ન પ્રવર્તાવે, પણ સરાગ માર્ગમાં લગાડી સંસાર સમુદ્રમાં ડુબાડે છે. તેથી વિષયની આશાને વશ ન હોય તે ગુરુ આરાધવા ગ્ય, વંદન યોગ્ય છે. વિષયમાં જેને આસક્તિ છે તે આત્મજ્ઞાન રહિત બહિરાત્મા છે. ત્રણ સ્થાવર જીવોની ઘાત કરનાર આરંભીને પાપને ભય નથી, તેવા પાપીને ગુરુપણું કેમ સંભવે? જેને ચૌદ પ્રકારના અંતરંગ પરિગ્રહ અને દશ પ્રકારે બાહ્ય પરિગ્રહ હોય તે * “આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચારે ઉદય પ્રયોગ,
અપૂર્વવાણી, પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય.”—શ્રીમદ્ રાજચંદ્ર
Page #30
--------------------------------------------------------------------------
________________
રત્નત્રયનિરૂપણ ગુરુ કેવી રીતે હોઈ શકે? પરિગ્રહી તે પોતે જ સંસારમાં ફસાઈ રહ્યો છે તે અન્યને ઉદ્ધાર કરનાર ગુરુ કેવી રીતે બને ?
૧ મિથ્યાત્વ, ર વેદ = સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ, ૩ રાગ, ૪ વેષ, ૫ હાસ્ય, ૬ રતિ, ૭ અરતિ, ૮ શેક, ૯ ભય, ૧૦ જુગુપ્સા (ગ્લાનિ), ૧૧ ક્રોધ, ૧૨ માન, ૧૩ માયા, ૧૪ લેભઃ એ ચૌદ પ્રકારના અંતરંગ પરિગ્રહને સંક્ષેપાર્થ–
થયેલાં છે. કામ કરી
૧. જે મનુષ્યાદિ પર્યાય, શરીર, શરીરનાં નામ, શરીરનાં રૂપ, તથા શરીરને આધારે જાતિ, કુલ, પદવી, રાજ્ય, ધન, કુટુંબ, યશ–અપયશ, ઊંચાપણું–નીચાપણું, ધનવાનપણું–નિર્ધનપણું, માન્યતા–અમાન્યતા, બ્રાહ્મણક્ષત્રિય–વૈશ્ય-શૂદ્રાદિક વર્ણ, સ્વામી-સેવક, યતિ–ગૃહસ્થપણું ઈત્યાદિ બહુ પ્રકાર છે તે પુગલરૂપ જે કર્મો તેનાથી ઉત્પન્ન થયેલાં પ્રત્યક્ષ દેખાય છે, સંભળાય છે, અનુભવમાં આવે છે. આ વિનાશી છે, પુદ્ગલમય છે, મારું સ્વરૂપ નથી, આમ સારી રીતે વારંવાર નિર્ણય કરી રાખ્યું છે, તે પણ અનાદિ કાલથી મિથ્યાત્વકર્મના ઉદયથી એવા સંસ્કાર દ્રઢ થઈ રહ્યા છે કે એને (ઉપર જણાવેલ શરીરાદિ પ્રકારના) નાશથી પિતાને નાશ માને છે; એને ઘટવાથી પિતાનું ઘટવું અને એના વધવાથી પિતાનું વધવું, ઊંચાપણું નીચાપણું માની સંપૂર્ણ દેહાદિકમય થઈ રહ્યો છે. જોકે પિતાની વાણુથી આ બધાને પરરૂપ કહે છે, આ અમારાં નથી, પરાધીન છે, વિનાશી છે. તથાપિ અંતરમાં એના સંગ વિયેગમાં, રાગદ્વેષ, સુખદુઃખરૂપ આત્માના ભાવ થાય છે તે મિથ્યાત્વ નામને પરિગ્રહ છે.
સરકાર છે જેનાથી
Page #31
--------------------------------------------------------------------------
________________
સમાધિ-પાન ૨. સ્ત્રી, પુરુષ, નપુંસક આદિમાં કામ સેવવારૂપ રાગ અંતરંગમાં થવે તે વેદ નામને પરિગ્રહ છે.
૩. પર દ્રવ્ય જે દેહ, ધન, સ્ત્રી, પુત્રાદિક તેમાં રંજાયમાન (રાજી) થવું તે રાગ પરિગ્રહ છે.
૪. પરનું ઐશ્વર્ય, બન, ધન, સંપદા, યશ, રાજ્ય, ભવાદિ પ્રત્યે વેર રાખવું તે દ્વેષ પરિગ્રહ છે.
૫. હાસ્યનાં પરિણામ તે હાસ્ય પરિગ્રહ છે.
૬. પિતાના મરણને, વિયેગને, વેદના આદિને ડર રાખવે તે ભય પરિગ્રહ છે.
૭. પિતાને ગમતા પદાર્થોમાં આસક્તિથી લીન થવું તે રતિ પરિગ્રહ છે.
૮. પિતાને અનિષ્ટ લાગે તેમાં પરિણામ ન લગાડવાં (અણગમે રાખ્યા કરવી તે અરતિ પરિગ્રહ છે.
૯. ઈષ્ટને વિગ થતાં કલેશરૂપ પરિણામ થવાં તે શેક પરિગ્રહ છે.
૧૦. કોઈ ધૃણા-ગ્લાનિ થાય તેવી વસ્તુ દેખીને, સાંભળીને, સ્પર્શ કરીને કે ચિંતવનાદિ કરીને પરિણામમાં ગ્લાનિ ઊપજવી; અથવા પારકાની ચઢતી દેખી ગમે નહીં તે જુગુપ્સા પરિગ્રહ છે.
૧૧. રેષનાં પરિણામ તે ક્રોધ પરિગ્રહ છે.
૧૨. ઊંચ જાતિ, કુલ, ધન, રૂપ, જ્ઞાન, વિજ્ઞાન, ઐશ્વર્ય અને બળ એ આઠને મદ–ગર્વ કરીને પિતાને મોટા અને પરને હલકા સમજવારૂપ કઠોર પરિણામ તે માન પરિગ્રહ છે.
Page #32
--------------------------------------------------------------------------
________________
રત્નત્રયનિરૂપણ
૧૧ ૧૩. કપટ કરવા જે વર્ક પરિણામ કરવાં તે માયા પરિગ્રહ છે.
૧૪. પરદ્રવ્યની ઈચ્છારૂપ પરિણામ તે લેભ પરિગ્રહ છે.
આ પ્રમાણે સંસારનાં મૂળ, આત્માની ઘાત કરનાર અને તીવ્ર બંધનનું કારણ આ ચૌદ પ્રકારને અત્યંતર પરિગ્રહ છે.
૧ ક્ષેત્ર, ૨ વાસ્તુ (મકાન), ૩ હિરણ્ય, ૪ સુવર્ણ, પ ધન, ૬ ધાન્ય, ૭ દાસી, ૮ દાસ, ૯ કુષ્ય (વસ્ત્રાદિ), ૧૦ ભાંડ (વાસણ આદિ) એ દશ પ્રકારને બાહ્ય પરિગ્રહ છે. આ પ્રકારે અંતરંગ બહિરંગ મળીને ૨૪ પ્રકારના પરિગ્રહ રહિત નિગ્રંથ તે સદ્ગુરુપદને યંગ્ય છે એ નિશ્ચય કરે. સંયમ ધારણ કરીને પણ અંતરંગ બહિરંગ પરિગ્રહથી જે મન મલિન રાખે છે તેને ગુરુપણું ઘટતું નથી. જે નિરંતર રાતદિવસ, ચાલતાં, હાલતાં, બેસતાં, ઊઠતાં, ભેજન કરતાં પણ જ્ઞાનાભ્યાસમાં, ધર્મધ્યાનમાં, ઈચ્છાનિરોધરૂપ તપમાં આસક્ત છે તે ગુરુ પ્રશંસવા ગ્યા છે, પૂજ્ય છે, વંદ્ય છે,
હવે સદેવ, સદ્દગુરુ, સતુશાસ્ત્ર ઉપર સતશ્રદ્ધા જેનું લક્ષણ છે, એવું સમ્યક્દર્શન તેનાં આઠ અંગ-ગુણનું વર્ણન કરે છે – ૧. નિઃશંકિત અંગ:
ઉપર આપ્ત, આગમ (શાસ્ત્ર) અને ગુરુનાં લક્ષણ કહ્યાં તે જ તત્વભૂત સત્યાર્થ સ્વરૂપ છે, તે તો આ પ્રકારનાં જ * બાહ્ય તમ અત્યંતરે, ગ્રંથ ગ્રંથિ નહિ હોય, પરમપુરુષ તેને કહે, સરળ દષ્ટિથી જય.–શ્રીમદ્ રાજચંદ્ર
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૨
સમાધિ-પાન છે, અન્ય પ્રકારનાં નથી એવી અકંપ એટલે તરવારના પાણી પિઠ અચલ, સન્માર્ગમાં સંશય રહિત રૂચિ-શ્રદ્ધા તે નિઃશંક્તિ ગુણ છે.
ગદા, ચક, ત્રિશૂલ આદિ અનેક પ્રકારના આયુધવાળા અને સ્ત્રીઓમાં અતિ આસક્ત, ક્રોધી, માની, માયાચારી, લેભી અને પિતાનાં કરેલા કામને દેખાવ કરવાને ઈચ્છનારા હેય તેમને સંસારમાં દેવ કહે છે. હિંસા તથા કામ ક્રોધાદિકમાં ધર્મ જણવનાર–પ્રરૂપનાર-મનાવનાર શાસ્ત્રને સંસારમાં આગમ કહે છે, તેમજ અનેક પાખંડી, લેભી, કામી, અભિમાનીને લેકે ગુરુ કહે છે. પરંતુ સદેવ, સરુ, સતુશાસ્ત્ર કદી એવા હેય નહીં એવી જેને દૃઢ શ્રદ્ધા છે, તેનું ચિત્ત મૂઢ લેકેની બેટી યુક્તિથી ચલાયમાન થતું નથી. કુદેવતાઓ પ્રસન્ન કરે કે વશ કરે તેવા મંત્ર-તંત્રાદિથી પણ તેની શ્રદ્ધાનાં પરિણામ વિકારી, ચલિત થતાં નથી. જેવી રીતે તરવારનું પાણી પવનવડે ચલાયમાન થતું નથી, તેવી રીતે મિથ્યાવૃષ્ટિનાં વચનરૂપ પવનવડે સત્યાર્થ દેવ, ગુરુ, ધર્મને સ્વરૂપ વિષે જેનાં પરિણામ સંશયવાળાં થતાં નથી, તેને નિઃશંક્તિ ગુણ હોય છે.
આત્મતત્ત્વનું સ્વરૂપ નિર્દોષ આગમમાં કહ્યું છે, તે જેણે સ્વાનુભવ કરીને આત્માને આત્મા જા (પિતાને પિતે જાણ્ય), અને પર પુદ્ગલના સંબંધને પર સ્વરૂપ જાણે એવા સમ્યફષ્ટિ સાત ભયથી રહિત થઈને નિઃશંકિત ગુણ પામે છે. સાત ભય : ૧ આ લેકને ભય, ૨ પરલેકને ભય, ૩ મરણને ભય, ૪ વેદનાભય, ૫ અરક્ષાને ભય, ૬ અગુપ્તિ ભય, ૭ અકસ્માત ભય.
Page #34
--------------------------------------------------------------------------
________________
નિશકિત અંગ
૧૩ ૧. પિતાને પરિગ્રહ-કુટુંબ આદિ તથા આજીવિકા આદિ નાશ થવાને ભય તે આ લેકભય છે. તે સમસ્ત સંસારી
વેને હોય છે. ૨. પરલેકમાં કઈ ગતિ થશે? કયા. ક્ષેત્રે જવું પડશે? એ પરલેકને ભય છે. ૩. મરણ પામવાને ભારે ભય હોય છે; મારે નાશ થશે, કોણ જાણે કેવું દુખ પડશે? અરેરે ! મારે અભાવ થશે ! હતું ન હતું. થઈ જઈશ ! એ મરણભય છે. ૪. રેગ આદિ દુઃખ આવી પડવાને ભય તે વેદનાભય છે. ૫. પિતાની રક્ષા કરનાર કેઈ નથી એમ જાણું ભય પામ તે અરક્ષાભય. જાણ. ૬. પિતાની વસ્તુ સાચવવાનું સ્થળ નથી તેથી. ચિરાઈ જવાને ભય તે અગુપ્તિ ભય. ૭. અચાનક દુઃખ ઊપજવાને ભય તે અકસમાત ભય છે.
પિતાનું અને પરનું સ્વરૂપ સમ્યફપ્રકારે જાણનાર સમ્યકદ્રષ્ટિને એ સાત ભય હોતા નથી. આ દેહમાં પગથી. તે માથા સુધીમાં જે જ્ઞાન, ચૈતન્ય છે તે આપણું ધન છે. આ જ્ઞાનભાવથી અન્ય એક પરમાણુ માત્ર પણ આપણું નથી. દેહ અને દેહના સંબંધી જે સ્ત્રી, પુત્ર, ધન, ધાન્ય, રાજ્ય, વૈભવ આદિ છે તે મારાથી ભિન્ન પરદ્રવ્ય છે, સંગથી ઊપજે છે. મારે અને એને શું સંબંધ છે? સંસારમાં આવા સંબંધ અનંતાનંત થયા અને છૂટી ગયા. જેને સંગ થયે છે તેને વિગ નિશ્ચયે થશે, જે ઊપજ્યું છે તે વિનાશ પામશે. હું જ્ઞાનસ્વરૂપ આત્મા ઉત્પન્ન થયું નથી અને વિનાશ પામીશ નહીં, એ જેને દ્રઢ નિશ્ચય છે તેને દેહ છૂટવાને અને દશ પ્રકારના પરિગ્રહને વિયેગ થવાનો ભય રહે તે નથી. તેથી આ લેકમાં ભયરહિત સમ્યફદૃષ્ટિ નિઃશંક છે.
Page #35
--------------------------------------------------------------------------
________________
સમાપ્રિ-સાપાન
સમ્યક્દ્ગષ્ટિને પરલોકના ભય પણ નથી હાતા. જેમાં સમસ્ત વસ્તુઓનું અવલાકન કરાય તે લેાક છે. તેથી આપણા લાક તે જ્ઞાનદર્શન છે. કારણકે તેમાં સમસ્ત વસ્તુએ પ્રતિષ્કિંખરૂપે દેખાય છે. જે સમસ્ત વસ્તુઓ દેખાય છે તેનું આપણા જ્ઞાનસ્વભાવમાં અવલેાકન થાય છે. આપણા જ્ઞાન ઉપરાંતની કોઈ વસ્તુને આપણે દેખતા નથી, જાણતા નથી. આપણું જ્ઞાન કદાચિત્ નિદ્રાવડે ઢંકાઈ જાય કે રાગાદિકને લીધે મૂર્છા આવવાથી અવરાઈ જાય તેા બધું વિશ્વ વિદ્યમાન છે તેા પણ ન હાય તેના જેવું થયું. તેથી આપણા લોક તો આપણું જ્ઞાન જ છે. આપણા જ્ઞાન ઉપરાંત કોઈ વસ્તુ દેખવામાં, જાણવામાં આવતી નથી. આપણા જ્ઞાન બહાર જે લેાક છે, તેમાં જે અનેક પ્રકારનાં નરક, સ્વર્ગ છે તે સર્વજ્ઞ ભગવાનને પ્રત્યક્ષ છે. પણ તે સર્વે આપણા સ્વભાવથી ભિન્ન છે. પુણ્યના ઉદય છે તે દેવાદિ શુભગતિ આપનાર છે, પાપના ઉય છે તે નરકાદ્ધિ અશુભગતિ આપનાર છે. પાપ, પુણ્ય બન્નેય વિનાશી છે. સ્વર્ગ, નરકાકિ પુણ્યપાપનું ફળ પણ વિનાશી છે. પરંતુ આત્મા, જ્ઞાન, દર્શન, સુખ, વીર્યના અવિનાશીપણાને ધારણ કરનાર અખંડ અવિનાશી છે, માક્ષે લઈ જનાર છે. તેથી મારે લેાક મારામાં જ છે. તેમાં જ સમસ્ત વસ્તુનું અવલેષ્ઠન કરતા હું વસું છું. આ પ્રમાણે પરલોકના ભય જેમને નથી એવા સમ્યદૃષ્ટિ નિઃશંક હોય છે.
૧૪
સ્પર્શન (ચામડી), રસના (જીભ), ઘ્રાણુ (નાક), નેત્ર અને કાન એ પાંચ ઇંદ્રિય અને મનખળ, વચનબળ અને કાયાબળ તથા આયુષ્ય અને શ્વાસેાાસ એ બાહ્ય પ્રાણા કર્મથી બનેલા છે, પુદ્ગલમય છે; આ પ્રાણાના નાશને
Page #36
--------------------------------------------------------------------------
________________
નિશક્તિ અંગ
૧૫.
જગતમાં મરણ કહે છે. અને આત્માનાં જ્ઞાન, દર્શન, સુખ, સત્તારૂપ ભાવ પ્રાણ છે તેને નાશ કોઈ કાળે પણ થાય નહીં. જે ઊપજે છે તે મરશે. જે પુગલ-પરમાણુને જ થઈ ઇકિયાદિ પ્રાણસ્વરૂપે ઊપજે છે તેને જ નાશ થાય છે. મારા સ્વભાવરૂપ જ્ઞાન, દર્શન, સુખ, સત્તા કેઈ કાળે પણ વિનાશી નથી. ઇંદ્રિયાદિક પ્રાણ પર્યાય (મનુષ્યાદિ શરીર) સાથે જ ઊપજે છે, વિનાશ પામે છે. પરંતુ હું તે ચૈતન્ય અવિનાશી છું એવા નિશ્ચયના ધારક સમ્યફદ્રષ્ટિને મરણના ભયની શંકા થતી નથી. | વેદના-ભયને જીતીને સમ્યફદ્રષ્ટિ નિઃશંક થયા છે. વેદના એટલે વેદવું, જાણવું. જાણવાવાળે તે હું જીવ છું; એક પિતાના અચલ જ્ઞાનને અનુભવ કરવો એ રૂપ જે વેદન તે તે અવિનાશી છે, આ જ્ઞાનના અનુભવરૂપ વેદના તે શરીર સંબંધી નથી. વેદનીય કર્મથી ઉત્પન્ન થયેલી સુખદુઃખરૂપ વેદના છે તે મેહના પ્રબળપણથી આત્મામાં દેખાય છે. તે મારું સ્વરૂપ નથી, ચેતનરૂપ નથી, શરીરમાં છે, હું એથી ભિન્ન જ્ઞાતા છું. આ પ્રકારે જ્ઞાન–વેદનાથી દેહની વેદનાને ભિન્ન જાણનાર સમ્યફદૃષ્ટિ નિઃશંક હોય છે.
અરક્ષાભય પણ સમ્યફદૃષ્ટિને નથી હોતું, કારણ કે જગતમાં જે સરૂપ વસ્તુ છે તેને ત્રણે કાળમાં નાશ નથી, એ એમને દ્રઢ નિશ્ચય છે. તેથી પિતાને જ્ઞાનસ્વરૂપ આત્મા પણ કેઈની મદદ વગર જ પિતે સત્ છે. એની રક્ષા કરવા માટે કેઈની જરૂર નથી; એને વિનાશ કરનાર પણ કેઈ નથી. જેને કેઈ વિનાશ કરનાર હોય તેને સાચવવા
Page #37
--------------------------------------------------------------------------
________________
સમાધિ પાન
ક્યાંક રક્ષકની જરૂર હોય. અવિનાશી સ્વરૂપને અનુભવ કરનાર સમ્યફદૃષ્ટિ અરક્ષાભયરહિત નિઃશંક છે.
અગુણિમય એટલે તિજોરી, કબાટ આદિમાં ગુપ્ત સંતાડ્યા વિના ધન નાશ પામશે એ ચેરને ભય તે પણ સમ્યફવૃષ્ટિને ન હોય. કારણ કે વસ્તુનું જે સ્વરૂપ પિતાનું છે તે તે પિતાના સ્વરૂપમાં જ છે પિતાનું સ્વરૂપ પિતાની બહાર હેય નહીં. ચૈતન્યસ્વરૂપ હું આત્મા છું, તે ચૈતન્યસ્વરૂપ મારામાં જ છે. તેમાં પરને પ્રવેશ નથી. જે અનંત જ્ઞાન-દર્શન મારું સ્વરૂપ છે, તે જ મારું અમાપ અવિનાશી ધન છે. ત્યાં ચેર પ્રવેશ કરી શકતો નથી, તેમ હરી શક્તા નથી તેથી સમ્યફષ્ટિ અગુપ્રિભય રહિત નિઃશંક છે.
સમ્યફદ્રષ્ટિને અકસ્માત્ ભય પણ નથી. આત્મા તે સદાકાળ શુદ્ધ છે, દ્રષ્ટા છે, અચલ છે, અનાદિ છે, અનંત છે, સ્વભાવથી સિદ્ધ છે, અલક્ષ છે, ચિતન્ય-પ્રકાશરૂપ સુખનું સ્થાનક છે. એમાં કંઈ અચાનક અકસ્માત્ ઉત્પન્ન થવા ગ્ય નથી. આવા ભાવવાળા સમ્યફદૃષ્ટિ નિઃશંક છે.
જેને સમ્યક્દર્શન છે તેના પરિણામમાં સાત ભય નથી. સત્યાર્થ એવા પિતાના સ્વરૂપને જાણ્યા વિના પિતાને આત્મા સાત ભયથી રહિત થતો નથી.
સમ્યકુદ્રષ્ટિ અહિંસાને જ નિશ્ચયરૂપ ધર્મ જાણે છે. તેથી તેને એવી શંકા નથી ઊપજતી કે યજ્ઞ હેમ આદિકમાં જે જીવઘાતરૂપ હિંસાની ક્રિયા થાય છે તેમાંય કંઈક તે ધર્મ નીપજતે હશે. એવી શંકાને અભાવ તે નિઃશંક્તિ અંગ છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
નિષ્ફક્ષિત અંગ ૨, નિષ્કાંક્ષત અંગ :
ઈદ્રિયથી ઉત્પન્ન થતા સુખમાં સુખની માન્યતા રહિત જે શ્રદ્ધા–ભાવ તે અનાકાંક્ષા નામને સમ્યકત્વને ગુણ છે, એમ ભગવાને કહ્યું છે. ઇંદ્રિયથી ઉત્પન્ન થતું સુખ કેવું છે ? કર્મને આધીન છે, સ્વાધીન સુખ નથી. પુણ્યકર્મના ઉદયને આધીન છે, પુણ્યકર્મને ઉદયની મદદ વિના કરડે ઉપાયે, મહાન પુરુષાર્થ કરવા છતાં સુખની પ્રાપ્તિ થતી નથી, ઈષ્ટને લાભ થતું નથી, અનેક અનિષ્ટની પ્રાપ્તિ થાય છે. કદાચિત પુણ્યના ઉદયથી સુખની પ્રાપ્તિ પણ થાય, તે તે સુખ વળી નાશવંત છે. પરાધીન એવું એ સુખ કેટલે કાળ ભેગવાશે? ઇંદ્રિયથી ઉત્પન્ન થયેલું સુખ પોતાના ઈષ્ટ વિષયને આધીન છે, અને ઈષ્ટને સમાગમ તે વિનાશી છે; મેઘધનુષ પિઠે, વીજળીના ચમકાર જે ઈષ્ટ સમાગમ ક્ષણભંગુર છે. તથા તે સુખ પરાધીન છે. શરીરના નીરગીપણને આધીન, ધનને આધીન, સ્ત્રીને આધીન, પુત્રને આધીન, આયુષ્યને આધીન, આજીવિકાને આધીન, ક્ષેત્રને આધીન, કાળને આધીન, ઈદ્રિને આધીન, ઈદ્રિયના વિષયને આધીન ઈત્યાદિ હજારે પરાધીનતા સહિત છે; વિનાશકાળની સન્મુખ એવું ઈદ્રિયેથી ઉત્પન્ન થયેલું સુખ અલ્પકાળ ભેગવવામાં આવે છે. ઇંદ્રિયજનિત સુખ અવશ્ય નાશવંત છે. નાશવંત હોવા છતાં અખંડધારા પ્રવાહરૂપ નથી; વચમાં વચમાં અનેક દુઃખ દેખાવ દે છે. કદી રેગ આવી જાય છે તે કદી સ્ત્રી, પુત્ર, મિત્રને વિયેગ થાય છે, કદી અપમાન થાય છે તે કદી ધનની હાનિ થાય છે, કદી અનિષ્ટને સંગ થાય છે. આવી રીતે અંતવાળું અને અનેક દુખે સહિત ઈદ્રિયજનિત સુખ છે.
Page #39
--------------------------------------------------------------------------
________________
સમાધિ-પાન તે પાપનું બીજ છે. ઇદ્રિયજનિત સુખમાં લીન થવાથી પિતાના સ્વરૂપને ભુલાવો થાય છે, અને મહા ઘેર આરંભમાં જીવ પ્રવર્તે છે. અન્યાય કરીને વિષય ભોગવે છે. તેથી પાપ જ બંધાય છે. ઇદ્રિયજનિત સુખ નરકતિર્યંચ આદિ ગતિમાં પરિભ્રમણ કરાવનાર પાપબંધનું બીજ છે. આવું પરાધીન, નાશવંત, દુઃખથી ભરેલું જે ઈદ્રિયજનિત સુખ તે સમ્યફષ્ટિને સુખરૂપ દેખાતું નથી તે સુખરૂપ તેને કેમ માને? સુખરૂપ માન્યતા કે શ્રદ્ધા ન હોય તે તેની વાંછા કેમ કરે ?
સમ્યફદ્રષ્ટિને આત્માને અનુભવ હોય જ. આત્માને અનુભવ થયો એટલે આત્માને સ્વભાવ જે અતીંદ્રિય, અનંત જ્ઞાન, નિરાકુળ, અવિનાશી, સુખમય તેને અનુભવ થાય છે. સંસારી જીવને જે ઇન્દ્રિયને આધીન સુખ જણાય છે તે તે સુખાભાસ છે. જેને ભૂખની તીવ્ર વેદના ઊપજે તે ભજન કરવાને ઈરછે છે, તરસ લાગે તે શીતળ પાણી પીવાને ઈરછે છે. ટાઢ જેને વાય તે રૂનાં કે ઊનનાં વસ્ત્ર ઓઢવા ઇચ્છે છે. ગરમીની વેદના ઊપજે ત્યારે શીતળ પવનને ઈચ્છે છે. કેમકે વેદના વિના ઉપાયની કોણ ઈચ્છા કરે? આંખમાં રેગ વિના કેણ અંજન આજે? કાન દુખતે ન હોય તે બકરાનું મૂતર કે તેલ વગેરે કાનમાં કેરું નાખે? ટાઢીઓ તાવ ન આવ્યો હોય તે તાપણું કે તડકે આદરથી કેણ સેવે? વા ન આવ્યો હોય તે ઘાસતેલ કે ગંધાતાં તેલ , કેણું પડે? તેથી પાંચ ઇન્દ્રિયના વિષયની તીવ્ર ઈચ્છારૂપ બળતરા થાય છે, ત્યારે સંસારી જીવને વિષયે . ભેગવવા ઈચ્છા ઊપજે છે. વિષયે ભેગવવાથી જે બળતરા ઊપજી
Page #40
--------------------------------------------------------------------------
________________
નિષ્કાંક્ષિત અંગ
૧૯
હતી તે થોડા વખત માટે શમાઈ જાય છે. પણ તે ભાગ ફરીથી અધિક અધિક બળતરા ઉપજાવે છે. તેથી ઇંદ્રિયાના વિષયાને ભાગવવાથી ઊપજતું સુખ છે તે તેા દુઃખ જ છે. બાહ્ય શરીર-ઇંદ્રિયાક્રિકને આત્મા જાણનાર અહિરાત્મા છે; તે વિષયેાની બળતરા શમાવવાના ઉપાયને સુખ માને છે. એવી માન્યતા એ માડુકર્મથી ઉત્પન્ન થયેલેા ભ્રમ છે. વેદના જ ન ઊપજે એવું નિરાકુળતા લક્ષણવાળું જ સુખ જ તા હાય. વિષયાને આધીન સુખ માનવું તે મિથ્યા શ્રદ્ધા છે. સમ્યક્દૃષ્ટિને તે અહમિદ્રલોકનાં સુખ પણ પરાધીન, આકુળતારૂપ, વિનાશી, કેવળ દુઃખરૂપ જ દેખાય છે, તેથી સમ્યક્દ્ગષ્ટિને માયિક, ઇંદ્રિયજનિત સુખની વાંછા કઢી હાતી નથી. આ ભવમાં તેા ધન, સંપત્તિ, વૈભવ આદિક ઇચ્છતા નથી; અને પરભવમાં પણ ઇંદ્રપણું, ચક્રવતીપણું ઇત્યાદિ કુટ્ઠી ઇચ્છતા નથી. આ ઇંદ્રિયાના વિષયા તે અલ્પ કાળ ભાગવાય છે, પણ તે ભાગનું ફળ ભવિષ્યમાં અસંખ્યાત કાળ સુધી નરકનાં દુઃખ ભોગવવારૂપ છે. અનંત કાળ કે અસંખ્યાત કાળ સુધી તિર્યંચ આદિ ગતિમાં તથા મહાદરિદ્રી, મહારાગી, નીચકુળના કુમનુષ્યેામાં અનેક જન્મ ધારણ કરી તે અલ્પકાળના ભાગનું દુઃખરૂપ ફળ વિશેષ કાળ પર્યંત જીવ ભોગવે છે.
આ જગતમાં આશા અને શંકા (ભય) બન્ને મેાહના ઉદ્દયથી જીવને નિરંતર વર્તે છે. આશા કરવાથી કંઈ મળતું નથી. સદાય સર્વ જીવ ધનની પ્રાપ્તિ, નીરોગીપણું, કુટુંબની વૃદ્ધિ, ઇંદ્રિયાનું બળ, પાતાની મોટાઈ વગેરે ઇચ્છે છે. પરંતુ ઇચ્છા કરવાથી કંઈ મળતું નથી. ખધા જીવા ઇચ્છા
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૦
સમાધિ-સાપાન
કરીને તેા નિરંતર પાપના અને અંતરાયના તીવ્ર બંધ કરે છે. કેટલાક જીવા ભાગની અભિલાષા રાખી દાન, તપ, વ્રત, શીલ, સંયમ કરે છે. પરંતુ ઇચ્છા કરવાથી પુણ્યની હાનિ થાય છે. પુણ્યબંધ તા વાંછારહિત હોય તેને થાય છે. શુભ અશુભ કર્મથી પ્રાપ્ત થયેલા વિષયેામાં જે સંતોષી હાય, નિરાકુળ હાય, વિષયેાની ઇચ્છા ના હાય તેને અંધાય છે.
પુણ્ય
બધાય જીવા નિત્ય ઊડી એમ ઇચ્છે છે કે વિયેાગ, મરણ, હાનિ, અપમાન, ધનના નાશ, રોગ, વેદના મને ન થાએ. નિરંતર એ બધાંના ભય રાખે છે. તેાય મરણ આવે છે, વિયેાગ થાય છે. ધનહીનતા, ખલહીનતા, અપમાન, રંગ, વેદના પૂર્વકર્મ અનુસાર થાય છે જ; તેને ટાળવાને ઇંદ્ર, જિવેંદ્ર, મંત્ર, તંત્રાદિક કોઈ સમર્થ નથી. મરણ થાય છે તે તે આયુષ્યકર્મના નાશથી થાય છે. અલાભ આદિ અંતરાયકર્મના ઉયથી થાય છે. રાગ વેદના આદિક અશાતા કર્મના ઉદયથી થાય છે. દેવ, દાનવ, ઇંદ્ર, જિતેંદ્રાદિક કાઈ કર્મ લેવાને કે દેવાને સમર્થ નથી. પેાતાના ક્રોધાદિ ભાવથી આંધેલા કર્મને પેાતાના કરેલા સંતેષ, ક્ષમા, તપશ્ચરણાદિક ભાવે કરીને પાતે જ છેડવા સમર્થ છે, ખીજો કોઈ છેડાવે તેમ નથી. આવા દ્રઢ નિશ્ચયવાળા, નિઃશંક અને નિર્વાષ્ટક સમ્યક્દ્ગષ્ટિ જ હોય છે.
પ્રશ્ન :
સર્વ પરિગ્રહના ત્યાગી જે મુનીશ્વર સાધુ તેમને તથા ત્યાગી ગૃહસ્થને તે શંકારહિતપણું તથા વાંછારહિતપણું
Page #42
--------------------------------------------------------------------------
________________
૨૧
નિષ્કાંક્ષિત અંગ હોઈ શકે, પરંતુ વ્રતરહિત સમ્યફદ્રષ્ટિ ગૃહસ્થને નિઃશંકિત, નિષ્કાંક્ષિત અંગ કેવી રીતે સંભવે ? અવિરત સમ્યફદ્રષ્ટિને ભેગેની ઇચ્છા દેખીએ છીએ; વેપારમાં, નેકરીમાં તે લાભ ઈચ્છે છે, પિતાના કુટુંબની વૃદ્ધિ, ધનની વૃદ્ધિ વછે છે, રેગને, કુટુંબના વિયેગને, આજીવિકા તૂટી જવાને, ધનને નાશ થવાનો ભય તેને નિરંતર વર્તે છે. તે પછી નિઃશંકપણું, નિવાંછકપણું તેને કેવી રીતે હોય? અને નિષ્કાંક્ષિતભાવ વિના સમ્યકત્વ ક્યાંથી હોય? તેથી અવિરત સમ્યવૃષ્ટિને સમ્યકત્વ કેવી રીતે સંભવે ?
સમાધાન :
મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયના અભાવથી સમ્યકત્વ પ્રગટ થાય છે. અવિરત સમ્યક દ્રષ્ટિને પણ મિથ્યાત્વને અને અનંતાનુબંધી કષાયને અભાવ થયે છે. મિથ્યાત્વના અભાવથી તો સત્યાર્થપણે આત્મતત્વની સ્વપણે અને પરતત્ત્વની પરપણે શ્રદ્ધા પ્રગટે છે, અનંતાનુબંધી કષાયને ભાવથી વિપરીત રાગભાવને અભાવ થાય છે. આમ જ્ઞાન અને શ્રદ્ધાની વિપરીતતાના અભાવથી આલેકભય, પરલેકભય, મરણુભય આદિ સાત ભય અવિરત સમ્યફદ્રષ્ટિને નથી હોતા; કારણ કે તે પિતાના આત્માને અવિનાશી ટંકેત્કીર્ણ (નિરુપાધિક) જ્ઞાનદર્શન સ્વભાવવાળો માને છે, સહે છે. અને વિપરીત એટલે પરવસ્તુમાં વાંછા તેના અભાવથી સમસ્ત ઇદ્રિના વિષયેમાં તે વાંછા રહિત છે. સ્વર્ગલેકમાંના ઈંદ્ર કે અહમિદ્રોના વિષયભેગોને વિષ સમાન દાહ-દુઃખને ઉપજાવનારા જાણ કદાપિ સ્વપ્નમાં પણ તેની
Page #43
--------------------------------------------------------------------------
________________
સમાધિ-સાપાન
૨૨
'
ઈચ્છા કરતા નથી. તે તો પાતાને આધીન નિરાકુળતા લક્ષણવાળા, અવિનાશી જ્ઞાનાનંદને જ સુખ માને છે અને પોતાના દેહને, ધન સંપદાદિકને, કર્મથી ઉત્પન્ન થયેલાં પરાધીન, વિનાશી, દુઃખરૂપ જાણી આ મારું છે’ એવા વિપરીત જૂઠો સંકલ્પ પણ તે કરતા નથી. અનંતાનુબંધી કષાયના ઉદયથી ઊપજતા વિપરીત જૂઠા ભય, શંકા, પરવસ્તુમાં વાંછાએ સમ્યક્દ્ગષ્ટિને કદાપિ ન હોય. પરંતુ અપ્રત્યાખ્યાનાવરણુ કષાય, પ્રત્યાખ્યાનાવરણુ કષાય, સંજવલન કષાય તથા હાસ્ય, રતિ, અતિ, શાક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ આ એકવીસ કષાયાના તીવ્ર ઉદ્ભયથી ઊપજેલા રાગભાવના પ્રભાવથી ઇન્દ્રિયાના સંતાપને લીધે ત્યાગ કરતાં પરિણામ કંપે છે. જોકે વિષયાને દુઃખરૂપ જાણે છે, તથાપિ વર્તમાન કાળની વેદના સહન કરવાને સમર્થ નથી. જેવી રીતે રાગીને કડવી દવા પીવી પડે છે તેને તે કી સારી જાણતા નથી, તાપણ વેદનાના માર્યાં કડવી દવા આદરથી પીએ છે. પરંતુ અંતરંગમાં દવા પીવી એ બહુ ખરાબ છે એમ તે જાણે છે; એવો કયારે દિવસ આવશે કે જ્યારે દવાનું નામ પણ ન લઉં એમ તેને થયા કરે છે. તેવી રીતે અવિરત સમ્યક્દ્ગષ્ટિ પણ ભાગાને કદી ભલા નથી જાણતા, પરંતુ તેના વગર ચાલે એમ લાગતું નથી, પરિણામની દૃઢતા રહેશે નહીં એમ લાગે છે. કષાયના પ્રબળ ધક્કો લાગી રહ્યો છે, ઇંદ્રિયાની બળતરા સહન થતી નથી, તેથી વેદનાના માર્યા ભાગની વાંછા કરે છે. સંઘયણ ( શરીરનું હાડખળ ) કાચું છે, કોઈ મદદ કરનાર જણાતા નથી, કષાયેાના ઉયે શક્તિના નાશ થઈ રહ્યો છે,
Page #44
--------------------------------------------------------------------------
________________
૨૩
નિષ્કાંક્ષિત અગ પરવશ પડ્યો છે; છતાં જેમ કેદખાનામાં પડેલે કોઈ પુરુષ કેદખાનામાં જરાય રાગ નથી કરતું પરંતુ પરવશ પટેલે હોવાથી મહાદુઃખ દેનાર કેદખાનાને લીંપે છે, પેવે છે, સાફ કરે છે, તેવી રીતે સમ્યફષ્ટિ પણ દેહને કેદખાના જેવો જાણે છે, ભૂખ તરસ આદિ વેદના સહન કરવાને અસમર્થ હોવાથી દેહને પિષણ આપે છે, પણ દેહને પિતાને માન નથી. વર્તમાનકાળની વેદનાને જ એને ભય છે અને વેદના મટાડવા જેટલી જ સમ્યફદ્રષ્ટિને વાછા છે. કર્મના ઉદયની જાળમાં તે ફસાયે છે, નીકળવાને ઈચ્છે છે; તથાપિ અપ્રત્યાખ્યાન સંબંધી રાગ-દ્વેષ, અભિમાન એવાં છે કે, ત્યાગવતાદિની ઈચ્છા છતાં, તે ત્યાગાદિ કરવા દેતાં નથી. કર્મને ઉદય બહુ બળવાન છે. સંસારી જીવ અનાદિ કાળથી કર્મને ઉદયની જાળમાંથી નીકળી શકતું નથી. દેહને સંગ વળગે છે ત્યાં સુધી દેહના નિર્વાહને અર્થે આજીવિકા, ભજન, વસ્ત્રની તે ઈચ્છા કરે છે. અપ્રત્યાખ્યાન કષાયના ઉદયથી લેકમાં પિતાની નીચી પ્રવૃત્તિના અભાવરૂપ ઊંચી પ્રવૃત્તિ ઈચ્છે છે; ધન સંપદા, આજીવિકાને નાશ થવાને ભય પણ રાખે છે; તિરસ્કાર થવાને ભય પણ કરે છે; ઈદ્રિયેના સંતાપને સહન કરવાની અશક્તિને લીધે વિષને વછે છે; કષાય ઘડ્યા નથી, રાગ ઘડ્યો નથી તેથી ભવિષ્યમાં ઘણું દુઃખ ઉત્પન્ન થશે એમ દેખવાથી તે કષાયાદિ ટાળવા ઈચ્છે છે તથાપિ રાજ્ય, ભેગ, સંપદા આદિને સુખકારી જાણ તે વાંછે નહીં.
Page #45
--------------------------------------------------------------------------
________________
સમાધિ-સે પાન ૩. નિર્વિચિકિત્સા અંગ:
આ મનુષ્ય પર્યાય (અવસ્થા) રૂપ કાયા છે તે સ્વભાવથી જ અશુચિમય છે. તેમાં કેઈ ઉત્તમ મનુષ્યને રત્નત્રય એટલે સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યક્રચારિત્ર પ્રગટ થાય છે તેની અશુચિમય કાયા પણ પવિત્ર છે. ત્રતવંતને રેગાદિ વડે મલિન દેહ દેખતાં છતાં જુગુપ્સા એટલે ગ્લાનિ કે દુગચ્છા ન થાય અને રત્નત્રયમાં પ્રીતિ થાય તેનું નામ નિવિચિકિત્સા અંગ છે.
આ દેહ તે સાત ધાતુમય તથા મળમૂત્રાદિની ખાણ છે, સ્વભાવથી જ અપવિત્ર છે. એવો દેહ તે રત્નત્રય-સ્વરૂપ પ્રગટ થવાથી પવિત્ર થાય છે. રેગ સહિત તથા વૃદ્ધાવસ્થા કે તપશ્ચર્યાથી સુકાઈ ગયેલું કે મેલું દેખાતું શરીર જોઈને, જેને ગ્લાનિ એટલે દુગચ્છા આવે નહીં અને ગુણેમાં પ્રીતિ થાય તેને નિર્વિચિકિત્સા અંગ કહે છે. જે સમ્યફદ્રષ્ટિ છે તે વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણે છે. પુદ્ગલને વિચિત્ર સ્વભાવ જાણી, મળ, મૂત્ર, લેહી, માંસ, પાચ સહિત તથા ગરીબાઈ, રેગાદિ સહિત મનુષ્ય કે તિર્યંચ આદિનાં શરીરની મલિનતા, દુર્ગધ આદિ દેખીને તથા સાંભળીને તે ગ્લાનિ કરે નહીં. કર્મના ઉદયને લીધે ભૂખ, તરસ, ગરીબાઈથી કઈ દુઃખી હોય છે, કેઈ કેદખાના આદિમાં પરવશ પડ્યા છે, કઈ નીચકુળમાં ઉત્પન્ન થયા છે, કેઈ નીચકર્મ કરી મલિન ભજન કરે છે, મલિન વસ્ત્ર પહેરે છે, કદરૂપાં અંગ-ઉપાંગ પામે છે પરંતુ સમ્યફદૃષ્ટિ આમાંના કેઈ ઉપર દુગચ્છા ભાવ લાવી પોતાના મનને બગાડતું નથી. કેઈને કષાયમાં આવી
Page #46
--------------------------------------------------------------------------
________________
અમૂદષ્ટિ અંગ
- ૨૫ ખરાબ આચરણ કરતે દેખી, પિતાના પરિણામ બગાડે નથી. મલિન ક્ષેત્ર, મલિન ગામ કે ગૃહાદિકમાં મલિનતા, દરિદ્રતા દેખીને સમ્યક દ્રષ્ટિ ગ્લાનિ ન કરે. અંધકાર, ચેમાસું, ઉનાળા કે શિયાળાની વેદનાવાળા કાળને દેખીને તે ખેદ ના કરે. પિતાને ગરીબાઈ કે રેગ આવતાં, વિયેગ થતાં કે અશુભ કર્મને ઉદય આવતાં, તે પિતાનાં પરિણામ મલિન કરતા નથી. પરંતુ તે વખતે વિચારે છે કે જે મેં કર્મ બાંધ્યાં છે તેનું ફળ મારે જ ભેગવવાનું છે, અશુભ કર્મનું ફળ તે આવું જ હોય છે. જેને નિર્વિચિકિત્સા અંગ હોય તેને જ દયા હોય છે, તેને જ વૈયાવૃત્ય–સેવા ગુણ હોય છે અને તેને જ વાત્સલ્ય, સ્થિતિકરણ આદિક ગુણ પ્રગટ હોય છે. ૪. અમૂઢદષ્ટિ અંગ:
નરક, તિર્યંચ (પશુ આદિ), કુમનુષ્યાદિમાં જે ઘર દુઃખ ભેગવવાં પડે છે, તે દુઃખને માર્ગ જે મિથ્યામાર્ગ તેની અને કુમાગી એટલે મિથ્યા માર્ગમાં રહેલા પુરુષો તેમની જે મન વડે પ્રશંસા કરતા નથી, વચને કરી સ્તુતિ કરતા નથી, તથા કાયાએ કરીને પ્રશંસા કરતા નથી એટલે ચરણસ્પર્શ કે હાથ આદિની ચેષ્ટા વડે તેમનાં વખાણ જણાવવાનું કરતા નથી તે અમૂહદ્રષ્ટિ છે.
સંસારી જીવ મિથ્યાત્વના પ્રભાવને લીધે રાગ-દ્વેષી દેવની પૂજા પ્રભાવના દેખીને પ્રશંસા કરે છે. દેવીને માટે જીવહિંસા કરી હોય તેની પ્રશંસા કરે છે. ગૌ, કન્યા, સુવર્ણ, હાથી, ઘેડા, ઘર, પૃથ્વી, તલ, રથ અને દાસી એ દશ પ્રકારનાં કુદાનને ભલાં જાણે છે. યજ્ઞ, હોમાદિકની અને
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૬
સમાધિ-પાન બેટા મંત્ર-તંત્ર, મારણ-વશીકરણ આદિ ક્રિયાઓની પ્રશંસા કરે છે. કૂવા, વાવ, તળાવ ખોદાવ્યાની પ્રશંસા કરે છે. માત્ર કંદમૂળ, શાકપાન આદિ ભક્ષણ કરનારને મોટા ત્યાગી જાણી પ્રશંસા કરે છે. પંચાગ્નિ-ધૂણીઓ તપનાર, વાઘનાં ચામડાં ઓઢનાર, ભસ્મ ચેળનાર અને ઊંચે હાથ રાખનારને બહુ મેટા જાણે છે. ગેરુથી રંગેલાં ભગવાં કે રાતાં વસ્ત્ર કે ધેળાં વસ્ત્રાદિ ધારણ કરનાર કુલિંગીના માર્ગની પ્રશંસા કરે છે. ખોટાં તીર્થને અને ખોટા રાગી, દ્વેષી, મહી, વકપરિણામી, અને શસ્ત્રધારી દેવને પૂજ્ય માને છે. જોગણી, જક્ષણી, ક્ષેત્રપાલ આદિને ધન આપનાર અને રેગાદિ મટાડનાર મને છે. તેલ, લાપસી, વડાં, અત્તર, પુષ્પમાળા ઇત્યાદિક વડે દેવતાને રાજી કરવા ધારે છે. દેવતાને લાંચ આપવારૂપ માન્યતા માની, એમ વિચારે છે કે, મારું અમુક કાર્ય સિદ્ધ થશે તે તને છત્ર ચઢાવીશ, તારું મંદિર બંધાવીશ, તને બાધાના અમુક રૂપિયા ચઢાવીશ, કોઈ બકરા, પાડા વગેરે પ્રાણી મારીને ચઢાવીશ, સવામણનું ચૂરમું ચઢાવીશ, બાળક જીવતું રહે માટે એટલી કે જટા ઉતરાવીશ ઇત્યાદિ અનેક પ્રકારની માન્યતા માનવી, શરત કરવી તે બધો તીવ્ર મિથ્યાત્વના ઉદયને મહિમા છે. જ્યાં જેની હિંસા થાય
ત્યાં મહા ઘેર પાપ બંધાય છે. દેવને નિમિત્તે કે ગુરુને નિમિત્તે પણ હિંસા કરવામાં આવે તે પણ સંસારસમુદ્રમાં ડુબાડનારી છે. કેઈ દેવતાના ભયથી કે લેભથી કે લજજાથી પણ હિંસાના કાર્યોમાં કદાપિ ન પ્રવર્તે. દયાવાળાની તે દેવ પણ રક્ષા કરે છે. જે કોઈને અપરાધ ન કરે, વેર ન બાંધે તેને દેવ પણ દુભાવે નહીં. રાગી, દ્વેષી અને
Page #48
--------------------------------------------------------------------------
________________
ઉપગ્રહન અંગ
૨૭ શસ્ત્રધારી દેવ છે તે તે પિતે જ દુઃખી છે, ભયભીત છે, અસમર્થ છે. સમર્થ હોય, ભયરહિત હોય તે શસ્ત્ર શા માટે ધારણ કરે? જે ભૂખ્યું હોય તે જ ભેજન આદિ વડે પૂજાની ઈચ્છા રાખે. કુમાર્ગ છે તે સંસાર વધારવાનું કારણું છે. મિથ્યાવૃષ્ટિનાં ત્યાગ, વ્રત, તપ, ઉપવાસ, ભક્તિ, દાન આદિકની અને તેને ધારણ કરનાર મિથ્યાવૃષ્ટિઓની મન, વચન, કાયાથી પ્રશંસા ન કરવી તે અમૂઢદ્રષ્ટિ અંગ છે. દેવ-કુદેવને, ધર્મ-અધર્મને, ગુરુ-કુગુરુને, પાપ-પુણ્યને, ભક્ષ્ય-અભક્ષ્યને, ત્યાજ્ય–અત્યાજ્યને, આરાધ્ય-અનારાધ્યને, કાર્ય-અકાર્યને, શાસ્ત્ર-કુશાસ્ત્રને, દાન-કુદાનને, પાત્રઅપાત્રને, દેવાયોગ્ય–નહીં દેવાયેગ્ય વસ્તુને, ગ્રહણ કરવા યેગ્ય-નહીં ગ્રહણ કરવા ગ્યને, યુક્તિ-કુયુક્તિને અને કહેવા ગ્ય–નહીં કહેવા ગ્યને, અનેકાંતરૂપ નિર્ણય સર્વજ્ઞ વીતરાગના પરમ આગમ વડે બરાબર રીતે કરીને, મૂઢતારહિત થઈને અને પક્ષપાત છોડીને વ્યવહાર-પરમાર્થમાં વિરોધ ન આવે તે પ્રકારે શ્રદ્ધા કરવી તે અમૂઢદ્રષ્ટિ અંગ છે. ૫. ઉપગૃહન અંગ:–
જિનેન્દ્ર ભગવાનને ઉપદેશેલે રત્નત્રયરૂપ માર્ગ સ્વતઃ શુદ્ધ છે, નિર્દોષ છે. આ રત્નત્રયરૂપ માર્ગની નિંદા થાય તેવું કોઈ કાર્ય અજ્ઞાનને લીધે કે અશક્તિને કારણે કોઈથી થયું હોય તે તે નિંદા વગેરેને દૂર કરી શુદ્ધ નિર્દોષ કરે તેને ઉપગૃહન કહે છે.
જે જિનેન્દ્ર ભગવાને ઉપદેશેલે દશલક્ષણરૂપ ધર્મ તથા રત્નત્રયરૂપ ધર્મ છે તે અનાદિ અનંત છે; જગતના
Page #49
--------------------------------------------------------------------------
________________
૨૮
સમાધિ-સે પાન જેને ઉપકાર કરનાર છે, સર્વ રીતે નિર્દોષ છે, કોઈનું અહિત તેનાથી થાય તેમ નથી, કોઈ તેને બાધા કરી શકે નહીં તેવો અબાધિત, અખંડિત છે. એવા ધર્મ વિષે કઈ અજ્ઞાનીના દોષને નિમિત્તે કે કેઈની નિર્બળતાને નિમિત્તે જે ધર્મની નિંદા થતી હોય તે તે દૂર કરવી, દેષ ઉઘાડા ન કરવા, ઢાંકવા તેને ઉપગૃહન કહે છે. અન્ય મિથ્યાવૃષ્ટિ લેક સાંભળશે તે ધર્મની નિંદા કરશે, એક અજ્ઞાનીના દોષ સાંભળી સર્વ ધર્માત્માને દોષ લગાડશે, એમ કહેશે કે આ જિન ધર્મમાં જેટલા જ્ઞાની, તપસ્વી, ત્યાગી, વ્રતવાળા છે તે બધા પાખંડી છે, કુમાગ છે, એમ એકના દોષને લીધે બધે ધર્મ અને સર્વ ધર્માત્મા પુરુષો વગેવાય. તેથી ધર્માત્મા પુરુષ હોય તે કઈ ધર્માત્માથી દોષ થયે હોય, તેને ધર્મ પરની પ્રીતિને લીધે ઢાંકે છે. જેવી રીતે માતા પ્રીતિને લીધે પુત્ર કદાપિ અન્યાય કે દોષ કરે તે તેના દોષને ઢાંકે છે, તેવી રીતે ધર્માત્મા પુરુષની સાધમ ઉપર તથા ધર્મ ઉપર એવી પ્રીતિ છે કે કર્મના પ્રબળ ઉદયથી કઈ સાધમને અજ્ઞાનતાથી કે અશક્તિથી વ્રતમાં, સંયમમાં, શીલમાં દેષ લાગી જાય, કે વ્રતાદિને ભંગ થઈ જાય તો પિતાની શક્તિ પ્રમાણે ઢાંકે જ. સમ્યક દ્રષ્ટિને સ્વભાવ જ એવો છે કે કોઈને દોષ પ્રગટ કરે નહીં, અપવાદ-નિંદા કરે નહીં, પિતાનાં સારાં કામ પ્રગટ કહી બતાવે નહીં, પોતાની પ્રશંસા અને પરની નિંદા કરે નહીં. સમ્યફદ્રષ્ટિને પરના દોષ દેખતાં એવો વિચાર ઊપજે છે કે આ સંસારમાં જીવો અનાદિ કાળથી કર્મને આધીને વર્તે છે તેથી મેહનીય, જ્ઞાનાવરણીય
Page #50
--------------------------------------------------------------------------
________________
સ્થિતિકરણ અંગ અને દર્શનાવરણીય કર્મોના ઉદયવશે દેષમાં તે પ્રવર્તે કે ભૂલ કરે એમાં શું આશ્ચર્ય છે? જીવોને કામ, ક્રોધ, લેભાદિક નિરંતર મારી રહ્યા છે, ભુલાવી રહ્યા છે. મેં પણ સંસારમાં રાગ, દ્વેષ, મેહને વશ થઈ કયા દોષ કર્યા નથી? હમણાં જિનેન્દ્રના પરમાગમના શરણની કઈ કૃપાથી કંઈક ગુણદોષની ઓળખાણ થઈ છે, તોપણ અનાદિ કાળના કષાયના સંસ્કારથી અનેક દોષ કરી રહ્યો છું. તેથી અન્ય જીવોના કર્મના ઉદયની પરાધીનતાથી થયેલા દોષ દેખીને તે કરુણા જ કરવી ઘટે છે. સંસારી જીવ વિષય કષાયને વશ હાઈ પરાધીન છે. કષાય અને વિષયે જ્ઞાનને લૂંટી લઈ અનેક પ્રકારના નાચ નચાવે છે. આત્માને ભુલાવી દે છે. તેથી અજ્ઞાની જનેના દોષ દેખીને તે પિતે ખેદ કરતા નથી. ક્ષેત્ર, કાલ આદિના નિમિત્તે જે બનનાર છે તે ફેરવવા કેઈ સમર્થ નથી.
૬. સ્થિતિકરણ અંગ :
કઈ પુરુષ સમ્યફદર્શન સહિત દ્રઢ શ્રદ્ધાવાળે હોય તથા ચારિત્ર, વ્રત, સંયમ સહિત હેય પરંતુ કોઈ પ્રબળ કવાયના ઉદયથી, બેટી સંગતિથી, રેગની તીવ્ર વેદનાથી, ગરીબાઈથી, મિથ્યા ઉપદેશથી કે મિથ્યાવૃષ્ટિના મંત્ર તંત્રાદિક ચમત્કાર દેખીને, સત્યાર્થ શ્રદ્ધા કે આચરણથી ચળી જતે. હેય, તેને ધર્મથી ડગી જતે જાણી, વાત્સલ્યધર્મવાળો ધમત્મા–પ્રવીણ પુરુષ, તેને ઉપદેશાદિક વડે ફરી સત્યાર્થ શ્રદ્ધા કે ચારિત્રરૂપ ધર્મમાં સ્થિર કરે તેને સ્થિતિકરણ અંગ કહેવાય છે.
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૦.
સમાધિ-પાન કોઈ અવિરત સમ્યફદ્રષ્ટિ ધર્માત્માનાં કે વ્રતવાળા પુરુષનાં પરિણામ રેગની વેદનાથી, ગરીબાઈથી કે કેઈના વિયેગને લઈને ધર્મથી ચળી જાય તો ધર્મમાં પ્રીતિવંત પ્રવીણપુરુષ તેને ધર્મથી પતિત થતો જાણી ઉપદેશ આપી ધર્મમાં સ્થાપન કરે તે સ્થિતિકરણ અંગ છે. ધર્માત્મા ઉપદેશે કે, “હે ધર્મના ઈચ્છક ! ધર્માનુરાગી ! મનુષ્યભવ, આર્યક્ષેત્ર, ઉત્તમકુળ, ઇન્દ્રિયની પૂર્ણતા, ધર્મને લાભ આ એક એકથી ઉત્તરોત્તર દુર્લભ સામગ્રી પ્રાપ્ત થઈ છે તે છૂટી ગયા પછી ફરી પાછી મળવી અનંતકાળમાં પણ દુર્લભ છે. તેથી કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલાં રેગ, વિયેગ, દરિદ્રતા આદિ દુઃખથી કાયર થઈ આર્તધ્યાનનાં પરિણામ કરવાં મેગ્ય નથી. દુઃખથી ખેદ કરશે તો વધારે કર્મ બાંધશે. કાયર થઈને ભેગવશે કે ધીરવીરપણે ભેગવશે તોય ભેગવવાં તો પડશે. માટે દુર્ગતિનું કારણ અને ધિક્કારવા
ગ્ય જે કાયરતા તેને ત્યાગ કરે. ધૈર્ય ધારણ કરે. મનુષ્યભવનું સાફલ્ય તો ધીરતા ને સંતોષવ્રત સહિત ધર્મનું સેવન કરી આત્માને ઉદ્ધાર કરવો એ છે. મનુષ્યદેહ તો રેગનું ઘર છે, તેમાં રેગ ઊપજે એમાં શું આશ્ચર્ય છે? એ વખતે તો માત્ર ધર્મ જ શરણ છે. રોગ તો ઊપજશે જ, કેમકે સંગ છે તે વિયાગ સહિત જ છે. કયા કયા પુરુષો ઉપર દુઃખ નથી આવ્યાં? તેથી હિંમત રાખીને એક ધર્મનું જ અવલંબન કરે. જે જે વસ્તુ ઊપજે છે તે તે બધી વિનાશ સહિત છે. દેહને નિશ્ચયે વિયેગ છે જ. તો બીજાં પ્રાણીઓ જે પિતાના કર્મને આધીન ઊપજે છે અને મરે છે તેમને હર્ષ શેક કરવો નકામે છે, બંધનું કારણ છે. આ દુષમ
Page #52
--------------------------------------------------------------------------
________________
સ્થિતિકરણ અંગ
૩૧ કાળનાં મનુષ્ય અલ્પ આયુષ્ય અને અ૫ બુદ્ધિ સહિત જમે છે. આ કાળમાં કષાયની આધીનતા અને વિષયની ગૃદ્ધિતા (લંપટતા), બુદ્ધિની મંદતા, રેગની અધિકતા, ઈર્ષાની વિશેષતા તથા દરિદ્રતા સહિત ઘણું જમે છે; તેથી સમ્યજ્ઞાન પામીને કર્મને જીતવાને ઉદ્યમ કરવો યોગ્ય છે. કાયર ન થાઓ.” આવો ઉપદેશ દઈને પરિણામ સ્થિર કરે. રેગી હોય તો ઔષધ, ભજન, પથ્ય આદિ વડે ઉપચાર કરે. બાર ભાવનાનું સ્મરણ કરાવે. શરીરની સેવા, મલમૂત્રાદિને દૂર કરીને કરે. કઈ પણ પ્રકારે પરિણામ ધર્મમાં દ્રઢ કરવાં તે સ્થિતિકરણ છે. કેઈને રોગ વધી જવાથી જ્ઞાનમાં શિથિલતા આવે, વ્રત ભંગ કરવા મંડે, અકાલમાં ભેજન પાનાદિક યાચવા લાગી જાય, ત્યાગ કરેલી વસ્તુને ઈચ્છવા લાગે, તેના પ્રત્યે દયાળુ થઈને એવો મધુર ઉપદેશાદિ કરે છે, જેથી ફરી તે સાવધાન થઈ જાય. પરંતુ તેની અવજ્ઞા ન કરે, કારણકે કર્મ બળવાન છે. વાતપિત્તાદિક વિકારથી જ્ઞાન બગડતાં શી વાર? ગરીબાઈ આદિથી પીડાયેલા હોય તેમને પિતાની શક્તિ પ્રમાણે ઉપદેશ, આહાર, પાન, વસ્ત્ર, આજીવિકા, રહેવાનું મકાન તથા પાત્ર આદિ જે વડે સ્થિરતા થઈ જાય તે પ્રકારે દાન, સન્માન આદિ ઉપાય કરી સ્થિર કરવા. પિતાને આત્મા પણ નીતિ, માર્ગ છેડે, કામ, મદ, લેભને વશ થઈને અન્યાયપણે વિષય, ધનની ઈચ્છા કરે, અગ્ય વચનમાં પ્રવૃત્તિ કરવા લાગે, અભક્ષ્ય–ભક્ષણમાં પ્રવૃત્ત થઈ જાય, અભિમાનને વશ થઈ જાય, સંતોષથી છૂટી જાય, અનેક પરિગ્રહમાં લાલસાની વૃદ્ધિ કરે, કુટુંબમાં રાગ બહુ વધારી દે, રેગમાં કાયર થઈ
Page #53
--------------------------------------------------------------------------
________________
૩ર
સમાધિ-પાન જાય, આર્તધ્યાન કરનાર થઈ જાય, વિયેગમાં શેક કરે, ગરીબાઈમાં દીન બની જાય, ઉત્સાહરહિત આકુળવ્યાકુળ થઈ જાય તેને પણ અધ્યાત્મશાસ્ત્રને સ્વાધ્યાય કરાવીને, ભાવનાઓનું શરણું ગ્રહણ કરાવીને, પિતાના આત્માને સ્વભાવ અજર, અમર, એકલે, અન્ય પરદ્રવ્યના સ્વભાવથી રહિત છે, એમ ચિંતવન કરાવીને, ધર્મથી તેને પડવા ન દેવો. અશાતા કર્મ, અંતરાય કર્મ કે અન્ય કર્મના ઉદયને પિતાનાથી ભિન્ન માની, કર્મના ઉદય વડે પિતાના સ્વભાવને ચળવા ન દેવો, તે સ્થિતિકરણ અંગ છે. ૭. વાત્સલ્ય અંગ :
સમ્યક્દર્શન-જ્ઞાન–ચારિત્રરૂપ ધર્મના ધારકને સમુદાય તે ધર્માત્માને પિતાનું યૂથ-મંડળ છે. રત્નત્રયના ધારકેના યૂથમાં રહેલા મુનિ, આફ્રિકા, શ્રાવક, શ્રાવિકા તથા અવિરત સમ્યફદૃષ્ટિ, તેમના પ્રત્યે કપટરહિત સાચા ભાવથી યથાયેગ્ય વિનયરૂપ પ્રવર્તન કરવું, ઊભા થવું, સામા જવું, વંદના કરવી, ગુણ ગાવા, હાથ જોડવા, આજ્ઞા ધારણ કરવી, પૂજા પ્રશંસા કરવી, ઊંચે આસને બેસાડી પિતે નીચે બેસવું તથા જેમ કેઈ ગરીબને મહાનિધાનને લાભ થાય ત્યારે હર્ષ થાય તેવો હર્ષ પામવો, પ્રેમ-પ્રીતિ ઉપજાવવી અને અવસર પ્રમાણે આહાર, પાન, મકાન, ઉપકરણદિ (ધર્મનાં સાધનો) વડે હૈયાવૃત્ય (સેવા) કરી આનંદ માનવો, તે વાત્સલ્ય અંગ છે. અહિંસા ધર્મમાં પ્રીતિ ધરે, હિંસારહિત દયાનાં કાર્ય પ્રેમપૂર્વક કરે, હિંસાનાં કારણે ઊભાં ન થાય તેવી ઈચ્છા સહિત પ્રવર્તે, સત્ય વચનમાં અને સત્યવાદીમાં તેમજ સત્યાર્થ
Page #54
--------------------------------------------------------------------------
________________
૩૩
વાત્સલ્ય અગ ધર્મની પ્રરૂપણામાં પ્રીતિ રાખે, પરધન અને પરસ્ત્રીના ત્યાગી પ્રત્યે પ્રમેદ પામે; તથા દશલક્ષણરૂપ ધર્મમાં અને ધર્મના ધારક સાધમીઓ ઉપર જેને અનુરાગ હોય છે, ધર્મમાં અનુરાગ હોવાથી ત્યાગી સંયમી પ્રત્યે ઘણું આદરપૂર્વક પ્રવર્તે છે, મધુર વચને તેમને બેલાવે છે તેને વાત્સલ્ય અંગ હોય છે.
જે કે સમ્યફદ્રષ્ટિને અંતરથી પિતાને શુદ્ધ જ્ઞાનદર્શનમાં અને બાહ્ય પ્રવર્તનથી ઉત્તમ ક્ષમાદિ ધર્મને ધારણ કરનાર તથા ધર્મનાં આયતન (સ્થાન) ઉપર અનુરાગ હોય છે, તે પણ અન્ય મિથ્યાદ્રષ્ટિ પ્રત્યે તેને દ્વેષભાવ નથી. પ્રવચનસાર નામના સિદ્ધાંતમાં એમ કહ્યું છે કે રાગ, દ્વેષ અને મેહ એ બંધનાં કારણ છે. તેમાં મેહ એટલે મિથ્યાત્વ અને દ્વેષ એ બન્ને તે અશુભ ભાવ જ છે; અવશ્ય સંસાર પરિભ્રમણનું કારણ એવું પાપ જ બંધાવનાર છે, અને રાગભાવ તે શુભ અને અશુભ બેય પ્રકાર છે. અહંતાદિક પાંચ પરમેષ્ઠી પ્રત્યે, દશલક્ષણધર્મ પ્રત્યે, સ્યાદ્વાદરૂપ જિનેન્દ્રના આગમ પ્રત્યે, વીતરાગની પ્રતિમા પ્રત્યે તથા વીતરાગ પ્રતિમાવાળા મંદિર પ્રત્યે અનુરાગરૂપ શુભરાગ છે, તે સ્વર્ગાદિકની પ્રાપ્તિ કરાવનાર પુણ્યબંધનું કારણ છે, તેમ જ પરંપરાએ મેક્ષનું કારણ છે. પરંતુ વિષયેામાં, કષાયે (ક્રોધ, માન, માયા, લોભ)માં, મિથ્યાધર્મમાં મિથ્યાદ્રષ્ટિ પ્રત્યે અને પરિગ્રહાદિક પાંચ પાપમાં જે અનુરાગ છે તે, તથા મેહભાવ અને દ્વેષભાવ છે તે, નરકનિગેદાદિકમાં અનંતકાળ પરિભ્રમણ કરાવનાર છે. સમ્યક દ્રષ્ટિ તે અન્ય અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ પાપી પ્રત્યે પણ દ્વેષભાવ કરતું નથી. સમસ્ત સંસારી
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૪
સમાધિ-પાન મિથ્યાત્વ કર્મ અને જ્ઞાનાવરણદિ કર્મને વશ પડી આત્માને ભૂલી રહ્યા છે, અજ્ઞાની છે. તેમની સાથે વેર કર્યો શું વળવાનું છે? તેમને તો તેમની વિપરીત બુદ્ધિ જ મારી રહી છે. તેથી સમ્યફષ્ટિ દયાભાવ જ કરે છે, રાગદ્વેષરહિત મધ્યસ્થ જ રહે છે. સમ્યફદ્રષ્ટિ તે વસ્તુના સ્વભાવને યથાર્થ જાણે છે, એટલે એકેન્દ્રિય આદિ જીવે ઉપર કરુણાભાવરૂપ પ્રીતિ જ કરે છે. સર્વ મનુષ્ય પ્રત્યે વેરરહિત રહે છે. કેઈ જીવની વિરાધના, અપમાન, હાનિ તે ઈરછે નહીં. મિથ્યાદ્રષ્ટિનાં મંદિર, સ્થાન, મઠ વગેરે દેવસ્થાન પ્રત્યે વેર રાખી તેને નુકસાન કરવાને ઈછે જ નહીં. રાગી દેવોની મૂર્તિ પ્રત્યે, દેવીઓની ક્રૂર મૂર્તિ પ્રત્યે તથા જેગણી, યક્ષ, ભૈરવાદિક વ્યંતરની સ્થાપનાનાં સ્થાન પ્રત્યે કદી વેરભાવ કરે નહીં. તે દેવોની મૂર્તિ અને તેનાં મંદિર તો અનેક જીવોના અભિપ્રાયને અનુસાર પૂજવા, આરાધવા માટે બનાવેલાં છે. બીજાને અભિપ્રાય બદલવાને કોણ સમર્થ છે? બધાં માણસે પિતપિતાને ધર્મ માની દેવોની સ્થાપના કરે છે. જેને જેવો સમ્યક કે મિથ્યા ઉપદેશ મળે છે, તે પ્રકારે તે પ્રવર્તન કરે છે. વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણનાર, સર્વ પ્રત્યે સમભાવ રાખનાર સમ્યફદૃષ્ટિ કેઈ માણસને “હુંકારે, ટૂંકારે” કરતે નથી, તો અન્યના ધર્મની, અન્યના દેવોની કે મંદિરની અવજ્ઞા થાય તેવાં વચન કેમ કહે? ન કહે. સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ રાખતા સમ્યફદ્રષ્ટિ, અચેતન એવાં સ્થાન, પાષાણુ, ગૃહાદિક કે કોઈને બાગબગીચા પ્રત્યે સ્વમામાં પણ વેરભાવ ન રાખે. ધન, ધરતી, આજીવિકા તથા કુટુંબને નાશ કરી પિતાને મારી નાખતું હોય તેવા બળવાન દુષ્ટ
Page #56
--------------------------------------------------------------------------
________________
૩૫
વાત્સલ્ય અંગ પ્રત્યે પણ તે વેર ન કરે. તે વિચારે, “મારા પૂર્વે બાંધેલા કર્મોના ઉદયથી મારી સાથે વેર રાખનાર આ બળવાન શત્રુ ઉત્પન્ન થયે છે. યથાશક્તિ તેને પ્રિય વચન વડે સમજાવવારૂપ સામથી, ધન આપવારૂપ દામથી, શક્તિ પ્રમાણે તેને શિક્ષા કરવારૂપ દંડથી કે તેને મદદ કરનારને ભાગી પાડવારૂપ ભેદથી, ઈત્યાદિ ઉપાયથી શત્રુને રેકીને મારી રક્ષા કરું.” જે તે શેકાય તેમ ન હોય તો એમ વિચારે છે, “મારા પૂર્વ કર્મને ઉદયે આને બળવાન બનાવ્યો છે અને મને નિર્બળ બનાવીને શિક્ષા કરી છે, તેમાં મારે કેની સાથે વેર કરવું? મારે શત્રુ જે કર્મ તે નિર્જરી જાય તેવો સમભાવ ધારણ કરી કર્મને છતું. અન્યની સાથે વેર કરી નકામાં કર્મ નહીં બધું.” સર્વ પ્રાણી પ્રત્યે વાત્સલ્યભાવ હોવાથી સમ્યદ્રષ્ટિ કેઈની સાથે વેર કરતો નથી. કોઈ દુષ્ટ જીવ ધર્મ પ્રત્યેના વેરને લીધે મંદિર કે પ્રતિમાને નાશ કરવા આવે, તો તેને પિતાના બળથી રેકી શકાય તો રેકે, પણ તે પ્રબળ હોય તો વિચાર કરે કે, કળિકાળને નિમિત્તે ધર્મની ઘાત કરનાર પ્રગટ થઈને પિતાનું વેર સાધે છે, તે બળવાન કેવી રીતે શેકાય ? મારા ક્ષમાદિક તથા સમ્યકજ્ઞાન, શ્રદ્ધા આદિકને નાશ કરવા કોઈ સમર્થ નથી. આ મંદિર આદિકને દુષ્ટ હોય તે બગાડે છે. ધર્માત્મા હોય તે ફરી કરાવે છે. કાળના દોષને લઈને અનેક દુષ્ટ જીવો ઉત્પન્ન થાય છે, તેને રેકવાને કેણ સમર્થ છે? ભાવી બળવાન છે. સારું થવાનું હેત તે આવા દુષ્ટ મિથ્યાદ્રષ્ટિ પ્રબળ બળવાળા ન ઊપજત. તેથી વીતરાગતા એ જ મારું પરમ શરણ હે!
Page #57
--------------------------------------------------------------------------
________________
સમાધિ-પાન
૮, પ્રભાવના અંગ :–
સંસારી જીવોના હૃદયમાં વ્યાપ્ત અંધકારને સત્યાર્થ સ્વરૂપના પ્રકાશ વડે દૂર કરી જિનેન્દ્રના શાસનનું માહામ્ય પ્રગટ કરવું તે પ્રભાવના નામનું સમ્યકત્વનું આઠમું અંગ છે. અનાદિકાળના પરિભ્રમણમાં સંસારી જીવો સર્વજ્ઞાન પ્રકાશેલા ધર્મને જાણતા નથી. તેથી તેમને ભાન નથી કે હું કોણ છું? મારું સ્વરૂપ કેવું છે? પૂર્વ ભવમાં હું કેવો હતો? અહીં મને કેણે ઉપજાવ્યો? જેમ જેમ રાત દિવસ વ્યતીત થાય છે તેમ તેમ આયુષ્યને નાશ થાય છે, તો મારે કરવા ગ્ય શું છે? મારું હિત શામાં છે? આરાધવા ગ્ય કોણ છે? જીવોને અનેક પ્રકારનાં સુખદુઃખ શાથી થાય છે ? દેવનું, ગુરુનું તથા ધર્મનું સાચું સ્વરૂપ શું છે? મરણ અને જીવનનું સ્વરૂપ શું છે ? ભક્ષ્ય અભક્ષ્યનું સ્વરૂપ શું છે? આ ભવમાં મારે કરવા ગ્ય શું છે? મારું કોણ છે? હું કોને છું? એવા પ્રકારના વિચાર રહિત મેહકર્મના અંધકારથી ઢંકાઈ રહ્યા છે. તેમનું અજ્ઞાનરૂપી અંધારું સ્યાદ્વાદરૂપ પરમાગમના પ્રકાશથી દૂર કરી સ્વપરના સ્વરૂપને પ્રકાશ કરવો તે પ્રભાવના છે. સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન, સમ્યફચારિત્ર વડે આત્માને પ્રભાવ પ્રગટ કરવો, દાન, તપ, શીલ, સંયમ, નિર્લોભતા, વિનય, પ્રિય વચન, જિનેન્દ્રપૂજન આદિ ગુણના પ્રકાશ વડે જિનધર્મને પ્રભાવ પ્રગટ કરે તે પ્રભાવના છે.
ઉત્તમ પરિણામ સહિત ઉત્તમ દાનપ્રવૃત્તિ તથા ઘેર તપમાં પણ જેની નિસ્પૃહતા દેખી મિથ્યાવૃષ્ટિ પણ પ્રશંસા કરે : “અહો ! જૈનીઓમાં વાત્સલ્યતા સહિત મોટાં દાન
Page #58
--------------------------------------------------------------------------
________________
પ્રભાવના અંગ
૩૭ દેવાય છે. નિષ્કામભાવે આવાં ભારે તપ જૈનીઓ કરે છે. અહે! જૈનીઓનાં મહાવ્રત કેવાં છે?! પ્રાણ જાય તે પણ વ્રતભંગ થવા દેતા નથી. અહો ! જૈનીઓની અહિંસા કેવી છે ! પ્રાણ જવાને પ્રસંગે પણ સંકલ્પ કરીને પણ જીવહિંસા કરતા નથી. જેમને અસત્યને ત્યાગ છે, ચેરીને ત્યાગ છે, પરસ્ત્રીને ત્યાગ છે, જે પરિગ્રહની મર્યાદા કરવાથી સર્વ અનીતિથી દૂર છે, અભક્ષ્ય આહાર કરતા નથી, રાત્રીભજનને ત્યાગ કરી માત્ર દિવસે જ પરિમિત અને શુદ્ધ આહાર કરે છે, આવો જિનવમીઓને ઉત્કૃષ્ટ ધર્મ છે. તેમનામાં મહા વિનયવંતપણું છે, તે પ્રિય, હિતકારી અને મધુર વચન વડે સર્વને આનંદ ઉપજાવે છે. તેમની સર્વોત્તમ ક્ષમા કેવી અદ્ભુત છે! પિતાના ઈષ્ટ દેવમાં તેમની ભક્તિ આશ્ચર્ય ઉપજાવે તેવી છે. આગમની આજ્ઞાના અત્યંત અચળ શ્રદ્ધાવાળા છે. તેઓ પ્રબળ સમ્યકવિદ્યાથી વિભૂષિત છે. તેમનાં આચરણ મહાન ઉજજવળ છે. સર્વે જીવ પ્રત્યે વેરભાવ રહિત એવો તેમને મૈત્રીભાવ છે.” એવી જૈનધર્મની પ્રશંસા જેના નિમિત્તે મિથ્યાધમીઓમાં પણ પ્રગટ થાય તે પ્રભાવના અંગયુક્ત છે. તે પુરુષ અનીતિ કરી કદી ધનની ઈચ્છા કરે નહીં તથા દુરાચરણથી વિષય ભેગવવાને સ્વમામાં પણ ઈચ્છે નહીં. પિતાના નિમિતે ધર્મની નિંદા થાય તો આ લેક અને પરલેક બન્ને બગડે તેવા વિચારથી તે સમ્યફદ્રષ્ટિ પિતાને, કુલને, ધર્મને, સાધમીને કે દાન, શીલ, તપ, વ્રતને અપવાદ ન થાય તેવી રીતે પ્રવર્તે છે. ધર્મ કદાપિ દૂષિત ન થાય એવી સાવચેતીપૂર્વક ધર્મની પ્રશંસા,
Page #59
--------------------------------------------------------------------------
________________
સમાધિ-સોપાન ઉચ્ચતા, ઉજજવલતા જ પ્રગટ થાય તેવું પ્રવર્તન જે કરે તેને પ્રભાવના અંગ હોય છે.
આ પ્રકારે સમ્યક્ત્વનાં આઠ અંગનું સંક્ષેપથી વર્ણન કર્યું. આ આઠ અંગને સમુદાય તે જ સમ્યક્દર્શન છે. અંગેથી અંગી ભિન્ન નથી. અંગેના સમૂહની એકતા તે જ અંગી છે, તે જ પ્રકારે નિઃશંક્તિ આદિક ગુણોને સમુદાય તે જ સમ્યક્દર્શન છે. આ અંગેના પ્રતિપક્ષી જે શંકા, કાંક્ષા, ગ્લાનિ, મૂઢતા, અનુપમૂહન, અસ્થિતિકરણ, અવાત્સલ્ય, અને અપ્રભાવના ઈત્યાદિક દોષ વડે સમ્યક દ્રષ્ટિ પોતાના આત્માને કે ધર્મને દૂષિત કે કલંક્તિ કરતો નથી.
સમ્યકત્વનાં આઠ અંગવર્ણન પૂર્ણ
Page #60
--------------------------------------------------------------------------
________________
ધર્મધ્યાન (બાર ભાવના)
ધર્મધ્યાન તો કઈ સમ્યફદ્રષ્ટિને હોય છે. કોઈ વિરલા મહાન પુરુષ રાગ, દ્વેષ, મેહરૂપ જાળને કાપી નાખીને, પરમ ઉદ્યમી થઈને બહુ પ્રયત્ન વડે ધર્મધ્યાનને કોઈ વખત પ્રાપ્ત થાય છે. સૂતાં, બેસતાં, ચાલતાં, ખાતાં, પીતાં, વિષયે ભેગવતાં, કષાયમાં પ્રવર્તતાં પણ વગર પ્રયત્ન જેમ આતેધ્યાન, રૌદ્રધ્યાન થાય છે, તેમ ધર્મધ્યાન થતું નથી. | ધર્મધ્યાનને અથી પરિણામને બગાડનારાં સ્થાનને ત્યાગ કરે છે. સ્થાનના નિમિત્તે પણ શુભ અશુભ ભાવ થાય છે. કેઈ દુષ્ટ, હિંસક, પાપકર્મ કરનાર, પાપકર્મથી આજીવિકા ચલાવનાર, તીવ્ર કષાયી, નાસ્તિક મતવાળા, ધર્મદ્રોહી
જ્યાં રહેતો હોય ત્યાં પરિણામ ફ્લેશવાળાં થઈ જાય. જ્યાં દુષ્ટ રાજા હેય, રાજાને દુષ્ટ મંત્રી હાય, પાખંડી મિથ્યાદ્રષ્ટિ ભેખધારીઓને અધિકાર હેય ત્યાં ધર્મધ્યાનમાં પરિણામ લાગતાં નથી. જ્યાં પર રાજ્યને ઉપદ્રવ હોય; જ્યાં દુષ્કાળ, મરકી ઇત્યાદિ વડે પ્રજા ઉપદ્રવ સહિત હેય; જ્યાં વેશ્યા, વ્યભિચારિણીઓ કે ભ્રષ્ટ આચરણવાળાને જવાની જગા હેય; જ્યાં મેલી વિદ્યા સાધનાર જતા હોય; જ્યાં બેટી વાર્તા કે
Page #61
--------------------------------------------------------------------------
________________
સમાધિ-સેવાન વિકથા થતી હોય, જ્યાં જુગારી, દારૂડિયા, ભાટ, ચારણ, ચંડાલ, શિકારી, કષાયી ઈત્યાદિ હોય જ્યાં સ્ત્રી, નપુંસક, દીન, ભિખારી, રેગી, આંધળાં, લૂલાં, બહેરાં, બૂમો પાડનાર આદિ હોય; જ્યાં કલહ કે કામકીડા કરતાં પશુ, મનુષ્યાદિ હેય; જ્યાં કાંટા, કાંકરા, દરવાળી કે હાડકાં, લેહી, મળ, મૂત્રવાળી ગંધાતી જગા હોય; જ્યાં કૂતરાં, બિલાડાં, શિયાળ, કાગડા આદિ હિંસક જીવો હોય તે સ્થાને શુભ પરિણામને બગાડનારાં છે તેથી તજવા ગ્ય છે. સુંદર, ચિત્ત પ્રસન્ન કરે તેવી, ટાઢ, તાપ, વરસાદ, બહુ પવન કે બફારાની બાધા રહિત, ડાંસ, મચ્છર આદિ જંતુરહિત શુદ્ધ ભૂમિ હોય ત્યાં, જિનમંદિરમાં કે પિતાના કેલાહલ રહિત ઘરમાં એકાંત સ્થાનમાં ધર્મધ્યાનના ઈચ્છકે રહેવું. ધર્મધ્યાનમાં સ્થાનની શુદ્ધિ અને આસનની દૃઢતા મુખ્ય કારણ છે. જેનું આસન બે પહાર સુધી પણ દૃઢ રહેતું નથી તેની નોકરી, ખેતી, વેપારાદિ પણ બગડી જાય છે. આસનની દૃઢતા વિના ધર્મધ્યાન કેવી રીતે બને? પ્રથમનાં ત્રણ ઉત્તમ સંહનનવાળાને જ ધર્મધ્યાનમાં દૃઢતા રહે છે. જેનાં વમય હાડરૂપ સંહનન છે, મહાબળ પરાક્રમના ધારક છે, જે દેવ મનુષ્યાદિના ઉપસર્ગથી ચલાયમાન ન થાય તેવા છે, જેનું આસન અને મન દ્રઢ છે, તે ગમે તેવા સ્થાનમાં કે ગમે તે આસને ધ્યાન કરી શકે છે, પણ નબળા બાંધાવાળાએ તો સ્થાનની અને આસનની શુદ્ધતા અવશ્ય જોઈ ધર્મધ્યાનમાં પ્રવર્તવું યેગ્ય છે.
જેનું ચિત્ત સંસાર પ્રત્યે, દેહ પ્રત્યે અને ભેગ પ્રત્યે વૈરાગ્યવાળું હોય, જેના ચિત્તમાં વિક્ષેપ પડે તેમ ન
Page #62
--------------------------------------------------------------------------
________________
ધર્મધ્યાન
૪૧
હાય, જેનું ચિત્ત સંશય રહિત હોય, આત્મજ્ઞાન સહિત હાય ને અધ્યાત્મરસમાં ભીંજાયેલું નિશ્ચળ હેાય તેને સ્થાન કે આસનના કોઈ નિયમ નથી. જે ચારિત્ર અને જ્ઞાન સહિત છે, જિતેન્દ્રિય છે, તે અનેક અવસ્થાએ ધ્યાનની સિદ્ધિ પામ્યા છે.
ધર્મધ્યાન કરનાર એવું ચિંતવન કરે છે કે, અહા ! ભારે અનર્થ થઈ ગયા કે અનંતગુણના ધારક હું સંસારરૂપ વનમાં અનાદ્દિકાળથી કર્મરૂપી વેરી વડે સર્વાંશે ઠગાયા. અહા ! અજ્ઞાનભાવથી કર્મના ઉયે ઉત્પન્ન થયેલા રાગ, દ્વેષ અને મેહને પાતાનું સ્વરૂપ જાણી ઘાર દુઃખરૂપ સંસારમાં મેં પરિભ્રમણ કર્યું. હમણાં કોઈ કર્મના ઉપશમથી પરમ ઉપકારક જિનેન્દ્રના પરમ આગમના ઉપદેશના મને લાભ થયા. રાગરૂપી તાવ મટયો. મેહરૂપી નિદ્રા દૂર થઈ. સ્વભાવ અને પરભાવના જાણુપણાના લાભ થયા, હવે આ અવસરમાં શુદ્ધ ધ્યાનરૂપ તરવાર વડે જો કર્મના નાશ કરી દ્ઘઉં, તા સ્વાધીનતા પામી દુઃખાને પાત્ર ન થાઉં.
અજ્ઞાનરૂપ અંધકારને આત્મજ્ઞાનરૂપ સૂર્યના પ્રકાશથી હમણાં જ દૂર નહીં કરું તેા ખીજા કયા ભવમાં હું દૂર કરીશ ? સમસ્ત વિશ્વને જોવા દેખવાને એક અદ્વિતીય નેત્ર મારા આત્મા છે; તેને પણ હમણાં અવિદ્યારૂપ ભૂતપિશાચે પ્રેરેલા વિષય-કષાય આવરણ કરે છે. આ ઇંદ્રિયના વિષયા અને ક્રોધ, માન, માયા, લેાલરૂપ કષાયે મને હિત-અહિતના અવલાકનરૂપ વિવેકરહિત કરનારા છે. આ ઢંગાને વશ થઈ જઈને હું બહુ ભૂલી ગયા છું. અહા ! આ પ્રાપ્ત થતી વખતે રમણિક પણ અંતે નીરસ એવા પાંચ ઇન્દ્રિયાના વિષયા
Page #63
--------------------------------------------------------------------------
________________
સમાધિ-પાન વડે પરમ તિસ્વરૂપ સર્વોત્કૃષ્ટ પરમાત્મસ્વરૂપ એ. આત્મા પણ અજ્ઞાનથી ઠગ છે.
હું અને પરમાત્મા બને જ્ઞાનરૂપી નેત્રવાળા છીએ. તે પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે હું મારા સ્વરૂપને જાણવાની ઈચ્છા કરું. પરમાત્માના આત્મગુણ તે પ્રગટ છે અને મારા તે કર્મોથી દબાઈ રહ્યા છે. મારામાં અને પરમાત્મામાં ગુણોની અપેક્ષાએ ભેદ નથી, શક્તિ અને વ્યક્તિને ભેદ છે. પરમાત્મામાં ગુણો પ્રગટ વ્યક્તિરૂપે છે અને મારામાં શક્તિરૂપે છે, તેથી પ્રગટ કરવાના છે. કર્મથી ઉત્પન્ન થતે દાહઅગ્નિ, જ્યાં સુધી હું જ્ઞાન સમુદ્રમાં ડૂબકી નથી મારતે ત્યાં સુધી, મને બાળે છે, દુઃખ દે છે. નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવના ભવ કર્મના ઉદયે થાય છે પણ તે મારું સ્વરૂપ નથી. હું તે સિદ્ધસ્વરૂપ, નિવિકાર-સ્વાધીન સુખરૂપ છું; હું અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય અને અનંતસુખરૂપ છું. તે હવે મેહરૂપ ઝેરી ઝાડને હું શું નહીં ઉખાડી નાખું? મારું સામર્થ્ય ગ્રહણ કરી, મારા સ્વરૂપમાં અચળ થઈને, માયિક સુખની સર્વ પ્રકારની વાંછાને ત્યાગ કરી મેહરૂપ ઝેરી ઝાડને મૂળથી ઉખાડી નાખીશ. મારે મારા સ્વરૂપને જ નિશ્ચય કરે; જેથી અનાદિકાળથી મેહરૂપ ફસે મારા ગળામાં પડ્યો છે તેને છેદવાને ઉપાય બને. જે પિતાને સ્વરૂપને જ ન જાણે તે પરમાત્માને કેવી રીતે જાણે? તેથી પ્રથમ પિતાના સ્વરૂપને જ નિશ્ચય કરવા ગ્ય છે. જે પિતાના સ્વરૂપને જ નહીં જાણે તેની પિતાના સ્વરૂપમાં સ્થિતિ ક્યાંથી થશે? અનાદિકાળથી પુદ્ગલમાં એકરૂપ થઈ રહ્યો છે એવા આત્માને ભિન્ન કેવી રીતે કરશે ? દેહથી
Page #64
--------------------------------------------------------------------------
________________
ધમયાન
આત્માને ભિન્ન જાણુવારૂપ ભેદવિજ્ઞાન થયા વિના આત્માની પ્રાપ્તિ કેવી રીતે થશે? આત્મા પ્રાપ્ત થયા વિના અનંત જ્ઞાનાદિક આત્માના ગુણનું જાણવું પણ ન થાય, તે આત્મલાભની શી વાત? મેક્ષાભિલાષીઓએ સમસ્ત પુદ્ગલથી ભિન્ન એક આત્મસ્વરૂપને જ નિશ્ચય કરે એ શ્રેષ્ઠ છે.
આત્માની ત્રણ પ્રકારે સ્થિતિ છે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. જેને બાહ્ય શરીરાદિક યુગલના પર્યાયામાં આત્મબુદ્ધિ છે તે બહિરાત્મા છે. તેની ચેતના મેહનિદ્રાવડે ઘેરાઈ ગઈ છે, દેહરૂપ પર્યાયને જ પિતાનું સ્વરૂપ જાણે છે, ઇદ્રિયદ્વારા એ નિરંતર પ્રવર્તન કરે છે. પિતાના સ્વરૂપની સત્યાર્થ ઓળખાણ નથી, દેહને જ આત્મા માને છે. દેવગતિમાં દેવના દેહમાં પિતાને દેવ, નારકીના દેહમાં પિતાને નારકી, તિર્યંચના દેહમાં પિતાને તિર્યંચ અને મનુષ્યના દેહમાં પિતાને મનુષ્ય જાણું દેહના વ્યવહારમાં તન્મય થઈ રહ્યો છે. દેહરૂપ પર્યાય તે કર્મથી બનેલે પુગલમય છે. તે જ્ઞાનસ્વરૂપ આત્માથી પ્રત્યક્ષ ભિન્ન છે. તે પણ કર્મને ઉદયમાં આત્મા સ્વપણું માની દેહાદિ પર્યાયમાં તન્મય થઈ રહ્યો છે. હું ગેરો છું, હું શામળ છું, હું અન્ય રંગને છું, હું રાજા છું, હું સેવક છું, હું બળવાન છું, હું નિર્બળ છું, હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું, હું વૈશ્ય છું, હું શુદ્ર છું, હું મારનાર છું, હું જિવાડનાર છું, હું ધનાઢય છું, હું દાતાર છું, હું ત્યાગી છું, હું ગૃહસ્થ છું, હું મુનિ છું, હું તપસ્વી છું, હું દીને છું, હું અનાથ છું, હું સમર્થ છું, હું અસમર્થ છું, હું ર્તા , હું અકર્તા છું, હું રૂપવાન છું, હું કદરૂપ છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું નપુંસક છું,
Page #65
--------------------------------------------------------------------------
________________
સમાધિ પાન હું પંડિત છું, હું મૂર્ખ છું, ઈત્યાદિ પ્રકારે કર્મને ઉદયથી થયેલા પર પુગલને વિનાશી પર્યામાં આત્મબુદ્ધિ જેને હેય છે તે બહિરાત્મા મિથ્યાવૃષ્ટિ છે. શરીરમાં આત્મબુદ્ધિ તે જ આ લેકમાં શરીરના સંબંધી જે સ્ત્રી, પુત્ર, મિત્ર, શત્રુ ઇત્યાદિ તેમના પ્રત્યે રાગ, દ્વેષ, મેહ, કલેશાદિ ઉપજાવી, આરૌદ્ર પરિણામ સહિત મરણ કરાવી, સંસારમાં અનંતકાળ પર્યત જન્મમરણ કરાવે છે. પુદ્ગલના પર્યાયમાં આત્મબુદ્ધિ છે તે જડરૂપ એકેન્દ્રિયાદિ ગુગલ પર્યાયમાં અનંતકાળ પરિભ્રમણ કરાવે છે.
બહિરાત્મબુદ્ધિને છોડી અંતરાત્માના અવલંબન વડે પરમાત્મપણું પામવાને પુરુષાર્થ કર્તવ્ય છે. જે જે રૂ૫ આ જગતમાં જોવામાં આવે છે તે તે સર્વ આત્માના સ્વભાવથી ભિન્ન છે, પરદ્રવ્ય છે, જડ છે, અચેતન છે. હું જ્ઞાનસ્વરૂપ છું, ઈદ્રિયથી ગ્રહણ કરવા ગ્ય નથી, પિતાના અનુભવ વડે સાક્ષાત્ પ્રત્યક્ષ છું. તે તેની સાથે વચનની પ્રવૃત્તિ કરું ? (બોલું?) અન્ય જનેથી સમજાવા ગ્ય છું અને અન્ય જનેને હું સમજાવું એવા વિક૯પ પણ ભ્રમરૂપ છે. પિતાના અને પરના આત્માને જાણ્યા વિના કેને સમજાવે અને કેણ સમજે? હું તે સર્વવિકલપરહિત એક જ્ઞાતા છું. પિતાના સ્વરૂપને આત્મારૂપે ગ્રહણ કરનાર અને પિતાથી અન્યને આત્મારૂપે નહીં ગ્રહણ કરનાર એ નિર્વિકલ્પ, વિજ્ઞાનમય, કેવલ સ્વસંવેદનચર હું છું એમ અંતરાત્મા વિચારે છે. જેવી રીતે દેરડીમાં સાપની બુદ્ધિ થવાથી ભયભીત થઈ મરણના ભયથી દોડવાની, પડવાની ઈત્યાદિ ભ્રમરૂપ કિયા થાય છે, તેવી રીતે મારું પણ પહેલાં શરીરાદિકમાં
Page #66
--------------------------------------------------------------------------
________________
ધર્મધ્યાન આત્મબુદ્ધિવડે શરીરાદિકના નાશમાં પિતાને નાશ જાણી, ઘણું વિપરીત કિયામાં પ્રવર્તન થયું. દેરડીમાં સાપને ભય નાશ પામવાથી એટલે દોરડીને દોરડીરૂપે જાણવાથી. ભ્રમરૂપ ક્રિયાને અભાવ થાય છે, તેવી રીતે દેહમાં આત્મબુદ્ધિરૂપ ભ્રમ નાશ પામવાથી આચરણમાં પણ ભ્રમને. અભાવ થાય છે.
જેના અજ્ઞાનથી હું ઊંઘતે હતું અને જેનું જ્ઞાન થતાં જાગ્રત થયે તે ચૈતન્ય હું છું. આ જ્ઞાનતિમય મારું સ્વરૂપ તેને દેખવાથી મારા રાગદ્વેષ નાશ પામ્યા છે તેથી નથી કેઈ મારે શત્રુ કે નથી કેઈ મિત્ર. શત્રુ મિત્ર તે જ્ઞાનમાં રાગદ્વેષરૂપ વિકારથી મનાય છે. જે મારા જ્ઞાયક આત્મસ્વરૂપને જાણતા ય નથી તે મારા શત્રુ કે મિત્ર કેવી રીતે થાય? જેણે સાક્ષાત્ મારું સ્વરૂપ દેખ્યું છે તે પણ મારા શત્રુ કે મિત્ર થતા નથી. મારા સ્વરૂપને જ્ઞાતા જે હું તેને પૂર્વે કરેલાં બધાં આચરણ સ્વમ સમાન કે ઇંદ્રજાલ જેવાં જણાય છે. અહે! જ્ઞાનીપુરુષનાં અલૌકિક વૃત્તાંતનું કેણ વર્ણન કરી શકે ? જ્યાં અજ્ઞાની પ્રવૃત્તિ કરીને કર્મ બાંધે છે ત્યાં જ જ્ઞાની પ્રવૃત્તિ કરી બાંધેલાં કર્મ છોડે. છે અને નવાં કર્મ બાંધતા નથી.
જગતના પદાર્થો તે બધા જેમ છે તેમજ છે. અન્ય પ્રકારે નથી. પરંતુ અજ્ઞાની ભ્રાંતિ કે વિપરીત સંકલપ વડે રાગી, દ્વેષી, મેહી બનીને ઘેર કર્મના બંધ બાંધે છે. જ્ઞાની પદાર્થનું સત્ય સ્વરૂપ જાણ પરમસમતાવાળા વીતરાગ ભાવે પ્રવર્તતા નિર્જરા કરે છે. દુઃખથી ભરેલા સંસારવનમાં પૂર્વે
Page #67
--------------------------------------------------------------------------
________________
સમાધિ-સેાપાન લાંબા કાળ સુધી દુઃખ પામે તે કેવળ પિતાના અને પરના ભેદવિજ્ઞાન વિના જ બન્યું છે. તે સમસ્ત પદાર્થોને પ્રકાશ કરનાર ભેદવિજ્ઞાનરૂપ દીપક જાજ્વલ્યમાન છતાં આ મૂઠ લેક સંસાર રૂપી કાદવમાં કેમ ડૂબે છે? પિતાનું સ્વરૂપ પિતાનામાં જ પિતાની મેળે પ્રગટ અનુભવમાં આવે છે તેને છોડીને અન્યમાં પોતાને માનીને વૃથા ખેદ કરે છે. અજ્ઞાનીને આ લેકમાં જે જે પરવસ્તુઓ ઉપર વિશ્વાસ છે, પ્રીતિ છે તે બધી આપદાઓનું સ્થાન છે. જે આનંદનું સ્થાન છે તેનાથી તે ભય પામે છે. અજ્ઞાન ભાવને કઈ એ જ પ્રભાવ છે.
બંધનું કારણ તે પદાર્થના જ્ઞાનમાં ભ્રાંતિ છે અને ભ્રાંતિ રહિત ભાવ તે મેક્ષનું કારણ છે. બંધ થાય છે તે પરના સંગે થાય છે અને પરદ્રવ્યથી અસંગરૂપ ભેદવિજ્ઞાનના અભ્યાસ વડે મેક્ષ થાય છે. જે સર્વ ઇદ્રિયને વિષયમાં પ્રવર્તતી અટકાવી ક્ષણમાત્ર પિતાના અંતરાત્મામાં સ્થિર કરે તેને પરમાત્માનું સ્વરૂપ ભાસે છે; તે પરમેષ્ઠીના સ્વરૂપનું સ્મરણ કરે છે કે સિદ્ધઆત્મા છે તે રૂપ હું છું, જે મારું સ્વરૂપ છે તે પરમેશ્વર છે. તેથી મારા સ્વરૂપથી અન્યની મારે ઉપાસના કરવા યોગ્ય નથી; કેઈ બીજાથી મારી ઉપાસના બનવા ગ્ય નથી. જે બ્રાંતિ રહિત થઈને દેહથી ભિન્ન આત્માને નથી જાણતે તે તીવ્ર તપ કરતે હોય તે પણ કર્મના બંધનથી છૂટતું નથી. જે ભેદવિજ્ઞાનરૂપ અમૃત પીવાથી આનંદી બને છેતે ભારે તપ કરે તે પણ શરીરમાં થતા કલેશથી ખેદ પામતું નથી. જેનું ચિત્ત રાગદ્વેષાદિ મળરહિત નિર્મળ છે તે જ પિતાના સ્વરૂપને સમ્યફ પ્રકારે
Page #68
--------------------------------------------------------------------------
________________
ધધ્યાન
૪૭
જાણું છે: અન્ય કોઈ રીતે તે સ્વરૂપ જણાતું નથી. પોતાના ચિત્તને વિકલ્પ રહિત કરવું તે જ પરમતત્ત્વ છે. વિકલ્પાથી ચિત્ત વિક્ષેપવાળું કરવું તે અનર્થ છે. તેથી સમ્યક્ તત્ત્વની પ્રાપ્તિ માટે ચિત્તને વિકલ્પ રહિત કરવા યેાગ્ય છે. જે અજ્ઞાનથી વિક્ષેપ પામેલું ચિત્ત છે તે પોતાના સ્વરૂપથી છૂટી જાય છે. અને ભેદવજ્ઞાનની વાસનાવાળું ચિત્ત છે તે પરમાત્મતત્ત્વને સાક્ષાત્ દેખે છે. જો ઉત્તમ પુરુષાનું મન માહકર્મના પરાધીનપણાથી કદી રાગાદિકથી પરાભવ પામે તો આત્મતત્ત્વના ચિંતવનમાં ચિત્તને જોડીને રાગાદિકનો તિરસ્કાર કરે છે. × અજ્ઞાની આત્મા જે કાયામાં રાગી થઈ રહે છે તે કાયાથી જ્ઞાની મુનિ, પાતાની પ્રજ્ઞાના બળે કરીને, વિમુખ થઇને, ચિદાનંદમય નિજસ્વરૂપમાં જડાઈને પ્રીતિ તુરત છેડે છે. આત્મબ્રાંતિથી ઉત્પન્ન થયેલું દુઃખ તે આત્મજ્ઞાન વડે જ નાશ પામે છે; આત્મજ્ઞાન રહિત જીવાનું સંસાર–પરિભ્રમણ ધાર તપથી પણ છેદાતું નથી. જે રૂપ,
× ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માગે ચાલતાં મેાક્ષપાટણ સુલભ જ છે. વિષય, કષાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પોતાનું નિર્વીર્યપણું જોઈને ધણેા જ ખેદ થાય છે, અને આત્માને વારંવાર નિંદે છે, ફરી ક્રીને તિરસ્કારની વૃત્તિથી જોઈ, ફરી મહંતપુરુષના ચરિત્ર અને વાકયનું અવલંખન ગ્રહણ કરી, આત્માને શૌર્ય ઉપજાવી, તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે, ત્યાં સુધી નીચે મને બેસતા નથી; તેમ એકલા ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માર્થી જીવાએ લીધું છે, અને તેથી જ અંતે જય પામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા યાગ્ય છે.”
——શ્રીમદ્ રાજચંદ્ર
Page #69
--------------------------------------------------------------------------
________________
સમાધિ પાન આયુષ્ય, બેલ, ધન, આદિક સંપત્તિને બહિરાત્મા ઈચ્છે છે તેને અંતરાત્મા ઈચ્છતા નથી. અજ્ઞાની પુદ્ગલાદિમાં આત્મબુદ્ધિ કરીને પોતાને બાંધે છે અને અંતરાત્મા પોતાના સ્વરૂપમાં આત્મબુદ્ધિ વડે પિતાને બંધનથી મુક્ત કરે છે. - અજ્ઞાની જીવ પુરુષ, સ્ત્રી, નપુંસક એ ત્રણે લિંગને આત્મા જાણે છે; જ્યારે સમ્યકજ્ઞાની તેને આત્મા ન જાણતાં પિતાના આત્માને ત્રણે લિંગથી રહિત જાણે છે.
બહુ કાલથી અભ્યાસ કરેલું અને બરાબર નિર્ણય કરેલું ભેદવિજ્ઞાન પણ અનાદિ કાલના વિશ્વમથી એકદમ
છૂટી જાય છે અને ખાસ
થી તેથી ભવપ્રત્યક્ષ ગજ
જે રૂપ મને દેખાય છે તે અચેતન છે, જે ચેતન છે તે મારા દેખવામાં આવતું નથી. તેથી અચેતન પદાર્થોમાં રાગ ભાવ કરે નકામે છે. મારે તો સ્વાનુભવપ્રત્યક્ષ એવા. આત્માને જ આશ્રય કરવા યોગ્ય છે.
અજ્ઞાની બાહ્ય પદાર્થોને તજે છે કે ગ્રહણ કરે છે. જ્ઞાની અંતરંગમાંના રાગાદિક પરભાવેને તજે છે અને આત્મભાવને ગ્રહણ કરે છે.
જ્ઞાની આત્માને વચનથી અને કાયાથી ભિન્ન કરીને આત્માનો અભ્યાસ મન વડે કરે છે. અન્ય વિષયનાં કર્યો છે તેમાંથી કેટલાંક વચનથી કરે છે અને કેટલાંક કાયાથી કરે છે. પણ સાંસારિક કાર્યોમાં મનને પરેવતા નથી.
અજ્ઞાનીને તે વિશ્વાસ અને આનંદનું સ્થાન આ જગત છે. જ્ઞાનીને આ જગતમાં ક્યાંય વિશ્વાસ કે ક્યાંય આનંદ
Page #70
--------------------------------------------------------------------------
________________
ધર્મધ્યાન ભાસતું નથી. એક પિતાના સ્વભાવમાં જ આનંદ અને વિશ્વાસ જણાય છે.
જ્ઞાની છે તે તો આત્મજ્ઞાન વિના અન્ય કાર્યને હૃદયમાં ધારણ કરતા નથી. લૌકિક કાર્યને લઈને જે કંઈ કરવું પડે છે તે અનાદરપૂર્વક વચનથી કે કાયાથી કરે છે, પણ તેમાં મન દેતા નથી.
આ ઈન્દ્રિયને વિષયેનું જે સ્વરૂપ છે, તે મારા સ્વરૂપથી વિલક્ષણ, જુદું જ છે. મારું સ્વરૂપ તે આનંદથી ભરપૂર જ્ઞાન જ્યોતિમય છે.
- જ્ઞાનીને તે જેથી ભ્રાંતિ દૂર થાય અને પિતાની સ્થિતિ પિતાના આત્મસ્વરૂપમાં થઈ જાય, તે જ જાણવા
ગ્ય છે, તે જ કહેવા ગ્ય છે, તે જ શ્રવણ કરવા યોગ્ય છે, તે જ ચિંતવન કરવા યંગ્ય છે,
આ ઇદ્રિના વિષમાં આત્માનું કલ્યાણ થાય તે કેઈ પ્રકાર નથી તેપણ બહિરાત્મા અજ્ઞાની આ વિષયમાં જ પ્રીતિ કરે છે.
આત્મતત્વ કહ્યા છતાં જે ન કહ્યું હોય તેની પેઠે ગ્રહણ કરે છે, તે અજ્ઞાનીને–અનધિકારીને કહેવાને શ્રમ વ્યર્થ છે.
અજ્ઞાનને જ્ઞાનતિ પ્રગટી નથી તેથી પરદ્રવ્યમાં જ સંતોષ માને છે. જ્યાં સુધી મન, વચન, કાયાને પિતાનું સ્વરૂપ માને છે, ત્યાં સુધી સંસાર–પરિભ્રમણ જ છે, દેહાદિકથી આત્મા ભિન્ન છે, એવા ભેદવિજ્ઞાનના અભ્યાસથી સંસારના અભાવરૂપ મોક્ષ થાય છે
Page #71
--------------------------------------------------------------------------
________________
૫૦
સમાધિ-સંપાન વસ્ત્ર જૂનું હોય, રાતું હોય કે છેલ્લું હોય તે કઈ સમજુ માણસ પોતાને જુને, રાતે કે ઘેળો માનતે નથી; તેવી જ રીતે શરીર ઘરડું, રાતું કે છેલ્લું હોય તો તેથી આત્મા ઘરડે, રાતે કે પેળે છે એમ જ્ઞાની માનતા નથી.
અજ્ઞાની છે તે પ્રત્યક્ષ આ શરીરને પિસતાં નીકળતાં પરમાણુના સમૂહની રચનારૂપ દેખે છે તે પણ તેને આત્મા જાણે છે. અનાદિકાળને આ ભ્રમ છે. દૃઢ, જાડું, સ્થિર, લાંબું, સુકાઈ ગયેલું, ઘરડું, હલકું, ભારે એ બધા પુગલના ધર્મ છે. એ પુદ્ગલના ધર્મ સાથે કંઈ સંબંધ જેને નથી એ આત્મા છે તે કેવળજ્ઞાનસ્વરૂપ છે.
આ સંસારમાં માણસને પરિચય થાય છે, પરિચય થાય એટલે વચનની પ્રવૃત્તિ થાય છે; વચન પ્રવર્તે ત્યારે મન ચંચળ થાય છે; મન ચળે ત્યારે ભ્રાંતિ થાય છે. આ ઉત્તરોત્તર કારણે છે. તેથી જ્ઞાનીજને લેકને પરિચય જ કરે છોડી દે છે.
અજ્ઞાની બહિરાત્મા છે તે પિતાને વાસ નગરમાં, ગામમાં, પર્વતમાં કે વનાદિમાં જાણે છે. જ્ઞાની જે અંતરાત્મા છે તે પિતાને વાસ પિતાનામાં જ ભ્રાંતિરહિતપણે માને છે.
દેહમાં આત્મબુદ્ધિ છે તે જ દેહ ધારણ કરવાની પરંપરાનું કારણ છે. પિતાના સ્વરૂપમાં આત્મબુદ્ધિ છે તે વિદેહદશાનું કારણ છે એટલે મોક્ષનું કારણ છે,
આ આત્મા પોતે જ પિતાને મેક્ષ કરે છે અને પિતે જ વિપરીતરૂપે પરિણમી સંસાર ઊભું કરે છે. તેથી પિતાને
Page #72
--------------------------------------------------------------------------
________________
ધર્મધ્યાન
પ૧ ગુરુ પિતે જ છે અને પિતાને શત્રુ પણ પિતે જ છે. બીજા તે બાહ્ય નિમિત્ત માત્ર છે.
જે અંતરાત્મા છે તે આત્માથી કાયાને ભિન્ન જાણી અને કાયાથી આત્માને ભિન્ન જાણીને આ કાયાને મેલું, બદલવાનું વસ્ત્ર હોય તેમ નિઃશંકપણે તજે છે.
શરીરથી આત્મા ભિન્ન છે એમ જાણે છે, શ્રવણ કરે છે, પિતે મોઢે કહે છે તે પણ જ્યાં સુધી ભેદવિજ્ઞાનના અભ્યાસમાં તલ્લીનતા નથી થઈ ત્યાં સુધી શરીર ઉપરની મમતા છૂટતી નથી.
પિતાના આત્માને શરીરથી ભજ પ્રકારે ભાવે કે જેથી ફરી દેહને આત્મારૂપ સ્વપ્રમાં પણ ન મનાય. સ્વમમાં પણ દેહથી ભિન્ન જ આત્માને અનુભવ થાય.
અમુક માણસને વ્રત છે કે અવ્રત છે, એ રૂપ જે વ્યવહાર છે તે શુભ કે અશુભ બંધનું કારણ છે. મેક્ષ છે તે તે બંધના અભાવરૂપ છે. વ્રત આદિક ક્રિયા છે તે પણ પૂર્વ અવસ્થામાં હોય છે. પ્રથમ અસંયમભાવને તજીને સંયમમાં લીન થવું. જ્યારે શુદ્ધ આત્મભાવ પરમ વીતરાગ સ્વરૂપમાં સ્થિત થઈ જાય ત્યારે સંયમભાવ ક્યાં રહે?
આ જાતિ અને મુનિ કે શ્રાવકનાં લિંગ એટલે વેશ તે પણ શરીરને આધારે રહેલાં છે. શરીરરૂપ જ સંસાર છે. તેથી જ્ઞાની છે તે જાતિમાં અને લિંગ એટલે વેશમાં પણ અહેબુદ્ધિ કે આગ્રહ રાખતા નથી પણ તજે છે.
જેને દેહમાં આત્મબુદ્ધિ છે તે પુરુષ રાતદિવસ જાગતો
Page #73
--------------------------------------------------------------------------
________________
પર
સમાધિ-સંપાન હોય છતાં સંસારથી છૂટતો નથી; પિતાના આત્મામાં જેને આત્માને નિશ્ચય થયું છે તે ઊંઘતો હોય કે અસાવધાન (એટલે) અથવા ગાંડે હોય તે પણ સંસારથી છૂટે છે. જેવી રીતે બત્તી (વાટ) દીવાને અડવાથી પિતે દી થાય છે, તેમ જ્ઞાની સિદ્ધસ્વરૂપની આરાધના વડે સિદ્ધપણું પામે છે. જેવી રીતે વૃક્ષમાં પિતાનાં જ ડાળ પરસ્પર ઘસાવાથી અગ્નિ પ્રગટ થાય છે, તેવી રીતે આત્મા પણ પરમાત્મભાવમાં જોડાઈને પિતે સિદ્ધ થઈ જાય છે.
જેવી રીતે સ્વમમાં કોઈએ પિતાનું મરણ જોયું તેથી પિતે કંઈ મરી ગયે નથી, તેવી જ રીતે જાગતાં પણ પિતાનું મરણ ભ્રાંતિથી જીવ માને છે. આત્માને તો નાશ થતો જ નથી. જે પર્યાય કે દેહ ઉત્પન્ન થયો છે, તે નાશ પામ્યા વિના રહેવાને નથી.
આત્મસ્વરૂપના અનુભવ વિના શરીરને આત્મારૂપ અનુભવનાર અનેક શાસ્ત્રો ભણે તોપણ સંસારથી છૂટતો નથી. પણ પિતાના સ્વરૂપમાં પિતાને અનુભવ કરનાર શાસ્ત્રના અભ્યાસ વિના પણ મુક્ત થાય છે.
હે જ્ઞાનીજન! સુખ અવસ્થામાં ભાવેલું ભેદજ્ઞાન દુઃખ આવતાં છૂટી જશે. તેથી દુઃખ અવસ્થામાં, રેગ પરિષહ આદિ અવસ્થામાં જ આત્મજ્ઞાનને દૃઢ અભ્યાસ કરે. એ પ્રકારે ચિંતવનના પ્રભાવથી દેહાદિકમાં આત્મબુદ્ધિરૂપ જે બહિરાત્મબુદ્ધિ તેને છોડીને, અને આત્મસ્વરૂપમાં આત્મબુદ્ધિરૂપ અંતરાત્મા થઈને પરમાત્મા થવાને પુરુષાર્થ કરે.”
Page #74
--------------------------------------------------------------------------
________________
૫૩
ધર્મ ધ્યાન
પરમાત્મા સકલ અને વિકલ એમ બે સ્વરૂપે છે. ઘાતિયાં કર્માંના ક્ષયથી પ્રગટ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય અને અનંતસુખરૂપ, સ્વાધીન, અઢાર દોષથી રહિત, ઇન્દ્ર, ધરણેન્દ્ર અને નરેન્દ્રને પણ પૂજવા યોગ્ય, અનેક અતિશય સહિત, સર્વ જીવાને ઉપકારક દિવ્યધ્વનિ સહિત, દેવાધિદેવ, પરમ ઔદારિક દેહમાં રહેલા અરિહંત દેવ છે તે સકલ પરમાત્મા છે. સકલ એટલે દેહસહિત. આયુષ્યના લગભગ અંત સુધી પરમ ઉપદેશ દેનાર એવા અદ્ભુત સકલ પરમાત્મા છે.
આઠે કર્મ ક્ષય થવાથી સિદ્ધ પરમેષ્ઠી થયા. કલ એટલે શરીરના આત્યંતિક વિયેાગ થવાથી અ-શરીરી સિદ્ધ ભગવાન વિકલ પરમાત્મા છે. તે પરમાત્મપદ આ મનુષ્યભવમાં રત્નત્રયના આરાધનવડે કેાઈકને પ્રાપ્ત થાય છે.
બહિરાત્માને મિથ્યાત્વગુણસ્થાન જ હેાય છે. અંતરાત્મા ચોથા ગુણસ્થાનથી ખારમા ગુણસ્થાન સુધી હેાય છે. સકલદેહસહિત પરમાત્મા તેરમા ને ચૌદમા ગુણસ્થાને જાણવા. વિકલ–દેહરહિત પરમાત્મા સિદ્ધ ભગવાન તે ગુણસ્થાન રહિત છે, કારણ કે ગુણસ્થાન તો મેહ અને યાગની અપેક્ષાએ છે. ભગવાન સિદ્ધને માહુકર્મ નથી અને મન, વચન, કાયાના યેગ પણ નથી. તેથી ગુણસ્થાનથી રહિત છે.
ધર્મધ્યાન સમ્યક્દ્ગષ્ટિ વિના મિથ્યાવૃષ્ટિને હાતું નથી એવેા નિયમ છે. ચેાથા ગુણસ્થાનથી સાતમા ગુણસ્થાન પર્યંત ધર્મધ્યાન હોય છે. તે ધર્મધ્યાનના પરમાગમમાં ચાર ભેદ કહ્યા છે ઃ
Page #75
--------------------------------------------------------------------------
________________
૫૪
સમાધિ-પાન ૧ આજ્ઞાવિચય, ૨ અપાયવિચય, ૩ વિપાકવિચય, ૪ સંસ્થાનવિચય.
આજ્ઞાવિચય :
ભગવાન સર્વજ્ઞ વીતરાગે પ્રરૂપેલ આગમવાણ અનુસાર તથા પ્રકારે પદાર્થોનો નિશ્ચય કરે તે આજ્ઞાવિચય ધર્મધ્યાન છે. જ્યાં ઉપદેશદાતા પરમપુરુષનો અભાવ હોય, કર્મના ઉદયે પોતાની બુદ્ધિ મંદ હોય, નિશ્ચય કરવા યંગ્ય પદાર્થોનું સ્વરૂપ સૂકમ હોય તથા હેતુ કે દ્રષ્ટાંતનો અભાવ હોય ત્યાં સર્વ કહેલા આગમને પ્રમાણ કરીને એવું ચિંતવન કરવું કે આ જ તત્વ છે, આવું જ આ તત્વ છે, બીજું નથી, બીજી જાતનું નથી, સર્વજ્ઞ વીતરાગ ભગવાન છેટું કહે તેવા નથી. ગહન પદાર્થોની શ્રદ્ધા કરવામાં આ પ્રકારે આગમ અનુસાર અર્થનો નિશ્ચય કરે. સમ્યક્દર્શનના પ્રભાવે પરિણામની વિશુદ્ધિ પામેલા અને સ્વ–પર મત અનુસાર પદાર્થોને નિર્ણયને જાણનારા એવા સમ્યકજ્ઞાની સર્વજ્ઞ પુરુષોએ બેધેલા સૂક્ષ્મ પદાર્થો સમજીને પંચાસ્તિકાય આદિ પદાર્થોનો નિશ્ચય કરે; અન્ય ભવ્ય જીને શીખવવું કહેવામાં કે વ્યાખ્યાનમાં શ્રુતજ્ઞાનના બળે સર્વજ્ઞના સિદ્ધાંતમાં વિરોધ ન આવે તે પ્રકારે અન્ય એકાતીઓનાં કહેલાં મિથ્યા પ્રમાણ, હેતુ, નયનું ખંડન કરવું; અનેકાંતનું ગ્રહણ કરવાને સમર્થ એવા શ્રેતાઓને પદાર્થનું સ્વરૂપ સમજાય એ પ્રકારે કૃતનું વ્યાખ્યાન પ્રતિપાદન કરવું, અને તે વ્યાખ્યાનની પુષ્ટિમાં તર્ક, નય, પ્રમાણની યુક્તિનું ચિંતવન કરવામાં લીન થવું. તે સર્વ સર્વજ્ઞની આજ્ઞાના પ્રકાશન માટે છે.
Page #76
--------------------------------------------------------------------------
________________
આજ્ઞાવિચય
૫૫ જે પ્રકારે જિનસિદ્ધાંતમાં પ્રસિદ્ધ છે તેવા પ્રકારે વસ્તુના સ્વરૂપનું સર્વજ્ઞની આજ્ઞાથી ચિંતવન કરવું.
સર્વ વસ્તુ (પદાર્થ) અનંત ગુણ અને અનંત પર્યાય સ્વરૂપ છે. તે ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય યુક્ત છે, ત્રિકાલવત છે, તેથી નિત્ય છે. એવા પદાર્થને કહેનાર આગમનું કોઈ વચન પિતાની સ્કૂલ બુદ્ધિથી ગ્રહણ થઈ શકતું ન હોય અને કોઈ હેતુ વડે જેમાં વિરોધ જણાતું ન હોય ત્યાં સર્વજ્ઞની આજ્ઞા આવી છે, સર્વજ્ઞ વીતરાગ જિન જૂઠું કહે નહીં, આવા પ્રમાણરૂપ ચિંતવન કરવું. જિતેંદ્રના પરમ આગમનું ભણવું, શ્રવણ કરવું, ચિંતવન કરવું, અનુભવ કર. જે શાસ્ત્ર સર્વજ્ઞ વીતરાગનાં કહેલાં હોય, જેના શ્રવણથી રાગી, દ્વેષી, શસ્ત્રધારી દેવેની ઉપાસનાથી વિમુખ થવાય, પરિગ્રહધારી, વિષય-કષાયવાળા અનેક ભેખધારીમાં ગુરુબુદ્ધિ, પૂજ્યપણાની બુદ્ધિ ન ઊપજે, હિંસારૂપ પ્રવૃત્તિમાં ધર્મ કદી ન દેખાય, જેના શ્રવણથી, વાંચનથી, ચિતવનથી, વિષય, કષાય, દેહ, પરિગ્રહ આદિકથી વિમુખતા ઊપજે અને દયાધર્મની વૃદ્ધિ થાય તેવાં શાસ્ત્રના શબ્દ, અર્થનું ચિંતવન કરવું. તે આજ્ઞાવિચય ધર્મધ્યાન છે.
આગમ કેવું હોય? શ્રી સર્વજ્ઞ વીતરાગનું ઉપદેશેલું છે. રત્નત્રય સ્વરૂપને પિષનાર છે. અનાદિ અનંત સમસ્ત જીવને પરમ શરણરૂપ છે. અનંત ધર્મસ્વરૂપ પદાર્થોને પ્રકાશ કરનાર છે. પ્રમાણ, નય, નિક્ષેપ વડે પદાર્થોને સ્પષ્ટ પ્રગટ કરે છે. સ્યાદ્વાદરૂપ જેને પ્રાણ છે. જેનું શરણ નહીં મળવાથી જીવે અનાદિ કાળથી ચારે ગતિમાં પરિભ્રમણ
Page #77
--------------------------------------------------------------------------
________________
૫૬
સમાધિ-પાન કર્યું છે. સાત તત્વ, નવ પદાર્થો ને પંચ અસ્તિકાયનું સ્વરૂપ પ્રકાશનાર છે. દ્રવ્ય, ગુણ, પર્યાયનું સ્વરૂપ દેખાડનાર છે. ગુણસ્થાન, માર્ગણાસ્થાન, યુનિ, કુલડિ વડે જીવનું સ્વરૂપ વર્ણન કરનાર છે. આસવ, બંધ, ઉદય, ઉદીરણા, સત્તાનું પ્રરૂપણ કરનાર છે. સમસ્ત લેક અને અલેકને પ્રકાશનાર છે. અનેક શબ્દોની રચનારૂપ અંગ, પ્રકીર્ણક આદિ રત્ન સહિત રત્નાકર (સાગર) સમાન ગંભીર છે. એકાંત–વિદ્યાના મદથી ઉન્મત્ત મિથ્યાવૃષ્ટિએના મદને નાશ કરનાર છે. મિથ્યાત્વરૂપ અંધકારને દૂર કરનાર સૂર્ય છે. રાગરૂપી સાપનું ઝેર ઉતારનાર ગારુડીવિદ્યા છે. સમસ્ત અંતરંગ મેલ દેવા માટે પવિત્ર તીર્થ છે. સમસ્ત વસ્તુની પરીક્ષા કરવાને સમર્થ છે. ગીરનું ત્રીજું નેત્ર છે. સંસારના સંતાપરૂપ તાવને નાશ કરનાર છે. ઇદ્ર, અનિંદ્ર ગણધર અને મુનીંદ્રોએ સેવેલું છે. જ્ઞાનીને પરમ અક્ષય ખજાને છે. સર્વ આશા, વાંછા અને ભયને નાશ કરનાર છે. આત્મિક સુખરૂપ અમૃતને પ્રગટ કરવામાં ચંદ્રના ઉદય સમાન છે. જીવનું અક્ષય, અવિનાશી, નિજ ધન છે. મેક્ષ પ્રત્યે જનારને આમંત્રણ કરનાર દુંદુભિ છે. વિનય, ન્યાય, મનન, શીલ, સંયમ, સંતોષ આદિ ગુણેને ઉત્પન્ન કરનાર છે. આવા પરમાગમનું ચિંતવન, ધ્યાન, અનુભવ કરે તે આજ્ઞાવિચય ધર્મધ્યાન છે.
અપાયરિચય :
મિથ્યાત્વના સંગથી સન્માર્ગને અપાય એટલે નાશ થાય; સન્માર્ગ અથવા મેક્ષમાર્ગને અભાવ કરનાર મિથ્યાત્વ
Page #78
--------------------------------------------------------------------------
________________
પ૦
અપાયરિચય જ છે એવું ચિંતવન કરવું તે અપાયવિચય છે.
મિથ્યાદર્શન વડે જેનાં જ્ઞાનરૂપ નેત્ર ઢંકાઈ રહ્યાં છે, તેને આચાર, વિનય આદિ સર્વ કાર્ય સંસાર વધારનાર છે. મિથ્યાદ્રષ્ટિને આંધળાની પિઠે વિપરીત જ્ઞાનની અધિકતા છે. જેવી રીતે બળવાન છતાં કોઈ જન્મઅંધ સારા માર્ગથી દૂર ફરતો હોય, સત્યમાર્ગે દોરી જનાર મળે ન હોય તે ખાડા-ટેકરા, કાંટા-કાંકરા, જાળાં-ઝાંખરાવાળી ખરાબ જમીનમાં ચાલવાની ક્રિયા કરે છે, તે પણ ઉપદેશદાતા વિના સારે રસ્તે ચઢવાને સમર્થ થતો નથી, તેવી રીતે સર્વજ્ઞના કહેલા માર્ગથી વિમુખ જીવને મોક્ષની ઈચ્છા છે, તે પણ સન્માર્ગના જ્ઞાન વિના સંસારમાં ઘણા કાળ પરિભ્રમણ કરે છે. સન્માર્ગના અભાવે બધાં દુઃખ સહન કરવો પડે છે, એવું ચિંતવન કરવું તે અપાયરિચય ધર્મધ્યાન છે.
કુમાર્ગના પ્રવર્તનને અભાવ-નાશ ચિતવ કે અહો ! આ વિપરીત જ્ઞાનશ્રદ્ધા ધારણ કરનાર મિથ્યાદ્રષ્ટિ– કુવાદીઓએ ઉપદેશેલા કુમાર્ગથી આ જી કેવી રીતે ઊગરે ? આ છે કુદેવ, કુગુરુ, કુધર્મની સેવાથી કેવી રીતે છૂટે ?
પાપનાં કારણોમાં કાયાનું પ્રવર્તન, વચનનું પ્રવર્તન અને મનની ભાવના થાય છે, તેના અભાવનું કે અટકાવવાનું ચિંતવન કરવું.
ઉપાયસહિત કર્મોના નાશનું ચિંતવન કરવું. શ્રી સર્વજ્ઞ ભગવાને કહેલે જે રત્નત્રયરૂપ મેક્ષમાર્ગ તે પ્રાપ્ત નહીં
Page #79
--------------------------------------------------------------------------
________________
૫૮
સમાધિ પાન, થવાથી સંસારરૂપી વનમાં ઘણા લાંબા કાળથી જીવ જન્મમરણ કરી રહ્યો છે. જિનેશ્વરના ઉપદેશરૂપ વહાણ પ્રાપ્ત નહીં થવાથી, બાપડા છ સંસાર સમુદ્રમાં નિરંતર ડૂબકાં. ખાતા દુખે ભેગવ્યા કરે છે. મહાન કષ્ટરૂપ અગ્નિથી બળતા. સંસારરૂપ વન વિષે ભમતાં, હું સમ્યકજ્ઞાનરૂપ સમુદ્રને કિનારે આવી પહોંચે છું; જે હવે સમ્યકજ્ઞાનના શિખરે ચઢીને ત્યાંથી પડી જાઉં, તે સંસારરૂપી અંધ કૂપમાં પડતાં મને કેણ બચાવે? અનાદિ કાળની ભ્રાંતિથી ઊપજેલાં. મિથ્યાત્વ, અવિરતિ, કષાય આદિ કર્મબંધનાં કારણો ટાળવા મુશ્કેલ છે. હું તે શુદ્ધ છું. દર્શનજ્ઞાનમય નિર્મળ નેત્રને ધારક સિદ્ધ સ્વરૂપ છું. તોપણ તે કર્મોથી હારી ગયેલે. હું લાંબા કાળથી સંસારરૂપ કાદવમાં પડી ખેદખિન્ન થયે છું.. એક તરફ તે ભિન્ન ભિન્ન પ્રકારનાં કર્મોની સેના છે અને બીજી તરફ હું એકલે છું. આવા શત્રુઓથી સંપ્રાપ્ત સંકટમાં મારે સાવધાન, પ્રમાદરહિત રહેવા ગ્ય છે. જે હમણ પ્રમાદી થઈ રહીશ, તે કર્મ મારા જ્ઞાન-દર્શન સ્વરૂપની ઘાત કરી, એકેન્દ્રિય આદિ રૂપ પર્યાયમાં મને જડઅચેતન જે કરી દેશે. પ્રબળ ધ્યાનરૂપ અગ્નિ વડે, મારા આત્મામાંથી કર્મનાં મૂળ બાળી નાખીને પાષાણમાંથી શુદ્ધ સુવર્ણની પ્રાપ્તિની પેઠે આત્માને શુદ્ધ ક્યારે કરીશ? મારે પ્રાપ્ત કરવા યોગ્ય સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન, સમ્યક્યારિત્રરૂપ. મારે સ્વભાવ જ છે. અન્ય પરભાવ પર જ છે, મારાથી ભિન્ન જ છે. મારું શું સ્વરૂપ છે? મને શા કારણથી કર્મોને આસવ થાય છે? કેવી રીતે કર્મો બંધાય છે? કેવી રીતે કર્મો નિર્જરશે-છૂટશે? મેક્ષ શું છે? મોક્ષનું
Page #80
--------------------------------------------------------------------------
________________
વિપાકવિચય
૫૯ સ્વરૂપ શું છે? મોક્ષનું બાધારહિત નિરાકુળતાવાળું, સ્વભાવથી ઉત્પન્ન થયેલું સુખ મને શું ઉપાય કરવાથી મળે? મારા સ્વરૂપનું જ્ઞાન થતાં ત્રણે લોકનું જ્ઞાન થાય છે. સર્વજ્ઞતા, સર્વદર્શીપણું એ મારો સ્વભાવ જ છે. તે કર્મમલ ગયે પ્રગટ થાય છે. જ્યાં સુધી બાહ્ય વસ્તુઓ સાથે મારે સંબંધ છે, ત્યાં સુધી સ્વને પણ મારા સ્વભાવમાં મારી સ્થિતિ થવી દુર્ઘટ, મુશ્કેલ છે. તેથી ભેદવિજ્ઞાન વડે બાહ્ય પદાર્થોથી ભિન્ન થવારૂપ ઉપાય કરું. આ પ્રમાણે અપાયરિચય ધર્મધ્યાનનું ચિતવન કરવું.
વિપાકવિચય :
જ્ઞાનાવરણાદિ કર્મના ઉદયને પિતાનાથી ભિન્ન ચિંતવ તેને વિપાકવિચય કહે છે.
અનાદિકાળથી નરક આદિ ગતિમાં ઊપજી, નારકી, તિર્યંચ, મનુષ્યાદિ પર્યાય ધારણ કરે, ઇઢિયે પામવી, શરીરાદિ ધારણ કરવાં, રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ પામવા, સંહનન, બળ, પરાક્રમ, રાજ્ય, સંપદા, વૈભવ, પરિવાર આદિ પ્રાપ્ત કરવાં, તે બધાં કર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે, પણ મારા સ્વરૂપથી ભિન્ન છે. મારું સ્વરૂપ જ્ઞાતા-દ્રષ્ટા છે, અવિનાશી, અખંડ છે; કર્મના ઉદયે થતી પરિણતિથી ભિન્ન છે. જેટલા સંગ છે તે બધા કર્મથી ઉત્પન્ન થયેલા છે. કર્મના ઉદયે થતી પરિણતિથી પિતાને જુદો જાણે કર્મને ઉદયે થતા રાગ, દ્વેષ, જીવન, મરણ આદિથી પણ પિતાને ભિન્ન અવેલેકન કરે તે વિપાકવિચય છે.
Page #81
--------------------------------------------------------------------------
________________
સમાધિ-સે પાન પૂર્વકાળે બાંધેલાં કર્મ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને સંગ પામીને વિચિત્ર રસ દે છે. કર્મની મૂળ પ્રકૃતિ આઠ છે. આઠના એકસે અડતાળીસ ભેદ છે. તેમાંના એક એકના અસંખ્યાત લેકપ્રમાણ ભેદ છે. તે સર્વ ભેદે એકેંદ્રિય આદિ જીવને ભિન્ન ભિન્ન ઉદયરૂપે દેખાય છે. સામાન્યપણે જીવ જ્ઞાનસ્વભાવવાળે છે, વપરને જાણવાવાળો છે, અસંખ્યાતપ્રદેશી છે, કર્મથી પ્રાપ્ત થયેલા દેડપ્રમાણ છે, સુખદુઃખને ભક્તા છે. તથાપિ કર્મના બંધ, પિતાનાં ભિન્ન ભિન્ન પરિણામ વડે, અનેક પ્રકારે બાંધ્યા છે, તે કર્મોને રસ પણ ઉદયકાળે જુદો જુદો જણાય છે. સમસ્ત જીવોની પ્રકૃતિરૂપ લાભ–અલાભ, સુખ-દુઃખ, રાગ-દ્વેષ, પુણ્ય-પાપ, સંગવિયેગ, આયુષ્ય, કાયા, બુદ્ધિ, બળ, પરાક્રમ, ઈચ્છા ઈત્યાદિક કર્મના ઉદય પ્રમાણે દરેક જીવને વિષે ભિન્ન ભિન્ન દેખાય છે. કેઈ એકને ઉદય કોઈ બીજાના ઉદયને મળતું નથી. તેથી ભિન્ન ભિન્ન જેના ભિન્ન ભિન્ન પ્રકારના ઉદય દેખી રાગદ્વેષને વશ ન થાઓ. જેવી રીતે વનમાં વિહાર કરતે પુરુષ લાખો કરોડો નાનાં મોટાં અનેક વૃક્ષ, વેલીઓ દેખે છેતે કયા કયા ઉપર રાગદ્વેષ કરે? કઈ વૃક્ષ ઊંચાં છે, કેઈ નીચાં છે; કઈ ગાઢ છાયાવાળાં છે, કેઈ આછાં છે; કેઈ ફુલફળવાળાં છે, કેઈ નિષ્ફળ છે; કેઈ કડવાં છે, કેઈ મીઠાં છે કઈ ખાટાં છે, કઈ તીખાં છે, કોઈ ઝેરી છે, કઈ અમૃતસમાન છે; કેઈ કાંટાવાળાં છે, કઈ કાંટા વિનાનાં છે કઈ વાંકાં છે, કોઈ સીધાં છે; કોઈ જૂનાં છે, કોઈ નવાં છે; કોઈ સુગંધવાળાં છે, કોઈ દુર્ગધવાળાં છે; ઈત્યાદિ બધી રચના પૂર્વકર્મના સંસ્કારથી એકેંદ્રિય જીવોને પણ ઉદયમાં
Page #82
--------------------------------------------------------------------------
________________
સંસ્થાનવિચય દેખાય છે. કોઈ કપાય છે, છેદાય છે, ફડાય છે, કતરાય છે, છેલાય છે, રંધાય છે, તળાય છે, શકાય છે, ચળાય છે, રગડાય છે, ઘસાય છે, છીણાય છે, ચૂંથાય છે, ગળાય છે, સુકવાય છે, દળાય છે, બંધાય છે, મરડાય છે, એમ એકેંદ્રિય. વનસ્પતિમાં પણ કર્મને ઉદયના અનેક પ્રકાર દેખાય છે. પિતાને કે પરને પુણ્ય પાપના ઉદયના અનેક તરંગ દેખી સમભાવ ધારણ કરે, હર્ષ-શેક ન કરે. કર્મના ઉદયની લહેર સમયસમયમાં જુદી જુદી હોય છે. ભગવાન સર્વજ્ઞ વીતરાગે જે ક્ષેત્રમાં, જે કાળે, જે પ્રકારે, જે થવાનું દીઠું છે તે પ્રમાણ છે, તે પ્રકારે જ થાય છે. કર્મના ઉદયને પિતાના સ્વભાવથી ભિન્ન જાણો. જીવ અને પુદ્ગલની ભિન્ન ભિન્ન રચના તથા સંગ-વિયેગાદિ દેખી રાગદ્વેષ રહિત પુરમ સૌમ્યભાવ ધારણ કરે; તેથી પૂર્વે બાંધેલાં કર્મની નિરા થશે, નવા કમે નહીં બંધાય. આ પ્રકારે ચિંતવવું તે વિપાકવિય ધર્મધ્યાન છે.
સંસ્થાનવિચય :
અનંતાનંત સર્વ તરફનું આકાશ પિતે પિતાને આધારે રહેલું છે, તેની બરાબર મધ્યમાં જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને કાળ જેટલા આકાશના ક્ષેત્રમાં રહ્યાં છે, તેટલા આકાશ ક્ષેત્રને લેક કહેવાય છે. આ લેક કેઈને બનાવેલ નથી, અનાદિ અનંત છે.
આ છ દ્રવ્ય-જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાલ–અનાદિ અનંત છે. કેઈ સત્નું અસત્ કરવા સમર્થ
Page #83
--------------------------------------------------------------------------
________________
સમાધિ-પાન નથી. કારણ કે જે ૧૪ વસ્તુ છે તેને કદાપિ નાશ થત નથી, અને અસત્ની ઉત્પત્તિ થતી નથી. પર્યાયાર્થિક નયથી ઉત્પાદ-વિનાશ છે.
જેટલા ચેતન અચેતન પદાર્થો છે, તે દ્રવ્યપણે તે કદી નાશ પામે નહીં, વિણસે નહીં, ઊપજે નહીં. સમયે સમયે પૂર્વપર્યાયને નાશ અને ઉત્તરપર્યાયને ઉત્પાદ થઈ રહ્યો છે. દ્રવ્ય ધ્રુવ છે, તે ઊપજે નહીં, વિણસે નહીં. ઊપજવું વિણસવું પર્યાયનું થાય છે. પર્યાય એકરૂપ રહે નહીં. દ્રવ્યોને કદી નાશ થાય જ નહીં. છ દ્રવ્યોને સમુદાય જ લેક છે, અન્ય વસ્તુરૂપ લેક નથી.
સંસ્થાનવિય ધર્મધ્યાનમાં બાર ભાવનાઓ નિરંતર ચિંતવન કરવા ગ્ય છે. આર ભાવનાઓ :–
૧. અનિત્ય, ૨. અશરણુ, ૩. સંસાર, ૪. એકત્વ, પ. અન્યત્વ, ૬. અશુચિ, ૭. આસવ, ૮. સંવર, ૯. નિર્જરા, ૧૦. લેક, ૧૧. બેધિદુર્લભ, ૧૨. ધર્મ. એ બાર ભાવનાઓનાં નામ કહ્યા. ભગવાન તીર્થંકર પણ આ ભાવનાઓના સ્વરૂપનું ચિંતવન કરી સંસાર, દેહ અને ભેગે પ્રત્યે વૈરાગ્ય* “હેય તેહને નાશ નહિ, નહ તેહીં નહિ હોય; એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જય.”
–શ્રીમદ્ રાજચંદ્ર ૧ સત્—જેનું અસ્તિત્વ છે, હોવાપણું છે તે સત. ૨ અસત–જેનું અસ્તિત્વ નથી, હેવાપણું નથી તે અસત.
Page #84
--------------------------------------------------------------------------
________________
અનિત્યભાવના ભાવ પામ્યા છે. આ ભાવનાઓ વૈરાગ્યની માતા છે. સર્વ જેને હિતકારી છે. અનેક દુઃખોથી પીડાતા સંસારી જીવને ઉત્તમ શરણ છે. દુઃખરૂપ અગ્નિથી બળતા જીવોને કમળના વનની વચમાં નિવાસ સમાન શીતળ છે. પરમાર્થને પંથને દેખાડનારી છે. તને નિર્ણય કરાવનારી છે. સમ્યક્દર્શનને ઉપજાવનારી છે, એશુભ ધ્યાનને નાશ કરનારી છે. આના જેવું આ જીવને બીજું કંઈ હિતકારી નથી. બારેય અંગને સાર છે.
૧. અનિત્યભાવના :
દેવ, મનુષ્ય, તિર્યંચ એ સર્વ દેખતા દેખતામાં જળના પરપોટાની પિઠે, અથવા ઝાકળના સમૂહની પિઠે નાશ પામે છે જોતજોતામાં વિલય પામી ચાલ્યા જાય છે. આ બધી રિદ્ધિ, સંપત્તિ, પરિવાર સ્વપ સમાન છે. સ્વમમાં દીઠેલા પદાર્થો જેમ નાશ પામે છે, તેમ આ બધા પદાર્થો નાશ પામે છે, ફરી દેખાતા નથી. આ જગતમાં ધન, જુવાની, જીવન, પરિવાર બધાં ક્ષણભંગુર છે. સંસારી મિથ્યાવૃષ્ટિ જવ એને જ પિતાનું સ્વરૂપ, પિતાનું હિત જાણી રહ્યો છે. પિતાના સ્વરૂપની ઓળખાણ હોય તે પરને પિતાનું કેમ માને? સમસ્ત ઇદ્રિથી થતાં સુખ જે નજરે દેખાય છે, તે મેઘધનુષ્યના રંગની પેઠે જોતજોતામાં નાશ પામે છે. જુવાનીને વેગ સંધ્યાકાળને લાલ રંગની પેઠે ક્ષણક્ષણમાં નાશ પામે છે. આ મારું ગામ, આ મારું રાજ્ય, આ મારું ઘર, આ મારું ધન, આ મારું કુટુંબ એવા વિકલપ કરવા એ મહામહને પ્રભાવ છે.
Page #85
--------------------------------------------------------------------------
________________
સમાધિ પાન જે જે પદાર્થો આંખે દેખાય છે તે સર્વ નાશ પામવાના છે. તેમને દેખનારી ઇન્દ્રિયે પણ અવશ્ય નાશ પામવાની છે. આત્માના કલ્યાણ માટે ઝટ ઉદ્યમ કરે. જેવી રીતે એક નાવમાં અનેક દેશનાં અનેક જાતિનાં મનુષ્ય એકઠાં મળી બેસે છે. પછી કિનારે ઊતરી પિત પિતાનાં દેશ ચાલ્યાં જાય છે, તેવી રીતે કુળરૂપી નાવમાં અનેક ગતિમાંથી આવેલાં પ્રાણી એકઠાં આવી વસે છે, પછી આયુષ્ય પૂરું થયે પિતપિતાનાં કર્મ પ્રમાણે ચારે ગતિમાં જઈ ઉત્પન્ન થાય છે. જે દેહને લઈને સ્ત્રી, પુત્ર, મિત્ર, બાંધવ આદિ સાથે સંબંધ માની રાગી થઈ રહ્યા છે તે દેહ અગ્નિથી ભસ્મ થઈ જશે, અથવા માટીમાં મળી જશે, અથવા ગીધ, શિયાળ ખાશે તે વિષ્ટારૂપ થઈ જશે, કે સડી જશે તે કીડાનું ઘર બનશે. એકેક પરમાણુ જમીન કે આકાશમાં અનંત પ્રકારે વિખરાઈ જશે. પછી ફરી ક્યાં મળશે? ફરી તેમની સાથે સંબંધ નહીં મળે. એમ નકકી છે, તે પછી સ્ત્રી, પુત્ર, મિત્ર, કુટુંબ આદિમાં મમતા રાખી ધર્મ બગાડે એ મહા અનર્થ છે. જે પુત્ર, સ્ત્રી, ભાઈ, મિત્ર, સ્વામી, સેવક આદિની ભેગા રહી સુખે જીવવાની ઈચ્છા રાખે છે, તે સમસ્ત કુટુંબ શરબતુનાં વાદળાંની પેઠે વીખરાઈ જશે. અત્યારે જે સંબંધ દેખાય છે તે ટકી નહીં રહે, જોતજોતામાં વિખરાઈ જશે. એ નિયમ જાણે.
રાજ્ય માટે, જમીન માટે, હાટ, હવેલી, મકાન કે આજીવિકા અર્થે હિંસા, જૂઠ, છળકપટમાં પ્રવર્તન કરે છે, ભેળા લેકને ઠગે છે, જોરાવર થઈને નિર્બળને મારે છે, લૂંટે છે, તે સર્વ પરિગ્રહ (ધનાદિ તમારી સાથે સંબંધ
Page #86
--------------------------------------------------------------------------
________________
અનિત્યભાવના
૬પ
અલ્પકાળમાં છોડી દેશે. થડે કાળ જીવવાનું છે, તેવા આ જીવનમાં નરક, તિર્યંચની અધોગતિમાં અનંતકાળ પર્યત અનંત દુઃખાની પરંપરા ભેગવવી પડે તેવા કુકર્મ ન કરે. રાજ્ય જમીનાદિકના સ્વામીપણુનું અભિમાન કરીને અનેક નાશ પામ્યા છે, અનેક નાશ પામતાં નજરે જુઓ છો. હવે તે મમતા છોડી, અન્યાય-અનીતિ તજી, પિતાના આત્માનું કલ્યાણ થાય તેવાં કામમાં પ્રવર્તે.
જેવી રીતે ઉનાળામાં ચાર માર્ગની વચમાં એક વૃક્ષની છાયામાં અનેક દેશના મુસાફરે વિસામે લઈને પિતપોતાને ઠેકાણે ચાલ્યા જાય છે, તેવી રીતે કુળરૂપ વૃક્ષની છાયામાં બંધુ, મિત્ર, પુત્ર આદિ સગાં એકઠાં થઈ કર્મ અનુસાર અનેક ગતિમાં ચાલ્યાં જાય છે.
જેની સાથે મારે સ્નેહ છે એમ માને છે તે પણ સ્વાર્થના સંબંધી છે, આંખમાંની રતાશ જે એ રાગ ક્ષણ માત્રમાં નાશ પામે છે. જેવી રીતે એક ઝાડ ઉપર ઠરાવ કર્યા વિના જ અનેક પક્ષીઓ આવીને વસે છે, તેવી રીતે કુટુંબના માણસે કંઈ ઠરાવ કર્યા વગર જ કર્મને આધીન ભેળાં થાય છે અને વીખરાઈ જાય છે.
આ સર્વ ધન, સંપદા, આજ્ઞા, ઐશ્વર્ય, રાજ્ય, ઇદ્રિનાં વિષયેની સામગ્રી જોતજોતામાં જરૂર જતી રહેશે. જુવાની મધ્યાહ્નની છાયાની પેઠે ઢળી જશે, સ્થિર નહીં રહે.
- ચંદ્રમા, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર આદિક તે આથમીને ફરી ઊગે છે. હેમંત, વસંત, શરદ આદિ ઋતુઓ પણ જઈ જઈને ફરી ફરી આવે છે. પરંતુ ઈદ્રિયે, યુવાની, આયુષ્ય, કાયાદિક
Page #87
--------------------------------------------------------------------------
________________
દુઃ
સમાધિ-સાપાન
ગયાં તે ફ્રી પાછાં નથી આવતાં. જેવી રીતે પર્વત ઉપરથી પડતી નદીનીં લહેરા રોકાયા વિના ચાલી જાય છે તેવી રીતે આયુષ્ય પણ ક્ષણ ક્ષણમાં રાકાયા વિના વહ્યું જાય છે.
દાવાનલ
જે દેહને આધીન જિવાય છે, તે દેહને જર્જરિત (નિષ્ફળ) કરતી જરા અવસ્થા સમયે સમયે આવે છે. કેવી છે વૃદ્ધાવસ્થા ? યૌવનરૂપ વૃક્ષને બાળી નાખનાર જેવી છે; સૌભાગ્યરૂપ પુષ્પના ( મારના ) નાશ કરનાર ધુમ્મસ વરસે તેવી છે; સ્ત્રીની પ્રીતિરૂપ હરણીને હણનાર વાઘ જેવી છે; જ્ઞાનનેત્રને બંધ કરાવનાર ધૂળકટ જેવી છે; તપરૂપ કમળાના વનને હિમ જેવી છે; દીનતાને ઉત્પન્ન કરનારી માતા છે; તિરસ્કારને ઉછેરનારી ધાઈ સમાન છે; ઉત્સાહ ઘટાડવામાં તિરસ્કાર જેવી છે. રૂપ-ધનને ચારનારી, બળના નાશ કરનારી, જંઘાખળ બગાડનારી, આળસ વધારનારી, સ્મૃતિના નાશ કરનારી આ જરા છે. મોતના મેળાપ કરાવનારી દૂતી છે. આવી વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થયા છતાં પેાતાનું આત્મકલ્યાણ કરવાનું વીસરી જઈ સ્થિર બેસી રહ્યા છે તે ભારે અનર્થ છે. વારંવાર મનુષ્યભવ આદિ સામગ્રી નહીં મળે. નેત્ર આદિ દ્રિયાનું તેજ પણ ક્ષણે ક્ષણે નાશ પામતું જાય છે. બધા સંયોગોને વિયેગરૂપ જાણેા. આ ઇન્દ્રિયાના વિષયામાં રણ કરી કાણુ કાણુ નાશ પામ્યા નથી ? આ બધા વિષયા પણ વિનાશ પામશે; ઇંદ્રિયા પણ નાશ પામશે. તે કેને માટે આત્મહિત તજી ધાર પાપરૂપ માઠું ધ્યાન કરેા છે ? જે વિષયામાં રાગ કરીને અધિક અધિક લીન થઈ રહ્યા છે, તે સર્વ વિષયે તમારા હૃદયમાં તીવ્ર તૃષ્ણારૂપ દાહ-બળતરા ઉપજાવીને નાશ પામશે. આ શરીરને
Page #88
--------------------------------------------------------------------------
________________
અનિલ્યભાવના
૬૭ રેગથી નિરંતર ભરેલું જાણે એને મરણથી ઘેરાયેલા જાણે એશ્વર્ય વિનાશની સન્મુખ જાણો; અને આ સંગ છે તેને નિયમથી વિયેગ જાણો. આ બધા વિષયે છે તે આત્માના સ્વરૂપને ભુલાવનારા છે, એમાં રાચીને આખું વિશ્વ વિનાશ પામ્યું છે. વિષયેના સેવનથી સુખની આશા રાખવી તે જીવવાને માટે ઝેર પીવા જેવું છે, શીતળ થવા માટે અગ્નિમાં પ્રવેશ કરવા જેવું છે તથા મીઠાં ભેજન માટે ઝેરના ઝાડને પાણી પાવા જેવું છે. વિષયે મહામહ મદને ઉપજાવનાર છે. તેને પ્રત્યે રાગ કરવો તજી ત્માનું કલ્યાણ કરવા પ્રયત્ન કરો. અચાનક મરણ આવશે. મનુષ્યજન્મ કે જિનેન્દ્રને ધર્મ હાથથી બાજી ગયા પછી ફરી પ્રાપ્ત થ અનંતકાળમાં પણ દુર્લભ છે. જેવી રીતે નદીના તરંગે નિરંતર વહ્યા જાય છે, પાછા આવતા નથી તેવી રીતે આયુષ્ય, કાયા, રૂપ, બળ, લાવણ્ય, ઇદ્રિયશક્તિ જતાં રહ્યા પછી પાછાં આવતાં નથી. આ પ્રિય સ્ત્રી, પુત્ર, આદિક નજરે દેખાય છે તેમને સંગ ટકી રહેવાનો નથી. તે સ્વમના સંગ સમાન છે એમ જાણે. એને અર્થે અનીતિ, પાપ કરવાનું છોડી દઈ ઉતાવળે વ્રત સંયમ આદિક ધારણ કરે. આ જગત ઇંદ્રજાલની પેઠે લોકોને ભ્રમ ઉપજાવનાર છે, આ જગતમાં ધન, યૌવન, જીવન, સ્વજન તથા પરજનના સમાગમમાં જીવ આંધળે થઈ રહ્યો છે. એ ધનસંપત્તિ તે ચક્રવર્તીને ત્યાં પણ સ્થિર રહી નથી તે અન્ય પુણ્યહીનને ત્યાં ક્યાંથી સ્થિર રહેશે ? યૌવન જરા વડે નાશ પામે છે, જીવન મરણસહિત છે, સ્વજન પરજન વિયેગની સન્મુખ છે, તે શામાં સ્થિર બુદ્ધિ કરે છે? આ દેહને નિત્ય સ્નાન
Page #89
--------------------------------------------------------------------------
________________
સમાધિ-પાન કરાવે છે, સુગંધ લગાડે છે, આભરણ વસ્ત્ર આદિ વડે શણગારે છે, જુદી જુદી જાતનાં ભેજનપાન કરાવે છે, વારંવાર તેની ચાકરીમાં કાળ ગાળે છે. શય્યા, આસન, કામગ, નિદ્રા, શીત, ઉષ્ણ આદિ અનેક ઉપચારવડે તેને પિષે છે. તેના ઉપરના રાગથી એટલા બધા અંધ બની ગયા છે કે ભઠ્ય-અભક્ષ્ય, યેગ્ય-અયોગ્ય, ન્યાય-અન્યાયના વિચાર રહિત બની પિતાને ધર્મ બગાડે છે, યશને નાશ કરે છે, મરણ પામો છે, નરકે જાઓ છે, નિગદમાં વાસ કરે છે, તે પણ તે બધાને ગણતા નથી. આ શરીર તે પાણીના ભરેલા કાચા ઘડા જેવું ઝટ નાશ પામશે. આ દેહ ઉપર કરેલે ઉપકાર કૃતઘી મિત્ર ઉપર કરેલા ઉપકારની પેઠે અપકારરૂપ વિપરીત ફળ આપશે. સાપને દૂધસાકર પાઈને ઉછેરવા સમાન પિતાને મહાન દુઃખ, રોગ, કલેશ, દુર્ગાન, અસંયમ, કુમરણ અને નરકગતિનું કારણ શરીર ઉપરનો મેહ છે એમ નિશ્ચ જાણે. આ શરીરને જેમ જેમ વિષયે આદિ વડે પુષ્ટ કરશે તેમ તેમ આત્માને નાશ કરવામાં તે સમર્થ થશે. એક દિવસ આહાર નહીં આપે તે ઘણું દુઃખ દેશે. જે જે શરીરમાં આસક્ત થયા છે, તે તે સંસારમાં સર્વસ્વ એઈ, આત્મકાર્ય બગાડી, અનંતાનંત કાળ નરકનિગોદમાં ભમે છે. જેમણે આ શરીરને તપ સંયમમાં લગાડી સૂકવી નાખ્યું, તેમણે પિતાનું હિત સાધ્યું છે. આ ઇદ્રિય તે જેમ જેમ વિષય ભેગવે છે તેમ તેમ તૃષ્ણા વધારે છે. અગ્નિને ઈધરાથી તૃપ્તિ થતી નથી તેવી રીતે ઈદ્રિયેને વિષયે ભેગવવાથી તૃપ્તિ થતી નથી. એક એક ઇન્દ્રિયની વાંછા વડે મોટા મોટા
Page #90
--------------------------------------------------------------------------
________________
અનિત્યભાવના ચક્રવર્તી રાજા ભ્રષ્ટ થઈ નરકે જઈ પહોંચ્યા તે અન્યની શી વાત ? આ પ્રક્રિયેને દુઃખદાયી, પરાધીન કરનારી, નરકે પહોંચાડનારી જાણી ઇન્દ્રિયો પ્રત્યેને રાગ તજી તેમને વશ કરે. સંસારમાં જેટલાં નિંદવા લાયક કામ થાય છે તે બધાં ઇન્દ્રિયને વશ થઈને કરાય છે, તેથી દ્વિરૂપ સાપના ઝેરથી આત્માને બચાવો.
આ લક્ષ્મી તે પણ ક્ષણભંગુર છે. લક્ષમી કુલીન, ધીર, શૂર, પંડિત, મૂર્ખ, રૂપવાન, કુરૂપ, પરાક્રમી, કાયર, ધર્માત્મા, અધમ, પાપી, દાતાર, કૃપણ કેઈને ત્યાં સ્થિર રહેતી નથી. એ તે પૂર્વ જન્મમાં જેણે પુણ્ય કર્યું છે તેની દાસી છે. કુપાત્રે દાન આદિથી કે કુતપથી બંધાયેલા પાપાનુબંધી પુણ્યને લીધે જે લક્ષમી મળી છે તે જીવને
ટા ભાગોમાં, કુમાર્ગમાં, અહંકારમાં પ્રવર્તાવી દુર્ગતિએ પહોંચાડનારી છે. આ પંચમકાળમાં એટલે કળિકાળમાં તે કુપાત્રદાનથી, કુતપસ્યાથી પ્રાયે લક્ષ્મી ઊપજે છે તે બુદ્ધિને બગાડીને મહાદુઃખથી ઊપજે છે, મહા દુખે કરીને ભગવાય છે, પાપમાં વપરાય છે, અથવા તે દાન કે ભેગ વિના તેને મરતી વખતે તજવી પડે છે. આર્તધ્યાન કરીને તિર્યંચ ગતિમાં જવું પડે છે. તેથી આ લક્ષ્મીને તૃષ્ણા વધારનારી અને મદ ઉપજાવનારી જાણીને, (૧) દુઃખી, દરિદ્રી પ્રત્યે ઉપકાર કરવામાં, (૨) ધર્મ વધારનાર ધર્મનાં સ્થાનમાં, (૩) વિદ્યા ભણાવવામાં, (૪) અને વીતરાગ સિદ્ધાંત શાસ્ત્રો લખવામાં વાપરીને તેને સફળ કરે. ન્યાયપૂર્વક પ્રમાણિક ભેગમાં ધર્મની હાનિ ન થાય તે પ્રકારે વાપરે.
Page #91
--------------------------------------------------------------------------
________________
9
.
સમાધિ-સે પાન આ લક્ષ્મી પાણીના તરંગો જેવી અસ્થિર છે. જ્યાં સુધી હાથમાં છે ત્યાં સુધી દાન, પરોપકાર કરી લે; પરલેકમાં સાથે આવવાની નથી. અચાનક તેને છેડીને મરવું પડશે. જે નિરંતર લક્ષ્મી એકઠી કર્યા કરે છે, દાન ભેગમાં વાપરતે નથી, તે પિતાને ઠગે છે. અનેક પાપ હિંસાદિક વડે ભેગી કરેલી લક્ષ્મી, મહાલેભથી મેળવીને તે કોઈને સેંપીને ચાલ્યા જાય છે. અન્ય દેશમાં વ્યાપાર આદિ વડે વધારવા માટે રેકીને કે જમીનમાં અતિ દૂર ડાટીને રાત દિવસ તેનું જ ચિંતવન કરતો દુર્ગાનથી મરીને દુર્ગતિએ જાય છે. કૃપણને ધનને રખવાળ કે નકર જાણવા યોગ્ય છે. દૂર જમીનમાં જેણે ડાટી તેણે પથ્થર જેવી તેને બનાવી. જેમ જમીનમાં પથ્થર ડાટેલા પડ્યા છે તેમ તે લક્ષ્મી પણ જાણે. રાજાને હાથ જાય કે વારસ કે ભાગીઆના હાથમાં જાય કે સગાંસંબંધીને હાથમાં જાય તે તેમનું કામ સધાયું. પિતાને દેહ તે રાખ થઈ ઊડી જશે. આ ઉપરથી શું પ્રત્યક્ષ નથી જણાતું કે લક્ષ્મી સમાન આત્માને ઠગનાર બીજું કઈ નથી ? પિતાને સર્વ પરમાર્થને ભૂલીને લક્ષમીના લેભને માર્યો રાતદિવસ ઘેર પાપ કરે છે; અવસરે ખાવા પણ પામતે નથી; ટાઢ તડકે સહન કરે છે; રેગ આદિ કષ્ટને ગણતે નથી, રાત્રે ચિંતાને લઈને પૂરી ઊંઘ પણ લેતે નથી; લેભને લઈને મરણને પણ ગણતે નથી; લડાઈ વખતે ભારે સંકટ પણ ગણકારતું નથી. સમુદ્રમાં પ્રવેશ કરે છે. ઘેર ભયાનક વનમાં કે પર્વત ઉપર જાય છે. ધર્મ રહિત અનાર્ય દેશમાં જાય છે. જ્યાં પિતાની જાતિનાં, કુળનાં, ઘરનાં કઈ હોય નહીં એવાં સ્થાનમાં કેવળ
Page #92
--------------------------------------------------------------------------
________________
અનિત્યભાવન
૭૧
લક્ષ્મીના લાભને લીધે ભ્રમણ કરતાં કરતાં મરણ પામીને દુર્ગતિએ જાય છે. લાભી માણસ ન કરવા યોગ્ય કે નીચ ભીલ, ચંડાળને કરવા ચેાગ્ય કાર્યાં કરે છે. તેથી હવે જિવેંદ્ર ભગવાનના ધર્મ પામીને સંતેાષ ધારણ કરી પેાતાનાં પુણ્ય પ્રમાણે ન્યાયમાર્ગથી પ્રાપ્ત થયેલા ધનને, સંતેાષી રહીને, તીવ્ર રાગ છેડી, ન્યાયપૂર્વક ભાગવા. દુઃખી, ભૂખ્યા, દીન, અનાથના ઉપકારને નિમિત્તે દાન સન્માનમાં વાપરો.
આ લક્ષ્મી અનેક પુરુષોને ઠગીને દુર્ગતિએ લઈ જાય છે. લક્ષ્મીના સંયાગથી જગતના જીવા જડ જેવા થઈ રહ્યા છે. પુણ્ય પૂરું થતાં જ તે ચાલી જશે. લક્ષ્મીના સંગ્રહ કરીને મરી જવું એ લક્ષ્મી પામ્યાનું ફળ નથી. લક્ષ્મીનું ફળ તે કેવળ ઉપકાર કરવા કે સદ્ધર્મના માર્ગ વાપરવી તે છે.
આ પાપરૂપ લક્ષ્મીને જે ગ્રહણ જ કરતા નથી તેમને ધન્ય છે! ગ્રહણ કરીને પણ મમતા તજી ક્ષણમાત્રમાં તેના ત્યાગ કરે છે, તેમને પણ ધન્ય છે! વધારે શું લખવું ?
આ ધન, યૌવન, જીવન, કુટુંબના સંગમને પાણીના પરપોટા જેવાં અનિત્ય જાણી આત્માના હિતરૂપ કાર્યમાં પ્રવર્તન કરે. સંસારના જેટલા સંગમ છે તે બધા વિનાશી છે. એમ અનિત્ય ભાવના ભાવેા. પુત્ર, પૌત્ર, સ્ત્રી, કુટુંબ આર્દિક કેાઈની સાથે પરલેક ગયાં નથી અને જશે પણ નહીં. પેાતાનાં ઉપાર્જન કરેલાં પુણ્ય પાપ આદિ કર્માં માત્ર સાથે રહેશે. આ જાતિ, કુળ, રૂપ આદિક તથા દેશ નગર આફ્રિકન સમાગમ દેહની સાથે જ નાશ પામશે. તેથી અનિત્યભાવના
Page #93
--------------------------------------------------------------------------
________________
૭૨
સમાધિ-સંપાન ક્ષણ માત્ર પણ વીસરી ન જાઓ; તેના પ્રભાવે પર ઉપરથી મમત્વ છૂટી આત્મકાર્યમાં પ્રવૃત્તિ થાય છે.
૨. અશરણભાવના :- આ સંસારમાં દેવ, દાનવ, ઈંદ્ર કે મનુષ્ય કઈ એવે નથી, કે જેને ગળામાં યમરાજાને ફસ પડ્યો ન હોય. મરણ વખતે કોઈ શરણ નથી. આયુષ્ય પૂર્ણ થાય છે ત્યારે ઈન્દ્રનું પણ ક્ષણવારમાં પતન થાય છે. જેને હજારે દેવે આજ્ઞા ઉઠાવનાર સેવક તરીકે છે, જેને હજારે અદ્ધિઓ છે, અસંખ્યાત કાળથી જેને સ્વર્ગમાં વાસ છે, રેગ સુધા તૃષાદિક ઉપદ્રવથી રહિત જેનું શરીર છે અને અસંખ્યાત બળ પરાકમને ધારક છે એવા ઈનું પણ પતન થાય છે તે અન્ય કેણ શરણ છે? જેવી રીતે નિર્જન વનમાં વાઘે પકડેલા હરણના બચ્ચાને કેઈ બચાવવા સમર્થ નથી, તેવી રીતે મૃત્યુથી પકડાયેલા પ્રાણીને બચાવવા કોઈ સમર્થ નથી. આ સંસારમાં પૂર્વે અનંતાનંત પુરુષે નાશ પામ્યા છે ત્યાં કેણ શરણરૂપ છે? કઈ એવું ઔષધ, મંત્ર, યંત્ર, કિયા, દેવ, દાનવાદિક છે નહીં કે જે એક ક્ષણમાત્ર કાળથી બચાવે. જે કોઈ દેવ, દેવી, વૈદ્ય, મંત્ર, તંત્રાદિક એક માણસને પણ મરણથી બચાવે એમ હોત તે મનુષ્ય અક્ષય, અમર થઈ જાત. તેથી મિથ્થાબુદ્ધિ છોડી અશરણભાવના ભાવે
મૂહ લેક એવા વિચાર કરે છે કે મારા સગાની સારવાર ન થઈ, ઔષધિ ન આપી, કેઈ દેવતાની મદદ કે શરણ ગ્રહણ ન કર્યું, ઉપાય કર્યા વગર મરી ગયે. આ પ્રકારે પિતાના સ્વજનને શેક કરે છે. પણ પિતાને વિચાર
Page #94
--------------------------------------------------------------------------
________________
અશરણભાવના
૭૩ કરતું નથી કે હું જ મૃત્યુના મુખમાં દાઢની વચમાં બેઠે છું. કેટિ ઉપાયે વડે પણ ઇદ્ર જેવાથી પણ કાળ રેકો નથી તેને મનુષ્યરૂપ કીડે કેવી રીતે રોકી શકશે ? જેવી રીતે પરને મરતા દેખીએ છીએ તેવી રીતે મારે પણ અવશ્ય મરવાનું છે. જેવી રીતે પરને સ્ત્રી પુત્રાદિકને વિયેગ થતો દેખીએ છીએ, તેવી રીતે મને પણ વિયેગ થવાને છે. તે વખતે કોઈ શરણરૂપ નથી.
અશુભ કર્મોને એક સાથે ઉદય આવે છે, ત્યારે બુદ્ધિ નાશ પામે છે. પ્રબળ કર્મને ઉદયમાં એક ઉપાય ચાલતે નથી; અમૃત પણ વિષ થઈને પરિણમે છે; તરણું પણ શસ્ત્ર થઈને પરિણમે છે; પિતાના ખાસ મિત્રો પણ વેરી થઈને વર્તે છે. અશુભ કર્મના પ્રબળ ઉદયને લીધે બુદ્ધિ વિપરીત થઈ જાય તે પોતે પિતાની ઘાત કરે છે.
શુભ કર્મને ઉદય હોય ત્યારે વળી મૂર્ખને પણ પ્રબળ બુદ્ધિ પ્રગટે છે; કર્યા વિના પણ અનેક સુખકારી ઉપાય પિતાની મેળે બની આવે છે; વેરી પણ મિત્ર થઈ જાય છે; ઝેર પણ અમૃતરૂપ પરિણમે છે. જ્યારે પુણ્યને ઉદય હોય ત્યારે સર્વે હાનિકારક વસ્તુઓ પણ અનેક પ્રકારે સુખકારક થઈ જાય છે. એ પુણ્યને પ્રભાવ છે.
પાપના ઉદયથી હાથમાં આવેલું ધન પણ ક્ષણમાત્રમાં નાશ પામે છે અને પુણ્યના ઉદયથી ઘણે દૂર વસ્તુ હોય તે પણ પ્રાપ્ત થાય છે. લાભાંતરાયને ક્ષપશમ હોય (કર્મ સંજોગે વસ્તુ મળવાની હોય) ત્યારે વગર પ્રયત્ન રત્નનિધાન પ્રગટ થાય છે. પાપને ઉદય હોય ત્યારે સદાચરણ સેવતે
Page #95
--------------------------------------------------------------------------
________________
સમાધિ-પાન હોય તેના ઉપર પણ આળ મુકાય છે, કલકવાળા કહેવાય છે, અપયશ–અપવાદ પામી વગેવાય છે. યશ નામકર્મને ઉદય થતાં સર્વ અપવાદ દૂર થઈ દોષ પણ ગુણરૂપ ગણાય છે.
સંસાર છે તે પુણ્ય પાપના ઉદયરૂપ છે. પરમાર્થથી બન્ને ઉદય (પુણ્ય અને પા૫) પરના (કર્મના) કરેલા અને આત્માથી ભિન્ન છે એમ જાણું જ્ઞાયકરૂપ રહે હર્ષ શેક ન કરે. પૂર્વે કર્મ બાંધ્યાં હતાં તે હાલ ઉદયમાં આવ્યાં છે, તે દૂર કરવાં હોય તે પણ હવે દૂર થાય એમ નથી. ઉદય. આવ્યા પછી કોઈ ઉપાય નથી. કર્મનું ફળ જે જન્મ, જરા, મરણ, રેગ, ચિંતા, ભય, વેદના, દુઃખ તે પ્રાપ્ત થતાં મંત્ર, તંત્ર, દેવ, દાનવ, ઔષધ આદિ કઈ રક્ષા કરવા સમર્થ નથી. કર્મને ઉદય આકાશ, પાતાળમાં ક્યાંય છેડે એમ નથી. ઔષધાદિ બાહ્ય નિમિત્ત પણ અશુભ કર્મને ઉદય મંદ થાય. ત્યારે ઉપકાર કરે છે.
દુષ્ટ ચેર, ભીલ, વેરી, તથા સિંહ, વાઘ, સાપ આદિક તે ગામમાં કે વનમાં મારે છે. જલચર આદિક તે જલમાં. મારે છે. પણ અશુભ કર્મને ઉદય જળમાં, સ્થળમાં, વનમાં, સમુદ્રમાં, પહાડમાં, કિલ્લામાં, ઘરમાં, શય્યામાં, કુટુંબમાં, રાજા આદિ સામતની વચમાં, શસ્ત્રોથી રક્ષા કરવા છતાં ક્યાંય પણ છોડતું નથી. આ લેકમાં એવાં સ્થાન છે કે
જ્યાં સૂર્ય ચંદ્રને પ્રકાશ પ્રવેશ કરતું નથી, પવનને પણ સંચાર નથી; વૈક્રિયદ્ધિધારી પણ જ્યાં જઈ શકતા નથી. પરંતુ કર્મને ઉદય તે સર્વ સ્થળે જઈ શકે છે. પ્રબળ કર્મને. ઉદય થતાં વિદ્યા, મંત્ર, બલ, ઔષધિ, પરાક્રમ, પિતાના.
Page #96
--------------------------------------------------------------------------
________________
૭૫
અશરણભાવના મિત્ર, સામંત, હાથી, ઘોડા, રથ, પાયદળ, ગઢ, કેટ, શસ્ત્ર, સામ-દામ-દંડ-ભેદ આદિ કેઈ ઉપાય શરણ નથી. જેવી રીતે સૂર્યના ઉદયને કઈ રોકી શકતું નથી તેવી રીતે કર્મને. ઉદય પણ કેઈથી રેકી શકાય એમ નથી, એ નિશ્ચય રાખી સમતાભાવનું શરણ ગ્રહણ કરે; તે અશુભ કર્મની નિર્જરા થાય અને નવાં કર્મ ન બંધાય.
રોગ, વિયેગ, ગરીબાઈ, મરણાદિને ભય છોડી પરમ ધીરજ ધારણ કરે. આપણે વીતરાગ ભાવ, સંતેષ ભાવ, પરમ સમતા ભાવ એ જ શરણ છે, બીજું કોઈ શરણુ નથી. આ જીવના ઉત્તમ ક્ષમાદિક ભાવ પિતાને શરણરૂપ છે. ક્રોધાદિક ભાવ આ લેક અને પરલોકમાં આત્માની ઘાત કરનારા છે. કષાયની મંદતા આ લેકમાં હજારો વિદ્ગોને નાશ કરનારી–પરમ શરણ છે. પરલોકમાં નરક, તિર્યંચ ગતિમાં પડતાં બચાવે છે, મંદ કષાયવાળા દેવલેકમાં કે ઉત્તમ મનુષ્યમાં ઊપજે છે.
જે પૂર્વ કર્મના ઉદય વખતે આર્ત કે રૌદ્ર પરિણામ કરશે તે ઉદીરણ પામેલાં એટલે સામટાં ઉદયમાં આવતાં કર્મને રોકવા તે કોઈ સમર્થ નથી, માત્ર દુર્ગતિનાં કારણ એવાં નવાં કર્મ વધારશે. કર્મને ઉદય થવામાં બાહ્ય સહકારી કારણરૂપ ક્ષેત્ર, કાળ, ભાવની સામગ્રી પ્રાપ્ત થયા પછી કર્મના ઉદયને ઈન્દ્ર, જિનેન્દ્ર, મણિ, મંત્ર, ઔષધિ આદિ કઈ રેકવા સમર્થ નથી. રેગોના ઈલાજ તે ઔષધાદિક જગતમાં જોઈએ છીએ, પરંતુ પ્રબળ કર્મના ઉદયને રેકવાને ઔષધાદિક સમર્થ નથી. ઊલટાં તે વિપરીત પરિણમે
Page #97
--------------------------------------------------------------------------
________________
સમાધિ-પાન છે. આ જીવને અશાતા વેદનીય કર્મને તીવ્ર ઉદય હોય ત્યારે ઔષધ આદિક વિપરીત થઈને પરિણમે છે. અશાતાને મંદ ઉદય હેય કે ઉપશમ હેય ત્યારે દવા વગેરે ઉપકાર કરે છે. મંદ ઉદયને રેકવાને અ૫ શક્તિવાળા પણ સમર્થ છે. પ્રબળ ઉદયને રેકવાને અલ્પ શક્તિવાળા સમર્થ નથી. આ પંચમ કાળ કે કળિકાળમાં તે બાહ્ય દ્રવ્ય, ક્ષેત્ર આદિ સામગ્રી અલ્પ છે, જ્ઞાનાદિક અલ્પ છે, પુરુષાર્થ પણ અલ્પ જ છે અને અશુભને ઉદય આવવાની બાહ્ય સામગ્રી પ્રબળ છે તેથી અ૫ સામગ્રી અને અલ્પ પુરુષાર્થ વડે પ્રબળ અશાતાના ઉદયને કેવી રીતે જિતાય? જેવી રીતે પ્રબળ નદીનું પૂર પ્રબળ મોજાં ઉછાળતું આવતું હોય તેમાં કુશળ તારે પણ તરી શકે નહીં, પણ જ્યારે નદીના પૂરને વેગ મંદ પડે ત્યારે તરવાની કળાવાળો તરીને સામે કિનારે જાય છે, તેવી રીતે પ્રબળ કર્મને ઉદયમાં પિતાને અશરણરૂપ ચિંતવન કરે.
પૃથ્વી અને સમુદ્ર બન્ને બહુ વિસ્તારવાળાં છે પરંતુ પૃથ્વીને છેડે કંઈ પહોંચે અને સમુદ્રને તરવાને સમર્થ એવા પણ અનેક દેખીએ છીએ પરંતુ કર્મના ઉદયને તરી જવાને સમર્થ હોય તેવા દેખાતા નથી.
આ સંસારમાં એક સમ્યફજ્ઞાન શરણ છે, સમ્યફદર્શન શરણ છે, સમ્યફચારિત્ર શરણ છે તથા સમ્યકતપ-સંયમ શરણ છે. આ ચાર આરાધના વિના અનંતાનંત કાળમાં કઈ શરણ નથી. ઉત્તમ ક્ષમાદિક દશ ધર્મ પ્રત્યક્ષ સર્વ કલેશ, દુઃખ, મરણ, અપમાન, હાનિથી બચાવનાર છે. આ મંદ
Page #98
--------------------------------------------------------------------------
________________
સસારભાવના
કષાયથી ઉત્પન્ન થતું ફળ તે સ્વાધીન સુખ, આત્મરક્ષા, ઉજજવલ યશ, ક્લેશરહિતપણું અને ઉચ્ચતા આ લોકમાં પ્રત્યક્ષ છે. તે દેખીને મંદ કષાયનું શરણ ગ્રહણ કરા. પરલેાકમાં તેનું ફળ દેવગતિ છે. વ્યવહારમાં ચાર શરણાં છે; અદ્ભુત, સિદ્ધ, સાધુ અને કેવળી ભગવાને પ્રકાશેલે ધર્મ. આ શરણાં સિવાય આત્માની ઉજ્જવલતા પ્રાપ્ત થતી નથી. આ પ્રકારે અશરણુ ભાવના ભાવવી.
૭૭
૩. સંસારભાવના :—
આ સંસારમાં અનાદિકાળથી મિથ્યાત્વના ઉયે બેભાન થયેલે જીવ, સર્વજ્ઞ વીતરાગ જિનેન્દ્રે કહેલા સત્યાર્થ ધર્મની પ્રાપ્તિ વિના ચારે ગતિમાં પરિભ્રમણ કરે છે. સંસારમાં કર્મરૂપી મજબૂત બંધનથી અંધાયેલેા, પરાધીન થયેલે, ત્રસ-સ્થાવરમાં નિરંતર ધાર દુઃખ ભોગવતો, વારંવાર જન્મમરણ કરે છે. જે જે કર્માં ઉદયમાં આવી રસ આપે છે, તેના ઉદયને પેાતાનું સ્વરૂપ જાણી અજ્ઞાની જીવ પાતાના સ્વરૂપને ભૂલીને નવાં નવાં કર્મ બાંધે છે. કર્મના બંધનમાં પડેલા કોઈ જીવે કોઇ પ્રકારનું દુઃખ ભોગવવાનું બાકી રાખ્યું નથી. સર્વ પ્રકારનાં દુઃખા અનંતાનંત ભાગવતાં અનંતાનંત કાળ વ્યતીત થઈ ગયા. આવાં દુ:ખથી ભરેલા અનંત પરિવર્તન સંસારમાં આ જીવે કર્યાં છે.
એવું કોઈ પુદ્ગલ પરમાણુ સંસારમાં નથી રહ્યું કે જે જીવે શરીરરૂપે કે આહારરૂપે ગ્રહણ ન કર્યું હાય. અનંત જાતિનાં અનંત પુદ્ગલેનાં શરીર ધારણ કર્યાં છે, અને આહારમાં ભાજન–પાનરૂપે પણ ગ્રહણ કર્યાં છે.
Page #99
--------------------------------------------------------------------------
________________
૭૮
સમાધિ-પાન ત્રણસે તેંતાળીસ ઘનરજજુપ્રમાણ લેકમાં એવા કેઈ ક્ષેત્રને એક પ્રદેશ પણ બાકી રહ્યો નથી કે જ્યાં સંસારી જીવે અનંતાનંત જન્મમરણ કયાં ન હોય.
ઉત્સર્પિણી, અવસર્પિણી કાળને એ કઈ એક સમય પણ બાકી નથી રહ્યો કે જે સમયમાં આ જીવ અનંતવાર જમ્ય ન હોય અને મર્યો ન હોય.
નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચારે ગતિઓમાં આ જીવ જઘન્ય આયુષ્યથી ઉત્કૃષ્ટ આયુષ્ય પર્યત સર્વ પ્રકારનાં આયુષ્ય ધારણ કરી કરી અનંતવાર જન્મે છે. એક અનુદિશ, અનુત્તર વિમાનમાં ઊપજ નથી; કેમકે એ ચૌદે વિમાનમાં સમ્યફદ્રષ્ટિ વિના બીજાને ઉત્પાદ નથી. સમ્યકદૃષ્ટિને સંસાર-પરિભ્રમણ નથી,
કર્મની સ્થિતિબંધનાં સ્થાન તથા સ્થિતિબંધનાં કારણ, અસંખ્યાત લેકપ્રમાણુ કષાય અધ્યવસાયનાં સ્થાન, તેનાં કારણ, અસંખ્યાત લેકપ્રમાણ અનુભાગબંધ અધ્યવસાય સ્થાન તથા જગતશ્રેણિના સંખ્યાતમા ભાગ જેટલાં સ્થાન એવા ભાવોમાંથી કોઈ ભાવ બાકી રહ્યો નથી કે જે સંસારી જીવને ન આવ્યો હોય. એક સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યફચારિત્રને યોગ્ય ભાવ થયા નથી. એ સિવાયના સમસ્ત ભાવે સંસારમાં અનંતાનંત વાર થાય છે. જિતેંદ્રના વચનના અવલંબનરહિત પુરુષોની મિથ્યાજ્ઞાનના પ્રભાવથી વિપરીત બુદ્ધિ અનાદિ કાળથી થઈ રહી છે. તેથી સમ્યફમાર્ગ ગ્રહણ કરતા નથી અને સંસારરૂપ વનમાં સર્વસ્વ ગુમાવી નિગોદમાં જઈ પહોંચે છે. નિગદ કેવી છે? ત્યાંથી
Page #100
--------------------------------------------------------------------------
________________
સંસારભાવના અનંતાનંત કાળમાં પણ બહાર નીકળવું ઘણું મુશ્કેલ છે. કઈ વખત પૃથ્વીકાયમાં તે કઈ વખત જલકાયમાં, અગ્નિકાયમાં, વાયુકાયમાં, પ્રત્યેક કે સાધારણ વનસ્પતિકાયમાં લગભગ સમસ્ત જ્ઞાનને નાશ થવાથી જડરૂપ થઈ, એક સ્પર્શ ઈદ્રિયદ્વારા કર્મના ઉદયને આધીન થઈને આત્મશક્તિરહિત, જીભ, નાક, આંખ, કાન આદિ ઇદ્રિ રહિત થઈ દુઃખમય લાંબો કાળ વ્યતીત કરે છે. બેઈદ્રિય, ત્રીઈદ્રિય, ચતુરિન્દ્રિય વિકલત્રય જીવ પણ આત્મજ્ઞાન રહિત, માત્ર રસના આદિ ઇદ્રિના વિષયેની અતિ તૃષ્ણના માર્યા ઊછળી ઊછળીને વિષયોને અર્થે પડી પડીને મરે છે. અસંખ્યાત કાળ વિકલત્રયમાં રહી ફરી એકેન્દ્રિયમાં એમ ફરી ફરી વારંવાર ઘટમાળના ઘડાની પેઠે નવીન નવીન દેહ ધારણ કરતે, ચારે ગતિમાં નિરંતર જન્મ, મરણ, ક્ષુધા, તૃષા, રોગ, વિયેગ, સંતાપ ભેગવતે, અનંતકાળથી પરિભ્રમણ કરે છે. આનું નામ સંસાર છે.
જેવી રીતે ઊકળતા આધણમાં ચેખા સર્વ તરફ ઊછળતા બફાય છે તેવી રીતે સંસારી જીવે કર્મના તાપથી બળતા, બફાતા પરિભ્રમણ કરે છે. આકાશમાં ઊડતાં પક્ષીએને બીજા જબરાં પક્ષી મારે છે; જળમાં તરતાં માછલાં આદિકને અન્ય મેટા મચ્છ આદિ મારે છે; સ્થળમાં ફરતાં મનુષ્ય, પશુ, આદિને જમીન ઉપરનાં સિંહ, વાઘ, સાપ આદિ દુષ્ટ તિર્યંચ, તથા ભીલ, મ્લેચ્છ, ચેર, લૂંટારા, શિકારી, મહા નિર્દય મનુષ્ય કે પશુ મારે છે. આ સંસારમાં સર્વ સ્થાનમાં નિરંતર ભય પામી નિરંતર દુઃખમય પરિભ્રમણ જ કરે છે. જેવી રીતે શિકારીના ત્રાસથી ભય પામીને
Page #101
--------------------------------------------------------------------------
________________
સમાધિ-પાન દોડતું સસલું, અજગરના ઉઘાડેલા મુખમાં દર જાણુને પ્રવેશ કરે છે, તેવી રીતે અજ્ઞાની જીવ ભૂખ, તરસ, કામ, ક્રોધાદિ તથા ઇદ્રિના વિષયેની તૃષ્ણાના તાપથી ત્રાસીને સંતાપ પામીને વિષય આદિરૂપ અજગરના મુખમાં પ્રવેશ કરે છે. વિષયકષાયમાં પ્રવેશ કરે એ જ સંસારરૂપ અજગરનું મુખ છે, તેમાં પ્રવેશ કરીને પિતાના જ્ઞાન, દર્શન, સુખ, સત્તા આદિક ભાવપ્રાણોને નાશ કરીને નિગદમાં અચેતન જે થઈ અનંતવાર જન્મ મરણ કરતે અનંતાનંત કાળ વ્યતીત કરે છે. ત્યાં આત્મા અભાવ તુલ્ય જ છે. જ્ઞાનાદિને અભાવ થયે ત્યારે નાશ જ પામે. નિગેદમાં અક્ષરના અનંતમા ભાગનું જ્ઞાન છે, તે સર્વ દીઠું છે. ત્રસ પર્યાયમાં પણ જેટલી જાતનાં દુઃખ છે, તે સર્વ પ્રકારનાં દુઃખ અનંતવાર ભેગવે છે એવું કોઈ પ્રકારનું દુઃખ નથી કે જે આ જીવે નથી ભેગવ્યું. આ સંસારમાં આ જીવ અનંત ભવ દુઃખમય પામે ત્યારે કેઈ એક વાર ઈદ્રિયનાં સુખ મળે તે ભવ પામે છે. ત્યાં પણ વિષયની તૃષ્ણાના સંતાપ સહિત, ભયશંકાવાળું અલ્પ આયુષ્ય હોય છે. ફરી અનંત ભવ દુઃખના ભેગવે છે. પછી કોઈ એક વાર ઇદ્રિનાં સુખ મળે તે ભવ કદાચિત્ પામે છે.
ચારે ગતિનું કંઈક સ્વરૂપ પરમાગમને અનુસરીને ચિંતવન કરીએ છીએ. નરકગતિ :
નરકની સાત પૃથ્વીઓ છે (સાત પાતાળ છે). તેમાં ઓગણપચાસ પટલ (પ્રસ્તર–થર-માળ) છે, તે બધાં
Page #102
--------------------------------------------------------------------------
________________
સંસારભાવના
પટલમાં ચોરાશી લાખ બિલ (નારકીને રહેવાનું સ્થાન) છે. તેને જ નરક કહીએ છીએ. તેની ભીંતે, છત અને ભૂમિ વજીમય હોય છે. કોઈ કેઈ બિલ અસંખ્યાત યોજન લાંબાં પહોળાં હોય છે, કેઈ સંખ્યાત યોજન લાંબાં પહોળાં હોય છે. તે દરેક બિલની છતમાં નારકી ઇવેને ઉત્પન્ન થવાનાં સ્થાન છે. ઊંટના મુખના આકાર આદિવાળાં, સાંકડા મેંનાં, ઊંધાં મુખવાળાં તે સ્થાન છે. તેમાં ઊપજ નારકી નીચે માથું અને ઊંચે પગ એવી રીતે નીચે વજઅગ્નિમય પૃથ્વી ઉપર પડી, જેરથી પડેલી રબરની દડી વારંવાર ઊછળે તેમ ઊછળે છે, આળોટે છે. નરકની ભૂમિ કેવી હોય છે? અસંખ્યાત વીંછીના ડંખથી ઉત્પન્ન થતી વેદના કરતાં અસંખ્યાત ગુણ વેદના ઉત્પન્ન કરનાર તે ભૂમિને સ્પર્શ છે. ઉપરની ચાર પૃથ્વીનાં ચાલીસ લાખ બિલ, તથા પાંચમી પૃથ્વીનાં બે લાખ બિલ મળી બેંતાળીસ લાખ બિલમાં કેવલ અગ્નિની ઉષ્ણ વેદના છે. નરકની ઉષ્ણતા જણાવવા જે કઈ પદાર્થ અહીં દેખવામાં, જાણવામાં આવતું નથી, કે તેની ઉપમા આપી ખ્યાલ આપી શકાય. તેપણ ભગવાનનાં કહેલાં શાસ્ત્રોમાં તે ઉષ્ણતાનું આ પ્રકારે અનુમાન કરાવ્યું છે, કે લાખ યેજન ઊંચા પર્વત જેવડે મેટો લેખંડને ગોળે ઊંચેથી નરકમાં પડતું મૂકીએ તે નરકની ભૂમિ ઉપર પહોંચતાં પહેલાં નરક ક્ષેત્રની ઉષ્ણતાને લીધે રસરૂપ થઈ તે વહી જાય.
પાંચમી પૃથ્વીના ત્રીજા ભાગના અને છઠ્ઠી, સાતમી પૃથ્વીનાં શીત બિલમાં ટાઢની એટલી તીવ્ર વેદના છે કે, લાખ યેજન જેવડે લેખંડને ગળે ત્યાં જમીન ઉપર
Page #103
--------------------------------------------------------------------------
________________
• સમાધિ પાન મૂકીએ તે ક્ષણમાત્રમાં ઠંડીથી બંડખંડ થઈ વીખરાઈ જાય. આવી ગરમીની તથા ઠંડીની વેદનાવાળી નરકમાં કર્મને આધીન જીવે ઘોર દુઃખ અસંખ્યાત કાળ પર્યત ભેગવે છે. આયુષ્ય પૂરું થયા વિના મરણ થતું નથી. શીત ઉષ્ણ વેદના ઉપરાંત ભૂખની વેદના એટલી બધી છે કે, આખા જગતની માટી, પથરા આદિ ખાઈ જાય તે પણ ભૂખનું દુઃખ મટે નહીં. તેમ છતાં એક કણ જેટલું પણ ભક્ષણ કરવાનું ત્યાં મળતું નથી. તરસની વેદના એટલી બધી છે કે, સર્વ સમુદ્રોનું પાણી પી જાય છતાં તરસની વેદના મટે નહીં. પણ ત્યાં એક ટીપું પણ પાણી પીવાને મળતું નથી. કરડે રેગોની ઘર વેદના ત્યાં એકી વખતે ઉત્પન્ન થાય છે. નવા નારકીને દેખીને મહા ભયંકર રૂપવાળા અનેક હથિયારવાળા હજારે નારકી, “મારે, ફાડે, ચીરે, છેદો” એવા ભયંકર અવાજે કરતા તરફથી મારવા આવે છે. તે નારકી કેવા હોય છે? નાગા, ખડબચડા અને લુખા શરીરવાળા, ભયંકર, કાળા રંગના, લાલ, પીળી અને વાંકી આંખો વડે ક્રૂર દેખાતા, ફાડેલાં મેંવાળા, લહલહાટ કરતી વિકરાળ જીભવાળા, કરવત જેવા તીક્ષણ અને વાંકા દાંતવાળા, ઊંચા, લાલ, પીળા અને જાડા વાળવાળા, તીણ નખથી ભયંકર, મહા નિર્દય, હુંક સંસ્થાનવાળા છે. તે નારકીઓ આવીને મુગર, મુસંડીથી માથાનું ચૂર્ણ કરે છે. જેમ જલથી ભરેલા કુંડમાંના પાણીને મુસલ આદિથી કૂટીએ તે પાણી ઊછળીને તે જ કુંડમાં ભેગું આવીને મળી જાય છે. તેમ નારકીના શરીરના કટકે કટકા કરી એને ચૂર્ણ કરીએ તેપણુ શરીરના અવયવે છૂટા પડી સિંધાઈ જાય છે. આયુષ્ય પૂરું થયા વિના મરણ થતું નથી.
Page #104
--------------------------------------------------------------------------
________________
સંસારભાવના
૮૩ તરવારથી કટકા કરે છે, કરવતથી વહેરે છે, કુહાડાથી ફાડે છે, વાંસલાથી છોલે છે, ભાલાથી વધે છે, શૂળીમાં પરવે છે, પેટ વગેરે મર્મસ્થાન કાપે છે, ફાડે છે, આંખે ઉખાડે છે, તાવડામાં શેકે છે, કઢાઈમાં રાંધે છે, ઘાણીમાં પીલે છે. એવી રીતે પરસ્પર નારકી છે જે માર, ત્રાસ, દુઃખ દે છે તે કેઈ, કરડે જીભે કરોડો વર્ષ પર્યત કહે તે પણ એક ક્ષણ વારનું નરકનું દુઃખ કહેવાને સમર્થ નથી. - નરકમાં જે દુઃખદાયક સામગ્રી છે, તેનું એક ક્ષણ માત્રનું દુઃખ પણ આ લેકમાં નથી. નરકભૂમિની સામગ્રી અને નારકીઓનાં વિકરાળ રૂપ જે કઈને સ્વમમાં એક ક્ષણ વાર દેખાડીએ તે ભય પામી પ્રાણ ત્યજે, મૃત્યુ પામે.
નારકી ની રસ સામગ્રી એવી કડવી છે કે, કાળીજીરી, ઝેર અને હલાહલમાં પણ એવી કડવાશ નથી. નારકી જીના દેહાદિકમાંથી એક કણ પણ અહીં આવે, તે તેની કડવી ગંધથી અહીંના હજારે પંચેન્દ્રિય પ્રાણી મરી જાય. નરકની માટી એવી ગંધાતી છે કે, જે સાતમી નરકની માટીને એક કણ અહીં આવી જાય તે ચારે તરફની સાડી
વીશ કેશના પંચેન્દ્રિય જી દુર્ગધમાં મરણ પામે. એક એક નરકપટલની મૃત્તિકાની દુર્ગધમાં અડધો અડધો કેશવિશેષ સુધીનાં દૂરનાં પ્રાણીને મારવાની શક્તિ હોય છે તેથી ઓગણપચાસમા પટલની મૃત્તિકાની દુર્ગધમાં સાડીવીસ કોશ પર્યંત મારણશક્તિ કહી છે.
નરકમાં વૈતરણી નદી છે. તેના પાણીના સ્પર્શમાત્રથી નારકીનાં શરીર ફાટી જાય છે. તેમાં ખાર, વિષ અને અગ્નિમાં
Page #105
--------------------------------------------------------------------------
________________
૮૪
સમાધિ પાન કકડાવેલું તેલ રેડતાં જ અત્યંત પીડા ઊપજે છે. ત્યાંને પવન એ હોય છે કે, અહીંના પર્વતને તેને સ્પર્શ થતાં જ તે ભસ્મ થઈ ઊડીને જગતમાં વીખરાઈ જાય. નરકની વજી અગ્નિને ધારણ કરવાને અહીંની પૃથ્વી, પર્વત, સમુદ્ર કઈ સમર્થ નથી. તેને સ્વરૂપનું શું વર્ણન કરીએ ? નારકીના શબ્દો એવા ભયંકર અને કઠેર છે કે, જે તેને અહીંના હાથી કે સિંહ સાંભળે તે તેનું હૃદય ફાટી જાય. પણ ત્યાં નારકીઓનાં કર્મ સાગરોપમનાં આયુષ્ય સુધી તેમને મરવા દેતાં નથી.
નિરંતર “માર માર” શબ્દ ત્યાં સંભળાય છે. રડે છે, પકડે છે, બાંધે છે, દેડે છે, ઘસડે છે, કચરી ચૂરે કરે છે, પરંતુ અંગ પાછું પારાની પેઠે એકરૂપ થતું જાય છે. ત્યાં કઈ બચાવનાર નથી, દયા લાવનાર કોઈ નથી, રાજા નથી, મિત્ર નથી, માતા નથી, પિતા નથી, પુત્ર નથી, સ્ત્રી નથી, કે કુટુંબ આદિ કેઈ ત્યાં નથી. કેવળ પાપનું ફળ ભેગવવાનું હોય છે. કેઈ સંતાવાનું સ્થાન નથી. જેને પિતાનાં દુઃખ, દરદ કહીએ એવું કોઈ મળે નહીં, માત્ર ક્રૂર પરિણામી, મહા ભયંકર પાપી ત્યાં હોય છે. જેવી રીતે અહીં દુષ્ટ કૂતરાં આદિ પ્રાણુઓને બીજાં કૂતરાં આદિને દેખતાં જ વેર થાય છે, તેવી રીતે નારકી જીને પણ વગર કારણે પરસ્પર વેર થાય છે. દુઃખમાંથી નાસીને જંગલમાં જાય, ત્યાં શામલી વૃક્ષ આદિનાં પાંદડાં, અહીં શરીરને વાંસલા કે કુહાડા વડે જેમ કાપે, તેવી રીતે ઉપર પડીને અંગ છેદે છે, કાપે છે. વનમાંથી કે ગુફામાંથી સિંહ, વાઘ આદિક નીકળીને અંગ
Page #106
--------------------------------------------------------------------------
________________
સંસારભાવના
ફાડી નાખે છે. વામય ચાંચવાળાં ગીધ આદિ પક્ષી નારકીનાં અંગને ચરે છે, નેત્ર આદિ ઉપાડે છે, પેટ ફાડી આંતરડાં કાઢી લે છે. નરકમાં તિર્યંચ નથી હોતાં, તથાપિ નારકી વિકિયા વડે તિર્યંચરૂપ થઈ જાય છે. નારકીને અનેક શરીર એક સાથે કરવારૂપ વિકિયાશક્તિ નથી. સિંહ, વાઘ, કૂતરા, ઘૂવડ કે કાગડા આદિકનું એક શરીર એક કાળે ધારણ કરે છે. નારકીને શુભ કરવું હોય તેય શુભ થઈ શકતું નથી. માત્ર પિતાને અને પરને દુઃખદાયી પરિણામ કે દેહવેદના વિકિયા વડે ઉત્પન્ન કરવા સમર્થ છે. સુખ કરનારી વિક્રિયા થઈ શકતી નથી. સુખપ્રદ પરિણામ પણ થતાં નથી. સુખ આપે તે દેહ કે વેદના પણ બની શકે નહીં એ ક્ષેત્રના નિમિત્તે ક્ષેત્રવિપાકી પાપકર્મને ઉદય છે. નરકમાં નારકી જીને મારવાનાં જુદી જુદી જાતનાં હથિયાર જેવાં કે, શૂળી, ઘાણ, યંત્ર, શેકવાનાં તળવાનાં અને રાંધવાનાં અનેક પ્રકારનાં દુઃખદાયી લેખંડનાં વાસણે, ક્ષેત્રના સ્વભાવથી જ છે; જ્યાં સુખદાયી સામગ્રી સ્વમમાં પણ નથી હોતી, જ્યાં લેઢાની ધગધગતી પૂતળીમાંથી જવાળા નીકળતી હોય છે, જેને સ્પર્શ મહાવેદના ઉત્પન્ન કરનાર હોય છે, તે પૂતળી ઊછળીને નારકીને પકડે છે, ભેટે છે. તેને સ્પર્શ કરડે વીંછીના ડંખ સમાન છે, વાગ્નિ સમાન છે, ઝેરી શસ્ત્રના ઘાથી અસંખ્યાત ગુણ વેદના કરનાર છે. નરકમાં જે દુઃખદાયી સામગ્રી છે તેને સ્વભાવ વગેરે દેખાડવાને, અનુભવ કરાવવાને સમસ્ત મધ્યલકમાં કઈ વસ્તુ દેખાતી નથી. પરંતુ એ પ્રકારને કંઈક ખ્યાલ આવે તેટલા માટે કેટલીક વસ્તુઓનું વર્ણન કરીએ છીએ.
Page #107
--------------------------------------------------------------------------
________________
સમાધિ-સે પાન નારકી જીનાં દુખ તે સાક્ષાત્ ભગવાનનું કેવળજ્ઞાન જાણે છે. તથા નારકી થઈને આ જીવ ભગવે છે ત્યારે જાણે છે. નારકીને દેહ લેહી, માંસ, હાડ, ચામડી આદિ સાત ધાતુમય નથી. પરંતુ એનાં દેહનાં પુદ્ગલ ઊંટ, કૂતરાં, બિલાડાં આદિનાં સડેલાં શબના કરતાં અસંખ્યાત ગણ ગંધાતાં હોય છે; અસંખ્યાતગુણ દુગંછા ઉત્પન્ન કરાવનારાં, જેવાં ના ગમે એવાં હોય છે. તેનું સ્વરૂપ જોયું જાય એમ નથી, સાંભળ્યું જાય એમ નથી. તેની ગંધ સુંઘી જાય એમ નથી. મનુષ્યાદિ તે દેખતાં જ કે દુર્ગધ આવતાં જ પ્રાણ રહિત થઈ જાય.
પૂર્વ જન્મમાં એવાં કોઈ માઠાં પરિણામથી નરકનું આયુષ્ય બાંધી જીવ નરકમાં ઊપજે છે. અસંખ્યાત કાળપર્યંત નરકમાં દુઃખ ભેગવે છે. બહુ પાપ કરનારા, ઘણું પરિગ્રહમાં આસક્તિવાળા, ઘોર હિંસાનાં પરિણામવાળા, વિશ્વાસઘાતી, ગુરુદ્રોહી, ધર્મદ્રોહી, કરેલા ઉપકારને ઓળવનાર-કૃતઘ્રી, પરધનના અને પરસ્ત્રીને લેલુપી, અન્યાયમાગી, ધર્માત્મા કે ત્યાગીજનેને કલંક લગાડનાર, મુનિને ઘાત કરનારા, ગામ બાળનારા, ઘાસ તરણદિમાં કે વૃક્ષોમાં અગ્નિ મૂકનારા, દેવદ્રવ્ય ચેરનારા, તીવ્ર કષાયવાળા, અનંતાનુબંધી કષાયના ધારક, કૃષ્ણલેશ્યાવાળા, સારે આહાર મળતું હોય તો પણ જીભની લંપટતાને લઈને માંસ ખાનારા, દારૂ પીનારા, વેશ્યાના પ્રેમમાં પડેલા, બીજાના વિધ્રમાં સંતોષ માનનારા, તીવ્ર લેબી, દુરાચારી, મિથ્યાત્વી, અભક્ષ્ય અને અન્યાયની પ્રશંસા કરનારા, ખેરાકમાં ઝેર વગેરે ભેળવનારા, ઝેરી વનસ્પતિ ઉપજાવનારા અને તેને વેપાર કરનારા, વનમાં
Page #108
--------------------------------------------------------------------------
________________
૮૭.
સંસારભાવના દાવાગ્નિ લગાડનાર, જીને વાડામાં પૂરી બાળી નાખનારા અને હિંસક કાર્યની પરંપરા ચલાવનારા છે નરકે જાય છે.
નરકમાં અંબાબરીષાદિ પરમાધમી દુષ્ટ અસુરકુમાર ત્રીજી પૃથ્વી સુધી જઈને પરસ્પર લડાવે છે. કોઈ નારકીને ત્રીજી પૃથ્વી સુધીમાં પૂર્વને સંબંધી દેવ આવી ધર્મને ઉપદેશ પણ દે છે; કોઈ પિતાનાં પૂર્વનાં પાપની નિંદા કરે છે, ભારે પશ્ચાત્તાપ કરે છે, “મને પૂર્વે સત્પરુષેએ ઘણું ઘણું શિખામણ દીધી હતી કે, અરે ! અનીતિને માર્ગ ન ચાલે, એ આદિ ઘણે ઉપદેશ પણ દીધો હતો. પરંતુ વિષયકષાયના મદથી આંધળા થઈને મેં પાપીએ તે શિખામણ માની નહીં. હવે દૈવબળ (પ્રારબ્ધ) અને પુરુષાર્થબળ રહિત હું શું કરું ? જે પાપી, દુરાચારી, પાપમાં પ્રેરણા કરનારા, વ્યસની અને અનીતિને પિષનારા લોકેએ મને નરકે નાખે તે દેહ છોડીને ક્યાં ગયા તેની ખબર નથી. મારી સાથે તે કઈ દેખાતા નથી. મારું ધન ભેગવવામાં, વિષય સેવવામાં સાથે રહેતા એવા પાપમાં પ્રેરનાર મિત્ર, પુત્ર, બાંધવ, સ્ત્રી પરિવાર આદિને હવે ક્યાં દેખવાનાં ?” આ પ્રકારે અવધિજ્ઞાનથી જાણી, પૂર્વભવમાં કરેલાં દુરાચરણને પશ્ચાત્તાપ કરતા કોઈ ઘેર માનસિક દુઃખ ભેગવે છે. કેઈ મહાભાગ્યશાળીને સમ્યક્દર્શન પણ થાય છે. નરકના ભવને લઈને કષાય અને દુઃખ એની મેળે ઉત્પન્ન થાય છે. પિતે કોઈને મારવાને અભિપ્રાય રાખતું નથી, તે પણ કષાયની પ્રબળતા કર્મને ઉદયને લઈને રેકી શકાતી નથી. હાથ વગેરે આપોઆપ શસ્ત્રરૂપ પરિણમે છે.
Page #109
--------------------------------------------------------------------------
________________
સમાધિ-પાન નારકી જીવેને એક ક્ષણ એટલે વિસામે નથી, ઊંઘ નથી. ભૂમિના સ્પર્શનું દુઃખ પણ કેવળી જાણે છે. અતિ તીવ્ર કર્મના ઉદયમાં કેઈ શરણ નથી. શરણ મેળવવા ઈચ્છે અને શેઠે પણ ત્યાં કેઈ દયાવાળા દેતા નથી. સર્વ કૂર, નિર્દયી, ભયંકર, ઉગ્ર દેહ ધારણ કરનારા, અંગારા જેવી બળતી આંખવાળા, ભયંકર અશુભ ધ્યાન કરાવનારા, કોઇ ઉપજાવનારા ઘેર નારકી છે. તે નારકીઓના મતાવિલાપ, રુદન, માર અને ત્રાસના ઘેર શબ્દો ત્યાં સંભળાય છે, “અહે! જ્યારે મનુષ્યપણુમાં હું સ્વાધીન હતું, ત્યારે મેં આત્મકલ્યાણ ન કર્યું; હવે દેવ અને પુરુષાર્થ બન્ને શક્તિથી રહિત હું શું કરું? પૂર્વે જે જે નિંદવા લાયક કર્મો કયાં છે તે બધાં યાદ કરતાં જ મારું હૃદય બળે છે. જે દુઃખ એક નિમિષ માત્ર સહ્યું જતું નથી, તે અહીં સાગરેપમ સુધી કેવી રીતે સહન થશે? જેમને અર્થે પાપકર્મ કર્યા તે સેવક, સ્ત્રી, પુત્ર, બાંધે અહીં ક્યાં છે? એ તે ધન હતું ત્યારે વિષય ભેગવવામાં સાથે હતાં. હવે આ દુઃખમાં ક્યાં મળે ? આવાં દુઃખમાંથી બચાવનાર તે એક દયામૂળ ધર્મ છે. એ ધર્મ મેં પાપીએ ઉપાર્જન કર્યો નહીં. પરિગ્રહરૂપ ભૂતના વળગાડને લઈને બેભાન થયેલા મેં એમ જાણ્યું નહીં કે, કાળરૂપ સિંહને પંજે લાગતાં એક ક્ષણમાં મરીને હું નરકે જઈશ.” ઈત્યાદિ મનમાં સંતાપ થવાથી ઘેર દુઃખ ભેગવે છે. પૂર્વભવે અન્ય પ્રાણીઓને કાપીને માંસ ખાધું છે, તેથી તેને તેના શરીરને કાપી કાપીને ખવરાવે છે. પૂર્વે મદિરા પીધી, અભક્ષ્ય ખાધાં છે તેને અનેક નારકી તાંબા કે લેઢાને ગાળેલે રસ સાણસીથી મેં ફાડીને પાય છે. જે
Page #110
--------------------------------------------------------------------------
________________
સંસારભાવના
૮૯ પરસ્ત્રીના લપટી હતા, તેમને વજઅગ્નિમય પૂતળાં બળાત્કારે પકડી ઘણા કાળ સુધી આલિંગન કરે છે. આંખના પલકારા જેટલે કાળ પણ ત્યાં સુખ નથી. જે કદાપિ ક્ષણવાર કઈ ભૂલી જાય, તે દુષ્ટ પરમાધમી અસુર પ્રેરણું કરે છે કે નારકી પરસ્પર પ્રેરણું કરે છે. વધારે શું કહીએ? અસંખ્યાત પ્રકારનાં દુઃખ અસંખ્યાત કાળ પર્યત નરકમાં નારકી ભગવે છે.
સંસારમાં જીવને ઉદ્ધાર કરનાર એક ધર્મ છે, તે ધર્મ સેવ્યો નહીં, તે નરકમાં કેણ રક્ષા કરે? ધન, કુટુંબ આદિક કોઈ જીવની સાથે જતાં નથી. પિતાના શુભાશુભ ભાવથી બાંધેલાં પુણ્ય કે પાપ કર્મ સાથે રહે છે. કામભેગની ઇન્દ્રિય અને જીભ ઇન્દ્રિયના વિષયને લુપી હોય છે તે નરકાદિ ગતિમાં દુઃખને પાત્ર થાય છે. આ પ્રકારે અનેક વાર નરકે જઈને ઘોર દુઃખ ભેગવ્યાં છે. તિર્યંચ ગતિ :
તિર્યંચ ગતિમાં પણ અનંતકાળનું પરિભ્રમણ છે, અને દુઃખને કંઈ પાર નથી; માત્ર દુઃખમય જીવન છે. પૃથ્વીકાય –
' પૃથ્વીકાયમાં આ જીવ ખેદાય છે, બળાય છે, કચરાય છે, એગળાય છે, ફડાય છે, છેદાય છે. એમ અનેક પ્રકારનાં દુઃખ પામે છે. ત્યાં કેણ રક્ષા કરે ? જલકાય –
જલકાયમાં આ જીવ ઊકળાય છે, બળાય છે, મસળાય છે, અન્યમાં મેળવાય છે, પિવાય છે, ઝેર–ક્ષાર કડવાશમાં
વિગત ગી
Page #111
--------------------------------------------------------------------------
________________
૯૦
સમાધિ-સે પાન ભેળવાય છે. તપાવેલી લેઢા વગેરે ધાતુ તથા પથ્થર ઉપર રેડાતાં ઘોર દુઃખને શબ્દો કરતે બળાય છે, પર્વત ઉપરથી પડતાં શિલાપર પછડાય છે, લાકડી વડે કુટાય છે. અંગારા ઉપર રેડાય છે, ઉનાળામાં તપેલી જમીન, ધૂલ, વગેરે ઉપર છંટાય છે. એમ વિવિધ દુખે જીવ સહન કરે છે. પણ કેઈ એની દયા ખાનાર નથી. પૂર્વ ભવમાં દયાધર્મનું પાલન ન કરવાથી આ ભવમાં તેના ઉપર કોઈ દયા કરતું નથી. અગ્નિકાય –
1. અગ્નિકાયમાં પણ આ જીવ દબાતાં, એલાતાં, કુટાતાં, છેદતાં આદિ અનેક ક્રિયા-પ્રકારમાં ઘોર દુઃખથી પીડાય છે. કેણ રક્ષા કરે ? પવનકાય –
વાયુકાયમાં આ જીવ પર્વતનાં કઠણ પડખાં ઉપર નિરંતર પછડાય છે, ચામડાની ધમણથી અગ્નિમાં ધમાય છે, વીંઝણ, પંખા કે વસ્ત્રથી પટકારાય છે, વૃક્ષોને પછાડાથી અથડાય છે, પછડાય છે; એમ દુઃખસમૂહને અનેક પ્રકારે વેદે છે. વનસ્પતિકાય:
સાધારણ વનસ્પતિકાયમાં એકની ઘાત થતાં અનંત જીવોની ઘાત થાય છે. એવી ઘાતથી વારંવાર મરણ ઇત્યાદિક અનેક દુખે જે જીવ ભગવે છે તે તે જ્ઞાની જ જાણે છે. પ્રત્યેક વનસ્પતિકાયમાં પણ આ જીવ કપાય છે, છેદાય છે, છોલાય છે, સમારાય છે, રંધાય છે, ચવાય છે, તળાય છે, ઘી, તેલ, વગેરેમાં છમકારાય-વઘારાય છે, વહેંચાય છે,
Page #112
--------------------------------------------------------------------------
________________
સંસારયાવના ચિરાય છે, વટાય છે, ઘસાય છે, ગળાય છે, નીચેવાય છે, ઘણુમાં પીલાય છે, કચરાય છે. એમ નાના પ્રકારે ઘેર દુઃખ આ જીવ પામે છે.
એકેન્દ્રિયના ભવમાં બોલવાને જીભ નથી, દેખવાને નેત્ર નથી, સાંભળવાને કાન નથી, હાથ, પગ, વગેરે અંગઉપાંગ નથી; ત્યાં કઈ રક્ષક નથી. અસંખ્યાત અનંત કાળ પર્યત ઘેર દુઃખમય એકેન્દ્રિયપણાથી છુટાતું નથી.
મિથ્યાત્વ, અન્યાય, અભક્ષ્ય આદિના પ્રભાવથી જીવન જ્ઞાન આદિ ગુણો નાશ પામે છે. એકેન્દ્રિયમાં અ૮૫ માત્ર પર્યાયજ્ઞાન રહે છે. આત્માને સર્વ પ્રભાવ, શક્તિ, સુખ નાશ પામે છે. ચેતન તે જડ, અચેતન જે થઈ જાય છે, માત્ર અત્યંત અલ્પ જ્ઞાનની સત્તા એક સ્પર્શ ઈદ્રિયદ્વારા વર્તતી હોય છે. તે જ્ઞાનીના જાણવામાં આવે છે. સમસ્ત શક્તિ રહિત, કેવલ દુઃખમય એકેન્દ્રિયના ભવમાં જન્મ-મરણ આદિનાં દુઃખ જીવ ભોગવે છે.
કદાપિ કેઈ ત્રસ (બે દદ્રિય આદિ) ભવ પામે તે વિકલ ચતુષ્ક (બેઇંદ્રિય, ત્રીંદ્રિય, ચતુરિંદ્રિય, મન વગરના પંચેન્દ્રિય) ભવમાં ઘેર દુઃખ ભોગવે છે. લહલહાટ કરતી જીભ ઈદ્રિયને માર્યો, તીવ્ર ભૂખતરસમય વેદનાને માર્યો, જીવ નિરંતર આહાર શેલતે ફરે છે. ઈયળ, કીડી, કીડી પિતાનાં મુખ ફાડી આહાર માટે દોડતાં ફરે છે. માખી, કળિયા, મચ્છર, ડાંસ ભૂખનાં માયાં નિરંતર આહાર શેધતાં ફરે છે, રસમાં પડે છે, પાણીમાં પડે છે; અગ્નિમાં પડીને મરી જાય છે પવનના ઝપાટાથી કે વસ્ત્રની પછાડથી
Page #113
--------------------------------------------------------------------------
________________
સમાધિ-પાન મરી જાય છે, તિર્યંચ, હેર પશુનાં પૂછડાંથી, ખરીથી નાશ પામે છે, મનુષ્યના નખ, હાથપગ આદિ વડે હણાઈ જાય છે, કચરાઈ જાય છે, કપાઈ જાય છે, દબાઈ જાય છે, મલ, કફ આદિમાં પડીને મરી જાય છે. વિકલત્રય (બે, ત્રણ, ચાર ઇદ્રિયવાળાં) ઉપર કેઈ દયા કરતા નથી. ચકલાં, કાગડા ચણું જાય છે ઘોળી, સાપ ઈત્યાદિક ખેળી ખેાળીને મારે છે; પક્ષી મોટી વા જેવી ચાંચ વડે ખાઈ જાય છે, ચીરે છે. અગ્નિમાં અનેક ઘુણ, ઈયળ, મેઢ, વગેરે લાકડાં સાથે બળી જાય છે. કરડે જીવડાં અનાજની સાથે દબાઈ જાય છે, ખંડાઈ જાય છે, ભાડભૂંજાને ત્યાં શેકાઈ જાય છે, રંધાઈ જાય છે. બેર વગેરે ફળમાં, ફૂલેમાં, શાકપાંદડાંમાં અનેક જીવ કપાઈ જાય છે, છોલાઈ જાય છે, કચરાઈ જાય છે, કકડી જાય છે, ચવાઈ જાય છે; કેઈ દયા લાવતું નથી. વળી લીલા, સૂકા મેવાનાં ફળમાં, ઔષધિઓમાં, ફૂલપાન, ડાળી મૂળિયાં, છાલમાં તથા મર્યાદાથી વધારે વખત પડી રહેલી વાસી રઈમાં, દહીં, દૂધ આદિ રસમાં વિકલત્રય કે પંચેન્દ્રિય જીવો ઊપજે છે. તે બધાં ખવાઈ જાય છે, જીવ જંતુ ચણ જાય છે, અગ્નિમાં બળી જાય છે, કેણ દયા કરે?
વિકલત્રયની ઉત્પત્તિ ચોમાસામાં બહુ હોય છે. બધી જમીન જીવડાંથી છવાઈ જાય છે, હેરના પગે, મનુષ્યના પગે, ઘડાની ખરીએ, રથ, બળદ, ગાડાગાડી વડે જીવડાં ચૂંથાઈ જાય છે, કપાઈ જાય છે, કઈ જગાએ તેના પગ કપાઈ જાય છે, ક્યાંક તેનાં માથાં કપાઈ જાય છે, ક્યાંક તેનાં પેટ ફાટી જાય છે, કે દયા કરે? કોઈ જોતાય નથી. કેવી દુઃખદાયી સ્થિતિ ! આ પ્રકારે વિકલત્રય (બે ત્રણ ચાર
Page #114
--------------------------------------------------------------------------
________________
૩
સંસારભાવના ઇદ્રિયવાળા) તિર્યંચે ભિન્ન ભિન્ન પ્રકારનાં દુઃખ વડે મરણ પામે છે. ભૂખ, તરસ, ટાઢ અને તાપની વેદનાથી, વરસાદની, પવનની, ઝાકળની પીડાથી મરણ પામે છે; ઢેફાના પડવાથી, માટી, ઠીકરું, ડાં, લાકડી, મળ, મૂત્ર, ઊકળતું પાણું, અગ્નિ ઇત્યાદિ પડવાથી દબાઈ ચંપાઈને મરી જાય છે. વિક્ષત્રય તરફ કઈ જોતું નથી. વખતે દેખે તેય દયા લાવે નહીં. ઘી, તેલ આદિમાં પડીને, દવા કે દેવતા આદિમાં પડીને મરે છે અને ઘેર દુઃખ ભેગવતાં ફરી ઉત્પન્ન થાય અને ફરી મરે છે. એમ અસંખ્યાત કાળ સુધી દુઃખ ભેગવે છે.
કદાપિ પંચેન્દ્રિય તિર્યંચ (પશુ પક્ષી માછલાં આદિ) થાય છે, તે જલચર છમાં બળવાન નિર્બળને ખાઈ જાય છે, મચ્છીમારની જાળમાં કે કાંટા વડે માછલાં પકડનારાના કાંટામાં ફસાઈને મરે છે. જીવતાં માછલાંને કેટલાક બાફી ખાય છે.
વનચર છ વનમાં સદાય ભયભીત રહે છે. ભૂખ, તરસ, ટાઢ, તાપ, વરસાદ, પવન, કાદવ આદિની ઘેર વેદના સહન કરે છે. ખાવાનું મળવું મુશ્કેલ. ભૂખની ભારે વેદના ભેગવે છે. કદી આહાર મળે તે પાણી ન મળે તેથી તીવ્ર તરસની વેદના ભેગવે છે. શિકારી કે પારધીથી વીંધાઈ કે પકડાઈ મરે છે, દરમાંથી પારધી ખદી છેદીને કાઢે છે અને મારે છે. બળવાન પશુ નિર્બળને ગુફામાં, પર્વતમાં, વૃક્ષમાં, ખાડામાં છાનાંમાનાં સંતાઈ રહ્યાં હોય ત્યાંથી છળકપટથી પકડીને મારે છે. સિંહ, વાઘ, વગેરે પણ સદા ભયભીત રહે
Page #115
--------------------------------------------------------------------------
________________
સમાધિ પાન છે, આહાર મળવાને નિયમ નથી હે, બહુ ભૂખ્યાતરસ્યા પડ્યા રહે છે. કદી કિંચિત્ અલ્પ આહાર બે ત્રણ દિવસે મળે. ના મળે તે ઘેર વેદના ભેગવતાં મરી જાય છે. પારધી, કસાઈ જેવા મનુષ્ય યંત્રથી કે જાળના ઉપાયથી પશુપક્ષીને પકડીને મારી મારીને વેચે છે, ખાય છે. જીવતાં પ્રાણીઓના પગ કાપીને વેચે છે, જીભ કાપી આપે છે, ઇંદ્રિયે કાપીને વેચે છે, પૂછડાં કાપીને વેચે છેમર્મસ્થાન કાપે છે, છેદે છે, તળે છે, રાંધે છે. તે તિર્યંચ ગતિમાં કઈ શરણ નથી; કોઈ ઉપાય નથી. તિર્યામાં માતા પુત્રનું ભક્ષણ કરે છે, તે અન્ય કેણ રક્ષા કરે?
નભચર પક્ષીઓને પણ નિરંતર દુઃખ હોય છે. નિર્બળ પક્ષીઓને બલવાન પક્ષી પકડીને મારે છે. બાજ પક્ષી દિવસે મારી ખાય. વાગેલે, ઘુવડ, ઈત્યાદિ રાત્રે ફરનારાં દુષ્ટ પક્ષીઓ પાસે જઈને તેડી ખાય છે. બિલાડી, કૂતરા પક્ષીઓને છેતરીને મારે છે. પક્ષીઓ ભયભીત થઈને વૃક્ષની છેવાડી ડાળીઓ પકડી રાત ગાળે છે; સૂવાનું, પાથરવાનું, બેસવાનું મળતું નથી, પવનની, પાણીની, વરસાદની, ઝાકળની, ટાઢની ઘર વેદના ભેગવી જોગવીને મરી જાય છે. દુષ્ટ મનુષ્ય પક્ષીઓને પકડી પીંછાં ઉપાડી નાખે છે, ચરે છે, ઊકળતા તેલમાં જીવતાં તળીને ખાય છે, રાંધે છે. જ્યાં જોઈએ ત્યાં તિર્યંને ઘેર દુઃખ છે. એ બધું હિંસાનું ફળ છે. - હાથી, ઘોડા, ઊંટ, બળદ, ગધેડાં, પાડા એ જીવેને પરાધીનતાનાં દુખ કોણ કહી શકે? નાક વીંધીને સાંકળ કે દેરડાની નાથ ઘાલે, પરાધીનપણે બાંધી રાખે, ફાવે ત્યાં
Page #116
--------------------------------------------------------------------------
________________
સસારભાવના
૯૫
ફરવાનું ખાવાનું નહીં. તાપે આંધે, વરસાદમાં બાંધે, ટાઢમાં આંધે; પરવશ પડ્યા શું કરે ? બહુ ભાર ભરે છે, માર માર કરે છે, પરાણાની આર ધાંચે છે, ચામડાના સાટકા વડે વારંવાર માર્ગમાં મારે છે. લાકડી કે સાટીના મર્મસ્થાનમાં ગાદા મારે કે સાળ પડે તેમ ઝાપટે છે. પીઠ ગળી જાય, માંસ કપાઈને ખાડા પડી જાય, ખાંધ ગળી જાય, નાક ગળી જાય, કીડા પડી જાય, પથ્થર, લાકડાં કે ધાતુના કઠોર ભારથી હાડકાંના ચૂરા થઈ જાય, પગ ટૂટી જાય, મહારાગી થઈ જાય, ઉઠાતું ન હોય, વૃદ્ધાવસ્થાથી નિર્મૂળ થઈ જાય, તાય અહુ ભાર લાદે છે; બહુ દૂર લઈ જાય છે. ભૂખની વેદના, તરસની વેદના, રાગની વેદના, તાપની વેદનાની દરકાર કર્યાં વિના મધ્યરાત પછી અહુ ભાર ભરે છે, જે ભાર બીજે દિવસે ત્રીજો પહેાર પૂરા થયે ઉતારે છે. ઘાસ, કાંટા, છોડાંનું, દાણા વિનાનું ગાતું થોડું નીરસ ખાવાનું આપે, તે પણ પૂરું પેટ ભરીને નહીં. પરાધીનતાનું દુઃખ તિર્યંચ જેવું શ્રીજી કઈ ગતિમાં નથી.
નિરંતર બંધનમાં, પાંજરામાં પશુ ઘેર દુઃખ ભાગવે છે. ચંડાળ, કસાઈ, ચમારને ખારણે બાંધ્યા રહે છે, ખાવાને મળતું નથી, પુણ્યવંતને ખારણે બીજા પશુને ખાતાં દેખી મનમાં દુઃખી થાય છે. પારકા ઘાસમાં કે ટોપલામાં મોઢું ઘાલે ત્યાં તે પાંસળામાં ધાક વાગે. મહાન ધાર ભૂખનાં દુ:ખ ભોગવે છે. બળદ, કૂતરાં ઇત્યાદિ પશુઓની આંખ ઉપર, કાનમાં, ઇંદ્રિય, આંચળ આદિ સ્થાનમાં ઘાર વેદના દેનાર જંગાડા, અગાઈ આદિ પેદા થાય છે. તે સર્વે મર્મસ્થાનમાં તીક્ષ્ણ મુખથી લેહી ચૂસે છે, તેની ઘેાર વેદના
Page #117
--------------------------------------------------------------------------
________________
સમાધિ-સાપાન
૬
ભાગવે છે. પાણી અને ઘાસની અછતથી તે ન મળે એવા ઉનાળા કેટલીક ધાર વેદના વેઢતાં પૂરા કરે. જ્યારે શ્રાવણ માસમાં ઘાસ પેદા થાય ત્યારે પાપના ઉદયથી કરાડો ડાંસ, મચ્છર પણ પેદા થઈ જાય છે. તેથી જ્યાં ચરવા જાય ત્યાં ડાંસ–મચ્છરના તીક્ષ્ણ ડંખથી ઊછળતાં ફી ઘાસ તરફ માં પણ કરી શકતાં નથી; એસે કે સુઈ જાય ત્યાં જીવા જંપવા ન દેતાં કરડી કરડી દુઃખ આપે છે. ઊંટ, ઘેાડા, ખળદ ઇત્યાદિ માર્ગમાં ભારના દુઃખથી, વૃદ્ધાવસ્થાથી કે રાગથી થાકી જાય, ચલાય નહીં, પડી જાય, પગ તૂટી જાય, માર ખાવા છતાં ચાલવા સમર્થ ન હોય તે વનમાં, જળમાં, પર્વતમાં જ્યાં ત્યાં તેને પડી રહેવા દઈ ધણી ચાલ્યા જાય છે. નિર્જન જગામાં કે કાદવમાં તે એકલું પડયું રહે છે. ત્યાં કોઈ શરણુ નથી. કોને કહે ? કાણુ પાણી પાય ? ઘાસ કયાંથી આવે ? તાપમાં, કાઢવમાં, ટાઢમાં, વરસાદમાં, પડ્યાં પડ્યાં ધાર ભૂખ, તરસની વેદના ભગવે છે; નિર્મળ જાણી દુષ્ટ પક્ષી લેાઢા જેવી ચાંચેાથી આંખા ખાતરી ખાય છે, મર્મસ્થાનમાંથી અનેક જીવ માંસ કરડી કરડીને ખાઈ જાય છે. નરકના જેવી ઘાર વેદના ભાગવતાં કોઈ દિવસે તડફડાટ કરતાં બહુ આકરાં દુઃખ ભોગવીને મરે છે. અનીતિથી ધન હરી લીધેલું, છળકપટી થઈને દાન લીધેલું, વિશ્વાસઘાત કરેલા, અભક્ષ્ય ભક્ષણ કરેલું, રાત્રે ભાજન કરેલાં, નિર્માલ્ય દેવદ્રવ્ય ખાધેલું, પરના ઉપર આળ મૂકેલું, પેાતાનાં વખાણુ કરેલાં, પારકી નિંદા કરેલી, બીજાનાં છિદ્ર જોયેલાં, પારકા મિષ્ટાન્નની લાલસા રાખેલી, અતિ માયાચાર કરેલા તે બધાનાં આ ફ્ળ તિર્યંચ ગતિમાં જીવ ભાગવે છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
સંસારભાવના
અસંખ્યાત, અનંત ભવ તિર્યંચ ગતિમાં વારંવાર ધારણ કરતાં, માયાચાર આદિ તીવ્ર પાપનાં કારણથી તિર્યંચ કે નરક ગતિનાં કારણરૂપ નવાં કર્મ બાંધતાં અનંતકાળ વિતાવે છે. આ બધું મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન અને મિથ્યા આચરણનું ફળ છે. મનુષ્યગતિ :
મનુષ્યગતિમાં પણ કઈ તે ઢેર પશુ જેવા જ્ઞાન રહિત છે. કેટલાકના માતા પિતા જન્મ આપીને મરી જાય છે, પછી તે બીજાને ખાતાં વધેલી એંઠ વગેરે ખાઈને, ભૂખ તરસની પીડા સહન કરીને, પારકા ઠપકા, તિરસ્કાર ખમતાં ઊછરે છે. બીજાની ચાકરી કરે છે, ઢેર પશુની પેઠે ભારે બેજા વહે છે. એક શેર અનાજથી પેટ ભરવા માટે એક બાજે માથા ઉપર, એક બેજે પીઠ ઉપર, એક બે હાથમાં બાર ગાઉ સુધી લઈને ચાલે છે; અનાજ, ઘીને, તેલને, મીઠાને કે ધાતુને આકરે ભાર વહે છે. કોઈ આખો દિવસ પણ ભર્યા કરે છે. કેઈ રાતદિવસ પરદેશમાં ફર્યા કરે છે. કેઈ વીસ કે ત્રીસ ગાઉ પેટ ભરવા માટે રેજ દોડે છે. કેઈ પથ્થરને, કઈ માટીને ભાર નિરંતર વહે છે. કેઈ નોકરીમાં પરાધીન થઈને મનુષ્યભવ ગુમાવે છે. કોઈ લુહાર થઈ લેટું ઘડીને પેટ ભરે છે. કોઈ લાકડાં કાપે છે, વહેરે છે, ફડે છે, ઘડે છે ત્યારે અન્ન મળે છે. કોઈ વસ્ત્ર ધવે છે, રંગે છે, છાપે છે, સીવે છે, ગૂંથે છે, તૂણે છે, વણે છે કઈ માટીનાં વાસણ ઘડે છે, કઈ ધાતુનાં વાસણ ઘડે છે, કોઈ ઘરેણાં ઘડે છે. કેઈ ઢેર પશુની સેવા કરે
Page #119
--------------------------------------------------------------------------
________________
સમાધિÀાપાન
૯૮
છે, પાળે છે તેય પૂરતું પેટ ભરાતું નથી. કોઈ ઘાસના ભારા કે લાકડાંના ભારા વહીને જન્મારા પૂરા કરે છે. કોઈ મળમૂત્ર સાફ કરે છે, મળમૂત્રના ભાર વહે છે. કોઈ ચામડાં ઉતારે છે, સાફ કરે છે. કોઈ પીલે છે, કાઈ ઢળે છે, કાઈ ખાંડે છે, કોઈ રાંધે છે, કોઈ અગ્નિસંસ્કાર કરે છે (મડદાં ખળે છે. ) કોઈ ભાડભૂજા છે. કોઇ ભિયારા છે. કાઈ ઘી, તેલ, મીઠા આદિ વડે આજીવિકા ચલાવે છે. કોઈ ટ્વીન થઈને ઘેર ઘેર માગે છે, કોઈ ટૂંક થઈને ક્રૂ છે, કોઈ રડે છે. એમ અનેક કર્મને વશ થઈને, આત્માને ભૂલીને મનુષ્યભવ વૃથા ગુમાવે છે.
કાઇ ચારી કરે છે, કોઈ છળકપટ કરે છે, કોઈ જૂઠું ખેલે છે, કોઈ વ્યભિચાર સેવે છે, કોઈ ચાડી ખાય છે, કાઈ છાપા મારે છે, કોઈ માર્ગમાં લૂંટે છે, કોઇ લડાઈમાં જાય છે, કોઈ સમુદ્રમાં નાવ ચલાવે છે, કેાઈ ગાઢ જંગલમાં પ્રવેશ કરે છે, કઈ નદી ઊતરે છે, કોઇ કૂવે કેસ જોડે છે, કોઈ ખેતી કરે છે, કેાઈ વાવે છે, કોઈ લણે છે. કોઈ લાભ અને અભિમાનને વશ થઈને હિંસા કરે છે; હિંસા થાય તેવા વેપાર કરે છે. કોઈ નામું લખે છે, કોઈ ચિત્ર કાઢે છે, કોઈ ઇંટા, પકવે છે, કઈ ઘર ચણે છે, કોઈ જુગાર રમે છે, કોઈ વેશ્યાગમન કરે છે, કોઈ દારૂ પીધા કરે છે. કોઈ રાજ્યની સેવા કરે છે, કોઈ નીચ માણસાની સેવા કરે છે, કોઈ ગાવા, મજાવવાની વિદ્યાથી આજીવિકા ચલાવે છે, કોઈ નાચે છે.આમ કર્મને આધીન અનેક પ્રકારના ક્લેશવડે મનુષ્યપણું વિતાવે છે. પુણ્યપાપને
ચૂના
Page #120
--------------------------------------------------------------------------
________________
સસારભાવના
૯૯
આધીન થઈને ભિન્ન ભિન્ન મનુષ્યા ભિન્ન ભિન્ન પ્રકારનાં કર્મ ગ્રહણ કરીને ભિન્ન ભિન્ન ફળ ભોગવતા દેખાય છે.
કોઇ અનાજ વેચે છે, કોઈ ગોળ, ખાંડ, ઘી, તેલ, આકિ વડે આજીવિકા ચલાવે છે. કેાઈ વસ્ત્રોના, કાઇ સેાના રૂપાના, કોઇ હીરા, મેાતી, મણિ, માણેક ઇત્યાદિના વેપાર કરીને આજીવિકા ચલાવે છે. કોઇ લાઢા, પિત્તળ ઇત્યાદિ ધાતુના વેપારથી, કોઈ લાકડાં પથ્થરના વેપારથી, કોઈ મેવા, મીઠાઈ, પૂડા, ઘેબર, લાડુ આદિના વેપારથી, કોઈ શાક વગેરેના વ્યાપારથી, કોઈ અનેક ઔષધ ઇત્યાદિના વેપારથી કર્મને આધીન અનેક પ્રકારે આજીવિકા ચલાવે છે. કોઇ વેપારી છે, કોઈ ગુમાસ્તા છે, કઈ દલાલ છે; કોઈ ઉદ્યમી છે, કોઈ નિરુદ્યમી આળસુ છે, કઈ મનગમતાં કપડાં ઘરેણાં પહેરે છે, કોઈ કષ્ટથી પેટ ભરાય તેટલું ખાવાનું પામે છે, કોઈ વગર મહેનતે સુખે ભાજન કરે છે. કોઇ ભિખારી ભીખ માગીને ખાય છે, કઈ પૂજ્ય ગુરુ બનીને ખાય છે; કોઈ રંક દીન થઈને ખાય છે. કાઈ અનેક પ્રકારનાં સ્વાદિષ્ટ ભાજન ખાય છે, કોઈ નીરસ ભાજન કરે છે; કોઈ પેટ ભરીને ઘણી વાર દિવસમાં ખાય છે, કોઈને લૂખા ખાકળાનું નીરસ ભોજન પણ અડધું પેટ ભરાય તેટલું જ મળે છે. કોઈને એક દિવસને આંતરે આહાર મળે છે; કોઈને એ ત્રણ દિવસે પણ ભાગ્યે મળે છે. ખાવાપીવાનું નહીં મળવાથી ભૂખતરસની વેદનાથી કોઈનું મરણ થાય છે. કોઈ ક્રખાનામાં પરવશ પડ્યા પડ્યા ઘેર વેદના સહન કરે છે. કોઈ પોતાનાં સગાંવહાલાંના વિયાગરૂપ અગ્નિથી ખળે છે, કોઈ રાગથી થયેલી ઘેાર વેદના આખા જન્મારા ભાગવીને
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૦
સમાધિ-સે પાન આર્તધ્યાનથી મરે છે, કે તાવ, શ્વાસ, ખાંસી, ઝાડા, વાયુ, પિત્ત, પેટનાં દુઃખ, જળદર, કઠોદર આદિની ઘેર વેદના ભેગવે છે. કાનમાં સણકા, દાંતમાં સણકા, નેત્ર શૂળ, મસ્તક શૂળ તથા પેટમાં શુળ આવવાથી ઘર વેદના ભેગવી કઈ મરી જાય છે. કોઈ જન્મથી આંધળા, બહેરા, બબડા, લૂલા, પૂંઠા, અપંગ થઈને જન્મારે પૂરે કરે છે. કેઈ ડાં વર્ષ પછી આંધળા, બહેરા, મૂંગા, પાંગળા થઈ પરાધીન થઈ માનસિક અને શારીરિક ઘેર દુઃખ ભેગવે છે. કેઈને લેહીવિકારથી ખસ, ખરજવું, દરાજ, કઠ આદિ થઈ આંગળી, હાથ, નાક, પગ વગેરે ગળી જાય છે. કર્મને ઉદયની ગતિ ગહન છે.
કોઈ અંતરાય કર્મના ઉદયથી નિર્ધન થઈને અનેક દર ભગવે છે. કોઈનું કદી પેટ ભરાય, કદી ન ભરાય, કેઈને નીરસ, વાસી, એંઠું, નીચે પડી ગયેલું એવું ભેજન પણ ઘણું કષ્ટ મળે છે; કેઈને ઘણુ તિરસ્કાર સહન કરવા પડે છે. કેઈને રહેવાને ઘર જૂનું થઈ ગયેલું હોય છે, છાપરા ઉપર નાખેલાં ઘાસ, પાંદડાંની પણ પૂરી છાયા પડતી નથી. કેઈને ઘરની ઘણું સંકડાશ હોય છે તેમાં વળી વીંછી, સાપ, ઉંદર વગેરેનાં ચારે બાજુ દર હોય છે, મહા દુર્ગધ આવતી હોય છે. ચંડાળ, ચમારના ઘર પાસે રહેવાનું હોય છે. કેઈને ખાવાનું પાશેર અનાજ પણ ન હોવાથી પિટ પૂરું ભરાય નહીં. કોઈને કલહ કરનારી, કાળી, કડવાં વચન કહેનારી, ભયંકર કદરૂપી, ડરાવનારી, પાપિણી સ્ત્રી મળી હોય છે. કોઈને રેગી, ભૂખથી રડતાં, કદરૂપાં અનેક છોકરાછોકરીઓ પાપના ઉદયે મળ્યાં હોય છે. કોઈને વ્યસની,
Page #122
--------------------------------------------------------------------------
________________
સંસારભાવના
૧૦૧ દુષ્ટ, મહાપાપી છોકરે હોય છે. કોઈને વેરી કરતાં વધારે દુષ્ટ ભાઈ હોય છે. કોઈને પાડોશી પણ દુષ્ટ, અન્યાયમાગી, બળવાન, પાપી, દુરાચારી, વ્યસની મળે હોય છે. કોઈને લેબી, દુષ્ટ, અવગુણગ્રાહી, કૃપણ, કોબી, મૂર્ખ શેઠની નોકરી મળી હોય છે. કોઈને કૃતઘી, દુષ્ટ, છિદ્ર શોધનારે, બળવાન નેકર મળે છે. એ સર્વ મહા કલેશકારી પાપના ઉદયથી આ સંસારમાં બને છે.
ધર્મ રહિત, અન્યાયમાગ, કૂર રાજાના રાજ્યમાં વસવું, દુષ્ટ મંત્રી, પ્રધાન, કોટવાળને વેગ મળ, કલંક લાગવું, અપયશ થવે, ધનને નાશ થે, એ બધું પંચમકાળમાં મનુષ્યને અનેક પ્રકારે બને છે. પૂર્વ જન્મમાં મિથ્યાવૃષ્ટિ, વ્રત–સંયમ રહિત હોવાથી ભરતક્ષેત્રમાં પંચમકાળમાં મનુષ્ય થાય છે. જે કોઈ મિથ્યાધમીએ પૂર્વે કુતપ, કુદાન, મંદ કષાય કર્યા હોય તે રાજ્ય, ઐશ્વર્ય, ધન, ભેગ, સંપદા, નરેગતા પામી, અલ્પ આયુષ્ય આદિ ભેગવી, પાપ ઉપાર્જન કરાવનારાં અન્યાય, અભક્ષ્ય–ભક્ષણ, મિથ્યામાર્ગ આદિમાં પ્રવર્તન કરીને સંસાર–પરિભ્રમણ કરે છે. કોઈ વિરલા પુરુષ અહીં સમ્યફદર્શન, સંયમ, વ્રત ધારણ કરે છે. તે મંદ કષાયી આત્મનિંદા, ગહ સહિત જન્મ સફળ કરીને સ્વર્ગમાં મહદ્ધિક દેવ થાય છે.
કોઈ પૂર્વ જન્મમાં મંદ કષાય, ઉજલ દાન કરનાર અહીં પુણ્ય સહિત જમે છે. તેમને પણ ઈષ્ટને વિયેગ, અનિષ્ટને સંગ થાય છે. સંસાર દુઃખ સ્વભાવવાળે છે, ભરત ચક્રવર્તાના નાના ભાઈ બાહુબલીએ બળને મદ કરીને
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૨
સમાધિ-પાન ચકવર્તીનું માન ભંગ કર્યું. ન્યાયમાર્ગથી જોઈએ તે મેટા ભાઈ પિતા સમાન હવાથી નમવા યોગ્ય હતા, ચક્રવતી અને કુળમાં મેટા હતા, છતાં તેની મહત્તા નાના ભાઈથી દેખી શકાઈ નહીં. ભરતે ભારે અંતરની મમતાથી સાથે રહી ભેગું રાજ્ય ભેગવવા લાગ્યા. પરંતુ ભાઈની અદેખાઈ કરી અપમાન કર્યું, તે બીજાની શી વાત કરવી ?
કોઈને સ્ત્રી નથી તેથી તેની તૃષ્ણાને લીધે સ્ત્રી વિના પિતાનું જીવન નકામું માની દુઃખી થાય છે. કોઈને સ્ત્રી છે, પણ તે દુષ્ટ છે, વ્યભિચારિણી છે, કલહ કરનારી છે, મર્મભેદક વચન બેલનારી છે, ચેરી કરનારી છે, તથા રંગને લીધે નિરંતર સંતાપ આપનારી છે તેથી તે મહા દુઃખી છે. કોઈને આજ્ઞા પ્રમાણે વર્તનારી, પતિને પ્રસન્ન કરનારી સ્ત્રી હેય તે મરી જાય ત્યારે તેના વિયાગનું મહા દુઃખ થાય છે. કેટલાકને તેના વિયેગનું મહા દુઃખ થાય છે, કેટલાકને વૃદ્ધ અવસ્થામાં, નિર્ધનતામાં સ્ત્રીનું મરણ થઈ જાય ત્યારે નાનાં બાળકોને માતાથી વિખૂટાં પડેલાં જેઈને ઘણે સંતાપ થાય છે. કેટલાક વૃદ્ધ અવસ્થામાં પોતાના વિવાહની ઈચ્છા રાખે છે, પણ કન્યા મળે નહીં તેથી દુઃખી થાય છે.
કોઈ પુત્ર રહિત હેવાથી દુઃખી છે, કોઈ કુપુત્ર નીકળવાથી દુઃખી છે; કોઈને યશવાન સુપુત્ર છે, પણ તે પુત્ર મરણ પામતાં તેના વિશે મહા દુઃખી થાય છે. કેટલાક ઘેરી સમાન મારનાર, કુવચન બેલનાર ભાઈથી દુઃખી છે. કોઈ મહા રોગ અને નિર્ધનતાનાં દુઃખે દુઃખી છે. કોઈ બહુ દીકરીઓ હોવાથી અને તેને પરણાવવા આદિ
હોવાથી
સ, મરી
Page #124
--------------------------------------------------------------------------
________________
સંસારભાવના
૧૦૩ માટે પૂરતું ધન ન હોવાથી મહા દુઃખી છે. કેઈ વરગ્ય મેટી પુત્રીને વરને વેગ મળતું ન હોવાથી મહા દુઃખી છે. કોઈને કન્યા આંધળી, લૂલી, બબડી, ગાંડી, અપંગ અને કદરૂપી હેવાથી મહાદુઃખ છે. પુત્રીને વિવાહ, કુબુદ્ધિ, વ્યસની, નિર્ધન, રેગી, પાપી વર સાથે થવાથી કે પુત્રી નાની ઉંમરમાં વિધવા થવાથી કે પુત્રી નિર્ધન, દુઃખી થવાથી કોઈ મહાદુઃખી થાય છે. કોઈને પુત્રી વ્યભિચારિણી થવાથી મરણથી પણ અધિક દુઃખ થાય છે. કોઈને પરણાવેલી પુત્રી મરી જવાથી દુઃખ થાય છે. કોઈને માતા-પિતાના વિયેગનું દુઃખ થાય છે. કોઈને પિતા કોઈ જોરાવર, નિર્દયી માણસનું દેવું મૂકતા જાય તેનું દુઃખ હોય છે, કારણ કે દેવા જેવું દુઃખ નથી. કોઈને પિતા દેવું કરતા જાય તેનું દુઃખ; માતા, બહેન વ્યભિચારિણી દુષ્ટ હોય તેનું મહા દુઃખ; કોઈ પરાણે એમનું હરણ કરી જાય, લઈને નાસી જાય તેનું મહા દુઃખ; પિતાની પ્રજાને કોઈ ચેર લઈ જાય કે મારી જાય તેનું ઘર દુઃખ; દુષ્ટ માણસેના સમાગમનું દુઃખ; દુષ્ટ અન્યાયી અધમી ભાગીઓ વેપારમાં હોય તેનું મહાદુઃખ, દુષ્ટ અન્યાયીના હાથ નીચે નોકરી કરવાની હોય તેનું દુઃખ; મનુષ્ય ભવમાં ધનવાન થઈને નિર્ધન થઈ ગયાનું દુઃખ; માનભંગનું તથા પિતાને મિત્ર થઈને પછી છિદ્રો પ્રગટ કરનાર, જૂઠાં આળ મૂકનાર શત્રુ થાય તેનું ભારે દુઃખ છે.
આ સંસાર–વાસ સર્વ પ્રકારે દુઃખરૂપ જ છે. રાજાને રંક થઈ જાય છે, રંકને રાજા થઈ જાય છે, ઈત્યાદિ મનુષ્ય ભવમાં ઘણું દુઃખ છે. .
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૪
સમાધિ-પાન દેવગતિ :- દેવગતિ મળે તે ત્યાં પણ માનસિક દુઃખ હોય છે. જે કે દેવને ગરીબાઈ નથી હોતી; જરા, રેગ, શ્ધા, તૃષા, મારણ–તાડનની વેદના નથી હોતી, તથાપિ વિશેષ અદ્ધિધારક દેવેને દેખી પિતાને નીચે માની માનસિક દુઃખ પામે છે. કેઈ ઈષ્ટ દેવ કે દેવાંગનાને વિયાગ થવાથી દુઃખ પામે છે, જો કે દેવાંગના આદિ કઈ મરણ પામે તેની જગાએ શરીર, રૂપ, ત્રાદ્ધિ આદિ ધારક તેવી ને તેવી જ અન્ય ઊપજે છે, તે પણ એ જીવન વિયેગનું દુઃખ ઊપજે છે. પુણ્યહીન દેવ, ઇંદ્ર આદિ મહદ્ધિક દેવની સભામાં પ્રવેશ કરી શકતા નથી તેનું તેને મહા માનસિક દુઃખ લાગે છે. આયુષ્ય પૂર્ણ થવાનું હોય ત્યારે દેવલેકમાંથી પિતાનું પતન થશે એમ દેખે છે, ત્યારે જે દુઃખ તેને થાય છે તે ભગવાન કેવળી જ જાણે છે. આ સંસારમાં સ્વર્ગને મહદ્ધિક દેવ મરીને એકેન્દ્રિયમાં આવીને ઊપજે છે, કે મળમૂત્રથી ભરેલા ગર્ભમાં રુધિર માસમાં આવીને અવતરે છે.
ભગવાન
માં આવી અને
આ સંસારમાં પરિભ્રમણ કરતાં પાપ પુણ્યના પ્રભાવ વડે શ્વાન આદિ તિર્યંચ દેવ થાય છે; બ્રાહ્મણ મરીને ચંડાળ થાય છે, હેર, પશુ થઈ જાય છે. કર્મને આધીન જીવ ચારે ગતિમાં પરિભ્રમણ કરે છે. સંસારમાં રાજાને રંક થઈ જાય છે, શેઠને નેકર થાય છે, નેકરને શેઠ થઈ જાય છે. પિતા હોય તે જ પુત્ર થઈ જાય છે, પુત્રને પિતા થઈ જાય છે, પિતા-પુત્ર જ મા થઈ, સ્ત્રી થઈ જાય, બહેન થઈ જાય, દાસ-દાસી થઈ જાય; દાસી–દાસ જ માતા-પિતા થઈ
Page #126
--------------------------------------------------------------------------
________________
સરસારભાવના
૧૦૫ જાય. પિતે જ પિતાનો પુત્ર થઈ જાય એમ બને છે.
દેવતા હોય તે તિર્યંચ થઈ જાય, ધનવાન નિર્ધન થાય, નિર્ધન ધનવાન થાય. રેગી, દરિદ્રી હોય તે દિવ્ય રૂપવાળો થઈ જાય, દિવ્ય રૂપવાળો મહાકદરૂપ, દેખ ગમે નહીં તે થઈ જાય છે.
શરીર ધરવું પડે એ પણ મેટો બોજે છે; ભારને વહી જનાર પુરુષ તે કઈ સ્થાનમાં ભાર ઉતારી વિસામે લે છે, પરંતુ દેહને ધરનાર પુરુષને ક્યાંય વિસામો મળતે નથી. ઔદારિક કે વૈકિયિકને ક્ષણમાત્ર ભાર ઊતરે તે પણ ત્યાં આત્માએ એનાથી અનંત ગણ પરમાણુવાળાં તેજસકાર્પણ શરીરને ભાર તે ધારણ કરે જ છે. તેજસકાર્પણ કેવાં છે? આત્માના અનંતજ્ઞાન, દર્શન, વીર્યને દબાવી રાખનાર છે, કેવળજ્ઞાન તથા અનંતસુખ, અનંતશક્તિને અભાવતુલ્ય કરનાર છે. જેવી રીતે વનમાં આંધળો માણસ ભટકે છે, તેવી રીતે મેહને લીધે અંધ થયેલે જીવ ચારે ગતિમાં ભમે છે. સંસારી જીવ રેગ, ગરીબાઈ, વિયાગ આદિનાં દુઃખે દુઃખી થઈને, ધન ઉપજાવી દુઃખ દૂર કરવા મેહથી અંધ થઈને વિપરીત ઉપાય કરે છે. સુખી થવા અભક્ષ્ય ભક્ષણ કરે છે, છળકપટ કરે છે, હિંસા કરે છે. ધનને માટે ચેરી કરે છે, રસ્તામાં લૂંટી લે છે પરંતુ તે પુણ્યહીનના હાથમાં ધન આવતું નથી. સુખ તે પાંચ પાપ (હિંસા, જૂઠ, ચેરી, મૈથુન, પરિગ્રહ) ના ત્યાગથી થાય છે. મિથ્યાત્વી પાંચ પાપવડે પિતાના ધનની વૃદ્ધિ, કુટુંબની વૃદ્ધિ, સુખની વૃદ્ધિ ઈચ્છે છે. ઇન્દ્રિયના વિષયની પ્રાપ્તિ
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૬
સમાધિ-સાપાત
થાય તેને સુખ માને છે. પણ તે તે મેહને લઈને થયેલા અંધાપા છે, જે સંસારી જીવાને અહીં જ દુઃખ દેખીએ છીએ તે દુ:ખા, જીવાને મારવાથી, અસત્યથી, ચારીથી, કુશીલથી, પરિગ્રહની લાલસાથી, ક્રોધથી, અભિમાનથી, છળકપટથી, લાભથી, અન્યાયથી થયેલાં દેખીએ છીએ. દુઃખી થવાના બીજો માર્ગ નથી. આમ પ્રત્યક્ષ દેખતાં છતાં પાપમાં રાચે છે. આ વિપરીત માર્ગે જ અનંત દુઃખમય સંસારનું કારણુ છે. દુ:ખાથી દુઃખ જ ઊપજે. અગ્નિથી અગ્નિ જ ઊપજે. આ પ્રકારે સંસારનું યથાર્થ સ્વરૂપ વારંવાર ચિંતવન, અનુભાવન કરે, તેને સંસાર પ્રત્યે અભાવ કે ઉદ્વેગ રહે અને વૈરાગ્ય થાય, તેા સંસાર પરિભ્રમણ દૂર કરવાના ઉદ્યમમાં કાળજી રાખે.
૪. એકત્વભાવના :
હે ભવ્ય ! પોતાના સ્વરૂપની પ્રાપ્તિને માટે એકત્વ ભાવનાનું ચિંતવન કરો. આ જીવ કુટુંબ, સ્ત્રી, પુત્રાદિકને અર્થે, શરીર સાચવવાને અર્થે કે પેાતાના દેહને બચાવવા અર્થે બહુ પાપ, બહુ પરિગ્રહની લાલસા, અન્યાય, અભક્ષ્ય ભક્ષણ આદિ કરે છે. તેનું ફળ ધાર દુઃખ, નરક આદિ ગતિમાં એકલા પાતે ભાગવે છે. જે કુટુંબને અર્થે કે પેાતાના દેહને અર્થે પાપ કરે છે, તે બધા સંયેાગ તા મળીને ભસ્મ થઈ ઊડી જશે. કુટુંબ કયાં મળશે ? પાતાનાં કરેલાં કર્મના ઉદયે પ્રાપ્ત રાગાદિ દુઃખ અને વિયેાગ ભાગવતા જીવને સમસ્ત મિત્ર, કુટુંબ આફ્રિ પ્રત્યક્ષ નજરે દેખતાં છતાં તેઓ જરાય દુઃખ દૂર કરી શકતાં નથી, તેા નરક
Page #128
--------------------------------------------------------------------------
________________
એકવભાવના
૧૦૭ આદિ કુગતિમાં કોણ મદદ કરશે ? એકલે પિતે જ ભગવશે. આયુષ્ય પૂરું થતાં એકલે મરે છે; મરણથી બચાવવા કોઈ બીજે સમર્થ નથી. અશુભ પાપનું ફળ ભેગવતાં કોઈ દુઃખમાં ભાગ પડાવે તેવું નથી. પરલોક જતી વખતે સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન, દેહ, પરિગ્રહાદિ કોઈ સાથે જતું નથી. કર્મ
એકલા આત્માને લઈ જાય છે. આ લેકમાં જે બાંધવ, મિત્ર આદિ છે તે પરલેકમાં બાંધવ મિત્રાદિ નહીં થાય. જે ધન, શરીર, પરિગ્રહ, રાજ્ય, નગર, મહેલ, પલંગ, આભરણ, નેકર આદિ સામગ્રી અહીં છે, તે પરલેક સાથે જશે નહીં. આ દેહના સંબંધીઓ આ દેહને નાશ થતાં સંબંધ છેડી દેશે. પિતાનાં કરેલાં કર્મ પિતાને જ પરાધીનપણે ભેગવવા પડશે. જીવ એકલે જ જશે. માટે સંબંધીઓમાં મમતા કરીને પરલેક બગાડે એ મહા અનર્થ છે.
સમ્યકત્વ, વ્રત, સંયમ, દાન, ભાવના આદિ વડે જે ધર્મ આ જીવે અહીં ઉપાર્જન કર્યો હશે, તે જ માત્ર આ જીવને સહાય કરનાર છે. એક ધર્મ વિના કેઈ સહાય કરનાર નથી. પિતે એકલે જ છે. ધર્મના પ્રતાપે જીવ સ્વર્ગલેકમાં ઈન્દ્રપણું, મહદ્ધિકપણું પામીને તીર્થંકર, ચકવતી, મંડળેશ્વર થઈ ઉત્તમ રૂપ, બળ, વિદ્યા, સંહનન, જાતિ, કુલ, જગપૂજ્યપણું પામીને મોક્ષે જાય છે.
જેવી રીતે કેદખાનામાં પુરાયેલા કેદીને કેદખાના ઉપર રાગ નથી, તેવી રીતે સમ્યફષ્ટિ જ્ઞાની પુરુષને દેહરૂપી કેદખાના ઉપર રાગ નથી. ધન, કુટુંબ, અભિમાન આદિ ઘેર બંધનમાં પરાધીન થઈને, જીવ દુઃખ ભેગવે છે.
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૦૮
સમાધિ-મેપાન
પેાતાનું એકત્વ સ્વરૂપ ભૂલી પરદ્રવ્ય, દેહ, પરિગ્રહ આદિમાં આત્મબુદ્ધિ કરી અનંતકાળ ભમે છે. એકલા પર ભવમાંથી આવી, યાનિસ્થાનમાં જન્મ ધારણ કર્યાં, કર્મ વિના બીજું કંઈ સાથે આવ્યું નથી. પાપ અને પુણ્યરૂપી કર્મ રાજા કે રંક, નીચ કે ઉચ્ચને ત્યાં ગર્ભ આદિ સ્થાનમાં લઈ જઈ ઉપજાવે છે; આયુષ્ય પૂરું થયે સર્વ કુટુંબ આદિને છોડીને પરલેાક પ્રત્યે જીવ એકલા જશે, ફરી પાછું આવવાનું જ નહીં. ગર્ભમાં વસવાનાં દુઃખ, જન્મ વખતે યોનિમાં સંકોચાવાનું દુઃખ, રોગવાળા શરીરનું દુઃખ, ગરીબાઈનું દુઃખ, વિયેાગનું મહાદુઃખ, ભૂખ-તરસ આદિ વેદનાનું દુઃખ, અનિષ્ટ-દુષ્ટના સંગનું દુઃખ આ જીવ એકલા જ ભોગવે છે.
સ્વર્ગના અસંખ્યાત કાળ સુધીનાં મહાસુખ, અપ્સરાએના સંગમ, અસંખ્યાત દેવે ઉપર સ્વામીપણું, હજાર ઋદ્ધિએ આદિકનું સામર્થ્યપણું પુણ્યના ઉદયથી એકલેા જીવ ભાગવે છે. પાપના ઉદ્દયથી નરકમાં તાડનનાં, મારણનાં, છેદનનાં, ભેદનનાં, ફૂલી-આરહણનાં, કુંભી–પાચનનાં, વૈતરણીમાં ડૂબવાનાં, ક્ષેત્રથી ઊપજતાં, શરીરથી થતાં, મનમાં થતાં તથા પરસ્પર સામસામે ઉપજાવેલાં ઘેર દુઃખ એકલા જીવ ભાગવે છે.
તિર્યંચ-પશુને પરાધીનપણે બાંધી રાખે, ભાર ાજો લાદે, કુવચન કહે, મર્મસ્થાનમાં અનેક પ્રકારે મારે, ઘણા વખત સુધી બહુ દૂર ચલાવે. ભૂખ, તરસ, રાગનાં જુદાં જુદાં દુઃખ, ટાઢ, તાપ, પવન, તડકો, વરસાદ, ઝાકળ વગેરેનાં ઘેાર દુઃખ આપે, નાકમાં દોરડાની નાથ ઘાલી નાથે, ખાંધી
Page #130
--------------------------------------------------------------------------
________________
અન્યત્વભાવના
૧૦૮ ઘસડે, ઉપર બેસે, વગેરેથી ઉત્પન્ન થતાં દુઃખ પાપના ઉદયે એકલે જીવ ભેગવે છે. કોઈ મિત્ર, પુત્ર આદિ મદદ કરનાર સાથે રહેતું નથી. એક ધર્મ જ સહાય કરનાર છે. આ પ્રકારે એકત્વભાવના ભાવવાથી સ્વજનમાં પ્રીતિ ઘટે છે અને અન્ય પરજન પ્રત્યે દ્વેષનો અભાવ થાય છે. પછી તે પિતાના આત્માને શુદ્ધ કરવા જ પ્રયત્ન કરે છે. ૫. અન્યત્વભાવના :– - હે આત્મન ! આ સંસારમાં સ્ત્રી, પુત્ર, ધન, શરીર, રાજ્ય, ભેગાદિ જે જે તારા સંબંધ છે તે તે બધા સંબંધ તારા સ્વરૂપથી અન્ય છે, ભિન્ન છે. તેના શેચ, વિચારમાં લાગી રહ્યો છે? અનંતાનંત જીવોને અને અનંત પુદ્ગલેને. સંબંધ તારી સાથે અનંતવાર થઈ થઈને છૂટી ગયું છે.
અજ્ઞાની સંસારી જીવ પિતાનાથી અન્ય જે સ્ત્રી, પુત્ર, મિત્ર, શત્રુ, ધન, કુટુંબાદિક તેના સંગ-વિયોગ, સુખ-દુઃખ આદિનું ચિંતવન કરીને કાળ ગુમાવે છે. મરણ નજીક આવતું જાય છે તેને અથવા નરક તિર્યંચાદિ ગતિમાં જવું પડશે, તેને વિચાર કે ચિતવન કરતું નથી. સમયે સમયે આ મનુષ્યનું આયુષ્ય વહી જાય છે. તેમાં જે મેં મારું હિત સાધ્યું નહીં, પાપથી પાછો ફર્યો નહીં તથા કુગતિનાં કારણ રાગ, દ્વેષ, મેહ, કામ, ક્રોધ, લેભ આદિરૂપ મહાઠગથી આત્માનું રક્ષણ આ ભવમાં કર્યું નહીં, તે તિર્યંચ કે નરક ગતિમાં અજ્ઞાની પરાધીન થયા પછી શું કરીશ? આ પંચપરિવર્તનરૂપ સંસારમાં અનંતાનંત કાળથી પરિભ્રમણ કરતા એવા આ જીવનું પિતાનું કઈ સગું નથી. આ સ્વામી,
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૦
સમાધિ-પાન સેવક, પુત્ર, સ્ત્રી, મિત્ર, બાંધવોને જે પિતાનાં માને છો તે મિથ્યા મોહને મહિમા છે, તેને જ મિથ્યાત્વ કહીએ છીએ.
આ બધા સંબંધ કર્મથી થયેલા ચેડા કાળના છે, અચાનક તેને વિયેગ થશે. આ બધા સંબંધ વિષય, કષાયને પિષનારા, અને સ્વરૂપને ભુલાવનારા છે. સંસારમાં સમસ્ત જેની સાથે શત્રુ-મિત્રપણું અનેક વાર થયું છે. ભવિષ્યમાં, પદ્રવ્યના સંબંધમાં આત્મબુદ્ધિ કરી બેગ ભેગવશે ત્યાં સુધી રાગદ્વેષબુદ્ધિથી શત્રુ-મિત્રબુદ્ધિ કરીને એકેન્દ્રિયપણે જ્ઞાન, પિછાન, વિચાર રહિત અજ્ઞાની થઈને અનંતકાળ ભ્રમણ કરશે.
જેવી રીતે અનેક દેશોમાંથી આવેલા ભિન્ન ભિન્ન અનેક મુસાફરો રાત્રે એક ધર્મશાળામાં વસે છે અથવા તે એક વૃક્ષ ઉપર અનેક દિશાએથી આવીને અનેક પક્ષીઓ રાત રહે છે અને સવાર થયે જુદા જુદા માર્ગ ભિન્ન ભિન્ન દેશમાં ઊડી જાય છે, તેવી રીતે સ્ત્રી, પુત્ર, મિત્ર, બાંધવ આદિક ભિન્ન ભિન્ન ગતિમાંથી પાપ પુણ્ય બાંધીને આવેલાં કુળરૂપ સ્થાનમાં ભેળાં થયાં છે. આયુષ્ય પૂરું થયે પુણ્ય પાપ પ્રમાણે નરક, તિર્યંચ, મનુષ્યાદિ અનેક ભેદરૂપ ગતિ પામશે. કોઈ કોઈનું નથી. પુણ્ય પાપ પ્રમાણે ઉપકાર અપકાર કરીને પાછા સંસારમાં ભટકે છે.
આ સંસારમાં જીવેની ભિન્ન ભિન્ન પ્રકૃતિઓ છે. કોઈને સ્વભાવ મળતો નથી. સ્વભાવ મળ્યા વિના પ્રીતિ શાની? પરસ્પર પિતતાના વિષય-કષાયરૂપ કાર્ય જેનાથી સરતું દેખાય તેમની સાથે પ્રીતિ જણાય છે. પ્રજન વિના
Page #132
--------------------------------------------------------------------------
________________
અવવભાવના
૧૧૧ પ્રીતિ થતી નથી. રેતીના કણની પેઠે જગતમાં કોઈને કોઈની સાથે સંબંધ નથી. જેમ પાણી, ચૂને વગેરે ચીકણા પદાર્થના સમાગમને લીધે રેતીના કણ મૂઠીમાં બંધાઈ જાય, ચોટી જાય, પણ ભીનાશ કે ચિકાશ દૂર થાય એટલે કણે કણ વિખરાઈ જાય છે, તેવી રીતે સર્વ પુત્ર, સ્ત્રી, બાંધવ, સ્વામી, સેવકને સંબંધ પણ જ્યાં સુધી પિતાના વિષય, લેભ, અભિમાન આદિ કષાય પિષાય ત્યાં સુધી રહે છે, જ્યારે ઈદ્રિયના વિષયે સધાય નહીં, અભિમાનાદિ કષાય ષિાય નહીં, ત્યારે લુખાં પરિણામમાં પ્રીતિ રહેતી નથી. જગતમાં પ્રયજન વગરની પ્રીતિ જણાય છે, તે પણ લેકલાજના અભિમાનથી, ભવિષ્યમાં કોઈ પ્રયજનની આશાથી તથા પહેલાને કરેલે ઉપકાર જે હું લેવું તે લેકમાં મારું કૃતધ્રપણું જણાશે એવા ભયથી મીઠાં વચન વગેરે રૂપ પ્રીતિ કરે છે. પણ વિષય-કષાયના સંબંધ વિના પ્રીતિ થતી જ નથી. આપણે નજરે દેખીએ છીએ કે, જેમના વડે પિતાનું માન, ધનને લેભ, વિષયોને લેભ, પૂજા સત્કાર, મોટાઈન લાભ કે કીર્તિ પમાય ત્યાં પ્રીતિ કરે છે. કોઈ પ્રકારની આપત્તિના ભયને લઈને પ્રીતિ કરે છે. વિષય કષાયને ચેપ વગર પ્રીતિ હોય જ નહીં. સર્વ અન્ય છે, પર છે. દુઃખમાં કે વૃદ્ધાવસ્થામાં પિતાને આધાર પુત્ર છે, એમ જાણી માતા પુત્રને પોષે છે, પુત્ર પણ માતાનું પિષણ કરે છે તે એવા વિચારથી કરે છે કે જે હું માતાની સેવા નહીં કરું તે જગતમાં મારા કૃતઘીપણાની નિંદા થશે, પાંચ માણસમાં મારે નીચું જેવું પડશે. આવા અભિમાનથી પ્રીતિ કરે છે.
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૨
સમાધિ-પાન - ઘેરી પણ ઉપકાર, દાન, સન્માન આદિથી પિતાને મિત્ર બને છે. પિતાને પ્રિય પુત્ર હોય પણ તેના વિષયમાં વિઘ કરીએ કે તેનું અપમાન તિરસ્કાર આદિ કરીએ તે ક્ષણ માત્રમાં આપણે શત્રુ થાય છે. કોઈ કોઈને મિત્ર પણ નથી અને શત્રુ પણ નથી. ઉપકાર કે અપકારની અપેક્ષાએ મિત્ર કે શત્રુ છે. સંસારી જીવને તે વિષય અને અભિમાન આદિને પિષે તે મિત્ર અને વિષય તથા અભિમાનમાં વિન્ન કરે તે શત્રુ છે. જગતનું આવું સ્વરૂપ જાણીને અન્ય પ્રત્યે રાગ-દ્વેષને ત્યાગ કરે. આ સંસારમાં જે ઘણું પ્રિય એવાં સ્ત્રી, પુત્ર, મિત્ર, બાંધવ તમારે છે, તે બધાં સ્વર્ગ, મેક્ષનું કારણ જે ધર્મ, સંયમ આદિ વીતરાગતા તેમાં વિન્ન કરનાર છે. હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ આદિ મહા અનીતિરૂપ પરિણામ કરાવી નરકાદિ કુગતિમાં ઘસડી જાય તેવાં બંધન કરાવનાર છે, તેથી મહા વેરી સમાન છે. આ જીવને મિથ્યાત્વ, વિષય, કષાય આદિમાં વર્તતાં અટકાવી સંયમમાં, દશલક્ષણરૂપ ધર્મમાં પ્રવૃત્તિ કરાવે તે મિત્ર છે. એવા સન્મિત્ર તે નિગ્રંથ ગુરુ જ છે.
આ આત્મા સ્વભાવે જ શરીર આદિકથી ભિન્ન છે, ચેતનામય છે. દેહ પુદ્ગલમય, અચેતન, જડ છે. આ દેહ જ અન્ય છે, વિનાશી છે, તે આ દેહના સંબંધી સ્ત્રી, પુત્ર, મિત્ર, કુટુંબ, ધન, ધાન્ય, સ્થાન આદિ અન્ય કેમ ન હોય? આ શરીર તે અનેક પુગલ પરમાણુઓના સમૂહ મળીને થયેલું છે, તે શરીરનાં પરમાણુ ભિન્ન ભિન્ન વીખરાઈ જશે. આત્મા ચૈતન્ય સ્વભાવવાળે અખંડ, અવિનાશી રહેશે. તેથી સર્વ સંબંધમાં અન્યપણાને દૃઢ નિર્ણય કરો.
Page #134
--------------------------------------------------------------------------
________________
અશ્રુસિભાવના
૧૧૩
કર્મના ઉદયે થતા રાગ, દ્વેષ, મેહ, કામ, ક્રોધાદિ ભાવ પણ અન્ય છે, ભિન્ન છે, વિનાશી છે, તેા અન્ય શરીર આદિ સંબંધી અન્ય કેમ ન હેાય? પેાતાના જ્ઞાન, દર્શન સ્વભાવથી વિપરીત જે જ્ઞાનાવરણુ આદિક દ્રવ્યકર્મ, રાગદ્વેષ આદિ ભાવકર્મ અને શરીર પરિગ્રહાદિનાં કર્મ છે તે બધાં અન્ય છે.
આ પુત્રાદિકનાં કર્માં જોતાં તેમનાં ગતિ, પાપ–પુણ્ય, સ્વભાવ, કષાય, આયુષ્ય, કાયા આદિના સંબંધે અને તમારા સ્વભાવ, પાપ-પુણ્ય વગેરે સંબંધેા તે જુદાં છે. તેથી અન્યત્વ ભાવના ભાવશે તે તેમના ઉપરની મમતાથી અંધાતા ઘાર કર્મબંધના અભાવ થશે.
૬. અશુચિભાવના :—
હે આત્મા ! આ દેહના સ્વરૂપનું ચિંતવન કર. મહા મલિન માતાના લેહીથી અને પિતાના વીર્યથી આ તારું શરીર ઊપજ્યું છે. મહા મલિન ગર્ભમાં, લેાહી અને માંસથી ભરેલી આરના પરપોટામાં નવ માસ પૂરા કરીને મહા દુર્ગંધવાળી મલિન ચેાનિમાં થઈને નીકળતાં તેં ધાર સંકટ સહન કર્યાં છે. લેહી, માંસ, હાડકાં, ચામડી, વીર્ય, ચરખી અને નસા એ સાત ધાતુની જાલરૂપ દેહ તેં ધર્યાં છે. તે મળ-મૂત્ર, કીડા-કરમિયાથી ભરેલા મહા અશુચિ છે. નવે દ્વારમાંથી નિરંતર દુર્ગંધ, મળ ઝરે છે. મળના બનાવેલા ઘડો મળથી ભરેલા હાય, કાણાંવાળા હાય, ચારે તરફથી મળ ઝરતા હોય, તેને પાણીથી ધોઈએ તે પણ પવિત્ર શી રીતે થાય ? કપૂર, ચંદન, પુષ્પ, તીર્થનું પાણી, ગંગાજળ
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૪
સમાધિાપાન
વગેરે દેહને અડતાં જ દુર્ગંધવાળાં થઈ જાય છે, તેવા દેહ કપૂર, ગંગાજળાઢિથી કેવી રીતે પવિત્ર થાય ? જેટલી જગતમાં અપવિત્ર વસ્તુ છે તે સર્વ દેહના એક એક અવયવના સ્પર્શથી થયેલી છે; મળ, મૂત્ર, હાડકાં, ચામડાં, રસ, રુધિર, માંસ, વીર્ય, નસા, કેશ, નખ, કક, લાળ, લીંટ, દાંત કે જીભની છારી, ચીપડાં, કાનના મેલ વગેરેના સ્પર્શ માત્રથી વસ્તુઓ અપવિત્ર થાય છે. એઇંદ્રિય આઢિથી પંચેન્દ્રિય પર્યંતનાં પ્રાણીના દેહના સંબંધ વિના કોઈ અપવિત્ર વસ્તુ જ જગતમાં નથી. દેહના સંબંધ વગર જગતમાં અપવિત્રતા જ કયાંથી થાય ? દેહને પવિત્ર કરવાને ત્રણ લેાકમાં કોઈ પદાર્થ નથી. જળ વગેરે પદાર્થોથી દેહને કરાડા વાર ધાઈએ તે જળ જ અપવિત્ર થઈ જશે કાયલાને જેમ જેમ ધેાઈએ તેમ તેમ કાળાશ જ નીકળે, ધેાળા થાય નહીં. તેમ આ દેહના સ્વભાવ જાણા. દેહને પવિત્ર માનવા એ મિથ્યાદર્શન છે.
આ દેહ તા એક રત્નત્રય, ઉત્તમ ક્ષમાદ્રિ ધર્મને ધારણ કરનાર આત્માના સંબંધ પામીને દેવાને પણ વંદન કરવા ચેાગ્ય પવિત્ર બને છે.
ધન આદિ પરિગ્રહ, પાંચ ઇંદ્રિયાના વિષયા, મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા અને લાભ એ તે અમૂર્તિક એવા આત્માના સ્વભાવને મલિન કરે છે. આત્માને અધમ કરે છે, નિંદ્ય કરે છે, દુર્ગતિમાં લઈ જાય છે. તેથી કામ, ક્રોધ, રાગ આફ્રિ છેડી આત્માને પવિત્ર કરો; દેઢુ પવિત્ર નહીં થાય.
આ પ્રકારે દેહનું સ્વરૂપ જાણી, દેહ ઉપરથી રાગ તજી, અનાઢિ કાળથી આત્માને વળગેલા રાગાદિ કર્મમળને
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૧૫
અશુચિભાવના દૂર કરવાને પુરુષાર્થ કરે. ધન, સંપદાદિ પરિગ્રહ, પાંચ ઇટ્રિયેના ભોગ અને દેહમાં સ્નેહ એ આત્માને મલિન કરનાર છે, તેથી તેને ત્યાગ કરવાને ઉદ્યમ કરે.
ધન-સંપત્તિ છે તે આત્માને કામ, ક્રોધ, લેભ, મદ, કપટ, મમતા, વેર, કલહ, મહા આરંભ, હિંસા, મેહ, ઈર્ષા, અતૃપ્તિ આદિ હજારે દોષ ઉત્પન્ન કરાવનાર છે. આ લેક સંબંધી ને પરલેક સંબંધી સમસ્ત દોષ, આર્ત, ચિંતા, દુર્થાન અને મહા ભય ઉપજાવનાર એક ધન છે. એ નિર્ણય કરી વારંવાર ચિંતવન કરે. પાંચ ઈદ્રિના વિષયે આત્માનું સ્વરૂપ ભુલાવનાર અને મહા નિંદ્ય કર્મો કરાવનાર છે. જગતમાં જે ન કરવા યોગ્ય નિંદ્ય કર્મ, તેને ઈદ્રિના વિષયની વાંછા કરાવે છે. દેહને સ્નેહ તે માંસ, ચરબી ને હાડમય મહા દુર્ગધવાળા સડેલા શબ ઉપરને રાગ છે. તે મહા મલિન ભાવનું કારણ છે. આ પ્રકારે શરીરની અશુચિતા જણાવનાર દશલક્ષણ ધર્મ જ છે.
પવિત્રપણું બે પ્રકારે ગણાય છે; એક લૌકિક અને બીજું લેકોત્તર.
કર્મરૂપી મલિનતા ધોઈ નાખી શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિર થવું તે લોકોત્તર શૌચ-પવિત્રપણું છે. એનું કારણ રત્નત્રય ભાવ છે. રત્નત્રયના ધારક, પરમ સમતાભાવમાં રહેલા સાધુ છે. તેમના સમાગમથી પણ શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે.
લૌકિક શુચિ (પવિત્રતા) આઠ પ્રકારની છે. (૧) * “એક ઘડી, આધિ ઘડી, આધિમ્ પુનિ આધ;
તુલસી સંગત સાધુકી, હરે કોટિ અપરાધ.”
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૬
સમાધિ પાન કાલ શુચિ–અમુક કાળ વ્યતીત થયે લેકમાં પવિત્રતા મનાય છે. (૨) અગ્નિસંસ્કાર કે તપાવવાથી પવિત્રતા મનાય છે. (૩) પવનથી પવિત્ર થયેલું મનાય છે. (૪) ભરમથી માંજવાથી પવિત્ર મનાય છે. (૫) માટીથી માંજવાથી પવિત્ર મનાય છે. (૬) પાણી વડે ધેવાથી પવિત્ર મનાય છે. (૭) કેઈને, છાણ વડે લીંપવાથી પવિત્રતા મનાય છે. (૮) કોઈને જ્ઞાનથી ગ્લાનિ દૂર થતાં પવિત્રતા મનાય છે. એમ લૌકિક જન મનમાં પવિત્રતાને સંકલ્પ કરે છે. પરંતુ શરીરને શુચિ કરવાને કોઈ સમર્થ નથી. શરીરના સંસર્ગથી તે જળ, ભસ્મ આદિ અશુચિ થઈ જાય છે.
આ શરીર, આદિ–અંત–મધ્યમાં ક્યાંય પવિત્ર નથી. એનું ઉપાદાન કારણ લેહી અને વીર્ય તે પવિત્ર નથી. આ શરીર પિતે પણ પવિત્ર નથી. તેની અંદર રહેલ દુર્ગધવાળા મળ, મૂત્રાદિ, હાડ, માંસ, લેહી અને ઉપરની ચામડી તે પણ પવિત્ર નથી. ગંગાજળ આદિ તીર્થનાં કે સમુદ્રનાં સમસ્ત પાણીથી ધોઈએ તે તે બધાં જળને અપવિત્ર કરે પણ પિતે પવિત્ર ન થાય. આ દેહ સર્વ કાળમાં રોગથી ભરેલે છે, સર્વ કાળમાં અપવિત્ર છે, સર્વથા વિનાશી છે, દુ:ખ ઉપજાવનાર છે. તે દેહને પવિત્ર કરવાને ઉપાય ધૂપ, ગંધવિલેપન, પુષ્પ, સ્નાન, જળ, ચંદન, કપૂર આદિ કોઈ નથી. અંગારાના સ્પર્શથી જેમ અંગારે થાય છે, તેમ અપવિત્ર દેહના સ્પર્શથી પવિત્ર વસ્તુ પણ અપવિત્ર બને છે. આ પ્રકારે શરીરનું અપવિત્રપણું ચિંતવવાથી શરીરની શોભા વધારવામાં, રૂપ આદિકમાં અનુરાગ હોય તે દૂર થાય છે; વીતરાગતા માટે પુરુષાર્થ થાય છે.
Page #138
--------------------------------------------------------------------------
________________
આવભાવના
૭. આસવભાવના :
કર્મ આવવાનાં કારણથી આસવ-કર્મનું આવવાપણું થાય છે. જેવી રીતે સમુદ્રમાં વહાણ હોય તેમાં છિદ્રો વડે પાણી પ્રવેશ કરે, તેવી રીતે સંસારસમુદ્રમાં રહેલા જીવને સત્તાવન દ્વારથી આસવ થાય છે. પાંચ પ્રકારના મિથ્યાત્વભાવ, પાંચ ઈદ્રિ અને છઠ્ઠા મનની વિષયમાં પ્રવૃત્તિ અને છકાય જીવની હિંસાને ત્યાગ નહીં એમ બાર પ્રકારે અવિરતિ, અનંતાનુબંધી આદિ પચીસ કષાયે તથા મન, વચન, કાયાના પંદર ભેદો રૂ૫ ગની પ્રવૃત્તિ એટલે મિથ્યાત્વ, અવત, કષાય આદિને અનુસરીને મન, વચન, કાયાથી (૫+૧૨+૨૫+૪+૪+૭=૧૭) શુભ, અશુભ કર્મને આસવ (આવવું) થાય છે.
પુણ્ય, પાપના સંગે મળેલા વિષયભેગમાં સંતેષ, વિષયે પ્રત્યે વૈરાગ્ય ભાવ, પોપકારનાં પરિણામ, દુઃખી પ્રત્યે દયા, તનું ચિંતવન, સર્વ પ્રાણીઓ પ્રત્યે મૈત્રીભાવ આદિ ચાર ભાવના, પંચ પરમેષ્ઠીની ભક્તિ, ધર્માત્મા ઉપર અનુરાગ, તપ, વ્રત, શીલ, સંયમમાં પરિણામ ઇત્યાદિ રૂપ મનની પ્રવૃત્તિથી (શુભ) પુણ્યને આસવ થાય છે.
પરિગ્રહની અભિલાષા, ઈદ્રિયેના વિષયમાં અતિ લુપતા, પરનું ધન હરી લેવાનાં પરિણામ, અન્યાયમાં પ્રવર્તન, અભક્ષ્યભક્ષણ, સાત વ્યસનનું સેવન, પરની નિંદામાં પ્રીતિ, પરનાં સ્ત્રી, પુત્ર, ધન, આજીવિકાના નાશની ઈચ્છા, પરના અપમાનની ઈચ્છા, પિતાની મેટાઈની સ્પૃહા ઈત્યાદિરૂપ મનની પ્રવૃત્તિથી અશુભ (પાપ) આસવ થાય છે.
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૧૮
સમાધિ-સોપાન સત્ય, હિતકારી, મધુર વચન વડે, પરમાગમને અનુકૂળ વચને વડે, પરમેષ્ઠીના સ્તવન વડે, સિદ્ધાંતની વાચના તથા વ્યાખ્યાન વડે, ન્યાયરૂપ વચને વડે પુણ્યને આસવ થાય છે.
પરની નિંદા, પિતાની પ્રશંસા, અન્યાય પ્રવૃત્તિ જે વચન વડે થાય તેવાં વચન, આરંભ-હિંસા કરાવનાર, વિષયવાસને વધારનાર, કષાય અગ્નિ પ્રગટાવનાર, કલહ, વિસંવાદ, શેક અને ભય વધારનાર, ધર્મ વિરુદ્ધ મિથ્યાત્વ અને અસંયમને પિષનાર, અન્ય જીવને દુઃખ, અપમાન, ધન અને આજીવિકાની હાનિ કરાવનાર છે. તે વચનોથી પાપનો આસવ થાય છે.
પરમેષ્ટીપૂજન અને પ્રણામ, જિનમંદિરનાં કાર્યરૂપ સેવા, ધર્માત્મા પુરૂષોની વૈયાવૃત્ય (સેવા ચાકરી) તથા યતનાચારથી જીવદયાપૂર્વક સૂવું, બેસવું, ફરવું, લેવું, મૂકવું, સેંપવું, ખાવું, પીવું, બિછાવવું, હાલવું, ચાલવું ઇત્યાદિ કાયાની પ્રવૃત્તિ શુભ (પુણ્ય) આસવનું કારણ છે.
યનાચાર વિના દયારહિત, સ્વછંદે દેહની પ્રવૃત્તિમાં પ્રવર્તવું, મહા આરંભ આદિમાં પ્રવર્તવું, દેહને ભાવવામાં પ્રવર્તવું એ બધાં કાયાના કાર્યથી અશુભ (પાપ) આસવ થાય છે.
આ મન, વચન, કાયાની શુભ, અશુભ પ્રવૃત્તિ, તીવ્ર મંદ કષાયના યોગે, તીવ્ર–મંદ અનેક ભેદરૂપ કર્મને બંધમાં નિમિત્તરૂપ થાય છે. આને વિચાર કરવાથી આત્મા અશુભ પ્રવૃત્તિ રોકી શુભ પ્રવૃત્તિમાં સાવધાન થઈને પ્રવર્તે છે.
Page #140
--------------------------------------------------------------------------
________________
આસવભાવના
૧૧૮ કષાયે આત્માના સર્વ ગુણોને ઘાત કરનાર છે. ક્રોધ છે તે પર જીવને મારવામાં, ઘાત કરવામાં, બાંધવા વગેરેમાં ચિત્તને પ્રેરે છે. માન છે તે આ જીવને ગર્વથી એ ઉદ્ધત કરે છે કે પિતા, ગુરુ, ઉપાધ્યાય, સ્વામીને પણ તિરસ્કાર કરવા ઈચ્છે છે, વિનયને નાશ કરે છે. માયા છે તે અનેક છળ, કપટ, લુચ્ચાઈ, પરની નજર ચુકવવા આદિ છેતરામણું કરાવે છે, પરિણામની સરળતાને નાશ કરે છે. લેભ છે તે સુખનું કારણ જે સંતેષ તેને નાશ કરે છે, એગ્ય અયોગ્યના વિચારને દૂર કરે છે. કામ છે તે મર્યાદાને ભંગ કરે છે, લાજને ત્યાગ કરાવે છે; હિત-અહિત કે નીચ-ઉચ્ચ કામના વિચાર રહિત બનાવે છે. મેહ છે તે મદિરાની પેઠે સ્વરૂપને ભુલાવે છે. શક છે તે ઘણું દુઃખથી હાહાકાર કરાવે છે, વિલાપ, રુદન, આત્મઘાત આદિ પ્રવૃત્તિ કરાવે છે. હાસ્ય છે તે અજ્ઞાનતા પ્રગટ કરાવે છે. સ્નેહ છે તે દારૂ પીધા વિના જ અચેતન-બેભાન બનાવે છે, અને મહા બંધનરૂપ, આત્મહિતને રોકનારી પ્રવૃત્તિ કરાવે છે, તેથી અનર્થનું સ્થાન છે. નિદ્રા છે તે આત્માના સર્વ ચૈતન્યને હણી આત્માને જડ, અચેતન કરે છે. તરસ છે તે ન પીવા ગ્ય પાણી પાય છે. ભૂખ છે તે ચંડાળના ઘરમાં પ્રવેશ કરાવી ભીખ મગાવે છે, કુળમર્યાદાને નાશ કરાવે છે, ઘેર દુઃખ દે છે. નેત્ર ઇદ્રિય છે તે સુંદર રૂપાદિ દેખવાને પૃપાપાત કરાવે છે, પડતું નંખાવે છે. જીભ ઇદ્રિય છે તે મીઠાં ભેજનને માટે અતિ ચંચળ બનીને લાજ, મેટાઈ, સંયમ આદિને નાશ કરાવી નીચે પ્રવૃત્તિ કરાવે છે. ઘાણ ઇદ્રિય છે તે બેભાન થઈને સુગંધી પદાર્થ તરફ ઝુકાવે છે. સ્પર્શ ઈદ્રિય છે તે
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૦
સમાધિ પાન સ્ત્રીનાં કમળ અંગ, કેમળ શા આદિ માટે તૃષ્ણ વધારે છે. કર્ણ ઇદ્રિય છે તે ભિન્ન ભિન્ન રાગમાં તલ્લીનતાથી આત્માને ભુલાવી પરાધીન કરે છે. મન છે તે ચંચળ વાંદરાની પેઠે સ્વછંદે ઘેર વિકલ્પ કરીને શુભધ્યાન, શુભ પ્રવૃત્તિમાં ઠરતું નથી; વિષયકષાયમાં ભમે છે. મુખ અતિ રાગ સહિત અસત્ય વાણ બેલી પિતાની ચતુરાઈ પ્રગટ કરે છે. હાથ હિંસા કરવાનું મુખ્ય સાધન છે. પગ પણ પાપ કરવાના માર્ગમાં ઘણું દોડે છે. કવિપણું અતિ રાગ ઉત્પન્ન કરનારી કવિતા રચવાને ઈચ્છે છે. પંડિતપણે કુતર્ક અને અસત્ય બકવાદથી પિતાની પ્રખ્યાતિ ઈચ્છે છે. સુભટપણું ઘેર હિંસા ઈચ્છે છે. બાળપણું અજ્ઞાનરૂપ છે. યૌવનપણું ઇચ્છિત વિષયે માટે વિષમ સ્થાનમાં પણ દોડે છે. વૃદ્ધપણું વિકરાલ કાળની સમીપ વસે છે. શ્વાસેચ્છવાસ નિરંતર દેહમાંથી ભાગી નીકળવાને અભ્યાસ કરે છે. જરા છે તે કામગ, તેજ, રૂપ, સૌંદર્ય, ઉદ્યમ, બળ, બુદ્ધિ આદિને હરણ કરનારી એરટી છે. રેગ યમરાજાને પ્રબળ સુભટ છે. આવી આત્મ સ્વરૂપને ભુલાવનારી સામગ્રી આ જીવને મળી છે તેથી ઘણાં કર્મોને આસવ થાય છે. ઇદ્રિના વિષય અને કષાયેના સંગથી મન, વચન, કાયા દ્વારા આસવ થાય છે.
૮. સંવરભાવના :
સમુદ્રમાંથી વહાણમાં પાણી આવવાનાં છિદ્રો રેકી દેવાથી વહાણું પાણીથી ભરાઈ જઈ ડૂબે નહીં, તેવી રીતે કર્મ આવવાનાં દ્વાર રેકી દેવાથી પરમ સંવર થાય છે અને સંસાર સમુદ્રમાં છવ ડૂબતે નથી.
Page #142
--------------------------------------------------------------------------
________________
સવરભાવના
૧૨૧
સમ્યક્દર્શન વડે મિથ્યાત્વ નામનું આસવદ્વાર રાકાય છે. ઈંદ્રિયા અને મનને સંયમરૂપ પ્રવર્તાવવાથી ઇંદ્રિયદ્વાર રાકાઈ સંવર થાય છે. છકાય જીવાની ઘાત કરાવનાર આરંભના ત્યાગથી પ્રાણ—સંયમવડે અવિરતિદ્વાર રાકાઈ સંવર થાય છે. કષાયા જીતીને દશ લક્ષણરૂપ ધર્મ ધારણ કરવાથી ચારિત્ર પ્રગટી કષાયાના અભાવ થઈ સંવર થાય છે. ધ્યાન આદિ તપથી, સ્વાધ્યાય તપથી યાગદ્વારે કર્મ આવતાં રોકાઈ સંવર થાય છે. ત્રણ ગુપ્તિ, પાંચ સમિતિ, દશ લક્ષણરૂપ ધર્મ, ખાર ભાવના, ખાવીસ પરિષહુને જય, પાંચ પ્રકારનાં ચારિત્રનું પાલન એ બધાથી નવાં કર્મ આવતાં રાકાય છે.
મન, વચન, કાયાના યાગને રોકવા તે ગુપ્તિ છે; પ્રમાદ તજી યત્નાપૂર્વક પ્રવર્તવું તે સમિતિ છે; યા જેમાં મુખ્ય છે તે ધર્મ છે; આત્મતત્ત્વનું ચિંતવન તે ભાવના છે; કર્મના ઉદયે આવેલાં ભૂખ, તરસ વગેરે પરિષહા કાયરતા રહિત, સમભાવે સહન કરવા તે પરિષજય છે; રાગ આફ્રિ દોષ રહિત, પાતાના જ્ઞાન સ્વભાવરૂપ આત્મામાં પ્રવૃત્તિ કરવી તે ચારિત્ર છે. આ પ્રકારે જે વિષય, કષાયથી વિમુખ થઈ સર્વ ક્ષેત્રકાળમાં પ્રવર્તે છે તેને ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિષદ્ધજય અને ચારિત્રવડે નવાં કર્મ આવતાં રોકાઈ જાય છે તે સંવર છે. સંવરનાં આ કારણેાનું ચિંતવન કરતા રહે તેને નવા આસવ, બંધ થતા નથી. ૯. નિજ રાભાવના :–
જે જ્ઞાની, વીતરાગી થઈને, મદ રહિત, નિદાન રહિત ખાર પ્રકારનાં તપ કરે છે તેને ભારે નિર્જરા થાય છે.
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૨
સમાધિ-સોપાન સમસ્ત કર્મોના ઉદયરૂપ રસને પ્રગટ કરી કર્મો છોડવાં તે નિર્જરા છે. તે બે પ્રકારે થાય છે. એક તે પિતાના ઉદય કાળે રસ દઈને કર્મ છૂટે તે સવિપાક નિર્જરા છે, તે તે ચારે ગતિમાં સર્વ જીવને હોય છે. કર્મ પિતાના રસરૂપ ફળ દઈને નિર્જરે જ છે.
જે વ્રત, તપ, સંયમ ધારણ કરીને ઉદય કાળ પહેલાં જ નિર્જરા કરે છે તે અવિપાક નિજર છે. મંદ કષાયના ભાવ સહિત જેમ જેમ તપ વધે છે, તેમ તેમ નિર્જરા વધારે થાય છે. જે પુરુષ, કષાયરૂપ વેરીને જીતીને, દુષ્ટ જનનાં દુર્વચન, ઉપદ્રવ, ઉપસર્ગ, અનાદર આદિને, પરિણામ મલિન કર્યા વિના સહન કરે છે, તેને મહા નિર્જરા થાય છે. | દુષ્ટ લેકેએ કરેલા ઉપદ્રવમાં, કર્મના ઉદયે પ્રાપ્ત પરિષહમાં, નિર્ધનતા, રેગ આદિકમાં, તથા દુષ્ટ લેકેને. સમાગમ આદિ પ્રસંગમાં જ્ઞાની એમ વિચારે છે કે પૂર્વે પાપ ઉપાર્જન કરેલાં તેનું આ ફળ છે; હવે સમભાવથી ભેગ. કર્મરૂપી દેવું પતાવ્યા વિના છૂટવાનું નથી. ખેદ, કરવાથી કર્મ છેડી દે એમ નથી. સંક્લેશ પરિણામ કરવાથી સંખ્યાત, અસંખ્યાત ગુણ નવીન બીજાં કર્મ બંધાશે. જે ઉત્તમ પુરુષ, શરીરને, માત્ર મમત્વ ઉપજાવનાર, વિનાશી, અશુચિ, દુઃખ દેનાર જાણે છે, સમ્યક્દર્શન, સમ્યફજ્ઞાન, સમ્યફચારિત્રને સુખ ઉપજાવનાર, નિર્મલ, નિત્ય, અવિનાશી જાણે છે; પિતાની નિંદા કરે છે; ગુણવંતને મેટા માને છે, તેમને આદર સત્કાર કરે છે, મન અને બુદ્ધિને જીતીને પિતાના જ્ઞાન સ્વભાવમાં તલ્લીન થાય છે તેમને મનુષ્ય
Page #144
--------------------------------------------------------------------------
________________
લાંચલાવતા
૧૨૩
ભવ સફળ છે; તેમને પાપકર્મની મહાનિર્જરા થાય છે; સંસારને છેદનારા સાતિશય પુણ્યના લાભ થાય છે; તેમને પરમ અંદ્રિય, અવિનાશી, અનંત સુખ પ્રાપ્ત થાય છે. જે સમભાવરૂપી સુખમાં લીન થઈને વારંવાર પોતાના સ્વરૂપની ઉજ્વળતાનું સ્મરણ કરે છે અને ઇંદ્રિયાને અને કષાયાને મહાદુઃખરૂપ જાણી જીતે છે, તે પુરુષને મહા નિર્જરા થાય છે. ૧૦. લાકભાવના :–
ચારે તરફ અનંતાનંત આકાશ છે. એવા આકાશના ખરાખર મધ્યભાગમાં લેાક છે. જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, અને કાલ જેટલા આકાશમાં રહ્યાં છે, અવલેાકાય છે, દેખાય છે તે લેાક છે.
ત્રણસેા તેંતાળીસ ઘનરજૂ પ્રમાણ લેાકનું ક્ષેત્ર છે. તેની બહાર અનંતાનંત આકાશ સર્વ ખાજુએ છે, તેનું નામ અલાક છે. આ લેાકમાં અનંતાનંત જીવા છે. જીવાથી અનંતગુણાં પુદ્ગલ છે. ધર્મ દ્રવ્ય એક છે, અધર્મ દ્રવ્ય એક છે, આકાશ એક છે, કાળ દ્રવ્ય અસંખ્યાત છે. આ દ્રવ્યોનું સ્વરૂપ તથા લોકના સંસ્થાન આદિનું સ્વરૂપ, અવગાહના આદિ વર્ણન અન્ય ગ્રંથાથી જાણવું. લેકના સ્વરૂપનું એમ ચિંતવન કરવું તે લેાકભાવના.
૧૧. એધિદુભભાવના :—
અનાર્દિકાળથી આ જીવ નિગોદમાં વસતા હતા. એક નિગેાદમાં ભમતાં અનંત કાળ વીતી ગયા. એક નિગેાદ શરીરમાં, જેટલા સિદ્ધ જીવા થયા તેથી અનંતગુણા જીવ છે. પોતપાતાના કાર્મણદેહ સહિત અવગાહના સર્વે જીવેાની
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૪
સમાધિ-પાન એક દેહમાં છે. આવા બાદર, સૂક્ષ્મ નિગોદ જીનાં શરીરથી સમસ્ત લેક નીચે, ઉપર, અંદર, બાહેર અંતરરહિત (ઠાંસી ઠાંસીને ભરેલો છે. પૃથ્વીકાય આદિ અન્ય પાંચ સ્થાવર વડે લેક નિરંતર ભરેલ છે. તે એકેન્દ્રિયપણામાંથી નીકળી ત્રપણું (બે ઇદ્રિય, ત્રણ ઈદ્રિય, ચાર ઇદ્રિય કે પંચેન્દ્રિયપણું) પામવું તે રેતીને સમુદ્રમાં નાખેલી હીરાની કણુની પ્રાપ્તિની પેઠે દુર્લભ છે. કદાચિત્ ત્રયપણું પણ પામે તે ત્રસ જીવેમાં વિકલેન્દ્રિય (બે, ત્રણ, ચાર ઇદ્રિયવાળા) જી અનેક પ્રકારનું છે તેમાંથી અસંખ્યાતકાળ પરિભ્રમણ કરતાં પણ પંચેન્દ્રિયપણું પ્રાપ્ત થતું નથી. વિકલત્રયમાંથી મરીને પાછો નિગદમાં અનંત કાળ ભમે છે. ફરી પાંચ સ્થાવરમાં અસંખ્યાત સંખ્યાત કાળ ફરીને વળી નિગદમાં જાય છે, એમ પરિભ્રમણ કરતાં અનંત પરાવર્તન પૂરાં થાય છે. તેથી પંચેન્દ્રિયપણું દુર્લભ છે.
પંચેન્દ્રિયપણું પામીને પણ મનવાળા થવું દુર્લભ છે. અસંજ્ઞી એટલે મનરહિત હોવાથી હિતઅહિતનું જ્ઞાન હેતું નથી; શિક્ષણ કિયા, ઉપદેશ, આલાપ આદિ રહિત હોય છે, તેથી અજ્ઞાન ભાવથી નરક, નિગદ આદિ તિર્યંચ ગતિમાં લાંબા કાળ સુધી પરિભ્રમણ કરે છે.
કદાચિત્ મન પણ પ્રાપ્ત થાય તે કર તિયામાં રૌદ્ર પરિણામી, તીવ્ર અશુભ લેડ્યા ધારણ કરનાર થઈ, ઘેર નરકનાં દુઃખ ભેગાવી ફરી પાપી તિર્થ થાય છે. ફરી નરકમાં તથા તિર્યમાં અનેક પ્રકારનાં ઘોર દુઃખ જોગવતાં અસંખ્યાત ભવ તિર્યંચ અને નરકના ભેગવી, ફરી પંચ
Page #146
--------------------------------------------------------------------------
________________
માધિવું ભાવના
૧૨૫
સ્થાવરમાં પરિભ્રમણુ કરતાં અનંત કાળુ જન્મ, મરણ, ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણુતા, મારણ, તાડન, સહન કરતાં અનંતકાળ વ્યતીત કરે છે.
ઘણાં માણસો આવ-જા કરે છે એવા ચૌટામાં રત્નના ઢગલેા જડવા દુર્લભ છે. તેવા દુર્લભ મનુષ્યભવ કદાચિત્ મળે તે પણ મ્લેચ્છ આદિ અનાર્ય મનુષ્ય થાય, તે ત્યાં ધાર પાપ બાંધી નરકાદિ ચતુર્ગતિમાં પરિભ્રમણ કરતાં, ફરી મનુષ્યભવ મળવા ઘણા જ દુર્લભ છે. તેમાં પણુ આર્યખંડમાં જન્મ મળવા અતિ દુર્લભ છે. આર્યખંડમાં પણ ઉત્તમ જાતિ, કુળ પામવાં અતિ દુર્લભ છે. કારણ કે ભીલ, ચંડાળ, કોળી, ચમાર, કલાલ, ધામી, હજામ, લુહાર ઇત્યાદિ નીચ કુળ બહુ છે. ઉચ્ચ કુળ પામવું દુર્લભ છે. ઉચ્ચ કુળ કદાપિ મળે અને ધન રહિત હાય તા તિર્યંચની પેઠે ભાર વહેવા, નીચ કુળવાળાની નાકરી કરવી તથા આઠ પહેાર અધર્મ કર્મ કરીને પરાધીનપણે આજીવિકા મેળવી પેટ ભરવું વગેરેને લઈને ઉચ્ચ કુળ મળ્યું તે પણ વૃથા છે.
કોઈ ધન પણ પામે, પણ કાન વગેરે ઇંદ્રિયા ખેાડવાળી હાય તા ધનપ્રાપ્તિ પણ વૃથા છે, છિદ્રયા પરિપૂર્ણ હાય, પણ રાગ રહિત દેહ પામવા દુર્લભ છે. રોગ રહિત હાય તેને પણ દીર્ઘ આયુષ્ય પામવું દુર્લભ છે. દીર્ઘ આયુષ્ય હાય પણ શીલ એટલે મન, વચન, કાયાની ન્યાયપૂર્વક પ્રવૃત્તિ દુર્લભ છે. ન્યાય—નીતિવાળું વર્તન હોય છતાં સત્પુરુષના સમાગમ મળવા દુર્લભ છે. સત્તમાગમ થયા પછી પણ સમ્યક્દર્શન પામવું દુર્લભ છે. સમ્યક્ત્વ પામ્યા
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨૬
સમાધિ પાન છતાં સમ્યફચારિત્રની પ્રાપ્તિ દુર્લભ છે. ચારિત્ર પામ્યા છતાં મરણ પર્યત તે પાળવું અને સમાધિમરણ કરવું દુર્લભ છે. સમ્યફ રત્નત્રય પામીને પણ જે તીવ્ર કષાય આદિ કરે તે સંસાર સમુદ્રમાં તે ખેઈ બેસે છે. સમુદ્રમાં પડી ગયેલાં રત્નની પિઠે રત્નત્રયની ફરી પ્રાપ્તિ થવી દુર્લભ છે. રત્નત્રયની પ્રાપ્તિ મનુષ્યભવમાં જ થાય છે. મનુષ્ય ગતિમાં જ તપ, વ્રત, સંયમ વડે મોક્ષ પામવાનું બને છે. આ દુર્લભ મનુષ્યભવ પામીને પણ જે જીવ વિષયમાં પ્રીતિ કરે છે, તે દિવ્ય રત્નને, રાખ જોઈતી હોય ત્યારે બાળીને ભસ્મ કરે, એ મૂર્ખ છે. ૧૨. ધમદુલભભાવના :
ધર્મસ્વરૂપ દશલક્ષણ ભાવનામાં કહ્યું છે, તે આત્માને સ્વભાવ છે. તે ધર્મ ભગવાન વીતરાગે પ્રકાશેલાં દશલક્ષણરૂપ, રત્નત્રયરૂપ તથા જીવદયારૂપ છે. આ સંસારમાં ધર્મને જાણવાની સામગ્રી જ ઘણું દુર્લભ છે. ધર્મનું શ્રવણ કરવું દુર્લભ છે, ધર્માત્માને સમાગમ દુર્લભ છે, ધર્મની શ્રદ્ધા, જ્ઞાન અને આચરણ કેઈ વિરલા પુરુષને મેહની મંદતાથી કે કર્મના ઉપશમથી થાય છે; આ જીવ જેવી રીતે ઇદ્રિના વિષયમાં, સ્ત્રી, પુત્ર, ધનાદિકમાં પ્રીતિ કરે છે, તેવી રીતે એક ભવમાં પણ ધર્મ ઉપર પ્રીતિ કરે તે સંસારનાં દુઃખને અભાવ થઈ જાય. સંસારી જીવ નિરંતર પિતાનાં સુખની વાંછા કરે છે, પરંતુ સુખનું કારણ જે ધર્મ તેમાં આદરભાવ કરતું નથી, તે તેને સુખ કેવી રીતે મળે? બીજ વિના અનાજ ઉત્પન્ન કેવી રીતે થાય? આ સંસારમાં
Page #148
--------------------------------------------------------------------------
________________
મદુલભભાવના
૧૨૭ ઈન્દ્રપણું, અહમિન્દ્રપણું, તીર્થંકરપણું, ચક્રવર્તીપણું તથા બળભદ્રપણું કે નારાયણપણું પ્રાપ્ત થાય છે તે સર્વ ધર્મના પ્રતાપે થાય છે. ઉત્તમ કુળ, રૂપ, બળ, ઐશ્વર્ય, રાજ્ય, સંપદા, આજ્ઞા, સુપુત્ર, સુભાગ્યવંતી સ્ત્રી, હિતકારી મિત્ર, વાંછિત કાર્યસિદ્ધિ, કાર્યકુશળ સેવક, નીરેગતા, ઉત્તમ ભેગ ઉપગ, રહેવાને દેવવિમાન સમાન મહેલ, સુંદર સંગતિમાં પ્રવૃત્તિ, ક્ષમા, વિનયાદિક, મંદકષાયીપણું, પંડિતપણું, કવિપણું, ચતુરાઈ, હસ્તકળા, પૂજ્યપણું, લોકમાન્યતા, પ્રખ્યાતિ, દાતારપણું, ભેગીપણું, ઉદારતા, શૂરવીરતા ઇત્યાદિ ઉત્તમ સામગ્રી, ઉત્તમ ગુણ, ઉત્તમ સંગતિ, ઉત્તમ બુદ્ધિ, ઉત્તમ પ્રવૃત્તિ જે કંઈ દેખવામાં, સાંભળવામાં આવે છે તે બધે ધર્મને પ્રભાવ છે. ધર્મના પ્રતાપે વિષમ (દુર્લભ) હોય તે સુગમ થઈ જાય છે, ભારે ઉપદ્રવ પણ દૂર થાય છે, ઉદ્યમ રહિતને પણ લક્ષ્મી મળે છે. ધર્મના પ્રભાવથી અગ્નિને, પણને, પવનને, વર્ષાને, રેગને, મરકીને, સિંહ, સર્પ, ગજ આદિ ક્રૂર પ્રાણીઓને, નદીને, સમુદ્રને, વિષ, પર રાજ્યને, દુષ્ટ રાજાને, દુષ્ટ વેરીને, ચારને વગેરે કોઈ પણ પ્રકારને ઉપદ્રવ દૂર થઈ જાય છે અને સુખરૂપ આત્માને અનેક વૈભવ પ્રાપ્ત થાય છે. તેથી જે સર્વજ્ઞના પરમાગમ ઉપર શ્રદ્ધાવાળા હો, તેના જાણકાર હે તે કેવળ ધર્મનું શરણ ગ્રહણ કરે.
Page #149
--------------------------------------------------------------------------
________________
સમાધિ પાન
થાવ એક અતિ,
અને એના
ભાવના કાવ્ય વિદ્યુત લક્ષ્મી, પ્રભુતા પતંગ, આયુષ્ય તે તે જળના તરંગ; પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણને પ્રસંગ સર્વાને ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આછું; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કેઈ ન બાંહ્ય લ્હાશે. શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ન શકાય એ ભેગવે એક સ્વ આત્મ પિત, એકત્વ એથી નય સુજ્ઞ તે. ના મારાં તન, રૂપ, કાંતિ, યુવતી, ના પુત્ર કે બ્રાત ના, ના મારાં મૃત સ્નેહીઓ સ્વજન કે, ના નેત્ર કે જ્ઞાતિ ના; ના મારાં ધન ધામ, યૌવન ધરા, એ મેહ અજ્ઞાત્વના, રે! રે ! જીવ વિચાર એમ જ સદા, અન્યત્વદા ભાવના. ખાણ મૂત્ર ને મળની, રેગ – જરાનું નિવાસનું ધામ કાય એવી ગણીને, માન ત્યજીને કર સાર્થક આમ. અનંત સૌખ્ય, નામ દુખ ત્યાં રહી ન મિત્રતા! અનંત દુઃખ, નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા!! ઉઘાડ ન્યાય –નેત્ર ને નિહાળ રે ! નિહાળ તું, નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું.
જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર, એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવપાર.”
–શ્રીમદ્ રાજચંદ્ર ધર્મધ્યાન બારભાવના વર્ણન પૂર્ણ
Page #150
--------------------------------------------------------------------------
________________
તીર્થંકરપણાના કારણરૂપ સળ કારણભાવનાઓ
ક
સમ્યક દ્રષ્ટિ મહાત્મા જ્યારે ઉપગની એકાગ્રતારૂપ ધ્યાન એટલે આત્મસ્વરૂપમાં સ્થિરતા કરી શકતા નથી, ત્યારે ભાવનાઓના ચિંતવનમાં ચિત્તને પ્રવર્તાવે છે. અનિત્યાદિ બાર ભાવનાઓ ઉપરાંત સેળ કારણુભાવનાઓ પણ ધર્માત્મા જીવે ભાવવા ગ્ય છે. સેળ કારણભાવનાઓનું ફળ તીર્થંકરપણું છે, તે ભાવના ભાવતાં તીર્થંકર પ્રકૃતિને બંધ આવતી સમ્યફદ્રષ્ટિ, દેશવ્રતી ગૃહસ્થ આદિ મહાત્મા, સર્વસંગત્યાગી પ્રમત્ત ગુણસ્થાનવત મુનિ તેમ જ અપ્રમત્ત મુનિવરને થાય છે. પુણ્ય પ્રકૃતિમાં સર્વોત્તમ પ્રકૃતિ તીર્થંકર પ્રકૃતિ છે. એથી ચઢિયાતી પુણ્ય પ્રકૃતિ ત્રણ લેકમાં ક્યાંય નથી. શ્રી ગેમક્સાર ગ્રંથન કર્મકાંડમાં કહ્યું છે કે – તીર્થંકર પ્રકૃતિના બંધને આરંભ કર્મભૂમિના મનુષ્ય, પુરુષ લિંગધારી હોય તે જ કરી શકે છે. બીજી ત્રણ ગતિઓ(નરક, તિર્યંચ, દેવ)માં તેની શરૂઆત થઈ શકતી નથી. કેવળી તથા શ્રુતકેવળીના ચરણારવિંદની સમીપે જ થાય છે. કેવળી કે શ્રુતકેવળીની નિકટતા વિના તીર્થંકર પ્રકૃતિના બંધને ગ્ય ભાવની વિશુદ્ધતા થતી નથી. તીર્થંકર પ્રકૃતિને બંધ પ્રથમ ઉપશમ સમ્યકત્વમાં થાય છે, તેમજ બાકીની ત્રણ સમ્યકદશામાં પણ થાય છે, એટલે દ્વિતીય ઉપશમ, ક્ષપશમ કે ક્ષાયકમાં પણ થાય છે. એ ચારમાંથી ગમે તે એક સમ્યક્ત્વ હોય ત્યારે તીર્થંકર પ્રકૃતિ બંધાય છે.
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૦
સમાધિ-પાન આ તીર્થંકરપ્રકૃતિ બંધાવાનું કારણ સેળ કારણુભાવના છે. આ ભાવનાએ સમસ્ત પાપને ક્ષય કરનારી, ભાવની મલિનતાને નાશ કરનારી અને સાંભળતાં તેમજ ભણતાં પણ સંસારના બંધને છેદનારી હેવાથી નિરંતર ભાવવા ગ્ય છે.
આ સેળ ભાવનાની જયમાળા ભણવાથી મહા પુણ્ય ઉપાર્જન થાય છે. તેને અર્થ, ભાવેની વિશુદ્ધતા માટે અને અશુભ ભાવને વિનાશ કરવા માટે છે.
સેળ કારણુભાવનાની સમુચ્ચય જયમાળા જય જયવંતા ભાવે, અમારી કુમતિ હરી જાઓ-જ્યોએ ટેક સંસાર અપાર સમુદ્ર સમે કરે-પદ સમ ભાવે તીર્થંકર પદ પ્રાપ્ત કરાવી, મેક્ષે લઈ જાઓ . ૧ હે! સેળ કારણ ભાવ, નમી હું-સ્તવન કરું આવે; દુર્ગતિનાં દુઃખ દૂર કરી, મુજ શક્તિ પ્રગટા-ય૦ ૨ સમ્યક દર્શનની સુવિશુદ્ધિ, નરભવમાં દુર્લભ ભાવે; પચીસ દોષ તજી દર્શનના, નિઃશંક અહી થાઓ-જય૦ ૩ દર્શન, જ્ઞાન, ચારિત્ર ઉપચારે, વિનય ભાવ લાવે; સત્ય ધર્મનું મૂળ વિનય છે, માન મહા ભુલા-જય૦ ૪ નિર્દોષ શીલની મોક્ષમાર્ગમાં, મહા મદદ ભાળ; ઈદ્રિય વિષય, કષાય, પરિગ્રહ-વિઘન ગણું ટાળો-ય૦ ૫ દુર્લભ માનવભવની ક્ષણેક્ષણ, જ્ઞાન ઉપગે ગાળે, સમ્યકજ્ઞાન નિરંતર સેવી, સંકલ્પ-વિકલ્પ ટાળે-જય૦ ૬
Page #152
--------------------------------------------------------------------------
________________
સેળ કારણભાવના
૧૩૧ સંસાર, શરીર ને ભેગ વિષે–વૈરાગ્ય ભાવ ભાવે; માત્ર મોક્ષની ધરી અભિલાષા, સંવેગ એક જગાવે-જ્ય૦ ૭ આત્માની હિંસા કરનારા, લેભાદિક કષાયે; તજી, શક્તિ અનુસાર સુપાત્રે ઘો દાન, તજી વ્યવસાયે-જય૦ ૮ બાહ્યાભ્યતર પરિગ્રહ પરની તજી આસક્તિ આવે સર્વ વિષયની ઈચ્છા તજીને, યથાશક્તિ તપ-લ્હા-જય૦ ૯ રાગાદિક દોષ દૂર કરને, ધર્મની હારે ધાવે; વીતરાગ મુનિને દુઃખ દેખી, સાધુ સમાધિ પ્રગટા-ય૦ ૧૦ દશવિધ સાધુ–સંઘની સેવા, મહા ભાગ્ય તે ભાળે; રાગ-દ્વેષ રેગાદિક પીડા, પથ-પરિશ્રમ ટાળો-જય૦ ૧૧ પરમ પૂજ્ય અરિહંત આતમા, સદા ભક્તિથી ભાવે; પ્રેમ ધરી કરી સ્તુતિ-પૂજા આત્મ-હિત ઉપજાવો-ય૦ ૧૨ પાળે પળાવે સદાચાર કરી મોક્ષમાર્ગ ફેલાવે એ આચાર્ય ગુરુની ભક્તિ, આદરથી ઉર લવ-જય૦ ૧૩ સમ્યકશ્રુત નિત્ય ભણે ભણાવે, ઉપાધ્યાય પદ સેવે; બહુશ્રુતની બહુ ભક્તિ કરીને, જ્ઞાન પરિશ્રમ લે-ય૦ ૧૪ આ વચનનું શ્રવણ પઠન ને, ચિંતન ભક્તિ ભાવે; અનેકાંત-આગમ સેવાથી, સંશય સર્વ શમાર્ય . ૧૫ સ્તવન, સામાયિક, પ્રતિક્રમ, વંદન, પચખાણુ, કાઉસગ ભાવે આવશ્યક એ કરી સદાયે, વૃત્તિ અનાદિ વાળે-જય૦ ૧૬. ધન્ય-પુરુષ કરે ધર્મ–પ્રભાવના વિદ્યા દાન વધારે પર–ધમી પણ કરે પ્રશંસા, સદાચાર જે ધારે-જય૦ ૧૭
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૨
• સમાધિ-સે પાન ધર્મ, ધર્માત્મા, ધર્મસ્થાનકે, બેધમાં ઊલટ ધારે એ વાત્સલ્ય ભાવ ઉર ધારી, મેહમાન સંહારે-જય૦ ૧૮ સમુચ્ચયરૂપ સેળ ભાવ, તીર્થંકર-કારણ ભાવે; ' અથવા સમ્યફ સહિત એકેકી ભાવી પરમપદ પારે-જય. ૧૯ અશુભ ભાવને નાશ કરે આ જયમાળા, જશ આપે, ભાવ સુધારી શુદ્ધ કરે તે બ્રહ્મ કર્મ સૌ કાપે-જય૦ ૨૦
ભાવાર્થ – હે સંસારસમુદ્રથી તારનાર ! હે કુમતિને નિવારનાર ! હે તીર્થંકર લબ્ધિને ધારણ કરનાર! હે મેક્ષના કારણભૂત ! હે સેળ ભાવના ! હું તને નમસ્કાર કરું છું. તારું સ્તવન કરું છું. મારી શક્તિને પ્રગટ કરું છું.
સેળ કારણભાવના જેને પ્રગટ થાય તે નિયમથી તીર્થકર થઈને સંસારસમુદ્ર અવશ્ય તરી જાય એ નિયમ છે. જે સેળ કારણભાવને ભાવે તે કુગતિમાં ન જાય. કોઈ તે વિદેહ ક્ષેત્રમાં ગૃહસ્થ અવસ્થામાં સોળ કારણભાવનાઓ કેવળી કે શ્રુતકેવળીની સમીપે ભાવીને તે જ ભવમાં તપકલ્યાણ, જ્ઞાન-કલ્યાણ, અને નિર્વાણ-કલ્યાણની પૂજા દે. દ્વારા પામી મેક્ષે જાય છે. કોઈ પૂર્વજન્મમાં કેવળી કે શ્રુતકેવળીની પાસે આ ભાવના ભાવી સૌધર્મ આદિ સર્વાર્થસિદ્ધિ સુધીના દેવોંકમાં ઊપજી, ફરી મનુષ્યભવ પામી, તીર્થકર થઈને મેક્ષે જાય છે. કેઈએ મિથ્યાત્વ અવસ્થામાં પૂર્વ ભવે નરક આયુષ્ય બાંધ્યું હોય પછી કેવળી કે શ્રતકેવળીનું શરણ પામીને સમ્યકત્વ ગ્રહણ કરી સોળ કારણ
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૩૩
સેળ કારણભાવના ભાવના ભાવી નરકે જાય. પછી નરકમાંથી નીકળી તીર્થંકર થઈને નિર્વાણ પ્રાપ્ત કરે છે. પૂર્વભવમાં સળ કારણભાવના. વડે જે તીર્થંકર પ્રકૃતિ બાંધે છે તેને પાંચે કલ્યાણક મહેત્સથી મહિમા વિસ્તરે છે. જે વિદેહ ક્ષેત્રેમાં ગૃહસ્થપણામાં તીર્થંકર પ્રકૃતિ બાંધે તે જ ભવમાં ઇંદ્રાદિક દ્વારા તપ, જ્ઞાન અને નિર્વાણ વખતે પૂજા પામી નિર્વાણ પ્રાપ્ત કરે છે. કેઈ વિદેહ ક્ષેત્રમાં મુનિવ્રત ધારણ કર્યા પછી કેવળીની સમક્ષ સોળ કારણભાવના ભાવી એ જ ભવમાં તીર્થંકર થઈ જ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણકની બે પૂજા પ્રાપ્ત કરે છે. દીક્ષા પહેલાં લીધેલી હોવાથી તપ કલ્યાણકની પૂજા થતી નથી. જેણે તીર્થંકર પ્રકૃતિ બાંધી હોય તે ભવત્રિક (ભવનવાસી, વ્યંતર અને તિષ્ક) દેને, અન્ય મનુષ્ય-તિર્યંચને, ભેગ ભૂમિમાં, સ્ત્રીનપુંસકને, એકેન્દ્રિય, બેઇદ્રિય, ત્રિઈદ્રિય કે ચતુરિંદ્રિય આદિ અસંસીને ભવ કરે નહીં, નરકની ત્રીજી પૃથ્વીથી નીચેની પૃથ્વીમાં ઊપજે નહીં. સળ કારણભાવનાઓ કુંગતિનું નિવારણ કરનારી છે. સેળ કારણભાવના પ્રાપ્ત થયા પછી ત્રીજે ભવે નિર્વાણ થાય છે. તેથી તે મોક્ષનું કારણ છે. તીર્થંકરપણાની ત્રાદ્ધિ સળ કારણભાવનાથી જ ઊપજે છે. તેથી હે સોળ કારણભાવના ! હું તને નમસ્કાર કરી તારું સ્તવન કરું છું.
(૧) હે ભવ્ય છે ! આ દુર્લભ મનુષ્યભવમાં પચીસ દોષરહિત દર્શનવિશુદ્ધિ નામની ભાવના ભાવો. સમ્યકદર્શનને નાશ કરનાર દોષને તજવા તે જ સમ્યક્દર્શનની ઉજવળતા.
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૪
સમાધિ-સે પાન છે. ત્રણ મૂઢતા, આઠ મદ, છ અનાયતન અને શંકા આદિ આઠ દોષો એ સત્યાર્થ શ્રદ્ધા કે સમ્યક્રદર્શનને મલિન કરનાર પચીસ દોષે છે તેને દૂરથી જ ત્યાગ કરે.
(૨) ભગવાને આગમમાં ચાર પ્રકારના વિનય કહ્યા છે –(૧) જ્ઞાન વિનય, (૨) દર્શન વિનય, (૩) ચારિત્ર વિનય, (૪). ઉપચાર વિનય. એ ચાર વિનયને જિન ધર્મનું મૂળ ભગવાને કહ્યું છે. એ ચાર પ્રકારને વિનય જ્યાં નથી ત્યાં ભગવાને કહેલા ધર્મની પ્રવૃત્તિ જ નથી સંભવતી. તેથી જિનશાસનના મૂળ વિનયરૂપ જ રહેવું યેગ્ય છે.
(૩) અતિચાર રહિત (નિર્દોષ) શીલ પાળે. શીલને મલિન ન થવા દેવારૂપ ઉજવળ શીલ મેક્ષમાર્ગમાં અત્યંત સહાયકારી છે. જે ઉજજવળ શીલ પાળે છે તેને ઇદ્રિના વિષય, કષાય, પરિગ્રહ આદિ મેક્ષમાર્ગમાં વિદ્ધ કરતાં નથી.
(૪) આ દુર્લભ મનુષ્ય ભવમાં દરેક ક્ષણે જ્ઞાન ઉપગરૂપ જ રહો, સમ્યકજ્ઞાન વિના એક ક્ષણ પણ વહી જવા ન દો. જે સંકલ્પ-વિકલ્પો સંસારમાં ડુબાડનાર છે તેને દૂરથી જ ત્યાગ કરે.
(૫) ધર્માનુરાગ સહિત સંસાર, શરીર અને ભેગ પ્રત્યે વૈરાગ્યરૂપ સંવેગ ભાવના મનમાં ચિંતવન કરતા રહે તેથી સર્વ વિષયેમાં અનુરાગને અભાવ થઈને ધર્મમાં અને ધર્મના ફળમાં અનુરાગરૂપ પ્રવર્તન દ્રઢ થાય છે.
Page #156
--------------------------------------------------------------------------
________________
સાળ કાણુભાવના
૧૩૫
(૬) અંતરંગમાં આત્માની ઘાત કરનાર લાભાદિ ચાર કષાયાના અભાવ કરી પેાતાની શક્તિ પ્રમાણે સુપાત્રાને રત્નત્રય ગુણુામાં અનુરાગ રાખી આહાર આદિ ચાર પ્રકારનાં દાન આપવામાં પ્રવૃત્તિ કરે.
(૭) ખન્ને પ્રકારનાં અંતરંગ અને અહિરંગ પરિગ્રહમાં આસક્તિ તજીને, સમસ્ત વિષયાની ઇચ્છાના અભાવ કરી, અતિશય દુર્ધર ( આકરું) તપ શક્તિ પ્રમાણે કરે.
(૮) ચિત્તના રાગાદિ દોષો દૂર કરીને પરમ વીતરાગરૂપ સાધુ-સમાધિ ધારણ કરો.
(૯) સંસારનાં દુઃખ, આપદાને દૂર કરનાર વૈયાવૃત્ત્વ દશ પ્રકારે કરો.
(૧૦) અરિહંતના ગુણામાં અનુરાગરૂપ ભક્તિ ધારણ કરીને અરિહંતનાં નામાકિનું ધ્યાન કરી અદ્વૈતભક્તિ કરી.
(૧૧) પાંચ પ્રકારના આચાર પાતે પાળે અને પળાવે તથા દીક્ષા, શિક્ષા દેવામાં કુશળ, ધર્મના સ્તંભરૂપ આચાર્ય પરમેષ્ઠીના ગુણામાં અનુરાગ ધારણ કરવા તે આચાર્યે ભક્તિ છે.
(૧૨) જ્ઞાનમાં પ્રવૃત્તિ કરાવનાર, નિરંતર પોતે સમ્યક્જ્ઞાનના અભ્યાસ કરે, અન્ય શિષ્યાને ભણાવવામાં ઉદ્યમી, ચારે અનુયેગના પારગામી વા અંગ-પૂર્વાદિક શ્રુતના ધારક ઉપાધ્યાય પરમેષ્ઠી પ્રત્યે બહુ ભક્તિ ધારણ કરવી તે બહુશ્રુતભક્તિ છે.
૧ આહાર, ઔષધ, જ્ઞાન અને અભયદાન.
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૬ :
સધિ-સંપાન (૧૩) જિનશાસનને પુષ્ટ કરનાર અને સંશય આદિ અંધકાર દૂર કરવામાં સૂર્ય સમાન જે ભગવાનના અનેકાંતરૂપ આગમનું શ્રવણ, પન, પ્રવર્તનમાં ચિંતવનરૂપ ભક્તિ વડે પ્રવર્તવું તે પ્રવચન ભક્તિ છે.
(૧૪) અવશ્ય કરવા યોગ્ય છે આવશ્યક છે. તે અશુભ કર્મના આસવને રોકી મહા નિર્જરા કરનારાં છે, અશરણને શરણરૂપ છે, આવાં આવશ્યકને એકાગ્ર ચિત્તથી ધારણ કરે, નિરંતર એની જ ભાવના ભાવે.
(૧૫) જિનમાર્ગની પ્રભાવનામાં નિત્ય પ્રવર્તન કરો. જિનમાર્ગની પ્રભાવના ભાગ્યશાળી પુરુષથી થાય છે. અનેક પુરુષની વીતરાગ ધર્મમાં પ્રવૃત્તિ અને કુમાર્ગને અભાવ પ્રભાવના વડે જ થાય છે.
(૧૬) ધર્મ પ્રત્યે, ધર્માત્મા પુરુષ પ્રત્યે, ધર્મનાં આયતન (સ્થાન) પ્રત્યે, અને પરમાગમનાં અનેકાંતરૂપ વચને પ્રત્યે પરમ પ્રીતિ કરવી તે વાત્સલ્ય ભાવના છે. આ વાત્સલ્ય અંગ સમસ્ત અંગેમાં પ્રધાન છે, દુર્ધર મેહ તથા માનને નાશ કરનાર છે.
- આ પ્રમાણે મોક્ષનાં સુખ દેનારી આ સોળ કારણભાવનાઓને જે ભવ્ય જીવ સ્થિર ચિત્ત કરીને ભાવે છે, ચિંતવન કરે છે, જેના આત્મામાં તે પરિણામ પામે છે, તે સમસ્ત જીવનું કલ્યાણ કરનાર તીર્થંકરપણું પામી પંચમ ગતિ એટલે મેક્ષ પામે છે.
સોળકારણની સમુચ્ચયરૂપ ભાવના સમાપ્ત.
Page #158
--------------------------------------------------------------------------
________________
વિશુદ્ધિ-પદ્ય
૧૩૭
દશનવિશુદ્ધિભાવના પદ્યમાં –
(હરિગીત) - હે ભવ્ય છે ! જાણજે આ યુગ નર ભવને ભલે,
તેને સફળ કરવા ચહો તે, વચન આ શુભ સાંભળે; શુદ્ધ આત્મા ઓળખે, તેની પ્રતીતિ દ્રઢ કરે, તેને સુદર્શન જાણીને, નિર્મળપણે પ્રીતિ ધરે. ૧ સુદર્શન સૌ ધર્મનું મૂળ સત્ય શાસ્ત્રોમાં કહ્યું, તેના વિના મુનિ-ધર્મ કે શ્રાવકપણું કહે ક્યાં રહ્યું ? જ્ઞાન પણ અજ્ઞાન ને, ચારિત્ર કુચારિત્ર છે, તપને કુતપ આગમ કહે, સમ્યફ વિના ગુણુ ક્યાં રહે ? ૨ ચાર ગતિમાં જીવ ભમે, સમક્તિ વિના બહુ કાળથી, જન્મ-મરણે ટાળવા, રાખે હદયમાં કાળજી; ત્રાસ ધર ભવ-ભ્રમણને, ઈચ્છે અહીંથી છૂટવા, આત્મિક સુખ અનંત અવિનાશી ગ્રહો જો લૂંટવા ૩ તે સુખ જે પરદ્રવ્યનાં, ઈદ્રિયથી જે માણતા, તેને ગણુને તુચ્છ, અભિલાષા નહીં ઉર આણતા; નિર્મળ કરે સમ્યકદર્શન, પ્રીતિ અતિશય આણીને, વિસ્મરણ કરો સંસારનું, ને સ્વરૂપ સાચું જાણીને. ૪ દર્શનવિશુદ્ધિ મેક્ષમાતા, દુર્ગતિને છેદતી, પંદર બીજી શુભ ભાવનાનું મૂળ બની ઊછેરતી; સંસાર દુઃખરૂપ તિમિર ટાળે, સૂર્ય સમ આ અંગ છે, દર્શન-વિશુદ્ધિ ભવ્ય જીવને પરમ શરણ અભંગ છે. પ
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૮
સમાધિ-પાન સ્વદ્રવ્ય ને પરદ્રવ્યને, વિજ્ઞાન બળથી પારખી, ભિન્ન કરજે ભેદજ્ઞાને, લક્ષણેને નીરખી; સદગુરુના સધની, કર શેધ શ્રદ્ધા ધારજે, સત્સંગથી ઉલ્લાસ સત્પરુષાર્થ માંહિ વધારજો. ૬ કર્મના ઉદયે ધર્યો આ દેહ તે નિજ માનતે, અનાદિના મિથ્યાત્વથી, નથી સ્વ પર ભેદ પિછાનતે; ચારે ગતિમાં ભ્રમણ કરતે, જ્ઞાનનેત્ર રહિત આ, સ્વરૂપ ભૂલી ભટકતે, સંસારવન દુઃખકર મહા. ૭ નહિ દેવ સાચા ઓળખ્યા, નહિ ભેદ ધર્મ કુધર્મને, સદ્દગુરુ કુગુરુ ભેદ નહિ, નહિ પુણ્ય કે પાપાદિને; આ લેક કે પરલેકને, નહિ ગ્રાહ્ય–ત્યાજ્ય વિચાર કે, નથી ભક્ષ્ય કે અભક્ષ્યને, સત્સંગ કે કુસંગને- ૮ નિર્ણય નથી સશાસ્ત્ર કે, કુશાસ્ત્રને ઍવને હજી, કર્મફળના રસ વિષે, નહિ ભેદ-બુદ્ધિ ઊપજી; નહિ હિત કે અહિતની, પ્રગટી પિછાન અચૂક કે, પર દ્રવ્યમાં રહી લાલસા, તેથી ન ફ્લેશે મૂકતે. ૯ સદ્ભાગ્ય આદિ લબ્ધિથી, ઉત્તમ કુળાદિ પામિ, સર્વજ્ઞનાં સ્વાદુવાદી વચને, આત્મધર્મ પિછાનિયે; પ્રમાણ નય નિક્ષેપથી નિર્ણય કરે તે થયે, વૌતરાગ સમ્યકજ્ઞાની ગુરુને કૃપાપાત્ર કદી થયે. ૧૦ સદ્ગુરુ કૃપાથી બંધ પામે, અચળ નિશ્ચય આવીઓ, કે જાણનારે અવિનાશી આત્મરૂપ જણાવીએ;
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૩૯
દર્શન વિશુદ્ધિ-પદ્ય દેહાદિ સૌ પર દ્રવ્યથી, જુદો જણાયે લક્ષણેચેતના લક્ષણ થકી, જુદો રહે નહિ કે ક્ષણે. ૧૧. દેહ, જાતિ, નામ, કુળ, રૂપાદિ તદ્દન ભિન્ન છે, ને કામ, ક્રોધાદિ વિકારે, કર્મને આધીન છે; નિર્વિકારી, શુદ્ધ, જ્ઞાયક ભાવ કંકોત્કીર્ણ હું,
સ્ફટિકમણિ સમ શુદ્ધ, પણ પર સંગ-રંગ મલિન છું. ૧૨. ત્રણ અમૂઢતા :પરમહિત ઉપદેશતા, સર્વજ્ઞ શ્રી વતરાગ જે, રાગ-દ્વેષાદિ અઢારે, દોષમાં દે આગ જે; અનંતજ્ઞાન, અનંતદર્શન, વીર્ય–સુખ અનંત જ્યાં, અનંત આત્મિક ગુણ અવિનાશી પ્રગટ અત્યંત જ્યાં– ૧૩ એ આસ પૂજાપાત્ર છે, વંદન સ્તવનને છે, કામ-ક્રોધાદિ વડે વિષયાદિ જેને ભેગ્ય છે; ઈદ્રિયજ્ઞાને જાણતા જે, નિર્વિકાર નથી થયા, તે દેવ શ્રદ્ધાપાત્ર શાના? જે ન સમજ્યા શું દયા? ૧૪ સર્વજ્ઞ શ્રી વીતરાગની વાણુ સદા સશાસ્ત્ર છે, પ્રત્યક્ષ અનુમાનાદિથી, અવિરેધ, શ્રદ્ધાપાત્ર છે; જે અહિંસારૂપ ધર્મને, સંસારતારક જ્ઞાનને, આચાર શુદ્ધ બતાવતાં, આગમ કહે અનેકાંત તે. ૧૫ આત્મા પ્રગટ દર્શાવતાં, આગમ ભણે, સુણે, સ્તવે, વંદન કરે, શ્રદ્ધા કરે, વળી ગહન અર્થ પ્રકાશ; પણ રાગ-દ્વેષ વધારતાં, વિષય કષાય ઊછેરતાં, હિંસાદિને ઉપદેશતાં, વિષબીજ શાસ્ત્રો વેરતાં– ૧૬
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૦
સમાધિ સાપાન
એ,
1;
નહીં,
ઉદ્યમી;
પ્રત્યક્ષ ને અનુમાનથી ખંડિત, એકાંતિક શાસ્ત્રો શ્રવણને ચેાગ્ય નહિ, નહિ અનુમાદન યેાગ્ય એ; અહિતકારી ના ભણેા, વિષયાદ્ઘિ ના ભણવા પડે, ભવ ભવ વિષે અભ્યાસિયા તે પાષવાથી શું જડે ? ૧૭ આરંભ, પરિગ્રહ, વિષય વાંછા ને કષાય, કદી આત્મ ઉજ્જવળતા થવા, સ્વાધ્યાય ધ્યાને કર્મલ સુખ-દુઃખમાં સ્વાધીન સમતા ધારતા, જીવન, મરણ, નિંદા, સ્તુતિમાં સહનશીલતા રાખતા- ૧૮ સુધા, તૃષાદિ, પરિષહા, ઉપસર્ગ વળી આવી પડે, તા પણ અડાલ ધરે ધીરજ નિગ્રંથતા ત્યાં સાંપડે; એવા કષાય રહિત સદ્ગુરુ આત્મધ્યાને જે રમે, તે સ્તવન વંદન યેાગ્ય છે, તેને ત્રિભુવન જન નમે. ૧૯
ધર્મ હિંસામાં કદી, શીત વ્યાપતી; સાપના મુખમાં વસે ભલે મેરુ ચળે, પૃથ્વી ભલે ઊંધી પડે, નહિ ધર્મ હિંસામાં મળે. ૨૦
જીવ યા એ ધર્મ છે, ના પશ્ચિમ વિષે ઊગે રવિ, છે અગ્નિથી
અમૃત,
નિ:શકિત આદિ આઠ અ`ગ :
એવી અચળ શ્રદ્ધા ધરે, જે જીવ સમકિતવંત છે, આત્મ-અનુભવ, આસ, આગમ, ધર્મમાં નિઃશંક તે; સમકિતી સુખ અહચિંદ્રનાં, પણ વેદનારૂપ માનતા, વિનાશી દુઃખરૂપ દેખી તેને સ્વપ્રમાંહિ ન ઇચ્છતા. ૨૧ વિષયસુખ દુઃખમીજ જાણી, કાણુ સમજી તે ચહે ? તજી ધર્મસેવન-રત્નફળ કહા, વિષય-કોડી કે ગ્રહે ?
Page #162
--------------------------------------------------------------------------
________________
દશનાંવશુદ્ધિ-પદ્ય
૧૪૧ ધર્મફળ અવિનાશી, સ્વાધન મેક્ષ-સુખની ખાણ છે, વાંછા રહિત સમકિતી હૈયે, આત્મ-સુખના જાણ તે. ૨૨. દુર્ગધી તેલાદિ લગાવે, રેગી રાગી ન તેલને, તેવી રીતે વ્રત રહિત સમકિતી વાસ્તુ વછે, મેલ; વેદના તત્કાળ થાયે, તે સહી ના જાય જ્યાં, ઉપાય તેના આદરે, નહિ ગમે કેઈ ઉપાય ત્યાં. ર૩.
આજીવિકાદિ ઈચ્છતાં પણ ન્યાય-નીતિ ના તજે, વ્રતી સમકિતી કર્દી ન ઈચ્છ, વિષય છે જે તે તજે, શત ખંડ કાયાના થતાં, ત્યાગેલ ભેગ ન તે ચહે, એ ગુણ નિષ્કાંક્ષિત કહ્યો, સમકિતી નર વિરલા વહે. ૨૪ ખાન, ગાન, સ્ત્રી, પુત્ર, સંપ, આપદા, નિર્ધનપણું, કર્માનુસાર મળી રહે, ભૂત ભાવનું ફળ તે ગણું રેગી, દરિદ્રી, નીચ, ગંદો કેઈને દેખું અહીં, મળ-મૂત્ર, કાદવ, ગંધ આદિ, દેખો સૂગ લાવું નહીં. ૨૫ વન કે સ્મશાનાદિ સ્થળે, દેખી ન ભયભત હું બનું, દુઃખદાયી કાળ જણાય પણ, ને ક્લેશરૂપ કદી ગણું દુષ્ટતા પર જીવની, કટુ આદિ વસ્તુ સ્વભાવથી, પરિણામ કલેશિત ના કરું, નિવિતિગિચ્છા મન ધરી. ૨૬
આત્મ (સત્ય) ધર્મ થકી ચળે ના ચમત્કાર–પ્રભાવથી, કુશાસ્ત્ર કે કુદેવકૃત, મણિ, મંત્ર, ઔષધ નથી; આશ્ચર્ય-કારી બને બીને, યંત્રે કળાદિ કારણે, સમકિતી ના લલચાય તેને, અમૂઢદ્રષ્ટિ ગુરુ ગણે. ર૭
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૨
સમાધિ-પાન અન્યના અજ્ઞાન કે, અશક્તિથી દષે થતા, જાણે, કરે ને પ્રગટ, પણ બનતા સુધી તે ઢાંકતા; મેહાદિ ઘાતી કર્મ વશ, જન નિજભાવ ભૂંલી રહ્યા, પરધન-હરણ કુશીલ આદિ, પાપ ત્યાગે જન મહા. ૨૮ સત્ય-ધર્મી પાપના, ઉદયે ભૂલી ભૂંલ કે કરે, તે દેખી સમકિતી અતિ મનમાંહિ એવું ચિંતવે; આ દોષ જે જન જાણશે, તે ધર્મને સૌ નિંદશે, અન્ય ધર્માત્મા બધા, એવા જ લેકે લેખશે. ૨૯ એમ જાણું દેષ પરના, ઢાંકવાને ગુણ તે, ઉપગૃહન ગુણ સમ્યકત્વને, સૌ સગુણ ઉર આણશે; પ્રશંસા નિજ ગુણની, ગુણવંત ના કદ ઈચ્છતાં, દર્શનવિશુદ્ધિ થાય નિર્મળ, ઉપગૃહન ગુણ ભાવતાં. ૩૦ ધર્મ-ધારી કોઈનાં, પરિણામ કર્દી ચળ જાય છે, ઉપદેશ આદિ મદદ દેતાં, સ્થિતિકરણ ગુણ થાય તે રોગની પીડા વડે, પરિણામ ચળતાં ભાળીને, ગરબાઈનાં દુઃખ, ફિકરથી વળી ચળે કે કંટાળીને ૩૧ ઉપસર્ગ, પરિષહથી ચળે, અસહાયતાથી કે વળી, આહાર–પાન મળે નહીં, ત્યારે જતાં કોઈ ચળી; સહાય, સેવા, અન્ન, ધન આદિ દઈ ઉપદેશથી, પરિણામ દૃઢ કરવા સુધર્મ, નિસ્પૃહી ઉદ્દેશથી. ૩૨
હે ધર્મધારક ! જ્ઞાની જન, જાગ્રત રહે, હારી ન જા, શાને શિથિલ થઈ જાય છે, કાયર કદાપિ તું ન થા;
Page #164
--------------------------------------------------------------------------
________________
દશાવિશુદ્ધિ-પદ્ય
૧૪૩ રેગ ક્યાં રહેનાર છે? ડગલું ડગે નહિ ધર્મથી, જ્ઞાની થઈ શાને ચૂકે છે, અશાતા રૂપ કર્મથી? ૩૩ ઉદય આવ્યો વેદનાને, વેદ પડશે ખરે! પૈર્ય ધરને ભગવે, કાયર દૌસે છે કાં, અરે ! કાયર બની દીનતા ધરે, અ વડે આંખે ભરે, આકંદ કરી શિર કૂટતાં, ના કર્મ છેડે ધીર હો ! ૩૪ ઉદયમાં આવેલ કર્મ, હરી શકે નહિ સુર કે, મંત્ર, તંત્ર, સ્ત્ર, પુત્ર, મિત્રાદિ બધાં લાચાર જે; સારી રીતે સમજે છતાં, કાયર અને શાને તમે, વેદનાના જોરમાં પણ, ધૈર્ય ધારે આ સમે. ૩૫ કાયર થયે દુઃખ ના ઘટે, દુઃખ ભાર વધતે લાગશે, ધર્મ, યશ પરલેક બગડે, સાહસે સૌ ભાગશે; પરમ ધર્મ અશરણનું પણ શરણ, ધારણ તે કરે, સ્વછંદ ચેષ્ટા પરિહરી, આરાધના ઉરે ધરે. ૩૬ સુધા, તૃષા, સંતાપ, તાડન, રોગ, શત, ઉષ્ણાદિનાં, ઘેર દુઃખ ચિરકાળ વેડ્યાં, નરક તિર્યંચાદિમાં, અનંત ભવમાં ભગવ્યાં, દુઃખ જન્મ-મરણનાં મહા, તે આટલા દુઃખની ગણત્રી, શ્રી ગણે? આવ્યું જવા. ૩૭ રોગનાં દુઃખ દેહને, હાનિ કરે, હણશે કદી, આત્મા અમર ચેતન સ્વરૂપ, કેઈથી મરશે નહીં, દેહ તે પડશે નકી, ધારણ થયો છે છૂટશે, ચેતે હવે, સમભાવ રાખે, પાપ ફળ ઝટ ખૂટશે. ૩૮
Page #165
--------------------------------------------------------------------------
________________
સમાધિ પાન પંચ પરમેષ્ઠી પ્રભુનું શરણ સ્મરણાદિ કરે, નિજ અજર, અમર, અખંડ જ્ઞાતા સ્વરૂપમાં મન દ્રઢ ધરે; અવસર ફરી આવે નહીં આવે, અરિને જીત, કર્મો અનાદિ કાળનાં દુઃખ દઈ રહ્યાં, નિર્મૂળ કરે.” ૩૯ એ રીતને ઉપદેશ દેઈ, મન ધર્મમાં સુદ્રઢ કરે, અનિત્ય આદિ ભાવનાનું, ગ્રહણ તુર્ત કરાવજે વ્રત, ત્યાગ ત્યાગ્યાં હોય તે, ફરી ગ્રહણ તુર્ત કરાવજે, સેવાદિ ઉપચાર વડે, સ્થિતિકરણ ગુણ પ્રગટાવજે. ૪૦ સંસારી જીવની પ્રીતિ, સ્ત્રી, મિત્ર, પુત્રાદિકમાં, ઈદ્રિય-વિષય-વિલાસમાં, કે કીર્તિ ને કનકાદિમાં સ્ત્રી, પુત્ર, ઘર, પરિગ્રહ, વિલાસ પરિભ્રમણ-કારણ ગણી, ધરે અંતરે વૈરાગ્ય તે હવે રાગ રાખે શા ભણી? ૪૧ રત્નત્રય-ધારક મુનિ, આર્યા, સુશ્રાવક, શ્રાવિકા, ધર્મનાં આયતનમાં, અત્યંત પ્રીતિ લાવતા; વાત્સલ્ય અંગ ગણાય આ, સમક્તિવંત સદા ધરે, આ ધમેરાગની સેવા, સંસાર-કારણને હરે. ૪૨ વચન, તન, મન, ધન વડે, તપ દાન ભક્તિ આદરી,
ન્યાય–નીતિ ટેક ધારી, સદાચાર સદા ધરી; રત્નત્રય પ્રગટાવી માર્ગ–પ્રભાવના વિસ્તારતા, તે ધન્ય ધર્માત્મા જગતમાં, સર્વનું હિત સાધતા. ૪૩ છ અનાયતનને ત્યાગ :સમક્તિ નિર્મળ રાખવા, ત્રણ મૂઢતા પણ ત્યાગવી, તે લેક-મૂઢતા, દેવ-મૂઢતા, ગુરુ-મૂઢતા જાણવી
Page #166
--------------------------------------------------------------------------
________________
દર્શન વિશુલિ-પદ્ય
:. ૧૫ હાડકાંરૂપ ફૂલ ગંગામાં ગયે સદ્ગતિ ગણે, ગંગાદિ જળને ઘૂંટડે, કે સ્નાન પાવનકર ભણે. ૪૪ ઍવતી બળે મૃતસ્વામી સાથે, સતી તે પુજાય છે, મરી ગયેલા પિતૃ દેવે, શ્રાદ્ધમાંહિ મનાય છે; રવિ, સોમ, મંગલ આદિ ગ્રહની, ગળે માળા ધારતા, ગ્રહદોષ કરવા દૂર વળી, દઈ દાન મંત્ર જપાવતા. ૪૫ સંક્રાન્તિ, સેમવતી અમાસે, ગ્રહણ કાળે દાન દે, સ્નાનથી કે દાભથી, શુદ્ધિ ગણે બહુ માન્ય તે, હાડકારૂપ હાથીદાંત, પવિત્ર માની પહેરતાં, ઘર, કૂવા, હળ, મુશળ, દીપક, ઝાડ, પશુને પૂજતાં. ૪૬ ગણેશ પૂજે, માન્યતા, રાખી જતા ઉતરાવતા, સંતાન જીવતા રાખશે, ગણું ચોટલી કતરાવતા દેવતા સંતાન દેશે, કાર્ય પૂરું પાડશે, કે રેગને જે ટાળશે, કે વેરીને વળી મારશે-૪૭ તે દેવ-દેરી હું કરાવું, છત્ર, ધન, લાડુ ધરું, એવા કરારે લાંચનું દે, દેવને પણ નેત; ડાખલાં ખખડાઊંને ઠો, જાગરણ રાતે કરે, બકરાદિની હિંસા કરી, અપવિત્ર દેવી રીઝવે. ૪૮ પૂજે વળી કે શીતળા, લક્ષ્મી, કલમ કે રૂપિયા, અન્ન, જળ, હથિયાર, દૂર્વા, નાગ, અગ્નિ પૂજિયા એવી રીતે આશા ધરી, ભય દૂર કરવા પૂજતા, કે લેક દેખાદેખીથી વર્તે, ગણે જન-મૂઢતા. ૪૯
Page #167
--------------------------------------------------------------------------
________________
સમાધિ-પાન એ માન્યતા મિથ્યાત્વબળવાળી અતિ વિપરીત છે, ને લેલજજા–ભૂત પ્રેરિત, મેહનદ સહિત તે; બુદ્ધિબળથી પિતા કે, ધર્મને અંશે ગણી, પણું આત્મધર્મ રહિત સર્વે, માન્યતા જૂઠી ભણી. ૫૦ દેવ-મૂઢતામાં નથી, વિચાર દેવ-કુદેવને, કામ, ક્રોધી, શસ્ત્રધારી, સત્ય માની, સેવાશે રચના રચી પરમેશ્વરે, હણનાર પણ પિતે – કહે, વળ શુભ–અશુભમાં પ્રેરણા, ઈશ્વર સદા કરતા રહે પ૧ એ માન્યતા મિથ્યા ગણે, નહિ મેક્ષમાર્ગ જણાય ત્યાં, પાપની પણ પ્રેરણ ઇશ્વર કરે, જીવ-દોષ ક્યાં? દેષ વિણ બંધન નહીં, બંધન વિના સંસાર છે? સંસાર વણ ઉદ્ધાર નહિ, તે મેક્ષને ઉપદેશ છે? પર પાખંડ, દુરાચારી, લેભી, વિષય-લેલુપ કુગુરુ, વચન-સિદ્ધ, વળી તપસ્વી, પૂજ્યતાની આબરુ મહા પુરુષ મનાય જગમાં, તેથી ગુરુ તેને ગણે, ગુરુ-મૂઢતા તે જાણવી; એ ભૂલ આત્માને હણે. ૨૩ દર્શન–વિશુદ્ધિ કારણે છે, અનાયતન પણ ત્યાગજે, કુદેવ ને કું-શાસ્ત્ર, કુગુરુ, ત્રણેના વળી સેવકે; ધર્મનાં જે સ્થાન નહિ, તે અનાયતન છ જાણજે, આત્મ-ધર્મ વિમુખ તેથી, પરીક્ષક થઈ નાણજે. ૫૪ આઠ મદને ત્યાગ:જાતિ, કુળ, ઐશ્વર્ય, રૂપ, તપ, શાસ્ત્ર, બળ, વિજ્ઞાન એ, આઠ મદ અત્યંત તજી, દર્શન-વિશુદ્ધિ જાણજે,
Page #168
--------------------------------------------------------------------------
________________
દનવિશુહિ પણ
૧૪૭ સુવિચાર સમ્યફ–કૃષ્ટિ કરતા, જાતિ હે જીવ! તુજ નહીં, કર્મનું ફળ, કર્મ-આધીન, વિનાશી, નહિ સ્થિર રહી. પપ મા-પક્ષની જાતિ કહી, કુળ પક્ષ પિતાને ગણે, ઉચ્ચ-નીચ જાતિ કુળમાં, ભવ ધર્યો અતિ આપણે ચંડાળણી કે ભીલડી, નટડી બની માતા કદી, વેશ્યા, ગધેડી, કાગડી, કે ભૂંડણ કે કૂતરી. પ૬ ઘણી વાર એવી માતની, કૂખે ધર્યા ભવ આપણે, તે જાતિનું અભિમાન ધારી, કેમ દર્શનને હણે? સંસારમાં નૌચ જાતિમાં, જીવ ભવ અનંત ધરે પછી, એક વાર જ ઊપજે કેઈ, ઉરચ જાતિમાં કદી. ૫૭ ફર નીચ જાતિમાં ભમે, જીવ ભવ અનંત કરી કરી, એમ વાર અનંત પામે, ઉચ્ચ જાતિ પણ વળી; તેય આ સંસારનું પરિભ્રમણ ન અટકયું હજી, તેથી મદ કર ઘટે ના, જાતિકુળ તણે કદી. ૫૮ સ્વર્ગના દેવે મહદ્ધિક, ઊપજે એકેન્દ્રમાં, કે શ્વાન આદિ પશુ થઈ, સુખ લેશ લે નહિ નીંદમાં ઉચ્ચ કુળધારી મરી, ચંડાળને ત્યાં ઊપજે, શે ગર્વ કરે કુળને ! મિથ્યાત્વને એ સૂચવે. ૫૯ જાતિ–કુળ તે સિદ્ધ સમ, આત્મન ! તમારું સત્ય એ, તે ભાન ભૂલી દેહનાં, જાતિ–કુળે લલચાય છે, માતા–પિતાના રુધિર વર્ષે, નૌપજતા નરેંચ દેહમાં, કરી જાતિકુળની કલ્પના, ગર્વે ભમે તન–ગેહમાં. ૬૦
Page #169
--------------------------------------------------------------------------
________________
"
05
.
૧૪૮ અનંતકાળ નિગદમાં, ભમવું પડે અભિમાનથી, તે વીતરાગ ગુરુ તણે, ઉપદેશ યે બહુમાનથી; ઉરચ જાતિ-કુળ દીપા, સત્ય, સંયમ, શીલથી, અભિમાન તેમાં મદદ કરશે, રક્ષશે કુશીલથી. ૬૧ ઉચ્ચ જાતિકુળમાં અભક્ષ્ય-ભક્ષણ ના ઘટે, હિંસા, મૃષા, પરધન–હરણ, દુરાચરણ હેજે માટે કર્મ-કૃત સંજોગમાં, સમકિતી મદ શાને કરે? દેહાદિ તે પર્યાય પર, ત્યાં આત્મબુદ્ધિ ના ધરે. દર એશ્વર્ય પામી મદ કરે ના, ફળ વિચારે મન વડે, નિજ ભાન ભૂલી રાગ-દ્વેષ, પાપ કર ભમવું પડે ત્રણ લેકને પણ પૂજ્ય છે, નિર્ગથતા તે આદરે, ઐશ્વર્ય ક્ષણ–ભંગુર છે, તે હેય તે પરહિત કરે. ૬૩ ઈદ્ર, ચકી આદિના, વૈભવ ગયા ક્ષણ માત્રમાં, તે અન્ય જીવન પુણ્યને, ક્ષય થાય ઝટ, આશ્ચર્ય ક્યાં? ચાર દિનની ચાંદની છે, વિનીતભાવે વાપરે, પરમાત્મતા, એશ્વર્ય પિતાનું ગણું એ આદરે. ૬૪
રૂપને મદ શું કરે છે? વિનાશી પગલતણું, ક્ષણમાં હતું ન હતું થતું, ના સ્વરૂપ એવું આપણું દારિદ્રય, રેગ, વિયેગ, ઘડપણ, રૂપનાશક–કારણે, આ હાડકાં ને ચામડાનાં, રૂપને શું શુભ ગણો ! ૬પ ગર્વ છે આ દેહને, નિજ રૂપ કેવળ જ્ઞાન છે, જેમાં જણાયે વિશ્વ આ, પ્રતિબિંબરૂપે માન તે,
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૪૮
દનવિશુદ્ધિ-પદ્ય ચામડાંના રૂપમાં કદી, આત્મબુદ્ધિ ના કરે, અવિનાશી જ્ઞાન–રૂપમાં, આત્મભાવ સદા ધરે. ૬૬ શ્રત–શાસ્ત્રનું અભિમાન છોડે, હોય ગર્વ ન જ્ઞાનમાં, આત્મજ્ઞાન રહિત જનનાં, શાસ્ત્ર જ્ઞાન ન કામના;
અગિયાર અંગ અભવ્ય ભણી, સંસારમાં ભમતા રહે, વિપરીત ધર્મ સુપષી અંધ રહે, ન સમકિત તે લહે. ૬૭
ઇંદ્રિયજનિત આ જ્ઞાન ક્ષણમાં, નાશ પામે ગર્વ શો ? વાત, પિત્ત, કફાદિથી ફરાઁ જાય, ઘડીમાં સર્વ જે; ઈદ્રિય પામે નાશ તે એ જ્ઞાન પણ સાથે જતું, એ જ્ઞાન તે મૃગજળ સમું, જવ, ગર્વ શ્રુતને છોડ તું ૬૮ જ્ઞાન મિથ્યા જાય વધતું, તેમ બેટા ગ્રંથની, ટીકા રચી, કાવ્યો કરી, કર પુષ્ટિ કલ્પિત પંથની; દુરાચારે દોરી જનને, ડુબાડે ભવ-કૂપમાં, અજ્ઞાન વિપરીત વર્તતું, પલટાવી વર્ત સ્વરૂપમાં. ૬૯ સમકિત વણ મિથ્યાત્વનું, તપ સર્વ નિષ્ફળ જાણજે, તપમદ વડે બુદ્ધિ હણાયે, કુગતિ ભણું તપ તાણશે; તપ-ગર્વ જાણી, મહા હાનિ, ભવ્ય જીવ તે ત્યાગશે, શરીર કૃશ કરતાં તપસ્વી, કષાય હણવા લાગશે. ૭૦જેથી જિતાયા કર્મ શત્રુ, કામ, ક્રોધાદિ મહા, ધન્ય તે બળ જાણવું, બળવાનને શાની સ્પૃહા ? દેહ–બળ યૌવન હકમ-બળ પામી નિર્બળને દળે, પરધન હરે, આજીવિકાદિ, જમીન ગૂંટાવી રળે. ૭૧
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૦
સમાધિ પાન કુશીલ સેવે, દુરાચારે, પશુ પેઠે આચરી, તે બળ અપાવે ઘેર દુઃખ, નરકે ઘણા ફેરા ફરી; તિર્યંચગતિમાં માર, વધ, સુધા, તૃષા, કુવચનનાં, દુઃખ ભેગવાવે ભવ અનંત, કરાવીને અજ્ઞાનમાં. ૭૨ એકેન્દ્રોંમાં બળરહિત થઈ, પરવશપણે દુઃખ ભેગવે, તેથી તછ બળમદ સદા, નિજ આત્મહિત કરજે હવે; બળ હોય તે પણ ક્ષમા ધરજે, શેભશે બળ જેહથી, “ક્ષમા ભૂષણ વીરનું ઉત્તમ થશે તપ તેહથી. ૭૩ હાથ–ચાલાકી અનેક પ્રકારના ઉદ્યોગમાં, ને વચન–ચાલાકી અનેક પ્રકારના સંજોગમાં મન વિકલ્પ-કળા-કુશળ, યંત્રાદિની ઉત્પત્તિમાં, તેને ગણે વિજ્ઞાન, એને મદ ધરે આપત્તિમાં. ૭૪
બેટી કળા ચતુરાઈના, મદમાં જને જગમાં વદે :કે સાચને જૂઠું કરી દઉં, સ્થાપી જૂઠ સાચા પદે, અલંકીને કરું હું કલકી, શલવંતને દૂષણ દઉં, નિર્દોષને દંડાવું હું ને, ધનિકનું ધન હરી લઉં. ૭૫ ધર્મ છેડાવી દઈ, વિપરીત કરાવું માન્યતા, યંત્રે બનાવું પ્રાણુઓને, પકડવા કરી ક્રૂરતા; બંદૂક, તેની કળા કરી જીવ–ઘાત ઘણું કરું, સબમરીન જળમાં ગુમ હાંકી, વહાણ કાણું બહુ કરું. ૭૬ યુદ્ધ વિમાને રચું, મટર-સ્ટીમરથી લૂંટી લઉં, તેડી તિજોરી રાજ્યની, રત્નાદિ પણ છૂપવી દઉં,
Page #172
--------------------------------------------------------------------------
________________
દર્શન વિશુદ્ધિ-૫ઘ
* ૧૫૧ એવી કળા ચતુરાઈ કુરાને કરીને દાખવે, કરી ગર્વ તેને ઘેર દુઃખ, નરકે જઈને ભગવે. ૭૭ સાચી કળા ચતુરાઈ કાપે, વિષય કષાય-વિકારને, ત્રિવિધ તાપથી બચ બચાવે, આત્મહિત ઉપકાર તે; હિંસા રહિત સન્માર્ગમાં, વતી, પ્રવર્તાવે અહીં, વસ્તુસ્વરૂપ યથાર્થ સમજી, ગર્વ કર્દી કરશે નહીં. ૨૮ જાતિ, કુળ, ધન, રૂપ આદિ કર્મ આધન આજ જ્યાં, ગર્વ કર્દી કરશે નહીં, દર્શન-વિશુદ્ધિ કાજ ત્યાં ત્રણ મૂઢતા, શંકાદિ દે, આઠ મદ વળી તેટલા, છ અનાયતન મળ દોષ, પચ્ચીસ, ટાળશે, કહે કેટલા? ૭૯ પચ્ચીસ ષ ટાળતાં, દર્શનવિશુદ્ધિ ઊજળી, થાશે જરૂર એ જાણીને, આ ભાવના ભાવે ભવી; ચિંતન નિરંતર સૌ કરે, સ્તુતિ અર્થે ઉતારી કરે, તે મેક્ષ-લક્ષમી પામશે, દર્શન વિશુદ્ધિ ઉર ધરે. ૮૦ પ્રથમ દશનવિશુદ્ધિ ભાવનાનું ગદ્ય –
હે ભવ્ય છે! આ મનુષ્યભવ પામ્યા છે તેને સફળ કરવા ઈચ્છતા હો તે સમ્યફદર્શનની વિશુદ્ધિ કરે. આ સમ્યગ્દર્શન તે સર્વ ધર્મનું મૂળ છે. સમ્યકત્વ સિવાય શ્રાવકધર્મ પણ ન સંભવે અને મુનિ ધર્મ પણ હોય નહીં. સમ્યક્દર્શન વિનાનું જ્ઞાન તે કુજ્ઞાન છે, ચારિત્ર તે કુચારિત્ર છે, તપ તે કુતપ છે. સમ્યક્દર્શન વિના આ જીવે અનંતાનંત કાળ પરિભ્રમણ કર્યું છે. જે ચારે ગતિનાં પરિભ્રમણરૂપ સંસારને ભય લાગતું હોય, જન્મ, જરા, મરણથી છૂટવા
Page #173
--------------------------------------------------------------------------
________________
ઉપર
સમાધિ-પાન ઈચ્છતા હો, અને અનંત અવિનાશી સુખમય આત્માને ઈચ્છતા હો તે અન્ય સર્વ પર દ્રવ્યની અભિલાષા છેડી એક સમ્યગ્દર્શનની જ ઉજજવળતા કરે.
દર્શન વિશુદ્ધ કેવી છે? મેક્ષના સુખનું કારણ છે, દુર્ગતિને દૂર કરનારી છે, વિનય-સંપન્નતા આદિ પંદર કારણભાવનાઓનું મૂળ કારણ છે; દર્શનવિશુદ્ધિ ન હોય તે બીજી પંદર ભાવનાઓ હોતી નથી, તેથી સંસારનાં દુઃખરૂ૫ અંધકારને નાશ કરવાને સૂર્ય સમાન છે; ભવ્ય જીને પરમ શરણરૂપ છે. | દર્શનવિશુદ્ધિ ભાવના ભાવી સ્વપર દ્રવ્યનું ભેદવિજ્ઞાન ઉજજવળ થાય તે પુરુષાર્થ કરે. આ જીવે અનાદિ કાળના મિથ્યાત્વ નામના કર્મને વશ થઈ પિતાના સ્વરૂપની અને પરની ઓળખાણ જ કરી નહીં, નામકર્મના ઉદયથી જેવો દેહ પામે, તેવા દેહને જ પિતાનું સ્વરૂપ માની, પિતાના સત્યાર્થ સ્વરૂપના જ્ઞાન વિષે અંધ બની, પિતાના સ્વરૂપથી ભ્રષ્ટ થઈને ચારે ગતિમાં ભ્રમણ કર્યું. દેવ-કુદેવને જીવ જાણતું નથી, ધર્મ-કુધર્મને જાણ નથી, સુગુરુ-કુગુરૂને જાણતું નથી. તેમજ પુણ્ય-પાપના, આ લેક-પરલેકના, ત્યાગવા ગ્ય કે ગ્રહણ કરવા ગ્યના, ભક્ષ્ય–અભયના, સત્સંગ-કુસંગના અને શાસ્ત્ર-કુશાસ્ત્રના વિચાર રહિત કર્મના ઉદય-રસમાં એકરૂપ થઈને પિતાના હિત–અહિતની ઓળખાણ વગર પરદ્રવ્યોમાં લાલસા રાખીને સર્વ કાળ જીવ લેશિત થઈ રહ્યો છે. કોઈ અકસ્માત કાળલબ્ધિના પ્રભાવથી ઉત્તમ કુળાદિ તથા જિનેંદ્રધર્મ પામે છે. તેથી
Page #174
--------------------------------------------------------------------------
________________
દશાવિશુદ્ધિગદ્ય
૧૫૩ વીતરાગ સર્વના બધેલા અનેકાંતરૂપ પરમ આગમની કૃપાથી પ્રમાણુ, નય, નિક્ષેપ વડે નિર્ણય કરી પરીક્ષાપ્રધાની થયો છે. વીતરાગી સમ્યકજ્ઞાની ગુરુની કૃપાથી એ નિશ્ચય થયો છે કે એક જાણનારે, જ્ઞાયકરૂપ, અખંડ, અવિનાશી, ચેતના લક્ષણવાળે, દેહાદિક સર્વ પરદ્રવ્યોથી ભિન્ન હું આત્મા છું, દેહ, જાતિ, કુળ, રૂપ, નામ ઈત્યાદિ મારાથી અત્યંત ભિન્ન છે. રાગ, દ્વેષ, કામ, ક્રોધ, મદ, લોભ આદિ કર્મના ઉદયે ઊપજે છે તે મારા જ્ઞાયક સ્વભાવમાં વિકાર છે. જેવી રીતે સ્ફટિક મણિ પિતે તે સ્વચ્છ સફેદ રંગવાળે છે, પણ તેની નીચેના પરપદાર્થના સંસર્ગથી કાળ, પીળે, લીલે, લાલ અનેક રંગરૂપ દેખાય છે, તેવી રીતે હું આત્મા સ્વચ્છ, જ્ઞાયકભાવ છું, નિર્વિકાર, ટંકેત્કીર્ણ છું; પણ મેહકર્મના ઉદયે રાગ, દ્વેષ આદિ આત્મામાં જણાય છે. તે મારું સ્વરૂપ નથી, પર છે. આ પ્રમાણે તે પોતાના સ્વરૂપને નિશ્ચય થયો.
સર્વજ્ઞ વિતરાગ પરમ હિતેપદેશક છે, સુધા, તૃષા, જન્મ, જરા, મરણ, રેગ, શેક, ભય, વિસ્મય, રાગ, દ્વેષ, નિદ્રા, સ્વેદ, મદ, મેહ, ચિંતા, ખેદ અને અરતિ એ અઢાર દેષને અત્યંત અભાવ જેને થયું છે અને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ ઈત્યાદિ અનંત આત્મિક અવિનાશી ગુણે જેને પ્રગટ્યા છે તે જ આત આપણે વંદન, સ્તવન અને પૂજન કરવા યોગ્ય છે.
. અન્ય કામી, ક્રોધી, લેબી, મહી, સ્ત્રીઓમાં આસક્ત, શસ્ત્રાદિ ધારણ કરનારા, કર્મને આધીન, ઇદ્રિય જ્ઞાનવાળા,
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૪
સમાધિ પાન સર્વાપણું રહિત હોય તે વંદન, સ્તવન, પૂજન કરવા યોગ્ય નથી.
સર્વજ્ઞ વીતરાગે ઉપદેશેલાં, પ્રત્યક્ષ, અનુમાનાદિ વડે જે સર્વથા અબાધ્ય, સર્વ છકાય જીવોની હિંસા રહિત ધર્મને ઉપદેશ કરનાર, આત્માના ઉદ્ધાર માટે અનેકાંતરૂપ વસ્તુને સાક્ષાત્ પ્રગટ કરનાર આગમ છે તે ભણવા, ભણાવવા, શ્રવણ કરવા, શ્રદ્ધા કરવા અને વંદન કરવા ચેચે છે.
રાગ-દ્વેષી છ વડે રચાયેલા, વિર્ષમાં પ્રીતિ અને કષાયને વધારનાર, હિંસાને ઉપદેશ કરનારાં, એવાં પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણ વડે બાધા પામતાં-ખંડિત એકાંતરૂપ શાસ્ત્રો સાંભળવા, ભણવા કે વંદન કરવા ગ્ય નથી.
વિષયની વાંછાને અને કષાને તેમજ આરંભ પરિગ્રહને જેને અત્યંત અભાવ થયે છે, એક આત્માની ઉજજવળતા કરવામાં જ જે પુરુષાથી બન્યા છે, ધ્યાન, સ્વાધ્યાયમાં અત્યંત લીન રહે છે, કર્મબંધજનિત સુખદુઃખમાં નિજભાવરૂપ સ્વાધીન સમભાવ ધારણ કરનારા, જીવન-મરણ, લાભ-અલાભ, સ્તવન-નિંદામાં રાગદ્વેષ રહિત, ઉપસર્ગપરિષહ સહન કરવામાં અડોલ ધૈર્ય ધારણ કરનારા, પરમ નિગ્રંથ જ્ઞાની ગુરુ જ વંદન, સ્તવન કરવા યોગ્ય છે. અન્ય આરંભી, કષાયી, વિષયમાં અનુરાગી એવા કુગુરુ કદી સ્તવન, વંદન કરવા યંગ્ય નથી. - જીવદયા જ ધર્મ છે. હિંસા કદાપિ ધર્મ નથી. જે કદી સૂર્ય પશ્ચિમ દિશામાં ઊગે, અગ્નિ શીતલ થઈ જાય, સાપના મુખમાં અમૃત ઉત્પન્ન થાય, મેરુ પર્વત ચળી જાય,
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૫૫
દશનાવિશુદ્ધિગદ્ય પૃથ્વી ઊલટપાલટ થઈ જાય તે પણ હિંસામાં તે ધર્મ કદી હેય નહીં, આવું દ્રઢ શ્રદ્ધાન સમ્યક દ્રષ્ટિને હોય છે.
પિતાના આત્માના અનુભવમાં, સર્વજ્ઞ વીતરાગરૂપ આપના સ્વરૂપમાં, નિગ્રંથ, વિષય કષાય રહિત ગુરુમાં અનેકાંત સ્વરૂપ આગમમાં તેમ જ દયારૂપ ધર્મમાં શંકાને અભાવ થવે તે નિઃશંકિત અંગ છે. સમ્યફદ્રષ્ટિને આ બધામાં કદી શંકા હોતી નથી.
સમ્યફદ્રષ્ટિ છે તે ધર્મનું સેવન કરી વિષેની વાંછા. કરતા નથી. તેમને તે દ્ર–અહનિંદ્ર લેકનાં સુખ પણ મહા વેદનારૂપ, વિનાશી, પાપનાં બીજ દેખાય છે, ધર્મનું ફળ અનંત, અવિનાશી, સ્વાધીન સુખવાળે મેક્ષ દેખાય છે. જેવી રીતે અમૂલ્ય રત્ન છેડીને કાચને કકડો ઝવેરી ગ્રહણ કરે નહીં તેવી રીતે જેણે સાચું, આત્મિક, અવિનાશી, બાધા રહિત સુખ દીઠું, તે જૂઠાં, બાધા સહિત વિષયેનાં સુખની વાંછા કેમ કરે? તેથી સમ્યફદ્રષ્ટિ વાંછા રહિત હોય છે.
જે કે અવિરત સમ્યગૃષ્ટિને વર્તમાનકાળમાં આજીવિકાદિનાં કારણે માં, સ્થાન આદિ પરિગ્રહમાં કે વેદનાને અભાવ કરવામાં ઈચ્છા વર્તતી જણાય છે તે વર્તમાનકાળની વેદના સહન કરવાનું બળ ન હોવાથી તે વેદનાને ઉપાય માત્ર ઈચ્છે છે. જેવી રીતે રેગીને કડવી દવા ગમતી નથી. તે પણ વેદનાનું દુઃખ સહન થતું નથી, તેથી કડવી ઔષધિ, વમન, રેચ આદિનાં કારણે ગ્રહણ કરે છે. ગંધાતાં તેલ પણ પડે છે, પણ અંતરંગમાં ઔષધિ ઉપર રાગ નથી,
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫૬
સમાધિ-સે પાન તેવી રીતે સમ્યફદ્રષ્ટિ નિર્વાછક છે, તે પણ વર્તમાનનાં દુઃખ મટાડવા માટે યોગ્ય, ન્યાયપૂર્વક વિષયેની વાંછા કરે છે. જેને પ્રત્યાખ્યાન, અપ્રત્યાખ્યાનાવરણને અભાવ થયે છે તે તે પિતાને ટુકડેટુકડા થઈ જાય તે પણ વિષયેની વાંછા કરે નહીં. તેથી સમ્યફદૃષ્ટિને નિષ્કાંક્ષિત ગુણ હોય છે જ.
સમ્યફદ્રષ્ટિ અશુભ કર્મના ઉદયે પ્રાપ્ત થયેલી અશુભ સામગ્રી પ્રત્યે ગ્લાનિ-દુર્ગછા કરતા નથી, પરિણામ બગાડતા નથી; પણ વિચારે છે કે મેં પૂર્વે જેવાં કર્મ બાંધેલાં તેવાં ભેજન, પાન, સ્ત્રી, પુત્ર, નિર્ધનતા, સંપત્તિ, આપદા આદિ પામે છું. બીજા કેઈને રેગી, ગરીબ, હીન, નીચ કે મલિન દેખીને તે પિતાનાં પરિણામ બગાડતા નથી; પાપના ઉદયે મળેલી સામગ્રી માની મન મલિન કરતા નથી. મળમૂત્ર, કાદવ આદિ દ્રવ્યોને દેખીને, ભયંકર સ્મશાન, વન આદિ ક્ષેત્ર દેખીને, ભયરૂપ, દુઃખદાયી કાળ દેખીને અને દુષ્ટતા, કડવાશ વગેરે વસ્તુના સ્વભાવને દેખીને પિતાનાં પરિણામ લેશવાળાં કરતા નથી, તે નિર્વિચિકિત્સા ગુણ સમ્યફષ્ટિને હોય છે.
બોટાં શાસ્ત્રોથી, વ્યંતરાદિ દેવેએ કરેલી વિકિયાથી તથા મણિ, મંત્ર, ઔષધિ આદિના પ્રભાવથી અનેક વસ્તુઓના વિપરીત સ્વભાવ દેખી, સત્યાર્થ ધર્મથી ચલાયમાન ન થવું તે સમ્યફદર્શનને અમૂહદ્રષ્ટિ નામને ગુણ છે, તે સમ્યફદ્રષ્ટિને હોય છે જ.
સમ્યફદ્રષ્ટિ, અન્ય જીવેને અજ્ઞાનથી કે અશક્તિથી લાગેલા દોષ દેખીને ઢાંકી દે છે. તે વિચારે છે કે સંસારી
Page #178
--------------------------------------------------------------------------
________________
દશાવિશુદ્ધિગદ્ય
૧૫૭ જીવ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય કર્મને વશ થઈને પિતાને સ્વભાવ ભૂલી રહ્યા છે. કર્મને આધીન બનીને અસત્ય, પરધનહરણ, કુશલ આદિ પાપમાં પ્રવૃત્તિ કરે છે. તે પાપને જે તજે છે તેમને ધન્ય છે! કોઈ ધર્માત્મા મેટા પુરુષ પાપના ઉદયે ચૂકી ગયા હોય તે દેખી એ વિચાર સમ્યફદ્રષ્ટિ કરે કે જે આ દોષ પ્રગટ થશે તે અન્ય ધર્માત્મા અને જિન ધર્મની ભારે નિંદા થશે. એમ જાણી તે દેષ ઢાંકી દે. પિતાના ગુણોની પ્રશંસા થાય એવી ઈચ્છા રાખે નહીં; આ ઉપગ્રહન ગુણ સમ્યકત્વને છે. એ ગુણથી પવિત્ર ઉજવળ દર્શનવિશુદ્ધિ નામની ભાવના હોય છે.
જે ધર્મ પામેલા પુરુષનાં પરિણામ કેઈ વખતે રેગની. વેદનાને લીધે ધર્મથી ચળી જાય, ગરીબાઈને લઈને ચળી જાય કે ઉપસર્ગ, પરિષહમાં ચળી જાય, અસહાયતાને લઈને કે આહારપાણ નહીં મળવાથી ધર્મમાં પરિણામ શિથિલ થઈ જાય, તેને સમ્યફષ્ટિ જીવ આ પ્રમાણે ઉપદેશ દઈને ધર્મમાં સ્થિર કરે - “હે જ્ઞાની! હે ધર્માત્મા ! તમે સાવધાન થાઓ; કાયરતા ધારણ કરીને ધર્મમાં શિથિલ શા માટે થાઓ છે? રેગની વેદનાને લઈને ધર્મથી ભ્રષ્ટ કેમ થાઓ છે? જ્ઞાની થઈને કેમ ભૂલે છે? અશાતા વેદનીય કર્મ યથાઅવસરે ઉદયમાં આવી ગયું છે. હવે કાયર થઈને દીનતા સહિત રુદન, વિલાપ આાદ કરતાં કરતાં ભેગવશે. તેપણ કર્મ છોડશે નહીં. કર્મને દયા હોતી નથી. ધીરજથી ભગવશે તેપણ ભેગવવાનું છે. દેવ, દાનવ, મંત્ર, તંત્ર, ઔષધ આદિ તથા સ્ત્રી, પુત્ર, મિત્ર, બાંધવ, સેવક, સુભટ
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૫૮
સમાધિ-પાન આદિ કેઈ ઉદયમાં આવેલા કર્મને ટાળવા સમર્થ નથી. તમે આ સારી રીતે સમજે છે, તે હવે આ વેદનામાં કાયર થઈને પિતાને ધર્મ, યશ અને પરલેક કેમ બગાડો છે? તે બગાડીને સ્વછંદ ચેષ્ટા, વિલાપ આદિ કરવાથી વેદના ઘટવાની નથી. જેમ જેમ કાયર થશે તેમ તેમ વેદનાનું દુઃખ વધતું જશે. તેથી હવે સાહસ ધારણ કરે; પરમ ધર્મનું શરણ ગ્રહણ કરે.
સંસારમાં નરક, તિર્યંચભવ ધરીને ભૂખ, તરસ, રંગ, સંતાપ, માર, ઘાત, શીત, ઉષ્ણ આદિ ઘોર દુખ, અસંખ્યાત કાળ પર્યંત, અનેક વાર અનંત ભવમાં ભેગવ્યાં છે. આ દુઃખ તમારું કેટલુંક છે? ચેડા કાળમાં નિર્જરી જશે. રેગ-વેદના દેહને નાશ કરશે, તમારા ચેતનસ્વરૂ૫ આત્માને નાશ કરી શકશે નહીં. દેહને નાશ તે અવશ્ય થવાને છે. જે દેહ ધારણ થયેલ છે તે અવશ્ય છૂટશે. તે હવે સાવધાન થાઓ! કર્મ જીતવાનો આ અવસર આવ્યો છે. પંચ પર મેષ્ઠીનું શરણ ગ્રહણ કરી પિતાના અજર, અમર, અખંડ, જ્ઞાતા-દ્રષ્ટા સ્વરૂપનું ગ્રહણ કરો. આ અવસર ફરીથી મળ દુર્લભ છે.” ઈત્યાદિ ધર્મને ઉપદેશ આપી ધર્મથી પડતા જીવને ધર્મમાં સ્થિર કરે. અનિત્ય, અશરણ આદિ બાર ભાવનાનું ગ્રહણ ઝટ કરાવવું ત્યાગ, ત્રેતાદિ છેડી દીધાં હેય તે ફરી ગ્રહણ કરાવવાં. શરીરના દાબવા આદિ વડે દુઃખ દૂર કરવું. કેઈ ચાકરી કરનાર ન હોય તે પિતે સેવા કરવી. બીજા કોઈ સાધમીને જેગ મેળવી દે. આહારપાણી, દવા વગેરે વડે સ્થિતિકરણ કરવું. મળ, મૂત્ર, કફાદિ હેય તે દેવાં, સાફ કરવાં. નિર્ધનતાથી ચળી જતે હેય
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૫૮
દર્શન વિશુદ્ધિ-ઘ તેને જનાદિ વડે કે આજીવિકાનાં કારણે ત્યાં લગાડીને સ્થિર કરે. ઉપસર્ગ પરિષહ આદિ દૂર કરીને સત્યાર્થ ધર્મમાં સ્થાપન કરે તે સ્થિતિકરણ અંગ સમ્યફદ્દષ્ટિને હેાય છે.
વાત્સલ્ય નામને ગુણ સમ્યફષ્ટિને હોય છે. સંસારી જેને પ્રીતિ તે પિતાનાં સ્ત્રી, પુત્રાદિમાં, ઇદ્રિના વિષયોમાં કે ધન કમાવામાં બહુ રહે છે. પરંતુ સ્ત્રી, પુત્ર, ધન, પરિગ્રહ, વિષય આદિને સંસાર-પરિભ્રમણનું કારણ જાણું અંતરંગમાં વૈરાગ્ય ધારણ કરે છે. ધર્માત્મામાં, રત્નત્રયના ધારક મુનિ, આર્યા, શ્રાવક, શ્રાવિકા કે ધર્મનાં સ્થાનમાં જેની અત્યંત પ્રીતિ છે તેને સમ્યક્દર્શનનું વાત્સલ્ય અંગ હેય છે.
જે કઈ પિતાના મન વડે, વચન વડે, કાયા વડે, ધન વડે, દાન વડે, વ્રત વડે, તપ વડે, ભક્તિ વડે રત્નત્રયને પ્રભાવ પ્રગટ કરે છે તે માર્ગપ્રભાવના અંગ છે. આ પ્રકારે સમ્યકદર્શનનાં આઠ અંગ ધારણ કરવાથી, આ ગુણના પ્રતિપક્ષી શંકા, કાંક્ષાદિ દેને અભાવ કરવાથી દર્શનવિશુદ્ધિ થાય છે.
લેકમૂઢતા, દેવમૂઢતા, ગુરુમૂઢતાનાં પરિણામે તજીને શ્રદ્ધા ઉજજ્વળ કરવી. મડદાનાં હાડકાં નખ આદિ (ફૂલ) ગંગાજીએ પહોંચાડવાથી સદ્ગતિ થઈ માનવી, ગંગાજળને ઉત્તમ માનવું, ગંગા નદીને કે અન્ય નદીના જ્ઞાનમાં કે ગંગાજળ આદિ પાણી મુખમાં મૂકવામાં ધર્મ માન, પતિના મડદાની સાથે જીવતી સ્ત્રી કે દાસી બળી મરે તેને સતી માનીને પૂજવી, મરી ગયેલાને પિતૃઓ માની પૂજવા,
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૦
સમાધિ-પાન સૂર્ય, ચંદ્ર, મંગલ આદિ ગ્રહોને સેના-રૂપાના બનાવી ગળામાં પહેરવા, ગ્રહ નડે નહીં માટે દાન દેવું, ઉત્તરાયણ, વ્યતિપાત, સોમવતી અમાસ માની દાન કરવું, સૂર્ય ચંદ્રને અર્થ આપવું, ઊમરે પૂજ, સાંબેલું પૂજવું, વિનાયક નામે ગણેશ પૂજવા, દીવાની જ્યોતિ પૂજવી, દેવની બાધા. રાખવી, જટા કે ચેટલી રાખવી, દેવતાને ભેટ મૂકવાના કરારથી પિતાનાં સંતાન જીવશે એમ માનવું, છોકરાં દેવે આપ્યાં એમ માનવું, પિતાને લાભ થાય કે કાર્ય સફળ થાય માટે એવી વિનંતિ કરવી કે જે મારા સંતાનને રેગ મટી જશે કે મને સંતાન પ્રાપ્ત થશે કે આટલે મને લાભ થશે કે શત્રુને નાશ થઈ જશે તે હું તમને છત્ર ચઢાવીશ, મકાન બનાવીશ કે આટલું ધન ભેટમાં મૂકીશ એવી શરત કરીને દેવતાને લાંચ આપીને કાર્ય સફળ થવાની ઈચ્છા રાખવી, રાતે જાગરણ કરવું, અપવિત્ર દેવીને પૂજવી, શીતળા પૂજવી, લક્ષ્મીપૂજન કરવું, સોનું-રૂપે પૂજવું, ખડિયે પૂજ, પશુની પૂજા કરવી, અન્નની, જળની પૂજા કરવી, શસ્ત્ર પૂજવાં તથા અગ્નિને દેવ માનીને પૂજે એ લેકમૂઢતા છે. તે બધું મિથ્યાદર્શનના પ્રભાવથી શ્રદ્ધાનું વિપરીપણું છે, તે ત્યાગવા યોગ્ય છે.
દેવ અને કુદેવને વિચાર કર્યા વગર કામી, કોધી, શસ્ત્રધારીમાં પણ ઈશ્વરપણાની બુદ્ધિ કરવી કે આ ભગવાન પરમેશ્વર છે; બધી સૃષ્ટિ એમની રચેલી છે, એ જ ઉત્પન્નકર્તા અને સંહારકર્તા છે, જે કંઈ થાય છે તે ઈશ્વર કરે છે; લેકે પાસે ભલું–બૂરું ઈશ્વર કરાવે છે, ઈશ્વરના કર્યા વગર કશું થતું નથી. સર્વ ઈશ્વરની ઈચ્છાને આધીન છે. શુભ
Page #182
--------------------------------------------------------------------------
________________
દર્શન વિશુદ્ધિગદ્ય
૧૬૧ કર્મ ઈશ્વરની પ્રેરણા વિના થતાં નથી, ઈત્યાદિ પરિણામ મિથ્યાદર્શનના ઉદયથી થાય છે. તે દેવમૂઢતા છે.
પાખંડી, હલકા આચરણવાળા તથા પરિગ્રહમાં મેહવાળા, લેભી, વિષયેના લેલુપી હોય તેમને ચમત્કારવાળા માનવા તેનું વચન ફરે નહીં એવા વચનસિદ્ધિવાળા માનવા, તે પ્રસન્ન થઈ જાય તે અમારી વાંછા સફળ થાય એમ માનવું, એ તપસ્વી છે, પૂજ્ય છે, મહાપુરુષ છે, પુરાણપુરુષ છે ઈત્યાદિ વિપરીત શ્રદ્ધા-માન્યતા કરે તે ગુરુમૂઢતા છે.
જેના પરિણામમાં આ ત્રણે મૂઢતાને લેશ પણ ન હોય તેને દર્શનને વિશુદ્ધિ હોય છે.
છ અનાયતનના ત્યાગથી દર્શનની વિશુદ્ધિ થાય છે. કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્ર અને તે દરેકનું સેવન કરનારા એ, ધર્મનાં આયતન એટલે સ્થાન નથી તેથી, અનાયતન છે.
જે રાગી, દ્વેષી, કામી, કોધી, લેભી, શસ્ત્ર આદિ સહિત, મિથ્યાત્વ સહિત છે તેમનામાં સમ્યકધર્મ નથી હેતે, તેથી કુદેવ છે તે અનાયતન છે. - પાંચ ઈદ્રિના વિષયના લેલુપી, પરિગ્રહમાં આસક્ત, આરંભ કરનારા, વેષધારી તે ગુરુ નથી. ધર્મ રહિત છે તેથી અનાયતન છે.
હિંસાના આરંભની પ્રેરણ કરનાર, રાગ-દ્વેષાદિ દોષોને વધારનાર, સર્વથા એકાંત પ્રરૂપણ કરનાર શાસ્ત્ર છે તે કુશાસ્ત્ર ધર્મરહિત છે, તેથી અનાયતન છે.
દેવી, ક્ષેત્રપાળ આદિ દેને વંદન કરનારા અનાયતન છે. કુગુરુને સેવનારા ભક્તિ અને ધર્મથી રહિત છે, તે ૧૧
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૨
સમાધિ-પાન અનાયતન છે. મિથ્યાશાસ્ત્રને ભણનારા અને તેની સેવાભક્તિ કરનારા એકાંતી, ધર્મનાં સ્થાન નથી તેથી અનાયતન છે.
આ પ્રકારે કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર અને તેની સેવાભક્તિ કરનારા એ યેમાં સમ્યક ધર્મ નથી, એવી દ્રઢ શ્રદ્ધા કરવાથી દર્શનવિશુદ્ધિ થાય છે.
જાતિમદ, કુળમદ, ઐશ્વર્યમદ, રૂપમદ, શાસ્ત્રજ્ઞાનમદ, તપમદ, બળમદ, અને વિજ્ઞાનમદ એ આઠે મદને જેને અત્યંત અભાવ થાય તેને દર્શન વિશુદ્ધિ હોય છે.
સમ્યફદ્રષ્ટિના સાચા વિચાર આવા હોય છે – હે આત્મન ! આ ઉચ્ચજાતિ છે એ તારે સ્વભાવ નથી, એ તે કર્મનાં પરિણામ છે, પરનાં કરેલાં છે, વિનાશી છે, કર્મને આધીન છે. સંસારમાં અનેક વાર અનેક જાતિ જીવ પામે છે. માતાના પક્ષને જાતિ કહે છે. જીવ અનેક વાર ચંડાલણીને, ભીલડીને, મ્લેચ્છને, બંગડીને, બણને, હજામડીને, નટડીને, વેશ્યાને, કલાલણને, માછણને પેટે જન્મે છે. ભૂંડણ, કૂતરી, ગધેડી, શિયાળ, કાગડી ઈત્યાદિ પશુ-પક્ષિણીના ગર્ભમાં અનંત વાર ઉત્પન્ન થઈ થઈને મર્યો છે. અનંત વાર નીચ જાતિ પામે ત્યારે એક વાર જીવ ઉચ્ચ જાતિ પામે છે. ફરી અનંત વાર નીચ જાતિ પામે ત્યારે એક વાર ઉચ્ચજાતિ પામે. આ પ્રમાણે ઉચ્ચ જાતિ પણ અનંત વાર મળી તે પણ સંસારું પરિભ્રમણ જ કર્યું.
એવી જ રીતે પિતાના પક્ષને કુળ કહે છે. તે પણ ઊંચું નીચું અનંતવાર પ્રાપ્ત થયું. સંસારમાં જાતિને અને કુળને ગર્વ છે કરે? સ્વર્ગને મહદ્ધિકદેવ મરીને વૃક્ષાદિ
Page #184
--------------------------------------------------------------------------
________________
દશનવશુદ્ધિ-ગાં
૧૬૩ એકેંદ્રિય જાતિમાં પણ ઊપજે છે, શ્વાન આદિ હલકાં પશુમાં આવીને ઊપજે છે. ઉત્તમ કુળવાળે મરીને ચંડાળને ત્યાં જન્મે છે. તેથી જાતિકુળને અહંકાર કરવો એ મિથ્યાદર્શન છે.
હે આત્મા! તારાં જાતિ–કુળ તે સિદ્ધ ભગવાનના જેવાં છે. તે આત્માને ભૂલીને માતાના રુધિર અને પિતાના વીર્યથી થયેલા દેહને લઈને ઊપજેલાં જાતિકુળમાં મિથ્યા અહંભાવ કરીને, ફરી અનંત કાળ સુધી નિગોદમાં વાસ કરવો પડે તે ગર્વ ન કર. જે વીતરાગ ભગવાનને ઉપદેશ ગ્રહણ કરતા હોય તે આ દેહની જાતિને પણ સંયમ, શીલ, દયા, સત્ય વચન આદિ વડે સફળ કર. હું ઉત્તમ જાતિ–કુળ પામીને નીચ જાતિના લેકના જેવાં હિંસા, અસત્ય, પરધન–હરણ, કુશીલ–સેવન, અભણ્યભક્ષણ આદિ અગ્ય આચરણ કેમ કરું? મારાથી એમ ન થાય એ અહંકાર રાખવા યંગ્ય છે. સમ્યકદ્રષ્ટિને કર્મથી પ્રાપ્ત થયેલા દેહાદિ પુદ્ગલ પર્યાયમાં કદી આત્મબુદ્ધિ થાય નહીં.
એશ્વર્ય પામીને તેને પણ ગર્વ કરવા યોગ્ય નથી. કારણ કે આ ઐશ્વર્ય તે આત્માને ભુલાવી બહુ આરંભ, રાગ, દ્વેષ આદિમાં પ્રવર્તાવી ચારગતિમાં પરિભ્રમણ કરાવે છે. ત્રણે લેકમાં એક નિગ્રંથપણું ચિંતવવા ગ્ય છે, પૂજ્ય છે. ઐશ્વર્ય તે ક્ષણભંગુર છે. મોટા મોટા ઇંદ્ર, અહમિંદ્ર પતન પામે છે; બળભદ્ર કે નારાયણ જેવાનાં ઐશ્વર્ય ક્ષણમાત્રમાં નાશ પામ્યાં તે અન્ય જીવેનું ઐશ્વર્ય કેટલુંક છે? એમ જાણી ચાર દિવસના ચાંદરણા જેવું ઐશ્વર્ય મળ્યું હોય તે દુખી જીવે ઉપર ઉપકાર કરે, વિનય સહિત દાન દો.
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૬૪
સમાધિ-પાન પરમાત્મસ્વરૂપ એ જ પિતાનું ઐશ્વર્ય છે એમ જાણી આ કર્મથી મળેલા ઐશ્વર્ય પ્રત્યે ઉદાસીનતા રાખવા ગ્ય છે.
રૂપને ગર્વ ન કરે. આ વિનાશી પુદ્ગલનું રૂપ આત્માનું સ્વરૂપ નથી, વિનાશી છે, ક્ષણમાં નાશ પામે એવું છે. આ રૂપને રેગ, વિયેગ, નિર્ધનતા, વૃદ્ધાવસ્થા આદિ મહા કુરૂપ કરી નાખશે. આવા હાડચામડાંના રૂપમાં રાગી બની ગર્વ કરે એ મહા અનર્થ છે. આ આત્માનું રૂપ તે કેવળજ્ઞાન છે. તેમાં લેક અલેક સર્વની શોભા ભરેલી છે. તેથી ચામડીના રૂપને પિતાનું માનવાનું ભૂલી જઈ, અવિનાશી જ્ઞાનસ્વરૂપને પિતાનું માને.
- શ્રુતજ્ઞાનને ગર્વ તજી દે. આત્મજ્ઞાન વિનાનું શાસ્ત્રજ્ઞાન નિષ્ફળ છે. અગિયાર અંગના જ્ઞાનવાળા પણ અભવ્ય જીવ સંસારમાં જ પરિભ્રમણ કરે છે. સમ્યક્દર્શન વિના વ્યાકરણ, છંદ, અલંકાર, કાવ્ય, કેષાદિ ભણવાથી વિપરીત ધર્મમાં અભિમાન અને લેભમાં પ્રવર્તન કરીને સંસારરૂપી કૂવામાં જીવે ડૂબે છે. આ ક્રિયજનિત જ્ઞાનને શું ગર્વ કરે ? એક ક્ષણમાં વાત, પિત્ત, કફ આદિની વધઘટથી જ્ઞાન ચલાયમાન થઈ જાય છે. ઇંદ્રિયજનિત જ્ઞાન તે ઈદ્રિના નાશની સાથે જ નાશ પામે છે. મિથ્યાજ્ઞાન જેમ વધે તેમ
ટાં કાવ્ય, બેટી ટીકા વગેરે રચવાની પ્રવૃત્તિ કરાવી અનેક જીવને દુરાચારમાં દોરી ડુબાવી દે છે. તેથી શ્રતજ્ઞાનને મદ તજે. જ્ઞાન પામીને આત્માની વિશુદ્ધિ કરો. શ્રતજ્ઞાન પામીને અજ્ઞાનીની પેઠે વતી સંસારમાં પરિભ્રમણ કરવું યોગ્ય નથી.
Page #186
--------------------------------------------------------------------------
________________
દર્શનવિશુદ્ધિ-ગાં
૧૬૫ સમ્યક્દર્શન વિના મિથ્યાવૃષ્ટિનું તપ નિષ્ફળ છે. હું મોટો તપસ્વી છું એમ તપને અહંકાર ના કરે. એ અહંકારના પ્રભાવથી બુદ્ધિને નાશ થઈ દુર્ગતિમાં પરિભ્રમણ થાય છે. તપને ગર્વ કરે એ મહા અનર્થકારી જાણું ભવ્ય જીવે તપને ગર્વ કરવા ગ્ય નથી.
જે બળ વડે કર્મરૂપી શત્રુ જિતાય, તથા કામ, ક્રોધ, લેભ જિતાય તે બળ પ્રશંસાને પાત્ર છે. દેહનું બળ, જુવાનીનું બળ, ઐશ્વર્ય-હુકમનું બળ પામીને અનાથ અને મારવા, લૂંટવા, જમીન પડાવી લેવી, આજીવિકા હરી લેવી, કુશલ સેવવું, દુરાચારમાં પ્રવર્તવું આદિ પ્રકારનું બળ તે નરકનાં ઘેર દુઃખ અસંખ્યાત કાળ સુધી ભગવાવી, તિર્યંચ ગતિમાં માર, ભાર, ભૂખ, તરસ અને દુર્વચન આદિનાં દુઃખ અનેક ભામાં ગવાવી, એકેન્દ્રિયમાં સર્વ શક્તિ રહિત પરાધીન બનાવે છે. બળને ગર્વ છેડી, ક્ષમા ગ્રહણ કરીને ઉત્તમ તાપમાં પ્રવર્તવું યંગ્ય છે.
વિજ્ઞાન એટલે અનેક પ્રકારની કળા-કુશળતા, હસ્તકળા, વચનકળા, અનેક મનના વિક૯પ ઉપજાવી ચાર ગતિરૂપ સંસારમાં જીવને પરિભ્રમણનાં દુઃખ ભેગવાવે છે તે કુજ્ઞાન છે. આ સંસારમાં ખેતી કળા-ચતુરાઈને બહુ ગર્વ હોય છે. મારું સામર્થ્ય એવું છે કે સાચાને જૂઠો કરાવું, જૂઠાને સાચું કરી દઉં. કલંક રહિતને કલંકવાળે કરી દઉં. શીલવંતને દોષવાળે ઠરાવું, નિર્દોષને દંડાવું. ઘણું દિવસનું સંચય કરેલું દ્રવ્ય કઢાવી લઉં. ધર્મ છોડાવી બીજી શ્રદ્ધા કરાવી દઉં. પ્રાણીઓને પકડવાનાં,
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૬૬
સમાધિ-સાપાન
જીવાને મારવાનાં, જળમાં ગમન કરવાનાં, સ્થળમાં ગમન કરવાનાં, આકાશમાં ઊડવાનાં અનેક યંત્રો બનાવી દુઉં. એ આદિ કળા-ચતુરાઈના ગર્વ તે સર્વ કુજ્ઞાન છે. તેના ગર્વ કરવા એ નરકનાં ઘાર દુ:ખનું કારણ છે. ખરી કળાકુશળતા તે એ છે કે પેાતાના આત્માને વિષય-કષાયમાં વહ્યો જતે અટકાવી સન્માર્ગમાં વાળે તથા લોકોને હિંસા રહિત સત્ય માર્ગમાં પ્રવર્તાવે.
આ પ્રકારે સત્યાર્થ વસ્તુનું સ્વરૂપ સમજી જાતિ, કુળ, ધન, એશ્વર્ય, રૂપ, વિજ્ઞાન આદિ કર્મને આધીન છે એમ જાણી, તેના ગર્વ છેડી દર્શનવિશુદ્ધિ કરે. આ રીતે ત્રણ મૂઢતા, આઠ શંકા આદિ દોષ, છ અનાયતન, અને આઠ મદ મળી પચીસ દેાષા જણાવ્યા તેના ત્યાગ કરવાથી સમ્યક્દર્શનની ઉજજવળતા થાય છે, એમ જાણી દર્શનવિશુદ્ધિ ભાવનાનું નિરંતર ચિંતવન કરો, તેનું ધ્યાન કરો, સ્તુતિ કરો, પૂજા કરા તા માક્ષલક્ષ્મી પામશે.
૨. વિનયસંપન્નતા ભાવના :
વિનય પાંચ પ્રકારે કહ્યો છે : ૧. દર્શનવિનય, ૨. જ્ઞાનવિનય, ૩. ચારિત્રવિનય, ૪. તપવિનય, ૫. ઉપચારવિનય.
પેાતાની શ્રદ્ધામાં શંકા આદિ દોષ ન લાગવા દેવા, સમ્યગ્દર્શનની વિશુદ્ધિ વડે જ પોતાના જન્મ સફળ માનવા, સમ્યક્દર્શન ધારણ કરનારા પ્રત્યે પ્રીતિ ધરવી, આત્મા અને પરપદાર્થના ભેદવજ્ઞાનના અનુભવ કરવા તે દર્શનવિનય છે.
સમ્યક્જ્ઞાનની આરાધના માટે ઉદ્યમ કરવા, સમ્યક્જ્ઞાનની કથામાં આદર કરવા, સમ્યજ્ઞાનનું કારણ જે અનેકાંતરૂપ
',
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૬૭
વિનયસંપન્નતા ભાવના જિનશાસ્ત્ર તેના શ્રવણ પઠનમાં બહુ ઉત્સાહ રાખવે, તથા વંદન, સ્તવન બહુ આદરથી ભણવું તે જ્ઞાનવિનય છે. તેમજ જ્ઞાનના આરાધક જ્ઞાનીજનેને તથા જિનાગમનાં પુસ્તકને વેગ મળે તે મહાલાભનું કારણ માનવું અને તેમને સત્કાર, સ્તવન, આદર આદિ કરવાથી જ્ઞાનવિજય પ્રાપ્ત થાય છે.
પિતાની શક્તિ પ્રમાણે ચારિત્ર ધારણ કરવામાં હર્ષ કરે, દિવસે દિવસે ચારિત્રની ઉજવળતાને અર્થે વિષયકષાયને ઘટાડવા તથા ચારિત્ર ધારણ કરનારાઓના ગુણેમાં અનુરાગ, સ્તવન, આદર કરવાથી ચારિત્રવિનય થાય છે.
ઇચ્છાને રેકીને, પ્રાપ્ત થયેલા વિષયોમાં સંતોષ ધારણ કરી, ધ્યાન–સ્વાધ્યાયમાં ઉદ્યમવંત બની, કામને જીતવા અને ઈદ્રિયને વિષયમાં પ્રવર્તતી રોકવા માટે ઉપવાસ આદિ તપમાં પુરુષાર્થ કરે તે તપવિનય છે.
સમ્યક્દર્શન, સમ્યફજ્ઞાન, સમ્યકુચારિત્ર અને સમ્યકૂતપ એ ચારે આરાધનાને ઉપદેશ દઈ મેક્ષમાર્ગમાં જે પ્રવર્તન કરાવનારા છે, તથા જેમનું સ્મરણ કરવાથી પરિણામ નિર્મળ થઈ વિશુદ્ધતા પ્રગટ થાય છે. એવા પંચપરમેષ્ટીના નામે કરેલી સ્થાપનાને વિનય, વંદન, સ્તવન કરવું તે ઉપચારવિનય છે. એ આદિ ઉપચારવિનયન ઘણું ભેદ છે.
અભિમાનના ત્યાગ સહિત આઠ પ્રકારના મદને જેને અત્યંત અભાવ થાય, કઠેરતા છૂટીને કમળતા જેને પ્રગટ થાય તેને નમ્રપણું પ્રગટ થાય છે. તે એ સત્યાર્થ વિચાર કરે છે કે આ ધન, યૌવન, જીવન ક્ષણભંગુર છે, કર્મને આધીન છે. કેઈ જીવ મારાથી ક્લેશ ન પામે. સર્વ સંબંધ
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૬૮
સમાધ-સે પાન વિયેગ સહિત છે. અહીં કેટલે કાળ રહેવાનું છે? સમયે સમયે કાળની સન્મુખ નિરંતર હું ગમન કરી રહ્યો છું. કે વસ્તુને સંબંધ સ્થિર નથી. ભગવાને વિનયધર્મને જ મનુષ્યજન્મને સાર કહ્યો છે. આ વિનય સંસારરૂપી વૃક્ષને બાળનાર અગ્નિ છે, ત્રણે લોકના જીનાં મનની ઉજજવળતા કરનાર છે, સમસ્ત જિનશાસનનું મૂળ છે. વિનય વગરનાને જિતેંદ્ર ભગવાનની શિખામણ લાગે નહીં. વિનયરહિત જીવ સર્વ દોષનું ભાજન છે. વિનય છે તે મિથ્યા શ્રદ્ધાને છેદવાને ભાલા સમાન છે. વિનય વિન મનુષ્યરૂપ ચામડાનું ઝાડ માનરૂપ અગ્નિ વડે બળીને ભસ્મ થાય છે.
માન–કષાય વડે આ ભવમાં જ જીવ ઘોર દુઃખ સહન કરે છે, પરલેકમાં હલકી જાતિકુળ-રૂપ પામે છે, બુદ્ધિ અને બળ રહિત જન્મે છે. જે અભિમાની જીવ અહીં કિંચિત્ વચન માત્ર પણ સહન કરતા નથી, તે તિર્યંચ ગતિમાં નાકમાં દોરડાની નાથ, બંધન, માર, અતિ ભાર, લાત, ઠાકર કે ચામડાની ચાબુક, સાટકાને માર મર્મસ્થાનમાં વાગે તે પરાધીનપણે ભેગવે છે. ચંડાળના મલિન ઘરમાં બંધાઈ રહેવું પડે છે. મળ વગેરે હલકી ચીજો તેને ઉપર લાદે છે.
આ લેકમાં પણ અભિમાનીના સર્વ લેક વેરી થઈ જાય છે. અભિમાનીની બધા નિંદા કરે છે. તેને ભારે અપયશ ફેલાય છે. બધા લેક અભિમાનીની પડતી ઈચ્છે છે. માન કવાયને લઈને ક્રોધ ઉત્પન્ન થાય છે, કપટ જાળ ફેલાય છે, ઘણે લેભ જીવ કરે છે, ખોટાં વચન બેલે છે. જગતમાં
Page #190
--------------------------------------------------------------------------
________________
વિનયસ પન્નતા ભાવના
૧૬૯
જેટલી અનીતિ છે તેટલી બધી માન કષાયથી ઉત્પન્ન થયેલી છે. પરધન હરણુ આફ્રિ પણ અભિમાન પાષવા જીવ કરે છે. તેથી આ જીવના માટે શત્રુ માન કષાય છે. વિનય ગુણમાં મહા આદર રાખી પોતાના બન્ને લેક ઉજ્જવળ કરે. એ વિનય દેવના, ગુરુના, શાસ્ત્રના મન વચન કાયા વડે પ્રત્યક્ષ કરી અને પરાક્ષ પણ કરો.
ધ્રુવિનય :
સમવસરણુ વિભૂતિ સહિત, ગંધમુકુટીમાં સિંહાસન ઉપર અંતરીક્ષ વિરાજમાન, ચેાસડે ચરે, ત્રણ છત્ર આદિ આઠ પ્રાતિહાર્યાં ( આકર્ષક આશ્ર્ચર્યાં ) વડે શેાભતા, કરોડ સૂર્ય સમાન તેજસ્વી, પરમ ઔદારિક શરીરવાળા, ખાર સભાઓની મધ્યે દિવ્યધ્વનિ વડે અનેક જીવાને ઉપકારી અરિહંત દેવનું ચિંતવન કરી ધ્યાન કરવું તે મન વડે પરોક્ષ દેવવિનય છે. તેમનું વિનયપૂર્વક સ્તવન કરવું તે વચન વડે પરાક્ષ વિનય છે. એ હાથની અંજલિ જોડી માથે ચઢાવી નમસ્કાર કરવા તે કાયા વડે પરાક્ષ વિનય છે.
જિનેન્દ્ર કે પ્રતિબિંબની પરમ શાંત મુદ્રાને પ્રત્યક્ષ નેત્ર વડે નિહાળીને મહા આનંદથી મનમાં ધ્યાન કરીને પેાતાને કૃતકૃત્ય માનવા તે મન વડે પ્રત્યક્ષ વિનય છે.
જિનેન્દ્ર કે પ્રતિબિંબની સન્મુખ જઈને સ્તવન કરવું તે પ્રત્યક્ષ વચન-વિનય છે.
માથે અંજલિ ચઢાવી વંદ્યન કરવું, તથા જમીન પર અંજલિ સહિત મસ્તક મૂકી ઢીંચણુ વડે જમીનને સ્પર્શ કરીને નમસ્કાર કરવા તે કાયા વડે પ્રત્યક્ષ વિનય છે.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૦
સમાધિ-સેયાન સર્વજ્ઞ, વીતરાગ, પરમાત્મા જિનેન્દ્રના નામનું સ્મરણ, ધ્યાન, વંદન, સ્તવન કરવું તે બધે પક્ષ વિનય છે. આ પ્રકારે દેવને વિનય સમસ્ત અશુભ કર્મોને નાશ કરનાર કહ્યો છે. ગુરુવિનય :
નિગ્રંથ, વીતરાગી મુનીશ્વરેને દેખીને ઊભા થવું, આનંદ સહિત સામા જવું, સ્તવન કરવું, વંદના કરવી, ગુરુને આગળ કરી પાછળ ચાલવું, કદાપિ સાથે ચાલવું પડે તે. ગુરુની ડાબી બાજુએ ચાલવું, ગુરુને જમણી બાજુ રાખી. ચાલવું કે બેસવું, ગુરુની હાજરીમાં ઉપદેશ પિતે ન દે, કોઈ પ્રશ્ન કરે તે પણ ગુરુ હોય તે પિતે ઉત્તર ન દે, ગુરુની ઈચ્છા પ્રમાણે ઉત્તર દેવે, ગુરુની હાજરીમાં ઊંચે. આસને ન બેસવું, ગુરૂ વ્યાખ્યાન ઉપદેશ આદિ દે. ત્યારે બે હાથ જોડી અંજલિ કરી બહુ આદરભાવથી ઉપદેશ. ગ્રહણ કરે, ગુરુના ગુણમાં અનુરાગ કરી આજ્ઞા પ્રમાણે વર્તન કરવું અને બીજા ક્ષેત્રમાં દૂર હોય તે તેમની આજ્ઞા હોય તે પ્રમાણે પ્રવર્તવું, દૂર રહ્યા છતાં ગુરુનું ધ્યાન, સ્તવન, નમસ્કાર આદિ કરવા તે ગુરુને વિનય છે. શાસ્ત્રવિનય :
બહુ આદરથી સશાસ્ત્ર ભણવું, સાંભળવું. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને દેખીને વ્યાખ્યાનાદિ કરવું. શાસ્ત્રમાં કહેલાં વ્રત, સંયમાદિ પિતાનાથી ન બની શકે તે પણ આજ્ઞાને. લેપ કરે નહીં, એટલે સૂત્રની આજ્ઞા હોય તે પ્રમાણે જ કહેવું. જે સૂત્રની આજ્ઞા હોય તે એકાગ્ર ચિત્તથી શ્રવણ.
Page #192
--------------------------------------------------------------------------
________________
વિનયસંપન્નતા ભાવના
૧૭ કરવી. શ્રવણ કરતી વખતે બીજી વાત કરવી નહીં. આદરપૂર્વક મૌનપણે શ્રવણ કરવું. કંઈ સંશય થાય તે સંશય દૂર કરવાને વિનયપૂર્વક થડા અક્ષરો વડે સભામાં લેકને અથવા વક્તાને ક્ષોભ ન ઊપજે તેવી રીતે વિનયપૂર્વક પ્રશ્ન કરો. ઉત્તર મળે તે આદરથી અંગીકાર કરવો તે શાસ્ત્રવિનય છે. શાસ્ત્રને ઊંચા આસન ઉપર મૂકી પિતે નીચા બેસવું, પ્રશંસા સ્તવના કરવી ઇત્યાદિ શાસ્ત્રને વિનય કરે. આ પ્રકારે દેવ, ગુરુ, શાસ્ત્રને વિનય છે એ ધર્મનું મૂળ છે.
નિશ્ચયવિનય :
રાગ-દ્વેષ વડે આત્માની ઘાત જેમ ન થાય તેમ પ્રવર્તવું તે આત્માને વિનય છે. તેટલા માટે એવું વિચારવું કે હવે આ મારે જીવ ચારે ગતિમાં પરિભ્રમણ ન કરે. મારે આત્મા મિથ્યાત્વ, કષાય, અવિનય આદિ વડે સંસારપરિભ્રમણનાં દુઃખ ન પામે. આવું ચિંતવન કરતે જીવ મિથ્યાત્વ, કષાય, અવિનય આદિ વડે જ્ઞાનાદિ ગુણની ઘાત ને થવા દે તે આત્માને વિનય છે. આ નિશ્ચયવિનયપરમાર્થવિનય કહ્યો. જેને માન કષાય ઘટી જાય તેને જ વ્યવહારવિનય પ્રાપ્ત થાય છે.
વ્યવહારવિનય :
કોઈ જીવનું મારાથી અપમાન ન થાઓ. જે અન્યનું સન્માન કરે છે તે પોતે જ સન્માન પામે છે. જે પરનું અપમાન કરે છે તે પોતે જ અપમાન પામે છે. સર્વ સાથે મીઠાં વચને બોલવું તે વિનય છે. કેઈ જીવને તિરસ્કાર ન
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૨
સમાધિ-પાન કરે તે પણ વિનય જ છે. પિતાને ઘેર આવે તેને યથાયોગ્ય સત્કાર કરે. કોઈને સામે જઈ તેડી લાવવા. કેઈને દેખીને ઊભા થવું. કોઈને એક હાથ માથે ચઢાવી સલામ ભરવી. કેઈનું “આવે, આવે, આવે!” એમ ત્રણવાર કહી સ્વાગત કરવું. કોઈને માન આપીને પાસે બેસારવા. કોઈને બેસવા આસન આપવું. કોઈને “આવે, બેસે” કહેવું. કોઈને કુશળતા પૂછવી. કોઈને કહેવું કે “અમે આપના છીએ, કેઈ આજ્ઞા–સેવા ફરમાવે, જમવા પધારે, પાણી લાવું ? આ આપનું જ ઘર છે. આ ઘર આપના પધારવાથી પાવન થયું. આપની કૃપા અમારા ઉપર સદાય છે તેવી રહો.” ઈત્યાદિ વ્યવહારવિનય છે.
દાન, સન્માન, કુશળતા પૂછવી, રેગી, દુઃખીની સેવા કરવી તે પણ વિનયવાળાથી જ બને છે. દુઃખી માણસ કે પશુને વિશ્વાસ, આશરે આપવો. દુઃખથી પીડાયેલે પિતાનાં દુઃખ કહેવા આવ્યો હોય તેનું દુઃખ સાંભળવું. પિતાની શિક્તિ પ્રમાણે ઉપકાર કરે. કંઈ ન બને તે ધીરજ, સંતોષ આદિને ઉપદેશ દે. એ વ્યવહારવિનય છે. તે પરમાર્થવિનયનું કારણ છે, યશ ઉપજાવે છે, ધર્મની પ્રભાવના કરે છે. મિથ્યાવૃષ્ટિનું પણ અપમાન ન કરવું, મધુર વચન બલવા, યથાગ્ય આદર સત્કાર કરે, મહાપાપી દુરાચારીને પણ કુવચન ન કહેવાં. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય (બે, ત્રણ, ચાર ઇદ્રિય ધારી) આદિ તથા સર્પ આદિ દુષ્ટ જીવની વિરાધના ન કરવી, તેની રક્ષા કરીને પ્રવર્તવું. અન્ય ધમીઓનાં મંદિર, પ્રતિમા આદિ પ્રત્યે વેર રાખી નિંદા કરવી નહીં. એ આદિ વ્યવહારવિનય છે.
Page #194
--------------------------------------------------------------------------
________________
શીલત་નતિચાર ભાવના
૧૯૩
આ પ્રકારે પરમાર્થ અને વ્યવહાર બન્ને ભેદે વિનય ધારણ કરીને ગૃહસ્થે વર્તવા યાગ્ય છે. જુએ, સર્વસંગના પરિત્યાગી, વીતરાગી મુનીશ્વરને પણ કોઇ મિથ્યાવૃષ્ટિ વંદના કરે છે તેને આશીર્વાદ દે છે. ચંડાળ, ભીલ, માછી આદિ અધમ જાતિવાળા પણુ વંદના કરે તેને “ પાપના ક્ષય હા’” ઇત્યાદિ આશીર્વાદ દે છે. વિનય અંગ ધારણ કરે છે તે ખાળ, અજ્ઞાન, ધર્મરહિતના તથા નીચ અધમ જાતિના હોય તેના પણ વિનય ન કરો તાપણુ તિરસ્કાર, નિંદા કદી કરવા. યોગ્ય નથી. આ મનુષ્ય જન્મની શાલા વિનય જ છે. વિનય વિના મનુષ્યભવની એક ઘડી પણ અમારી ન જાઓ એમ ભગવાન ગણધર દેવ કહે છે. આવેા વિનય ગુણુના મહિમા જાણી અર્ધું ઉતારી તેની મહાપૂજા કરો. હું વિનયસંપન્નતા અંગ ! અમારા હૃદયમાં તું જ નિરંતર વાસ કર. તારી કૃપાથી હવે મારે આત્મા કી આઠ મદ વડે અભિમાનને પ્રાપ્ત ન થાઓ !
૩. શીલવતેશ્વનતિચારભાવના :
શીલવ્રતધ્વનતિચારના એવા અર્થ વાર્તિકમાં કહ્યો છે કે અહિંસા આદિ પાંચ વ્રતા અને એ વ્રત પાળવા માટે ક્રોધાદિ કષાયના ત્યાગરૂપ શીલ વિષે જે મન, વચન, કાયાની નિર્દોષ પ્રવૃત્તિ તે અતિચાર રહિત શીલવ્રતાની ભાવના છે. શીલ એટલે આત્માના સ્વભાવ તેને નાશ કરનારાં હિંસા આદિ પાંચ પાપ છે. તેમાં કામસેવન નામનું એકલું પાપ હિંસા આદિ સર્વ પાપાને પુષ્ટ કરે છે, ક્રોધ આદિ કષાયાની તીવ્રતા કરે છે તેથી બ્રહ્મચર્યનું જ પ્રધાનતાથી વર્ણન કર્યું છે.
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭૪
સમાધિ પાન શીલ દુર્ગતિનાં દુઃખને હરનાર છે, સ્વર્ગ આદિ શુભ ગતિનું કારણ છે, તપ-વ્રત-સંયમનું જીવન છે. શીલ વગર તપ કરવું, વ્રત ધરવું, સંયમ પાળવે તે મડદાનાં અંગે જેમ દેખવા માત્ર છે, કાર્યકારી નથી, તેવી રીતે શીલ વિનાનાં તપ, વ્રત, સંયમ ધર્મની નિંદા કરાવનારાં છે એમ જાણી શીલ નામનું ધર્મનું અંગ પાળો. ચંચળ મનરૂપી પક્ષીને દૃમે. અતિચાર રહિત શુદ્ધ શીલને પુષ્ટ કરે. ધર્મરૂપી વનને નાશ કરનાર મનરૂપી હાથી છૂટો મૂક્યો હોય તે મહા અનર્થ કરે છે, મદોન્મત્ત હાથી રહેઠાણમાંથી નીકળીને નાસે છે, તેવી રીતે મનરૂપી હાથી કામ વડે ઉન્મત્ત (ગાડ) થાય ત્યારે સમભાવરૂપી રહેઠાણમાંથી નીકળીને દેડે છે. કુળની મર્યાદા, સંતોષ આદિ તજીને બહાર નીકળે છે. મદોન્મત્ત હાથી સાંકળ તેડીને ચાલ્યા જાય છે, તેમ મનરૂપી હાથી સુબુદ્ધિરૂપ સાંકળ તેડીને વિચરે છે. ગાંડ હાથી માર્ગમાં ચલાવનાર મહાવતને નાખી દે છે તેમ કામીનું મન સમ્યકધર્મને માર્ગમાં પ્રવર્તાવનાર જ્ઞાનને તજી દે છે. હાથી અંકુશને માનતું નથી, તેમ મનરૂપી હાથી, ગુરુની હિતકારી વાણીને માનતું નથી. હાથી તે મહા ફળ અને છાયા આપનારા વૃક્ષને ઉખાડી નાખે છે, તેમ કામથી વ્યાપેલું મન, સ્વર્ગ–મેક્ષરૂપ ફળ દેનાર અને યશરૂ૫ સુગંધ ફેલાવનાર, સર્વ વિષયેની બળતરાને બૂઝવ– નાર બ્રહ્મચર્યરૂપી વૃક્ષને ઉખેડી નાખે છે. હાથી મેલ, કાદવ વગેરેને દૂર કરે તેવા સરોવરમાં સ્નાન કરીને માથા ઉપર ધૂળ નાખી ધૂળ સાથે કીડા કરે છે, તેવી રીતે કામી જનનું મન સિદ્ધાંતરૂપ સરેવરમાં અવગાહન કરી અનેક
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૭૫
શીલવતષનતિચારભાવના અજ્ઞાનરૂપ મેલ દૂર કરીને પણ પાપરૂપી ધૂળ સાથે કીડા કરે છે. હાથીના કાન જ ચંચળ હોય છે પણ કામી જનનું મન પાંચે ઈદ્રિના વિષયમાં ચંચળતા ધારણ કરે છે. હાથી હાથણીમાં રાચે છે તેમ કામીનું મન કુબુદ્ધિરૂપ હાથણીમાં રાચે છે. હાથી મદ (લમણુમાંથી ઝરત રસ) વડે ગાંડે બને છે, તેમ કામીનું મન રૂપ આદિ આઠ મદથી બેભાન બને છે. ગાંડા હાથીની નજીક કેઈ જાય નહીં, દૂર નાસી જાય તેમ કામથી ઉન્મત્ત થયેલા પાસે કઈ પણ સદગુણ રહેતું નથી, આવતા પણ નથી. કામથી ઉન્મત્ત થયેલા મનરૂપી હાથીને વૈરાગ્યરૂપ થાંભલે બાંધે છૂટી જશે તે મહા અનર્થ કરશે.
કામ અનંગ છે એટલે એને અંગ નથી; માનસિક છે એટલે મનમાં જન્મે છે. કામ જ્ઞાનને મથન કરનાર (ડહોળનાર) છે તેથી તેને મનમથ કહે છે. સંવરને અરિ એટલે વેરી છે તેથી સંવરારિ કહેવાય છે. કામથી ખેટ. દર્પ એટલે ગર્વ ઊપજે છે તેથી તેને કંદર્પ કહેવાય છે. તેનાથી અનેક મનુષ્ય, તિર્યંચે પરસ્પર વિરોધ કરીને મરી જાય છે તેથી તેને માર કહેવાય છે. મનુષ્યમાં અન્ય ઈટ્રિયેના ભાગ તે પ્રગટ છે; પરંતુ કામના અંગેને પણ ઢાંકી રાખવામાં આવે છે, તેનું નામ પણ ઉત્તમ પુરુષે ઉચ્ચારતા નથી. એના જેવું બીજું પાપ નથી. ધર્મથી ભ્રષ્ટ કરાવનાર કામ છે. એ કામે હરિ, હર, બ્રહ્માદિને પણ ભ્રષ્ટ કરી પોતાને વશ કર્યો છે, આખા જગતને જીતનાર એક કામ છે. કામને જીતનાર મેહને સહજમાત્રમાં જીતે છે. તેથી કામને ત્યાગ કરવા ઈચ્છનારે સ્ત્રી, દેવી કે ગાય
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૭૬
સમાધિ-પાન આદિ તિર્યંચણીની સંગતિ કામવિકારને ઉપજાવનારી હેવાથી દૂરથી જ તજવા ગ્ય છે. સ્ત્રીઓ ઉપર રાગ મન, વચન, કાયાથી ત્યાગ કરે. પિતે કુશીલને માર્ગે ચાલવું નહીં. બીજાને કુશીલને માર્ગે ચાલવાને ઉપદેશ કરે નહીં. બીજે કેઈ કુશીલને માર્ગ પ્રવર્તે તેની અનુમોદના ભવ્ય જીવે કરવી નહીં. નાની વયની સ્ત્રીને દેખે તે તેને પુત્રી ગણીને નિર્વિકાર બુદ્ધિ કરે. જુવાનીરૂપી હાથણી ઉપર ચઢેલી સૌંદર્યરૂપ જળમાં સર્વાગે ડૂબેલી એવી રૂપાળી સ્ત્રીને બહેન ગણી નિર્વિકાર બુદ્ધિ કરે. તેને આદરસત્કાર ન કરે. વચન વડે આલાપ (વાતચીત) ન કરે. શીલવંત હોય તેની દ્રષ્ટિ સ્ત્રી પ્રત્યે જતાં મીંચાઈ જાય છે. જે સ્ત્રીઓ સાથે વચનાલાપ કરશે, સ્ત્રીઓનાં અંગેનું અવલોકન કરશે, તે શીલથી અવશ્ય ભ્રષ્ટ થશે. જે ગૃહસ્થ હોય તેને તે એક પિતાની સ્ત્રી વિના અન્ય સ્ત્રીઓની સંગતિ, અવલોકન, વચનાલાપને ત્યાગ ઘટે છે. અન્ય સ્ત્રીની વાતને સ્વમમાં પણ વિચાર રહેવું ન જોઈએ. એકાંતમાં માતા, બહેન કે પુત્રીની પણ સંગતિ રાખે નહીં. મુનીશ્વર તે કઈ સ્ત્રી માત્રને સંબંધ જ રાખતા નથી, સ્ત્રીઓને ઉપદેશ કરતા નથી; કારણ કે સ્ત્રીનાં નામ જ દોષદર્શક છે.
સ્ત્રી સમાન આ જીવને કોઈ અરિ એટલે વેરી નથી. તેથી ઉત્તમ પુરુષ એને નારી કહે છે. દોષને પ્રત્યક્ષ જોતજોતામાં આચ્છાદન કરે છે તેથી તેનું નામ સ્ત્રી છે. તેને દેખીને પુરુષનું પતન થાય છે તેથી તેનું નામ પત્ની છે. કુમરણ કરવાનું કારણ છે તેથી તેનું નામ કુમારી છે. તેની સંગતિથી પુરુષપણું, બળ, બુદ્ધિ આદિને નાશ થઈ
Page #198
--------------------------------------------------------------------------
________________
શીશવશ્વનતિચારભાવના
૧૭૭ જાય છે તેથી તેનું નામ અબલા છે. સંસાર વધવાનું કારણ હેવાથી તેનું નામ વધૂ છે. કુટિલતા-માયાચારને સ્વભાવ ધારણ કરે છે તેથી તેનું નામ વામાં છે. તેની આંખમાં કુટિલતા વસે છે તેથી તેનું નામ વામચના છે.
શીલવંતને ઇંદ્ર નમસ્કાર કરે છે. શીલવાન પુરુષ રત્નત્રયરૂપ ધન લઈને કામાદિ લૂંટારાઓને ભય ટાળી નિર્ભયપણે નિર્વાણ (મેક્ષ) નગર પ્રત્યે જાય છે. શીલ વડે સુશોભિત હોય તે ભલે કદરૂપ હય, મલિન હેય, રેગાદિવાળ હોય તે પણ પિતાના સંસર્ગથી સમસ્ત સભાને સુખી કરે છે, આશ્ચર્ય પમાડે છે. શીલ રહિત વ્યભિચારી હોય તે રૂપાળો કામદેવ જે ભલે હોય તેપણું લેકે તેના પ્રત્યે યૂયૂ કરે છે કારણ કે તેનું નામ જ કુશીલ છે.' ' શીલ નામ સ્વભાવનું છે. કામી મનુષ્યનું શીલ છે આત્માને સ્વભાવે તે ખેટો થઈ જાય છે, તેથી તેને કુશીલ કહેવાય છે. વળી કામી મનુષ્ય ધર્મથી એટલે આત્માના સ્વભાવથી અને વ્યવહારની શુદ્ધિથી ભ્રષ્ટ થાય છે, ચળી જાય છે તેથી તેને વ્યભિચારી કહેવાય છે. કામ જેવું જગતમાં બીજું કુકર્મ નથી તેથી તેને કુકર્મ કહે છે. મનુષ્ય પશુ જેવો બની જાય છે તેથી તેને પશુકર્મ કહેવાય છે. બ્રહ્મ એટલે આત્મા તેને જ્ઞાનદર્શન આદિ સ્વભાવ છે તેની ઘાત એથી થાય છે તેથી તેને અબ્રહ્મ કહે છે. કુશલવાળાની સંગતિથી કુશીલ મળે છે. જે શીલની રક્ષા કરી તે જ ક્ષમા, તપ, વ્રત, સંયમ આદિ બધું પળ્યું.
૧૨
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૭૮
સમાધિ-સોપાન પિતાના સ્વભાવથી ચળવું નહીં તેને જ મુનીશ્વર શીલ કહે છે. શીલ નામને ગુણ સર્વ ગુણેમાં મટે છે. શીલવાળા પુરુષનું થોડું વ્રત, તપ ઘણું ફળ આપે છે. શીલ રહિત ઘણું તપ, વ્રત હોય તે પણ નિષ્ફળ થાય છે. આમ જાણે પિતાના આત્મામાં શીલની શુદ્ધતા પ્રાપ્ત થાય તેટલા માટે શીલને જ નિત્ય પૂજે. આ શીલવત મનુષ્ય જન્મમાં જ પાળી શકાય છે, અન્ય ગતિમાં બનતું નથી. તેથી મનુષ્ય જન્મ સફળ કરવા ઈચ્છતા હે તે શીલની જ નિર્મળતા કરે. ૪. અભીણ જ્ઞાનેપગ ભાવના :
હે આત્મન્ ! આ મનુષ્ય જન્મ પામીને નિરંતર જ્ઞાન-અભ્યાસ જ કરે. જ્ઞાનના અભ્યાસ વિના એક ક્ષણ પણ ગુમાવે નહીં. જ્ઞાનનાં અભ્યાસ વિના મનુષ્ય પશુ સમાન છે, તેથી યંગ્ય કાળમાં જિનાગમને પાઠ કરે અને સમભાવ થાય ત્યારે ધ્યાન કરે. શાસ્ત્રના અર્થનું ચિંતન કરે. વિશેષ જ્ઞાની ગુરુજન પ્રત્યે નમ્રતા, વંદના, વિનય આદિ કરે. ધર્મશ્રવણ કરવાની ઈચ્છાવાળા હોય તેમને ધર્મને ઉપદેશ કરે. આને અભીષ્ણ-જ્ઞાને પગ કહે છે.
આ અભણ જ્ઞાનપગ નામના ગુણનું આઠ દ્રવ્યોથી પૂજન કરીને અર્થ ઉતારે અને પુષ્પની અંજલિ આગળ મૂકે. અહીં જ્ઞાન ઉપગ છે તે ચૈતન્યની પરિણતિ છે, તેથી જ ક્ષણે ક્ષણે નિરંતર ચૈતન્યની ભાવના કરવી. - અનાદિ કાળથી કામ, ક્રોધ, અભિમાન, લેભાદિને સંગ મને વળગી રહ્યો છે. અનાદિન એ સંસ્કાર મારા ચૈતન્ય
Page #200
--------------------------------------------------------------------------
________________
અભીર્ણ જ્ઞાનપગ ભાવના
૧૭૯ સ્વરૂપમાં એકમેક જેવા થઈ રહ્યા છે. એવી ભાવના થાઓ કે ભગવાનની વાણુરૂપ પરમાગમના સેવનના પ્રભાવથી મારે આત્મા રાગ દ્વેષાદિથી ભિન્ન પોતાના જ્ઞાયકસ્વભાવરૂપમાં જ સ્થિર થાય અને રાગાદિને વશ ન થાય. એ જ મારા આત્માનું કલ્યાણ છે.
| નવીન શિવેની આગળ શ્રતના અર્થને એ પ્રકાશ કરે કે સંશય આદિ રહિત શિષ્યના હદયમાં જેમ છે તેમ સ્વપર પદાર્થોનું સ્વરૂપ પ્રગટ થઈ જાય. પાપ પુણ્યનું સ્વરૂપ, લેક અલેકનું સ્વરૂપ, મુનિ-શ્રાવકના ધર્મનું સ્વરૂપ, સત્યાર્થ નિર્ણયરૂપ થઈ જાય તે જ્ઞાનાભ્યાસ કરે. પિતાના ચિત્તમાં સંસાર, દેહ અને ભેગે પ્રત્યે અનાસક્તિ (રાગ્ય) ચિંતવવી. સંસાર, દેહ અને ભેગના યથાર્થ સ્વરૂપનું ચિંતવન કરવાથી રાગ, દ્વેષ અને મેહ જ્ઞાનને વિપરીત નહીં કરી શકે. | સર્વ દ્રવ્યોમાં એકમેક રહ્યા છતાં આત્માને ભિન્ન અનુભવ થાય તે જ જ્ઞાનપગ છે. જ્ઞાનના અભ્યાસ વડે વિષયેની વાંછા નાશ પામે છે. કષાયને અભાવ થાય છે. માયા, નિદાન અને મિથ્યા એ ત્રણ શલ્ય રહિત થવાય છે. જ્ઞાનના અભ્યાસથી જ મન સ્થિર થાય છે. અનેક પ્રકારના વિકલપ નાશ પામે છે. ધર્મધ્યાનમાં અને શુક્લ ધ્યાનમાં સ્થિર થવાય છે. વ્રત, સંયમથી ચલાયમાન થવાતું નથી. અશુભ કર્મોને નાશ થાય છે. જિનેન્દ્રનું શાસન (આજ્ઞા ) પ્રવર્તે છે. જિન ધર્મની પ્રભાવના પણ જ્ઞાનાભ્યાસ કરીને જ થાય છે. જ્ઞાનના અભ્યાસથી લેકેના હૃદયમાં પૂર્વનાં કરેલાં
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૦
સમાધિ-પાન પાપના સંચયરૂપ દેવું હોય તે પતી જાય છે. અજ્ઞાની જીવ ઘેર તપવડે કરડે ભવમાં જેટલાં કર્મ ક્ષય ન કરે તેટલા– બલકે તેથી વધુ કર્મોને ક્ષય જ્ઞાની આત્મા અંતર્મુહૂર્તમાં કરે છે. જિન ધર્મને સ્તંભ જ્ઞાનને અભ્યાસ જ છે. જ્ઞાનના જ પ્રભાવથી સર્વ વિષયેની વાંછા છેડી સંતોષ ધારણ થાય છે. ઉત્તમ ક્ષમા આદિ ગુણો પ્રગટ થાય છે. ભક્ષ્ય–અભક્ષ્યને, યેગ્ય-અયોગ્યને, ત્યાગવા યોગ્ય કે ગ્રહણ કરવા ગ્યને વિચાર પ્રાપ્ત થાય છે. જ્ઞાન વિના પરમાર્થ અને વ્યવહાર બને નાશ પામે છે. જ્ઞાનરહિત રાજપુત્રને પણ નિરાદર થાય છે. જ્ઞાન સમાન કેઈ ધન નથી; જ્ઞાનના દાન સમાન કઈ દાન નથી. દુઃખી, સુખી સર્વને સદા જ્ઞાન જ શરણરૂપ છે. સ્વદેશ પરદેશ સર્વત્ર આદરમાન અપાવનાર પરમ ધનરૂપ જ્ઞાન જ છે. જ્ઞાનધન કેઈથી ચેરી શકાતું નથી. કેઈને આપવાથી ઘટતું નથી. જ્ઞાન જ સમ્યક્દર્શન પ્રાપ્ત કરાવે છે. જ્ઞાનથી જ મોક્ષ થાય છે. સમ્યકજ્ઞાન આત્માનું અવિનાશી સ્વાધીન ધન છે. જ્ઞાન વિના સંસાર સમુદ્રમાંથી ડૂબતા પ્રાણીને હાથ પકડી કેણ ઉદ્ધાર કરે ?
વિદ્યા સમાન આભૂષણ નથી. વિદ્યા વિના એકલાં આભૂષણથી જ સત્પરુષના આદરને યેગ્ય બનતું નથી. નિર્ધનને પરમ નિધાન પ્રાપ્ત કરાવનાર એક સમ્યકજ્ઞાન જ છે. તેથી હે ભવ્ય જી ! ભગવાન પરમકૃપાળુ વીતરાગ ગુરુ તમને એ ઉપદેશ કરે છે કે પિતાના આત્માને સમ્યજ્ઞાનના અભ્યાસમાં જ લગાવે, જેડ. મિથ્યાદ્રાષ્ટઓના પ્રરૂપેલા મિથ્યાજ્ઞાનને દૂરથી તજે. સમ્યક અને મિથ્યાની (સાચાખેટાની) પરીક્ષા કરીને સમ્યકજ્ઞાન ગ્રહણ કરે. પિોતાનાં
Page #202
--------------------------------------------------------------------------
________________
સવેગભાવના
૧૮૧. સંતાનને ભણાવે, અન્ય જનેને વિદ્યાને અભ્યાસ કરાવો. ધનવાન હો અને પિતાના ધનને સફળ કરવા ઈચ્છતા હે તે ભણનારા અને ભણાવનારાને આજીવિકા આદિ દઈને સ્થિરતા કરાવે; પુસ્તકો લખાવી દે, વિદ્યા ભણનારાઓને પુસ્તક આદિ આપે. પુસ્તકે શુદ્ધ કરે, કરા, છપાવે. ભણવા, ભણાવવાને અર્થે સ્થાન આપે. નિરંતર ભણવામાં, શ્રવણ કરવામાં જ મનુષ્ય જન્મને કાળ વ્યતીત કરે. આ અમૂલ્ય અવસર ચાલ્યા જાય છે. જ્યાં સુધી આયુષ્ય, કાયા, ઈદ્રિય, બુદ્ધિ ટકી રહે ત્યાં સુધીમાં મનુષ્ય જન્મની એક ઘડી પણ સમ્યકજ્ઞાન વિના ગુમાવશો નહીં.
જ્ઞાનરૂપી ધન પરલેકમાં પણ સાથે જાય છે. આ અભણ જ્ઞાને પગને મહિમા કરડે જીભેથી પણ વર્ણવ્યું જાય એમ નથી. તેથી જે ગૃહસ્થ ધન સહિત હોય તે ભાવના ભાવીને અર્થ ઉતારે જે ત્યાગી હોય તે નિરંતર ભાવના ભાવે. ૫. સંવેગ ભાવના :
સંસાર, દેહ અને ભેગે પ્રત્યે વિરક્તપણે (ઉદાસીનતા), અણુરાગ (અણગમે) અને ધર્મ પ્રત્યે અને ધર્મના ફળ પ્રત્યે અનુરાગ રાખ તે સંવેગ છે. આ સંસારમાં જે પુત્ર ઉપર રાગ કરીએ છીએ તે પુત્ર જન્મ લેતાં જ સ્ત્રીનું યૌવન, સૌંદર્ય આદિ બગાડે છે. જમ્યા પછી ઉછેરતાં ઘણું આકુળતા, ઘણું કષ્ટ અને ધનને ખરચી કરાવે છે. રેગ આદિ થાય નહીં માટે ઘણી સંભાળ રખાવે છે. મેટો કરવામાં મહા મહી, મહા રાગી બનાવી સૂગ આવે
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૨
સમાધિ-સાપાન
એવાં મળમૂત્રાદિ પણ સાફ કરાવે છે, મહા કષ્ટ આપે છે. મોટા થાય ત્યારે સારાં ભેાજન, સારાં વચ્ચે, સારાં ઘરેણાં, સારાં સ્થાન હઠ કરીને ગ્રહણ કરે છે. કદાપિ પુત્ર મૂર્ખ હાય, વ્યસની હાય, તીવ્ર કષાયી હોય, તે રાતવિસ ન કહી શકાય એટલા ફ્લેશ કરાવે છે. પુત્ર ઉપરના માહને લઈને પરિગ્રહમાં ઘણી મમતા વધે છે. પુત્ર કામ કરે તેવા થાય ત્યારે પણ જો કહ્યું કરે તેવા ન હાય તે આર્તધ્યાન કરાવી મરણુ પર્યંત ક્લેશનું કારણ બને છે. વળી પિતા આપણને કામના છે, એમ જ્યાં સુધી પુત્રને લાગે છે ત્યાં સુધી પુત્ર પિતા ઉપર પ્રીતિ રાખે છે. પરંતુ માબાપ અસમર્થ થાય ત્યારે તેમના ઉપર રાગ રાખતા નથી; ધન રહિત માબાપના અનાદર કરે છે. આ પ્રમાણે પુત્રનું સ્વરૂપ સમજીને સંસાર ઉપરના રાગ તજી પરમ ધર્મ પ્રત્યે રાગ કરો. પુત્રને અર્થે અન્યાય કરીને ધનાદિ પરિગ્રહ મેળવવાનું મૂકી દો.
સ્ત્રી પણ મેાહ નામના ઠંગે જીવને સાવવા માટે રચેલી મહા ફ્રાંસી છે, મમતા ઉપજાવનારી છે, તૃષ્ણા વધારનારી છે. સ્ત્રી ઉપર તીવ્ર રાગ છે તે ધર્મની પ્રવૃત્તિને નાશ કરે છે, લેાભને અત્યંત વધારે છે, પરિગ્રહમાં મૂર્છા-મમતા વધારે છે, ધ્યાન, સ્વાધ્યાયમાં વિન્ન કરે છે. વિષયામાં આંધળેા કરી ઘાંચીના બળદની પેઠે તેમાં જ ફેરવનારી છે, ક્રોધાદિ ચારે કષાયેાને તીવ્ર કરનારી છે, સંયમના ઘાત કરનારી છે, કલહનું મૂળ છે, દુર્ધ્યાનનું સ્થાન છે, મરણ બગાડનારી છે ઇત્યાદિ અનેક દોષોનું મૂળ જાણી સ્ત્રીના સંગમાં રાગ ભાવ છેડી વીતરાગ ધર્મ સાથે સંબંધ બાંધેા.
Page #204
--------------------------------------------------------------------------
________________
સગભાવના
૧૮૩ કળિકાળના મિત્રે પણ વિષયમાં પાડનારા, રાગ વધારનારા હોય છે, સર્વ વ્યસનમાં મદદ કરનારા હોય છે. ધનવાન દેખાય તેની સાથે અનેક પ્રકારે મિત્રતા કરનારા હેાય છે, નિર્ધન સાથે કઈ વાત પણ કરનારા દેતા નથી. તેથી હે સજજને ! જે સંસાર વધવાને કંઈ ડર રહેતે હોય તે બીજા બધા સાથેની મિત્રાચારી તજી, પરમ ધર્મમાં અનુરાગ કરે.
સંસાર નિરંતર જન્મમરણરૂપ છે. જન્મે છે ત્યારથી જ નિરંતર મરણ પ્રત્યે જીવ પ્રવાસ કરે છે. જન્મમરણ કરતાં કરતાં અનંતાનંત કાળ વહ્યો ગયે, તેથી પંચ પરિવર્તનરૂપ સંસાર પ્રત્યે વૈરાગ્ય ભાવના ભાવો. પાંચ ઇન્દ્રિયના વિષય ભેગ છે તે આત્માના સ્વરૂપને ભુલાવનારા છે, તૃષ્ણ વધારનારાં છે, અતૃપ્તિ કરાવનારા છે. વિષયેના જેવી બળતરા ત્રણ લેકમાં બીજી કઈ નથી. વિષય નરકાદિ કુગતિનું કારણ છે, ધર્મથી વિમુખ કરે છે, કષાયને વધારે છે. પિતાનું કલ્યાણ ઈચ્છતા હોય તેણે વિષયને દૂરથી તજવા યોગ્ય છે, કારણ કે તે જ્ઞાનને વિપરીત કરનારા છે, વિષની પેઠે મારી નાખનારા છે, ઝેર કે અગ્નિની પેઠે દાહ ઉપજાવનારા છે, તેથી વિષય ઉપરના રાગને ત્યાગ કરે એ જ પરમ કલ્યાણ છે.
શરીર છે તે રોગોનું ઘર છે. મહા મલિન, ગંધાતી સાત ધાતુનું બનેલું છે. મળમૂત્ર આદિથી ભરેલું છે. વાત, પિત્ત, કફનું પૂતળું છે. પવનને આધારે હલન ચલન વગેરે પ્રવૃત્તિ કરે છે. સદાય ભૂખ, તરસની વેદના ઉપજાવે છે.
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૪
સમાધિ-પાન સર્વ અપવિત્ર પદાર્થોનો ઉકરડે છે. દિવસે દિવસે જીર્ણ થતું જાય છે. કરડે ઉપાય કરીને સાચવ્યા છતાં મરણને શરણ જનાર છે. એવા દેહ ઉપરની આસક્તિ તજી વૈરાગ્ય રાખવા જ શ્રેષ્ઠ છે.
આ પ્રકારે પુત્ર, મિત્ર, સ્ત્રી, સંસાર, ભેગ અને શરીરનું સ્વરૂપ દુઃખકારક જાણી વિરાગ ભાવ પ્રાપ્ત થવે તે સંવેગ છે. સંવેગ ભાવના નિરંતર ચિતવવી એ ઉત્તમ છે. તેથી મારા હૃદયમાં નિરંતર સંવેગ ભાવના રહો એવું ચિંતવન કરતાં સંસાર, દેહ, ભેગે પ્રત્યે વૈરાગ્ય થાય ત્યારે પરમ ધર્મમાં અનુરાગ થાય છે.
વસ્તુને સ્વભાવ છે તે ધર્મ છે. ઉત્તમ ક્ષમા આદિ દશ લક્ષણરૂપ ધર્મ છે. રત્નત્રય-સ્વરૂપ ધર્મ છે. જાની, દયા (અહિંસા) રૂપ ધર્મ છે. એમ પર્યાય બુદ્ધિ શિષ્યને સમજાવવાને માટે ધર્મ શબ્દને ચાર પ્રકારે વર્ણન કરીને કહ્યો છે. તે પણ વસ્તુ એટલે આત્મા તેને સ્વભાવ જ દશ લક્ષણ છે. ક્ષમા આદિ દશ પ્રકાર આત્માને જ સ્વભાવ છે. સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્ર પણ આત્માથી ભિન્ન નથી. દયા છે તે પણ આત્માને જ સ્વભાવ છે. જિનેટ્ટે કહેલા આત્માના સ્વભાવરૂપ દશ લક્ષણ ધર્મમાં અનુરાગ રાખવે, કપટ રહિત રેત્નત્રયરૂપ ધર્મમાં અનુરાગ રાખવે, મુનીશ્વરેના અને શ્રાવકના ધર્મમાં અનુરાગ રાખવે, જીવની રક્ષા કરવારૂપ જીવદયામાં પરિણામ હોવાં તેને ભગવાને ધર્મ-સંવેગ કહ્યો છે. વસ્તુ એટલે આત્મા, તેને સ્વભાવ તે કેવળજ્ઞાન, કેવળદર્શન છે, તે સ્વભાવમાં લીન થવું તે પ્રશંસા કરવા
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૮૫
સંવેગભાવના
ગ્ય સંવેગ છે. ધર્મમાં અનુરાગ પરિણામ, ધર્મનાં ફળ અત્યંત મીઠાં હોય છે એમ જાણવું તે સંવેગ છે.
તીર્થંકર, ચકવતી, નારાયણ, પ્રતિનારાયણ, બળભદ્ર આદિ રૂપે ઉત્પન્ન થવું તે ધર્મનું જ ફળ છે. બાધા રહિત કેવળી થવું, સ્વર્ગ આદિમાં મહા ઋદ્ધિવાળા દેવ બનવું, ઈદ્ર થવું, તથા અનુત્તર વિમાનમાં અહમિંદ્ર થવું એ બધું પૂર્વભવમાં આરાધન કરેલા ધર્મનું જ ફળ છે. ભેગભૂમિમાં ઉત્પન્ન થવું, રાજ્ય સંપદા પામવી, અખંડ એશ્વર્યની પ્રાપ્તિ, અનેક દેશમાં આણુ મનાવવી, અત્યંત ધન સંપદા પામવી, રૂપની અધિક્તા, બળની અધિકતા, ચતુરાઈ, મહાન પંડિતપણું, લેકમાન્યતા, નિર્મળ યશને ફેલાવે, બુદ્ધિની ઉજવળતા, આજ્ઞાકારી–ધમી કુટુંબને સંગ મળ, સત્પરુષોને સમાગમ મળ, રેગ રહિત શરીર, દીર્ઘ આયુષ્ય, ઈદ્રિયેની ઉજજવળતા, ન્યાયમાર્ગમાં પ્રવર્તન, વચનની મધુરતા ઇત્યાદિ ‘ઉત્તમ સામગ્રી પામવી તે પણ ધર્મ પ્રત્યે કઈ પ્રીતિ કરી છે, તથા ધર્માત્માઓનું સેવન કર્યું છે, ધર્મ કે ધર્માત્માઓની પ્રશંસા કરી છે તેનું ફળ છે. કલ્પવૃક્ષ, ચિંતામણિ આદિ આશ્ચર્યો ધર્માત્માને બારણે ખડાં રહ્યાં છે એમ જાણે. ધર્મને ફળને મહિમા કેઈ કરેડ જીભે વડે પણ કહેવા સમર્થ નથી. આ પ્રકારે ધર્મનાં ફળ ત્રણે લોકમાં ઉત્કૃષ્ટ છે એમ જાણે છે તેને સંવેગ ભાવના હોય છે.
- ધર્માત્મા સાધમીઓને દેખી આનંદ ઊપજ, ધર્મની કથામાં આનંદિત થવું, અને ભેગે પ્રત્યે અરુચિ થવી તે સંવેગ નામે પાંચમી ભાવના છે. સંવેગથી આત્માનું કલ્યાણ
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૮૬
સમાધિ-સે પાન સમજી તેની નિરંતર ભાવના ભાવે. ભાવનાના આનંદ સહિત એ ગુણની પ્રાપ્તિ માટે તેની અર્થથી પૂજા કરે. ૬. શક્તિ પ્રમાણે ત્યાગ ભાવના :
- ત્યાગ ભાવના પ્રશંસાને પાત્ર અને મનુષ્ય જન્મને શોભાવનાર અલંકારરૂપ છે. પિતાના હૃદયમાં ત્યાગ ભાવ ઉપજાવવા અનેક ઉત્સવરૂપ વાજાં વગાડી તેની મહાપૂજા કરે.
બાહ્ય અને અત્યંતર બન્ને પ્રકારના પરિગ્રહ ઉપરની મમતા છોડવાથી ત્યાગધર્મ પ્રગટે છે. અંતરંગ પરિગ્રહ ચૌદ પ્રકારે છે તે જાણે. જાણ્યા વિના ગ્રહણ કરે છે ત્યાગ કરે તે વ્યર્થ છે.
૧. મિથ્યાત્વ, ૨. સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદરૂપ પરિણામ તે વેદ પરિગ્રહ, ૩. હાસ્ય, ૪. રતિ, ૫. અરતિ, ૬. શેક, ૭. ભય, ૮. જુગુપ્સા, ૯. રાગ, ૧૦, ષ, ૧૧. ક્રોધ, ૧૨. માન, ૧૩. માયા, ૧૪. લેભ એ ચૌદ પ્રકારને અંતરંગ પરિગ્રહ જણાવ્યો
શરીરાદિ પરદ્રવ્યોમાં આત્મબુદ્ધિ કરવી તે મિથ્યાત્વ પરિગ્રહ છે. જે વસ્તુ છે તે પિતાના દ્રવ્ય, પિતાના ગુણ અને પિતાના પર્યાયરૂપ છે; જેવી રીતે સુવર્ણ નામનું દ્રવ્ય છે, સુવર્ણના ભારે પીળું આદિ ગુણો છે, કુંડળ આદિ પર્યાય છે, તે બધા સુવર્ણરૂપ જ છે. તેથી સુવર્ણ અન્ય વસ્તુનું નથી અને અન્ય વસ્તુ સુવર્ણની નથી. સુવર્ણ સુવર્ણનું જ છે. બીજી વસ્તુનું કઈ છે નહીં, થયું નથી, અને થશે નહીં. પિતાનું સ્વરૂપ છે તે જ પિતાનું છે. તેવી રીતે આત્મા છે તે આત્માને જ છે, આત્માનું અન્ય કેઈ દ્રવ્ય નથી. હવે
Page #208
--------------------------------------------------------------------------
________________
શક્તિતા ત્યાગ ભાવના
૧૮ કેઈ દેહને પિતાને માને છે એટલે કે હું ગેરે, હું શામળે, હું રાજા, હું રંક, હું સ્વામી, હું સેવક, હું બ્રાહ્મણ, હું ક્ષત્રિય, હું વૈશ્ય, હું શુદ્ધ, હું વૃદ્ધ, હું બાલ, હું બળવાન, હું નિર્બળ, હું મનુષ્ય, હું તિર્યંચ ઈત્યાદિ પ્રકારે કર્મથી બનેલા નાશવંત દેહમાં આત્મબુદ્ધિ કરવી તે મિથ્યાત્વ છે. મિથ્યાદર્શનથી જ મારું ઘર, મારે પુત્ર, મારું રાજ્ય, હું મોટો, હું નીચ ઈત્યાદિ માનીને જીવ સર્વ પરપદાર્થોમાં આત્મબુદ્ધિ કરે છે. પુગલના નાશને પોતાને નાશ માને છે, પરના બંધથી પિતાને બંધાયેલે માને છે, દેહના ઘટવાથી પિતે ઘટયો માનીને દેહમાં આત્મબુદ્ધિ કરીને અનાદિ કાળથી પિતાને ભૂલી રહ્યો છે. તેથી સર્વ પરિગ્રહમાં આત્મબુદ્ધિ થવાનું કારણ મિથ્યાત્વરૂપ પરિગ્રહ છે.
જેને મિથ્યાજ્ઞાન નથી તે ભલે પરદ્રવ્યને “મારું” એમ મેઢેથી કહે પણ પરદ્રવ્યને કદાપિ પિતાનું માને જ નહીં. - વેદના ઉદયથી સ્ત્રી-પુરુષમાં જે કામ સેવવાનાં પરિણામ થાય છે, તે વેદ પરિગ્રહ છે. તે કામમાં તન્મય થઈને કામભાવને આત્મભાવ માનવે તે પણ વેદ પરિગ્રહ છે. કામ તે વર્યાદિની પ્રેરણાથી થયેલે દેહને વિકાર છે. તેને પિતાનું સ્વરૂપ જાણે તે વેદ પરિગ્રહ છે.
ધન, ઐશ્વર્ય, પુત્ર, સ્ત્રી, આભરણ આદિ પરદ્રવ્યોમાં આસક્તિ તે રાગ પરિગ્રહ છે.
અન્યના વૈભવ, પરિવાર, ઐશ્વર્ય, પંડિતાઈ આદિ દેખીને વેરભાવ રાખવે તે દ્વેષ પરિગ્રહ છે.
હાસ્યમાં આસક્તિ તે હાસ્ય પરિગ્રહ છે. તે
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૮૮
સમાધિ-સે પાન પિતાના મરણને નિરંતર ડર રહે કે મિત્ર આદિન વિયેગ કે પરિગ્રહ આદિના વિયેગને ડર નિરંતર રહે તે ભય પરિગ્રહ છે.
પાંચ ઇદ્રિના ઈચ્છિત ભેગ-ઉપગ ભેગવવામાં તલ્લીન થઈ જવું તે રતિ પરિગ્રહ છે.
અનિષ્ટ વસ્તુના સંગમાં પરિણામ લેશરૂપ થવાં તે અરતિ પરિગ્રહ છે.
પિતાનાં ઈષ્ટ સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન, આજીવિકા આદિ નાશ પામે ત્યારે તેમના સંગની વાંછા કરી સંક્લેશરૂપ પરિણામ કરવાં તે શેક પરિગ્રહ છે. - ગંદા પદાર્થો દેખીને, સાંભળીને, વિચારીને, સ્પેશીને પરિણામમાં ગ્લાનિ (દુર્ગાછા) ઊપજવી તે જુગુપ્સા પરિગ્રહ છે.
પરિણામમાં કેપ કરીને તપી જવું તે ક્રોધ પરિગ્રહ છે.
ઉચ્ચ કુળ, જાતિ, ધન, ઐશ્વર્ય, રૂપ, બળ, જ્ઞાન, બુદ્ધિ એથી પિતાને મોટો માની ગર્વ કરે તથા અન્યને હલકે માની તેને અનાદર કર, કઠોર પરિણામ રાખવા તે માન પરિગ્રહ છે.
અનેક છળ, કપટાદિ વડે વક પરિણામ રાખવાં તે માયા પરિગ્રહ છે.
પદ્રવ્યો ગ્રહણ કરવામાં તૃષ્ણા તે લેભ પરિગ્રહ છે.
આ ચૌદ પ્રકારના અંતરંગ પરિગ્રહ તે સંસાર પરિભ્રમણનાં કારણ અને આત્માના જ્ઞાનાદિક ગુણની ઘાત કરનારા છે.
Page #210
--------------------------------------------------------------------------
________________
શક્તિતઃ ત્યાગ ભાવના
૧૮૯
મૂર્છાનાં કારણુ એવાં ધન, ધાન્ય, ક્ષેત્ર, સુવર્ણ આદિ અચેતન અને સ્ત્રી–પુત્રાદિ ચેતન રૂપ બાહ્ય પરિગ્રહ છે.
અંતરંગ અને ખરિંગ અને પ્રકારના પરિગ્રહને ત્યાગવાથી ત્યાગધર્મ પ્રગટે છે.
જો કે બાહ્ય પરિગ્રહથી રહિત તેા ગરીબ મનુષ્ય સ્વભાવથી જ હોય છે પરંતુ અત્યંતર પરિગ્રહના ત્યાગ બહુ દુર્લભ છે. તેથી બન્ને પ્રકારના પરિગ્રહના એકદેશ ત્યાગ તા શ્રાવકને હાય છે અને સકળત્યાગ મુનીશ્વરાને હાય છે.
કષાયેાના ત્યાગથી, ઇંદ્રિયાને વિષયામાં જતી રોકવાથી, રસના ત્યાગ કરવાથી ત્યાગધર્મ પ્રગટે છે. રસના ઇંદ્રિયને ( જીભને જીતવાથી સર્વ પાપાના ત્યાગ સહજે થાય છે. જિતેંદ્રનાં કહેલાં પરમ આગમના અભ્યાસ બીજાને કરાવવા, શાસ્ત્રો લખાવી આપવાં, શુદ્ધ કરવાં, સંશાધન કરાવવું એ પરમ ઉપકાર કરનાર ત્યાગ ધર્મ છે. મનના દુષ્ટ વિકલ્પાને દૂર કરવા, દુષ્ટ વિકલ્પાનાં કારણ છેડી ચાર અનુયાગા (પ્રથમાનુયોગ કે ધર્મકથા, ચરણાનુયોગ, કરણાનુયોગ અને દ્રવ્યાનુયાગ ) ની ચર્ચામાં ચિત્ત લગાડવું, માહના નાશ કરે તેવા ધર્મના ઉપદેશ શ્રેતાજનાને દેવા તે મહા પુણ્ય ઉપજાવનાર ત્યાગ ધર્મ છે. વીતરાગ ધર્મના ઉપદેશથી અનેક જીવાનાં પરિણામ પાપથી પાછાં ક્રૂ છે, સંસારથી ત્રાસ પામે છે, ધર્મના પ્રભાવ અનેક પ્રાણીઓ ઉપર પડે છે. ઉત્તમ, મધ્યમ, અને જઘન્ય એવા ત્રણ પ્રકારના પાત્રધર્માત્માને ભક્તિપૂર્વક આહારદાન દેવું; નિર્દોષ ઔષધદાન દેવું; જ્ઞાનના સાધનરૂપ સિદ્ધાંતનાં પુસ્તકો ભણવા યાગ્ય
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯૦
સમાધિ પાન હોય તેનું દાન દેવું; મુનિને એગ્ય તથા શ્રાવકને યોગ્ય નિવાસસ્થાનનું દાન દેવું; ગુણવંત પુરુષને તપની વૃદ્ધિનું કારણ, સ્વાધ્યાયમાં લીન થવાનું કારણ, ધ્યાનની વૃદ્ધિનું કારણ જે આહાર આદિ ચારે પ્રકારનાં દાન તે પરમ ભક્તિ સહિત ઉલ્લાસભાવથી આદરમાનથી કરે. પાત્રદાનથી પિતાને જન્મ કૃતાર્થ થયે માને તથા ગૃહસ્થ ધર્મ સફળ થયે સમજે. જે મહાભાગ્યશાળી હોય તથા જેનું ભલું થવાનું હોય તેનાથી પાત્રદાન દેવાય છે. પાત્રની પ્રાપ્તિ થવી જ દુર્લભ છે, અને ભક્તિ સહિત પાત્રદાન દેવાનું બની આવે તેને મહિમા કહેવાને કોણ સમર્થ છે?
ભૂખ, તરસથી જે પીડાતાં હોય, ગરીબ હોય, વૃદ્ધ હોય, દીન હોય તેને અનુકંપાપૂર્વક દાન દેવું તે બધો ત્યાગ ધર્મ છે.
ત્યાગથી મનુષ્યભવ સફળ થાય છે. ત્યાગ વિને ગૃહસ્થનું ઘર સ્મશાન સમાન છે, સ્ત્રી, પુત્રાદિક ગીધ પક્ષી જેવાં છે, તે ધનારૂપી માંસ ચૂંટી ચૂંટીને ખાય છે. તે ધન ધાન્યાદિકની પ્રાપ્તિ ત્યાગથી સફળ ગણાય છે. ૭. શક્તિ પ્રમાણે તપભાવના :
શક્તિ પ્રમાણે તપભાવના અંગીકાર કરવી. શરીર દુઃખનું કારણ છે. અનેક દુઃખ આ શરીર ઊભાં કરે છે. શરીર અનિત્ય છે, અસ્થિર છે, અશુચિ છે, કૃતધ્રી જેવું છે કરડે ઉપકાર કર્યા છતાં જેમ કૃતઘ્રી પિતાને બનતું નથી, તેમ દેહ પ્રત્યે અનેક ઉપકાર, સેવા કર્યા છતાં તે પિતાને થતું નથી. તેથી યથેષ્ટ પ્રકારે (ઈચ્છા પ્રમાણે) દેહને
Page #212
--------------------------------------------------------------------------
________________
શક્તિતઃ તપ ભાવના
૧૯૧ પુષ્ટ કરે એગ્ય નથી, કૃશ કરવા ગ્ય છે (કસવા, સૂકવવા ગ્ય છે.) તે પણ ગુણ–રત્નત્રયનું તે કારણ છે, શરીર વિના રત્નત્રય ધર્મ નથી હેત; સેવકની પેઠે યેગ્ય ભેજન આપીને યથાશક્તિ જિનેન્દ્રના માર્ગથી અવિધ કાયલેશ આદિ તપ કરવા ગ્ય છે. તપ વિના ઇયેિની વિષમાં લેલુપતા છે તે ઘટે નહીં, ત્રણે લેકને જીતનાર કામને નાશ કરવાનું બળ મળે નહીં. આત્માને બેભાનજડ જે બનાવનારી નિદ્રા જીતી જાય નહીં અને શરીરને શાતાશીલિયે અભ્યાસ માટે નહીં. જે તપના પ્રભાવથી શરીરને કર્યું હોય; વશ કર્યું હોય તે ભૂખ, તરસ, ટાઢ, તાપ વગેરે પરિષહ આવી પડે ત્યારે કાયરતા ઊપજે નહીં, સંયમધમેથી ચળે નહીં. તપ છે તે કર્મની નિર્જરાનું કારણ છે. તેથી તપ કરવું શ્રેષ્ઠ છે.
પિતાનું વીર્ય છુપાવ્યા વગર જિનમાર્ગને અવિધ એવું તપ કરે. તપ નામના દ્ધાની મદદ વિના પિતાના શ્રદ્ધા, જ્ઞાન અને આચરણરૂપ ધનને કામ, ક્રોધ, પ્રમાદ આદિ લૂંટારા એક ક્ષણમાં લૂંટી લેશે. તે પછી રત્નત્રયરૂપ સંપત્તિ રહિત ચતુર્ગતિરૂપ સંસારમાં ઘણે દીર્ધકાળ બ્રમણ કરશે. જે પ્રકારે વાત, પિત્ત અને કફ એ ત્રિદેષ વિપરીત વતને રેગાદિ ઉપજાવે નહીં તે પ્રકારે તપ કરે ઉચિત છે. સર્વેમાં મુખ્ય તપ તે સર્વસંગ પરિત્યાગ છે. સર્વસંગ પરિત્યાગ એટલે ઘરની મમતારૂપ ફાંસીને છેદીને, દેહને સર્વ સુખિયાપણું તજીને, ટાઢ, તાપ, ગરમી, વરસાદ, પવન, ડાંસ-મચ્છર, મધમાખ વગેરેની બાધા–પીડાને જીતવા પિતાના શરીરની સામા પડીને અતિશય તપમાં પ્રવર્તવું તે
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૨
સમાધિ પાન છે. તેનું સ્વરૂપ સાંભળતાં, દેખતાં જ મેટા મેટા શુરવીર કંપી જાય છે. તે શક્તિને પ્રગટ કરનારા! જે સંસાર બંધનથી છૂટવાને ઈચ્છે છે, તે શ્રી જિને જણાવેલી દીક્ષા ગ્રહણ કરે. શાતાશીલિયે સ્વભાવ નાશ પામે; ઉપસર્ગ– પરિષહ સહન કરતાં કાયર ન થવાય; સ્વર્ગલેકની તિત્તમાં કે રંભા પણ હાવભાવ, વિલાસ, વિશ્વમ આદિથી મનમાં કામવિકાર ઉત્પન્ન ન કરી શકે એવી રીતે કામને નાશ કરે; બન્ને પ્રકારના પરિગ્રહમાં ઈચ્છાને અભાવ થઈ જાય અને ઇંદ્રિયેના વિષયમાં પ્રવર્તન ન થાય તે તપ છે. નિર્જન વન અને પર્વતની ભયંકર ગુફાઓમાં ભૂત રાક્ષસના ઉત્પાત થેતા હોય, સિંહ, વાઘ આદિ ભયંકર પ્રાણીઓ જ્યાં વિચરતાં હોય, કરડે વૃક્ષથી જ્યાં અંધકાર છવાઈ રહ્યો હોય અને સાપ, અજગર, રીંછ આદિ દુષ્ટ પ્રાણીઓને સંચાર હોય એવાં મહા વિષમ સ્થાનમાં ભય રહિત બનીને ધ્યાનસ્વાધ્યાયમાં નિરાકુળપણે રહેવું તે તપ છે. આહાર મળે કે ન મળે તે પણ સમતા ધારણ કરવી, તથા મીઠાં, ખાટાં, કડવાં, કષાયેલાં, ઠંડાં, ગરમ, સરસ, નીરસ આહાર–પાણીમાં લાલસા રહિત, સંતેષરૂપ અમૃતનું પાન કરતાં આનંદમાં રહેવું. દુષ્ટ દેવ, મનુષ્ય, દુષ્ટ તિર્યએ (પશુ આદિએ) કરેલા ઘેર ઉપસર્ગ આવી પડે ત્યારે કાયરતા તજી અડેલ રહેવું. જેથી ઘણું કાળનાં એકઠાં કરેલાં કર્મ નિજેરે છે તે તપ છે. કોઈ કુવચન કહે, માથે આળ મૂકે, માર મારે કે મારી નાખે, અગ્નિમાં બાળે તેના પ્રત્યે પણ દ્વેષ બુદ્ધિ કરી મલિન પરિણામ ન કરવા અને સ્તુતિ, પૂજા આદિ કરનાર પ્રત્યે રાગ ભાવ ન રાખવે તે તપ છે. પાંચ મહાવ્રત, પાંચ
Page #214
--------------------------------------------------------------------------
________________
સાધુસમાધિ ભાવના
૧૯૩ સમિતિ પાળવાં, પાંચ ઈદ્રિયને રોકવી, વખતસર છ આવશ્યક કરવાં, માથાના અને દાઢી મૂછના વાળને પિતાને હાથે ઉપવાસને દિવસે ઉપાડવા, બે મહિને કરે તે ઉત્કૃષ્ટ લેચ, ત્રણ મહિને કરે તે મધ્યમ લૈચ અને ચાર મહિને કરે તે જઘન્ય લેચ, એમ લેચ કરે. અન્ય ભેખધારીની પિઠે રેજ કેશ ન ઉપાડે. નગ્ન રહેવું, સ્નાન ન કરવું અને ભૂમિ ઉપર સૂઈ જઈને થોડો વખત ઊંઘ લેવી. દાંતને આંગળી વડે પણ ન દેવા, અને એક વાર ભેજન ઊભા ઊભા કરવું, સરસ નીરસ સ્વાદને તજીને ભેજન કરવું, એમ અઠ્ઠાવીસ મૂળગુણ અખંડ પાળવાં તે મહા તપ છે.
આ મૂળગુણોના પ્રભાવથી ઘાતિયાં કર્મોને નાશ કરીને કેવળજ્ઞાન પામીને મોક્ષ પ્રાપ્ત કરે છે. તેથી હે જ્ઞાનીજન ! ધર્મનું અંગ આ તપ છે, તેની નિર્વિધ્ર પ્રાપ્તિ માટે તેનું જ
સ્તવન પૂજન કરી અર્થે ઉતારે. તેથી દૂર અને અત્યંત પક્ષ છતાં પણ મોક્ષ અતિ નિકટ આવે છે. ૮. સાધુસમાધિ ભાવના :
જેવી રીતે ભંડારમાં આગ લાગે ત્યારે ગૃહસ્થ, ઉપકારક વસ્તુઓને નાશ થાય છે એમ જાણી, અગ્નિને એલવે છે. કેમ કે અનેક વસ્તુઓ બચે તેટલે લાભ છે. તેવી રીતે અનેક વ્રત, શીલ આદિ અનેક ગુણે સહિત વ્રતી, સંયમીને કેઈ કારણે વિધ્ર આવી પડે તે વિધ્રને દૂર કરી વ્રત, શીલની રક્ષા કરવી તે સાધુસમાધિ છે.
ગૃહસ્થને પિતાનાં પરિણામ બગાડનાર મરણને પ્રસંગ આવી પડે, ઉપસર્ગ આવે, રેગ આવે, પ્રિયજનને વિયેગ ૧૩
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૪
સમાધિ-પાન થઈ જાય, અનિષ્ટને સંગ થઈ જાય તે વખતે ભય ન પામે તે સાધુસમાધિ છે.
સમ્યકજ્ઞાની એ વિચાર કરે છે કે હે આત્મન ! તું અખંડ, અવિનાશી, જ્ઞાન-દર્શન સ્વભાવવાળો છે. તું મરતું નથી. જે ઉત્પન્ન થયું છે તે વિનાશ પામશે. દેહને વિનાશ છે. પર્યાય (અવસ્થા) બદલાય છે પણ ચૈતન્ય દ્રવ્યને નાશ થતો નથી. પાંચ ઇદ્રિ અને મનબળ, વચનબળ, કાયબળ, આયુષ્યબળ અને શ્વાસોચ્છવાસ એ દશ પ્રાણ છે તેના નાશને મરણ કહે છે. તારા જ્ઞાન, દર્શન, સુખ, સત્તા આદિ ભાવપ્રાણ છે તેને કદાપિ નાશ થતું નથી. તેથી દેહના નાશને પિતાને નાશ માને તે મિથ્યાજ્ઞાન છે. તે જ્ઞાની! હજારે કૃમિથી ભરેલા, હાડમાંસમય, ગંધાતા, વિનાશી દેહને નાશ થતાં તને શાને ભય લાગે છે? તું તે અવિનાશી જ્ઞાનમય છે. આ મૃત્યુ તે મહા ઉપકારી મિત્ર છે. સડેલા બગડેલા દેહમાંથી કાઢીને મૃત્યુ તને દેવાદિના ઉત્તમ દેહમાં મૂકે છે. મરણરૂપી મિત્ર ન હેત તે આ દેહમાં કેટલે કાળ રહેવું પડત દરથી ભરેલા દેહમાંથી કેણ કાઢત? સમાધિ મરણ આદિ વડે આત્માને ઉદ્ધાર કેવી રીતે થાત? વ્રત, તપ, સંયમનું ઉત્તમ ફળ, મૃત્યમિત્રના ઉપકાર વિના સ્વર્ગાદિ કેવી રીતે મળત? પાપથી કેણ ડરત? મૃત્યુરૂપ કલ્પવૃક્ષ વિના ચારે આરાધનાઓનું શરણ ગ્રહણ કરાવી સંસારરૂપ કાદવમાંથી કેણ કાઢત ? તેથી સંસારમાં જેનું ચિત્ત આસક્ત છે અને દેહને પિતાનું સ્વરૂપ માને છે, તેને મરણને ભય છે.
સમ્યફદ્રષ્ટિ દેહથી પિતાનું સ્વરૂપ ભિન્ન જાણી મરણથી
Page #216
--------------------------------------------------------------------------
________________
સાધુસમાધિ ભાવના
૧૯૫ ભય પામતું નથી. તેને સાધુસમાધિ હોય છે. મરણ અવસરે જે દુઃખ, રેગ આવે છે તે પણ સમ્યફદ્રષ્ટિને દેહ ઉપરથી મમતા છેડાવવા આવે છે, ત્યાગ-સંયમ આદિની સન્મુખ કરાવવા આવે છે. તેથી તે પ્રમાદને છોડીને સમ્યક દર્શન, સમ્યકજ્ઞાન, સમ્યકૂચારિત્ર, સમ્યક્તપ એ ચાર આરાધનામાં વધારે દ્રઢ થાય છે. જ્ઞાની વિચારે છે કે જે જન્મે છે તે અવશ્ય મરનાર છે. કાયર થઈશ તોપણ મરણ છેડનાર નથી અને ધીરજ રાખીશ તેપણ મરણ છોડનાર નથી, તે દુર્ગતિનું કારણ એ કાયરતા તે સહિત મરણ છે તેને ધિક્કાર હ! એવા સાહસ, વૈર્ય સહિત મરું કે દેહ મરી જાય પણ મારા જ્ઞાન-દર્શન સ્વરૂપનું મરણ ન થાય. આવું મરણ કરવું ઉચિત છે. તેથી ઉત્સાહસહિત સમ્યક દ્રષ્ટિને મરણને ભય નથી તે સાધુસમાધિ છે.
દેવ, મનુષ્ય કે તિર્યંચ ઉપસર્ગ કરે તે પણ જેને ભય લાગે નહીં પણ પૂર્વે કર્મ બાંધ્યું હતું તેની નિર્જરા થાય છે એમ જ જે માને છે તેને સાધુસમાધિ છે. રેગને ભય પણ જ્ઞાનીને હેત નથી. કારણ કે જ્ઞાની તે પિતાના દેહને જ મહાગ માને છે. ભૂખ, તરસ આદિ ઘેર રેગને ઉપજાવનાર શરીર છે. આ મનુષ્યદેહ વાત-પિત્ત-કફ આદિ ત્રિદોષમય છે. અશાતા વેદનીય કર્મના ઉદયથી ત્રિદોષની વધઘટ થવાથી તાવ, ખાંસી, શ્વાસ, ઝાડા, ચૂંક, પિટ કે માથામાં શૂળ, નેત્રના વિકાર, વા વગેરેની પીડા થાય છે ત્યારે જ્ઞાની એમ વિચારે છે કે આ રોગ ઉત્પન્ન થયે છે તેનું અંતરંગ કારણ અશાતા વેદનીય કર્મને ઉદય છે. અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ આદિ બહિરંગ કારણ છે. તે કર્મના ઉદયને
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૯૬
સમાધિ–સાપાન
ઉપશમ થતાં રોગના નાશ થશે. અશાતાના પ્રમળ ઉડ્ડય હાય ત્યારે બાહ્ય ઔષધ આદિ રોગ મટાડવા સમર્થ નથી. અશાતા વેદનીય કર્મ હરી લેવાને દેવ, દાનવ, મંત્ર, તંત્ર, ઔષધ આદિ કોઈ સમર્થ નથી. તેથી હવે સંક્લેશ પરિણામ તજીને સમતા ગ્રહણ કરવી. બાહ્ય ઔષધ આદિ તે અશાતાના ઉદય મંદ થાય ત્યારે સહુકારી કારણ બને છે. અશાતાના પ્રબળ ઉદય વખતે ઔષધ આદિ બાહ્ય કારણા રેગ મટાડવા સમર્થ નથી એવા વિચાર કરીને અશાતા કર્મના નાશનું કારણું પરમ સમતા ધારણ કરીને સંક્લેશરહિત થઈને સહન કરવું, કાયર થવું નહીં.
ઇષ્ટના વિયાગ થતાં અને અનિષ્ટના સંચાગ થતાં જ્ઞાનની દૃઢતા વડે ભય ન પામવા તે સાધુસમાધિ છે.
જે પુરુષ જન્મ-જરા-મરણથી ભય પામ્યા છે અને સમ્યક્દર્શન આદિ ગુણા સહિત છે તે અંત વખતે આરાધનાના શરણુ સહિત અને ભય રહિત, દેહાર્દિ પરદ્રવ્યોમાં મમતા રહિત થઈને વ્રત–સંયમ સહિત સમાધિ-મરણની વાંછા કરે છે. આ સંસારમાં પરિભ્રમણ કરતાં અનંતાનંત કાળ વ્યતીત થયે, સર્વ સામગ્રી અનેક વાર જીવ પામ્યા પરંતુ સમ્યક્ સમાધિમરણ પામ્યા નથી. જો એક વાર સમાધિમરણ થયું હાત તેા જન્મ મરણુ મટી ગયાં હેત. સંસાર પરિભ્રમણ કરતાં મેં ભવભવમાં અનેક નવા નવા દેહ ધારણ કર્યાં છે. એવા કયા દેહ છે કે જે મેં ધારણ નથી કર્યાં ? તે આ વર્તમાન દેહમાં શું મમત્વ કરું ? ભવાલવમાં અનેક સ્વજન-કુટુંબીજનાને પણ સંબંધ થયા છે, હમણાં જ
Page #218
--------------------------------------------------------------------------
________________
સાધુસમાધિ ભાવના
૧૯૭ સ્વજન મળ્યાં છે એમ નથી. તેથી કયાં કયાં સ્વજનેમાં રાગ કરું? ભવભવમાં અનેક વાર રાજત્રાદ્ધિ પણ મળી છે તે આ તુચ્છ સંપત્તિમાં શું મમત્વ કરું ? ભવભવમાં અનેક માતાપિતા પાલણપોષણ કરનાર થઈ ગયાં, હમણાં જ થયાં છે એમ નથી. ભવભવમાં નારીપણું પણ થયું છે. ભવભવમાં, કામવિકારની તીવ્ર લંપટતા સહિત નપુંસક પણ થયું. ભવભવમાં અનેકવાર પુરુષ પણ થયું. તે પણ વેદના અભિમાનથી નાશ પામીને ભટક્યો. ભવભવમાં અનેક જાતિનાં દુઃખ પામે. સંસારમાં એવું કોઈ દુઃખ નથી કે જેને મેં અનેક વાર ભેગવ્યું ન હોય. અનેકવાર નરકમાં નારકી થઈ થઈને અસંખ્યાત કાળ સુધી પ્રમાણ રહિત અનેક પ્રકારનાં દુઃખ ભગવ્યાં છે. અનેક ભવ તિર્યંચના કરી કરીને અસંખ્યાત, અનંતવાર જન્મમરણ કરતાં અનેક પ્રકારે દુઃખ ભેગવતાં ભગવતાં વારંવાર પરિભ્રમણ કર્યું. અનેક વાર ધર્મવાસના રહિત મિથ્યાદ્રષ્ટિ મનુષ્ય પણ થયે. અનેક વાર દેવલોકમાં પણ ઊપજ્યો. અનેક ભામાં જિનેંદ્રને પૂજ્યા; અનેક ભામાં ગુરુવંદના પણ કરી. અનેક ભામાં મિથ્યાવૃષ્ટિ થઈને કપટથી આત્મનિંદા પણ કરી. અનેક ભવમાં આકરાં તપ પણ ધારણ કર્યો. અનેક ભેમાં ભગવાનના સમવસરણમાં પણ પ્રવેશ કર્યો. અનેક ભમાં શ્રુતજ્ઞાનના અંગેના પઠન-પાઠન આદિ અભ્યાસ કર્યો. આ બધું કર્યા છતાં અનંત કાળથી ભવનિવાસી જ રહ્યો. જોકે જિનેન્દ્રોની પૂજા કરવી, ગુરુની સેવા કરવી, આત્મનિંદા કરવી, કઠણ તપશ્ચર્યા કરવી, સમવસરણમાં જવું, કૃતના અંગોને અભ્યાસ કરે ઇત્યાદિ કાર્યો પ્રશંસાપાત્ર છે, પાપ નાશ કરનાર છે, પુણ્યનું
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૯૮
સમાધિ-પાન કારણ છે, તે પણ સમ્યક્દર્શન વિના નિષ્ફળ છે, સંસારપરિભ્રમણને રોકી શક્તાં નથી. સમ્યક્દર્શન સહિત હોય તે સંસારને નાશ કરે છે. આત્માનુશાસનમાં કહ્યું છે કે –
समबोधवृत्ततपसां पाषाणस्यैव गौरवं पुंसः ।
पूज्यं महामणेरिव तदेव सम्यक्त्व संयुक्तम् ।।
પુરુષને સમભાવ, જ્ઞાન, ચારિત્ર અને તપનું વિશેષપણું તે પાષાણના ભાર જેવું થાય છે. એ જ સમભાવ, જ્ઞાન, ચારિત્ર અને તપ જે સમ્યકૃત્વ સહિત હેય તે મહામણિની પેઠે પૂજ્ય થઈ જાય.
જગતમાં મણિ છે તે પણ પાષાણ છે, અને બીજા મેટા પથ્થર છે તે પણ પાષાણ છે. પરંતુ આ પાષાણુ મણ બે મણ બાંધીને લઈ જઈને વેચે તે પણ એકાદ પૈસો ઊપજે તેથી એક દિવસ પણ પેટ ન ભરાય. પરંતુ મણિ રતિ જેટલું હોય તે લઈ જઈને વેચે તે હજાર રૂપિયા ઊપજે, આખા જન્મારાનું દારિદ્રશ્ય નાશ પામે. તેવી રીતે સમભાવ, શાસ્ત્રજ્ઞાન, ચારિત્રધારણ અને ઘોર તપશ્ચર્યા એ સમકિત વિના ઘણા કાળ સુધી ધારણ કરે તે રાજ્યસંપદા પામે, મંદ કષાયના પ્રભાવથી દેવલેકમાં ઉત્પન્ન થાય. પછી ત્યાંથી ચવીને એકેન્દ્રિય આદિ દેહ ધરીને પરિભ્રમણ કરે છે. પણ જે સમ્યકત્વ સહિત હોય તે સંસાર પરિભ્રમણને નાશ કરી મુક્ત થઈ જાય છે. સમકિત રહિત મિથ્યાવૃષ્ટિ ભલે જિનપૂજા કે ગુરુવંદન કરે, સમવસરણમાં જાય, શ્રતજ્ઞાનને અભ્યાસ કરે, તપ કરે તો પણ અનંતકાળ સુધી સંસારમાં રહેશે.
Page #220
--------------------------------------------------------------------------
________________
વૈયાવૃત્તિ ભાવના
૧૯૯
ભવાભવમાં સુખદુઃખની સર્વ સામગ્રી જીવ અનંતવાર પામ્યા; તે પામવી કંઈ દુર્લભ નથી. પણ સાધુસમાધિ એટલે રત્નત્રયની પ્રાપ્તિને નિર્વિઘ્રપણે પરલેાક જતાં સાથે લઈ જવી તે દુર્લભ છે. રત્નત્રય સહિત સાવધાનપણે દેહ છેડે તેને સાધુસમાધિ હાય છે તે દુર્લભ છે. સાધુસમાધિ ચાર ગતિમાં ભમવાના દુઃખને દૂર કરીને નિશ્ચળ, અતીદ્રિય, સ્વાધીન, અનંત સુખ પ્રાપ્ત કરે છે. જે પુરુષ સાધુસમાધિ ભાવનાને નિવિદ્મપણે પ્રાપ્ત કરવા માટે આ ભાવના ભાવતાં આના મહા અઘેંઉતારણ કરે છે, તે શીઘ્ર સંસાર સમુદ્રને તરીને આઠ ગુણના ધારક સિદ્ધ થાય છે.
૯. વૈયાવૃત્તિ ભાવના :
',
પેટની પીડા, આમવાયુ, સંગ્રહણી, કઠોદર, સફેદર, અને નેત્રશૂળ, કર્ણશૂળ, દંતશૂળ તથા તાવ, ખાંસી, ક્રમ, જરા ઇત્યાદિ રાગેા વડે પીડાતા મુનિ તથા શ્રાવકોની નિર્દોષ આહાર, ઔષધ, વસતિ–સ્થાન આદિ વડે સેવા કરવી, ચાકરી કરવી, વિનય કરવા, આદર સત્કાર કરવા, દુ:ખ દૂર કરવા ઉપાય કરવા તે વૈયાવૃત્ત્વ કહેવાય છે. જે તપ તપતા હાય અને રોગવાળું જેમનું શરીર હાય તેમની વેદના દેખી તેમને માટે નિર્દોષ ઔષધિ તથા પથ્ય આગ્નિ વડે રોગ ઉપશમે તેમ કરવું. મુનિવરોના દશ ભેદે કરીને વૈયાવૃત્ય પણ દશ પ્રકારની છે. ૧. આચાર્ય, ૨. ઉપાધ્યાય, ૩. તપસ્વી, ૪. શૈક્ષ્ય, પ. ગ્લાન, ૬. ગણ, ૭. કુલ, ૮. સંઘ, ૯. સાધુ, ૧૦. મનેાજ્ઞ. આ દશ પ્રકારના મુનિવરોની પરસ્પર વૈયાવૃત્ત્વ થાય છે. કાયાની પ્રવૃત્તિથી, અથવા અન્ય દ્રવ્ય વડે દુઃખ
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૦
સમાધિ-સોપાન
વેદના આદિ દૂર કરવાની પ્રવૃત્તિથી તે વૈયાવૃત્ય થાય છે. દશ પ્રકારના મુનિવરેનું સ્વરૂપ :
૧. સ્વર્ગ કે મેક્ષનાં સુખના બીજરૂપ વ્રતે જેમની પાસેથી ગ્રહણ કરીને ભવ્ય જીવ પિતાના આત્મહિતને અર્થે પાળે છે, એવા સમ્યકજ્ઞાન આદિ ગુણોના ધારક આચાર્ય કહેવાય છે. જેમની પાસેથી, મેક્ષ અને સ્વર્ગ પ્રાપ્ત કરાવનાર વ્રત ધારી આચરણ કરીએ તે આચાર્ય છે.
૨. જેમની પાસે આગમને અભ્યાસ કરીએ તે વ્રત, શીલ અને શ્રતના આધાર એવા ઉપાધ્યાય છે.
૩. અનશનાદિ મહા તપ તપે છે તે તપસ્વી છે.
૪. જે મૃત શીખવામાં તત્પર હોય, નિરંતર વ્રતની ભાવનામાં તત્પર હોય તે શક્ય છે.
પ. રેગ આદિથી જેમનું શરીર દુઃખી હોય તે પ્લાન કહેવાય છે.
૬. વૃદ્ધ મુનિઓની પરંપરાના જે હોય તે ગણ કહેવાય છે
૭. પિતાને દીક્ષા આપનાર આચાર્યના શિષ્ય હોય તે કુલ છે.
૮. ચાર પ્રકારના મુનિવરોને સમૂહ તે સંઘ છે. (ઋષિ, તિ, મુનિ અને અણગાર).
૯. લાંબા કાળના દીક્ષિત થયેલા તે સાધુ કહેવાય છે.
૧૦. પંડિતપણાથી, વક્તાપણાથી કે ઊંચા કુળથી લોકોમાં માન્ય હોય તથા ધર્મનું અને ગુરુકુળનું ગૌરવ વધારનાર હોય તે મનેજ્ઞ કહેવાય છે અથવા અસંયત સમ્યફદ્રષ્ટિ પણ સંસારના અભાવરૂપપણાથી મનેઝ ગણાય છે.
Page #222
--------------------------------------------------------------------------
________________
વૈયાવૃત્તિ ભાવના
૨૦૧ આ દશ પ્રકારના મુનિઓમાંથી કેઈને રેગ થાય, પરિષહોને લીધે ખેદ પામે, શ્રદ્ધા આદિ બગડી જાય અને મિથ્યાત્વાદિ પ્રાપ્ત થાય ત્યારે પ્રાસુક (શુદ્ધ-અચેત) ઔષધિ, આહારપાણી, યોગ્ય સ્થાન, લાકડાનું પાટિયું, ઘાસ વગેરેને સંસ્તર (પાથરણું) આદિ વડે તથા પુસ્તક પીછી આદિ ધર્મનાં ઉપકરણ વડે ઉપચાર, ઉપકાર કર તથા સમ્યક્ત્વમાં તેને ફરી સ્થાપન કર, ઈત્યાદિ ઉપકાર તે વૈયાવૃત્ય છે. જે બાહ્ય આહારપાણે, ઔષધ આદિને સંભવ ન હોય તે પિતાના શરીર વડે કફ, લીટ, મળ, મૂત્ર આદિ દૂર કરીને તથા તેને અનુકૂળ પડે તેમ વર્તવાથી વૈયાવૃત્ય થાય છે.
વૈયાવૃત્યથી સંયમનું સ્થાપન, દુગંછાને અભાવ, પ્રવચનમાં વાત્સલ્યપણું અને સનાથપણું ઇત્યાદિ અનેક ગુણ પ્રગટે છે. વૈયાવૃત્ય પરમ ધર્મ છે. વૈયાવૃત્ય ન હોય તે મેક્ષમાર્ગ બગડી જાય.
આચાર્ય આદિ શિષ્ય, મુનિ તથા રોગી વગેરેની વૈયાવૃત્ય કરવાથી બહુ વિશુદ્ધતા, ઉચ્ચતા પામે છે. એવી જ રીતે શ્રાવક આદિ, મુનિની વૈયાવૃત્ય કરે, શ્રાવક-શ્રાવિકાની કરે. ઔષધદાન વડે હૈયાવૃત્ય કરે. ભક્તિપૂર્વક યુક્તિ વડે દેહના આધારરૂપ આહારદાન વડે હૈયાવૃત્ય કરે. કર્મના ઉદયે કેઈને દોષ લાગી ગયું હોય તે ઢાંક; શ્રદ્ધાથી ચલાયમાન થયા હોય તેમને સમ્યક્દર્શન ગ્રહણ કરાવવું; જિનેન્દ્રના માર્ગથી ભ્રષ્ટ થયા હોય તેમને માર્ગમાં સ્થાપન કરવા ઈત્યાદિ ઉપકારથી વૈયાવૃત્ય થાય છે.
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૨
સમાધિ-પાન આચાર્યાદિ ગુરુ શિષ્યને કૃતનાં અંગ ભણાવે, તથા વ્રત. સંયમ આદિની શુદ્ધિને ઉપદેશ આપે તે શિષ્યની વૈયાવૃત્ય છે. શિષ્ય પણ ગુરુની આજ્ઞા પ્રમાણે પ્રવર્તે, ગુરુના ચરણની. સેવા કરે તે આચાર્યની વૈયાવૃત્ત્વ છે.
પિતાના ચૈતન્યસ્વરૂપ આત્માને રાગ-દ્વેષાદિ દોષથી લેપાવા ન દેવે, પિતાના આત્માને ભગવાનના પરમાગમમાં લગાવી દે, દશલક્ષણરૂપ ધર્મમાં લીન કરે, કામ, ક્રોધ, લેભાદિક કષાયને તથા ઇદ્રિના વિષયને આધીન થવા ન. દે, તે આત્માની હૈયાવૃત્ય છે.
રેગી મુનિનાં તથા ગુરુનાં શય્યા, આસન, કમંડળ, પછી, પુસ્તક સવારસાંજ નેત્રથી દેખીને મેરપીછિકા વડે સાફ કરવાં, અશક્ત રેગી મુનિને આહાર-ઔષધ આદિ વડે સંયમને
ગ્ય ઉપકાર કર, શુદ્ધ ગ્રંથના વાચનથી ધર્મને ઉપદેશ વડે પરિણામને ધર્મમાં લીન કરવાં, તથા ઉઠાડવા, બેસાડવા, મળમૂત્ર કરાવવાં, પાકું ફેરવાવવું ઇત્યાદિ પ્રકારે વૈયાવૃત્ય કરવી. કેઈ સાધુ થાકેલા હોય, તથા ભીલ, મ્લેચ્છ, દુષ્ટ રાજા, દુષ્ટ તિર્યંચે વડે ઉપદ્રવ પામ્યા હોય, દુષ્કાળ, મરકી, વ્યાધિ આદિ ઉપદ્રવથી પીડા પામી કાયર પરિણામવાળા થયા હોય તેમને સ્થાન આપી કુશળ પૂછી, આદર દઈને સિદ્ધાંત અનુસાર ઉપદેશ વડે સ્થિતિકરણ કરવું, સ્વસ્થપરિણામી કરવા. તે વૈયાવૃત્ત્વ છે.
જે સમર્થ હોવા છતાં પિતાના બળવીર્યને ગેપવે, છુપાવે પણ વૈયાવૃત્ય ન કરે તે ધર્મરહિત થાય છે. તેણે તીર્થંકરેની આજ્ઞા ભંગ કરી, શ્રત દ્વારા ઉપદેશેલા ધર્મની
Page #224
--------------------------------------------------------------------------
________________
વૈયાવૃત્તિ ભાવના
૨૦૩ વિરાધના કરી, આચારને લેપ કર્યો, પ્રભાવનાને નાશ કર્યો, પરમાગમથી વિમુખ થયે.
વૈયાવૃત્યની ભાવનાવાળાને એવાં પરિણામ થાય છે કે, અહો ! મેહરૂપી અગ્નિથી બળતા આ જગતમાં આ આત્મજ્ઞાની મુનિ જ્ઞાનરૂપી પાણુથી મેહરૂપી અગ્નિને ઓલવીને આત્મકલ્યાણ કરે છે. ધન્ય છે. ધન્ય છે એમને કે કામને નાશ કરી, રાગદ્વેષને ત્યાગ કરી, ઇદ્રિને જીતી આત્માના હિત માટે ઉદ્યમી થયા છે. તે કેત્તર ગુણના ધારક છે. મને એવા ગુણવંતના ચરણનું શરણ હો! ગુણો પ્રત્યે આવાં આદરવંત પરિણામ વૈયાવૃત્યથી થાય છે. જેમ જેમ ગુણેમાં પરિણામ રાચે છે તેમ તેમ શ્રદ્ધા વધે છે. શ્રદ્ધા વધે ત્યારે ધર્મમાં પ્રીતિ વધે. ધર્મમાં પ્રીતિ વધે ત્યારે ધર્મને નાયક અરિહંતાદિક પાંચ પરમેષ્ઠીના ગુણેમાં અનુરાગરૂપી ભક્તિ વધે છે. ભક્તિ કેવી હોય છે? માયા રહિત, મિથ્યાજ્ઞાન રહિત, ભેગની ઈચ્છાઓ રહિત અને મેરુ પર્વત જેવી નિષ્કપ તેમજ અચળ એવી પ્રભુભક્તિ જેને પ્રાપ્ત થાય તેને સંસાર–પરિભ્રમણને ભય નથી રહેતું. એવી ભક્તિ ધર્માત્માની હૈયાવૃત્યથી પ્રાપ્ત થાય છે. પાંચ મહાવ્રતે સહિત અને કષાય રહિત રાગદ્વેષને જીતનારા, શ્રુતજ્ઞાનરૂપ રત્નની ખાણ જેવા પાત્રને લાભ વૈયાવૃત્ય કરનારને પ્રાપ્ત થાય છે. જેણે રત્નત્રયના ધારકની વૈયાવૃત્ય કરી તેણે રત્નત્રય સાથે પિતાને સંબંધ બાંધ્યું અને તે પિતાને તથા પરને મેક્ષમાર્ગમાં સ્થાપે છે.
યાવૃન્ય અંતરંગ, બહિરંગ બન્ને પ્રકારનાં તપમાં પ્રધાન છે. કર્મની નિર્જરાનું મુખ્ય કારણ છે. જેણે આચાર્યની
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૪
સમાધિ-સાપાત
વૈયાવૃત્ત્વ કરી તેણે સંઘની વૈયાવૃત્ત્વ કરી, ભગવાનની આજ્ઞા પાળી, પાતાના અને પરના સંયમની રક્ષા અને શુભ ધ્યાનની વૃદ્ધિ કરી, ઇંદ્રિયાના નિગ્રહ કર્યાં, રત્નત્રયની રક્ષા કરી, અતિશયરૂપ દાન દીધું, નિવૃચિકિત્સા ગુણને પ્રગટ દર્શાવ્યો, જિનેન્દ્ર ધર્મની પ્રભાવના કરી. ધન ખરચવું સુલભ છે, પણ રાગીની સેવા કરવી દુર્લભ છે.
અન્યના અવગુણે ઢાંકવા, ગુણા પ્રગટ કરવા ઇત્યાદિ ગુણાથી તીર્થંકર નામકર્મ બંધાય છે. વૈયાવૃત્ત્વ વિષે જિનેન્દ્ર ભગવાનની ઉત્તમ શિક્ષા જગતમાં એવી છે કે, જે કાઈ શ્રાવક કે સાધુ વૈયાવૃત્ત્વ કરે છે, તે સર્વોત્તમ એવા સિદ્ધ પદને પામે છે.
જે પેાતાની શક્તિ પ્રમાણે છકાય જીવની રક્ષા કરવામાં સાવધાન છે તેને સમસ્ત પ્રાણીઓની વૈયાવૃત્ત્વ પ્રાપ્ત થાય છે.
૧૦. અરિહ‘તભક્તિ ભાવના –
જે મન, વચન, કાયા વડે ‘જિન’ એવા બે અક્ષર સદાકાળ સ્મરણ કરે તે અદ્વૈતભક્તિ છે. અરિહંતના ગુણામાં અનુરાગ તે અરિહંતભક્તિ છે.
જે પૂર્વભવમાં સાળ કારણભાવનાઓ ભાવીને તીર્થંકર થાય છે, અરિહંત થાય છે; તેમને માટે તેા સેાળ કારણ ભાવનાઓથી ઉત્પન્ન થયેલા અદ્ભુત પુણ્યના પ્રભાવથી ગર્ભમાં આવતાં પહેલાં છ મહિના અગાઉ ઇંદ્રની આજ્ઞાથી કુબેર ખાર ચેાજન લાંબી અને નવ ચેાજન પહાળી નગરી રચે છે. તેની
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૦૫
અરિહંતભક્તિ ભાવના મધ્યમાં રાજાને રહેવાને મહેલ હોય છે. તે મહેલનું, નગરની રચનાનું કે કેટ, દરવાજા, ખાઈ વગેરે રત્નમય રચનાનું વર્ણન કે મહિમા હજારે જીભેથી પણ થઈ શકે એમ નથી. ત્યાં તીર્થકરની માતાના ગર્ભની શુદ્ધિ થાય છે, સુચક દ્વીપમાં વસનારી છપ્પન કુમારિકા દેવી માતાની અનેક પ્રકારે સેવા. કરવામાં સાવધાન રહે છે. ગર્ભમાં તીર્થકર આવે તે પહેલાં છ મહિનાથી સવારે, બપોરે અને સાંજે દરેક વખતે આકાશમેથી સાડા ત્રણ કરોડ રત્નની વૃષ્ટિ કુબેર કરે છે. ગર્ભમાં. આવે કે તરત ઇંદ્રાદિ ચારે નિકાયના દેનાં આસન કંપવાથી. ચારે પ્રકારના દે આવીને નગરની પ્રદક્ષિણા દઈ માતાપિતાની પૂજા સત્કાર આદિ કરી પિતાને સ્થાને પાછા જાય. છે. ભગવાન તીર્થકર સ્ફટિક મણિના દાબડા સમાન મળ આદિથી રહિત માતાના ગર્ભમાં રહે છે. કમળવાસિની છે દેવીઓ તથા છપ્પન રૂચક દ્વીપમાં વસનારી અને બીજી અનેક દેવી માતાની સેવા કરે છે. નવ મહિના પૂર્ણ થતાં ઉચિત અવસરે જન્મ થતાં જ ચારે નિકાયના દેવેનાં આસન કંપે છે. વાજિંત્રે અકસ્માત વાગવાથી જિનેન્દ્રને જન્મ જાણ ઘણા હર્ષ સહિત સૌધર્મ નામના ઈંદ્ર લાખ યેજન જેવડા રાવત હાથી ઉપર ચઢી ઉત્સવ કરતા કરતા આવે છે. પિતાના અસંખ્યાત દેવેના પરિવાર સહિત સાડા બાર " કરેડ જાતનાં વાજાંના મધુર સૂર અને અસંખ્યાત દેના જયજયકાર શબ્દ, અનેક ધ્વજા આદિ ઉત્સવની સામગ્રી તેમજ કરેડે અપ્સરાના નૃત્ય આદિ ઉત્સવ અને કરેડે ગંધર્વ દેવનાં ગાન સહિત જ્યાંથી ઉત્સવ કરતા કરતા આવે છે તે ઇદ્રનું સ્થાન અહીંથી અસંખ્યાત જન ઊંચું અને
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૦૬
સમાધિ-પાન અસંખ્યાત જન દક્ષિણ દિશામાં છે. ત્યાંથી આવી નગરીની પ્રદક્ષિણા દઈ ઇદ્રાણી પ્રસૂતિ ગૃહમાં જઈને માતાને માયાનિદ્રામાં ઊંઘાડી, માતાને પુત્રવિયેગનું દુઃખ ન લાગે માટે પિતાની દેવમાયાથી બીજું બાળક બનાવી ત્યાં મૂકી તીર્થકરને અત્યંત ભક્તિથી લાવી ઈદ્રને સેપે છે તે વખતે ઇંદ્રને બે આંખથી દર્શન કરીને તૃપ્તિ ન થવાથી તે હજાર નેત્ર રચીને દર્શન કરે છે. વળી ત્યાં ઈશાન આદિ સ્વર્ગોના ઇદ્રો અને ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી દેના ઇદ્રો વગેરે અસંખ્યાત દેવે પોતપોતાની સેના, વાહન, પરિવાર સહિત આવે છે. ત્યાં સૌધર્મ ઈદ્ર ઐરાવત હાથી ઉપર ચઢીને ભગવાનને ખળામાં લઈને મેરુ ગિરિ પ્રતિ જાય છે. ઈશાન ઇદ્ર છત્ર ધારણ કરે છે અને સનસ્કુમાર અને મહેન્દ્ર ચમર ઢળે છે, અન્ય અસંખ્યાત દેવ પિતપતાને કરવાના કાર્યોમાં સાવધાન થઈને મહોત્સવ સહિત, મેરુ ગિરિનાં પાંડુક વનમાં પાંડુક શિલા ઉપર અકૃત્રિમ સિહાસન છે ત્યાં જઈ, તેના ઉપર જિનેન્દ્રને પધરાવે છે, પાંડુક વનથી ક્ષીરસમુદ્ર સુધી બન્ને તરફ દેવેની હારો બની જાય છે. ક્ષીરસમુદ્ર મેરુ ભૂમિથી પાંચ કરોડ, દશ લાખ, સાડી ઓગણપચાસ હજાર યેજન દૂર છે. તે વખતે મેરુની ચૂલિકાની બન્ને બાજુ મુગટ, કુંડળ, હાર, કંકણ આદિ અભુત રત્નનાં આભરણ પહેરેલા દેવેની ચૂલિકાથી ક્ષીરસમુદ્ર સુધીની હાર બંધાઈ જાય છે, હાથે હાથ કળશ સેંપે છે. ત્યાં બન્ને તરફ ઇદ્રને ઊભા રહેવાનાં બીજો બે નાનાં સિંહાસન છે, તેના ઉપર ઊભા રહીને સૌધર્મ અને ઈશાન ઈંદ્ર કળશ લઈ એક હજાર આઠ કળશે વડે અભિષેક કરે છે. એ કળશનું મોટું એક જનનું, મધ્યભાગ ચાર યેજના
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૦૭
અરિહંતભક્તિ ભાવના પહોળે અને તે આઠ જન ઊંચે હોય છે. એ કળશમાંથી નીકળેલી ધારા ભગવાનના વમય શરીર ઉપર ફૂલની વૃષ્ટિ સમાન હરકત કરતી નથી. પછી ઇદ્રાણું કેમળ વસ્ત્રથી શરીર સાફ કરીને પિતાના જન્મને સફળ માનતી સ્વર્ગથી આણેલા રત્નમય અલંકાર તથા વસ્ત્ર પહેરાવે છે, ત્યાં અનેક દેવ અનેક પ્રકારે ઉત્સવ ઊજવે છે. તેનું વર્ણન કરી શકવા કેઈ સમર્થ નથી. પછી મેરુ પર્વતથી પહેલાંની પેઠે ઉત્સવ કરતાં કરતાં જિનેન્દ્રને લાવીને માતાને સમર્પણ કરી ઈદ્ર ત્યાં તાંડવ નૃત્ય આદિ વડે જે ઉત્સવ કરે છે તે બધાનું કરડે જીભે વડે અસંખ્યાત કાળ સુધીમાં પણ કેઈ વર્ણન કરવા સમર્થ નથી.
જિનેન્દ્ર જન્મથી જ તીર્થંકર પ્રકૃતિના ઉદયના પ્રભાવે દશ અતિશય સહિત ઊપજે છે. ૧. પરસેવા રહિત શરીર, ૨. મળ મૂત્ર કફદિ ૨હિત કાયા, ૩. દૂધના રંગ જેવું લેહી, ૪. સમચતુરસ સંસ્થાન, ૫. વાત્રષભ નારા સંહનન, ૬. અદ્દભુત અનુપમ રૂપ, ૭. મહા સુગંધી શરીર, ૮. અપાર બળ, ૯. એક હજાર આઠ લક્ષણ, ૧૦. પ્રિય, હિત, મધુર વચન. એ બધું પૂર્વે ભવે સોળ કારણભાવનાઓ ભાવેલી તેને પ્રભાવ છે. ઇન્દ્ર અંગૂઠામાં અમૃત સ્થાપ્યું તેથી અંગૂઠો ધાવીને ઊછરે છે. માતાના સ્તનનું દૂધ ધાવતા નથી. પિતાની ઉમ્મરના બાળક બનેલા દેવકુમારે સાથે કીડા કરતાં મોટા થાય છે. સ્વર્ગલેકમાંથી દેવ દ્વારા લાવેલાં મનવાંછિત વસ્ત્ર, અલંકાર, ભેજન અંગીકાર કરે છે. તે માટે રાત દિવસ દેવે હાજર રહે છે. સ્વર્ગમાંથી
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૦૮
સમાધિ પાન, આવેલાં જ વસ્ત્ર આદિ વાપરે છે, પૃથ્વીલેકનાં ભજન, આભરણ, વસ્ત્ર આદિ વાપરતા નથી.
કુમારકાળ પૂરો કરી, ઈન્દ્રાદિ દેએ ભક્તિપૂર્વક અદ્ભુત ઉત્સાહ આપવાથી પિતાએ આપેલું રાજ્ય ભેગવી સંસાર, દેહ અને ભેગે પ્રત્યે અનિત્ય આદિ બાર ભાવના ભાવતાં વૈરાગ્ય ઊપજતાં લેકાંતિક દે આવી પ્રભુની વંદના-સ્તવના કરે છે. પ્રભુને વૈરાગ્ય ભાવ ઊપજતાં જ ચારે નિકાયના ઈન્દ્રાદિક દેવેનાં આસન કંપવાથી અવધિજ્ઞાન વડે જિનેન્દ્રના તપને અવસર જાણો, મહત્સવ સહિત આવી, અભિષેક કરી, દેવલેકના વસ્ત્રાલંકાર વડે ભક્તિથી ભગવાનને શણગારી, રત્નમય પાલખી રચી જિનેન્દ્રને તે પાલખીમાં બેસારી મહત્સવ અને જય જય શબ્દો વડે તપને ગ્ય વનમાં જઈને ઉતારે છે. ત્યાં વસ્ત્ર, આભરણ બધાં તજે છે, દે અદ્ધર ઝીલી લઈ મસ્તકે ચઢાવે છે. સિદ્ધોને નમસ્કાર કરી પંચમુછી લેચ કરે છે ત્યારે ઈન્દ્ર કેશને મહા ઉત્તમ જાણી રત્નમય વાસણમાં ભરી લઈને ક્ષીરસમુદ્રમાં અતિ ભક્તિથી પધરાવે છે. કેટલેક કાળ ગયા પછી તપના પ્રભાવથી શુક્લધ્યાનના બળે #પક શ્રેણીમાં ઘાતિયાં કર્મોને નાશ કરીને કેવળજ્ઞાન ઉત્પન્ન કરે છે. ત્યારે અરિહંતપણું પ્રગટ થાય છે. કેવળજ્ઞાનરૂપ નેત્રથી ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણે કાળમાં અનુક્રમે થતી સર્વ દ્રવ્યોની અનંતાનંત પરિણતિ એક સમયમાં સર્વ સામટી જાણે છે, દેખે છે. ત્યારે ચારે નિકાયના દેવે જ્ઞાન કલ્યાણકની પૂજા, સ્તવન કરી ભગવાનના ઉપદેશને માટે અનેક રત્નમય સમવસરણ રચે છે. તે વિભૂતિનું વર્ણન કેણ કરી શકે?
Page #230
--------------------------------------------------------------------------
________________
અરિહંતભક્તિ ભાવના
ર૦૮ પૃથ્વીથી પાંચ હજાર ધનુષ ઊંચે વીસ હજાર પગથિયા ચઢવાં પડે તેટલે ઊંચે ઈંદ્ર નીલમણિમય બાર એજન ગેળ ભૂમિ રચે છે તેના ઉપર અપાર મહિમાવાળું સમવસરણ રચે છે. જ્યાં સમવસરણની રચના હોય છે, જ્યાં ભગવાન વિચરતા હોય છે ત્યાં આંધળા દેખતા થાય છે, બહેરા સાંભળવા લાગે છે, ભૂલા ચાલવા લાગી જાય છે, બેબડા બેલવા લાગી જાય છે. વીતરાગને અદ્ભુત મહિમા છે.
ધૂલિશાલ આદિ રનમય કેટ, માન સ્તંભ, વાવડીઓ, જળ ભરેલી ખાઈઓ, ફૂલવાડી, પછી રત્નમય કેટ, દરવાજા, નાટયશાળા, ઉપવન, વેદી, ભૂમિ, વળી કેટ, કલ્પવૃક્ષોનું વન, રત્નમય સૂપ, મહેલેની ભૂમિ, વળી સ્ફટિકના કેટમાં દેવચ્છદ નામને એક જનનો મંડપ, ચેતરફ બાર સભાઓ, તેની વચમાં ત્રણ કટની (ત્રિગડારૂપ) ગંધકુટીમાં સિંહાસન ઉપર ચાર આંગળ અદ્ધર (અંતરીક્ષ) વિરાજમાન ભગવાન અરિહંત છે. તેમની અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય, અનંતસુખમય વિભૂતિને મહિમા કહેવાને ચાર જ્ઞાનના ધારક ગણધર પણ સમર્થ નથી તે અન્ય કેણ કહી શકે ? સમવસરણની વિભૂતિ જ વચનને અગોચર છે. . ગંધકુટી, ત્રીજી કટની (ઉપરની ત્રીજી ભૂમિકા) ઉપર છે, ત્યાં બત્રીસ યુગલ દેવે મુગટ, કુંડળ, હાર, કડાં, ભુજબંધ આદિ સમસ્ત આભરણ પહેરીને ચેસઠ ચમર ઢળી રહ્યા છે. ભગવાનની ઉપર કાંતિવાળાં ત્રણ છત્ર સૂર્ય, ચંદ્રની જ્યોતિને ઝાંખી કરતાં ઝળકી રહ્યા છે. ભગવાનના દેહની ક્રાંતિનું પ્રકાશમય ચક બની રહ્યું છે તેને પ્રભામંડળ ૧૪
Page #231
--------------------------------------------------------------------------
________________
સમાધિ-સે પાન કહે છે, તેથી સમવસરણમાં રાત્રિ દિવસને ભેદ રહેતે નથી, સદા દિવસ જ હોય છે. ત્રણે લેકમાં બીજે ક્યાંય ન હોય તેવી મહા સુગંધીવાળી ગંધકુટી ઉપર દેએ રચેલું અશેકવૃક્ષ જોતાં જ સર્વ લેકના શેક નાશ પામી જાય છે. કલ્પવૃક્ષનાં ફૂલની વર્ષા આકાશમાંથી થાય છે; આકાશમાં સાડાબાર કરેડ જાતનાં વાજાને એ મધુર ધ્વનિ થાય છે કે તે સાંભળતાં જ ભૂખ, તરસ આદિ સર્વ રેગ, વેદના નાશ પામે છે. રત્નજડિત સિંહાસન સૂર્યના તેજને જીતે તેવું છે. જિનેન્દ્રની દિવ્ય ધ્વનિને અદ્ભુત મહિમા ત્રણે લેકના જીવને પરમ ઉપકારી અને મેહ–અંધકારને નાશ કરનાર છે; સર્વ જી પોતપોતાની ભાષામાં શબ્દ અર્થ ગ્રહણ કરે છે. કોઈ જીવને ત્યાં સંશય રહેતું નથી. સ્વર્ગ અને મોક્ષને માર્ગ પ્રગટ કહે છે. દિવ્ય ધ્વનિને મહિમા વચનદ્વારાએ ઈંદ્રાદિ કે ગણધર પણ કહેવા સમર્થ નથી. સમવસરણમાં જાતિવિધી ને વેર-
વિધ રહેતાં નથી. સિંહ અને હાથી, વાઘ અને ગાય, બિલાડી ને ઉંદર ઇત્યાદિ જાતિવિધી છે વેર બુદ્ધિ છેડી પરસ્પર મિત્ર થાય છે. વીતરાગને અદ્દભુત મહિમા છે. અસંખ્યાત દેવે જયકાર શબ્દ કરે છે, દેએ રચેલાં કળશ, ઝારી, દર્પણ, ધ્વજા, ઠવણી, છત્ર, ચમર, અને વીંઝણો એ આઠ અચેતન દ્રવ્યો પ્રભુની સમીપતા પામીને મંગલ દ્રવ્યો મનાય છે.
કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી દશ અતિશય પ્રગટ થાય છે. ચારે તરફ સે સે યેાજન સુધીમાં દુકાળ ન પડે તે સુભિક્ષતા. જમીનને સ્પર્શ કરે નહીં અને આકાશમાં ગમન કરે છે. કેઈ પ્રાણીની ઘાત થતી નથી. ભેજનને
Page #232
--------------------------------------------------------------------------
________________
અરિહંતભક્તિ ભાવના
ર૧૧ અભાવ, ઉપસર્ગને અભાવ, અને ચાર મુખ સહિત ચતુર્મુખ દેખાવું, સર્વ વિદ્યાઓના સ્વામી, છાયરહિતપણું, અને આંખ પલકારે પણ મારે નહીં, નખ અને કેશ વધે નહીં, એ દશ અતિશય ઘાતિયાં કર્મોના નાશથી પ્રગટ થાય છે.
તીર્થંકર પ્રકૃતિના પ્રભાવથી દેના બનાવેલા ચૌદ અતિશય પ્રગટે છે. અર્ધમાગધી ભાષા, સર્વ જનસમૂહમાં મૈત્રીભાવ, સર્વ હતુનાં ફળ ફૂલ પત્ર સહિત વૃક્ષ હોય છે. પૃથ્વી દર્પણ સમાન તૃણ, કાંટા અને ધૂળ રહિત હોય છે. શીતલ, મંદ, સુગંધ પવન વાય છે, સર્વ જીને આનંદ પ્રગટે છે. અનુકૂળ પવન, સુગંધ જળની વૃષ્ટિથી ભૂમિ ધૂળ રહિત હોય છે. ચરણ ધરે ત્યાં સાત આગળ, સાત પાછળ અને એક વચમાં એમ પંદર પંદર કરીને બપચીસ કમળ દેવ રચે છે. આકાશ અને દિશા નિર્મળ હોય છે. ચાર નિકાયના દેવના જય જય શબ્દ, એક હજાર આરાવાળુંકિરણવાળું, પિતાના પ્રકાશથી સૂર્યમંડળને પણ ઝાંખું પાડતું ધર્મચક આગળ ચાલે છે. આઠ મંગળ દ્રવ્યો હોય છે. એ ચૌદ દેવના કરેલા અતિશયે પ્રગટે છે. સુધા, તરસ, જન્મ, જરા, મરણ, રેગ, શેક, ભય, વિસ્મય, રાગ, દ્વેષ, મેહ, રતિ-અરતિ, ચિંતા, સ્વેદ, ખેદ, મદ અને નિદ્રા એ અઢાર દેથી રહિત એવા અરિહંતની વંદના, સ્તવના, ધ્યાન કરે.
આ અરિહંતભક્તિ સંસાર સમુદ્રમાંથી તારનારી છે. તેનું નિરંતર ચિતવન કરે. સુખકારક એવા અરિહંતનું સ્તવન કરે. તેમનાં, ગુણને અનુસરતાં તે અનંત નામ છે.
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૧૨
સમાધિ-પાન, ભક્તિપૂર્ણ ઈદ્ર ભગવાનનાં એક હજાર નામ સહિત સ્તવન કર્યું છે. છેડી શક્તિવાળા પણ પિતાની શક્તિ પ્રમાણે પૂજન, સ્તવન, નમસ્કાર, ધ્યાન કરે. સમ્યફદર્શન અને અરિહંતભક્તિમાં નામભેદ છે પણ અર્થભેદ નથી. અરિહંતભક્તિ નરક આદિ ગતિને નાશ કરનારી છે. આ ભક્તિનું પૂજન, સ્તવન કરી અર્ધ ઉતારે છે તે દેવનાં સુખ પછી મનુષ્યનાં સુખ ભેળવીને અવિનાશી સુખના ધારક બની અક્ષય અવિનાશી સુખ પામે છે.
૧૧. આચાર્યભક્તિ ભાવના :
આચાર્યભક્તિ એ જ ગુરૂભક્તિ છે. ધન્યભાગ્ય જેનાં હોય તેને વીતરાગ ગુરુના ગુણેમાં અનુરાગ ઉત્પન્ન થાય છે. ધન્ય પુરુષ મસ્તક ઉપર સદગુરૂની આજ્ઞા ચઢાવે છે. આચાર્ય છે તે અનેક ગુણોની ખાણ છે. શ્રેષ્ઠ તપના ધારક છે. એમના ગુણ મનમાં ધારણ કરીને પૂજવા લાયક છે, અર્ધ ઉતારવા લાયક છે, આગળ પુષ્પાંજલિ મૂકવા લાયક છે. એવી ભાવના કરવી કે આવા સશુરુના ચરણનું મને શરણ હે!
જે અનશનાદિ બાર પ્રકારનાં ઉજજવલ તપમાં ઉદ્યમ કરે છે, છ આવશ્યક ક્રિયામાં સાવધાન છે, પાંચ આચારના ધારક છે, દશ લક્ષણ ધર્મરૂપ તેમની પરિણતિ છે, મન, વચન, કાયાની ગુપ્તિવાળા છે, એ પ્રકારે છત્રીસ ગુણો સહિત આચાર્ય હોય છે.
સમ્યગ્દર્શનાચારને નિર્દોષપણે તે ધારણ કરે છે.
Page #234
--------------------------------------------------------------------------
________________
આચાર્યભક્તિ ભાવના
૨૧૩ સમ્યકજ્ઞાનની શુદ્ધતા સહિત છે. તે પ્રકારના ચારિત્ર (પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ)ની શુદ્ધતાને ધારક છે. તપશ્ચર્યામાં ઉત્સાહવાળા અને પિતાના વીર્યને નહીં ગાવતાં બાવીસ પરિષહને જીતવામાં સમર્થ છે. એવા પાંચ આચારના ધારક આચાર્ય ભગવંત છે.
અંતરંગ બહિરંગ ગ્રંથિથી રહિત નિગ્રંથ-માર્ગમાં પ્રવર્તવા તે તત્પર છે. એક ઉપવાસ, બે, ત્રણ, પાંચ, પંદર કે માપવાસ કરવામાં તત્પર છે. નિર્જન વનમાં કે પર્વતની ખણ કે ગુફાઓમાં નિશ્ચલ શુભ ધ્યાનમાં નિરંતર મનને રાખે છે. શિષ્યની યોગ્યતા સારી રીતે જાણી દીક્ષા દેવામાં અને શિક્ષા દેવામાં પ્રવીણ છે. યુક્તિથી નવ પ્રકારના નયને જાણનારા છે. પિતાની કાયા ઉપરથી મમતા છેડીને રાત્રિ દિવસ પ્રવર્તે છે. સંસારરૂપી કૂવામાં રખે પડી જવાય એ ભય રાખે છે. મન વચન કાયાની શુદ્ધતા સહિત નાસિકાના અગ્રભાગ ઉપર જેમણે દ્રષ્ટિ સ્થાપી છે એવા આચાર્યોને સાષ્ટાંગ નમસ્કાર પૂર્વક વંદના કરીએ છીએ. એવા આચાર્યોના ચરણોના સ્પર્શથી પવિત્ર થયેલી રજને આઠ દ્રવ્યો વડે પૂજવા યોગ્ય છે. આચાર્યભક્તિ સંસારપરિભ્રમણના કલેશરૂપ પીડાને નાશ કરનારી છે.
આચાર્ય તે સમસ્ત ધર્મના નાયક છે. આચાર્યોને આધારે જ સર્વ ધર્મ રહ્યો છે.
મોટા રાજાઓના કે રાજાના મંત્રીને કે મોટા શેઠિયાઓના કુળમાં ઊપજે હોય, જેનું સ્વરૂપ દેખતાં જ શાંત પરિણામ થઈ જાય એવા મનહર રૂપના ધારક હય,
Page #235
--------------------------------------------------------------------------
________________
ર૧૪
સમાધિ-સે પાન જેના ઉચ્ચ આચાર જગતમાં પ્રસિદ્ધ હોય, પૂર્વે ગૃહસ્થ અવસ્થામાં પણ જેણે કદી હલકા આચાર કે નિંદ્ય વ્યવહાર આચર્યો ન હોય, છતી ભેગ સંપદા છેડી જે વૈરાગ્ય પામ્યા હોય, લૌકિક વ્યવહાર અને પરમાર્થના જે જ્ઞાતા હોય, બુદ્ધિની પ્રબળતા અને ઉગ્ર તપના ધારક હોય, સંઘ અને અન્ય મુનીશ્વરોથી ન બની શકે તેવી તપશ્ચર્યા ધારણ કરનાર હોય, ઘણા કાળના દીક્ષિત હોય, ઘણે કાળ સદ્ગુરુનાં ચરણ કમળ સેવ્યાં હેય, અતિશયવાળાં વચન હોય કે જેનું શ્રવણ કરતાં જ ધર્મમાં દૃઢતા, સંશયને અભાવ તથા સંસાર, દેહ, ભેગ ઉપર દ્રઢ વૈરાગ્ય થાય, સિદ્ધાંત સૂત્રના અર્થમાં પ્રવીણ હય, ઈદ્રિયનું દમન કરીને આ લેક કે પરલોક સંબંધી ભેગ વિલાસની લાલસા રહિત હય, દેહાદિકમાં મમતા રહિત હોય, મહા ધીર હય, ઉપસર્ગ પરિષહથી ચિત્ત કદી ચલાયમાન થતું ને હય, (જે આચાર્ય જ ચળી જાય તે સઘળે સંઘ ભ્રષ્ટ થઈ જાય, ધર્મને લેપ થઈ જાય,) સ્વમત તથા પરમતના જ્ઞાતા હોય, અનેકાંત વિદ્યામાં કીડા કરનાર હોય, અન્યના પ્રશ્નોના કાયરતા રહિત તત્કાલ ઉત્તર દેનાર હોય, એકાંત પક્ષનું ખંડન કરીને સત્યાર્થ ધર્મનું સ્થાપન કરવાનું જેનામાં સામર્થ્ય હોય, ધર્મની પ્રભાવના કરવામાં ઉદ્યમી હોય, ગુરુની પાસે પ્રાયશ્ચિત્ત આદિ સૂત્ર ભણીને બત્રીસ ગુણોન ધારક થયા હોય તે સમસ્ત સંઘની સાક્ષીએ ગુરુએ આપેલું આચાર્યપદ પ્રાપ્ત કરવા ગ્ય છે. આટલા ગુણના ધારક હોય તેને જ આચાર્યપણું પ્રાપ્ત થાય છે. આટલા ગુણ વિના આચાર્ય થાય તે ધર્મતીર્થને લેપ થઈ જાય, ઉન્માર્ગની પ્રવૃત્તિ થઈ જાય,
Page #236
--------------------------------------------------------------------------
________________
આચાર્યભક્તિ ભાવના
૨૧૫ સમસ્ત સંઘ સ્વેચ્છાચારી થઈ જાય, સૂત્રની પરિપાટી અને આચારની પરિપાટી તૂટી જાય.
આચાર્યપણાના બીજા આઠ ગુણ છે તેના ધારક આચાર્ય હોય છે. ૧. આચારવાન, ૨. આધારવાન, ૩. વ્યવહારવાન, ૪. પ્રકર્તા, ૫. અપાપાય વિદશી, ૬. અવપીડક, ૭. અપરિશ્રાવી અને ૮. નિર્યાપક આ આઠ ગુણ છે.
તેમાં પંચ પ્રકારે આચાર ધારણ કરે તેને આચારવાના કહે છે. (૧) જીવ આદિ જે ત વીતરાગ સર્વજ્ઞ ભગવાને દિવ્ય નિરાવરણ (કેવલ) જ્ઞાનથી પ્રત્યક્ષ દેખીને કહ્યાં છે તેમાં શ્રદ્ધારૂપ પરિણામ તે દર્શનાચાર છે. (૨) સ્વ–પર તને નિબંધ આગમ અને આત્માનુભવ વડે જાણવારૂપ પ્રવૃત્તિ તે જ્ઞાનાચાર છે. (૩) હિંસાદિ પાંચ પાપના અભાવરૂપ પ્રવૃત્તિ તે ચારિત્રાચાર છે. (૪) અંતરંગ-બહિરંગ તપમાં પ્રવૃત્તિ તે તપાચાર છે. (૫) પરિષહાદિ આવ્યે પિતાની શક્તિને નહીં છુપાવતાં ધીરનારૂપ પ્રવૃત્તિ તે વીર્યાચાર છે. તથા બીજા પણ દશ પ્રકારે સ્થિતકલ્પ આદિ આચાર તથા સમિતિગુપ્તિ આદિનું વર્ણન કરવાથી કથન બહુ વધી જાય. પાંચ પ્રકારના આચાર પિતે નિર્દોષપણે આચરે અને અન્ય શિષ્યને આચરણ કરાવવામાં ઉદ્યમી હોય તે આચાર્ય છે. પિતે હીન આચારવાન હોય તે શિષ્યને શુદ્ધ આચરણ ન કરાવી શકે. હીન આચારવાન હોય તે આહાર, વિહાર, ઉપકરણ, વસતિકાસ્થાન અશુદ્ધ ગ્રહણ કરાવી દે. પિતે જ હીન આચારવાળા હોય તે શુદ્ધ ઉપદેશ ના કરી શકે, તેથી આચાર્ય આચારવાન જ હોય.
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૧૬
સમાધિ-સે પાન જેને જિનેન્દ્ર પ્રરૂપેલા ચાર અનુયેગને આધાર હોય, સ્વાવાદ વિદ્યાના જે પારગામી હોય, શબ્દવિદ્યા, ન્યાયવિદ્યા, સિદ્ધાંતવિદ્યાના પારગામી હોય, પ્રમાણ નય નિક્ષેપ વડે, સ્વાનુભવ વડે ભલી રીતે જેણે તને નિર્ણય કર્યો હોય તે આધારવાના છે. જેને શ્રતને આધાર નથી તે શિષ્યના સંશય તથા એકાંતરૂપ હઠ તથા મિથ્યા આચરણનું નિરાકરણ કરી શકે નહીં.
. અનંતાનંત કાળથી પરિભ્રમણ કરતા જીવને મનુષ્યભવ પામ અતિ દુર્લભ છે, તેમાં પણ ઉત્તમ દેશ, જાતિ, કુળ, ઇદ્રિયપૂર્ણતા, દીર્ઘ આયુષ્ય, સત્સંગતિ, શ્રદ્ધાન, જ્ઞાન, આચરણ, એ ઉત્તરોત્તર દુર્લભ સંયેગે પામવા કઠણ છે.
અલપજ્ઞાની ગુરુની પાસે રહેનારા શિષ્યને યથાર્થ ઉપદેશ નહીં મળવાથી પિતાના યથાર્થ સ્વરૂપની પ્રાપ્તિ નહીં થવાથી સંશય રહી જાય; મેક્ષમાર્ગને અતિ દૂર કે અતિ કઠિન જાણું રત્નત્રય માર્ગથી ચળી જાય, સત્યાર્થ ઉપદેશ વિના વિષય કષાયમાં ફસાઈ રહેલા મનને તેમાંથી મુક્ત કરવા તે સમર્થ ન થાય કે રેગથી ઉત્પન્ન થયેલી વેદના કે ઘર ઉપસર્ગ પરિષહને લીધે પરિણામ ચળી જાય ત્યારે શ્રતના અતિશયરૂપ ઉપદેશ વિના પરિણામ સ્થિર કરવા કેઈ સમર્થ નથી. મરણ આવી પહોંચે ત્યારે સંન્યાસ (સંથારે–આહારત્યાગ)ના અવસરે આહાર પાણીના ત્યાગને અવસર, દેશ, કાળ, મદદ કરનાર, સામર્થ્યના ક્રમને જાણ્યા વિના શિષ્યનાં પરિણામ ચળી જાય, વા આર્તધ્યાન થઈ જાય તે સુગતિ બગડી જાય, ધર્મને અપવાદ થાય, અન્ય
Page #238
--------------------------------------------------------------------------
________________
આચાર્યભક્તિ ભાવના
૨૧૭ મુનિજન ધર્મમાં શિથિલ થઈ જાય તે મહા અનર્થ થાય આ મનુષ્ય આહારમય છે, આહારથી જીવે છે, આહારની જ નિરંતર વાંછા કરે છે. પણ જ્યારે રેગના કારણથી તથા ત્યાગ કરવાથી આહાર છૂટી જાય ત્યારે દુઃખને લીધે જ્ઞાન ચારિત્રમાં શિથિલ થઈને ધર્મધ્યાનથી રહિત થઈ જાય તે બહુશ્રુત ગુરુ એ ઉપદેશ કરે છે જેથી સુધા, તૃષા, રેગ આદિની વેદનાવાળા શિષ્યને ધર્મને ઉપદેશરૂપ અમૃતનાં પાન તથા શિક્ષારૂપ ભેજન વડે તે વેદના રહિત થાય. બહુશ્રુત ધારકના આધાર વિના ધર્મ રહે નહીં તેથી આધારવાન આચાર્ય હેય તેનું જ શરણ ગ્રહણ કરવું
ગ્ય છે.
શિષ્ય વેદનાથી પીડાતે હોય ત્યારે તેના હાથ, પગ, માથું દાબવા વગેરે વડે તથા મીઠાં વચન કહેવા વડે દુઃખ દૂર કરે. પૂર્વે જે અનેક સાધુઓએ ઘેર પરિષહ સહન કરીને આત્મકલ્યાણ કર્યું છે, તેમની કથા કહીને તથા દેહથી ભિન્ન આત્માને અનુભવ કરાવીને વેદના રહિત કરે. હે મુનિ! આ વખતે દુઃખમાં ધીરજ ધારણ કરે. સંસારમાં કોને કોને દુઃખ આવી નથી પડ્યાં અને તેણે ન ભેગવ્યાં? વીતરાગનું શરણ ગ્રહણ કરશે તે દુઃખને નાશ કરી કલ્યાણ પામશે ઈત્યાદિ ઘણા પ્રકારે કહીને માર્ગથી ચળવા ન દે તેથી આધારવાન ગુરુનું જ શરણ કરવા ગ્ય છે.
જે વ્યવહાર પ્રાયશ્ચિત્તસૂત્રના જ્ઞાતા હોય. એટલે પ્રાયશ્ચિત્તસૂત્ર આચાર્ય થવા યંગ્ય હોય તેને જ ભણાવે છે. બીજાને ભણવા યોગ્ય નથી. જે જિને આગમના જ્ઞાતા અને
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૧૮
સમાધિ-સંપાન મહા ભૈર્યવાન પ્રબળ બુદ્ધિના ધારક હોય તે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ક્રિયા, પરિણામ, ઉત્સાહ, સંહનન, પર્યાય (દીક્ષાને કાળ) અને શાસ્ત્રજ્ઞાન, પુરુષાર્થ આદિ સારી રીતે જોણી, રાગ-દ્વેષ રહિત થઈને પ્રાયશ્ચિત્ત આપે છે. જેનામાં એવી પ્રવીણતા હોય કે આને આવું પ્રાયશ્ચિત્ત આપવાથી એનાં પરિણામ ઉજજવળ થશે અને દોષને અભાવ થશે. વતેમાં દ્રઢતા થશે તે જાણે. જેને આહારની યેગ્યતાઅગ્યતાનું જ્ઞાન હેય, આ ક્ષેત્રમાં આવું પ્રાયશ્ચિત્ત પાળી. શકાય કે આ ક્ષેત્રમાં આ ન પાળી શકાય? આ ક્ષેત્રમાં વાત, પિત્ત, કફ, શીત કે ઉષ્ણતાની અધિકતા છે, હીનતા. છે કે સમપણું છે? આ ક્ષેત્રમાં મિથ્યાષ્ટિઓ વધારે છે કે ઓછા છે? ધર્માત્માઓ વધારે છે કે ઓછા છે? પ્રાયશ્ચિત્ત પળશે કે નહીં? સંઘયણની હીનતા કે અધિકતા છે? બળ વધારે કે ઓછું છે? આ ઘણું કાળને દીક્ષિત છે કે નવીન દીક્ષા લીધેલ છે? સહનશીલ છે કે કાયર છે? બાળ, યુવાન કે વૃદ્ધ અવસ્થા છે? આગમને જાણકાર છે કે મંદજ્ઞાની છે? પુરુષાર્થ છે કે આળસુ છે? ઈત્યાદિ માહિતી મેળવીને એવું પ્રાયશ્ચિત્ત આપે કે ફરી દોષરૂપ આચરણ ન કરે, પહેલાં કરેલે દોષ દૂર થાય તે પ્રમાણે સૂત્રને અનુકૂળ પ્રાયશ્ચિત્ત દે. - જે ગુરુની પાસે પ્રાયશ્ચિત્તસૂત્ર શબ્દ, અર્થ સહિત ભ ન હોય અને બીજાને પ્રાયશ્ચિત્ત આપે છે તે સંસારરૂપ કાદવમાં ડૂબે છે, અપયશ પ્રાપ્ત કરે છે તથા ઉન્માર્ગને ઉપદેશ કરી, સમ્યક્રમાર્ગને નાશ કરી મિથ્યાદ્રષ્ટિ થાય છે.
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૧૯
આચાર્યભક્તિ ભાવના
જે આટલા ગુણના ધારક હોય તેને પ્રાયશ્ચિત્તસૂત્ર ભણાવીને ગુરુ પિતાનું આચાર્યપદ તેને આપે છે. જે મહા કુળમાં ઊપજેલે હય, વ્યવહાર પરમાર્થને જાણતે હેય, જેણે કોઈ વખતે પિતાના મૂળ ગુણેમાં અતિચાર લાગવા દીધે ન હેય, ચારે અનુગરૂપ સમુદ્રના પારગામી હેય, વૈર્યવાન હોય, પરિષહ જીતવામાં સમર્થ હોય, દેવના કરેલા ઉપસર્ગથી પણ ચલાયમાન ન થાય એવા હેય, વક્તાપણાની શક્તિવાળા હોય, વાદી પ્રતિવાદીઓને જીતવામાં સમર્થ હોય, વિષયેથી અત્યંત વિરક્ત હોય, ઘણા વખત સુધી ગુરુકુળ સેવ્યું હોય, સર્વ સંઘને માન્ય હોય, પહેલેથી સમસ્ત સંઘ જેની આચાર્યપદની યેગ્યતા જાણતા હોય, તે જ ગુરુએ આપેલા પ્રાયશ્ચિત્તસૂત્રને જ્ઞાતા થઈને આચાર્યપણું પામવા
ગ્ય છે. તે પ્રાયશ્ચિત્ત દઈ શકે છે. જેવી રીતે ઊંટવૈદ્ય દેશ, કાળ, પ્રકૃતિ આદિ જાણતું નથી તે રેગીને મારે છે તેવી રીતે ઉપર જણાવ્યા તેવા ગુણ વિનાને વ્યવહાર સૂત્ર રહિત આચાર્ય મૂઢ ગણાય છે.
સંઘમાં કેઇ રેગી હોય, વૃદ્ધ હોય, અશક્ત હોય, બાળ હોય કે કેઈએ સંન્યાસ (સંથારો-મરણ વખતની વિધિ) ગ્રહણ કર્યો હોય તેની સેવા-ચાકરી માટે નીમેલા જે મુનિ હોય તે તે વૈયાવૃન્ય (સેવા) કરે જ. પરંતુ આચાર્ય પિતે પણ સંઘના મુનીશ્વરમાંથી કોઈ અશક્ત થઈ જાય તેને ઉઠાડવા, બેસાડવા, સુવાડવા, મળમૂત્ર કફ વગેરે તથા લેહી પાચ વગેરે શરીરથી દૂર કરવાનું, ધવાનું, પ્રાસુક ભૂમિમાં લઈ જઈને સ્થાપવાનું (પરઠવવાનું), ધર્મોપદેશ દેવાનું, ધર્મ ગ્રહણ કરાવવાનું, ઇત્યાદિ કામ–સેવા આદર
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૨૦
સમાધિ-પાન પૂર્વક ભક્તિ સહિત કરે. તે દેખીને સમસ્ત સંઘના મુનિ હૈયાવૃજ્યમાં તત્પર થઈને વિચારે કે અહો ! ધન્ય છે આ ગુરુ ભગવાન પરમેષ્ટી કરુણાનિધાનને ! આ ધર્માત્મામાં કેટલે વાત્સલ્યભાવ છે! અમે મહા નિંદ્ય છીએ કે આળસુ થઈ રહ્યા છીએ, અમે હાજર હોવા છતાં એ સેવા કરે છે. એવા અમારા પ્રમાદીપણાને ધિક્કાર હો ! આ બંધનું કારણ છે. આમ વિચારીને સમસ્ત સંઘ વૈયાવૃત્યમાં ઉદ્યમી થઈ જાય છે.
જો આચાર્ય પિતે પ્રમાદી હોય તે સકલ સંઘ વાત્સલ્યરહિત થઈ જાય. તેથી આચાર્યને કતૃત્વગુણ મુખ્ય છે. સમસ્ત સંઘની વૈયાવૃત્ય (સેવા) કરવા સમર્થ હોય તે આચાર્ય થાય છે. કોઈ હીણાચારી હોય તેને શુદ્ધ આચરણ ગ્રહણ કરાવે, કઈ મંદજ્ઞાની હોય તેને સમજાવીને ચારિત્રમાં લગાડે, કેઈને પ્રાયશ્ચિત્ત આપી શુદ્ધ કરે, કેઈને ધર્મોપદેશ દઈને દ્રઢતા કરાવે. ધન્ય છે એ આચાર્યને કે જે શરણે આવ્યો તેને મેક્ષમાર્ગમાં લગાડી તેને ઉદ્ધાર કરે છે! તેથી આચાર્યને પ્રકર્તા નામનો ગુણ મુખ્ય છે.
પાંચમે ગુણ અપાયે પાય વિદેશી નામને છે. કેઈ સાધુ ભૂખ, તરસ, રેગની વેદનાથી પીડાતાં ફ્લેશિત પરિણામરૂપ થઈ જાય તથા તીવ્ર રાગદ્વેષ પરિણામવાળે થઈ જાય અને લજજાથી કે ભયથી યથાતથ્ય આલેચના કરે નહીં (આચાર્યને બધા દોષ થયા હોય તે પ્રકારે ન કહે), રત્નત્રયમાં ઉત્સાહ રહિત થઈ જાય, ધર્મમાં શિથિલ થઈ જાય, તે તેને અપાય એટલે રત્નત્રયના નાશરૂપ દોષ અને ઉપાય એટલે રત્નત્રયની રક્ષારૂપ ગુણ એ પ્રકારે
Page #242
--------------------------------------------------------------------------
________________
આચાર્યભક્તિ ભાવના જણાવે કે રત્નત્રયને નાશ થવાથી કંપાયમાન થઈ, રત્નત્રયના નાશથી પિતાને નાશ અને નરકાદિ કુગતિમાં પતન સાક્ષાત્ માને, અને રત્નત્રયની રક્ષાથી જ સંસારમાંથી ઉદ્ધાર, થવે જાણે. અનંત સુખની પ્રાપ્તિ ઉપદેશ વડે સાક્ષાત દેખાડી દે. એવું ઉપદેશનું બળ જેમાં હોય તે અપાયે પાય વિદેશી નામના ગુણના ધારક આચાર્ય હોય છે. અહીં ઉપદેશ કહી. દેખાડવાથી વિસ્તાર વધી જાય તેથી લખ્યો નથી.
હવે અવડિક નામને છઠ્ઠો ગુણ કહે છે. કોઈ મુનિ રત્નત્રય ધાર્યા છતાં લજજાથી, ભયથી, અભિમાન-ગૌરવ આદિથી પિતાની આલોચના યથાવત્ શુદ્ધ ન કરે તે આચાર્ય તેને સ્નેહભરી, કાનને પ્રિય અને હૃદયમાં પ્રવેશ કરે તેવી શિખામણ દે કે “હે મુનિ ! બહુ દુર્લભ એવા રત્નત્રયના લાભનો માયાચાર વડે નાશ ન કરે, માતા, પિતા જેવા ગુરુની આગળ પિતાને દોષ કહી દેખાડતાં શરમ ના રાખે. વાત્સલ્ય ગુણવાળા ગુરુ પણ પોતાના શિષ્યના દેષ પ્રગટ કરીને શિષ્યને અને ધર્મને અપવાદ ન કરાવે તેથી શલ્ય દૂર કરી આચના કરે. જેવી રીતે રત્નત્રયની શુદ્ધતા અને તપશ્ચરણને નિર્વાહ થશે તે પ્રકારે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને અનુસરીને તમને પ્રાયશ્ચિત્ત અપાશે, તેથી ભય તજી આલેચના નિર્દોષ કરે.” આવાં નેહરૂપ વચને વડે પણ જે માયાશલ્ય ન તજે તે તેજના ધારક આચાર્ય શિષ્યનું શલ્ય બળાત્કારે કાઢે છે. જ્યારે આચાર્ય શિષ્યને પૂછે છે કે હે મુનિ ! આ દોષ આ જ પ્રકારે છે? સાચું કહે. ત્યારે તેના તેજપના પ્રભાવથી જેવી રીતે સિંહને દેખતાં જ શિયાળ ખાધેલા માંસને તત્કાળ બહાર
Page #243
--------------------------------------------------------------------------
________________
સમાધિ-સાપાન
૨૨
આકી કાઢે છે, તથા જેવી રીતે મહા પ્રચંડ તેજસ્વી રાજા અપરાધીને પૂછે ત્યારે તત્કાળ સત્ય કહી દે છે, તેવી રીતે શિષ્ય પણ માયાશલ્ય છેડી દે છે. તેમ છતાં જો શિષ્ય માયાચાર ન છેડે તે ગુરુ તિરસ્કારનાં વચન પણ કહે કે હે મુનિ ! અમારા સંઘમાંથી નીકળી જાઓ. અમારું તમારે શું પ્રયેાજન છે? જેને પાતાના શરીર આદિના મેલ ધાવા હશે તે નિર્મળ જળથી ભરેલા સરાવર પાસે જશે; જેને પાતાના મહા રોગ મટાડવા હશે તે પ્રવીણ વૈદ્યની પાસે જશે; તેવી રીતે જેને રત્નત્રય પરમ ધર્મના અતિચાર દૂર કરી ઉજ્વળતા કરવી હશે તે ગુરુના આશ્રય કરશે. તમારે રત્નત્રયની શુદ્ધિ કરવાની ગરજ નથી તે આ સુનિપણું, વ્રત ધારવાં, નગ્ન રહેવું, ભૂખ આદિ પરિષદ્ધ સહન કરવા એ બધી વિટંબણા વડે શું સાધવું છે? સંવર નિર્જરા તે કષાયને જીતવાથી થાય છે. માયાકષાયના જ ત્યાગ ન કર્યાં તે વ્રત, સંયમ, મૌનધારણ સર્વ વૃથા છે. માયાચારીનું નગ્નપણું પણ વૃથા છે. પિરષહુ સહન કરવાપણું પણ વૃથા છે. તિર્યંચ પણ પરિગ્રહ રહિત અને નગ્ન રહે છે. તેથી તમે દુર્જન્ય છે. અમારા વંદન યેાગ્ય નથી. તમારાં પરિણામ એવાં છે કે અમારા દોષ પ્રગટ થાય તે અમે નિંદાને પાત્ર થઈ જઈએ, અમારી મોટાઈ ઘટી જાય; એવું માનવું એ તે બંધનું કારણ છે. સાધુ તા સ્તુતિ કે નિંદામાં સમાન પરિણામી હોય છે.” આવાં કઠોર વચન કહીને પણ માયાચાર આદિનો અભાવ કરાવે એવા આચાર્ય હાય છે.
અવપીડક આચાર્ય ઉપસર્ગ–પરિષદ્ધ આવ્યે કાયર થઈ જાય નહીં એવા બળવાન હોય, પ્રતાપવાન હોય. જેનું વચન
Page #244
--------------------------------------------------------------------------
________________
આચાર્યભક્તિ ભાવના
રર૩ કેઈ ઉલ્લંઘન કરી શકે નહીં એવા પ્રભાવવાળા હોય. જેને દેખતાં જ દોષવાળા સાધુ કંપવા લાગે, જેને મેટા મોટા વિદ્યા ધારણ કરનારા નમ્રભાવે નમસ્કાર કરે એવા તેજસ્વી હોય. જેમની ઉજજવળ કીર્તિ પ્રખ્યાત હોય, જેમની કીર્તિ સાંભળતાં જ જેમને ગુણેમાં દ્રઢ શ્રદ્ધા થઈ જાય, વગર દેખે જેનાં વચન જગતમાં દૂર દેશમાં પણ લોકો પ્રમાણ કરે એવા હોય. સિંહના જેવા નિર્ભય હોય. શિષ્યનું હિત થાય તેમ માતાની પેઠે ઉપકાર કરે છે. બાળકનું હિત ચિંતવતી માતા રડતા બાળકને પણ દાબીને મેટું ફાડીને બળાત્કારે ઘી, દૂધ, દવા આદિ પાય છે તેમ શિષ્યનું હિત ચિંતવતા આચાર્ય પણ માયાશલ્ય સહિત ક્ષપક(સમાધિમરણના ઈચ્છક)ના બળાત્કારે દોષ દૂર કરે છે. અને કડવી દવાની પેઠે પરિણામ હિતકારી આવે છે. જે મેઢે મીઠું બેલે અને શિષ્યના દોષે છેડાવે નહીં તે હિતકારી સારા ગુરુ નથી. જે પોતાના આચરણથી સારે માર્ગ બતાવીને તેમજ શિક્ષા કરીને પણ દોષ મુકાવે તે ગુરૂ પૂજવા ગ્ય છે. તેથી અવપીડક ગુણના ધારક જ આચાર્ય હોય છે.
અપરિશ્રાવી ગુણ વિષે કહે છે. શિષ્ય ગુરૂને જે દોષ આલોચનામાં કહે છે, તે દેષ ગુરુ બીજા કેઈની આગળ પ્રગટ કરે નહીં. જેવી રીતે લેટું તપાવી તેને પાણી પાયું તે પાણું બહાર પ્રગટ થતું નથી, તેવી રીતે શિષ્ય કહેલે દોષ આચાર્ય પણ કોઈને જણાવતા નથી. શિષ્ય તે ગુરુ ઉપર વિશ્વાસ અને કહે અને જે ગુરુ શિષ્યના દોષ પ્રગટ કરે, અન્યને જણાવે છે એ ગુરુ નથી પણ અધમ
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૨૪
સમાધિ-સંપાન છે, વિશ્વાસઘાતી છે. કેઈ શિષ્ય પિતાના દોષની પ્રગટતા જાણે દુઃખી થઈને આપઘાત કરે છે. ક્રોધમાં આવી જઈ રત્નત્રયને ત્યાગ કરે છે. ગુરુની દુષ્ટતા જાણે બીજા સંઘમાં જાય. જેવી રીતે મારી અવજ્ઞા (અપમાન) કરી તેવી રીતે તમારી પણ અવજ્ઞા કરશે એમ બધા સંઘમાં જાહેર કરે છે. એટલે સમસ્ત સંઘ આચાર્યની પ્રતીતિ રહિત થઈ જાય, આચાર્ય સર્વને તજવા લાયક લાગે, ઇત્યાદિ બહુ દોષો લાગે છે. તેથી અપરિશ્રાવી ગુણધારક આચાર્યપદ યેગ્ય છે.
' જેવી રીતે નાવિક (ખારવા) નાવને સર્વ ઉપદ્રને ટાળી પાર ઉતારીને લઈ જાય છે તેવી રીતે જે આચાર્ય પણ શિષ્યને અનેક વિધ્રોમાંથી બચાવીને સંસારસમુદ્રમાંથી પેલે પાર લઈ જાય તે નિર્યાપક છે.
આ રીતે ૧. આચારવાન, ૨. આધારવાન, ૩. વ્યવહારવાન, ૪. પ્રકર્તા, ૫. અપાયોપાય વિદશ, ૬. અવપીડક, ૭. અપરિશ્રાવી, ૮. નિયોપક. આ આચાર્યના આઠ ગુણો ધારણ કરનારાના ગુણમાં અનુરાગ તે આચાર્યભક્તિ છે. આવા આચાર્યના ગુણનું સ્મરણ કરીને આચાર્યનું સ્તવન, વંદન કરતે જે પુરુષ અર્ધ ઉતારે છે તે પાપરૂપ સંસારપ્રવાહને નાશ કરી અક્ષય સુખ પામે છે. એમ વીતરાગ ગુરુ કહે છે. ૧૨. બહુશ્રુતભક્તિ ભાવના :
અંગ, પૂર્વ આદિના જ્ઞાતા, ચાર અનુયેગન પારગામી, પિતે નિરંતર પરમાગમને ભણે, અને અન્ય શિષ્યોને ભણાવે તે બહુશ્રુતી છે. જેમને શ્રુતજ્ઞાનરૂપ દિવ્ય નેત્ર છે, પિતાનું
Page #246
--------------------------------------------------------------------------
________________
બહુશ્રુતભકિત ભાવના
૨૨૫ અને પરનું હિત કરવામાં પ્રવર્તે છે, જિન સિદ્ધાંત અને અન્ય એકાંત મતવાળાનાં સિદ્ધાંતને વિસ્તારથી જાણનારા તથા સ્યાદ્વાદરૂપ પરમ વિદ્યાના ધારક છે તેની જે ભક્તિ તે બહુશ્રુત ભક્તિ છે. બહુશ્રુતજ્ઞાનીને મહિમા કહેવાને કોણ સમર્થ છે? જે નિરંતર શ્રુતજ્ઞાનનું દાન કરે છે એવા ઉપાધ્યાય ભગવંતની ભક્તિ વિનય સહિત કરે છે તે શાસ્ત્રરૂપ સમુદ્રના પારગામી થાય છે. જે જિનેંદ્ર ભગવાને પ્રરૂપેલાં અંગ, પૂર્વ, પ્રકીર્ણક આદિ સમસ્ત જિનાગમન નિરંતર અભ્યાસ કરે છે, કરાવે છે તે બહુશ્રુતજ્ઞાની છે.
૧. પ્રથમ આચારાંગના અઢાર હજાર પદો વિષે મુનિધર્મનું વર્ણન છે. ૨. સૂત્રકૃતાંગનાં છત્રીસ હજાર પદોમાં જિનેન્દ્રના કહેલા શ્રુતનું આરાધન કરવાના વિનયની ક્રિયાએનું વર્ણન છે. ૩. સ્થાનાંગનાં બેંતાળીસ હજાર પદોમાં છ દ્રવ્યોનાં એક આદિ અનેક સ્થાનેનું વર્ણન છે. ૪. સમવાયાંગનાં એક લાખ ચોસઠ હજાર પદેમાં જીવાદિ પદાર્થોનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવને આશ્રયે સમાનતાનું વર્ણન છે. ૫. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્ર) અંગનાં બે લાખ અઠ્ઠાવીસ હજાર પદોમાં જીવના અસ્તિત્વ નાસ્તિત્વ આદિ વિષે ગણધરેએ કરેલા સાઠ હજાર પ્રશ્નોનું વર્ણન છે. ૬. જ્ઞાતૃધર્મકથાગનાં પાંચ લાખ છપ્પન હજાર પદોમાં ગણધરેએ પૂછેલા પ્રશ્નોને અનુસરીને જીવાદિકના સ્વભાવનું (કથાઓ દ્વારા) વર્ણન છે. ૭. ઉપાસકાધ્યયન અંગનાં અગિયાર લાખ સિત્તેર હજાર પદોમાં શ્રાવકનાં વ્રત, શીલ, આચાર, ક્રિયાનું તથા તેના મિત્રનું વર્ણન છે. ૮. અંતકૃતદશાંગનાં તેવીસ લાખ અઠ્ઠાવીસ હજાર પદોમાં એક એક ૧૫
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૨૬
સમાધિ પાન તીર્થંકરના તીર્થમાં દશ દશ મુનીશ્વર ઉપસર્ગ સહિત નિર્વાણ પામ્યા છે તેમનું કથન છે. ૯. અનુત્તરપપાદક—દશાંગના બાણું લાખ ચુંવાળીસ હજાર પદોમાં એક એક તીર્થંકરના તીર્થમાં દશ દશ મુનીશ્વર મહા ભયંકર ઘેર ઉપસર્ગ સહિત દેવની પૂજા પામીને વિજયાદિ અનુત્તર વિમાનમાં ઊપજે છે તેમનું વર્ણન કર્યું છે. ૧૦. પ્રશ્ન-વ્યાકરણ અંગના તાણું લાખ સેળ હજાર પદોમાં નષ્ટ, મુષ્ટિ, લાભ, અલાભ, સુખ, દુઃખ, જીવન, મરણ આદિ પ્રશ્નોનું વર્ણન છે. ૧૧. વિપાકસૂત્રાંગનાં એક કરોડ ચોરાસી લાખ પદોમાં કર્મોને ઉદય, ઉદીરણ, સત્તાનું વર્ણન છે અને ૧૨. દૃષ્ટિવાદ નામના બારમા અંગના પાંચ ભેદ છે. પરિકર્મ, સૂત્ર, પ્રથમાનુયોગ, પૂર્વ અને ચૂલિકા. - (૧) પરિકર્મને પણ પાંચ ભેદ છે. ૧. ચંદ્રપ્રજ્ઞપ્તિનાં છ લાખ, પાંચ હજાર પદોમાં ચંદ્રમાનું આયુષ્ય, ગતિ અને કલાની હાનિવૃદ્ધિ અને દેવીને વૈભવ, પરિવાર આદિનું વર્ણન છે. ૨. સૂર્યપ્રકૃતિનાં પાંચ લાખ ત્રણ હજાર પદોમાં સૂર્યનું આયુષ્ય, ગતિ, વૈભવ વગેરેનું વર્ણન છે. ૩. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિનાં ત્રણ લાખ પચીસ હજાર પદોમાં જેબુદ્વીપ સંબંધી ક્ષેત્ર, કુલાચલ, દ્રહ, નદી ઇત્યાદિનું નિરૂપણ છે. ૪. દ્વિીપસાગર પ્રજ્ઞપ્તિનાં બાવન લાખ છત્રીસ હજાર પદોમાં અસંખ્યાત દ્વિીપ–સમુદ્રોનું, મધ્યલેકનાં જિનભવનનું અને ભવનવાસી,
વ્યંતર, તિષ્ક દેના નિવાસોનું વર્ણન છે. ૫. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિનાં ચેરાસી લાખ છપન હજાર પદોમાં જીવ પુદ્ગલ આદિ દ્રવ્યોનું નિરૂપણ છે. આ પ્રકારે પાંચ ભેદે પરિકર્મ નામે બારમા અંગને પ્રથમ ભેદ છે.
Page #248
--------------------------------------------------------------------------
________________
બહુશ્રુતભકિત ભાવના
૨૨૭ (૨) દૃષ્ટિવાદ અંગને બીજે ભેદ સૂત્ર છે, તેને અઠ્ઠયાસી લાખ પદોમાં જીવ અસ્તિરૂપ જ છે, નાતિરૂપ જ છે, કર્તા જ છે, ભક્તા જ છે ઇત્યાદિ એકાંતવાદીઓએ ક૯પેલા જીવના સ્વરૂપનું વર્ણન છે.
(૩) પ્રથમાનુગનાં પાંચ હજાર પદોમાં ત્રેસઠ મહા પુરુષનાં ચરિત્રોનું વર્ણન છે.
(૪) દૃષ્ટિવાદ અંગના ચેથા ભેદમાં ચૌદ પૂર્વ છે.
૧. ઉત્પાદ પૂર્વનાં એક કરોડ પદોમાં જીવાદિ દ્રવ્યોના ઉત્પાદ આદિ સ્વભાવનું નિરૂપણ છે. ૨. અગ્રાયણી પૂર્વનાં છનું લાખ પદોમાં દ્વાદશાંગના સારભૂત સાત તવ, નવ પદાર્થ, છ દ્રવ્યો, સાત સે સુનય-દુર્નયાદિનું સ્વરૂ૫ વર્ણવ્યું છે. ૩. વીર્યાનુવાદનાં સિત્તર લાખ પદોમાં આત્મવીર્ય, પરવીર્ય, કામવીર્ય, કાલવીર્ય, ભાવવીર્ય, તપોવીર્ય આદિ સમસ્ત દ્રવ્ય ગુણ પર્યાના વીર્યનું નિરૂપણ કર્યું છે. ૪. અસ્તિ-નાસ્તિપ્રવાદ પૂર્વનાં સાઠ લાખ પદેમાં જીવાદિ દ્રવ્યોનું સ્વદ્રવ્યાદિ ચતુષ્ટયની અપેક્ષાએ અસ્તિત્વ અને પરદ્રવ્યાદિ ચતુષ્ટયની અપેક્ષાએ નાસ્તિત્વ ઈત્યાદિ સહભંગ આદિ તથા નિત્યઅનિત્ય, એક-અનેક આદિનું વિરોધ રહિત વર્ણન છે. પ. જ્ઞાનપ્રવાદ પૂર્વનાં નવાણું લાખ નવાણું હજાર નવ સે નવાણું પદોમાં મતિ, શ્રત, અવધિ, મન:પર્યય અને કેવળ એ પાંચ જ્ઞાન અને કુમતિ, કુશ્રુત અને વિભંગ એ ત્રણ અજ્ઞાન એ આઠેનું સ્વરૂપ, સંખ્યા, વિષય, ફલને આશ્રયે પ્રમાણપણ, અપ્રમાણપણનું વર્ણન છે. ૬. સત્યપ્રવાદ પૂર્વનાં એક કરોડ અને છ પદમાં વચન ગુપ્તિ, વચનના સંસ્કારનાં કારણ,
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૨૮
સમાધિ-સે પાન બાર ભાષા, વક્તાઓના ભેદ, અનેક પ્રકારે અસત્ય તથા દશ પ્રકારે સત્યનું વર્ણન છે. ૭. આત્મપ્રવાદ પૂર્વના છવ્વીસ કરેડ પદોમાં આત્મા જીવ છે, કર્તા છે, ભોક્તા છે, પ્રાણું છે, વક્તા છે, પુદ્ગલ છે, વેદ છે, વિષ્ણુ છે, સ્વયંભૂ છે, શરીર છે, માનવ છે, સક્ત છે, જંતુ છે, માની છે, માયી છે, ગી છે, સંકુટ છે, અસંકુટ છે અને ક્ષેત્રજ્ઞ છે ઇત્યાદિ સ્વરૂપનું વર્ણન છે. ૮. કર્મપ્રવાદ પૂર્વનાં એક કરોડ અને એંશી લાખ પદમાં કર્મોને બંધ, ઉદય, ઉદીરણું, સત્ત્વ, ઉત્કર્ષણ, ઉપશમન, સંક્રમણની વિધિ, નિકાચિત આદિ અવસ્થા અને ઈર્યાપથ, તપસ્યા, અધઃકર્મ આદિનું વર્ણન છે. ૯. પ્રત્યા
ખ્યાન પૂર્વનાં ચેરાશી લાખ પદોમાં નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવેને આશ્રયે પુરુષનું સંવનન અને બળ આદિને અનુસરીને પ્રામાણિક (અમુક મુદતને) કાળ કે અપ્રામાણિક (મુદત રહિત) કાળ માટેને ત્યાગ અને પાપ સહિત વસ્તુથી ભિન્ન થવું, ઉપવાસની વિધિ, ઉપવાસની ભાવના અને પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિનું વર્ણન છે. ૧૦. વિદ્યાનુવાદ પૂર્વનાં એક કરેડ દશ લાખ પદોમાં અંગુષ્ટ પ્રસેનાદિ સાત સો અ૫ વિદ્યાઓ અને રોહિણી આદિ પાંચ સે મહા વિદ્યાઓનાં સ્વરૂપનું, સામર્થ્યનું, તેનાં સાધન, મંત્ર, તંત્ર અને પૂજા વિધાન, સિદ્ધ થયે થતા ફળનું અને અંતરિક્ષ, ભૌમ, અંગ, સ્વર, સ્વમ, લક્ષણ, વ્યંજન, અને છિન્ન એ આઠ પ્રકારના નિમિત્તજ્ઞાનનું વર્ણન છે. ૧૧. કલ્યાણનુવાદ પૂર્વનાં છવ્વીસ કરેડ પદોમાં તીર્થંકર, ચકવર્તી, બલદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવના ગર્ભકલ્યાણ આદિ મહા ઉત્સવનું તથા તે પદવીઓનું કારણ સોળ કારણ ભાવના
Page #250
--------------------------------------------------------------------------
________________
અશ્રુતભકિત ભાવના
૨૨૯
અથવા તવિશેષ આચરણુ આદિનું તેમજ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્રાની ગતિ તથા ગ્રહણ, શુકન આદિના ફળનું વર્ણન છે. ૧૨. પ્રાણવાદ પૂર્વનાં તેર કરોડ પદોમાં શરીરની ચિકિત્સા (દાક્તરી તપાસ), અષ્ટાંગ આયુર્વેદ એટલે કે વૈદ્યવિદ્યા, ભૂત આદિ વ્યાધિ દૂર કરનારા મંત્રાદિ કે વિષ દૂર કરનાર જાંગૂલિ વિદ્યાનું, ઇંડા, પિંગલા આદિ શ્વાસેાશ્વાસનું, ગતિને અનુસાર દશ પ્રાણા અને ઉપકારક કે અનુપકારક દ્રવ્યોનું વર્ણન છે. ૧૩. ક્રિયાવિશાલ પૂર્વનાં નવ કરોડ પદોમાં સંગીત શાસ્ત્ર, છંદ, અલંકાર, ખાતેર કળા, સ્ત્રીના ચાસઠ ગુણા, શિલ્પ વિજ્ઞાન, ચેારાથી ગર્ભાધાન આદિ ક્રિયા, એક સે। આઠ સમ્યક્દર્શન આદિ ક્રિયાઓ અને પચ્ચીસ દેવવંદન આદિ નિત્ય નૈમિત્તિક ક્રિયાઓનું વર્ણન છે. ૧૪. તૈલેાકય બિંદુસાર પૂર્વનાં સાડાબાર કરોડ પદોમાં ત્રૈલાકથનું સ્વરૂપ, છવ્વીસ પરિકર્મ, આઠે વ્યવહાર, ચાર ખીજ ઇત્યાદ્રિ ગણિત, માક્ષનું સ્વરૂપ, મોક્ષગતિના કારણરૂપ ક્રિયા અને મોક્ષસુખનું વર્ણન છે. આ પ્રમાણે પંચાણું કરોડ પચાસ લાખ અને પાંચ પદોમાં ચૌદ પૂર્વનું વર્ણન કરેલું છે.
(૫) દૃષ્ટિવાદ અંગના પાંચમા ભેદ ચૂલિકા, તેના પાંચ પ્રકાર છે. એકેક ચૂલિકાનાં બે કરોડ નવ લાખ નેવાશી હજાર અસા પદ્મ છે. ૧. જલગત ચૂલિકામાં જલ સ્તંભન, જલ ઉપર ચાલવું, અગ્નિનું સ્તંભન-ભક્ષણ, અગ્નિ ઉપર બેસવું, અગ્નિમાં પ્રવેશ કરવા આદિ માટે મંત્ર, તંત્ર, તપશ્ચરણનું વર્ણન છે. ૨. સ્થલગત ચૂલિકામાં મેરુ, કુલાચલ આદિમાં, ભૂમિમાં પ્રવેશ કરવા માટે અને શીઘ્ર ગમનના કારણરૂપ
Page #251
--------------------------------------------------------------------------
________________
ર૩૦
સમાધિ-પાન
મંત્ર, તંત્ર, તપશ્ચરણનું વર્ણન છે. ૩. માયાગત ચૂલિકામાં માયારૂપ ઇદ્રજાલ આદિ વિકિયાના મંત્ર, તંત્ર, તપશ્ચરણ આદિનું વર્ણન છે. ૪. આકાશગચૂલિકામાં આકાશમાં ચાલવા માટેના મંત્ર, તંત્ર, તપશ્ચરણ આદિનું વર્ણન છે. ૫. રૂપગત ચૂલિકામાં સિંહ, હાથી, ઘેડ, મનુષ્ય, વૃક્ષ, હરણ, સસલાં, બળદ, વાઘ આદિનાં રૂપ ધારણ કરવા માટે મંત્ર, તંત્ર, તપશ્ચરણનું વર્ણન છે; ચિતરામણ, માટી, પથ્થર, લાકડા વગેરેના ઘાટ કરવા, કેતર કામ, તથા ધાતુવાદ, રસવાદ, ખાન્યવાદ આદિની રચના માટે વર્ણન છે. પાંચ ચૂલિકાનાં દશ કરેડ ઓગણપચાસ લાખ છેતાળીસ હજાર પદ છે.
સમસ્ત દ્વાદશાંગમાં એક્કમ એકઠ્ઠી પ્રમાણ અક્ષરે છે. એટલે ૧૮૪૪૬૭૪૪૦૭૩૭૦૯૫૫૧૬૧૫ એટલા અપુનરુક્ત અક્ષરે છે. એટલે વાક્યના અર્થની પ્રતીતિ થવા માટે કહેલા અક્ષરે વારંવાર કહેવાયા તેને ગણતરીમાં ન લેતાં જેટલાં અક્ષરે થાય તે અપુનરુક્ત અક્ષરે કહેવાય છે. તેમાં ચોસઠ સંગે સુધીના અક્ષરો હોય છે. અને આગમમાં કહેલા મધ્યપદનું પ્રમાણ સોળસે ચેત્રીસ કરોડ, ત્યાશી લાખ, સાત હજાર આઠસો અડ્યાસી ૧૬૩૪૮૩૦૭૮૮૮ અપુનરુક્ત અક્ષરે છે, તેના વડે દ્વાદશાંગીના અક્ષરે ઉપર જણાવ્યા તેને ભાગતાં એકસો વાર કરોડ, ત્યાશી લાખ, અઠ્ઠાવન હજાર, પાંચ પદો આવે; તેટલામાં સમસ્ત દ્વાદશાંગ આવી જાય છે. બાકી શેષરૂપે વધેલા આઠ કરેડ, એક લાખ, આઠ હજાર એકસે પોતેર ૮૦૧૦૮૧૭૫ અક્ષરનું પૂર્ણ પદ થાય નહીં તેથી તેને અંગબાહ્ય શ્રુતજ્ઞાન કહ્યું છે. તે
Page #252
--------------------------------------------------------------------------
________________
બહુશ્રુતભકિત તાવના
૨૩ અક્ષરેનાં સામાયિક આદિ ચૌદ પ્રકીર્ણક સૂત્ર છે.
૧. સામાયિક નામના પ્રકીર્ણકમાં મિથ્યાત્વ, કષાય આદિ ક્લેશના અભાવરૂપ નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવના ભેદથી છ પ્રકારે સામાયિકનું વર્ણન છે. ૨. ચેત્રીસ અતિશય, આઠ પ્રાતિહાર્ય, પરમ ઔદારિક દિવ્ય દેહ, સમવસરણ સભા, ધર્મોપદેશ આદિ તીર્થંકરનું માહામ્ય પ્રગટ કરે તેવી સ્તુતિ તે સ્તવન નામનું પ્રકીર્ણક છે. ૩. એક તીર્થંકરના આલંબન ચૈત્યાલય કે પ્રતિમાના સ્તવનરૂપ વંદના પ્રકીર્ણક છે. ૪. પૂર્વે પ્રમાદથી થયેલા દોષ દૂર કરવા માટે દેવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક સાંવત્સરિક, ઐયપથિક અને ઉત્તમાર્થ એવાં સાત પ્રકારનાં પ્રતિક્રમણનું જેમાં વર્ણન કરેલું છે તે પ્રતિક્રમણ પ્રકીર્ણક છે. ૫. સમ્યફદર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને ઉપચારસ્વરૂપ પાંચ પ્રકારના વિનયના વર્ણનવાળું વિનય પ્રકીર્ણક છે. ૬. અરિ હંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ આદિ નવ (પદરૂ૫) દેવતાઓની વંદના માટે ત્રણ પ્રદક્ષિણા, ચાર શિરેનતિ, ત્રણ શુદ્ધતા, બાર આવર્ત ઈત્યાદિ નિત્ય નૈમિત્તિક ક્રિયાનું જેમાં વર્ણન છે એવું કૃતિકર્મ પ્રકીર્ણક છે. ૭. જેમાં સાધુના આચાર, આહારની શુદ્ધતા વગેરેનું વર્ણન છે તે દશ વૈકાલિક પ્રકીર્ણક છે. ૮. ચાર પ્રકારના ઉપસર્ગ તથા બાવીશ પરિષહે સહન કરવાની વિધિ અને તેના ફળના વર્ણનરૂપ ઉત્તરાધ્યયન પ્રકીર્ણક છે. ૯. સાધુના યેાગ્ય આચરણની વિધિ, અગ્ય આચરણ સેવાયાં હોય તેને પ્રાયશ્ચિત્તના વર્ણનરૂપ કલ્પવ્યવહાર પ્રકીર્ણક છે. ૧૦. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને આશ્રયે આ સાધુને એગ્ય છે, આ અગ્ય છે એવા
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૩૨
સમાધિ-સાપાન
વિભાગના વર્ણનરૂપ કલ્પાકલ્પ નામનું પ્રકીર્ણક છે. ૧૧. ઉત્કૃષ્ટ સંહનન આદિ સહિત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના પ્રભાવે ઉત્કૃષ્ટ ચર્ચાથી વર્તતા એવા જિનકલ્પી સાધુઓને ચેાગ્ય ત્રિકાળ યુગ આદિ આચરણનું અને સ્થવિરકલ્પીએના દીક્ષા, શિક્ષા, ગણપાષણ, આત્મસંસ્કાર, સલ્લેખના અને ઉત્કૃષ્ટ સ્થાનગત ઉત્કૃષ્ટ આરાધનાના વર્ણનરૂપ મહાકલ્પ નામનું પ્રકીર્ણક છે. ૧૨. જેમાં ભવન, વ્યંતર, જ્યાતિષ્ઠ તથા કલ્પવાસી દેવતાઓનાં વિમાનામાં ઉત્પન્ન થવાનાં કારણરૂપ દાન, પૂજા, તપશ્ચરણ, અકામ નિર્જરા, સમ્યક્ત્વ, સંયમ આદ્ધિની વિધિ, ત્યાં ઊપજવાનાં સ્થાન અને વૈભવના વર્ણનરૂપ પુંડરીક નામે પ્રકીર્ણક છે. ૧૩. મહદ્ધિક દેવામાં ઇન્દ્ર, પ્રતીંદ્ર આદિની ઉત્પત્તિનાં કારણ તપવિશેષ આફ્રિ આચરણનું વર્ણન કરનાર મહાપુંડરીક પ્રકીર્ણક છે. ૧૪. જેમાં પ્રમાદથી થયેલા દોષાના ત્યાગરૂપ નિષિદ્ધિકા નામનું પ્રાયશ્ચિત્તશાસ્ત્ર પ્રકીર્ણક છે.
દ્વાદશાંગરૂપ સુત્રજ્ઞાન તપના પ્રભાવથી ઊપજે છે, તે પાતે ભણે છે અને અન્ય શિષ્યાને તેમની બુદ્ધિ પ્રમાણે ભણાવે છે તે બહુશ્રુતની ભક્તિ છે. ગુણામાં અનુરાગ કરવા તે ભક્તિ કહેવાય છે. જે શાસ્ત્રો ઉપર અનુરાગ રાખી ભણે, શાસ્ત્રના અર્થ અન્યને કહે, જે ધન ખચીને શાસ્ત્રો લખાવે, પેાતાના હાથે શાસ્ત્ર લખે, વધારે ઓછા અક્ષર। કાના માત્રા આદિ દોષો હોય તે સુધારે, સંશોધન કરે, ભણનારાઓને શાસ્ર લખાવી આપે, વ્યાખ્યાન કરે, શીખવનાર, વંચાવનારની આજીવિકાની વ્યવસ્થા કરી શાસ્ત્રોના જ્ઞાન–અભ્યાસનું પ્રવર્તન કરાવે, સ્વાધ્યાય કરવા માટે નિરાકુળ સ્થાન
Page #254
--------------------------------------------------------------------------
________________
બહુશ્રુતભક્તિ ભાવના
૨૩૩ આપે તે બધી જ્ઞાનાવરણ કર્મને નાશ કરનારી બહુશ્રુત ભક્તિ છે. કીમતી વસ્ત્રોનાં પૂઠાં ચઢાવી બંધન અને દોરીવડે શાસ્ત્રોને બાંધે જેથી જેનારનું, સાંભળનારનું અને ભણનારનું મન પ્રસન્ન થાય એ બધી બહુશ્રુત ભક્તિ છે. સેનાના બનાવેલાં, પંચ પ્રકાર રત્નથી જડેલાં સંકડે પુરપ વડે શાસ્ત્રની ઉત્તમ પૂજા કરે તે મૃતભક્તિ સંશય આદિ રહિત સમ્યકજ્ઞાન પ્રગટાવી અનુક્રમે કેવળજ્ઞાન ઉપજાવે છે. જે પુરુષ પિતાના મનને ઇદ્રિના વિષયમાંથી વાળી વારંવાર મૃતદેવતાના ગુણનું સ્મરણ કરીને સારી વિધિથી બનાવેલા પવિત્ર અર્ધ વડે મૃતદેવતાને પૂજે છે, તે સમસ્ત શ્રતના પારગામી થઈને કેવલજ્ઞાન ઉપજાવી મેક્ષ પામે છે.
૧૩. પ્રવચનભક્તિ ભાવના :- પ્રવચન એટલે જિનેન્દ્ર સર્વજ્ઞ વીતરાગે પ્રરૂપેલાં આગમ છે. તેમાં છ દ્રવ્યોનું, પંચાસ્તિકાયનું, સાત તનું અને નવ પદાર્થોનું વર્ણન છે; કર્મની પ્રકૃતિને નાશ કરવાનું વર્ણન છે. જેમાં બહુ પ્રદેશ હોય તેનું નામ અસ્તિકાય કહેવાય છે. જેમાં ગુણપર્યાય નિરંતર હેય તેનું નામ દ્રવ્ય છે. વસ્તુપણે જેને નિશ્ચય થાય છે તેનું નામ પદાર્થ છે. સ્વભાવરૂપે હોવાથી તત્ત્વ એવું નામ પડ્યું છે.
જેવી રીતે અંધકારવાળા મહેલમાં હાથમાં દીવ લઈને બધા પદાર્થો આપણે જોઈએ છીએ તેવી રીતે ત્રિભુવનરૂપ મંદિરમાં પ્રવચનરૂપી દીવાવડે સૂક્ષ્મ, સ્થૂલ, મૂતિક, અમૂર્તિક પદાર્થો દેખીએ છીએ. પ્રવચનરૂપી નેત્ર વડે મુનીશ્વર ચેતન આદિ ગુણોવાળાં સર્વ દ્રવ્યોનું અવલોકન કરે છે.
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૩૪
સમાધિ-સે પાન જિનેન્દ્રનાં પરમ આગમને યેગ્ય કાળે બહુ વિનયથી. ભણવાં તે પ્રવચનભક્તિ છે. છ દ્રવ્યો, સાત ત, નવ પદાર્થોના ભેદ, સર્વ ગુણ–પર્યાનું પ્રવચનમાં વર્ણન છે; ભૂતકાળ અનંત વહી ગયે, ભવિષ્યકાળ અનંતે આવશે અને ચાલુ વર્તમાનકાળ તે સર્વનું સ્વરૂપ તેમાં વર્ણવેલું છે. તેમાં અલેકની સાત પૃથ્વીએ, નારકીઓને વસવાનાં, ઊપજવાનાં સ્થાનકે, તેમનાં આયુષ્ય, કાયા, વેદના, ગતિ આદિનું વર્ણન છે; ભવનવાસી દેનાં સાત કરોડ બેતેર લાખ ભવનનું તથા તેમનાં આયુષ્ય, કાયા, વૈભવ, વિકિયા, ભેગ આદિ અધલક સંબંધી વર્ણન કરેલું છે. તેમાં મધ્ય. લેક સંબંધી અસંખ્યાત દ્વીપ અને સમુદ્રોનું, તેમાં આવેલા મેરુ, કુલાચલ, નદી, દૂહ આદિનું, કર્મભૂમિનાં વિદેહ આદિ. ક્ષેત્રોનું, ભેગભૂમિનું, અંતરદ્વીપ સંબંધીનાં મનુષ્યનું, કર્મભૂમિનાં તથા ભેગભૂમિનાં મનુષ્યનાં કર્તવ્ય, આયુષ્ય, કાયા, સુખ, દુખ આદિનું, તિર્યંચનું અને વ્યંતરેના નિવાસ, વૈભવ, પરિવાર, આયુષ્ય, કાયા, સામર્થ્ય અને વિક્રિયાનું વર્ણન છે. મધ્ય લેકમાં તિષ્ક દે છે તેમનાં વિમાન, વૈભવ, પરિવાર, આયુષ્ય, કાયા આદિનું અને સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્રોને માર્ગ, ગતિ, સંયેગ આદિનું વર્ણન છે. ઊર્ધ્વલકનાં ત્રેસઠ પટેલે સહિત સ્વર્ગનું, અનિંદ્રના પટલનું, ઈંદ્રાદિ, દેના વૈભવ, પરિવાર, આયુષ્ય, કાયા, શક્તિ, ગતિ, સુખ આદિનું તેમાં વર્ણન છે. આ પ્રકારે સર્વ પ્રત્યક્ષ દેખેલા. ત્રણે લેકના સમસ્ત દ્રવ્યોના ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યનું વર્ણન. પ્રવચનમાં કરેલું છે. કર્મોની પ્રકૃતિઓના બંધ, ઉદય, સત્તા, સંક્રમણ આદિનું સર્વ વર્ણન આગમમાં છે.
Page #256
--------------------------------------------------------------------------
________________
પ્રવચનભક્તિ ભાવના
૨૩૫ સંસારમાંથી ઉદ્ધાર કરનાર, રત્નત્રયનું સ્વરૂપ પ્રાપ્ત થવાને ઉપાય પરમાગમમાં છે. ગૃહસ્થ ધર્મની જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ચર્યાનું, શ્રાવકની વ્રત–સંયમાદિ વ્યવહાર–પરમાર્થરૂપ પ્રવૃત્તિનું, ગૃહત્યાગી મુનિઓના મહાવ્રત આદિ અઠ્ઠાવીશ મૂળ ગુણે અને ચેરાશી લાખ ઉત્તર ગુણે, સ્વાધ્યાય, ધ્યાન, આહાર, વિહાર, સામાયિક આદિ ચારિત્ર ચર્યાનું, ધર્મ ધ્યાન, શુલ ધ્યાન આદિનું, સલ્લેખના મરણનું, સર્વ આચારનું, ચૌદ ગુણસ્થાનના સ્વરૂપનું, ચૌદ જીવસમાસનું, ચૌદ માર્ગણુઓનું, જીની એક કરેડ સાડી નાણું લાખ કુલ કેડી અને ચેરાસી લાખ જાતિનાં નિસ્થાનનું, ચાર અનુયેગ, ચાર શિક્ષાવ્રત, ત્રણ ગુણવ્રતનું, ચાર ગતિના ભેદનું, સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન, અને સમ્યફચારિત્રનું સ્વરૂપ ભગવાને પ્રરૂપેલાં આગમથી જ જાણીએ છીએ. બાર ભાવનાઓ, બાર તપ, બાર અંગ, ચૌદ પૂર્વ અને ચૌદ પ્રકીર્ણકોનું, ઉત્સર્પિણ, અવસર્પિણ કાળના ફેરફારનું, તેમાં છ છ ભેદરૂપ (છ આરાના) કાળમાં પદાર્થની પરિણતિના ભેદોનું સ્વરૂપ આગમથી જ જાણીએ છીએ. કુલકર, તીર્થંકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ, ઈત્યાદિની ઉત્પત્તિ, પ્રવૃત્તિ, ધર્મતીર્થનું પ્રવર્તન, ચક્રવર્તીનું સામ્રાજ્ય, વાસુદેવ વગેરેના વૈભવ, પરિવાર, ઐશ્વર્ય, જીવાદિ દ્રવ્યોનો પ્રભાવ આગમથી જ જાણીએ છીએ. તેથી આગમના ભક્તિપૂર્વક સેવન વિના મનુષ્ય જન્મ પણ પશુ સમાન છે.
ભગવાન સર્વજ્ઞ વીતરાગે અનંતાનંત ભૂત, ભવિષ્ય. વર્તમાન કાળના પર્યાયે સહિત કમરહિત એકી વખતે એક
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૩૬
સમાધિ-સાપાન
સમયમાં સમસ્ત લેાક–અલાકને હથેળીની રેખાએ પેઠે પ્રત્યક્ષ જાણી દેખીને તેનું સ્વરૂપ પ્રરૂપ્યું છે. તેની દ્વાદશાંગી રૂપે રચના સાત ઋદ્ધિ અને ચાર જ્ઞાનના ધારણ કરનાર ગણધરદેવે પ્રગટ કરી છે.
દેવાધિદેવ, પરમપૂજ્ય, ધર્મતીર્થ પ્રવર્તાવનાર, અનંત જ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય, અનંતસુખરૂપ અંતરંગ લક્ષ્મી અને સમવસરણ આદિ બહિરંગ લક્ષ્મીથી શોભતા, ઇંદ્રાદિ અસંખ્ય દેવાના સમૂહ વડે વંદાતા, ચેાત્રીસ અતિશયા, આઠ પ્રાતિહાર્યાં વગેરે અનુપમ ઋદ્ધિવાળા, ક્ષુધાતૃષાદિ અઢાર દોષ રહિત, સર્વ જીવેાના પરમ ઉપકારી, લોકાલોકના અનંત ગુણ પર્યાયાના ક્રમરહિત યુગપત્ જ્ઞાનના ધારક, અનંત શક્તિના ધારક, સંસારમાં ડૂબતા પ્રાણીઓને હસ્તાવલંબન દેનારા, સર્વ જીવા પ્રત્યે દયાળુ, પરમાત્મા, પરમેશ્વર, પરબ્રહ્મ, પરમેષ્ઠી, સ્વયંભૂ, શિવ, અજર, અમર, અદ્ભુત આદિ નામથી પ્રખ્યાત, અશરણુ પ્રાણીઓના પરમ શરણુ, છેલ્લા પરમ ઔદારિક દેહમાં બિરાજતા, ગણધર આદિ મુનીશ્વરાને વંદનાયેાગ્ય અને કંઠ, તાળવું, હાઠ, જીભ આદિના હલનચલન રહિત, પેાતાની ઇચ્છા વિના અનેક પ્રાણીઓના પુણ્યપ્રભાવથી ઊપજેલી, આર્ય અનાર્ય સર્વ દેશનાં પ્રાણીએ સમજે તેવી, સર્વ પાપના નાશ કરનારી દિવ્ય વાણી વડે ભવ્ય પ્રાણીઓના માહરૂપ અંધકારના નાશ કરતા, ચમર, છત્રત્રય આદિ પ્રાતિહાર્યાં સહિત રત્નસિંહાસન ઉપર ચાર આંગળ અક્રૂર વિરાજમાન ભગવાન, સર્વના પૂજ્ય, પરમ ભટ્ટારક શ્રી વર્ધમાન દેવાધિદેવે મેાક્ષમાર્ગના પ્રકાશ કરવા સમસ્ત પદાર્થોનું સ્વરૂપ અતિશયવાળી દિવ્ય
Page #258
--------------------------------------------------------------------------
________________
પ્રવચનભકિત ભાવના
૨૩૭ ધ્વનિ વડે પ્રગટ કર્યું. તે વખતે પાસે રહેલા નિગ્રંથ મુનિવરેના પૂજ્ય, સપ્ત ઋદ્ધિ-સમૃદ્ધિ અને ચાર જ્ઞાનના ધારક શ્રી ગૌતમ નામના ગણધરદેવને કેણ બુદ્ધિ આદિ અદ્ધિ હોવાથી ભગવાને કહેલા અર્થનું વિસ્મરણ થતું નહીં. તેથી ભગવાને કહેલા અર્થને ધારણ કરીને દ્વાદશાંગરૂપ રચના તેમણે રચી.
જ્યારે ચોથા કાળનાં ત્રણ વર્ષ અને સાડા આઠ માસ બાકી રહ્યા ત્યારે શ્રી વર્ધમાન સ્વામી નિર્વાણ પધાર્યા. ત્યાર પછીનાં બાસઠ વર્ષોમાં ગૌતમસ્વામી, સુધર્માચાર્ય અને જંબુસ્વામી એ ત્રણ કેવલી થયા, અને તેમણે કેવલજ્ઞાન વડે પ્રરૂપણા કરી. તે પછીના એક વર્ષ સુધીના કાળમાં અનુક્રમે વિષ્ણુ, નંદિમિત્ર, અપરાજિત, ગવર્ધન અને ભદ્રબાહ એ પાંચ મુનિ દ્વાદશાંગના ધારક શ્રુતકેવળી થયા. તેમના કાળમાં પણ કેવળી ભગવાનની પેઠે પદાર્થોનું જ્ઞાન અને પ્રરૂપણ રહી. પછીનાં એકસે ત્યાશી વર્ષે પર્યંત અનકમે વિશાખાચાર્ય, પ્રેષ્ઠિલાચાર્ય, ક્ષત્રિય, જયસેન, નાગસેન, સિદ્ધાર્થ, પ્રતિષેણ, વિજય, બુદ્ધિમાન, ગંગદેવ અને ધર્મસેન એ અગિયાર પરમ નિગ્રંથ મુનીશ્વર દશ પૂર્વના ધારક થયા. પછી નક્ષત્ર, જયપાલ, પાંડુનામ, ધ્રુવસેન અને કંસાચાર્ય એ પાંચ મહામુનિ એકાદશાંગ વિદ્યાના પારગામી અનુકેમે બસો વીશ વર્ષોમાં થયા. પછીના એક અઢાર વર્ષોમાં અનુક્રમે સુભદ્ર, યશભદ્ર, મહાશય અને લેહાચાર્ય આદિ પાંચ મહામુનિ પ્રથમ અંગના પારગામી ચૈયા, અને તેમણે યથાર્થ પ્રરૂપણ કરી. આ પ્રમાણે ભગવાન વીર જિનેન્દ્રના નિર્વાણ પછી છસે ત્યાશી વર્ષ
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૩૮
સમાધાપાન પર્યત અંગનું જ્ઞાન રહ્યું. પછી આ કાળના નિમિત્તે બુદ્ધિ, વીર્ય આદિની મંદતા થતાં શ્રી કુન્દકુન્દ, ઉમાસ્વામી આદિ અનેક મુનિ નિગ્રંથ વીતરાગી અંગની વસ્તુઓના જ્ઞાની થતા રહ્યા. આ પ્રકારે પાપથી ભયભીત, જ્ઞાન વિજ્ઞાન સંપન્ન, પરમ સંયમ ગુણથી શુભતા ગુરુઓની પરિપાટીથી શ્રતના અખંડ અર્થના ધારક વીતરાગી પુરુષની પરંપરા ચાલી આવી છે. તેમાં શ્રી કુન્દકુન્દ સ્વામીએ સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય, રયણસાર, અષ્ટપાહુડ આદિ અનેક ગ્રંથ રચ્યા તે અત્યારે પ્રત્યક્ષ વાંચવામાં, ભણવામાં આવે છે. આ ગ્રંથનું વિનયપૂર્વક આરાધન તે પ્રવચનભક્તિ છે.
દશ અધ્યાયરૂપ તત્ત્વાર્થસૂત્ર શ્રી ઉમાસ્વામીએ રચ્યું. તે તત્ત્વાર્થસૂત્ર ઉપર સર્વાર્થસિદ્ધિ નામે ટીકા પૂજ્યપાદ સ્વામીએ રચી છે. તત્વાર્થસૂત્ર ઉપર જ રાજવાતિક નામની ટીકા સોળ હજાર કલેકમાં શ્રી અકલંકદેવે રચી. કલેકવાતિક ટકા વીસ હજાર લેકમાં વિદ્યાનંદિ સ્વામીએ રચી. ગંધહસ્તિ નામે મહાભાષ્યરૂપે રાશી હજાર લેકમાં સમન્તભદ્ર સ્વામીએ મેટી ટિકા રચી. જે હમણાં મળતી જ નથી. પરંતુ તે ગંધહસ્તિ ભાષ્યનું મંગલાચરણ એક પંદર
કેમાં દેવાગમ સ્તોત્રરૂપ કરેલું છે તેના ઉપર આઠસે શ્લેકમાં અકલંક દેવે અદૃશતી નામે ટીકા લખી અને એ દેવાગમ અષ્ટશતી ઉપર આસમીમાંસા નામે અષ્ટસહસ્ત્રી, એટલે આઠ હજાર જેમાં ટીકા વિદ્યાનંદ સ્વામીએ રચી. તે અણુસહસ્ત્રી ઉપર સોળ હજાર ટિપપણ છે. વિદ્યામંદિ સ્વામીત આસપરીક્ષારૂપ ત્રણ હજાર શ્લોકમાં આખપરીક્ષા ગ્રંથ છે. પરીક્ષામુખ ગ્રંથ માણેકનંદિએ રચ્ચે
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૩૯
પ્રવચનભકિત ભાવના અને તેની મોટી ટીકા પ્રભાચંદ્ર આચાર્ય પ્રમેયકમલમાર્તડ નામે બાર હજાર કલેકેમાં રચી અને નાની ટીકા પ્રમેય ચંદ્રિકા નામની અનંતવીર્ય આચાર્યે રચી. અકલંકદેવકૃત લઘુત્રયી ઉપર પ્રભાચંદ્ર આચાર્ય ન્યાયકુમુદચંદ્રોદય સેળ હજાર લેકમાં રચે છે. બીજા ન્યાયના કેટલાય ગ્રંથ પ્રમાણપરીક્ષા, પ્રમાણનિર્ણય, પ્રમાણમીમાંસા તથા બાલાવબોધ ન્યાયદીપિકા ઇત્યાદિ જિન ધર્મના સ્તંભરૂપ છે. તે દ્રવ્યોની પ્રમાણવડે નિર્ણય કરતા, અનેકાંત મત ભરપૂર દ્રવ્યાનુયોગના ગ્રંથે જયવંત વર્તે છે.
કરણનાગના ગામદૃસાર, લબ્ધિસાર, ક્ષપણાસાર, ત્રિલોકસાર આદિ અનેક ગ્રંથ છે. ચરણાનાગના મૂલાચાર, આચારસાર, રતનકરંડ શ્રાવકાચાર, ભગવતી આરાધના, સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા, આત્માનુશાસન, પદ્મનંદિ પચ્ચીસી ઈત્યાદિ અનેક ગ્રંથ છે. જેને વ્યાકરણ અનેકાંતથી ભરપુર છે. પ્રથમાનુગના ગ્રે, જિનસેનાચાર્યકૃત આદિપુરાણ તથા ગુણભદ્રાચાર્યકૃત ઉત્તરપુરાણ, ઇત્યાદિ જિનેન્દ્રના પરમાગમને અનુસાર ઉપદેશ ગ્રંથ તથા પુરાણ, ચરિત્ર, આચારના અનેક ગ્રંથે છે તેનું અત્યંત ભક્તિથી વાંચન, શ્રવણ, વ્યાખ્યાન કરવું, વંદન કરવું, લખવા, લખાવવા, સંશોધન કરાવવા તે સર્વ પ્રવચનભક્તિ છે.
સતશાસ્ત્રના અભ્યાસમાં જે દિવસ જાય તે દિવસ ધન્ય છે, પરમાગમના અભ્યાસ વિના જે કાળ જાય છે તે વ્યર્થ વહ્યો જાય છે. સ્વાધ્યાય વિના શુભ ધ્યાન થતું નથી, સ્વાધ્યાય વિના પાપથી છુટાતું નથી, કષાયની મંદતા થતી
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૪૦
સમાધિ-સે પાન નથી. સલ્ફાસ્ત્રના સેવન વિના સંસાર-દેહભેગો ઉપરથી વૈરાગ્ય ઊપજતું નથી. સર્વ વ્યવહારની ઉજજવળતા, પરમાર્થના વિચાર આગમના સેવનથી જ થાય છે. શ્રતના સેવનથી જગતમાં માન્યતા, ઉચ્ચતા, ઉજજવળ યશ અને આદરસત્કાર પમાય છે.
સમ્યકજ્ઞાન જ પરમ બાંધવ છે, ઉત્કૃષ્ટ ધન છે, પરમ મિત્ર છે. સમ્યકજ્ઞાન જ સ્વાધીન અવિનાશી ધન છે. સ્વદેશમાં, પરદેશમાં, સુખમાં, દુઃખમાં, આપદામાં, સંપત્તિમાં પરમ શરણરૂપ સમ્યકજ્ઞાન જ છે. તેથી શાસ્ત્રોના પરમાર્થનું સેવન કરવું, પિતાના આત્માને નિત્ય જ્ઞાનદાન દેવું તથા પિતાના સંતાનને તથા શિષ્યને જ્ઞાનનું જ દાન દે કડો રૂપિયાનું દાન પણ જ્ઞાનદાન સમાન નથી. ધન તે મદ ઉપજાવે છે, વિષયમાં પ્રીતિ કરાવે છે, દુર્થાન કરાવે છે, અને સંસારરૂપી અંધ કુવામાં ડુબાડે છે, તેથી જ્ઞાનદાન
સમાન દાન
એક અધે શ્લેક, એક પદ માત્રને પણ જે નિત્ય અભ્યાસ કરે તે શાસ્ત્રાર્થને પારગામી થઈ જાય. વિદ્યા છે તે પરમ દેવતા છે. જે માતા પિતા જ્ઞાન–અભ્યાસ કરાવે છે તેણે કરેડ રૂપિયાનું ધન દીધું. સમ્યફજ્ઞાનના દાતા ગુરુના ઉપકાર સમાન ત્રણે લેકમાં કેઈને ઉપકાર નથી. જ્ઞાન દેનાર ગુરુના ઉપકારને ઓળવે (લોપે) તેનું જે કૃતધી, પાપી કેઈ નથી. જ્ઞાનના અભ્યાસ વિના વ્યવહાર પરમાર્થ બન્નેમાં જીવ મૂઢ રહે છે તેથી પ્રવચનભક્તિ જ પરમ કલ્યાણ છે. પ્રવચનના સેવન વિના મનુષ્ય પશુ સમાન છે. પ્રવચનભક્તિ હજારે દોષોને નાશ
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૪૧
આવશ્યક અપરિહાણ ભાવના કરનારી છે. તેને ભક્તિપૂર્વક અર્થે ઉતારે. તેથી સમ્યફદર્શનની ઉજજવલતા થાય છે.
૧૪. આવશ્યક અપરિહાણિ ભાવના :
અવશ્ય કરવા ગ્યા હોય તેને આવશ્યક કહેવાય છે. એ આવશ્યકની હાનિ નહીં કરવાની ભાવના તે આવશ્યક અપરિહાણિ ભાવના છે. ઈદ્રિયને વશ વર્તવું નહીં તે અવશ્ય કહેવાય છે; એટલે ઇદ્રિને જીતનાર મુનિ અવશ્ય છે, તેમની કિયા તે આવશ્યક કહેવાય છે. તે આવશ્યકની હાનિ ન કરવી તે આવશ્યક અપરિહાણિ છે. તે આવશ્યક છ પ્રકારે છે : ૧. સામાયિક, ૨. તીર્થંકરનું સ્તવન, ૩. વંદના, ૪. પ્રતિકમણ, પ. પ્રત્યાખ્યાન અને ૬. કાત્સર્ગ.
દેહથી ભિન્ન જ્ઞાનરૂપ જ દેહવાળા પરમાત્મસ્વરૂપ કર્મરહિત ચેતન્યમાત્ર શુદ્ધ આત્માનું એકાગ્રપણે ધ્યાન કરતા મુનિ સર્વોત્તમ મેક્ષ મેળવે છે. વિકલ્પ રહિત શુદ્ધ આત્માના ગુણેમાં જે પિતાનું મન રાખી શકે નહીં તે તપસ્વી મુનિ છે આવશ્યક ક્રિયાને પુષ્ટ કરે, અંગીકાર કરે, અને આવતાં અશુભ કર્મને આસવને રેકે, ટાળે. છ આવશ્યક :
૧. સુંદર-અસુંદર વસ્તુમાં, તથા શુભ-અશુભ કર્મના ઉદયમાં રાગ-દ્વેષ ન કરવે; આહાર, વસતિકા આદિના લાભમાં કે અલાભમાં સમભાવ કરે; સ્તુતિમાં કે નિંદામાં, આદરમાં કે અનાદરમાં, પથ્થરમાં કે રત્નમાં, જીવનમાં કે મરણમાં, વેરીમાં કે મિત્રમાં, સુખમાં કે દુઃખમાં, સ્મશાનમાં ૧૬
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૪ર
સમાધિ-પાન કે મહેલમાં, રાગ-દ્વેષ રહિત પરિણામ રહેવાં તે સમભાવ છે. સમભાવ ધારણ કરનાર બાહ્ય પુદ્ગલેને અચેતન અને પિતાનાથી ભિન્ન જાણે છે, તેને આત્મસ્વભાવમાં હાનિવૃદ્ધિ કરનાર માનતા નથી, તેથી રાગદ્વેષ કરતા નથી. પિતાને શુદ્ધ જ્ઞાતા-દ્રષ્ટારૂપ અનુભવતાં રાગદ્વેષ આદિ વિકાર રહિત રહેવાથી તેમને સમભાવ હોય છે. તે જ સામાયિક છે.
૨. ભગવાન જિનેંદ્રનું અનેક નામે વડે સ્તવન કરવું તે સ્તવન આવશ્યક છે. કર્મરૂપી વેરીને જીતે છે તેથી તમે જિન છે. કેવલજ્ઞાનરૂપ નેત્ર વડે ત્રિકાળવર્તી પદાર્થોને જાણે છે તેથી ત્રિલેચન છે; મેહરૂપ અંધાસુરને માર્યો તેથી અંધકાંતક છે; આપે ઘાતિયાં કર્મરૂપી અર્ધ વેરીને નાશ કર્યો તેથી ઈશ્વરપણું પામ્યા એટલે અર્ધનારીશ્વર છે; શિવપદ એટલે નિર્વાણ પદમાં વસે છે માટે આપ શિવ છે; પાપરૂપ શત્રુને સંહાર કરે છે તેથી આપ હર છે; લેકમાં શું એટલે સુખના કરનાર આપ છે તેથી શં–કર છો; શું એટલે પરમ આનંદરૂપ સુખ તેમાં ઊપજે તેથી સંભવ છે; વૃષ એટલે ધર્મ તેથી દીપે છે એટલે વૃષભ છે; જગતનાં સર્વ પ્રાણીઓમાં ગુણો વડે વડા છે તેથી જગજયેષ્ઠ છે; ક એટલે સુખ તે વડે સર્વ ઇવેનું પાલણ કરનાર છે તેથી કપાલી છે; કેવળજ્ઞાન વડે લેક-અલેકમાં વ્યાપી રહ્યા છે તેથી આપ વિષ્ણુ છે; અને જન્મ–જરા-મરણરૂપ ત્રિપુરને મારવાથી આપ ત્રિપુરાંતક છે; આ પ્રમાણે એક હજાર આઠ નામો વડે આપનું સ્તવન ઈદ્ર કર્યું છે અને ગુણોની અપેક્ષાએ તે આપનાં અનંત નામ છે. આવા ભાવમાં
Page #264
--------------------------------------------------------------------------
________________
આવશ્યક અ૫રિહાણિ ભાવના
૨૪૩ ગુણ ચિંતવન વડે તીર્થંકરનું સ્તવન કરવું તે સ્તવન આવશ્યક છે.
૩. વીસ તીર્થકરેમાંથી એક તીર્થકર અથવા અહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુઓમાંથી એકને મુખ્ય કરીને સ્તુતિ કરવી તે વંદના આવશ્યક છે.
૪. આખા દિવસમાં પ્રમાદને વશ થઈને કે કષાયને વશ થઈને અથવા વિષયમાં રાગ-દ્વેષી થઈને કઈ એકેંદ્રિયાદિ જીની ઘાત કરી તથા અનર્થ વર્તન કર્યું, દોષવાળું ભજન કર્યું, કેઈ જીવન પ્રાણ દુભવ્યા, કડવાં કઠોર મિથ્યા વચન કહ્યાં, કોઈની નિંદા કરી, પિતાની પ્રશંસા કરી, સ્ત્રીકથા, ભેજનકથા, દેશકથા, રાજ્યકથા કરી, અદત્ત ધન ગ્રહણ કર્યું, પરધનની લાલસા કરી, પરસ્ત્રી પ્રત્યે રાગ કર્યો, ધન પરિગ્રહ આદિમાં લાલસા રાખી તે સર્વ પાપ–ટાં કાર્યો કર્યાં, બંધનાં કારણ સેવ્યાં. હવે એવાં પાપરૂપ પરિણામોથી ભગવાન પરમગુરુ અમારી રક્ષા કરો ! એ બધાં પરિણામ હવે મિથ્યા થાઓ. પંચ પરમેષ્ટીની કૃપાથી અમારાં પાપરૂપ પરિણામ ન હો. એવા ભાવની શુદ્ધતા માટે કાર્યોત્સર્ગ કરીને નવ જાપ નવકાર મંત્રને કરવું. આ પ્રકારે આખા દિવસની પ્રવૃત્તિને સંધ્યાકાળે ચિંતવીને પાપ પરિણામને નિંદવાં તે દેવસિક પ્રતિક્રમણ છે. રાત્રિ સંબંધી પાપ દૂર કરવા સવારે પ્રતિક્રમણ કરવું તે રાત્રિક પ્રતિકમણ છે. માર્ગે ચાલતાં દોષ લાગ્યું હોય તેની શુદ્ધિ માટે જે પ્રતિક્રમણ તે ઐય પથિક પ્રતિક્રમણ છે. એક પખવાડિયાના દોષ દૂર કરવા માટે પાક્ષિક પ્રતિ
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૪૪
સમાધિ-સેવાના કમણ છે. ચાર મહિનાના દેષ દૂર કરવા માટે પ્રતિક્રમણ કરવું તે ચાતુર્માસિક પ્રતિકમણ છે. એક વર્ષના દોષ દૂર કરવા માટે સાંવત્સરિક પ્રતિક્રમણ છે. ભવના કાળમાં થયેલા દોષ દૂર કરવા માટે છેલ્લા સંથારાની શરૂઆતમાં પ્રતિક્રમણ થાય છે તે ઉત્તમાર્થ પ્રતિકમણ છે. આ પ્રકારે સાત પ્રતિકમણ છે. તેમાંથી ગૃહસ્થ સાંજ-સવાર બે વખત. તે નફો-તેટો અવશ્ય જે જોઈએ. સો પચાસ રૂપિયાને વેપાર કરનાર પણ નફાનુકસાનને મેળ રાખે છે તે આ મનુષ્ય જન્મની એક એક ઘડી કરોડો રૂપિયા ખર્ચતાં પણ ગયા પછી પાછી મળતી નથી એવી દુર્લભ છે તે વિષે અવશ્ય વિચાર કરવા યોગ્ય છે કે આજે પરમેષ્ઠી પરમગરના પૂજનમાં, સ્તવનમાં મારે કેટલે કાળ ગયે? સ્વાધ્યાયમાં, સદગરનો બોધ સાંભળવામાં, તત્ત્વાર્થની ચર્ચામાં, ધર્માત્માની સેવામાં કેટલે કાળ ગયો? ઘરના આરંભમાં, કષાયમાં, વિકથામાં, વાદવિવાદમાં, ભેજન આદિમાં, અન્ય ઇદ્રિના વિષયમાં, પ્રમાદમાં, નિદ્રામાં, શરીરની સંભાળમાં, હિંસાદિ પાંચ પાપમાં કેટલે કાળ ગમે છે? એ વિચાર કરી પાપમાં વધારે પ્રવૃત્તિ થઈ હોય તે પિતાને તિરસ્કાર કરી પાપબંધનાં કારણે ઘટાડીને ધર્મકાર્યમાં આત્માને જોડવા ગ્ય છે. પંચમકાળમાં પ્રતિક્રમણને જ પરમાગમમાં ધર્મ કહ્યો છે. આત્માના હિત-અહિતના વિચારમાં નિરંતર ઉદ્યમી રહેવા ગ્ય છે. પ્રતિકમણ આત્માની ભારે સાવધાની (જાગૃતિ રખાવનાર છે અને પૂર્વનાં કરેલાં પાપની એથી નિર્જરા થાય છે.
૫. ભવિષ્યકાળમાં આવવાના આસવને રોકવા માટે
Page #266
--------------------------------------------------------------------------
________________
આવશ્યક અપરિહણિ ભાવના
૨૪૫ પાપનો ત્યાગ કરવો એટલે કે ભવિષ્યમાં આ પ્રકારનું પાપ કદાપિ મન, વચન, કાયાથી નહીં કરું તે પ્રત્યાખ્યાન નામનું આવશ્યક સુગતિનું કારણ છે.
૬. બન્ને પગની વચ્ચે ચાર આંગળ અંતર રાખી બરાબર ઊભા રહેવું, બન્ને હાથે લબડતા રાખી, દેહ ઉપરની મમતા છેડી, નાસિકાના અગ્રભાગ ઉપર દ્રષ્ટિ રાખી, દેહથી ભિન્ન શુદ્ધ આત્માની ભાવના કરવી તે કાયોત્સર્ગ કહેવાય છે. પદ્માસને બેસીને કે ઉપર જણાવ્યા પ્રમાણે ઊભા રહીને પણ તે થાય છે. શુદ્ધ ધ્યાનના અવલંબનથી બન્ને પ્રકાર સફળ થાય છે.
આ છ આવશ્યક પરમધર્મરૂપ છે. તેની પૂજા કરી, પુષ્પાંજલિ મૂકી અર્ધ ઉતારવા ગ્ય છે.
આ છ આવશ્યક પરમાગમમાં છ છ પ્રકારે કહ્યાં છે. નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ છ ભેદે દરેક આવશ્યક જાણવા યોગ્ય છે. સામાયિકના છ પ્રકાર :
૧. શુભ, અશુભ નામ સાંભળી રાગ-દ્વેષ ન કરો તે નામ સામાયિક છે. ૨. કેઈ સ્થાપના પ્રમાણ આદિ કારણે સુંદર હોય, કેઈ પ્રમાણ આદિમાં વધ-ઘટ હોવાથી અસુંદર હોય તે પણ કેઈ સ્થાપના પ્રત્યે રાગ-દ્વેષ ન કરવો તે સ્થાપના સામાયિક છે. ૩. સેનું, રૂપું, રત્ન, મેતી ઇત્યાદિ અને માટી, કાક, પાષાણુ, કાંટા, છાર, ભસ્મ, ધૂળ ઇત્યાદિ દ્રવ્યો દેખી રાગ-દ્વેષ રહિત સમભાવ રાખવે તે દ્રવ્ય
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૪૬
સમાધિ-પાન સામાયિક છે. ૪. મહેલ, બાગ આદિ સારાં અને સ્મશાન આદિ નરસાં ક્ષેત્રમાં રાગદ્વેષ ન કરે તે ક્ષેત્ર સામાયિક છે. ૫. હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ એ ઋતુઓ, રાત-દિવસ, કૃષ્ણપક્ષ-શુક્લપક્ષ ઈત્યાદિ કાળ પ્રત્યે રાગદ્વેષને ત્યાગ તે કાળ સામાયિક છે. ૬. કેઈ જીવને દુઃખ ન હો એવા મૈત્રીભાવવડે અશુભ પરિણામેને અભાવ કરે તે ભાવ સામાયિક છે.
સ્તવનાના છ પ્રકાર –
૧. વીસ તીર્થંકરેનું અર્થ સહિત એક હજાર આઠ નામ વડે સ્તવન કરવું તે નામ સ્તવન છે. ૨. કૃત્રિમ કે અકૃત્રિમ અપરિમાણ તીર્થંકર અરિહંતેના પ્રતિબિંબનું સ્તવન તે સ્થાપના સ્તવન છે. ૩. સમવસરણના કાળ, દેહ, પ્રભા, પ્રાતિહાર્ય આદિનું સ્તવન કરવું તે દ્રવ્ય સ્તવન છે. ૪. કૈલાસ, સંમેદશિખર, ઉર્જયંત (ગિરનાર), પાવાપુર, ચંપાપુરી આદિ નિર્વાણ ક્ષેત્રેનું તથા સમવસરણમાં બાર પરિષદના ક્ષેત્રનું સ્તવન તે ક્ષેત્ર સ્તવન છે. ૫. ગર્ભ, જન્મ, તપ, જ્ઞાન અને નિર્વાણ કલ્યાણકના કાળનું સ્તવન તે કાળ સ્તવન છે. ૬. કેવળજ્ઞાન આદિ અનંત ચતુષ્ટય ભાનું સ્તવન તે ભાવ સ્તવન છે.* વંદનાના છ પ્રકાર :
૧. તીર્થકર, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એમાંથી એકના નામને ઉચ્ચાર કરે તે નામ વંદના છે. ૨. અરિહંત, સિદ્ધ, આચાર્ય આદિમાંના એકના પ્રતિબિંબ આદિની વંદના કરવી તે સ્થાપના વંદના છે. ૩. તેમના
Page #268
--------------------------------------------------------------------------
________________
આવશ્યક અ૫રિહાણ ભાવના
૨૪૭ શરીરની વંદના તે દ્રવ્ય વંદના છે. ૪. અરિહંત, સિદ્ધ, આચાર્ય આદિ વડે રોકાયેલું ક્ષેત્ર તેની વંદના કરવી તે ક્ષેત્ર વંદના છે. ૫. એ પંચ પરમ ગુરૂમાંના કોઈ એકના કાળની વંદના કરવી તે કાળ વંદના છે. ૬. એક તીર્થંકર, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય કે સાધુના આત્મગુણોની વંદના કરવી તે ભાવ વંદના છે. આ
પ્રતિકમણના છ પ્રકાર –
૧. અગ્ય નામ બલવામાં કૃત, કારિત, અનુમોદનારૂપ મન, વચન, કાયાથી થયેલા દોષ દૂર કરવા પ્રતિક્રમણ કરવું તે નામ પ્રતિક્રમણ છે. ૨. કેઈ શુભઅશુભ સ્થાપનાના નિમિત્તે મન, વચન, કાયાથી થયેલા દેષથી નિવર્તવાને પ્રતિક્રમણ કરવું તે સ્થાપના પ્રતિક્રમણ છે. ૩. દ્રવ્ય એટલે આહાર, પુસ્તક, દવા આદિન નિમિત્તે મન વચન કાયાથી થયેલા દોષ દૂર કરવા માટે દ્રવ્ય પ્રતિક્રમણ છે. ૪. ક્ષેત્રમાં જવા રહેવા આદિને નિમિત્તે થયેલા શુભ અશુભ પરિણામથી થયેલા દોષ દૂર કરવા માટે ક્ષેત્રપ્રતિક્રમણ છે. ૫. દિવસ, રાત, પક્ષ, ત્રસ્તુ, શિયાળે, ઉનાળે, જેમાસું એ નિમિત્તથી ઊપજેલા અતિચારો દૂર કરવા પ્રતિક્રમણ કરવું તે કાળ પ્રતિક્રમણ છે. ૬. રાગ, દ્વેષ, આદિ ભાવથી ઊપજેલા દેશે દૂર કરવા માટે ભાવ પ્રતિક્રમણ છે.. પ્રત્યાખ્યાનના છ પ્રકાર –
૧. અગ્ય પાપનું કારણ એવું નામ બોલવાને ત્યાગ કરે તે નામ પ્રત્યાખ્યાન છે. ૨. અગ્ય મિથ્યાત્વ આદિ પ્રવર્તાવનારી સ્થાપના કરવાને ત્યાગ તે સ્થાપના પ્રત્યાખ્યાન
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૪૮
સમાધિ-સેવાન છે. ૩. પાપબંધનું કારણ સદોષ દ્રવ્યોને કે તપ, સંયમના હેતુથી નિર્દોષ દ્રવ્યોને પણ મન, વચન, કાયાથી ત્યાગ કરે તે દ્રવ્ય પ્રત્યાખ્યાન છે. ૪. અસંયમના કારણરૂપ ક્ષેત્રને ત્યાગ તે ક્ષેત્ર પ્રત્યાખ્યાન છે. પ. અસંયમના કારણભૂત કાળને ત્યાગ તે કાળ પ્રત્યાખ્યાન છે. ૬. મિથ્યાત્વ, અસંયમ, કષાય આદિને ત્યાગ તે ભાવ પ્રત્યાખ્યાન છે, કાન્સગના છ પ્રકાર –
૧. પાપનાં કારણ એવાં કઠોર, કડવાં નામ આદિથી લાગેલા દોષ દૂર કરવા કાર્યોત્સર્ગ કરે તે નામ કાર્યોત્સર્ગ છે. ૨. પાપરૂપ સ્થાપનાથી લાગેલા અતિચાર દૂર કરવા કોત્સર્ગ કરે તે સ્થાપના કાર્યોત્સર્ગ છે. ૩-૪-૫. દેષવાળાં દ્રવ્યો સેવવાથી તથા સદોષ ક્ષેત્ર-કાલના સેવનથી સંઘાતે ઊપજેલા દેષ દૂર કરવા કાર્યોત્સર્ગ કરે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ કાયેત્સર્ગ છે. ૬. મિથ્યાત્વ, અસંયમ આદિ ભાવે વડે થયેલા દોષ દૂર કરવા કાર્યોત્સર્ગ કરે તે ભાવ કાર્યોત્સર્ગ જાણે,
ગૃહસ્થનાં બીજ છે આવશ્યક છે. ૧. ભગવાન નિંદ્રનું નિત્ય પૂજન કરવું. ૨. નિગ્રંથ ગુરુની સેવા, સ્તવન, ચિતવન નિત્ય કરવાં. ૩. જિનેન્દ્ર કહેલાં શાસ્ત્રોને નિત્ય સ્વાધ્યાય કરે. ૪. ઇદ્રિને વિષયમાં દેડતી શેકવી. પ. છ કાય જીવની દયા પાળવી તે સંયમ છે. ૬. શક્તિ પ્રમાણે નિત્ય તપ કરવું અને શક્તિ પ્રમાણે નિત્ય દાન દેવું. આ છ પ્રકારનાં આવશ્યક ગૃહસ્થ નિત્યનિયમ તરીકે
Page #270
--------------------------------------------------------------------------
________________
સન્માર્ગપ્રભાવના ભાવના
૨૪૯ અંગીકાર કરવા ગ્ય છે. આ પ્રકારે સર્વ પાપને નાશ કરનારી, ભાવને ઉજજ્વળ કરનારી આવશ્યક અપરિહાણિ ભાવના નિરંતર ભા.
૧૫. સમાગ પ્રભાવના ભાવના :
સન્માર્ગ એટલે એને સત્યાર્થ માર્ગ. તેને પ્રભાવ પ્રગટ કરે તે માર્ગપ્રભાવના છે. એ સન્માર્ગ રત્નત્રય છે. રત્નત્રય આત્માને સ્વભાવ છે. તેને મિથ્યાત્વ, રાગ, દ્વેષ, કામ, ક્રોધ, માન, માયા, લેભ એમણે અનાદિ કાળથી મલિન, વિપરીત કરી રાખે છે. પરમાગમનું શરણ પ્રાપ્ત કરી મારે મિથ્યાત્વ આદિ દોષને દૂર કરીને રત્નત્રય સ્વભાવને ઉજજ્વળ કરે ઘટે છે. આ મનુષ્ય જન્મ, ઇદ્રિયપૂર્ણતા, જ્ઞાન શક્તિ, પરમાગમનું શરણ, સાધર્મીઓને સમાગમ, ગાદિ રહિતપણું અને અતિ કલેશ રહિત આજીવિકા ઈત્યાદિ પુણ્યરૂપ સામગ્રી પામીને પણ જે મિથ્યાત્વ, કષાય, વિષય આદિથી મારા આત્માને મુક્ત નહીં કરું તે અનંતાનંત દુખથી ભરેલા આ સંસારસમુદ્રમાંથી અનંતકાળે પણ મારે છૂટકે થશે નહીં. જે સામગ્રી અત્યારે મળી છે તે અનંતકાળે પણ મળવી અતિ દુર્લભ છે. અંતરંગ અને બહિરંગ સર્વ સામગ્રી પામ્યા છતાં પણ જે આત્માના પ્રભાવને પ્રગટ નહીં કરું તે અચાનક કાળ આવીને સર્વ સંયે હરી લેશે; તેથી હમણું જ રાગ, દ્વેષ, મેહ દૂર કરીને મારું શુદ્ધ વીતરાગ સ્વરૂપ અનુભવાય તેવા ધ્યાન, સ્વાધ્યાયમાં મારે તત્પર થવું જોઈએ. બાહ્ય પ્રવૃત્તિ માટે ઉજજ્વળ કરીને અંતર્ગત ધર્મને પ્રભાવ પ્રગટ
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૫૦
સમાધિ પાન કરીને માર્ગપ્રભાવના એવી કરવી જોઈએ કે તે દેખીને અન્ય અનેક જીના હદયમાં ધર્મને મહિમા પ્રવેશ કરી જાય. જિનેંદ્રને ઉત્સવ એ કરે કે તે દેખીને હજારે લેકના ભાવ વધે. જિતેંદ્રના જન્મકલ્યાણક વખતે જેમ ઇંદ્રાદિ દેવેએ અભિષેક કરીને પિતાને જન્મ સફળ માળે, તેવી રીતે જય જયકાર શબ્દ વડે હજારે સ્તવનના ઉચ્ચારી સહિત લેકે પિતાને કૃતાર્થ માને અને તન મન પ્રફુલ્લિતા થઈ જાય તે પ્રકારે અભિષેક કરીને પ્રભાવના કરવી. જિનેંદ્રની ભારે ભક્તિ, મહા વિનય અને નિશ્ચળ ધ્યાન, સહિત એવી પૂજા કરે કે તે પૂજન કરતાં દેખીને અને શુદ્ધ ભક્તિના પાઠ ભણતાં કે સાંભળતાં હર્ષના અંકુર પ્રગટે, આનંદ હૃદયમાં માય નહીં, બહાર છલકાઈને ઊછળવા. લાગે; જે દેખીને મિથ્યાદ્રષ્ટિઓનાં પણ એવાં પરિણામ થઈ જાય કે અહો! જૈનીઓની ભક્તિ આશ્ચર્ય પમાડે તેવી છે. નિર્દોષ, ઉત્તમ, ઉજજવળ પ્રમાણસર સામગ્રી, ઉજજ્વળ. સેના રૂપાનાં કે કાંસા પીતળનાં મનહર પૂજાનાં વાસણ, ભક્તિરસથી ભરેલા અર્થ સહિત કર્ણપ્રિય શુદ્ધ અક્ષરને. ઉચ્ચાર, એકાગ્રતારૂપ વિનય સહિત શબ્દોને અનુકૂળ ઉજ્વળ દ્રવ્ય ચઢાવવાં, અને પરમ શાંત મુદ્રારૂપ વીતરાગની પ્રાતિહાર્યોથી સુશોભિત પ્રતિમાનું પૂજન, સ્તવન, નમસ્કાર કરવા એ ધન્ય પુરુષથી થાય છે. ધન્ય એની ભક્તિ, ધન્ય એને. જન્મ, ધન્ય એનાં મન, વચન, કાયા અને ધન્ય એનું ધન કે કઈ પણ વાંછા વિના આવા સન્માર્ગમાં વાપરે છે. એ પ્રભાવ ફેલાય અને દેખવાથી કે સાંભળવાથી નિકટ–ભવ્ય જીને આનંદનાં અથુ ઝરવા લાગે. ભક્તિ જ
Page #272
--------------------------------------------------------------------------
________________
સન્માર્ગ પ્રભાવના ભાવના
ર૫૧ સંસારસમુદ્રમાં ડૂબતા જીવેને હાથ પકડી તારનાર છે. ભવભવમાં જિનેંદ્રની ભક્તિ જ અમારું શરણ હેજે, એવા ભાવ સહિત જિનેંદ્રનું નિત્ય પૂજન કરવું. અષ્ટાબ્લિક પર્વમાં, સોળકારણ, દશલક્ષણ, રત્નત્રય પર્વમાં સર્વ પાપના આરંભ છેડી જિનપૂજન કરવું; આનંદ સહિત નૃત્ય કરવું, કર્ણને પ્રિય વાજિંત્રો વગાડવાં. સ્વર, તાલ, મૂઈના આદિ સહિત જિનેંદ્રના ગુણ ગાવાથી સન્માર્ગની પ્રભાવના થાય છે. જેના હદયમાં સત્યાર્થ ધર્મ વસે છે તેને પ્રભાવના ગુણ પ્રગટ થાય છે.
જિતેંદ્રના પ્રરૂપેલા અનુગેના સિદ્ધાંતનાં એવાં વ્યાખ્યાન કરવાં કે તે સાંભળીને એકાંતને આગ્રહ નાશ પામે, અનેકાંત હૃદયમાં જામે; પાપોથી કંપી ઊઠે, વ્યસન છૂટે, દયારૂપ ધર્મમાં વર્તવા લાગે. અભક્ષ્ય–ભક્ષણને ત્યાગે, હજારે મનુષ્યો કુદેવ, કુગુરુ, કુધર્મનું આરાધન તજે; વીતરાગ દેવ, દયારૂપ ધર્મ અને આરંભ–પરિગ્રહ રહિત ગુરુની આરાધનામાં દ્રઢ શ્રદ્ધા કરે, ઘણાં માણસે રાત્રિભેજન, અગ્ય ભેજન, અન્યાયી વિષયગ તથા પરધન પ્રત્યે રાગ કરે છેડી દે; વ્રત, શીલ, સંયમ, સંતેષ આદિ ભાવમાં લીનતા પામે; દેહાદિ પરદ્રવ્યોથી ભિન્ન પિતાના આત્માને અનુભવ કરે; પર્યાય બુદ્ધિ છૂટે, જીવ અજીવ આદિ દ્રવ્યોને પ્રમાણુ, નય, નિક્ષેપ વડે નિર્ણય કરે; સંશય રહિત, દ્રવ્ય, ગુણ, પર્યાનું સત્યાર્થ સ્વરૂપ પ્રગટ સમજે; મિથ્યા-અંધકાર દૂર કરે. એવાં આગમનાં વ્યાખ્યાનથી સન્માર્ગની પ્રભાવના થાય છે.
કાયર થી ન થઈ શકે તેવી ઘેર તપશ્ચર્યા
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૫૨
સમાધિ-પાન કરવાથી પણ સન્માર્ગની પ્રભાવના થાય છે. વિષયને ઉપરને રાગ તજીને નિવાંછક થવાથી આત્માને પ્રભાવ પણ પ્રગટ થાય છે. ધર્મને માર્ગ પણ તપથી દીપે છે. દુર્ગતિને માર્ગ દૂર કરનાર તપ છે. તપ વિના તે કામાદિ વિષય જ્ઞાન અને ચારિત્રને નાશ કરે છે. તપના પ્રભાવથી કામને ક્ષય થાય છે; જીભની ચપળતા, લાલસા નાશ પામે છે. તેથી રત્નત્રયની પ્રભાવના તપથી દ્રઢ થાય છે.
જિદ્રનાં પ્રતિબિંબની પ્રતિષ્ઠા કરવી, નિંદ્રનું મંદિર કરાવવું. પ્રતિષ્ઠા કરાવવાથી જ્યાં સુધી જિનબિંબ રહે, ત્યાં સુધી દર્શન, સ્તવન, પૂજન આદિથી અનેક ભવ્ય જી પુણ્ય ઉપાર્જન કરશે. જિનમંદિર કરાવે છે તે ગૃહસ્થનું ધનવાનપણું પણ સફળ થાય છે. પૂજન, રાત્રિ–જાગરણ, શાસ્ત્રોનું વ્યાખ્યાન-શ્રવણ-પઠન, જિતેંદ્રનું સ્તવન, સામાયિક, પ્રતિક્રમણ, અનશનાદિ તપ, નૃત્ય, ગાન, ભજન, ઉત્સવ, જિનમંદિર હોય તે જ બને છે. જિનમંદિર વિના ધર્મને માટે સમસ્ત સમાગમ બની શકતું નથી. સ્વપરના પરમ ઉપકારનું મૂળ પ્રતિષ્ઠા કરવી અને જિનમંદિર કરાવવું એ છે.
ઉત્કૃષ્ટ ધર્મને માર્ગ તે સર્વ પરિગ્રહને ત્યાગ કરી વીતરાગતા અંગીકાર કરવી એ છે. પરંતુ જેને પ્રત્યાખ્યાન કે અપ્રત્યાખ્યાન નામને કષાય ઉપશમે નથી તેનાથી ગૃહ-સંપદા છેડી શકાય નહીં. ધન-સંપદા બહુ હોય તે પ્રથમ જેનું અન્યાયથી ધન લીધું હોય, તેની પાસે જઈને પિતાને દોષની ક્ષમા માગીને તેનું ધન પાછું આપી દેવું. તેથી વિશેષ ધન હોય તે નવું ધન કમાવાનું બંધ કરવું.
Page #274
--------------------------------------------------------------------------
________________
સન્માગમભાવના ભાવના
૨૫૩ તીવ્ર રાગ વધારનારા ઇદ્રિના વિષયેની લાલસા છેડી ત્યાગ ભાવથી સંવરરૂપ થવું. જે ધન હોય તેમાંથી પિતાના. મિત્ર, હિતના કરનાર, પુત્રી, બહેન, ફેઈ, બંધુવર્ગમાં જે નિર્ધન, રેગી, દુઃખી હોય તેને કે અનાથ વિધવા હોય તેને યથાયોગ્ય આપીને સંતષિત કરવાં. પિતાના આશ્રિત સેવકાદિ કે પાસે રહેનારને સંતોષ ઉપજાવી, પુત્રને અને સ્ત્રીને વિભાગ જુદો કરી, પછી જિનબિંબ બનાવવામાં કે પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવવામાં, જિનેન્દ્ર ધર્મને આધારરૂપ સિદ્ધાંતે લખાવવામાં, કૃપણતા તજીને ઉદાર મનથી પરે-- પકાર બુદ્ધિથી બાકીનું ધન વાપરવું. તેના જેવી કોઈ પ્રભાવના નથી. પણ જે મંદિર પ્રતિષ્ઠા તે કઈ કરાવે પણ અનીતિ વડે પરધન લીધેલું રાખી મેલે કે અન્યાયથી ધન ગ્રહણ કરવાનું ચાલુ રાખે તે તેની કરેલી સમસ્ત પ્રભાવના નાશ પામશે. પ્રતિષ્ઠા કરાવનાર કે મંદિર બંધાવનાર ખેટા વ્યાપાર કરે, હિંસાદિ મહાપાપમાં, નિંદ્ય-અગ્ય વચમાં કે તીવ્ર લેભમાં પ્રવર્તે, કુશીલ સેવે અને અતિ કૃપણુતા સહિત સંક્લેશ પરિણામ કરીને ધન ખરચે તે સમસ્ત પ્રભાવના નાશ પામે છે. તેથી પ્રતિષ્ઠા કરાવનાર કે મંદિર કરાવનારની બાહ્ય પ્રવૃત્તિ પણ શુદ્ધ હોય તે પ્રભાવના થાય છે. શિખર, કળશ, ઘંટ ચઢાવીને કે નાની ઘંટડીઓ. બાંધીને પ્રભાવના કરે. મંદિરમાં ચંદરવા, ઘંટ, સિંહાસન. આદિ ઉત્તમ ઉપકરણે અર્પણ કરે. તથા સ્વાધ્યાયમાં પ્રવૃત્તિ. કરે. ઇત્યાદિ પ્રકારે પ્રભાવના દુઃખ દૂર કરનારી બને છે.
પ્રભાવના શુદ્ધ આચરણથી થાય છે. જિનવચનની શ્રદ્ધાવાળા હોય તે ધર્મની પ્રભાવના જ કરે. જેનેની ટેક
--
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૫૪
સમાધિ પાન દેખીને મિથ્યાવૃષ્ટિના હદયમાં પણ ભારે મહત્ત્વ લાગે કે પ્રાણ જતાં પણ જૈનધમી અભક્ષ્ય ભક્ષણ કરતા નથી, તીવ્ર રિગ–વેદના આવતાં પણ રાત્રે ઔષધ કે પાણી પીતા નથી, ધન, આબરૂને નાશ થઈ જાય તે પણ અસત્ય વચન આદિ બેલતા નથી, મહા સંકટમાં આવી પડ્યા છતાં પરધન લઈ લેવાની બુદ્ધિ કરતા નથી, પિતાને પ્રાણ જાય પણ અન્ય જીવની ઘાત કરતા નથી. શીલની દ્રઢતા, પરિગ્રહની મર્યાદા અને પરમ સંતોષ ધારણ કરવાથી આત્મ–પ્રભાવના અને માર્ગ–પ્રભાવના પણ થાય છે. સર્વ ધન જતું હોય, અને પ્રાણ પણ જતા હોય તે પણ ધર્મની નિંદા, હાસ્ય કદાપિ કરાવે નહીં તેને સન્માર્ગ–પ્રભાવના અંગ હોય છે. આ પ્રભાવનાને મહિમા કરેડ જીભે વડે પણ કોઈ વર્ણવવા સમર્થ નથી. તેથી હે ભવ્ય જને! ત્રણે લેકમાં પૂજ્ય જે પ્રભાવના અંગ તે ધારણ કરે, તેની જ ભક્તિ કરે, તેની પૂજા કરે, મહા અર્ધ ઉતારણ કરે. જે પ્રભાવનાને દ્રઢતાથી ધારણ કરે છે તે ઈંદ્રાદિ દેવને પૂજવાયેગ્ય તીર્થંકર થાય છે.
૧૬. પ્રવચનવત્સલતા ભાવના –
પ્રવચન એટલે દેવ, ગુરુ અને ધર્મ, તેમાં વાત્સલ્ય એટલે પ્રીતિ–ભાવ, તેનું નામ પ્રવચન વાત્સલ્ય છે. જે ચારિત્ર ગુણવાળા છે, શીલના ધારક છે, પરમ સમતા ભાવે બાવીસ પરિષહ સહન કરનાર છે, દેહમાં નિર્મમતાવાળા છે, સર્વ વિષયવાંછા રહિત આત્મહિતમાં ઉદ્યમી છે અને પરને ઉપકાર કરવામાં સાવધાન છે એવા સાધુ જનેના ગુણેમાં પ્રીતિરૂપ પરિણામ કરવાં. વતન ધારક અને
Page #276
--------------------------------------------------------------------------
________________
પ્રવચનવત્સલતા ભાવના
૨૫૫ પાપથી ડરતા, ન્યાયમાર્ગી, ધર્મમાં અનુરાગ રાખનાર, મંદ કષાયી, સંતોષી એવા શ્રાવક તથા શ્રાવિકાના ગુણેમાં, તેમની સંગતિમાં અનુરાગ રાખ. સમસ્ત ઘર આદિ પરિગ્રહ છોડી, કુટુંબનું મમત્વ તજી, દેહમાં નિર્મમતા ધારી, પાંચ ઇદ્રિના વિષયે તજી, જમીન પર સૂએ, સુધા, તૃષા, શીત, ઉષ્ણ આદિ પરિષહ સહન કરવારૂપ સંયમ સહિત, ધ્યાન, સ્વાધ્યાય, સામાયિક આદિ આવશ્યક સહિત દીક્ષા ગ્રહણ કરે; સંયમ સહિત કાળ વ્યતીત કરે, તેમના ગુણોમાં અનુરાગ રાખ. મુનીશ્વરેની પિઠે વનમાં નિવાસ કરતા, બાવીસ પરિષહ સહન કરતા, ઉત્તમ ક્ષમાદિ ધર્મ ધારતા, દેહમાં નિર્મમતા રાખતા, પિતાને નિમિત્તે કરેલાં ઔષધ, અન્ન, પાન આદિ નહીં વાપરતાં, એક વસ્ત્ર એટલે કેપીન વિના સર્વ પરિગ્રહના ત્યાગી, એવા ઉત્તમ શ્રાવકોના ગુણેમાં અનુરાગ કર. દેવ, ગુરુ, ધર્મનું સત્યાર્થ સ્વરૂપ જાણું દ્રઢ શ્રદ્ધા સહિત ધર્મમાં રુચિવાળા અવિરત સમ્યફદ્રષ્ટિ ઉપર વાત્સલ્ય ભાવ કરે. આ સંસારમાં પોતાનાં સ્ત્રી, પુત્ર, કુટુંબ આદિમાં, દેહમાં, ઇદ્ધિના વિષયમાં, વિષયના સાધકેમાં અનાદિ કાળથી અનુરાગી થઈને તેમને માટે કપાઈ જાય છે, મરી જાય છે, બીજાને મારે છે એ કઈ મેહનું અદ્ભુત મહાભ્ય છે.
ધન્ય છે તે પુરુષને કે જે સમ્યકજ્ઞાનથી મેહને નાશ કરીને આત્માના ગુણેમાં વાત્સલ્યતા કરે છે. સંસારી જી તે ધનની લાલસા વડે અતિ આકુળ થઈને ધર્મ પ્રત્યે વાત્સલ્ય ભાવ તજે છે. ધન વધે છે ત્યારે અતિ તૃષ્ણા વધે છે. સર્વ ધર્મના માર્ગ ભૂલી જઈને ધર્માત્માઓ પ્રત્યે
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૫૬
સમાધિ-સે પાન રાખવા યોગ્ય વાત્સલ્યભાવ તે ચૂકે છે. રાતદિવસ ધનસંપદા વધારવા પ્રત્યે એ અનુરાગ વધે છે, કે લાખ રૂપિયા એકઠા થયા તે કરેડોની તૃષ્ણા કરીને આરંભ પરિગ્રહ વધારતાં, પાપમાં પ્રવીણતા વધારતાં, ધર્મ પ્રત્યે કરવા ગ્ય વાત્સલ્યભાવ અવશ્ય તજી દે છે. જ્યાં દાનાદિ કે પરોપકાર માટે ધન ખરચવાની વાત ચાલતી હોય ત્યાંથી દૂર રહે છે કે ચાલી જાય છે. બહુ આરંભ, પરિગ્રહ તથા અતિ તૃષ્ણાવડે પાસે આવતા નરકવાસને દેખતા નથી. તેમાં વળી પંચમ કાળના ધનાઢયો તે પૂર્વે મિથ્યા ધર્મ, કુપાત્રે દાન અને કુદામાં ગૂંચવાઈને એવાં કર્મ બાંધીને આવ્યા છે કે નરક, તિર્યંચ આદિ ગતિની પરંપરા અસંખ્ય કે અનંતકાળ સુધી છૂટે નહીં. તેમનાં તન, મન, વચન અને ધન ધર્મકાર્યમાં વપરાતાં નથી. રાતદિવસ તૃષ્ણ અને આરંભ વડે સ્પેશિત ભાવમાં રહે છે. તેમને ધર્માત્મા પ્રત્યે અને ધર્મ ધારણ કરવા પ્રત્યે કદી વાત્સલ્ય કે પ્રેમ ભાવ આવતું નથી. ધનરહિત ધર્માત્માને પણ હલકે માને છે.
હે આત્મહિતના ઈચ્છક ! ધનસંપદાને મહા મદ ઉપજાવનાર જાણી, દેહને અસ્થિર, દુઃખદાયી જાણી, કુટુંબને મહા બંધન જાણું, તે સર્વે પ્રત્યેથી પ્રીતિ ઉઠાવી લઈ પિતાના આત્મા પ્રત્યે વાત્સલ્યભાવ રાખે. ધર્માત્મામાં, વ્રત પાળનારમાં, સ્વાધ્યાયમાં, જિનપૂજામાં વાત્સલ્યભાવ કરો. જે સમ્યફચારિત્રરૂપ અલંકાર વડે સુશોભિત સાધુ જનની સ્તુતિ કરે, પ્રશંસા કરે, મહાભ્ય વધારે તેને વાત્સલ્ય નામને ગુણ હોય છે. તે સદ્ગતિ પ્રાપ્ત કરાવે છે અને કુગતિને નાશ કરે છે. વાત્સલ્ય ગુણના પ્રભાવથી જ
Page #278
--------------------------------------------------------------------------
________________
પ્રવચનવત્સલતાભાવના
૨પ૭ સમસ્ત દ્વાદશાંગ વિદ્યા સિદ્ધ થાય છે. સિદ્ધાંત સૂત્ર પ્રત્યે અને સિદ્ધાંતને ઉપદેશ કરનાર ઉપાધ્યાય પ્રત્યે સાચી ભક્તિના પ્રભાવે શ્રુતજ્ઞાનાવરણ કર્મને રસ સુકાઈ જાય છે ત્યારે સકલ વિદ્યા સિદ્ધ થાય છે. વાત્સલ્ય ગુણના ધારકને દેવ નમસ્કાર કરે છે. વાત્સલ્ય વડે જ અઢાર પ્રકારની બુદ્ધિ-ઋદ્ધિ અને આકાશગામિની ક્રિયા-ઋદ્ધિ, બે પ્રકારની ચારણ-ઋદ્ધિ, આઠ પ્રકારની વિઝિયા-ઋદ્ધિ, ત્રણ પ્રકારની બળ–દ્ધિ, સાત પ્રકારની તપ-દ્ધિ, છ પ્રકારની રસ–દ્ધિ, છ પ્રકારની ઔષધ–ઋદ્ધિ, બે પ્રકારની ક્ષેત્ર
ઋદ્ધિ ઇત્યાદિ અનેક ત્રાદ્ધિ શક્તિઓ પ્રગટ થાય છે. અહીં વાત્સલ્ય વડે જ મંદ બુદ્ધિવાળા પણ વિશેષ મતિજ્ઞાન અને વિશાળ શ્રુતજ્ઞાનવાળા થાય છે. પાપને પ્રવેશ થતું નથી. તપ પણ શેભે છે. તપમાં ઉત્સાહ વિના તપ નિરર્થક છે. આ જિનેન્દ્રને માર્ગ વાત્સલ્ય વડે જ શભા પામે છે. વાત્સલ્ય વડે જ શુભ ધ્યાનની વૃદ્ધિ થાય છે, સમ્યગ્દર્શન નિર્દોષ બને છે, દીધેલું દાન કૃતાર્થ થાય છે. પાત્ર (દાન લેનાર ધર્માત્મા) પ્રત્યે પ્રીતિ વિના તથા દાન દેવામાં પ્રેમ વિના દાન નિંદાનું કારણ થાય છે. જિનવાણીમાં વાત્સલ્ય જેને હશે તેને જ પ્રશંસાપાત્ર સત્ય અર્થ પ્રગટ પ્રકાશશે. જેનામાં જિનવાણી પ્રત્યે વાત્સલ્ય નથી, વિનય નથી તેને યથાર્થ ભાવ નહીં ભાસે, પણ વિપરીત ભાવ તે ગ્રહણ કરશે. આ મનુષ્યભવની મનેહરતા વાત્સલ્ય જ છે. વાત્સલ્ય રહિત હોય તે ઘણુ આકર્ષક વસ્ત્ર–અલંકાર ધારણ કરે તે પણ પગલે પગલે નિંદા પામે છે. યશ પામવે, ધન કમાવું, ધર્મ પામ વગેરે આ ભવનાં કાર્ય પણ ૧૭
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૫૮
સમાધિ સાપાત
વાત્સલ્ય વડે જ બને છે. પરલેાક એટલે દેવલાકમાં મહદ્ધિક દેવપણું પણ વાત્સલ્યથી જ પમાય છે. વાત્સલ્ય વિના આ લાકનાં સમસ્ત કાર્યાં નાશ પામે છે અને પરલોકમાં દેવાદિ ગતિ મળતી નથી.
અદ્વૈત દેવ, નિગ્રંથ ગુરુ, સ્યાદ્વાદરૂપ પરમાગમ તથા યાપ ધર્મ પ્રત્યે વાત્સલ્ય ભાવ છે તે સંસારપરિભ્રમણના નાશ કરી, નિર્વાણ પ્રાપ્ત કરાવે છે. જિનમંદિરની સંભાળ, જિનસિદ્ધાંતનું સેવન, સાધી સજ્જનેાની સેવા, ધર્મમાં અનુરાગ, દાન દેવામાં પ્રીતિ એ સમસ્ત ગુણ્ણા વાત્સલ્યથી જ પ્રાપ્ત થાય છે. જે છકાયના જીવા પ્રત્યે વાત્સલ્યભાવ પાળે છે, તે જ ત્રણ લોકમાં અતિશયરૂપ તીર્થંકર પ્રકૃતિ ઉપાર્જન કરે છે. જે કલ્યાણના ઇચ્છક છે તે ભગવાન જિનેન્દ્રના ઉપદેશેલા વાત્સલ્ય ગુણને મહિમા જાણી વાત્સલ્ય નામના સોળમા અંગનું સ્તવન કરે છે, પૂજન કરે છે, મહા અર્ધઉતારણ કરે છે. તે દર્શનવિશુદ્ધિ પામી, તપ-આચરણ વર્ડ અહમિન્દ્ર આદિ દેવલોકને પ્રાપ્ત કરીને પછી જગતના ઉદ્ધારક તીર્થંકર થઈ મેાક્ષ પામે છે. સાળ કારણુ ભાવનારૂપ ધર્મના મહિમા અચિંત્ય છે કારણ કે તેથી ત્રણે લેાકમાં આશ્ચર્યકારી અનુપમ વૈભવના ધારક તીર્થંકરનું પદ પ્રાપ્ત થાય છે.
સાળુ કારણભાવનાપૂર્ણન સંપૂર્ણ
Page #280
--------------------------------------------------------------------------
________________
દશ લક્ષણરૂપ ધર્મ
દશ લક્ષણરૂપ ધર્મ ક્ષમાદિ દશ અંતર્ગત ભાવને આધીન છે. ૧. ઉત્તમ ક્ષમા, ૨. ઉત્તમ માર્દવ, ૩. ઉત્તમ આર્જવ, ૪. ઉત્તમ સત્ય, ૫. ઉત્તમ શૌચ, ૬. ઉત્તમ સંયમ, ૭. ઉત્તમ તપ, ૮. ઉત્તમ ત્યાગ, ૯. ઉત્તમ આર્કિચન્ય, ૧૦. ઉત્તમ બ્રહ્મચર્ય, આ દશ ધર્મનાં લક્ષણ છે. વસ્તુને સ્વભાવ તે ધર્મ. લેકમાં જે જે પદાર્થો છે તે પિતાના સ્વભાવને કદી છેડતા નથી. સ્વભાવને નાશ થાય તે વસ્તુને અભાવ થાય. એટલે કઈ પદાર્થને સર્વથા નાશ થતું નથી. આત્મા નામના પદાર્થને ક્ષમાદિ સ્વભાવ છે. ક્રોધાદિ ક્ષમાદિના વિકાર છે, કર્મથી થયેલી ઉપાધિ છે, આવરણ છે. ક્રોધ નામના વિકારને અભાવ થાય ત્યારે ક્ષમા નામને આત્માને સ્વભાવ પતે જ રહે છે એવી રીતે માનના અભાવથી માર્દવ (વિનય). ગુણરૂપે અને માયાના અભાવથી આર્જવ (સરળતા) ગુણરૂપે, લેભના અભાવથી શૌચ (નિર્લોભ) ગુણરૂપે આત્માને સ્વભાવ પિતે જ રહે છે, આત્મા જ પિતે રહે છે. કર્મને અભાવ થવાથી સહજ આત્મા પિતે પ્રગટ થાય છે. તેથી ઉત્તમ ક્ષમા આદિ આત્માને સ્વભાવ છે. મોહનીય કર્મના ભેદરૂપ ક્રોધાદિ કષાય વડે અનાદિ કાળથી આત્મા કાઈ રહ્યો છે, તે કષાયના અભાવથી ક્ષમાદિ આત્માના સ્વાભાવિક ગુણો ઊઘડે છે.
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૬૦
સમાધિ-સોપાન ૧. ઉત્તમ ક્ષમા :– “ ક્ષમા એ જ મોક્ષને ભવ્ય દરવાજ છે.”
–શ્રીમદ્ રાજચંદ્ર
કોધ વેરીને જીત તે જ ઉત્તમ ક્ષમા છે. કોધશત્રુ કેવો છે? આ જીવને વસવાના સ્થાનરૂપ સંયમભાવ, સંતેષભાવ, નિરાકુળતાભાવ, તે સર્વેને બાળનાર અગ્નિ સમાન છે, સમ્યક્દર્શન આદિ રત્નના ભંડારને તે લૂંટી લે છે; યશને નાશ કરે છે, અપયશરૂપ કલંકને ફેલાવે છે, ધર્મ-અધર્મને વિચારને વિનાશ કરે છે.
કોધીને પિતાનાં મન, વચન, કાયા પિતાને વશ રહેતાં નથી. ઘણું કાળની પ્રીતિ ક્ષણ માત્રમાં તેડી તીવ્ર વેર બાંધે છે. ક્રોધરૂપ રાક્ષસ જેને વળગ્યું હોય તે અસત્ય વચન, ભીલ, ચંડાળ આદિ બોલે તેવાં લેકનિંઘ વચન બોલે છે. ક્રોધને વશ જીવ પિતાને, માતાને, પુત્રને, સ્ત્રીને, બાળકને, સ્વામીને, સેવકને, મિત્રને મારી નાખે છે, સર્વ ધર્મને લેપ કરે છે. તીવ્ર ક્રોધી જીવ વિષથી, કે શસ્ત્રથી પિતે આપઘાત પણ કરે છે; ઊંચાં મકાન કે પર્વત ઉપરથી પડતું મૂકીને કે કૂવામાં પડીને આપઘાત કરે છે. કઈ રીતે કોધીને વિશ્વાસ રાખવા યંગ્ય નથી. કોધી જીવ યમરાજ જે છે. કોધી જીવ બીજા ની ઘાતાદિ કરવા ઈચ્છે છે પણ તેથી તે પ્રથમ તે પિતાનાં જ્ઞાન, દર્શન, ક્ષમા આદિ ગુણોની ઘાત કરે છે, પછી સામા જીવનાં કર્મ પ્રમાણે બીજાની ઘાત તે થાય કે ન પણ થાય. કોઇના પ્રતાપે
Page #282
--------------------------------------------------------------------------
________________
દેશ લક્ષણરૂપ ધર્મ (ક્ષમા)
૩૬૩
મહા તપસ્વી, નગ્ન, વનવાસી મુનિએ પણ ધર્મથી ભ્રષ્ટ થઈ નરકે ગયા છે. ક્રોધ બન્ને લેાકના નાશ કરે છે; મહા પાપ અંધાવી નરકે પહેોંચાડે છે, બુદ્ધિ ભ્રષ્ટ કરે છે, નિર્દયી અનાવે છે. ખીજાએ આપણા ઉપર કરેલા ઉપકાર ભુલાવી કૃતન્ની કરે છે, તેથી ક્રોધ સમાન પાપ નથી. ક્રોધાદિ કષાય સમાન આત્માની ઘાત કરનાર કેાઈ નથી. જગતમાં જે પુણ્યવાન, મહા ભાગ્યશાળી હાય છે, અને જેનું આ ભવ તથા પરભવમાં ભલું થવાનું હોય છે તેને જ ક્ષમા નામના ગુણ પ્રગટે છે.
ક્ષમા એટલે પૃથ્વી, તેના જેવા સહન કરવાના સ્વભાવ તે ક્ષમા છે. સમ્યક્ પ્રકારે સ્વ અને પરનું હિત—અહિત સમજી જે નિર્બળના અપરાધાને પોતે સમર્થ છતાં પણ રાગ દ્વેષ રહિત થઈને સહન કરે, વિકારી ન બને, તપી જાય નહીં તેા તેણે ઉત્તમ ક્ષમા કરી કહેવાય છે. ઉત્તમ એટલે સમ્યજ્ઞાન સહિત. ઉત્તમ ક્ષમા ત્રણ લાકના સાર છે. ઉત્તમ ક્ષમા સંસારસમુદ્રમાંથી તારનાર છે. ઉત્તમ ક્ષમા રત્નત્રયને ધારણ કરનારી છે. ઉત્તમ ક્ષમા દુર્ગતિનાં દુઃખાને દૂર કરનારી છે. ઉત્તમ ક્ષમા ધારણ કરનારને નરક કે તિર્યંચ ગતિમાં જવું ન પડે. ઉત્તમ ક્ષમાની સાથે અનેક ગુણાના સમૂહ પ્રગટ થાય છે. મુનીશ્વરાને તેા ઉત્તમ ક્ષમા અત્યંત પ્રિય છે. ઉત્તમ ક્ષમાને જ્ઞાની જન ચિંતામણિ રત્ન સમાન ગણે છે. ઉત્તમ ક્ષમા મનને ઉજ્જવળ કરે છે. ક્ષમા વિના મનની ઉજ્જવળતા અને સ્થિરતા કદાપિ થતી નથી. સર્વ મનેરથા પૂરનારી એક ક્ષમા જ છે.
Page #283
--------------------------------------------------------------------------
________________
સમાધિÀાપાન
૨૬૨
ક્રાધ જીતવાની ભાવના :—
કઈ દુર્વચન આદિથી દુ:ખી કરે, ગાળા દે, ચાર, અન્યાયી, પાપી, દુરાચારી, દુષ્ટ, નીચ, ચંડાળ, કૃતઘ્રી એવાં અનેક કુવચન કહે, ત્યારે જ્ઞાની એવા વિચાર કરે કે મેં આના અપરાધ કર્યાં છે કે નહીં? જો અપરાધ કર્યો હોય તથા રાગ, દ્વેષ, મેહને લઈને તેને કઈ વાતે દુઃખી કર્યાં હાય, તે હું અપરાધી છું. મને ગાળ દે છે, ધિક્કારે છે, નીચ, ચાર, કપટી, અધર્મી કહે છે તે વાજબી છે; એથી વધારે દંડ દે તાપણ વાજખી છે. મેં અપરાધ કર્યાં છે તેથી મારે ગાળ સાંભળીને ક્રોધ કરવા યેગ્ય નથી, અપરાધીને નરકમાં શિક્ષા ભાગવવી પડે છે, તે મારા નિમિત્તે એને દુ:ખ થયું એટલે ક્રોધમાં આવીને તે કડવાં વચન કહે છે; આવે વિચાર કરીને જ્ઞાની ક્ષમા કરે છે, ક્રોધ કરતા નથી.
દુર્વચન કહેનાર મંદ કષાયવાળા હાય તા તેની પાસે જઈને ક્ષમા આપવા વિનંતિ કરવી અને કહેવું કે “ હું કૃપાળુ ! પ્રમાદ કે કષાયને વશ થઈને મેં અજ્ઞાનીએ આપને દૂભા છે તે અપરાધની હું માફી માગું છું; હવેથી એવી ભૂલ નહીં કરું. મોટા પુરુષો એક વખત ભૂલની માફી આપે છે.”
જો સામેા માણસ ન્યાય રહિત, તીવ્ર કષાયવાળા હોય તે તેની પાસે તરત માફી માગવા જવું નહીં; ક્રોધ શમવા યેાગ્ય કાળ ગયા પછી તેની માફી માગવી.
જો પાતે અપરાધ કર્યાં ન હેાય પણ ઇર્ષા કે માત્ર દુષ્ટતાને લઈને કાઇ કુવચન કહે, ખાટું કલંક લગાડે કે
Page #284
--------------------------------------------------------------------------
________________
દશ લક્ષણરૂપ ધર્મ (ક્ષમા)
૨૬૩ જૂઠા દોષ આપે તે જ્ઞાની કંઈ પણ છેટું લગાડતા નથી, પણ એ વિચાર કરે છે કે મેં એનું ધન લઈ લીધું હેય, જમીન–જાગીર ખૂંચવી લીધી હોય કે આજીવિકા તેડી હોય, ચાડી ખાધી હોય તથા તેનાં કલંક ઉઘાડાં પાડી મેં અપરાધ કર્યો હોય તે મારે પસ્તા કર ઘટે છે. પણ મેં અપરાધ કર્યો નથી તે મારે શી ફિકર છે? નામ, કુળને ઉદ્દેશીને તે જે દુર્વચને કહે છે, તે નામ, કુળ, જાતિ મારા સ્વરૂપથી ભિન્ન છે, હું તે જ્ઞાયક છું, જેને તે કહે છે તે હું નથી. હું જે સ્વરૂપે છું ત્યાં તે વચન પહોંચી શકતાં નથી. તેથી મારે ક્ષમા ગ્રહણ કરવી એ જ ઉત્તમ છે. જે દુર્વચન કહે છે તે મુખ, જીભ, દાંત, ઓઠ વડે શબ્દરૂપે પરિણમેલાં પુદ્ગલ પરમાણુ છે, તેનું શ્રવણ કરી જે મને વિકાર થાય તે એ મારી મહા અજ્ઞાનદશા ગણાય. એ ઈર્ષાવાળે, દુષ્ટ પુરુષ ગાળ દે છે તેને વિચાર કરીએ તે ગાળ શી વસ્તુ છે? ગાળ કંઈ વસ્તુ નથી, ક્યાંય વળગતી નથી, દેખાતી નથી. જ્ઞાની હોય તે અવસ્તુને લેવાદેવાને સંકલ્પ શાને કરે?
તે ચેર, અન્યાયી, કપટી, અધમી ઈત્યાદિ વચને કહે છે ત્યાં એમ વિચારવું કે હે આત્મા ! તું અનેક વાર અનેક જન્મમાં ચેર, વ્યભિચારી, અભક્ષ્ય-ભક્ષણ કરનાર, ભીલ, ચંડાળ, ચમાર, ગેલે, વાંદરે, કુતરે, ભૂંડ, ગધેડે ઈત્યાદિ તથા અધમ, પાપી, કૃતઘી થતું આવ્યું છે. હજી સંસારપરિભ્રમણ કરીશ તે વખતે અનેક વાર થઈશ પણ ખરે. અત્યારે તે માત્ર કૂતરે, ગધેડે કે ચેર, ચંડાળ
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૬૪
સમાધિસેપાન એવા શબ્દો જ કહે છે તે સાંભળીને કોધ કરે કે દુઃખી થવું એ મેટી ભૂલ છે.
એ દુષ્ટ માણસ દુર્વચન કહે છે એમાં એને વાંક નથી. મારા પૂર્વજન્મના પાપને ઉદય છે, તે એની મારક્ત એવા શબ્દો બોલાવે છે પણ મારા કર્મની નિર્જરા થાય છે એ મોટો લાભ મને થાય છે. તેમાં તેને ઉપકાર માનવા
છે. જે દર્વચન કહેનાર છે. તે જૂઠા દેષ આપવાથી પિતાનાં પુણ્યને સમૂહ તે ગુમાવે છે, પણ મારાં પાપ ધવે છે. આવા ઉપકારી પ્રત્યે હું જે કોધ કરું તે મારા સમાન કેઈ અધમ નથી.
જ્ઞાની એ વિચાર કરે છે કે તેણે દુર્વચન જ કહ્યાં છે પણ મને માર્યો નથી એટલું ભલું કર્યું, કારણ કે ક્રોધી તે પિતાના પુત્ર, પુત્રી, સ્ત્રી આદિને મારે છે. કઈ દુષ્ટ મારી બેસે તે જાણવું કે મને માત્ર માર માર્યો પણ પ્રાણરહિત નથી કર્યો એટલે લાભ છે, કારણ કે દુષ્ટ તે પોતાના પ્રાણની દરકાર કર્યા વિના સામાને વધ કરી બેસે છે. જે કોઈ પ્રાણરહિત કરે તે સમજવું કે એક વાર મરવાનું તે હતું બાંધેલા કર્મરૂપી દેવું છૂટ્યું; અહીં જ કર્મરૂપ દેવું પત્યું, જ્ઞાન, દર્શન, ક્ષમાદિ ધર્મને ક્રોધ વડે નાશ ન થયે એ મને મહાન લાભ થયે; કારણ કે પ્રાણધારણ તે ધર્મથી સફળ થાય છે. દ્રવ્યપ્રાણ તે પુદ્ગલમય છે. તેના નાશથી મારે નાશ થતો નથી.
જ્ઞાની વિચારે છે કે કલ્યાણનાં કાર્યોમાં અનેક વિડ્યો આવે છે, તે ભલે આ વિશ્ન આવ્યું. હવે હું સમભાવ રાખું
Page #286
--------------------------------------------------------------------------
________________
દશ લક્ષણરૂપ ધર્મ (ક્ષમા)
૨૬૫ તે ઠીક, ઉપદ્રવ થાય ત્યારે ક્ષમા છેડીને હું વિકાર પામું તે અન્ય મંદ જ્ઞાની તથા કાયર, ત્યાગી તપસ્વીઓ દેખાદેખી ધર્મમાં શિથિલ થઈ જાય તેથી મારે જન્મ માત્ર અન્યના લેશને અર્થે જ થયે ગણાય. વીતરાગ ધર્મ ધારણ કરીને પણ ક્રોધી, વિકારી, દુર્વચન કહેનારે થાઉં તે મને દેખીને બીજા પણ કોધમાં પ્રવર્તવા લાગે, તેથી ધર્મની મર્યાદાને ભંગ કરી પાપની પરંપરા ચલાવનારાઓમાં મુખ્ય હું થયા ગણાઉં. માટે પ્રાણ જતાં પણ, ધન કે કીતિને નાશ થાય તેપણ મારે ક્ષમા ગુણ તજવા યોગ્ય નથી. પૂર્વે મેં અશુભ કર્મ બાંધ્યું હતું તે પાપનું ફળ હું ભેગવું છું; સામે માણસ તે નિમિત્ત માત્ર છે. એના નિમિત્તે પાપને ઉદય થયો ન હોત તે બીજા કોઈના નિમિત્તે થાત. ઉદયમાં આવેલું કર્મ ફળ આપ્યા વિના ટળતું નથી. આ અજ્ઞાની લેક મારા પ્રત્યે ક્રોધમાં આવી દુર્વચન આદિ વડે ઉપદ્રવ કરે છે તે વખતે હું પણ દુર્વચન આદિ વડે તેમને પ્રત્યુત્તર દઉં તે હું તત્ત્વજ્ઞાની શાને ? અજ્ઞાની જે જ થયે, તે તત્વજ્ઞાન શા કામમાં આવ્યું? યથાયોગ્ય ઉદયમાં આવેલું પાપકર્મ ભેગવતાં કર્યો વિવેકી આત્મા ક્રોધાદિકને વશ થાય? હે આત્મા, પૂર્વે બાંધેલું અશાતા કર્મ હમણાં ઉદયમાં આવ્યું છે, તેને કોઈ ઉપાય નથી. તે રેકી શકાય એવું નથી એમ જાણી સમભાવથી સહન કરે. જો ભેગવતાં સંક્લેશ ભાવ કરશે તે આ દુઃખ તે ભેગવવું જ પડશે અને ન મહાન અશાતાને (દુઃખને) બંધ બાંધશે. તેથી બનનાર છે તે ફરનાર નથી એમ જાણી નિઃશંક થઈ સમભાવથી સહન કરે.
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૬૬
સમાધિ-સંપાના આ દુષ્ટ લેક ઘણું છે, પિતાની શક્તિ વડે મારામાં ક્રોધરૂપ અગ્નિ પ્રગટાવી, સમભાવરૂપ મારી સંપત્તિને નાશ. કરવા ઈચ્છે છે. આવા પ્રસંગમાં હું હવે અસાવધ રહી ક્ષમા છેડી દઉં તે અવશ્ય સમભાવને નાશ કરીને ધર્મ અને યશને બેઈ બેસીશ. તેથી દુષ્ટના સંગમાં સાવધાન રહેવું યેગ્ય છે. જ્ઞાની પુરુષને, અસહ્ય ફ્લેશ ઊપજે એવા પૂર્વ કર્મના ઉદયે પણ તે કર્મ છૂટે છે એમ જાણી હર્ષ થાય છે. તીણ વચનબાણથી વીંધાતા જે હું ક્ષમા છેડી દઉં તે કોધી અને હું સરખા થયા. અનેક પ્રકારનાં દુર્વચન, માર અને પીડાના પ્રયોગથી જે વેરી ઉપસર્ગ ન કરે તે પૂર્વ સંચય કરેલાં અશુભ કર્મો કેવી રીતે છૂટે ? તેથી વેરી તે ઉપકારી છે. વિવેકજ્ઞાન પ્રાપ્ત કરી જિનઆગમના ઉપકારથી સમભાવને અભ્યાસ કર્યો છે તેની પરીક્ષા લેવા જ આ કર્મ ઉદયમાં આવ્યું છે. સમભાવની મર્યાદા ઓળંગી જે હું હવે શત્રુ પ્રત્યે ક્રોધ કરું તે જ્ઞાનનેત્ર પ્રાપ્ત થયા છતાં સમભાવ ન રાખવાથી ક્રોધરૂપ અગ્નિમાં બળી મરીશ. વીતરાગમાર્ગમાં પ્રવર્તનાર, સંસારની સ્થિતિ ઘટાડવા મથનાર હું જે કોઈનું ભૂંડું છું, તે સંસારમાર્ગમાં પ્રવર્તનાર મિથ્યાવૃષ્ટિ જે હું પણ થ.
દુષ્ટ જોને ન્યાયધર્મરૂપ માર્ગ સમજાવ્યા છતાં તથા. ક્ષમા ધારણ કરવાને સમજાવ્યા છતાં તે ઉપદેશ ગ્રહણ ન કરે તે પણ જ્ઞાની પુરુષે ક્રોધ કરે નહીં. ઝેર ઉતારનાર, વેદ કેઈનું ઝેર ઉતારવા અનેક ઔષધ આદિ ઉપચાર કરી વિષ દૂર કરવા ઈચ્છે છે, છતાં તેનું ઝેર ન ઊતરે તે વૈદ. પિતે ઝેર ખાતે નથી કારણ કે દરદીનું ઝેર ન ઊતરે તે.
Page #288
--------------------------------------------------------------------------
________________
દશ લક્ષણરૂપ ધર્મ (ક્ષમા)
૨૬૭ દે ઝેર ખાઈને મરી જવું એગ્ય નથી; તેવી રીતે જ્ઞાની જન પહેલાં દુષ્ટ જનની પ્રકૃતિ પરખી લે છે, કે આ. દુષ્ટતા છેડે એ છે, છેડે નહીં એ છે, કે દુષ્ટતા. વધારે એવે છે. જે ઉપદેશનું વિપરીત પરિણામ આવે. તેવું હોય તે તેને ઉપદેશ ન દે. પણ સમજવા લાયક તેની યેગ્યતા દેખે, તે તેને ન્યાયી અને ડિત-મિત. વચન કહે. હિત કહેવા છતાં કોઈ દુષ્ટતા ન તજે તે પિતે. ક્રોધી ન થાય.
જ્ઞાની વિચારે કે જે દુર્વચન આદિ ઉપદ્રવ વડે આ કોધી માણસે મને પજવ્યો ન હેત તે હું ઉપશમ ભાવ. ધારણ કરી ધર્મનું શરણ ક્યાંથી ગ્રહણ કરત? તેથી મને. પીડા દેનારે પણ પાપથી ભયભીત કરી મને ધર્મમાં જેડ્યો, મારે પ્રમાદ છેડાવી મેટો ઉપકાર કર્યો. જગતમાં કેટલાક પરોપકારી પુરુષે તે એવા હોય છે કે પરને સુખી કરવા. પિતાનાં ધન કે શરીરને પણ ત્યાગ કરે છે તે આટલાં. દુર્વચન સહન કરવામાં મારું શું જાય છે? મને દુર્વચન કહેવાથી કોઈ સુખી થતું હોય તે ભલે, મને તેથી કંઈ હાનિ થવાની નથી.
જે પીડા ઉપજાવનાર પ્રત્યે ક્ષમા રાખું તે મારા. આત્માનું કલ્યાણ થાય અને શત્રુના પુણ્યને નાશ થાય. પણ જે ક્રોધ કરું તે મારું આત્મહિત નાશ પામે અને. દુર્ગતિ પામું, તેથી પ્રાણ જતાં પણ દુષો પ્રત્યે ક્ષમા કરવી
એ જ કલ્યાણકારી છે એમ સત્પરુષે કહે છે તેથી આત્મકલ્યાણ કરવા હું ક્ષમા જ ગ્રહણ કરું. આટલા કાળ સુધી.
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૬૮
સમાધિ-સંપાન વીતરાગ ધર્મ ધારણ કર્યો તે હવે કોધાદિકના નિમિત્તોમાં સમભાવ રહે છે કે નહીં એની પરીક્ષા તે કરું. મારા પુણ્યના ઉદયથી આ દુર્વચન કહેનાર મારફતે પરીક્ષાભૂમિ પ્રગટ થઈ છે તે મારે ક્ષમા ધારણ કરવા યંગ્ય છે. કોઈ નિર્દય માણસ મારવા તૈયાર થાય તે પણ જે મનમાં મલિન ભાવ ન થાય, સમભાવ રહે છે તે કલ્યાણનું કારણ છે, પ્રશંસવા ગ્ય ક્ષમા છે. ઘણે કાળ શાસ્ત્રને અભ્યાસ કર્યો હેય, સારે સ્વભાવ રાખ્યું હોય પરંતુ પ્રસંગ પશે સમભાવ ન રહે તે તે શાસ્ત્રાભ્યાસ કે સ્વભાવ શા કામના ? પ્રશંસવા ગ્ય ધીરજ તે એનું નામ કે જે દુષ્ટ જનનાં કુવચન સાંભળતાં પણ છૂટી જાય નહીં, દ્રઢ રહે. કટીને વખત ન આવે ત્યાં સુધી તે સર્વ મનુષ્ય સત્ય, સંતેષ, ક્ષમા ધારણ કરે છે. પરંતુ જેમ ચંદન વૃક્ષને કુહાડો કાપે છે તે પણ કુહાડાના મુખને તે સુગંધી બનાવે છે, તેમ જે અપકાર કરનાર ઉપર પણ ઉપકાર કરે છે તેનું જીવ્યું ધન્ય છે. આવી પડેલા ઉપસર્ગ કે કોઈના કરેલા ઉપસર્ગને અવસરમાં જેના ચિત્તમાં મલિન ભાવ ઊપજતું નથી તે અવિનાશી સંપત્તિ પામે છે.
પિતાના ભાવ વડે પૂર્વે બાંધેલાં પાપકર્મો ઉદયમાં આવે ત્યારે કર્મનું ફળ જેમના નિમિત્તે મળે છે તે બાહ્ય નિમિત્તા પ્રત્યે અજ્ઞાની જન ક્રોધ કરે છે, પરંતુ પિતાના દોષ દેતા નથી. પરંતુ જ્ઞાની એમ વિચારે છે કે જે કર્મોને નાશ થવાથી સંસારદુઃખને નાશ થાય છે, તે કર્મો પિતે જ ફળ આપીને છૂટે છે, તે માટે રાજી થવું જોઈએ. આ સંસારરૂપ વન અનેક દુઃખથી ભરેલું છે, તેમાં વસનારે
Page #290
--------------------------------------------------------------------------
________________
દેશ લક્ષણરૂપ ધર્મ (ક્ષમા)
૨૬૯
અનેક દુઃખ સહન કરવાં ઘટે છે. સંસારમાં તે દુઃખ જ છે. જ્ઞાન અને વિવેક રહિત સત્શાસ્ત્રોના દ્વેષી, મહાનિર્દયી, પરભવ સુધારવાની ભાવના વિનાના, વિનાના, ક્રોધરૂપ અગ્નિથી ખળતા, દુષ્ટતા ભરેલા, વિષયાની લેલુપતાથી અંધ થયેલા, હઠાગ્રહી, મહા અભિમાની, કૃતન્ની એવા અનેક દૃષ્ટ મનુષ્યા. આ સંસારમાં ન હેાત તેા ઉજ્જ્વળ બુદ્ધિવાળા સત્પુરુષા વ્રત, તપશ્ચરણ કરી મેાક્ષને માટે પુરુષાર્થ શા માટે કરત ?' આવા ક્રોધી, દુચન બોલનાર, હઠાગ્રહી, અન્યાયમાર્ગી મનુષ્યા વિશેષ દેખીને જ સત્પુરુષો વીતરાગી થયા છે. મહા પુણ્યના પ્રભાવથી હું પરમાત્મસ્વરૂપના જ્ઞાતા થયા, પરમકૃપાળુ સર્વજ્ઞ ભગવાનના ઉપદેશેલા પદાર્થાના નિર્ણય થયા, અને સંસારપરિભ્રમણ આદિથી ભયભીત થઈ વીતરાગ માર્ગમાં પ્રવર્યાં; તેમ છતાં જો અત્યારે હું ક્રોધને વશ થઈને વર્તીશ તા મારું જ્ઞાન, ચારિત્ર સઘળું નિષ્ફળ થશે. અને ધર્મના અપયશ ફેલાવનાર થઈને દુર્ગતિને પાત્ર થઇશ.
પદ્મનંદ્ધિ મુનિએ કહ્યું છે કે મૂર્ખ માણસાએ ઉપાવેલી ખાધા–પીડા, ક્રોધનાં વચન, હાંસી, અપમાન આદિ વડે ઉત્તમ પુરુષોના મનમાં વિકાર થતા નથી, ખાટું લાગતું નથી. ઉત્તમ ક્ષમા તા તે કહેવાય અને તે ક્ષમા મેક્ષમાર્ગમાં પ્રવર્તનારને પરમ સહાય કરનાર છે.
વિવેકી જને એમ વિચારે છે કે રાગ-દ્વેષ આદિ મળ. રહિત નિર્મળ મન રહેતું હાય તે પછી અન્ય લોકો અમને ખોટા કહે કે સારા કહે; તેની સાથે અમારે શું પ્રયેાજના છે? વીતરાગ ધર્મને ધારણ કરનારે પેાતાના આત્માની.
તે
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૭૦
સમાધિ-પાન શુદ્ધિ સાધવા ગ્ય છે. જે અમારાં પરિણામ દેજવાળાં હોય, અને અમારા કઈ મિત્રો અમને સારા કહે, તો તેથી અમે ભલા થઈ જવાના નથી, અને અમારા ભાવ નિર્દોષ હોવા છતાં કેઈ દ્વેષબુદ્ધિથી અમને બેટા કહે છે તેથી અમે ખોટા થઈ જવાના નથી. જેવાં અમારાં આચરણ-વર્તન હશે તેવું ફળ પ્રાપ્ત થશે. જેમ કોઈ કાચને રત્ન કહે અને રત્નને કાચ કહે, તે પણ કિંમત તે રત્નની જ ઊપજશે કાચના કટકાની કિંમત રત્નના જેટલી કોણ આપે?
પરમાં દોષ ન હોય તે પણ પરના દોષ કહ્યા વિના દુષ્ટ જનને ચેન પડતું નથી. તેથી મારામાં ન હોય તેવા દે કલ્પીને દુષ્ટ જન ઘેર ઘેર લેકેને ભલે કહ્યા કરે અને એમ કરીને ભલે સુખી થાય. જે ધનની ઈચ્છક હોય તે ભલે મારું સર્વસ્વ લઈ જઈને સુખી થાય. સ્થાનના ઈચ્છક,
સ્થાન લઈને સુખી થાઓ. જે શત્રુ મારા પ્રાણ લેવાને ઈચ્છતા હોય તે મારા પ્રાણ હરણ કરીને સુખી થાઓ. - હું મધ્યસ્થ છું, રાગ-દ્વેષ રહિત છું. સમસ્ત જગતનાં પ્રાણીઓ મારા નિમિત્તે સુખી થાઓ; મારા નિમિત્તે કોઈ પણ પ્રાણીને કોઈ પણ પ્રકારનું દુઃખ ન થાઓ. હું આ પિકારીને કહું છું; કારણ કે મારું જીવન તે આયુષ્ય કમેને આધીન છે. અને ધન તથા સ્થાનનું રહેવું કે જવું, પાપપુણ્યને આધીન છે. કેઈ જીવ સાથે મારે વેર-વિરેાધ નથી; સર્વ પ્રત્યે એક ક્ષમા છે.
હે આત્મા! મિથ્યાવૃષ્ટિ, દુષ્ટ, મૂહ, અવિવેકી મનુષ્ય કરેલા દુર્વચન આદિ ઉપદ્રવથી ગભરાઈ જઈ તેને દુઃખ માની ખેટું લગાડે તે ત્રણ લેકના શિરેમણિ સમાન ભગવાન
Page #292
--------------------------------------------------------------------------
________________
દશ લક્ષદ્ગુરૂપ ધર્મ (ક્ષમા)
૨૦૧
વીતરાગને તેં જાણ્યા શાના ? વીતરાગ ધર્મની ઉપાસના કરી ખરી? તે લોકોને મૂર્ખ જાણ્યા ખરા ? મેાહી, મિથ્યાદૃષ્ટિ, મૂઢજનાનું જ્ઞાન તે વિપરીત જ હાય છે; અને તે કર્માને વશ હાય છે તેથી ક્ષમા કરવા ચેાગ્ય છે.
ક્ષમા આ લાકમાં પરમ શરણુરૂપ છે; માતા સમાન રક્ષા કરનારી છે; વધારે શું કહીએ ? જિનધર્મનું મૂળ ક્ષમા છે. સર્વ ગુણના આધાર ક્ષમા છે. તે જ કર્મો કાપવાનું હથિયાર છે; હજારા ઉપદ્રવાને દૂર કરનારી છે; તેથી ધન જતાં કે પ્રાણ જતાં પણ ક્ષમા છેડવા યોગ્ય નથી. કાઈ દુષ્ટ આપણી ઘાત કરતા હેાય તેવે વખતે પણ કડવાં વચન ન કહેા. મારનાર પ્રત્યે પણ મનમાંથી વેર દૂર કરીને કહા કે તમે તા મારા ઉપકારી છે, પરંતુ મરણ આવી પહોંચ્યું છે એટલે આપ શું કરે ? પાપ કર્મના ઉદય આવી પહેાંચ્યા છે છતાં આટલું અહાભાગ્ય કે આપ સરખા મેાટા પુરુષને હાથે મારું મરણ થાય છે. મારા જેવા અપરાધીને આપ દંડ ન દે તે ન્યાય માર્ગના લાપ થાય. હું અપરાધનું ફળ આગળ નરક–તિર્યંચગતિમાં ભાગવત; તેને બદલે આપે મને અહીં જ દેવામાંથી મુક્ત કર્યાં. હું મન, વચન, કાયાથી આપના પ્રત્યે વેર વિરાધ રાખતા નથી; ક્ષમા ગ્રહણ કરું છું. અને આપ પણ મને અપરાધની શિક્ષા આપી ક્ષમા ગ્રહણ કરો. રાગ આદિ કષ્ટ વેઠીને બહુ દુઃખ સહિત હું મરત, તેને ખલે ધર્મના શરણુ સહિત, ઋણુરહિત થઈને આપ સજ્જનની કૃપા સહિત મરણુ કરીશ. આ પ્રકારે મારનાર પ્રત્યે પણ વેર તજી સમભાવ રાખવા તે ઉત્તમ ક્ષમા છે.
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૭૨
સમાધિસેપાના ૨. ઉત્તમ માર્દવ :“જગતમાં માન ન હોત તે અહીં જ મોક્ષ હોત.”
શ્રીમદ્ રાજચંદ્ર
માન કષાયથી આત્મામાં કઠેરતા આવે છે તે કઠોરતા દૂર થતાં નમ્રતા પ્રગટે છે, તે માર્દવ નામે આત્માને ગુણ છે. આત્મા અને માન કષાય ભિન્ન છે એમ જાણી, આત્માને અનુભવ કરી માન કે ગર્વ તજ તે ઉત્તમ માર્દવ ગુણ છે. માન સંસાર વધારનાર છે, અને માર્દવ. સંસાર–પરિભ્રમણ ટાળનાર છે. માર્દવ દયાધર્મનું મૂળ છે અને અભિમાન પાપનું મૂળ છે. અભિમાનીમાં દયાધર્મ વસતે નથી. કઠોર હૃદયવાળે નિર્દય હોય છે. માર્દવ ગુણ સર્વને હિતકારક છે. જેનામાં વિનય ગુણ છે તેનું જ વ્રત પાળવું, સંયમ ધાર, જ્ઞાનને અભ્યાસ કરવો એ સર્વ સફળ છે અભિમાનીનાં એ બધાં નિષ્ફળ છે. માર્દવ ગુણ કષાયને નાશ કરનાર છે, અને પાંચ ઇદ્રિ તથા મનને દંડ દેનાર છે. વિનય ગુણના પ્રતાપે ચિત્તરૂપી ભૂમિમાં કરુણારૂપ વેલ ઊગીને ફેલાય છે. માર્દવ ગુણથી જ વીતરાગ ભગવાન પ્રત્યે તથા તેમનાં વચનામૃત પ્રત્યે ભક્તિ ઊગે છે. અભિમાનીને વીતરાગ ભગવાનના ગુણો ઉપર અનુરાગ થતું નથી. માર્દવ ગુણથી કુમતિ ફેલાતી નથી પણ નાશ પામે છે. અભિમાનીને બહુ કુબુદ્ધિ ઊપજે છે. માર્દવ ગુણથી પરમ વિનય પ્રવર્તે છે. વિનય વેરીને વશ કરે છે. માન ઘટે તે પરિણામની ઉજજ્વળતા થાય છે. કેમળ પરિણામથી આ લેક, પરલેક બન્ને સુધરે છે. આ લેકમાં નમ્રતાવાળે
Page #294
--------------------------------------------------------------------------
________________
દશ લક્ષણરૂપ ધર્મ (માદવ)
૨૭૩ સુયશ પામે છે અને પરલેકમાં તેને દેવલોકની પ્રાપ્તિ થાય છે. 'કેમળ પરિણામથી જ અત્યંતર અને બાહ્ય તપ શેભે છે. અભિમાનીનું તપ પણ નિંદવા યોગ્ય છે. કેમળ પરિણામથી ત્રણ જગતના લેકનાં મને પ્રસન્ન થાય છે. માર્દવ વડે જ જીવ વીતરાગને સત્ય ધર્મ પામે એમ જણાય છે. માર્દવ વડે સ્વ-પરના સ્વરૂપને અનુભવ થાય છે. કઠોર પરિણામવાળાને સ્વ–પરને વિવેક હોતું નથી. માદેવથી જ સમસ્ત દૈષોને નાશ થાય છે. માદેવ પરિણામ સંસાર સમુદ્રમાંથી જીવને તારે છે. તેથી માર્દવ પરિણામને સમ્યકદર્શનના અંગ જાણી તે નિર્મળ માર્દવ ધર્મની સ્તુતિ કરે.
સંસારી જોને અનાદિ કાળથી મિથ્યાદર્શનને ઉદય ચાલ્યો આવ્યો છે તેથી પર્યાય-બુદ્ધિને લઈને જાતિ, કુળ, વિદ્યા, બલ, ઐશ્વર્ય, રૂપ, તપ, અને ધનને પિતાનું સ્વરૂપ માની ગર્વિષ્ઠ થઈ રહ્યો છે. તેને એમ સમજાયું નથી કે આ જાતિ, કુળ આદિ બધાં કર્મના ઉદય પ્રમાણે પ્રગટેલા પુદ્ગલના નાશવંત વિકારો છે અને હું અવિનાશી જ્ઞાનસ્વરૂપ અરૂપી છું. અનાદિકાળમાં અનેક જાતિ, કુળ, બળ, ઐશ્વર્ય આદિ પામી પામીને મૂકતે આવ્યો છું. એમાં હવે મારાં કેને માનું ? ધન, યૌવન, ઇદ્રિયજનિત જ્ઞાન આદિ સર્વ વિનાશી છે, ક્ષણભંગુર છે તેને ગર્વ કરે તે સંસારપરિભ્રમણનું કારણ છે.
આ સંસારમાં સ્વર્ગલેકના મહાદ્ધિવાળા દેવ મરીને એક સમયમાં એકેન્દ્રિયમાં આવીને ઊપજે છે કે કાગડા, કૂતરા, ચંડાળ આદિના ભવ પામે છે. નવ નિધાન, ચૌદ
૧૮
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૭૪
સમાધિ-સે પાન રત્ન ધારક ચક્રવર્તી મરીને એક સમયમાં સાતમી નરકને વિષે નારકી થાય છે. બળભદ્ર-નારાયણનાં ઐશ્વર્ય પણ નાશ પામ્યાં તે સામાન્ય માણસની વાત જ શી કરવી? જેની હજારે દેવે સેવા કરે તેવાનું પુણ્ય ક્ષય થયું ત્યારે પાણી પાનાર પણ એક માણસ ન રહ્યું તે બીજા પુણ્યહીન જીવે કેમ મર્દોન્મત્ત બની રહ્યા છે ?
ઉત્તમ જ્ઞાન વડે જગતમાં પ્રધાન ગણતા, ઉત્તમ તપશ્ચર્યા કરવામાં ઉદ્યમી અને મહા દાનવીર પુરુષો પણ પિતાના આત્માને અતિ નીચે માને છે, તેમને માઈવ ધર્મ પ્રગટે છે. વિનયભાવ, નિર્માનીપણું એ સર્વ ધર્મનું મૂળ છે, સર્વ સમ્યકજ્ઞાનાદિ ગુણોને આધાર છે. જે સમ્યફદર્શનાદિ ગુણ પ્રાપ્ત કરવા હેય, પિતાને ઉજજવળ યશ વિસ્તાર હોય અને વેરને નાશ કરે હોય તે ગર્વ તજી, નમ્રતા ગ્રહણ કરે. ગર્વ ગાળ્યા વિના વિનયાદિ ગુણ, વચનની મધુરતા, પૂજ્ય પુરુષોને આદર-સત્કાર, દાન, સન્માન આદિ એકે ગુણ પ્રાપ્ત નહીં થાય.
અભિમાનીને વગર વાંકે સર્વ વેરી બને છે, તેની સર્વ નિંદા કરે છે, સર્વ લેક તેની પડતી થાય એમ ઇચ્છે છે. શેઠ અભિમાની નેકરને કાઢી મૂકે છે. ગુરુજને અભિમાનીને વિદ્યા આપવા તત્પર થતા નથી. અભિમાનીથી
કરે પણ વિમુખ રહે છે. મિત્ર, ભાઈ, વડીલ, પડોશી વગેરે તેની પડતી ઈચ્છે છે. પિતાગુરુ, ઉપાધ્યાય તે પુત્ર કે શિષ્યને વિનયી દેખીને આનંદ પામે છે. અવિનયી, અભિમાની પુત્ર કે શિષ્ય મોટા પુરુષના મનમાં સંતાપ
Page #296
--------------------------------------------------------------------------
________________
દેશ લક્ષણરૂપ ધર્મ (સાવ)
૨૭૫
પેદા કરે છે. પુત્ર, શિષ્ય તથા સેવકના તે એ જ ધર્મ છે કે નવું કાર્ય કરતા પહેલાં પિતા, ગુરુ, કે શેઠને જણાવવું, આજ્ઞા માગવી પણ આજ્ઞાના અવસર ન મળે તેા અવસર દેખે કે તરત જ જણાવે, તે જ વિનય છે, તે જ ભક્તિ છે.
જેને માથે ગુરુ બિરાજે છે તે ભાગ્યશાળી છે. વિનયવંત, માનરહિત પુરુષ સર્વ કાર્ય ગુરુને જણાવી દે છે. આ કળિકાળમાં મદ્ય રહિત કેમળ પરિણામ સહિત સર્વત્ર પ્રવર્તે છે તેને ધન્ય છે. ઉત્તમ પુરુષો બાળક, વૃદ્ધ, નિર્ધન, રાગી, મૂર્ખ, નીચ પ્રત્યે પણ યથાયેાગ્ય પ્રિય વચન, આદરસત્કાર, સ્થાન, દાન આપવાનું કદી ચૂકતા નથી. ઉત્તમ જના ઉદ્ધૃતતા જણાય તેવાં વસ્ત્ર, આભરણુ પહેરે નહીં. ઉદ્ધૃતપણે બીજાનું અપમાન થાય તેમ લેણું, દેણુ, વિવાહ આદિ વ્યવહાર કાર્ય કરે નહીં. ઉદ્ધતાઈથી અભિમાનભરી ચાલ, નજર, વચન, ઊઠવું, બેસવું દૂરથી છેડી દે તેને લેાકમાન્ય માદેવ ગુણ પ્રગટે છે.
ધન, રૂપ, જ્ઞાન, વિદ્યા—કલા-ચતુરાઈ, ઐશ્વર્ય, બળ, જાતિ, કુળ, લોકમાન્યતા આદિ ગુણા મળ્યા તે સફળ કયારે ગણાય કે જો તે ઉદ્ધૃતતારહિત, અભિમાનરહિત, નમ્રતા સહિત, વિનય સહિત પ્રવર્તે, પેાતાના મનમાં પેાતાને સર્વથી લઘુ માને તેા. એ ધનાદિ સર્વ પ્રાપ્ત થવાં કર્મને આધીન છે, પુણ્યથી પ્રાપ્ત થાય છે એમ જાણે તે તેના ગર્વ કેમ કરે ? ન કરે. હે ભવ્યજનો ! સમ્યક્દર્શનનું અંગ આ માદેવ ધર્મ જાણી તેની સ્તુતિ, ભાવના, ધ્યાન કરો.
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૭૬
સમાધિ-સપના ૩. ઉત્તમ આર્જવ :સરળતા એ ધર્મનું બીજ સ્વરૂપ છે.”
= શ્રીમદ્ રાજચંદ્ર ધર્મનું શ્રેષ્ઠ લક્ષણ આર્જવ છે. આર્જવ એટલે સરળતા. મન, વચન, કાયાને કુટિલપણને અભાવ તે આર્જવ છે. આર્જવ ધર્મ પાપને નાશ કરનાર, અને સુખ ઉત્પન્ન કરનાર છે. તેથી કુટિલ સ્વભાવ છેડી કર્મને ક્ષય કરનાર આર્જવ ધર્મ ધારણ કરે. કુટિલતા અશુભ કર્મને બંધ કરાવનાર અને જગતમાં અતિ નિંદવા લાયક છે. તેથી, આત્માનું કલ્યાણ ઈચ્છનારે આર્જવ ધર્મનું અવલંબન લેવું ઘટે છે. જે મનમાં ચિંતવ્યું હોય, તેવું જ બીજાને વચનથી કહેવું, અને તે પ્રમાણે કાયાએ કરીને વર્તવું, તે સુખની ખાણુરૂપ આર્જવ ધર્મ છે. માયાચારરૂપ શલ્ય મનમાંથી દૂર કરી, ઉજજ્વળ, પવિત્ર આર્જવ ધર્મને વિચાર કરે. કેમકે માયાચારીનાં વ્રત, તપ, સંયમ સર્વ નિરર્થક છે. આર્જવ ધર્મ મોક્ષમાર્ગમાં મિત્રરૂપ છે. કુટિલ વચન ન બોલે તેને આર્જવ ધર્મ પ્રાપ્ત થાય છે. આર્જવ ધર્મ છે તે સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યકૂચારિત્રનું અભેદ સ્વરૂપ છે; અતીંદ્રિય સુખને ખજાને છે; અતીંદ્રિય અવિનાશી સુખ પ્રાપ્ત કરાવવા સમર્થ છે; સંસારસમુદ્ર તેરવાનું જહાજ છે.
માયાચાર પ્રગટ થાય ત્યારે પ્રીતિને ભંગ થાય છે. મીઠાથી દૂધ ફાટી જાય છે તેમ માયાકપટ કરનાર પિતાનું કપટ છુપાવવા બહુ પ્રયત્ન કરે છે તે પણ આખરે ઉઘાડું પડ્યા વિના રહેતું નથી. બીજાની ચાડી ખાય છે. છાની
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૯૭
દશ લક્ષણરૂપ ધર્મ (આજ વ) નિંદા કરે તે આપોઆપ પ્રગટ થઈ જાય છે. તેથી માયા કપટ કરવું તે પિતાની આબરૂ બગાડવા બરાબર છે, ધર્મ બગાડવારૂપ છે. કપટીને સર્વ મિત્રે આપોઆપ શત્રુ થઈ જાય છે. કેઈ વ્રત પાળનાર, તપ કરનાર ત્યાગી હોય તેનું કપટ એક વાર જગતમાં જાહેર થાય તે તેને સર્વ લેક અધમ માની તેને વિશ્વાસ કોઈ કરતું નથી. કપટીની મા પણ તેને વિશ્વાસ રાખતી નથી કપટી માણસ મિત્રદ્રોહી, સ્વામીદ્રોહી, ધર્મદ્રોહી, કૃતધી છે. વીતરાગ ધર્મ તે છળ-કપટ રહિત છે. વાંકા મ્યાનમાં જેમ સીધી તરવાર પિસી શકે નહીં, તેમ વકપરિણામીના હદયમાં વીતરાગને આર્જવ એટલે સરળ ધર્મ પ્રવેશ કરી શકતું નથી. કપટીના બન્ને લેક બગડે છે. તેથી જે યશની ઈચ્છા હોય, આબરૂની ઈચ્છા હોય, ધર્મની ઈચ્છા હોય તે માયા કપટને ત્યાગ કરી આર્જવ ધર્મ ધારણ કરે. નિષ્કપટીની પ્રશંસા તેના વેરી પણ કરે છે. કપટ રહિત, સરળ ચિત્તથી અપરાધ થયો હોય તે પણ દંડ દેવા ગ્ય નથી. આજ ધર્મને ધારક તે પરમાત્મસ્વરૂપના અનુભવ માટે સંકલ્પ કરે છે; કષાય જીતવાને, સંતોષી થવાને સંકલ્પ કરે છે; જગતના પ્રપંચોનો ત્યાગ કરે છે, આત્માને એક ચૈતન્ય માત્ર જાણે છે. જે ધન, સંપત્તિ, કુટુંબ આદિને પિતાનાં માને છે તે જ છળ, કપટ, ઠગાઈ કરે છે. પરદ્રવ્યથી પિતાને ભિન્ન એકલે જાણે તે ધન કે જીવનને અર્થે કદી કપટ કરે નહીં. તેથી આત્માને સંસાર–પરિભ્રમણથી મુક્ત કરવા ઈચ્છતા હે તે માયાચારનો ત્યાગ કરી આર્જવ ધર્મ ધારણ કરે.
Page #299
--------------------------------------------------------------------------
________________
સમાધિ-સાપાન
૨૭૮
૪. ઉત્તમ સત્ય :—
ઃઃ
- ધર્મ, નીતિ, રાજ અને વ્યવહાર એ સત્ય વડે પ્રવર્તન કરી રહ્યાં છે.”
– શ્રીમદ્ રાજચંદ્ર
સત્ય વચન છે તે જ ધર્મ છે; સત્ય વચન યાધર્મનું મૂળ કારણ છે, અનેક દોષો દૂર કરનાર છે, આ ભવમાં તથા પરભવમાં સુખી કરનાર છે; સર્વને વિશ્વાસ ઊપજવાનું કારણ છે. સર્વ ધર્મોમાં સત્ય વચન મુખ્ય મનાયું છે; સંસાર સમુદ્ર એળંગવાનું તે જહાજ છે; સર્વ સદાચરણેામાં સત્ય ઉત્તમ છે; સત્ય જ સમસ્ત સુખનું કારણ છે. મનુષ્યજન્મની શેશભા સત્ય છે. સત્ય વડે સર્વ પુણ્ય કાર્યાં દ્વીપે છે; અસત્યવાદીનું મહા પુણ્ય કાર્ય પણ પ્રશંસાપાત્ર બનતું નથી. સર્વ ગુણાના સમૂહના મહિમા સત્યને લઈને છે. સત્યના પ્રતાપે દેવ જેવા સેવા કરે છે. સત્યને આધારે અણુવ્રત મહાવ્રત રહેલાં છે. સત્ય વના વ્રત, સંયમ નિષ્ફળ છે. સત્યના પ્રભાવથી સર્વ સંકટોના નાશ થાય છે. તેથી જે વચન પેાતાને અને પરને હિતકારક હાય તેવાં ખેલવાં. કોઈને દુઃખ ઊપજે તેવાં વચન ન ખેલવાં. પરને પીડાકારી વચન સાચું હોય તેપણ ન કહેવું. અભિમાન રહિત બેલે, પરમાત્માની પ્રતીતિ કરાવનાર વચના મેલેા; પરંતુ પુણ્યપાપ, સ્વર્ગ-નરક કંઈ નથી એવા ભાવાર્થનાં નાસ્તિક વચના ન મેલા.
પરમાગમ ઉપદેશે છે કે આ જીવ અનંતાનંત કાળ તે નિગેાદમાં જ રહ્યો. ત્યાં વચનરૂપ કર્મ-વર્ગણા જ ગ્રહણ
Page #300
--------------------------------------------------------------------------
________________
દશ લક્ષણરૂપ ધર્મ (સત્ય)
૨૭૯ કરી નથી. કારણ કે પૃથ્વીકાય, અપકાય, તેજકાય, વાયુકાય, અને વનસ્પતિકાયમાં અનંત કાળ કે અસંખ્યાત કાળ રહ્યો ત્યાં તે જિહા ઈન્દ્રિય જ પામે નહીં, બેલવાની શક્તિ પણ પામ્યું નહીં. બેઈન્દ્રિય, ટીંદ્રિય, ચતુરિંદ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય એ ચાર વિકલ ચતુષ્ક અને સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ (પશુ, પક્ષી) માં જિહાઈન્દ્રિય તે પામ્ય, પણ અક્ષરસ્વરૂપ શબ્દો બોલવાની શક્તિ પ્રાપ્ત થઈ નહીં. એક મનુષ્યપણામાં વચન બલવાની શક્તિ પ્રગટ થાય છે. આવી દુર્લભ વચનશક્તિ અસત્ય બોલીને બગાડી દેવી એ મહા અનર્થ છે. મનુષ્યભવને મહિમા તે વચન વડે જ છે. નાક, કાન, જીભ, આંખ તે પશુને પણ હેય છે; ખાવું-પીવું, કામ–ભગ આદિ પુણ્ય-પાપ પ્રમાણે ઢેરને પણ પ્રાપ્ત થાય છે, આભરણ, વસ્ત્ર આદિ કૂતરાં, વાંદરા, ગધેડા, ઘોડા, ઊંટ, બળદ ઇત્યાદિને પણ પ્રાપ્ત થાય છે. પરંતુ વચન બોલવાની શક્તિ, સાંભળીને સમજવાની શક્તિ તથા ઉત્તર દેવાની શક્તિ તેમજ ભણવા, ભણવવામાં ઉપયોગી વચનશક્તિ તે મનુષ્ય જન્મમાં જ મળે છે. માટે મનુષ્ય જન્મ પામીને જેણે વચન બગાડયું તેણે આખો ભવ બગાડ્યો. મનુષ્ય જન્મમાં લેવું–દેવું, કહેવું-સાંભળવું, પ્રતીતિ–પરીક્ષા, ધર્મ-કર્મ, પ્રીતિ–વેર વગેરે પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ કાર્યો વચનને આધીન છે. જેણે વચન બગાડવું તેણે તે બધે મનુષ્ય જન્મને વ્યવહાર બગાડી દૂષિત કર્યો. માટે પ્રાણ જતાં પણ પિતાનું વચન દૂષિત ન કરે.
પરમાગમમાં ચાર પ્રકારનાં અસત્ય વચન કહ્યા છે તેને ત્યાગ કરે ?
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૮૦
સમાધિ પાન (૧) વસ્તુ હોય તેને નથી એમ કહેવું તે પ્રથમ અસત્ય છે. જેમકે કર્મભૂમિનાં મનુષ્ય, તિર્યંચનું અકાળ મરણ નથી થતું. આ વચન અસત્ય છે, કેમકે દેવ, નારકી તથા ભેગભૂમિનાં મનુષ્ય, તિર્યંચ તે આયુષ્ય સ્થિતિ પૂરી થયે જ મરે છે. તે પહેલાં આયુષ્ય તૂટતું નથી; બાંધેલી સ્થિતિ જોગવીને જ મરે છે. પણ કર્મભૂમિનાં મનુષ્ય તિર્યંચનું આયુષ્ય તે વિષ ખાવાથી, મારથી, છેદવાથી, બાંધવાથી, તીવ્ર રેગની વેદનાથી, લેહીને નાશ થવાથી, દુષ્ટ મનુષ્ય, દુષ્ટ તિર્યંચ કે ભયંકર દેવે કરેલા ઉપસર્ગથી થયેલા ભયથી, વીજળી પડવાથી, પિતાના દેશના કે પરદેશના લશ્કર વગેરેના ભયથી, શસ્ત્રના ઘાથી, પર્વત ઉપરથી પડતું મૂકવાથી, અગ્નિ, પવન, પાણી, કલહ કે તકરારથી થતા કલેશથી, ધૂમાડાથી, શ્વાસોચ્છવાસ રૂંધાઈ જવાથી અથવા આહાર–પાણી આદિ બંધ થવાથી આયુષ્યને નાશ થાય છે. આયુષ્યની લાંબી સ્થિતિ પણ વિષ ખાવાથી, લેહીના નાશથી, ભયથી, શસ્ત્રના ઘાથી, સંક્લેશ કે ત્રાસથી, શ્વાસ રૂંધાવાથી, અન્ન જળના અભાવથી તત્કાળ નાશ પામે છે. કેટલાક લેક કહે છે કે આયુષ્ય પૂરું થયા વિના મરણ થતું નથી તે તેમને પૂછવું કે બાહ્ય નિમિત્તથી આયુષ્ય તૂટતું ન હોય તે વિષ ખાતાં કણ ડરે? વિષ ખાનારને ઊલટી કેમ કરાવે છે? શસ્ત્રથી ઘા કરનારને ડર શાને લાગે છે? સાપ, સિંહ, હાથી તથા દુષ્ટ મનુષ્ય કે પશુ આદિથી દૂર કેમ જતા રહે છે? નદી, સમુદ્ર, કૂવા, વાવડીમાં તથા અગ્નિની જવાળામાં પડતાં કેમ ડરે છે? રેગને ઉપાય કેમ કરે છે? વધારે શું કહેવું? આયુષ્યની ઘાત
Page #302
--------------------------------------------------------------------------
________________
દેશ લક્ષય ધમ (સત્ય)
૨૦૧
થવાનાં બાહ્ય કારણા મળી જાય તે આયુષ્યની ઘાત થઈ જાય એ નિશ્ચય છે. આયુષ્યકર્મની પેઠે ખીજા' કર્મ પણુ બાહ્ય કારણ મળતાં જ ઉયમાં આવે છે. સર્વ જીવાને પુણ્ય અને પાપ કર્મો સત્તામાં હેાય છે. બાહ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ આદિ પરિપૂર્ણ સામગ્રી મળતાં કર્મ પાતાનું ફળ અવશ્ય આપે છે. બાહ્ય નિમિત્ત ના મળે તે ઉદ્દયમાં ન આવે તથા રસ દ્વીધા વિના નિજરે છે, છૂટે છે.
(૨) જે ન હેાય તે
છે એમ પ્રગટ કરવું તે બીજું અસત્ય છે, જેમકે દેવાનું અકાળ મૃત્યુ થાય છે એમ કહેવું; દેવાને માંસાહારી કહેવા તથા મનુષ્યસ્રી દેવ સાથે કામ–ભાગ ભાગવે છે કે દેવાંગના સાથે મનુષ્ય કામ–ભાગ ભોગવે છે એમ કહેવું એ બીજું અસત્ય છે.
(૩) વસ્તુનું સ્વરૂપ હાય તેથી વિપરીત સ્વરૂપ કહેવું તે ત્રીજાં અસત્ય છે.
(૪) હિંત—–નિંદાનાં વચન કહેવાં તે ચેનું અસત્ય છે. ગર્હુિત વચનના ત્રણ ભેદ છેઃ ૧. ગહિત, ૨. સાવદ્ય અને ૩. અપ્રિય.
૧. પૈશુન્ય, હાસ્ય, કશ, અસમંજસ, પ્રલપિત ઇત્યાદિ સૂત્ર વિરુદ્ધ વચન ગહિત વચન ગણાય છે.
પરનામાં હાય કે ન હોય તેવા દોષો તેની પૂઠ પાછળ કહેવા, તથા કાઈના ધનના, આજીવિકાને કે પ્રાણનો નાશ થાય, તથા જગતમાં કેઈની નિંદ્રા, અપવાદ ફેલાય એવાં વચન કહેવાં તે ઐશુન્ય નામે ગર્હુત વચન છે.
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૮૨
સમાધિ પાનમશ્કરી કરવા વિકારી વચન બોલવાં તથા સાંભળનારને પાપમાં પ્રેરનાર અને પ્રેમ ઊપજે તેવા વચન તે હાસ્ય. નામે ગહિત અસત્ય વચન છે.
કોઈને એમ કહેવું કે તું મંદ છે, મૂર્ખ છે, અજ્ઞાની છે, ઈત્યાદિ કર્કશ વચન છે.
દેશ, કાળને યેગ્ય નહીં તેવાં પિતાને અને પરને. મહા સંતાપ ઉપજાવનાર વચન અસમંજસ વચન છે.
પ્રયજન વગર ઉદ્ધતપણે બકવાદ કરે તે પ્રલપિત. વચન છે.
૨. જે વચનથી પ્રાણીઓની ઘાત થાય, દેશમાં ઉપદ્રવ થાય, દેશ લૂંટાઈ જાય, કલહ, કંકાસ, લડાઈ મંડાય, ખેદ. પામીને મરી જાય કે મારી જાય, વૈર બંધાય, છકાય જીવની ઘાતને પ્રારંભ થાય, મહા હિંસામાં પ્રવૃત્તિ થાય તે સાવદ્ય વચન કહેવાય છે. કેઈને ચેર, વ્યભિચારી વગેરે સાવદ્ય વચન કહેવા એ દુર્ગતિનું કારણ છે, તેથી તજવા યેગ્ય છે.
૩. સત્યવાદી નીચે જણાવેલા દશ ભેદવાળી, અપ્રિય. વચન નામની અસત્ય ભાષા પણ તજે છે.
અપ્રિય વચનના દશ ભેદ : કર્કશ, કટુક, પરુષ, નિષ્ફર, પરકપણી મધ્યકૃષ, અભિમાની, અનયંકર, છેકર અને ભૂતવધકર.
તું મૂર્ખ છે, આખલે છે, ઢેર છે, હે મૂર્ખ ! તું શું સમજે, ઈત્યાદિ કર્કશ ભાષા છે.
Page #304
--------------------------------------------------------------------------
________________
દશ લક્ષણરૂપ ધર્મ (સત્ય)
૨૮૩. તું કજાત છે, હલકી વર્ણન છે, અધમી છે, મહા પાપી છે, અસ્પૃશ્ય છે, અપશુકનિયાળ છે ઈત્યાદિ ઉદ્વેગકોરી વચને કટુક ભાષા કહે છે.
તું આચારભ્રષ્ટ છે, ભ્રષ્ટાચારી છે, મહા દુષ્ટ છે ઇત્યાદિ. મમે છેદક પરુષ ભાષા છે.
તને મારી નાખીશું, તારું નાક કાપીશું, તને ડામ. દઈશું, તારું માથું કાપીશું, તને ખાઈ જઈશું ઈત્યાદિક નિષ્ફર ભાષા છે.
હે નિર્લજજ! વર્ણશંકર ! તારી જાતિ, કુળ, આચારનું ઠેકાણું નથી, જોયું તારું તપ, તું કુશીલ છે, લેપટ છે હસવા ગ્ય છે, મહા નિંદ્ય છે, અભક્ષ્ય ભક્ષણ કરનાર છે. તારું નામ લેતાં લાજી મરાય છે, ઈત્યાદિ પરકપણી. ભાષા છે.
જે વચન સાંભળતાં જ સાંધા ગગડી જાય તે મધ્યકૃષ. ભાષા છે.
પિતાને મેઢે પિતાના ગુણ ગાવા, પરના દોષ પ્રગટ કરવા, પોતાનાં કુળ, જાતિ, બળ, રૂપ, વિજ્ઞાન આદિ મદ. દર્શાવવા વચન બોલવાં તે અભિમાની ભાષા છે.
શીલખંડન કરાવનારી અને વેર બંધાવનારી અનયંકર ભાષા છે.
વીર્ય, શીલગુણ આદિને નિર્મૂળ કરનારી, જૂઠા. દોષ પ્રગટ કરનારી, જૂઠાં આળ ચઢાવનારી ઇંદ્રક. ભાષા છે.
Page #305
--------------------------------------------------------------------------
________________
સમાધિÀાપાન
જે વચન સાંભળી અસહ્ય ઘા લાગી જાય અથવા પ્રાણ છૂટી જાય તે ભૂતવધકર ભાષા છે.
આ દશ પ્રકારનાં નિંદ્ય વચન ત્યાગવા યેાગ્ય છે.
૨૮૪
સ્ત્રીઓના હાવભાવ, વિલાસ-વિભ્રમ, રૂપ, ક્રીડા, વ્યભિચાર જણાવનારી, કામને જગાડનારી અને બ્રહ્મચર્યના નાશ કરનારી કથા તે સ્ત્રીકથા છે. ભાજન-પાનમાં રાગ કરાવે તેવી કથા તે ભેાજનકથા છે. રૌદ્ર કર્મનું વર્ણન કરે તેવી કથા તે રાજકથા છે. તથા ચારાની કથા, મિથ્યાવૃષ્ટિ કુલિંગીની કથા, ધંધાની–કમાવાની કથા, વેરી, દુષ્ટને તિરસ્કાર કરવાની કથા, હિંસાને પોષનાર શાસ્ત્રની કથા એ સર્વ કથાઓ કહેવા ચાગ્ય નથી, સાંભળવા યાગ્ય નથી. પાપ બંધાવનારી અપ્રિય ભાષા તજવા ચેાગ્ય છે.
હે જ્ઞાની ! એ ચાર પ્રકારની નિંઘ ભાષા ક્રોધને વશ થઈને, લાભને વશ થઈને, મને વશ થઈને, ભયથી, દ્વેષથી કદી ન કહેા. પેાતાને અને પરને હિતકારી વચન બેલે. આ જીવને હિતરૂપ, અર્ધવાળાં, મધુર વચન જેટલું સુખ ઉપજાવે છે, નિરાકુળ કરે છે, દુઃખ દૂર કરે છે તેટલું સુખ ઉપજાવનાર, શાંતિ આપનાર, દુઃખ દૂર કરનાર ચંદ્રકાંતમણિ, જળ, ચંદન, માતી વગેરે કોઈ પદાર્થ નથી. પેાતાના ખેલવાથી ધર્મનું રક્ષણ થતું હોય, પ્રાણીએ ઉપર ઉપકાર થતા હાય, ત્યાં વગર પૂછયે પણ ખેલવું. જ્યાં સ્વપરનું હિંત થતું ન હેાય ત્યાં મૌન ધારણ કરવું યાગ્ય છે.
સત્ય વચનથી સર્વ વિદ્યાએ દેનાર અને લેનાર સત્યવાદી હેાય તે
સિદ્ધ થાય છે, વિદ્યા વિદ્યા સિદ્ધ થાય છે.
Page #306
--------------------------------------------------------------------------
________________
દશ લક્ષણરૂપ ધર્મ (સત્ય)
૨૮૫. કર્મોની નિર્જરા થાય છે. સત્યના પ્રભાવથી અગ્નિ, જળ, વિષ, સિંહ, સાપ, દુષ્ટ દેવ–મનુષ્ય આદિની બાધા ઊપજતી. નથી. સત્યના પ્રભાવથી દેવ વશ થાય છે, પ્રીતિ, પ્રતીતિ દ્રઢ થાય છે. સત્યવાદી માતા સમાન વિશ્વાસ કરવા લાયક છે, ગુરુની પેઠે પૂજવા યંગ્ય છે, મિત્ર સમાન પ્રિય લાગે. છે, ઉજજવળ યશ પ્રાપ્ત કરે છે. તપ સંયમ આદિ સર્વ ગુણે. સત્ય વચનથી શોભે છે.
વિષ ભળવાથી મિષ્ટ ભજનને નાશ થાય છે, તેમ. અસત્ય વચનથી અપ્રતીતિ, અપકીર્તિ, અપવાદ, પિતાને. અને પરને દુઃખ, અરતિ, કલહ, વેર, શેક, વધ, બંધન, મરણ, જિહાછેદન, સર્વસ્વહુરણ, કેદની સજા, દુર્બાન, અકાળ. મૃત્યુ, વ્રત-તપ-શીલ–સંયમને નાશ, નરક આદિ દુર્ગતિ, ભગવાનની આજ્ઞાને ભંગ, પરમાગમથી વિમુખતા ઘેર. પાપ ઈત્યાદિ હજારો દોષ પ્રગટ થાય છે.
હે જ્ઞાનીજન ! જગતમાં પ્રિય, હિતકર, મધુર વચન. બહુ ભયા છે; સુંદર શબ્દોની ખોટ નથી; તે નિંદ્ય વચન, શા માટે બોલવાં ? નીચ પુરુષને બેલવા લાયક “રે, તું” ઇત્યાદિ તેછડાં ટુંકારા ભય વચન પ્રાણ જતાં પણ ન બેલે. અધમપણું કે ઉત્તમપણું વચન પરથી જ પરખાઈ આવે છે. નીચ જાતિનાં લેક બોલે તેવાં નિંદ્ય વચન છેડીને. પ્રિય, હિતકર, મધુર, સામાને અનુકૂળ, ધર્મમય વચન બોલે.
જે અન્યને દુઃખદાયી વચન કહે છે, બેટા આળ ચઢાવે છે તેના પાપે અહીં જ તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે, જીભ ઝૂકી પડી જાય છે, આંધળા થાય છે. પાંગળા થાય."
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૮૬
સમાધિ-સંપાન છે, દુર્યાનથી મરીને નરક તિર્યંચ આદિ દુર્ગતિનો વેગ થાય છે અને સત્યના પ્રભાવથી અહીં જ ઉજજ્વળ યશ, વચનસિદ્ધિ, દ્વાદશાંગ આદિ શ્રુતજ્ઞાન પામીને પરભવમાં
દ્રાદિક મહદ્ધિક દેવ થઈને, તીર્થંકર આદિ ઉત્તમ પદ પામીને નિર્વાણ પામે છે. તેથી ઉત્તમ સત્યધર્મ ધારણ કરે.*
વસ્તુનું યથાર્થ સ્વરૂપ જેવું જાણવું, અનુભવવું તેવું જ કહેવું તે સત્ય બે પ્રકારે છે. “પરમાર્થસત્ય અને વ્યવહાર સત્ય”
પરમાર્થસત્ય એટલે આત્મા સિવાય બીજો કોઈ પદાર્થ આત્માને થઈ શકતા નથી, એમ નિશ્ચય જાણી, ભાષા બોલવામાં વ્યવહારથી દેહ, સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન, ધાન્ય, ગૃહ આદિ વસ્તુઓના પ્રસંગમાં બોલતાં પહેલાં એક આત્મા સિવાય બીજું કાંઈ મારું નથી, એ ઉપયોગ રહેવો જોઈએ. અન્ય આત્માના સંબંધી બેલતાં આત્મામાં જાતિ, લિંગ અને તેવા ઔપચારિક ભેદવા તે આત્મા ન છતાં માત્ર વ્યવહારનયથી કાર્યને માટે બોલાવવામાં આવે છે; એવા ઉપગપૂર્વક બેલાય તે તે પારમાર્થિક સત્ય ભાષા છે એમ સમજવાનું છે.
૧. દષ્ટાંત - એક માણસ પોતાના આરેપિત દેહની, ઘરની, સ્ત્રીની, પુત્રની કે અન્ય પદાર્થની વાત કરતા હોય તે વખત સ્પષ્ટપણે તે તે પદાર્થથી વક્તા હું ભિન્ન છું, અને તે મારાં નથી, એમ સ્પષ્ટપણે બોલનારને ભાન હોય તો તે સત્ય કહેવાય.
૨. દષ્ટાંત - જેમ કેઈ ગ્રંથકાર શ્રેણિક રાજા અને ચલણ રાણીનું વર્ણન કરતો હોય, તેઓ બન્ને આત્મા હતા અને માત્ર શ્રેણિકના ભવ આશ્રયી તેમને સંબંધ, અગર સ્ત્રી, પુત્ર, ધન, રાજ્ય વગેરેનો સંબંધ હતો; તે વાત લક્ષમાં રાખ્યા પછી બોલવાની પ્રવૃત્તિ કરે એ જ પરમાર્થસત્ય.
* વ્યવહારસત્ય આવ્યા વિના પરમાર્થસત્ય વચન બોલવાનું બને તેમ ન હોવાથી વ્યવહાર સત્ય નીચે પ્રમાણે જાણવાનું છે –
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૮૭
દશ લક્ષણરૂપ ધર્મ. (શૌચ) ૫. ઉત્તમ શૌચ :–
“ઉત્તમ શૌચ સદા જગ જાના, | લેભ પાપકા બાપ વખાના.” શૌચ એટલે પવિત્રતા, ઉજજવળતા. બહિરાભા, દેહની ઉજજ્વળતા માટે સ્નાનાદિ કરવું તેને શૌચ કહે છે. પરંતુ હાડકાં, માંસ, ચરબી, લેહી, મજ્જા, વીર્ય અને ચામડી એ સાત ધાતુમય શરીર મળ-મૂત્રથી ભરેલું છે તે પાણીથી ધાયા છતાં પવિત્ર થતું નથી. મળને બનાવેલે ઘડે મળથી ભર્યો હોય તેને ઉપરથી પાણી વડે ધેયા છતાં શુદ્ધ થતું નથી, તેમ શરીર પણ શુદ્ધ પાણીથી ધોવાથી પવિત્ર થતું
જેવા પ્રકારે વસ્તુનું સ્વરૂપ જેવાથી, અનુભવવાથી, શ્રવણથી અથવા વાંચવાથી આપણને અનુભવમાં આવ્યું હોય તેવા જ પ્રકારે યથાતથ્યપણે વસ્તુનું સ્વરૂપ કહેવું અને તે પ્રસંગે વચન બોલવું તેનું નામ વ્યવહાર સત્ય.
દષ્ટાંત - જેમકે અમુક માણસને લાલ અશ્વ જંગલમાં દિવસે બાર વાગે દીઠે હોય, અને કોઈના પૂછવાથી તે જ પ્રમાણે યથાતથ્ય વચન બોલવું તે વ્યવહાર સત્ય. આમાં પણ કોઈ પ્રાણીના પ્રાણને નાશ થતો હોય, અગર ઉન્મત્તતાથી વચન બોલાયું હાય, યદ્યપિ ખરું હોય તોપણ અસત્ય તુલ્ય જ છે એમ જાણું પ્રવર્તવું. સત્યથી વિપરીત તેને અસત્ય કહેવાય છે.
આત્મા ધારે તે સત્ય બલવું કંઈ કઠણ નથી. વ્યવહારસત્ય ભાષા ઘણી વાર બોલવામાં આવે છે, પણ પરમાર્થસત્ય બોલવામાં આવ્યું નથી, માટે આ જીવનું ભવભ્રમણ મટતું નથી. સમ્યકત્વ થયા બાદ અભ્યાસથી પરમાર્થસત્ય બોલવાનું થઈ શકે છે. અને પછી વિશેષ અભ્યાસે સહજ સિપાઇ રહ્યા કરે છે.”
શ્રીમદ્ રાજચંદ્ર.
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૮૮
સમાધિ-પાન નથી; પવિત્ર માનવું વૃથા છે. શૌચ ધર્મ તે આત્માને ઉજજવળ કરવાથી પ્રગટે છે. લેભથી, હિંસાથી આત્મા. અત્યંત મલિન થઈ રહ્યો છે તેથી તેમને અભાવ થયે આત્મા પવિત્ર થાય છે. જે પિતાના આત્માને દેહથી ભિન્ન, જ્ઞાનઉપગ-દર્શનઉપગમય, અખંડ, અવિનાશી, જન્મ–જરા-મરણ રહિત, ત્રણે લોકના સર્વ પદાર્થોને પ્રકાશક સદા કાળ અનુભવ કરે છે, ચિંતવે છે તેને શૌચ ધર્મ હોય છે. વળી મનને માયાચાર, લેભ આદિના ત્યાગથી ઉજજવળ કરવું તે શૌચ ધર્મ છે. જેનું મન કામ-લેભ. આદિથી મલિન હોય તેને શૌચ ધર્મ હોતો નથી. ધનની લપટાતાના ત્યાગથી શૌચ ધર્મ પ્રગટે છે. પરિગ્રહની મમતા છેડી, ઇદ્રિના વિષયને ત્યાગ કરી, તપશ્ચર્યામાં પ્રવર્તવું તે શૌચ ધર્મ છે. બ્રહ્મચર્ય ધારણ કરવું તે શૌચ ધર્મ છે. આઠ પ્રકારના મદથી રહિત વિનયવાળ થવું તે પણ શોચ ધર્મ છે. અભિમાની, મદ સહિત હોય તે મહા મલિન છે, તેને શૌચ ધર્મ ક્યાંથી પ્રગટે ? વીતરાગ સર્વના પરમ. આગમને અનુભવ કરીને અંતરમાં રહેલા મિથ્યાત્વ, કષાય. આદિ મળને ધવા તે શૌચ ધર્મ છે. ઉત્તમ ગુણોની અનુમોદનાથી શૌચ ધર્મ પ્રગટે છે. ભાવપૂર્વક ઉત્તમ પુરુષના. ગુણોનું ચિતવન કરવાથી આત્મા ઉજજવળ થાય છે. કષાયમળના અભાવથી ઉત્તમ શૌચ ધર્મ પ્રગટે છે. આત્માને પાપને લેપ લાગવા ન દે તે શૌચ ધર્મ છે. જે સમભાવ, સંતેષ ભાવરૂપ પાણીથી તીવ્ર લેભરૂપ મળના ઢગલાને પેવે છે અને ભજનમાં અતિ લંપટતા રહિત છે તેને નિર્મળ શૌચ ધર્મ હોય છે. ભેજનને લપટી ધર્મ રહિત હોય છે,
Page #310
--------------------------------------------------------------------------
________________
દશ લક્ષણરૂપ ધર્મ (શૌચ)
૨૮૯ ન ખાવા જેવી વસ્તુ પણ ખાય છે, હલકા આચારવાળે હોય છે. ભેજનના લંપટીની લજજા નાશ પામે છે, કારણ કે સંસારમાં જિલ્લા ઇદ્રિય અને કામને વશ થઈને જીવ, પિતાને ભૂલી, નરક–તિર્યંચ ગતિમાં લઈ જાય તેવાં મહા નિંદ્ય પરિણામ-પ્રવૃત્તિ કરે છે. સંસારમાં પરધનની વાંછા, પરસ્ત્રીની વાંછા અને ભજનની લંપટતા જ પરિણામને મલિન કરનાર છે તેવી વાંછાને ત્યાગ કરીને સંસારપરિભ્રમણથી આત્માને બચાવે. આત્માની મલિનતા તે જીવહિંસાથી તથા પરધન અને પરસ્ત્રીની વાંછાથી છે. પરધનના ઈચ્છક અને જીવઘાતના કરનારા કેટ તીર્થોમાં સ્નાન કરે, સર્વ તીર્થસ્થળોની યાત્રા કરે, કરેડો રૂપિયાનું દાન કરે, કરડે વર્ષ સુધી તપ કરે, સર્વ શાસ્ત્રો ભણે, ભણવે; તે પણ તેમની શુદ્ધિ કદાપિ થતી નથી. અભક્ષ્ય ભક્ષણ કરનારનાં અને અન્યાયથી પ્રાપ્ત થયેલા વિષયાગ અને ધનને ભેગવનારનાં પરિણામ એવાં મલિન હોય છે કે કરડે વાર ધર્મને ઉપદેશ અને સર્વ સિદ્ધાંતની વ્યાખ્યા ઘણાં વર્ષો સુધી સાંભળે તે પણ કદી હૃદયમાં તેને પ્રવેશ થતો નથી. પચાસ વર્ષો સુધી શાસ્ત્ર-શ્રવણ કર્યું હોય તે પણ ધર્મના સ્વરૂપનું ભાન નથી એવા ઘણું આપણે પ્રત્યક્ષ દેખીએ છીએ; એ બધું અન્યાયથી પ્રાપ્ત કરેલા ધનનું અને અભક્ષ્ય ભક્ષણનું ફળ છે. તેથી જે પિતાના આત્માની પવિત્રતા ઈચ્છતા હોય તેણે અન્યાયથી ધન મેળવવું નહીં, અભક્ષ્ય ભક્ષણ કરવું નહીં, અને પરસ્ત્રીની અભિલાષા કરવી નહીં.
પરમાત્માને ધ્યાનથી શૌચધર્મ પ્રગટે છે, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહત્યાગથી શૌચ ધર્મ
3
૧૯
Page #311
--------------------------------------------------------------------------
________________
ર૯૦
સમાધિ-પાન થાય છે. હિંસા આદિ પાંચ પાપમાં પ્રવર્તનાર સદાય મલિન છે; પરના ઉપકારને ઓળવનાર કૃતઘી સદા મલિન છે; ગુરુદ્રોહી, ધર્મદ્રોહી, સ્વામીદ્રોહી, મિત્રદ્રોહી અને ઉપકાર ઓળવનારનાં પાપની પરંપરા અસંખ્યાત ભરમાં કરોડો તીર્થોમાં સ્નાન કરવાથી અને દાન કરવાથી દૂર થતી નથી. વિશ્વાસઘાતી સદાય મલિન હોય છે. તેથી ભગવાનનાં પરમાગમની આજ્ઞા પ્રમાણે શુદ્ધ સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન, સમ્મચારિત્ર ધારણ કરી આત્માને પવિત્ર કરે. ક્રોધાદિ કષાયેને રેકીને ઉત્તમ ક્ષમા આદિ ગુણ ધારણ કરીને આત્માને ઉજજવળ કરે. સમસ્ત વ્યવહાર કપટ રહિત થઈને ઉજજ્વળ કરે. પારકા વૈભવ, ઐશ્વર્ય, ઉજજવળ યશ, ઉત્તમ વિદ્યા આદિ પ્રભાવ દેખીને અદેખાઈરૂપ મલિનતા છોડીને શૌચ ધર્મ અંગીકાર કરે. પરના પુણ્યને ઉદય દેખીને ખેદ ન કરે. આ મનુષ્યદેહ તથા ઇદ્રિ, જ્ઞાન, બળ, આયુષ્ય, ધન, સંપત્તિ આદિ અનિત્ય ક્ષણભંગુર જાણી, એકાગ્ર ચિત્તથી પિતાના સ્વરૂપમાં દ્રષ્ટિ ધારણ કરી, અશુભ ભાવેને અભાવ કરી આત્માને પવિત્ર કરે. શૌચ જ મેક્ષને માર્ગ છે; મેક્ષ આપનાર છે.
૬. ઉત્તમ સંયમ :“અનુક્રમે સંયમ સ્પર્શતેજ, પાયે લાયક ભાવ રે સંયમ શ્રેણી ફૂલડે, પૂ પદ નિષ્પાવ રે.”
મુનિ શ્રી યશોવિજયજી. (આત્માની અભેદ ચિંતનારૂપ) સંયમના એક પછી એક ક્રમને અનુભવીને ક્ષાયકભાવ(જપરિણતિને ત્યાગીને
Page #312
--------------------------------------------------------------------------
________________
દશ લક્ષણરૂપ ધમ (સંયમ)
૨૯૧ પામેલે એ જે સિદ્ધાર્થને પુત્ર, તેના નિર્મળ ચરણકમળને સંયમશ્રેણિરૂપ ફૂલથી પૂછું છું.”
શ્રીમદ્ રાજચંદ્ર પાંચ વ્રત ધારણ કરવાં. પાંચ સમિતિ પાળવી, ચાર કષાયોને શેકવા, ત્રણ દંડ (મનદંડ, વચનદંડ, કાયદંડ)ને ત્યાગ કરે અને પાંચ ઇદ્રિને જય કરે; તેને વીતરાગ ભગવાને સંયમ કહ્યો છે.
૧. હિંસાનો ત્યાગ કરે, દયારૂપ રહેવું; ૨. હિત, મિત, પથ્ય, પ્રિય, સત્ય વચન બોલવું; ૩. પરધનની વાંછાને અભાવ કરે ૪. કુશીલને ત્યાગવું અને ૫. પરિગ્રહને ત્યાગ કરવો એ પાંચ વતે છે. પાંચ પાપને (હિંસા, જૂઠ, ચેરી, કુશીલ અને પરિગ્રહ) અલ્પાંશે ત્યાગ કરવો તે અણુવ્રત કહેવાય છે; સવાશે ત્યાગ કરે તે મહાવ્રત કહેવાય છે, તે પાંચ વ્રતે દ્રઢતાથી ધારણ કરવાં તે સંયમ છે.
૧. ચાલતાં દયાળુ અંત:કરણથી સાચવીને પ્રવર્તવું તે ઈર્ષા સમિતિ, ૨. શુદ્ધ વચન બોલવાં તે ભાષા સમિતિ, ૩. નિર્દોષ શુદ્ધ ભેજન કરવું તે એષણું સમિતિ, ૪. આંખ વડે જોઈને સાફ કરીને ઉપકરણ આદિ ચીજો લેવી મૂકવી તે આદાન-નિક્ષેપણ સમિતિ, અને પ. મળ, મૂત્ર, કફ વગેરે બીજા અને ગ્લાનિ (ચીતરી), દુઃખ, હરક્ત ન થાય તેવા સ્થાનમાં નાખવાં તે પ્રતિષ્ઠાપન સમિતિ; એ પાંચ સમિતિ પાળવી તે સંયમ છે.
ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર કષાયને રેકવા તે સંયમ છે. મન, વચન, કાયાની અશુભ પ્રવૃત્તિને
Page #313
--------------------------------------------------------------------------
________________
ર૮ર
સમાધિ-સે પાન દંડ કહેવાય છે, તેને ત્યાગ કરે તથા વિષયમાં દેડતી પાંચ ઇંદ્રિયને વશ કરવી તે સંયમ છે.
એ સંયમ બહુ દુર્લભ છે. પૂર્વે બાંધેલાં અશુભ કર્મો અતિ મંદ થયાં હોય ત્યારે મનુષ્ય જન્મ, ઉત્તમ દેશ, ઉત્તમ કુળ, ઉત્તમ જાતિ, ઇન્દ્રિયની પૂર્ણતા, નીરોગીપણું, કષાયની મંદતા પ્રાપ્ત થાય અને ઉત્તમ પુરુષની સંગતિ, વીતરાગનાં બોધેલાં સશાસ્ત્રોનું સેવન, સાચા ગુરુને સંગ, સમ્યદર્શન, આદિ અનેક દુર્લભ સામગ્રી મળે ત્યારે સંસાર, દેહ અને ભેગો પ્રત્યે વૈરાગ્ય ધારણ કરનાર મનુષ્યને અપ્રત્યાખ્યાનાવરણ કષાયના ક્ષપશમથી તે દેશ સંયમ પ્રાપ્ત થાય છે. જેને અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન બને કષાયને ક્ષપશમ થયેલ હોય તેને સકળ સંયમ પ્રાપ્ત થાય છે. તેથી સંયમ પામ મહા દુર્લભ છે.
નરક, તિર્યંચ અને દેવગતિમાં તે સંયમ હોય નહીં કેઈ તિર્યંચને દેશ વ્રત પિતાના પર્યાય પ્રમાણે કદાચિત હોય છે. મનુષ્યભવમાં પણ નીચ કુળ આદિવાળાને, અધમ દેશવાળાને, અપૂર્ણ ઇદ્રિયવાળાને, અજ્ઞાની, રેગ, દરિદ્રી, અન્યાયમાગી, વિષયલંપટ, તીવ્રકષાયી, નિંદ્ય કર્મ કરનારા મિથ્યાદ્રષ્ટિએને કદી સંયમ પ્રાપ્ત થતું નથી. તેથી સંયમ પામ બહુ દુર્લભ છે.
આ દુર્લભ સંયમ પણ પામીને કઈ મૂઢ બુદ્ધિવાળા વિષયને લેલુપી થઈને સંયમ તજી દે છે તે અનંતકાળ સુધી જન્મ મરણ કરતે કરતે પરિભ્રમણ કરે છે. સંયમ પામીને છોડી દે, સંયમ બગાડે તેને અનંતકાળ નિગદમાં
Page #314
--------------------------------------------------------------------------
________________
દેશ લક્ષણરૂપ ધમ (સંચમ)
૨૩
અને ત્રસ થાવરમાં પરિભ્રમણ કરવું પડે છે. તેને સારી ગતિ પ્રાપ્ત થતી નથી. સંયમ પામીને બગાડવા જેવા બીજો અનર્થ નથી. વિષયાના લેાભી થઈને જે સંયમ બગાડે છે તે એક કડીની કિંમતમાં ચિંતામણિરત્ન વેચે છે; ઇંધરાં કરવા માટે કલ્પવૃક્ષને કાપે છે. વિષયાનું સુખ કંઈ સુખ નથી, સુખાભાસ છે, ક્ષણભંગુર છે, નરકનાં ઘાર દુ:ખાનું કારણ છે. ક્રિપાક ફળ જેમ જીભ અડતાં માત્ર મીઠું લાગે છે પણ પછીથી ધાર દુઃખ, મહા દાહ, સંતાપ ઉપજાવી, મરણ પમાડે છે તેમ ભાગ થાડા કાળ તે અજ્ઞાની જીવાને ભ્રમથી સુખરૂપ ભાસે છે, પછી અનંતકાળ અનંત ભવામાં ઘેાર દુ:ખ દે છે. માટે સંયમની પરમ રક્ષા કરો.
લાલસાના
પાંચ ઇન્દ્રિયાને વિષયેામાં ભમતી અટકાવવી તે સંયમ છે. કષાય ઘટાડવાથી સંયમ થાય છે. ભારે તપ ધારણ કરવાથી સંયમ થાય છે. રસના ત્યાગ કરવાથી સંયમ નીપજે છે. મનની પ્રવૃત્તિ સંકોચવાથી સંયમ થાય છે. મહાન કાયફ્લેશ સહન કરવાથી સંયમ થાય છે. ઉપવાસ આદિક અનશન તપથી સંયમ થાય છે. પરિગ્રહની ત્યાગથી સંયમ થાય છે. ત્રસ થાવર જીવાની રક્ષા કરે તે પણ સંયમ છે. મનના વિકલ્પે રોકવાથી તથા પ્રમાદથી થતા વચનની પ્રવૃત્તિ રોકવાથી સંયમ થાય છે. દયારૂપ પરિણામથી સંયમ થાય છે. પરમાર્થના વિચાર કરવાથી તથા પરમાત્માના ધ્યાનથી સંયમ નીપજે છે. સંયમવડે જ સમ્યક્દર્શન પાષાય છે. સંયમ મેાક્ષના માર્ગ છે. સંયમ વિના મનુષ્ય ભવ નિષ્ફળ છે, નિરર્થક છે. સંયમ વિના જવ દુર્ગતિ પામે છે. સંયમ વિના દેહ ધારવા, બુદ્ધિ પામવી,
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૯૪
સમાધિ પાન જ્ઞાનનું આરાધન કરવું, બધું નકામું છે. સંયમ વિના દીક્ષા ગ્રહણ કરવી, વ્રત પાળવા, મુંડ મૂંડાવવું, નગ્ન રહેવું, ભેખ લે સર્વ વૃથા છે.
સંયમ બે પ્રકાર છેઃ ઈદ્રિયસંયમ અને પ્રાણસંયમ.
જેની ઇન્દ્રિય વિષયોથી વિરામ પામી નથી અને જેણે છકાયના જીવોની વિરાધના ટાળી નથી. તેના બાહ્ય પરિષહ સહેવા વૃથા છે, તપ કરવાં વૃથા છે, દીક્ષા લેવી વૃથા છે. સંસારમાં દુઃખી ને સંયમ વિના કેઈ બીજું શરણ નથી.
જ્ઞાની પુરુષે તે એવી ભાવના ભાવે છે કે સંયમ વિના મનુષ્ય ભવની એક ઘડી પણ ન જાઓ, સંયમ વિના જીવન નિષ્ફળ છે, સંયમ આ ભવમાં તેમજ પરભવમાં શરણ છે, દુર્ગતિરૂપ સરવર સુકાવી દેનાર સૂર્ય છે; સંયમ વડે જ સંસારરૂપી મહા શત્રુનો નાશ થાય છે. સંયમ વિના સંસાર પરિભ્રમણને નાશ થતું નથી, એ નિયમ છે. જે અંતરંગમાં કષાયે વડે આત્માને મલિન થવા ન દે અને બાહ્ય યત્નાપૂર્વક પ્રમાદ રહિત પ્રવર્તે તેને સંયમ હોય છે.
૭. ઉત્તમ ત૫ :–
જપ, તપ, ઓર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ. પાયાકી એ બાત હૈ, નિજ છંદન છેડ; પિછે લાગ પુરુષકે, તે સબ બંધન તેડ.”
–શ્રીમદ્ રાજચંદ્ર
Page #316
--------------------------------------------------------------------------
________________
દશ લક્ષણરૂપ ધામ (૫)
/“તપાદિ આત્માને અર્થે કરવાના છે લેકેને દેખાડવા અર્થે કરવાનાં નથી. કષાય ઘટે તેને “તપ” કહ્યો છે. લૌકિક દ્રષ્ટિ ભૂલી જવી.”
–શ્રીમદ્ રાજચંદ્ર ઈચ્છાને નિરોધ કરે તે તપ છે. સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન, સમ્યફચારિત્ર અને સભ્યતા એ ચાર આરાધનાઓમાં સમ્યકતપ પ્રધાન છે. જેવી રીતે સુવર્ણને સોળ તાવણીથી તપાવીને શુદ્ધ કરે છે તે સર્વ મળ દૂર થવાથી સેળ વાનીનું સોનું ઉત્તમ બને છે તેમ આત્મા પણ બાર પ્રકારના તપના પ્રતાપે કર્મ–મળ–૨હિત શુદ્ધ થાય છે. અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ દેહને પંચાગ્નિ વડે તપાવે છે તથા અનેક પ્રકારના કાયલેશને તપ કહે છે પરંતુ તે તપ નથી. કાયાને બાળવાથી કે મારવાથી શું થાય ? મિથ્યાવૃષ્ટિ જ્ઞાનપૂર્વક આત્માને કર્મબંધનથી છેડાવવાની કળા જાણતું નથી. કર્મમળના કલંકથી રહિત થવા ઈચ્છતે આત્મા તે ભેદવિજ્ઞાનથી પિતાના આત્માના નિજ સ્વભાવને અને રાગ, દ્વેષ, મહાદિ દ્રવ્યભાવ-કર્મરૂપ મેલને ભિન્ન દેખે છે. જેથી રાગ-દ્વેષ–મેહરૂપ મળ જુદો થઈ જાય અને શુદ્ધ જ્ઞાનદર્શનમય આત્મા ભિન્ન થઈ જાય તે તપ કહેવાય..
મનુષ્યભવ પામીને સ્વ અને પરનું સ્વરૂપ જેણે જાણ્યું છે તેણે તે પાંચ ઇદ્રિ અને મનને વશ કરીને વિષયે પ્રત્યે વૈરાગ્ય ધારણ કરી, સમસ્ત પરિગ્રહ ત્યાગી, બંધ કરાવનાર રાગદ્વેષમય પ્રવૃત્તિ તજીને પાપનાં આલંબન
Page #317
--------------------------------------------------------------------------
________________
સમાધિ-સે પાન છેડવા તથા મમતાને નાશ કરવા માટે વનમાં જઈ તપ કરવું. આવું તપ મહાભાગ્યશાળી પુરુષથી થાય છે. તે ધન્યવાદને પાત્ર છે.
સંસારી જીવને મમતારૂપી મોટી ફાંસી છે. એ મમતારૂપ જાળમાં ફસાઈને ઘેર કર્મ કરવાથી મહા પાપ બાંધે છે, રેગ આદિ તીવ્ર વેદના અને સ્ત્રી-પુત્રાદિ સર્વ કુટુંબના તથા પરિગ્રહના વિયેગાદિથી થતા તીવ્ર આર્તધ્યાન સહિત મરણ પામીને દુર્ગતિનાં ઘેર દુઃખ ભોગવે છે.
તપરૂપી વનમાં વાસ પામ દુર્લભ છે. કેઈ મહા ભાગ્યશાળી પુરુષ જ પાપથી ત્રાસ પામીને તરૂપ ધર્મનું શરણ ગ્રહણ કરે છે. સર્વ સ્ત્રી, પુત્ર આદિ પરિગ્રહની મમતા તજ કઈક વિરલા પુરુષ પરમ ધર્મના ધારક, વીતરાગ, નિગ્રંથ, સદ્ગુરુ ભગવાનના ચરણનું શરણ પામે છે. સદ્ગુરુને વેગ પામીને જેને મહા પુણ્યના ઉદયે અશુભ કર્મ અતિ મંદ થતાં સમ્યક્દર્શનરૂપી સૂર્ય પ્રગટ્યો છે તથા સંસાર, દેહ અને વિષયભેગો પ્રત્યે વૈરાગ્ય જાગે છે તે તપ–સંયમ ગ્રહણ કરે છે.
આવું દુર્લભ ભારે તપ ધારણ કરવા છતાં કોઈ પાપી વિષયેની લાલસાએ તપને ભંગ કરે તેને અનંતાનંત કાળ સુધી ફરી તપની પ્રાપ્તિ થતી નથી, તેથી મનુષ્ય ભવ પામીને, આત્માદિનું સ્વરૂપ જાણી, પાંચ ઇક્રિયા અને મનને વશ કરીને વૈરાગ્યરૂપ થઈ, સર્વસંગ ત્યાગી, વનમાં એકલા આત્મ-ધ્યાનમાં લીન થઈ રહેવું તે તપ છે. પરિગ્રહની મમતા તજી, તૃષ્ણને ત્યાગ કર તથા મહા
Page #318
--------------------------------------------------------------------------
________________
દશ લક્ષણરૂપ ધમ (તપ
૨૯૭ બળવાન કામવિકાર ઉપર વિજય મેળવે તે ભારે તપ છે. આકરાં મુનિનાં વ્ર ધારણ કરીને ટાઢ, તડકે, પવન, વરસાદ તથા ડાંસ, મચ્છર, માં, મધમાં, સાપ, વીંછી ઈત્યાદિથી થતી ઘર વેદના ઉઘાડે ડિલે સહન કરવી તે તપ છે. નિર્જન પર્વતની નિર્જન ગુફાઓમાં, ભયંકર પર્વતની ખીણેમાં તથા સિંહ, વાઘ, રીંછ, વરૂ, ચિત્તા
અને હાથીવાળા ઘેર વનમાં વાસ કરે તે તપ છે. દુષ્ટ વિરી, મ્લેચ્છ, ચેર, શિકારી, મનુષ્ય, તિર્યંચ અથવા દુષ્ટ
વ્યંતર આદિ દેવના કરેલા ઘેર ઉપસર્ગોથી કંપાયમાન ન થવું, ધીરવીરપણાથી, કાયરતા રહિત, વેર વિરોધ રાખ્યા વિના સમભાવથી પરમાત્માના ધ્યાનમાં લીન થઈને ખમી ખૂંદવું તે તપ છે. સર્વ જેને પ્રવર્તાવનારવશ કરનાર રાગ-દ્વેષને જીતવા ક્ષય કરવા તે તપ છે. વગર માગ્યે ભિક્ષા વખતે શ્રાવકે નવધા ભક્તિ સહિત દાનમાં આપેલે ખારે, મેળ, કડ, ખાટો, લૂખ, ચીકણે, સરસ, નીરસ, નિર્દોષ પ્રાસુક આહાર એક વાર દિવસમાં લેલુપતા તજી, સંક્લેશ રહિત થઈ ભક્ષણ કરે તે તપ છે. પાંચ સમિતિ પાળવી અને મન, વચન, કાયાની ગુપ્તિ કરવી, રાગદ્વેષ રહિત આત્માને અનુભવ કરે તે તપ છે. સ્વપરના સ્વરૂપને નિર્ણય કરવો, ચાર અનુગના અભ્યાસ વડે ધર્મ સહિત કાળ વ્યતીત કરે તે તપ છે. અભિમાન તજી વિનયવાન થવું, કપટ તજી સરળભાવી થવું, ક્રોધ તજી ક્ષમાવાન થવું અને લેભ તજી સંતોષી થવું તે તપ છે. જેથી કર્મસમૂહને હણી આત્મા સ્વતંત્ર, મુક્ત થાય તે તપ છે. સશાસ્ત્રના અર્થ પ્રકાશવા, વ્યાખ્યાન
S
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૯૮
સમય-સાપાત
કરવું; પાતે નિરંતર અભ્યાસ કરે અને ખીજાને અભ્યાસ કરાવે તે તપ છે. તપસ્વીની ઇંદ્ર પણ સ્તુતિ કરે છે, ભક્તિ પ્રગટ કરે છે. તપથી કેવળજ્ઞાન પ્રગટે છે. તપના મહિમા અચિંત્ય છે. તપ કરવાનાં પરિણામ થવાં બહુ દુર્લભ છે. નરક, તિર્યંચ કે દેવ ગતિમાં તપની ચાગ્યતા જ નથી; એક મનુષ્ય ગતિમાં હોય છે. મનુષ્ય ગતિમાં પણ ઉત્તમ કુળ, જાતિ, બળ, બુદ્ધિ અને સંપૂર્ણ ઇંદ્રિયા જેને હાય તથા રાગાદ્રિની મંદતા જેને હાય તથા વિષયની લાલસા જેની નાશ પામી છે તે મનુષ્ય તપ ધર્મ આરાધી શકે છે.
તપ ખાર પ્રકારે છે. જેની જેવી શક્તિ હાય તે પ્રમાણે આદર... બાળક, વૃદ્ધ, ધનાઢય, નિર્ધન, ખળવાન, નિર્મળ, શરણવાળા, અશરણ, ગમે તે હા; કોઈથી ભગવાને કહેલું તપ ન અને એમ નથી. જેમ વાત પિત્ત કક્ આદિના પ્રકોપ ન થાય, રેગ વધે નહીં, શરીર રત્નત્રયના આરાધનમાં જોડાયેલું રહે, તેમ પોતાનું સંઘયણુ, મળ, વીર્ય તપાસીને શક્તિ પ્રમાણે તપ કરે. દેશ કાળ આહારની યેાગ્યતા વિચારીને તપ કરે. જેમ તપમાં ઉત્સાહ વધતા રહે, પરિણામમાં ઉજ્વળતા વધતી જાય, તેમ તપ કરો. ઇચ્છાના નિરાધથી વિષયેા પ્રત્યેના રાગ ઘટાડવા તે તપ છે. તપ જ જીવને કલ્યાણકારી છે.
કામના, નિદ્રાના અને પ્રમાદના નાશ કરનાર તપ જ છે. તેથી અહંકાર તજીને ખાર પ્રકારના તપમાંથી જેટલું સામર્થ્ય હાય તે પ્રકારનું તપ કરો.
Page #320
--------------------------------------------------------------------------
________________
દશ લક્ષણરૂપ ધર્મ (ત્યાગ) ૮. ઉત્તમ ત્યાગ :“ ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજ ભાન.”
આત્મસિદ્ધિ-શ્રીમદ્ રાજચંદ્ર આત્મપરિણામથી જેટલે અન્ય પદાર્થને તાદામ્ય અધ્યાસ નિવર્સ તેને શ્રી જિન ત્યાગ કહે છે.
તે તાદાભ્યઅધ્યાસ નિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગને ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર્યાગ કહ્યો નથી, એમ છે, તે પણ આ જીવે અંતર્ભાગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી યોગ્ય છે.” – શ્રીમદ્ રાજચંદ્ર
ધન સંપદાદિ પરિગ્રહની પ્રાપ્તિ કર્મના ઉદયને આધીન અને વિનાશી, અભિમાન ઉપજાવનાર, તૃષ્ણ વધારનાર, રાગ-દ્વેષની તીવ્રતા કરનાર, આરંભની વૃદ્ધિ કરનાર પાંચ પાપનું મૂળ છે એમ જાણી જે ઉત્તમ પુરુષે પ્રથમથી જ તેને અંગીકાર કરતા નથી તેમને ધન્ય છે! જેમણે તેને અંગીકાર કરી, પછી હલાહુલ વિષ સમાન જાણી સડેલા તરણાની પિઠે તેને ત્યાગ કર્યો તેમને મહિમા અચિંત્ય છે. કોઈ જીવને તીવ્ર રાગ ભાવ મંદ થયે નથી, તેથી સંપૂર્ણ પણે પરિગ્રહને ત્યાગ કરવા સમર્થ નથી, પણ પ્રશસ્ત રાગરૂપ ધર્મમાં રુચિવંત છે અને પાપથી ભય પામ્યા છે તે મહા પુરુષે ઉત્તમ પાત્રના ઉપકાર અર્થે દાનમાં ધન ખર્ચે છે, તેમજ ધર્મનું સેવન કરનારા નિર્ધન જનેને અન્ન વસ્ત્રાદિ આપી ઉપકાર કરે છે. ધર્મનાં સ્થાનક જિનમંદિર
Page #321
--------------------------------------------------------------------------
________________
૩૦૦
સમાધિ-સંપાન આદિમાં, જિન સિદ્ધાંત લખાવવામાં, પ્રસિદ્ધ કરાવવામાં, સંગ્રહ કરાવવામાં તથા ઉપકરણમાં, પૂજા–પ્રભાવનામાં ધનને સદુપયોગ કરે છે. દુઃખી, દરિદ્રી, રેગીઓના ઉપકાર અર્થે તન, મન, ધનને કરુણા-બુદ્ધિથી ઉપયોગ કરે છે; તેઓ તેમનું ધન અને જીવન બન્ને સફળ કરે છે.
દાન ધર્મનું અંગ છે. તેથી પિતાની શક્તિ પ્રમાણે ભક્તિપૂર્વક સમ્યગુણધારી પવિત્ર પાત્ર જનેને દાન દેવું તે પરલેક માટે ઉત્તમ સુખ-સામગ્રીનું ભાથું છે નિવિ દેવલેક કે ભેગભૂમિનાં સુખ પ્રાપ્ત કરાવનાર છે. દાનને મહિમા તે અજ્ઞાની બાળ ગવાળ સર્વ કહે છે કે પૂર્વે દાન દીધું છે તે અનેક પ્રકારની સુખ સામગ્રી મળી છે અને જે કરશે તે પામશે. સુખ સંપત્તિના ઈચ્છક છે તે દાન દેવામાં પ્રેમ રાખે. જે દાન દેવામાં તત્પર નથી અને માત્ર ધન એકઠું કરવામાં મરણ પર્યત પ્રયત્ન કરે છે, તે તીવ્ર આર્તધ્યાનરૂપ પરિણામ સહિત મરીને સર્પ આદિ દુષ્ટ તિર્યંચ ગતિ પામી નરક-નિગદમાં જાય છે.
ધન ક્યાં સાથે આવવાનું છે? ધન પામ્યા છે તે દાન વડે તેને સફળ કરે. દાન દઈ શક્તા નથી તે કંજૂસનું ધન ઘર દુઃખની પરંપરા વધારનાર બને છે. આ લેકમાં કૃપણ અત્યંત નિંદાય છે; કૃપણનું નામ પણ કઈ લેતું નથી; કૃપણ, કંજૂસ મનુષ્યનું નામ લેકમાં અમાંગળિક મનાય છે.
- દાતારના દોષે ઢંકાઈ જાય છે, દૂર થઈ જાય છે. દાન વડે જગતમાં નિર્મળ કીર્તિ ફેલાય છે. દાન વડે વેરી પણ પગે પડે છે, વેર છેડી દે છે અને મિત્ર બની હિત કરે છે.
Page #322
--------------------------------------------------------------------------
________________
દેશ લક્ષણરૂપ ધર્મ (ત્યાગ)
૩૦૧
દાનના પ્રભાવ જગતમાં જખરે છે. સાચી ભક્તિ સહિત અલ્પ દાન દેનાર પણ ભાગભૂમિમાં ત્રણ પત્યેાપમના લાંખા આયુષ્યવાળા મનુષ્ય થઈ ત્યાંના કલ્પવૃક્ષ આદિનાં મનોવાંછિત સુખ ભોગવી દેવલાકમાં જાય છે. જગતમાં આપનારના હાથ ઊંચા રહે
છે.
વિનય સહિત સ્નેહ ભર્યાં વચનથી દાન દેવું. દાન કરનારે એવું અભિમાન ન રાખવું કે હું આના ઉપર ઉપકાર કરું છું. દાન કરનાર તેા પાત્ર (દાન દેવા ચેાગ્ય મહાત્મા)ને પોતાના ઉપર ઉપકાર કરનાર માને છે. લાલરૂપી અંધકૂપમાં પડેલા ઉપર પાત્ર વિના કાણુ ઉપકાર કરે ? પાત્ર વિના લેભિયાના લાભ છૂટતા નથી. પાત્ર વિના સંસારમાંથી ઉદ્ધાર કરનાર દાન કયાંથી દેવાય ? તેથી વિચારવાન ધર્મેચ્છકને તે પાત્રને ચેગ મળે કે દાન દેવાય ત્યારે અત્યંત આનંદ થાય છે. શ્રીમંતપણું અને સમજણુ પામ્યા. હા તા દાનમાં જ ઉદ્યમ કરો.
૧. અભયદાન –
છકાય (૧. પૃથ્વીરૂપે દેહ ધર્યાં છે તે, ૨. પાણીરૂપ દેહવાળા, ૩. અગ્નિરૂપ દેહવાળા, ૪. વાયુરૂપ દેહવાળા અને ૫. વનસ્પતિરૂપ દેહવાળા એ પાંચ સ્થાવર એટલે અચર અને ૬. ત્રસ એટલે સચર એમ સચરાચર) જીવાને અભયદાન દો, એટલે અભક્ષ્યના ત્યાગથી, હિંસા થાય તવી પ્રવૃત્તિરૂપ આરંભ ઘટાડવાથી, દેખીને, શેાધીને યત્નાચારથી વસ્તુ લેવા મૂકવામાં પ્રવર્તવું; નિર્દેયી થઈને ન પ્રવર્તવું. કોઈ પ્રાણીને મન, વચન, કાયાથી દુઃખ ન દેવું; દુ:ખિયા
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૦૨
સમાધિ-સે પાન ઉપર દયા રાખવી એ ગૃહસ્થ માટે અભયદાન છે. તેથી સંસારમાં જન્મ, મરણ, રેગ, શેક, ગરીબાઈ, વિયેગ આદિ દુઃખ ભેગવવાં પડતાં નથી.
૨. જ્ઞાનદાન –
સંસાર વધારનારાં, હિંસાને પોષનારાં તથા અસત્ય ધર્મનું સમર્થન કરનારાં શાસ્ત્રો, તથા યુદ્ધશાસ્ત્ર, શૃંગારશાસ્ત્ર, સાયાકપટનું વર્ણન કરનારાં શાસ્ત્ર, વૈદ્યકશાસ્ત્ર, રસ-રસાયણ, મંત્ર, તંત્ર, મારણ-વશીકરણ આદિ શાસ્ત્રો મહા પાપની પ્રરૂપણ કરનારાં છે. તેનાથી દૂર રહી ભગવાન વીતરાગ સર્વજ્ઞનાં કહેલાં દયાધર્મની પ્રરૂપણ કરનારાં સ્યાદ્વાદરૂપ અનેકાંત માર્ગને પ્રકાશ કરનારાં, નય–પ્રમાણવડે તત્ત્વાર્થની પ્રરૂપણ કરનારાં શાસ્ત્રોને પિતે અભ્યાસ કરે, કરાવે, અને આત્મકલ્યાણને અર્થે તેવાં શાસ્ત્રોનું દાન કરે. પિતાનાં સંતાનને જ્ઞાનદાન દે. અન્ય ધર્મબુદ્ધિવાળા, રુચિવાળા, શુભેચ્છા સંપન્ન હોય તેમને શાસ્ત્રનું દાન કરે. જ્ઞાન પ્રત્યે પ્રેમ જેમને જાગે છે તે સજજને જ્ઞાનદાન માટે પાઠશાળાએ સ્થાપે છે. કારણ કે ધર્મને સ્તંભ જ્ઞાન છે. જ્યાં જ્ઞાનદાન હશે ત્યાં ધર્મ રહેશે; તેથી જ્ઞાનદાનમાં પ્રવૃત્તિ કરે. જ્ઞાનદાનના પ્રભાવથી નિર્મળ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ૩. ઔષધદાન :
રેગને નાશ કરનાર પ્રાસુક ઔષધનું દાન કરે. ઔષધદાન અતિ ઉપકારી છે. રેગીને સહજ તૈયાર ઔષધ મળે તે તેને ઘણે આનંદ થાય છે. જે નિર્ધન હય, જેની
Page #324
--------------------------------------------------------------------------
________________
દશ લક્ષણરૂપ ધર્મ ત્યાગી
૩૦૩ સેવા કરનાર કોઈ ન હોય તેવાને તૈયાર દવા મળે તે નિધાન મળ્યું એમ માને છે. ઔષધ લઈને નીરોગી થાય તે વ્રત, તપ, સંયમ પાળી શકે છે, જ્ઞાનને અભ્યાસ કરી શકે છે. ઔષધદાન દેનારને વાત્સલ્ય ગુણ, સ્થિતિકરણ ગુણ, નિવિચિકિત્સા ગુણ ઈત્યાદિ અનેક ગુણ પ્રગટે છે.
ઔષધદાનના પ્રભાવથી જીવ રોગરહિત દેવને વૈક્રિયિક દેહ પામે છે.
૪. આહારદાન –
આહારદાન સર્વ દાનમાં મુખ્ય છે. પ્રાણુઓની જીવનશક્તિ, બળ, બુદ્ધિ, એ બધા ગુણે આહાર વિના નાશ પામે છે. આહાર દીધે તેણે પ્રાણને જીવન, બુદ્ધિ, શક્તિ સર્વ આપ્યું. આહારદાનથી જ મુનિને, શ્રાવકને બધે ધર્મ પ્રવર્તે છે. આહારદાન વિના મોક્ષમાર્ગને લેપ થઈ જાય. પથ્ય આહાર સર્વ રેગોને નાશ કરનાર છે. આહાર-દાન દેનાર મિથ્યાવૃષ્ટિ પણ ભેગભૂમિમાં દશ પ્રકારનાં કલ્પવૃક્ષના ચિરકાળ ભેગ ભેગવે છે; ત્રણ દિવસે આંબળા જેટલે આહાર કરે છે તે પણ ભૂખ તરસ લાગતી નથી. સર્વ દુઃખ ફ્લેશ રહિત અસંખ્યાત વર્ષ સુધી સુખ ભેગવી મરણ પછી દેવલેકમાં ઊપજે છે.
ધન પામ્યા છે તે ચાર પ્રકારનાં દાન દેવામાં પ્રવર્તે. નિર્ધન છે તે પણ પિતાના ભેજનમાંથી બને તેટલું દાન કરે. જે અધું ભેજન મળતું હોય તે તેમાંથી એક બે કળિયા દુઃખી, ભૂખ્યાં, દીન-દરિદ્રીને દાન કરે.
મીઠાં વચન બેલવાં તે પણ મોટું દાન છે; આદર
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૦૪
સમાધિÀષાન
સત્કાર, વિનય કરવા, જગા આપવી, કુશળતા પૂથ્વી એ મહા દાન છે. દુષ્ટ વિકલ્પાના ત્યાગ કરો, પાપ પ્રવૃત્તિના ત્યાગ કરો, ચાર કષાયાના ત્યાગ કરો. પરના સાચા, ખાટા દોષ કદી ન કહેા. અન્યાયનું ધન લેવાના (લાંચ આદિના ) દૂરથી ત્યાગ કરો.
હે જ્ઞાનીજના ! જો આત્મકલ્યાણની ઇચ્છા હોય તે દુ:ખિયાને તેા દાન દે, તેમજ સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન આદિ ગુણાના ધારક ગુણીજનોના મહાવિનય, આદરસત્કાર કરે. સર્વ જીવા ઉપર કરુણા કરો. મિથ્યાદર્શનના ત્યાગ કરા. રાગ-દ્વેષ–માહ ધારનારા કુદેવ, આરંભ પરિગ્રહવાળા ભેખધારી કુગુરુ તથા હિંસાને પાષનારાં, રાગદ્વેષ વધારનારાં મિથ્યાવૃષ્ટિનાં શાસ્ત્ર, તે સર્વને વંદન, સ્તવન પ્રશંસા કરવાના ત્યાગ કરો. ક્રોધ, માન, માયા અને લાભને વશ કરવા માટે ભારે ઉદ્યમ કરે. ક્લેશનું કારણ એવાં કડવાં વચન, ગાળ, અપમાનકારી વચન, અભિમાની વચન કદી કોઈને કહેા નહીં. કોઈ પણ પ્રાણીને દુ:ખ દેનાર તથા પેાતાના યશના નાશ કરનાર, ધર્મના નાશ કરનાર મન, વચન, કાયાની પ્રવૃત્તિના ત્યાગ કરો.
૯. ઉત્તમ આચિન્ય :
“સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર, અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્ય માંય છે; એવા અનુભવના પ્રકાશ ઉલ્લાસિત થયા, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે.’
શ્રીમદ્ રાજચંદ્ર
Page #326
--------------------------------------------------------------------------
________________
દશ લક્ષણરૂપ ધર્મ (આફિશન્ય)
૩૦૫
જીવ મારાપણું માને છે તે જ દુઃખ છે, કેમકે મારાપણું માન્યું કે ચિંતા થઈ કે કેમ થશે? કેમ કરીએ ? ચિંતામાં જે સ્વરૂપ થઈ જાય છે, તે રૂપ થઈ જાય છે, તે જ અજ્ઞાન છે. વિચારથી કરી, જ્ઞાને કરી જોઈએ, તે કોઈ મારું નથી એમ જણાય.... નિર્ધન કણ ? ધન માગે, ઈચ્છે તે નિર્ધન; જે ન માગે તે ધનવાન છે. જેને વિશેષ લક્ષ્મીની તૃષ્ણા તેની દુ:ખધા, બળતરા છે, તેને જરા પણ સુખ નથી. લેાક જાણે છે કે શ્રીમંત સુખી છે, પણ વસ્તુતઃ તેને રામે રામે ખળતરા છે.”
—શ્રીમદ્ રાજચંદ્ર
પોતાના જ્ઞાન-દર્શનમય સ્વરૂપ વિના અન્ય કંઈ પણ મારું નથી, હું કોઈ અન્ય દ્રવ્યના નથી અને મારું કઈ અન્ય દ્રવ્ય નથી; આવા અનુભવને આસિંચન્ય કહે છે.
હે આત્મા ! પોતાનું સ્વરૂપ દેહથી ભિન્ન, જ્ઞાન સ્વરૂપ, અનુપમ અને સ્પર્શ, રસ, ગંધ, વર્ણ રહિત, ( નિરંજન ), પોતાના સ્વાધીન, જ્ઞાનાનંદ સુખથી પરિપૂર્ણ, પરમ અદ્રય, ભયરહિત છે એવા અનુભવ કર. આ દેહ તે હું નથી, દેહ તેા રસ, રુધિર, હાડકાં, માંસ, ચામડીના જડ, અચેતન છે; હું આ દેહથી અત્યંત ભિન્ન છું. આ બ્રાહ્મણ, ક્ષત્રિયાદિ જાતિ-કુળ દેહનાં છે, મારાં નથી. સ્ત્રી, પુરુષ, નપુંસક લિંગ દેહને છે; મારું નથી. ગેારાપણું, શ્યામપણું, રાજાપણું, શંકપણું, રવાપ, સેવકપણું, પતિ, મૂર્ખપણું ઇત્યાદિ સર્વરચના કર્મના ફળરૂપ દેહની છે, હું તા તે સર્વને જાણનાર છું. આ દેહના સંબંધે છે તે
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૦૬
સમાધિ-સે પાન મારું સ્વરૂપ નથી. મારું સ્વરૂપ તે અન્ય દ્રવ્યથી વિલક્ષણ છે. ઠંડ, ગરમ, નરમ, કઠણ, લૂખો, ચીકણું, હલકે, ભારે, એ આઠ પ્રકારને સ્પર્શ તે મારું રૂપ નથી; પુદ્ગલનું સ્વરૂપ છે. ખાટો, મીઠ, કડવો, તૂરે, તીખે એ પાંચ પ્રકારનો રસ, સુગંધ, દુર્ગધ એ બે પ્રકારને ગંધ અને કાળે, પીળ, લીલે, પેળ, લાલ એ પાંચ રંગ મારું સ્વરૂપ નથી; પગલનું છે. મારું સ્વરૂપ તે સુખથી પરિપૂર્ણ, પરમાનંદરૂપ છે. પરંતુ કમેને આધીન થઈ હું દુઃખી થઈ રહ્યો છું. મારું સ્વરૂપ ઇદ્રિયેથી રહિત, અતપ્રિય છે. ઇઢિયે તે પુદ્ગલમય કમેથી થયેલી છે.
હું સમસ્ત ભય રહિત, અવિનાશી, અખંડ, આદિઅંત રહિત શુદ્ધ જ્ઞાનસ્વભાવી છું. પરંતુ અનાદિ કાળથી જેમ ખાણમાં સુવર્ણ અને પાષાણ મળી રહ્યાં છે, તેમ હીરનીરની પિઠે કર્મની સાથે અનાદિ કાળથી હું મળી રહ્યો છું. તેમાં વળી મિથ્યાત્વ નામના કર્મને ઉદયથી સ્વ-સ્વરૂપનું ભાન ભૂલી, દેહાદિ પર દ્રવ્યોને પિતાનું સ્વરૂપ જાણી, અનંતકાળ મેં પરિભ્રમણ કર્યું. હવે કંઈક આવરણ આદિ દૂર થવાથી, પરમ કૃપાળુ શ્રી સદ્ગુરુએ ઉપદેશેલી વાણીરૂપ પરમ આગમના પ્રસાદથી પરનું અને પિતાનું સ્વરૂપ સમજાયું. જેમ અલંકારમાં જડેલાં પંચરંગી રનેમાંથી ગુરુકૃપાથી અને નિરંતર અભ્યાસથી ઝવેરી સ્ફટિક રત્ન નીચે મૂકેલા પદાર્થને ભાસરૂપ રંગને અને માણેકના રંગને તેમજ બન્નેના તેલ, મૂલ્ય વગેરેને ભિન્ન ભિન્ન જાણે છે, તેમ પરમ આગમના નિરંતર અભ્યાસથી તથા પ્રત્યક્ષ સદુગરની વચનાતિશયરૂપ વાણીથી જણાતા–ભાસતા રાગ,
Page #328
--------------------------------------------------------------------------
________________
૩૦૭
દશ લક્ષણરૂપ ધર્મ (અકિંચન્ય) છેષ, મહાદિ મેલને હું સ્વભાવથી ભિન્ન જાણું છું અને મારા જ્ઞાયક સ્વભાવને તેથી ભિન્ન જાણું છું. તેથી રાગ, દ્વેષ, મહાદિ ભાવકર્મમાં અને કર્મોના ઉદયે ઊપજેલા વિનાશી શરીર, પરિવાર, ધનસંપદાદિ પરિગ્રહમાં મને કોઈ ભવમાં મમતાબુદ્ધિ ન ઊપજે તેવી રીતે ઉત્તમ અકિંચન્ય ભાવના હવે ભાવું છું. આકિંચન્ય ભાવના અનાદિકાળમાં કદી ઊપજી નથી; સર્વ દેહ-પર્યાને પિતાના માન્યા; તથા રાગ, દ્વેષ, મેહ, ક્રોધ, કામ આદિ ભાવકર્મના વિકારેને પિતાનારૂપે અનુભવવારૂપ વિપરીત ભાવથી ઘેર કર્મ બાંધ્યાં. હવે હું અકિંચન્ય ભાવના નિર્વિધ્રપણે ભાવવા માટે વિઘનાશક પંચ પરમગુરુનું શરણ ગ્રહણ કરી આકિંચન્ય ભાવ નિરંતર ચાહું છું; ત્રણ લેકમાંની કોઈ અન્ય વસ્તુ ઇચ્છતો નથી. આ આકિંચન્યપણું જ સંસાર–સમુદ્રમાંથી તારનાર જહાજ જેવું છે. પરિગ્રહને મહા બંધનરૂપ જાણ છેડવો તે. આર્કિન્ય ધર્મ છે.
આકિંચન્ય ધર્મ જેને પ્રગટ થયું છે, તેને પરિગ્રહ પ્રત્યે આસક્તિ રહેતી નથી, આત્મધ્યાનમાં લીનતા થાય છે. દેહાદિક બાહા વેશમાં આત્મભાવ મનાતું નથી તથા પિતાનું સ્વરૂપ જે રત્નત્રય, તેમાં પ્રવૃત્તિ થાય છે, ઈદ્રિના વિષયેમાં દડતું મન અટકી જાય છે, કાયા ઉપરની માયા ઊતરી જાય છે. સંસારનાં દેવાદિકનાં સુખ, ઈંદ્ર, અહમિંદ્ર, ચકવર્તીનાં સુખ પણ દુઃખરૂપ દેખાય છે, તે પછી તેની વાંછા કેમ કરે? રત્ન, સુવર્ણ, રાજ્ય, ઐશ્વર્ય, સ્ત્રી, પુત્રાદિ પરિગ્રહને તે સડેલા તરણું સમાન મમત્વ રહિત તજે છે.
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૦૮
સમાધિ-સે પાન અકિંચન્ય તે પરમ વીતરાગપણું છે, જેને સંસારને અંત આવી ગયું હોય તેને એ હોય છે. જેને આકિંચને ધર્મ પ્રાપ્ત થયેલ છે તેને પરમાર્થ એટલે શુદ્ધ આત્માને વિચાર કરવાની શક્તિ પ્રગટ થાય છે, પંચ પરમેષ્ઠીની ભક્તિ પ્રગટે છે અને માઠા વિકલપને નાશ થાય છે. ઈષ્ટ અનિષ્ટ ભજનમાં થતા રાગ-દ્વેષ નાશ પામે છે, માત્ર પેટરૂપી ખાડે ભરે તે સિવાય અન્ય સરસ નીરસ ભેજન વિષેના વિચાર છૂટી જાય છે. સર્વ ધર્મોમાં પ્રધાન ધર્મ આર્કિન્ય છે, તે મોક્ષને નિકટ સમાગમ કરાવનાર છે. અનાદિકાળથી જેટલા સિદ્ધ થયા છે તે બધા આકિંચ થી જ થયા છે; અને ભવિષ્યમાં જે કઈ તીર્થંકરાદિ સિદ્ધ થશે તે અકિંચન્ય ધર્મથી જ થશે.
આકિંચન્ય ધર્મ પ્રધાનપણે સાધુજનોને હોય છે, તથાપિ એકદેશે ધર્મ ધારણ કરનાર ગૃહસ્થ એ ધર્મ ગ્રહણ કરવાની ઈચ્છા રાખે છે અને ગૃહસ્થ અવસ્થામાં જે મંદરાગી, અતિ વિરક્ત રહીને પ્રમાણિક પરિગ્રહ રાખે છે, ભવિષ્યની વાંછા કરતું નથી, અન્યાય માર્ગ ધન, પરિગ્રહ કદી ગ્રહણ કરતું નથી, અલ્પ પરિગ્રહમાં અતિ સંતોષી રહે છે, પરિગ્રહને દુઃખ દેનાર અને અત્યંત અસ્થિર માને છે તેને આકિંચન્ય ધર્મ પ્રાપ્ત થાય છે. ૧૦. ઉત્તમ બ્રહ્મચર્ય – / નીરખીને નવ યૌવના, લેશ ન વિષય નિદાન; ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન
-
ક
Page #330
--------------------------------------------------------------------------
________________
દશ લક્ષણરૂપ ધર્મ (બ્રહાચર્ય)
એક વિષયને જીતતાં, છત્યે સૌ સંસાર; નૃપતિ જીતતાં છતીએ, દળ પુરને અધિકાર.
જે નવ વાડ વિશુદ્ધથી, ધરે શિયળ સુખદાઈ; ભવ તેને લવ પછી રહે, તત્વવચન એ ભાઈ.
પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન પાત્ર થવા સે સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન.”/
–શ્રીમદ્ રાજચંદ્ર. નુ વર્તમાન કાળમાં ક્ષયરોગ વિશેષ વૃદ્ધિ પામે છે, અને પામતે જાય છે. એનું મુખ્ય કારણ બ્રહ્મચર્યની ખામી, આળસ અને વિષયાદિની આસક્તિ છે. ક્ષયરેગને મુખ્ય ઉપાય બ્રહ્મચર્ય–સેવન, શુદ્ધ સાત્વિક આહાર–પાન અને નિયમિત વર્તન છે.”
–શ્રીમદ્ રાજચંદ્ર સર્વ વિષયોમાંથી આસક્તિ તજી, બ્રહ્મ એટલે જ્ઞાયકસ્વભાવ આત્મા–તેમાં ચર્યા એટલે પ્રવૃત્તિ તે બ્રહ્મચર્ય છે. હે જ્ઞાનીજન! આ બ્રહ્મચર્ય નામનું વ્રત બહુ આકરું છે. બિચારા વિષયમાં ફસાયેલા, આત્મજ્ઞાન રહિત મનુષ્ય તે વ્રત ધારણ કરવા સમર્થ નથી. મનુષ્યમાં દેવ સમાન હોય તે જ એ વ્રત પાળી શકે છે. વિષયેની લાલસાવાળા અન્ય રંક છે તે પાળી શકવા સમર્થ નથી. બ્રહ્મચર્ય વ્રત અતિ દુષ્કર છે. જે બ્રહ્મચર્ય પાળે છે તેને સર્વ ઇદ્રિ અને કષાય જીતવા સુલભ છે. હે ભવ્યો! સ્ત્રીના સુખમાં
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૧૦
સમાધિ-સંપાન કે પુરુષના ભેગમાં રાગી જે મનરૂપ મદોન્મત્ત હાથી છે, તેને વૈરાગ્યની ભાવનામાં રેકીને, વિષયેની આશાને અભાવ કરીને, દુર્ધર બ્રહ્મચર્ય ધારણ કરે. - કામ-વિકાર ચિત્તરૂપી ભૂમિમાં ઉત્પન્ન થાય છે, તેની પીડા સહન નહીં થવાથી જીવ નહીં કરવા ગ્ય એવાં પાપ કરે છે. કામ મનનું મથન કરે છે, મનમાંના જ્ઞાનને નાશ કરે છે તેથી કામનું નામ “મનમથ” પડયું છે. જ્ઞાનને નાશ થવાથી અથવા વિવેચક્ષુને નાશ થવાથી જ સ્ત્રીને મહા દુર્ગધી નિંદ્ય શરીરમાં રાગી બની, તેનું સેવન કરે છે. કામથી અંધ બની મહા અનીતિ કરે છે –પિતાની કે પરની સ્ત્રીને વિચાર પણ કરતા નથી. આ દુરાચારથી આ લેકમાં પણ હું માર્યો જઈશ, રાજા ભારે શિક્ષા કરશે, મારી આબરૂના કાંકરા થશે, મારી ધર્મકરણીમાં ધૂળ પડશે, હું ધર્મભ્રષ્ટ થઈશ, બુદ્ધિભ્રષ્ટ થઈશ અને ભૂંડા મોતે મરીને નરકે જઈશ, ત્યાં અસંખ્યાત કાળ પર્યત ઘોર દુઃખ ભેગવવાં પડશે, વળી તિર્યંચ(પશુ આદિ)ના અનેક ભવમાં અસંખ્ય દુઃખ ભેગવવાં પડશે, કદાચ મનુષ્ય થઈશ તે. આંધળે, લૂલે, કુબડે, ગરીબ, અપંગ, બહેરે, બેબડો થઈશચંડાળ, ભીલ, ચમાર આદિ નીચ કુળમાં જન્મવું પડશે; ત્યાંથી વળી ઝાડ, પહાડ આદિ સ્થાવર જંગમ જંતુ થઈ અનંત કાળ સુધી જન્મ, મરણનાં દુઃખ ભેગવવાં પડશે. આ સત્ય વિચાર કામીને ઊપજ નથી.
કામ-વિકારનાં અનેક સ્વભાવસૂચક નામ જગતમાં પ્રસિદ્ધ છે. કે એટલે બેટો, દર્પ એટલે ગર્વ, તે ઉપરથી કંદર્પ નામ પડ્યું છે. દુષ્ટ ગર્વ ઉપજાવે તે કંદર્પ. અતિ
Page #332
--------------------------------------------------------------------------
________________
૩૧૧
દર શક્ષણરૂપ ધર્મ (બ્રહ્મચર્ય) કામના એટલે વાંછા ઉત્પન્ન કરી દુઃખી કરે છે તેથી તેને કામ” કહ્યો છે. તિર્યંચ તથા મનુષ્ય ભવમાં જેને માટે જે લડી મરે છે એવા કામને “માર' પણ કહે છે. સંવરને વેરી છે માટે “સંવરારિ' કહેવાય છે. તપ–સંયમરૂપ બ્રહ્મ ધર્મને નાશ કરે છે તેથી “બ્રહ્મસૂ' કહેવાય છે, ઇત્યાદિ અનેક દુષ્ટ નામથી તે ઓળખાય છે.
આ પ્રકારે વિચારી મન, વચન ને કાયાથી પ્રીતિપૂર્વક બ્રહ્મચર્ય વ્રત પાળે. બ્રહ્મચર્યથી સંસાર–સમુદ્ર તરી જશે. બ્રહ્મચર્ય વિના વ્રત, તપ અસાર છે, વૃથા કાયલેશ છે. બાહ્ય સ્પર્શેન્દ્રિયના સુખથી વિરક્ત થઈને અત્યંતર પરમાત્મસ્વરૂપ જે આત્મા તેની ઉજવળતા પર દ્રષ્ટિ રાખે. આત્મવૃત્તિ કામમાં આસક્ત ન થાય તે પુરુષાર્થ કરે. બ્રહ્મચર્યથી આ ભવ પરભવ અને લેક સુધરે છે.
જે શીલ સાચવવું હોય, ઉજજ્વળ યશ ઈચ્છતા હે, ધર્મને ખપ હોય, અને પિતાની આબરૂ રાખવા ઇચ્છતા હો તે શાસ્ત્રની નીચે જણાવેલી શિખામણ મનમાં ધારણ કરે :- સ્ત્રીઓની કથા કહે નહીં. સાંભળે પણ નહીં, સ્ત્રીઓના રાગ, રંગ, કુતુહલ, ચેષ્ટા નીરખે નહીં, એ લિન ભાવ દેખવાથી આપણું ભાવ બગડે છે, વ્યભિચારી પુરુષની સબત ન રાખે, ભાંગ, જરદો વગેરે માદક, કેફી વસ્તુઓને ત્યાગ કરે; પાન-બીડી, ફૂલના હાર, અત્તર, ફુલેલ આદિ શીલવ્રતને ભંગ કરાવનાર કારણે સેવવાને ત્યાગ કરે; ગીત, નૃત્ય, નાટક આદિ કામ-વિકાર જાગ્રત કરનારાં કારણે તજે, રાત્રિ–ભેજનને ત્યાગ કરે; વિકાર પેદા કરે તેવાં લેક-વિરુદ્ધ વસ્ત્ર, આભરણ ન પહેરે
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૧૨
સમાધિ-સોપાન એકાંતમાં કોઈ પણ સ્ત્રીને સંસ-પરિચય ન રાખે સ્વાદની લપટતા ત્યાગે. “ઈદ્રિય-દમન સ્વાદ તજ,” જીભની પિતા સાથે હજારે દેશે આવે છે, તેથી મોટાઈ, યશ, ધર્મ બધાને નાશ થાય છે. જીભના લપટીને સંતેષ નાશ પામે છે, તેને સમભાવનું સ્વમ પણ આવતું નથી; લેકવ્યવહારથી ભ્રષ્ટ થઈ જાય છે, બ્રહ્મચર્યને ભંગ થઈ જાય છે. માટે આત્મ-કલ્યાણ ઈચ્છતા હો તે એક બ્રહાચર્યની ખાસ રક્ષા કરે. આ પ્રકારે ધર્મનાં દશલક્ષણ સર્વજ્ઞ ભગવાને કહ્યાં છે જેનામાં આ દશ ગુણ પ્રગટ્યા હેય તે ધર્મમૂર્તિ છે. ઉપસંહાર:મિક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ.”
– શ્રીમદ્ રાજચંદ્ર ૧. ઉત્તમ ક્ષમા –
ઉત્તમ ક્ષમા આદિની ઘાત કરનાર, ધર્મના વેરી ક્રોધાદિક છે તે દુર્ગુણરૂપ છે તેથી અનેક દોષ–પાપ લાગે છે તેને વારંવાર વિચાર કરે અને ક્ષમાદિક ધર્મરૂપ છે, તેમાં અનેક ગુણ-લાભ છે, એમ ગુણ-દોષની વારંવાર ભાવના સદા કરે.
ક્ષમાના પ્રતાપે પિતાના પ્રાણ બચે છે (શુદ્ધ ચૈતન્ય સ્વભાવ એ આત્માને ભાવ પ્રાણ છે. તેની ઘાત કરનાર ક્રોધાદિ મલિન ભાવ છે, અને શ્વાસે શ્વાસ આદિ દ્રવ્ય પ્રાણું છે, તે બન્નેને બચાવ ક્ષમાથી થાય છે), ધનની રક્ષા
Page #334
--------------------------------------------------------------------------
________________
દશ લક્ષણરૂપ ધમ (ઉપસંહાર)
૩૧૩ થાય છે, યશની રક્ષા થાય છે, ધર્મની રક્ષા થાય છે; વ્રત, શીલ, સંયમ, સત્ય એ સર્વની રક્ષા એક ક્ષમાથી થાય છે. કલહ-કંકાસનાં ઘેર દુઃખથી બચાવનાર એક ક્ષમા છે. સર્વ ઉપદ્રવ અને વેર-વિરોધ થતાં અટકાવનાર ક્ષમા જ છે.
ક્રોધથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સમૂળગાં નાશ પામે છેપિતાના પ્રાણુને નાશ થાય છે, ઘેર રૌદ્ર ધ્યાન થાય છે. ક્રોધી ક્ષણ વારમાં આપઘાત કરીને મરી જાય છે; કૂવામાં, તળાવમાં, વાવમાં કે નદી સમુદ્રમાં ડૂબી મરે છે શસ્ત્ર મારીને, ઝેર ખાઈને કે ઊંચેથી પડતું મૂકીને કુમતે મરે છે. ક્રોધી પિતાના પિતાને, પુત્રને, ભાઈને, મિત્રને, સ્વામીને, સેવકને, ગુરુને એક ક્ષણમાં મારી નાખે છે; નથી તેને દયા આવતી કે નથી કોઈને ઉપકાર સાંભરતે. ક્રોધી ઘોર નરકનાં દુઃખને પાત્ર બને છે. ક્રોધી મહા ભયંકર છે, સર્વ ધર્મને નાશ કરે છે. ક્રોધીનું વચન સત્ય હેતું નથી; પિતાને, ધર્મને અને સમભાવને બાળી મૂકે તેવાં કુવચનરૂપ અગ્નિ તે ઉછાળે છે, ધર્માત્મા સંયમી, શીલવંત મુનિ કે સગ્ગહસ્થ ઉપર ચેરી કે અન્યાયના જૂઠા આરેપ ક્રોધી મૂકે છે અને તેમને વગેરે છે. (અનંતાનુબંધી) ક્રોધના પ્રભાવથી જ્ઞાન કજ્ઞાન થઈ જાય છે. આચરણ દુરાચરણ થઈ જાય છે, શ્રદ્ધાથી ભ્રષ્ટ થઈ જાય છે, અન્યાયમાં પ્રવૃત્તિ થઈ જાય છે. નીતિને નાશ થાય છે, અતિ આગ્રહી બનીને વિપરીત માર્ગ ચલાવે છે, ધર્મ–અધર્મ, ઉપકાર–અપકારના વિચાર રહિત કૃતઘી બને છે. માટે વીતરાગ ધર્મના ઈચ્છક હો તે કદી કોઈ
ને કરશે.
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૧૪
સમાધિ-પાન, ૨. ઉત્તમ માર્દવ :
કઠોરતા રહિત કમળ પરિણમી જીવ ઉપર ગુરુની ભારે કૃપા હોય છે, માર્દવ–પરિણામીને સાધુ પુરુષે પણ. સાધુ માને છે, તેથી વિનયવાળો જ જ્ઞાનને પાત્ર છે. માન રહિત કેમળ-પરિણામીને જેવા ગુણ ગ્રહણ કરાવવા હોય તથા જેવી કળા શીખવવી હોય તેવી કળા કે ગુણ તેને પ્રાપ્ત થાય છે. સર્વ ધર્મનું મૂળ, સર્વ વિદ્યાનું મૂળ વિનય. છે. વિનયવાન સર્વને પ્રિય લાગે છે. બીજા ગુણે જેનામાં ન હોય તે પુરુષ પણ વિનય વડે માન્ય બને છે. વિનય. પરમ આભૂષણ છે. કમળ-પરિણામીના દિલમાં દયા વસે છે. માર્દવથી સ્વર્ગ લેકમાં ઇંદ્રાદિની સંપદા અને નિર્વાણની. અવિનાશી સંપદા પ્રાપ્ત થાય છે.
કઠોર પરિણામને શિક્ષા અસર કરતી નથી. સજ્જન. પર અવિનયી, કઠોર પરિણામને દૂરથી ત્યાગવાના ભાવ. રાખે છે. જેવી રીતે પથ્થરમાં પાણી પ્રવેશ કરી શકતું નથી, તેવી રીતે સદ્દગુરુને ઉપદેશ કઠોર પરિણામીના હદયમાં, પ્રવેશ કરી શકતું નથી. જે પથ્થર કે કાષ્ઠ આદિ નરમ હોય. તેને વાળ વાળ જેટલું જ્યાં જ્યાં ઘડવું હોય, છોલવું હોય ત્યાં ત્યાં વાળ માત્ર જ ઊખડી આવે તે તેની જેવી મુખાકૃતિ કે મૂર્તિ બનાવવી હોય તેવી જ બને છે પરંતુ જે કાષ્ઠ, પાષાણ કેમળતા રહિત હોય તે કારીગરના અભિપ્રાય પ્રમાણે ઘડાય નહીં, ઘડતાં ગમે તેવાં છડિયા ઊખડી. પડે, તે તેના ઘાટ ઘડી શકાતા નથી, તેવી રીતે કઠોર પરિણામને જેવી જોઈએ તેવી બોધની અસર થતી.
Page #336
--------------------------------------------------------------------------
________________
દશ લક્ષણરૂપ ધર્મ (ઉપસંહાર)
૩૫ નથી. અભિમાની કેઈને પ્રિય લાગતું નથી. વગર કારણે અભિમાનીના લેકે વેરી બને છે અને પરલેકમાં હલકા મનુષ્ય-તિર્યંચના અવતાર ધારી અસંખ્યાત કાળ સુધી તિરસ્કારને પાત્ર અનેક રીતે થાય છે. તેથી કઠોર પરિણામ તજી માર્દવ ભાવ નિરંતર ધારણ કરે. ૩. ઉત્તમ આર્જવ – | સર્વ અનર્થોનું મૂળ કપટ છે; પ્રીતિ અને પ્રતીતિને તે નાશ કરે છે. કપટીનામાં અસત્ય, છળ, નિર્દયતા, વિશ્વાસઘાત આદિ ઘણા દેશે વસે છે. કપટીમાં ગુણે રહેતા નથી, માત્ર દોષોને ભંડાર તે બને છે. માયાવી આ લેકમાં અપયશ પામે છે અને મરીને તિર્યંચ-નરક આદિ ગતિ પામે છે, ત્યાં અસંખ્યાત કાળ સુધી પરિભ્રમણ કરે છે. માયાચાર રહિત આર્જવધર્મ-સરળતા ધારે તેનામાં સર્વ ગુણે આવીને વસે છે તે સર્વની પ્રીતિ, પ્રતીતિને પાત્ર બને છે; પરકમાં દેવને પૂજ્ય ઈદ્ર-પ્રતિદ્ર આદિ થાય છે. માટે સરળ પરિણામ જ આત્માને હિતકારી છે. ૪. ઉત્તમ સત્ય –
સત્યવાદીમાં સર્વ ગુણ વસે છે, કપટ આદિ દોષરહિત તે જગતમાં અહીં માન પામે છે અને પરલેકમાં અનેક દેવ, મનુષ્ય આદિ તેની આજ્ઞા ઉઠાવે છે. અસત્યવાદી આ લેકમાં જ નિંદાને પાત્ર થાય છે, કેઈ તેને વિશ્વાસ કરતું નથી; તેનાં સગાં, મિત્રે વગેરે પણ તેનું અપમાન કરી તેને ત્યાગ કરે છે; રાજા જૂઠાની જીભ કપાવે છે, તેનું સર્વ ધન હરણ કરી લે છે. વળી પરભવમાં તિર્યંચ ગતિમાં
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૬
સમાધિ-સે પાન વચન રહિત એકેદ્રિય, બેઈદ્રિય, ત્રીદિય, ચતુરિદ્રિય આદિના ભવમાં અસંખ્યાત દેહ ધારણ કરે છે. તેથી સત્ય-ધર્મનું ધારણ કરવું શ્રેષ્ઠ છે. ૫. ઉત્તમ શૌચ -
જેનું આચરણ શુચિ–પવિત્ર હોય તે જગતમાં પૂજવા ગ્ય છે. શૌચ એટલે પવિત્રતા, ઉજજ્વળતા. જેની આહાર, વિહાર આદિ સર્વ પ્રવૃત્તિ હિંસારહિત હેય હિંસા ન થાય તે માટે યત્નાપૂર્વક વર્તે છે, તેમજ પરધન અને પરસ્ત્રીની વાંછા સ્વપ્ન પણ ન હોય, તેનું આચરણ ઉજજવળ છે. તેવાને જગત પૂજ્ય માને છે, નિર્લોભીને સર્વ લેક વિશ્વાસ કરે છે, તે જ લેકમાં ઉત્તમ છે, ઊંચી ગતિને પાત્ર છે. લભ રહિતને મહા યશ જગમાં ફેલાય છે, તેથી મહા મેલે અને સર્વ દોષનું ધામ છે, નિંદ્ય કર્મ કરતાં લેભી આંચકે ખાતે નથી. લેભને ગ્ય-અયોગ્ય, ભઠ્યઅભક્ષ્ય, કૃત્ય-અકૃત્યને વિચાર જ હેતું નથી. આ લેકમાં નિંદા, ધર્મથી વિમુખતા, નિર્દયતા લેભામાં પ્રગટપણે દેખાય છે. તેથી ધર્મ, અર્થ અને કામને નાશ કરે છે, તથા કુમરણ કરીને દુર્ગતિએ જાય છે. લોભીને હદયમાં સગુણને રહેવાને અવકાશ મળતું નથી. આ લેક, પરલેકમાં લેભને અત્યંત દુઃખ અને કલેશ સહન કરવો પડે છે. માટે લેભ તજીને શૌચ ગુણ ધારણ કરે શ્રેષ્ઠ છે. ૬. ઉત્તમ સંયમ –
સંયમ આત્માને કલ્યાણકારી છે. સંયમી પુરુષ આ લેકમાં વંદન કરવા યેાગ્ય છે, તે સર્વ પાપથી નિર્લેપ રહે
Page #338
--------------------------------------------------------------------------
________________
૩૧૭
દેશ લક્ષણરૂપ ધમ (ઉપસંહાર) છે. આ લેાક, પરલેાકમાં તે અચિંત્ય મહિમા પામે છે; પ્રાણઘાત અને વિષયભાગમાં આસક્ત થઈ તે પાપમાં પ્રવર્તતા નથી; તેથી સંયમ ધર્મ જીવને હિતકારી છે.
૭. ઉત્તમ ત૫ ઃ
સમ્યક્ તપથી નવાં કર્મ આવતાં રોકાય છે અને પૂર્વે ખાંધેલાં કર્મ છૂટી જાય છે તેથી સંવર અને નિર્જરા થવામાં મુખ્ય કારણ તપ છે. તપ આત્માને કર્મ–મલથી મુક્ત કરે છે. તપના પ્રભાવથી આ ભવમાં જ અનેક ઋદ્ધિ પ્રગટ થાય છે. તપના અચિંત્ય મહિમા છે. તપ વિના કામ અને નિદ્રાનો નાશ કોણ કરે ? તપ વિના તૃષ્ણાને કોણ છેકે ? ઇંદ્રિયાના વિષયભાગોને નિર્મૂળ કરનાર તપ જ છે. આશારૂપ વ્યંતરી તપથી વશ થાય છે. કામને તપથી જીતી શકાય છે; તપના અભ્યાસી તપસ્વીએ પરિસહ-ઉપસર્ગ આવ્યે રત્નત્રયપ ધર્મમાં ટકી રહે છે. માટે તપ ધર્મ ધારણ કરવા યાગ્ય છે. તપ વિના સંસારથી છુટાતું નથી. મોટા ચક્રવર્તી રાજા પણ છ ખંડનું રાજ્ય છોડી તપ ધારણ કરે છે, તે ત્રણે લેાકના પૂજ્ય બને છે; અને તપ છેડી રાજ્ય ગ્રહણ કરે છે તે તિરસ્કારને પાત્ર અતિ નિંદ્ય અને છે; તરણાથી પણ તુચ્છ ગણાય છે. તેથી ત્રણે લાકમાં તપ સમાન બીજું કંઈ નથી.
૮. ઉત્તમ ત્યાગ :
આત્માને દબાવી રાખનાર પરિગ્રહ સમાન ખીજે કોઈ ખાજો નથી; કારણ કે દુ:ખ, દુર્ધ્યાન, ફ્લેશ, વેર, વિયાગ, શાક, ભય, અપમાન એ બધાં પરિગ્રહના ઇચ્છકને
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૧૮
- સમાધિ-પાન વેઠવો પડે છે. તેથી જેટલે જેટલે અંશે પરિગ્રહ ઉપરથી મમતા ઘટે, પરિણામ પાછાં વળે, તેમ તેમ ખેદ ફ્લેશ ઘટે છે; જેમ બહુ ભારથી દુઃખી થતો મનુષ્ય, ભાર નીચે મૂકે ત્યારે સુખી થાય છે, તેમ પરિગ્રહની વાસને છૂટે તે જીવ સુખી થાય છે. સમસ્ત દુઃખ અને સમસ્ત પાપ પરિગ્રહથી ઊપજે છે. જેમ સર્વ નદીઓના જળથી પણ સમુદ્રને સંતોષ થતું નથી, તથા ઇંધણથી અગ્નિને તૃપ્તિ થતી નથી તેમ આશારૂપી ખાડે બહુ ઊંડે છે, તેને તલ-સ્પર્શ થતું નથી (તાગ આવતું નથી), પરિગ્રહથી તે પુરાતે નથી, ઊલટો વધારે ઊંડો થતું જાય છે, નવ નિધનથી આશારૂપી ખાડે પુરાયે નહીં, તે અન્ય સંપદાથી કેમ પુરાય? પરંતુ જેમ જેમ પરિગ્રહની ઇચ્છા ઓછી કરતા જઈએ, તેમ તેમ તે પુરાતે જાય છે. આ આશા પૂરવાને અદ્ભુત ઉપાય છે. તેથી સમસ્ત દુઃખો દૂર કરવાને ત્યાગ જ સમર્થ છે. ત્યાગથી જ અંતરંગ, બહિરંગ બંધન રહિત થઈને અનંત સુખના ધારક થશે. પરિગ્રહના બંધનમાં બંધાયેલે જીવ “પરિગ્રહના ત્યાગથી જ મુક્ત થાય છે. તેથી ત્યાગ ધર્મ ધારણ કરે જ શ્રેષ્ઠ છે.
૯. ઉત્તમ અકિંચન્ય –
હે આત્મા ! આ દેહ, સ્ત્રી, પુત્ર, ધન, ધાન્ય, રાજ્ય, ઐશ્વર્ય આદિમાં એક પરમાણુ માત્ર પણ તારું નથી. દેહાદિક તે પુગલ દ્રવ્ય છે, જડ છે, વિનાશી છે, અચેતન છે. એ પદ્રવ્યોમાં અહંભાવને સંકલ્પ, તીવ્ર દર્શનમેહ નામના કર્મ વિના, કેણ કરાવે? આ પરદ્રવ્યોમાં આત્મભાવની
Page #340
--------------------------------------------------------------------------
________________
દેશ લક્ષણરૂપ ધર્મ (ઉપસ’હાર)
૩૧૯
કલ્પના કદી ન થાઓ. અકિંચન ( અસંગ ) સ્વરૂપ થાઓ. આ આફિંચન્ય ભાવનાના પ્રભાવથી જીવ આ લેાકમાં જ કર્મથી નિર્લેપ, સર્વ બંધનથી રહિત થઈને શુદ્ધ આત્મામાં સ્થિતિ કરે છે. માટે સાક્ષાત્ માક્ષનું કારણ આર્કિચન્ય ધર્મ જ ધારણ કરો.
૧૦ ઉત્તમ બ્રહ્મચય —
કુશીલ મહા પાપ છે, સંસારપરિભ્રમણનું ખીજ છે. બ્રહ્મચર્ય પાળનાર પાસેથી હિંસાદિક પાપા દૂર ભાગી જાય છે. બ્રહ્મચર્ય પાળનારમાં સર્વ સદ્ગુણા આવીને વસે છે. બ્રહ્મચર્યથી જિતેન્દ્રિયતા પ્રગટે છે, કુળ જાતિ આદિ દ્વીપે છે; અને પરલેાકમાં તે અનેક ઋદ્ધિને ધારક દેવ થાય છે.
આ પ્રકારે દેવાધિદેવ ભગવાન તીર્થંકરના મુખારવિંદથી પ્રગટ કહેવાયેલા દશ લક્ષણરૂપ ધર્મ આત્માના સ્વભાવ છે; પર વસ્તુ નથી. ક્રોધાદિ કર્મજન્ય ઉપાધિ દૂર થતાં પોતાની મેળે આત્માના સ્વભાવ પ્રગટ થાય છે. ક્રોધના અભાવથી ક્ષમા ગુણ પ્રગટે છે, માનના અભાવથી માવ ગુણ પ્રગટે છે, માયાના અભાવથી આર્જવ ગુણ પ્રગટે છે, લેાભના અભાવથી શૌચ ધર્મ પ્રગટે છે, અસત્યના અભાવથી સત્ય ધર્મ પ્રગટે છે, કષાયના અભાવથી સંયમ ગુણ પ્રગટે છે, ઇચ્છાના અભાવથી તપ ગુણ પ્રગટે છે, પરમાં મમતાના અભાવથી ત્યાગ ધર્મ પ્રગટે છે, પરદ્રવ્યોથી ભિન્ન પાતાના આત્માના અનુભવથી આર્કિચન્ય ધર્મ પ્રગટે છે, વેદના અભાવે આત્મસ્વરૂપમાં પ્રવૃત્તિ થવાથી બ્રહ્મચર્ય ધર્મ પ્રગટે છે. આ દશ પ્રકારના ધર્મ તે આત્માના સ્વભાવ છે.
Page #341
--------------------------------------------------------------------------
________________
સમાધિ-સાપાન
આ ધર્મ કાર્યથી ખેંચનો ખૂંચવી શકાતા નથી; લૂંટ્યો ચૂંટાતા નથી; ચારથી ચાર્યાં ચારી શકાતા નથી; રાજાથી ઘૂંટચો લૂંટાતા નથી; સ્વદેશ પરદેશમાં કયાંય તેનું સ્વરૂપ છૂટતું નથી; કોઈના બગાડચો, બગડતા નથી; ધનથી ખરીદાતા નથી; આકાશમાં, પાતાળમાં,દિશામાં, વિદિશામાં, પહાડ ઉપર, ઝાડ ઉપર, જળમાં, તીર્થમાં કે મંદિરમાં કયાંય રાખી મૂકયો નથી. તે તે આત્માને નિજ સ્વભાવ છે. તેની પ્રાપ્તિ સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યફ્“ચારિત્રથી થાય છે. તે ધર્મ એવા સુગમ છે કે બાળક, વૃદ્ધ, યુવાન, ધનવાન, નિર્ધન, બળવાન, નિર્બળ, શરણાગત, અશરણ, રાગી, નીરેાગી, સર્વ તે ધર્મ ધારણ કરવા સમર્થ છે. તે ધર્મ ધારણ કરવામાં ખેદ, ક્લેશ, અપમાન, ભય, વિષાદ, કલહ, શાક, દુ:ખ કંઈ પણ કદી સહન કરવું પડતું નથી; તે દુર્લભ નથી; કંઈ ખાજો ઉઠાવવા પડતા નથી; દૂર દેશાંતર જવું પડે તેમ નથી; ભૂખ, તરસ, ટાઢ, તાપનાં દુઃખ ખમવાં પડતાં નથી. કોઈની સાથે વાદવિવાદ કે ઝઘડા કરવા પડે તેમ નથી. અત્યંત સુગમ, સર્વ ફ્લેશ અને દુઃખથી રહિત, સ્વાધીન આત્માનું સભ્યપરિણમન એ જ ધર્મ છે. તેનું કુળ સર્વે સંસારપરિભ્રમણથી છૂટી, અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય સહિત સિદ્ધ અવસ્થા પામવી એ છે.
દશ લક્ષણ ધર્મનું સક્ષિસ વન સમાપ્ત,
૩૨૦
Page #342
--------------------------------------------------------------------------
________________
સમાધિમરણ
સમ્યફષ્ટિ મહાત્માને મોક્ષને લક્ષ અને મોક્ષની રુચિ દ્રઢ થઈ છે. તેથી તેના સાધનરૂપ શુદ્ધ ઉપયોગમાં રહેવાને પુરુષાર્થ કરે છે. બહિર્મુખ પ્રવૃત્તિનાં કારણરૂપ વિષય, કષાય આદિને દૂર કરતા રહે છે. સર્વ સંગથી રહિત થઈ આત્મામાં જ તલ્લીન રહેવાને લક્ષ છતાં તેટલી શક્તિ પ્રગટ ન થાય ત્યાં સુધી યથાશક્તિ વ્રત નિયમ આદિ શુભ ભાવ વડે અશુભ ભાવને અટકાવે છે.
૧. અહિંસા અણુવ્રત, ૨. સત્ય અણુવ્રત, ૩. અચૌર્ય અણુવ્રત, ૪. શીલ અણુવ્રત. ૫. પરિગ્રહ પરિમાણ અણુવ્રત, ૬. દિ૫રિમાણ વ્રત, ૭. અનર્થદંડત્યાગ વ્રત, ૮. ભેગઉપભેગપરિમાણ વ્રત, ૯, દેશાવકાશિક વ્રત, ૧૦. સામાયિક વ્રત, ૧૧. પૌષધ ઉપવાસ વ્રત, અને ૧૨. પાત્રદાન કે અતિથિ સંવિભાગ વ્રત, એ બાર વ્રત પાળવારૂપ મુક્તિમંદિર ચણનાર ગૃહસ્થાવાસી સમ્યફષ્ટિ દેશવ્રતવાળા શ્રાવક કહેવાય છે.
અંતકાળમાં સલ્લેખના અથવા સમાધિમરણ વિના તે તેની સફળતા ગણાતી નથી. સલ્લેખના તે બાર વ્રતરૂપ સેનાના મંદિર ઉપર રત્નમય કળશ ચઢાવવારૂપ છે.
૨૧.
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૨૨
સમાધિ-પાન સલ્લેખનાનું સ્વરૂપ કહેતા પહેલાં સલ્લેખના કયા અવસરે કરવી તે જાણવું જોઈએ. સલેખના અવસર :
જ્યાં ઉપાય ચાલી શકે એમ ન હોય કે ટાળી શકાય નહીં એવા ઉપસર્ગ આવે, એવા દુષ્કાળ પડે, એવી વૃદ્ધાવસ્થા હોય કે એવાં રેગ થાય ત્યારે ધર્મની રક્ષાને માટે શરીરને ત્યાગ કરે. દેહમાં રહેવું અથવા દેહની રક્ષા કરવી તે તે ધર્મ ધારણ કરવા માટે છે. મનુષ્યત્વ, ઈન્દ્રિય, મન, ઈત્યાદિની પ્રાપ્તિ તે ધર્મ પાળવાથી સફળ ગણાય. પણ જ્યાં ધર્મને નાશ થતે જણાય, ધર્મ રહેશે નહીં એમ સમજાય, શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રને વિનાશ થશે એ નિશ્ચય થઈ જાય ત્યાં ધર્મની રક્ષાને માટે દેહને ત્યાગ કરવે તે સલ્લેખના છે.
કઈ પૂર્વ જન્મને વેરી અસુર, પિશાચ આદિ દેવ કે દુષ્ટ દુરુમન, ભીલ, મ્લેચ્છ આદિ ઉપસર્ગ કરે, સિંહ, વાઘ, હાથી, સાપ, આદિ દુષ્ટ પ્રાણીઓ દ્વારા ઉપસર્ગ (સંકટ) આવી પડે, પ્રાણને નાશ કરે તેવાં વાવંટોળ, વરસાદ, હિમ, ટાઢ, તાપ, ધૂમાડે, અગ્નિ, પથ્થર, પાણી વગેરેથી થયેલા ઉપસર્ગ આવી પડે, કુટુંબનાં દુષ્ટ સગાંવહાલાં
સ્નેહથી, મિથ્યાત્વની પ્રબળતાથી કે પિતાના ભરણપોષણના લેભથી ચારિત્ર ધર્મને નાશ કરવાને તૈયાર થાય, દુષ્ટ રાજાના મંત્રી આદિ તરફથી ઉપસર્ગ આવી પડે તે ત્યાં સલ્લેખના કરે. નિર્જન વનમાં દિશાભૂલ થઈ જાય, માર્ગ જડે નહીં અન્ન પાણી મળે નહીં એ દુષ્કાળ આવી
Page #344
--------------------------------------------------------------------------
________________
સલેખનાને અવસર
૩૩
જાય; સમસ્ત દેહને જર્જરિત કરનારી, નેત્ર કાન આફ્રિ ઇંદ્રિયાના નાશ કરનારી, પગમળ ભાંગી નાખનારી, હાથ પગ શિથિલ–અસમર્થ કરનારી વૃદ્ધાવસ્થા આવી પહેાંચે તે વખતે સલ્લેખના કરવી ચેાગ્ય છે. અસાધ્ય રાગ થયા હાય, પ્રબળ તાવ, અતિસાર, દમ, ખાંસી, કનેા ઘેરાવા તથા વાત–પિત્તાદિની પ્રબળતા હાય, જઠરાગ્નિની મંદતાથી ભૂખ ઘટી ગઈ હાય, લેાહીના નાશ થતા હાય, કઠોદર, સાજા ઇત્યાદિ વિકારની પ્રબળતા હાય તથા રાગની દિવસે દિવસે વૃદ્ધિ થતી હાય તેા તુરત હિંમત રાખીને ઉત્સાહ સહિત સલ્લેખના કરવી. યાગ્ય છે. અવશ્ય મરણનાં કારણેા પ્રગટ દેખાય ત્યાં ચાર આરાધનાનું શરણુ ગ્રહણ કરી સમસ્ત દેહ, ઘર, કુટુંબ આદિ ઉપરથી મમતા તજી, અનુક્રમે આહાર આર્દિના ત્યાગ કરી દેહને તજવા. દેહ નાશ પામે તે પણ આત્માના સ્વભાવ દર્શન, જ્ઞાન, ચારિત્ર તેને હાનિ ન થાય તેમ પ્રયત્ન કરવા. દેહ તા વિનાશી છે, અવશ્ય તેને નાશ થશે. કરોડો ઉપાયે પણ દેવ, દાનવ, મંત્ર, તંત્ર, મણિ, ઔષધ આદિ કોઈ તેનું રક્ષણ કરી શકશે નહીં. દેહુ તેા અનંતાનંત ધારણ કરી કરીને મૂકયા. પણ આ રત્નત્રયરૂપ ધર્મ અનંત ભવ પામતાં પણ પ્રાપ્ત થયા નથી તેથી દુર્લભ છે. સંસારપરિભ્રમણથી બચાવનાર ધર્મ છે. તે ધર્મ ભવાંતરમાં પણ મિલન ન થાઓ એવા નિશ્ચય ધારણ કરીને દંડુ ઉપરથી મમતા છેોડી પંડિત મરણ માટે પુરુષાર્થ કરવા.
સમાધિમરણને મહિમા :—
તપને અંતક્રિયારૂપ સંન્યાસમરણના–સમાધિમરણના આધાર પ્રાપ્ત થયા છે, તે તપના ફળને સર્વજ્ઞ,
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૨૪
સમાધિ-સે પાન સર્વદશી ભગવાન વખાણે છે. જે તપ કરનારને તપના ફળરૂપ સંન્યાસ–મરણ પ્રાપ્ત ન થયું તે તે તપ નિષ્ફળ છે. તેથી પિતાનું જેટલું સામર્થ્ય હોય તેટલું સમાધિમરણ કરવાના ઉત્તમ પુરુષાર્થમાં વાપરવું.
તપ, વ્રત, સંયમ કર્યાનું ફળ લેકમાં અનેક પ્રકારે મળે છે. તપનું ફળ દેવલેક છે. મિથ્યાવૃષ્ટિ પણ તપના પ્રભાવથી નવ રૈવેયકમાં અહમિદ્રપણું, મહાન ઋદ્ધિ આદિ સંપદા પામે છે. તપનું ફળ ચક્રવર્તીપણું, નારાયણપણું, બળભદ્રપણું, રાજેન્દ્રપણું, વૈભવ, સંપદા, રૂપ, નીરોગીપણું, બળવાનપણું, એમ અનેક પ્રકારનું છે. અખંડ આજ્ઞા, ઐશ્વર્ય, ઋદ્ધિ, વૈભવ, પરિવાર એ બધું તપનું ફળ છે. પણ અંતે સમાધિમરણ વિના સર્વ દેવાદિક સંપદા અનેક વાર ભેગવી જોગવી સંસારમાં પરિભ્રમણ જ કર્યું છે. પરંતુ તપ કરીને અંતમાં સમાધિમરણની વિધિથી આરાધનાના શરણ સહિત, ભય રહિત જેણે મરણ કર્યું, તેના તપના ફળને સર્વદશી સર્વજ્ઞાની ભગવાન વખાણે છે. કરડ પૂર્વ પર્યત તપ કર્યું હોય પણ અંતકાળમાં જેનું મરણ બગડી ગયું તેનું તપ પ્રશંસાપાત્ર નથી. તપ કરવાથી દેવેલેક કે મનુષ્યલકની સંપદા મળે પરંતુ મરણ વખતે આરાધના-મરણને નાશ થવાથી સંસારપરિભ્રમણ જ કરે છે. જેવી રીતે અનેક દૂર દેશાવરમાં ઘણું ભટકીને ધનની ઘણુ કમાણી કરી ઘેર આવતાં પિતાના નગરની સમીપમાં ધન લૂંટાઈ ગયું તે ગરીબ થઈ જાય છે તેમ આખા ભવમાં તપ, વ્રત, સંયમ ધારણ કર્યા છતાં અંતકાળમાં જે આરાધનાને નાશ કરી દીધે તે અનેક જન્મ મરણ કરવાને પાત્ર થાય છે.
Page #346
--------------------------------------------------------------------------
________________
૩૨૫
સંન્યાસમરણની શરૂઆત સંન્યાસમરણની શરૂઆત –
સ્નેહ, વેર, સંગ અને પરિગ્રહનો ત્યાગ કરીને, શુદ્ધ મનવાળા થઈને, સ્વજન પરિવારના દોષેની ક્ષમા આપે. સર્વ સગાં વહાલાં સંબંધીઓ પ્રત્યે દોષ થયા હોય તેની પ્રિય, હિતકારી વચને વડે ક્ષમા માગે. એમ સર્વને ખમી ખમાવે.
સમ્યફદ્રષ્ટિને સ્નેહ અને વેર બન્નેને અભાવ હોય છે. સમ્યકજ્ઞાની એ વિચાર કરે છે કે આ ભવમાં કર્મને આધીન હું અહીં જન્મે. આ દેહના ઉપકાર–અપકારના નિમિત્તરૂપ જે પુણ્ય પાપના ઉદયે સ્ત્રી પુત્રાદિ પદાર્થો મળ્યાં તેમાંથી દેહને ઉપકાર કરનાર ઉપર દાન સન્માન આદિ વડે સ્નેહ કર્યો. જે આ દેહને ઉપકાર કરનારાં પ્રાણી, પદાર્થો તેનો નાશ કરનાર પ્રત્યે ચારિત્રમેહના ઉદયે વેર રાખી તેમનાથી વિમુખ થઈ રહ્યો. પણ આ પર્યાય (દેહ) ને નાશ થવાને અવસર આવ્યો છે. હવે તેની સાથે સ્નેહ કરું? તેની સાથે વેર કરું ? મારે એના આત્મા સાથે સંબંધ તે છે જ નહીં. આ લેક મારા આત્માને જાણતા નથી. માત્ર એમનાં અને મારાં ચામડાં દેખાય છે. ચામડાં જ સાથે મિત્ર કે શત્રુનો સંબંધ છે. આ ચામડાની તે હવે ભસ્મ થઈને એક એક પરમાણુ ઊડી જશે, હવે કેની સાથે સ્નેહ કે વેરને સંકલ્પ કરે ? પિતાની સાથે જે કેઈ વગર કારણે અભિમાનને લઈને વેર રાખનારા હોય તેમની પાસે નમ્રતાથી ક્ષમા માગવી ઘટે છે કે મારી ભૂલ થઈ છે. હું આપના જેવાથી અતડે રહેત. હવે આપને
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૨૬
સમાધિ-સે પાન પ્રાર્થના કરું છું કે મારે અપરાધ ક્ષમા કરે. આપ સરખા સજજને વિના કેણું માફ કરે ?
પિતે કેઈનાં ધન-ધરતી દબાવ્યાં હોય તે પાછાં સેંપી તેને રાજી કરે અને કહે કે આપનાં ધન, ધરતી. દબાવી રાખ્યાં હતાં તે આપનાં ગ્રહણ કરે. હું પાપી છું. દુષ્ટતાથી, છળકપટથી, લેભથી અંધ બનીને મેં દુરાચાર કર્યો હતે. હવે હું મનમાં પશ્ચાત્તાપ કરું છું. મેં તમને ભારે દુઃખ ઉપજાવ્યું છે. જે થયું તે ન થયું કઈ રીતે થાય એમ નથી. હવે હું શું કરું? આપ માફ કરે ઇત્યાદિ સરળ ભાવથી ક્ષમા માગી લેવી.
પિતાનાં કુટુંબી, મિત્રાદિ સ્નેહીઓ પ્રત્યે કહેવું કે તમે મારાં સ્નેહી સંબંધી છે. પરંતુ તમારે અને મારે આ દેહને લઈને સંબંધ છે. હે દેહને ઉપજાવનારી માતા! હે. દેહથી ઊપજેલાં પુત્ર, પુત્રી ! હે દેહને રમણ–વિલાસ દેનારી સ્ત્રી ! હે દેહના કુળનાં સંબંધી જન! તમારે અને મારે આ વિનાશી દેહને સંબંધ છે. તે આટલા કાળ સુધી રહ્યો. દેહ આયુષ્યને આધીન હોવાથી હવે અવશ્ય નાશ પામશે. વિનાશી દેહ ઉપર સ્નેહ રાખવો વ્યર્થ છે. દેહ ઉપર સ્નેહ રાખે તોપણ એ રહેવાને નથી. એ તે અગ્નિ આદિથી બળી ભસ્મ થઈ જશે. સર્વ પરમાણુ વીખરાઈ જશે. મારે આત્મા જ્ઞાનસ્વરૂપ છે, અવિનાશી છે, અખંડ છે, નિજરૂપ છે. નિજ સ્વભાવને વિનાશ નથી થતું. જેને. સંગ થયું છે, તેને વિયાગ અવશ્ય થાય છે. જે અનેક પરમાણુ મળીને ઊપજે છે, તેને અવશ્ય વિનાશ થાય છે.
Page #348
--------------------------------------------------------------------------
________________
સંન્યાસમરણની શરૂઆત
૩ર૭ તે આ વિનાશી, અજ્ઞાન, જડરૂપ પુગલમય દેહ ઉપરથી સ્નેહ ઉઠાડી, મારા અવિનાશી જ્ઞાયક આત્મા ઉપર ઉપકાર કરવામાં ઉદ્યમ કરે યોગ્ય છે. મારે જ્ઞાનદર્શન સ્વભાવવાળો આત્મા, રાગ, દ્વેષ, મહાદિથી ના હણાય, જ્ઞાનાદિની ઉજજવળતા પ્રગટ થાય અને વીતરાગ નિજ સ્વભાવની પ્રાપ્તિ થાય તેવા પ્રયત્ન કરે યેગ્ય છે.
આવા દેહ તે અનંતાનંત વાર ધારણ કરી કરીને છેડ્યા છે. મેં દર્શન, જ્ઞાન, ચારિત્રની વિપરીતતાથી, વિપરીત શ્રદ્ધા, વિપરીત જ્ઞાન, વિપરીત આચરણથી ચારે ગતિમાં પરિભ્રમણ કર્યું છે.
ક્યાં મારું સર્વને જાણનાર સર્વજ્ઞ સ્વરૂપ અને ક્યાં એકેન્દ્રિય ભવમાં અક્ષરના અનંતમા ભાગ જેટલું રહેલું જ્ઞાન! અનંત શક્તિ અંતરાયકર્મના ઉદયથી નાશ પામીને પૃથ્વી, પાણી, અગ્નિ, પવન અને વનસ્પતિરૂપ પાંચ સ્થાવરપણું ધારણ કરવું, બેઈદ્રિય આદિ વિકલત્રય થવું એ બધું મિથ્યા શ્રદ્ધા-જ્ઞાન–આચરણને પ્રભાવ છે.
અનંતાનંત કાળમાં કર્મના ભારે પશમ વડે વીતરાગે કહેલા સ્યાદ્વાદરૂપ ઉપદેશથી મને કંઈક સ્વ અને પરના રૂપનું ભાન થયું છે. તેથી હે સજ્જને ! હવે એ સ્નેહ કરે કે જેથી મારે આત્મા રાગ દ્વેષ મેહ રહિત થઈને, નિર્ભય થઈ આરાધનાના શરણ સહિત દેહને ત્યાગ કરે. અનાદિકાળથી અનંતાનંત મિથ્યાત્વ સહિત બાલબાલ મરણ કર્યા છે. જે એક વાર પણ પંડિત મરણ કર્યું હેત તે ફરી મરણને પાત્ર ન થાત. હવે દેહ ઉપરથી સ્નેહાદિ
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૨૮
સમાધિ-પાન છેડીને મારે આત્મા જેવી રીતે સંસારસાગરમાં રાગાદિને વશ થઈને ડૂબે નહીં તે પ્રયત્ન કરવા યોગ્ય છે. આ પ્રમાણે નેહ, વેર આદિક છેડીને અને દેહ, પરિગ્રહ આદિ ઉપરથી રાગ છેડીને મન શુદ્ધ કરે. સમાધિ-મરણના ઈચ્છકે કરવા યોગ્ય :
જે વાય અપરાધ કર્યા હોય, બીજા પાસે કરાવ્યાં હોય અને કરતાને ભલે જાણ્યું હોય તે અપરાધની એકાંતમાં, નિર્દોષ, જ્ઞાની, વિતરાગી ગુરુ પાસે કપટ રહિત આલેચના કરવી અને મરણ પર્યત સમસ્ત મહાવ્રત ધારણ કરવાં.
વીતરાગ નિર્દોષ ગુરુને સંગ મ હોય, પિતાના રાગાદિ કષાય ઘટયા હોય, પરિષહાદિ સહન કરવાને પિતાનું શરીર તથા મન સમર્થ હેય, ધૈર્ય આદિ ગુણને ધારક હોય, નિગ્રંથ વીતરાગ ગુરુ નિર્વાહ કરવા સમર્થ હોય, દેશ, કાલ, સહાય કરનાર આદિને શુદ્ધ સંગ પ્રાપ્ત હોય તે મહાવ્રત અંગીકાર કરવાં. બાહ્ય તથા અભ્યતર સામગ્રી હોય નહીં તે પિતાનાં પરિણામમાં જ પંચપરમેષ્ઠીનું ધ્યાન કરી અરિહંતાદિક પાસે આલેચના કરે. પિતાની યોગ્યતા પ્રમાણે સર્વે પાંચ પાપ (હિંસા, જૂઠ, ચેરી, મૈથુન, પરિગ્રહ) ને ત્યાગ કરીને ઘરમાં રહ્યા છતાં, મહાવ્રતી જેવા બનીને, રેગ આદિ વેદના કાયરતા રહિત ભારે ધીરજથી સહન કરે. દુઃખરૂપ વેદનાને બહાર પ્રગટ કર્યા વિના સહન કરે, કર્મના ઉદયને પિતાના સ્વભાવથી ભિન્ન જાણી, સર્વ શત્રુ, મિત્ર, સંયોગ, વિયેગમાં સમભાવ રાખે. પરિગ્રહાદિ
Page #350
--------------------------------------------------------------------------
________________
સમાધિ-મચ્છુના ઇચ્છકે કરવા યોગ્ય
૩૨૯
સંન્યાસ
ઉપાધિને ત્યાગ કરીને વિકલ્પ રહિત થાય. ( સંથારા ) ના અવસર જાણી પરિગ્રહના ત્યાગ કરે તે પહેલાં કાર્બનું દેવું હાય તે તે પતાવી દે; કેાઈનાં ધનાદિ કે જમીન—જગ્યા પાતે અનીતિથી લીધી હાય તા તેને પાછી આપી દઈ, તેને રાજી કરે, સંતાષ પમાડે; પેાતાના અપરાધ ક્ષમા કરાવે, પેાતાની નિંદા-ગાઁ કરે; જે ધન પરિગ્રહ હાય તેની યાગ્ય વહેંચણી કરી, નિરાકુળ થઇ જાય. સ્ત્રીના ભાગ સ્ત્રીને આપે, પુત્રાના વિભાગ પુત્રાને આપે, પુત્રીના યોગ્ય વિભાગ પુત્રીને આપે; દુઃખી, દીન, અનાથ, વિધવા વગેરે પાતાને આશરે બહેન, બનેવી, ભાઈ વગેરે રહેતાં હાય તેમને ઘટે તે તેમને આપે. સમસ્ત પરિગ્રહ તજે, મમતા રહિત થઈને દેહને સારા કરવાની દરકાર તજે, સ્ત્રી, પુત્ર, ઘર આદિ સર્વે કુટુંબ, શય્યા, આસન, વસ્ત્ર આફ્રિ ઉપરથી મમતા છેડે. એમને અને મારે હવે કેટલેા સંબંધ છે એમ વિચારી, જે દેહના સંબંધે સંબંધ હતા તે દેહના તા હવે ત્યાગ કરતા હેાવાથી દેહના સંબંધી ઉપર મમતા ના કરે.
મારા આત્માના સંબંધ તા આત્મસ્વભાવરૂપ સમ્યક્-દર્શન, સમ્યજ્ઞાન, સમ્યચારિત્ર સાથે છે. તે મારા નિજ સ્વભાવ છે. દેહ તેા ચામડી, હાડકા, માંસ, લેાહીમય છે, કૃતઘ્ર છે, જડ છે; એ મારા નથી, હું તેના નથી. દેહ વિનાશી છે, મારું સ્વરૂપ અવિનાશી છે. મને અજ્ઞાનભાવથી આમાં મમતા હતી તેથી અશુભ કર્મો બંધાયાં છે; હવે આવા દેહના સંબંધના નાશ ઇચ્છું છું. દેહના મમત્વથી જ અનંત જન્મમરણ થયાં છે. સંસારમાં જેટલા દુઃખના
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૩૦
સમાધિ-સંપાન. પ્રકારે છે તે સર્વ દેહના સંગથી જ મને પ્રાપ્ત થયા છે. રાગ, દ્વેષ, મેહ, કામ, ક્રોધાદિની ઉત્પત્તિનું કારણ પણ એક દેહને સંબંધ જ છે. આ પ્રકારે દેહ ઉપર વૈરાગ્ય લાવી સર્વ વ્રતની દૃઢતા ધારણ કરવી.
પછી સંન્યાસના અવસરમાં શેક, ભય, ખેદ, નેહ, અપ્રસન્નતા, અરતિ ઈત્યાદિ છોડીને કાયરતાને અભાવ કરે. પિતાના આત્મસ્વરૂપને પ્રકાશ કરીને અને ધૃતરૂપ અમૃત વડે મનને પ્રસન્ન કરવું.
અનાદિ કાળથી પર્યાય (દેહાદિ અવસ્થા, દશા) માં. સંસારી જીવને આત્મબુદ્ધિ થઈ રહી છે. પર્યાય-દેહના નાશને જ પિતાને નાશ માને છે. જ્યારે પર્યાયને નાશ, ધન, પરિગ્રહ, સ્ત્રી, પુત્ર, મિત્ર, બાંધવ આદિ સર્વ સંગને વિયેગ થતે દેખાય છે ત્યારે મિથ્યાદ્રષ્ટિને ઘણે શેક ઊપજે છે. સમ્યફદ્રષ્ટિને શેક થતું નથી; તે એવો વિચાર કરે છે કે હે આત્મા ! દેહ તે અનંતાનંત ગ્રહણ થઈ થઈને છૂટ્યા. આ દેહ રેગેનું ઉત્પત્તિસ્થાન છે, સદાય ભૂખ, તરસ, ટાઢ, તાપ, ભય આદિ ઉપજાવનાર છે, મહા કૃતઘી છે, અવશ્ય નાશ પામનાર છે, આત્માને સર્વ પ્રકારે દુઃખ, ફ્લેશ ઉપજાવનાર છે. દુષ્ટના સમાગમની પેઠે તે તજવા યોગ્ય છે, સર્વ દુઃખનું બીજ છે, મહા સંતાપ ઉપજાવનાર છે નિરંતર ભય ઉપજાવનાર છે. કેદખાના સમાન પરાધીન કરનાર છે. જેટલા પ્રકારનાં દુઃખ છે તે સર્વ દુઃખ દેહના સંગથી ભેગવાય છે. આત્મસ્વરૂપને ભુલાવનાર છે. તૃષ્ણારૂપી અગ્નિથી બાળનાર છે. મહા મલિન છે. કીડાના.
Page #352
--------------------------------------------------------------------------
________________
મૃત્યુ મહત્સવ
૩૩૧ સમૂહથી ભરેલ ઘણે ગંધાતે છે. દુષ્ટ ભાઈની પિઠે રેજ ફ્લેશ ઉત્પન્ન કરવા સમર્થ છે. મારી નાખે તે શત્રુ છે. આ દેહને વિયેગ થવામાં શેક શે? જ્ઞાની શેક છોડી દે છે; મરણથી ડરતા નથી; ખેદ, સ્નેહ, કલુષતા, અરતિભાવને ત્યાગ કરીને, ઉત્સાહ, સાહસ, ધીરજ પ્રગટ કરીને શ્રુતજ્ઞાનરૂપ અમૃતનું પાન કરીને મનને તૃપ્ત કરે છે.
આ અર્થની દ્રઢતા કરવાને ઉપકારક એ મૃત્યુ મહોત્સવને પાઠ ચિંતવન એગ્ય છે.
મૃત્યુ મહત્સવ હે વીતરાગ ભગવંત! મૃત્યુના માર્ગ પ્રવર્તેલા મને બધિ એટલે રત્નત્રયની પ્રાપ્તિ અને સમાધિ એટલે સ્વરૂપની સાવધાની એ બને (બેધિ-સમાધિ) રૂપ ભાથું, પરલેકના માર્ગમાં ઉપકારક વસ્તુ આપ જેથી હું મોક્ષનગરે સુખેથી જઈ પહોંચું.
અનાદિ કાળથી મેં અનંત કુમરણ કયાં છે તે તે વીતરાગ સર્વજ્ઞ ભગવાન જ જાણે છે. એક વાર પણ સમ્યક્મરણ કર્યું નથી. જે સમ્યફમરણ થયું હોત તે પછી સંસારમાં ફરી જન્મમરણ કરવાં ન પડત. દેહ છૂટે ત્યારે સમ્યકજ્ઞાન સમ્યક્દર્શન, સમ્યકૂચારિત્રરૂપ આત્માને સ્વભાવ વિષય કષાયે વડે હણાય નહીં તે સમ્યકમરણ કે સમાધિમરણ કહેવાય છે. મિથ્યાદર્શનના પ્રભાવથી દેહને જ આત્મા માની પિતાના જ્ઞાન-દર્શન સ્વરૂપની ઘાત કરવાથી અનંત પરિવર્તન કર્યો તેથી હવે ભગવાન વીતરાગ પ્રત્યે એવી
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૩ર
સમાધિ-સેવાના પ્રાર્થના કરું છું કે મને મરણ સમયે વેદના-મરણ તથા આત્મજ્ઞાન રહિત મરણ ન હેસર્વજ્ઞ વીતરાગ જન્મમરણ રહિત થયા છે તેથી હું પણ સર્વજ્ઞ વીતરાગને શરણ સહિત, સંલેશ રહિત ધર્મધ્યાનથી મરવા ઈચ્છતે વીતરાગનું જ શરણ ગ્રહણ કરું છું.
હે આત્મા! સેંકડો કીડાની જાળથી ભરેલા, રોજ જન થતા દેહરૂપ પાંજરાને નાશ થતાં તારે ભય પામવા જેવું નથી. કારણ કે તું તે જ્ઞાનરૂપી શરીરવાળે છે.
જેમાં સર્વ પદાર્થો ભાસી રહ્યા છે એવું જ્ઞાન તારું સ્વરૂપ છે. તું અમૂર્તિક, જ્ઞાનતિસ્વરૂપ, અખંડ, અવિનાશી, જ્ઞાતા દ્રષ્ટા છે. આ શરીર તે હાડકાં, ચામડાં, માંસમય ઘણું ગંધાતું વિનાશી છે. તે તારા સ્વરૂપથી અત્યંત ભિન્ન છે. આ દેહ તે પૃથ્વી, પાણી, પવન અને અગ્નિના પરમાણુઓને પિંડ છે. તે અંતે વિખરાઈ જશે. પણ તું અવિનાશી, અખંડ જ્ઞાયકરૂપ થઈને દેહના નાશને ભય શા માટે રાખે છે? | હે જ્ઞાની! તને વીતરાગી સમ્યકજ્ઞાની ઉપદેશ દે છે કે મૃત્યુરૂપ મહાન ઉત્સવને પ્રસંગ આવ્યો છે, તે ભય શાને રાખે છે? આ આત્મા પિતાના સ્વરૂપમાં સ્થિરતા રાખીને અન્ય દેહની સ્થિતિરૂપ બીજા નગરમાં જાય છે, એમાં ભય પામવાનું કારણ ક્યાં છે?
જેવી રીતે કેઈ એક જૂની ઝૂંપડીમાંથી નીકળીને અન્ય નવા મહેલમાં વસવા માટે પ્રવેશ કરે ત્યારે તે મહા ઉત્સવને અવસર ગણાય છે. તેવી રીતે આ આત્મા પિતાના
Page #354
--------------------------------------------------------------------------
________________
મૃત્યુ મહાત્સવ
૩૩૩
સ્વરૂપમાં સ્થિર રહેતાં છતાં, આ જૂની દેહરૂપી ઝૂંપડીને છોડીને, નવીન દેહરૂપી મહેલ પામે, તે તે મહા ઉત્સવના અવસર જાણે!. એમાં કંઈ હાનિ નથી કે ભય પામીએ. જો પેાતાના નાયક સ્વભાવમાં સ્થિર રહીને, પરને પાતાનું માન્યા વિના પરલેાકમાં જશે, તે ધાતુ ઉપધાતુ રહિત વૈક્રિય દેહવાળા દેવ થશેા; મહદ્ધિક દેવાના પૂજ્ય મહા દેવ થશે. પણ જો અહીં ભય આદિ વડે પેાતાના જ્ઞાનસ્વભાવને બગાડી, પરમાં મમતા રાખીને મરશે, તે એકેંદ્રિય આદિના ભવમાં પોતાના જ્ઞાનના નાશ કરી જડ જેવા થઈ જશેા. મલિન, ક્લેશકારી દેહને તજીને ક્લેશરહિત ઉજ્જવળ દેહમાં જેવું એ તા મહા ઉત્સવનું કારણ છે.
પૂર્વે થઇ ગયેલા ગણધર આદિ સત્પુરુષ એમ દર્શાવે છે, કે જો મૃત્યુ મારફતે દાનાદિ સત્કર્મનું ફળ મળે છે અને સ્વર્ગનાં સુખ ભોગવાય છે તે સત્પુરુષને મરણના ડર કેમ હોય ?
કરી, અસત્ય, અન્યાય, કુશીલ,
પેાતાના કર્તવ્યનું ફળ તા મરણ થયે જ મળે છે. પેાતે છકાય જીવાની રક્ષારૂપ અભયદાન દીધું છે. રાગદ્વેષ, કામક્રોધાદિને નાશ પરધનહરણના ત્યાગ કરી, સંતેાષ ધારણ કરી, પેાતાના આત્માને અભયદાન દીધું છે. તેનું ફળ સ્વર્ગલાક સિવાય કયાં ભાગવાય ? સ્વર્ગલાકનાં સુખ મૃત્યુ નામના મિત્રની કૃપાથી જ મળે છે. તેથી મરણુ જેવા આ જીવને ઉપકાર કરનાર કોઈ મિત્ર નથી. મરણ ન આવે તે અહીં મનુષ્ય ભવમાં વૃદ્ધ થયેલા દેહમાં અનેક પ્રકારનાં દુઃખ ભોગવતાં
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૩૪
સમાધિ-સે પાન કેટલે બધો કાળ રહેવું પડત? આર્તધ્યાન, રૌદ્રધ્યાન કરીને તિર્યંચ કે નરકગતિમાં જાત! તેથી હવે મરણના ભયથી કે દેહ, કુટુંબ, પરિગ્રહ ઉપરની મમતાથી, ચિંતામણિ કે કલ્પવૃક્ષ સમાન સમાધિમરણ બગાડીને ભય સહિત, મમતા સહિત મરણ કરીને દુર્ગતિમાં ભટકવું નથી.
નામના
કામાં કર્મરૂપી
. નિત્ય ન
આ મારા કર્મરૂપી વેરીએ મારા આત્માને દેહરૂપી પાંજરામાં પૂર્યો છે. તે ગર્ભમાં આવ્યો ત્યારથી સદાય ભૂખ, તરસ, રેગ, વિયેગ ઇત્યાદિ અનેક દુઃખમાં પીડાતે પડ્યો છે. આવાં અનેક દુઃખેવાળા દેહરૂપ પાંજરામાંથી મૃત્યુ નામના રાજા વિના કેણ છોડાવે ?
આ દેહરૂપી પાંજરામાં કર્મરૂપ શત્રુ વડે પુરાયેલે હું ઇદ્રિને આધીન થઈને ઘણો ત્રાસ વેઠું છું. નિત્ય ભૂખ, તરસની વેદના ત્રાસ દે છે. નિરંતર શ્વાસોશ્વાસને પવન ખેંચ અને કાઢ, અનેક પ્રકારના રેગ ભેગવવા, પેટ ભરવા માટે પરાધીનતા વેઠી નેકરી કરવી, ખેતી, વેપાર આદિ વડે મહા કલેશ પામ, ટાઢ, તાપ, દુષ્ટોને માર, કુવચન, અપમાન સહેવાં, કુટુંબની બેડીમાં બંધાવું, ધનવાન, રાજા કે સ્ત્રીપુત્રાદિકને આધીન રહેવું, આવા મહા કારાગ્રહ જેવા દેહમાંથી મરણ નામના બળવાન રાજા વિના કેણ બહાર કાઢે? આ દેહને ક્યાં સુધી ફેરવત? નિત્ય ઉઠાડ, ભેજન કરાવવું, પાછું પાવું, સ્નાન કરાવવું, ઊંઘાડ, કામ આદિ વિષયભેગનાં સાધન મેળવવાં, જુદાં જુદાં વસ્ત્ર, આભરણે વડે શણગાર; એમ રાતદિવસ આ દેહનું દાસપણું કરતાં છતાં આત્માને અનેક પ્રકારે તે ત્રાસ આપે છે,
Page #356
--------------------------------------------------------------------------
________________
મૃત્યુ મહાત્સવ
૩૩૫
ભયભીત રાખે છે, આત્માનું ભાન ભુલાવે છે. આવા કૃતા દંડમાંથી નીકળવું મૃત્યુ નામના રાજાની મદદ વિના બનતું નથી. જો જ્ઞાન પામીને, દેહ ઉપરની મમતા મૂકીને, સાવધાન થઈ, ધર્મધ્યાન સહિત, સંક્લેશ પરિણામ રહિત, વીતરાગતા પૂર્વક સમાધિ–મરણ નામના રાજાની મદદ મેળવું તે ફરી મારા આત્મા દેહ ધારણ જ ન કરે; દુઃખને પાત્ર ન થાય. સમાધિ–મરણ નામનેા મહા ન્યાયી રાજા છે. મને તેનું જ શરણુ હે! મારું કુમરણ ન થાઓ !
આત્મદર્શી, આત્મજ્ઞાનીએ મૃત્યુ નામના મિત્રની કૃપાથી સર્વ દુઃખના દેનાર દેહપિંડને દૂર ફેંકી દઈને સુખ સંપત્તિ પામે છે,
આ સાત સાધુ (હાડકાં આદિ) થી બનેલે અપવિત્ર, વિનાશી દેહ છોડીને ક્રિમ, વૈક્રિયિક દેહમાં ઉત્પન્ન થઈ અનેક પ્રકારની સુખ સંપત્તિએ મેળવવી એ બધા પ્રભાવ આત્મજ્ઞાનીના સમાધિમરણના છે. સમાધિ–મરણ સમાન આ જીવને ઉપકાર કરનાર કેાઈ નથી. આ દેહમાં ભિન્ન ભિન્ન દુઃખ ભોગવવાં, મહા રોગ આદિનાં દુઃખ ભોગવીને મરવું, ફરીથી તિર્યંચદેહમાં તથા નરકમાં અસંખ્યાત કે અનંત કાળ સુધી અસંખ્યાત દુઃખા ભાગવવાં, અને જન્મમરણરૂપ અનંત પરિવર્તન કરવાં, ત્યાં કેઈ શરણરૂપ નથી. આ સંસાર પરિભ્રમણમાંથી બચાવવા કોઈ સમર્થ નથી. કદાપિ અશુભ કર્મના મંદ ઉદયથી મનુષ્યગતિ, ઊંચું કુળ, ઇંદ્રિયાની પૂર્ણતા, સત્પુરુષોના સમાગમ, ભગવાન જિનેન્દ્રના પરમાગમને ઉપદેશ મળ્યા છે; તેા હવે જો શ્રદ્ધા, જ્ઞાન, ત્યાગ, સંયમ
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૩૬
સમાધિસેપના સહિત સર્વ કુટુંબની પરિગ્રહ-મમતા છોડી, દેહથી ભિન્ન, જ્ઞાનસ્વભાવરૂપ આત્માના અનુભવ સહિત, ચાર આરાધના (સમ્યકદર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ) ને શરણ સહિત મરણ થઈ જાય તે એના જેવું ત્રણે લેકમાં, ત્રણે કાળમાં કશું હિતકારી આ જીવને નથી. સંસારપરિભ્રમણથી છૂટી જવું તે સમાધિમરણ નામના મિત્રની મહેરબાની છે.
જે જીવે મૃત્યરૂપી કલ્પવૃક્ષને પામીને પણ પિતાનું કલ્યાણ સાધ્યું નહીં, તે જીવ સંસારરૂપી કાદવમાં ઊંડે કળી ગયા પછી શું કરશે ?
આ મનુષ્યજન્મમાં મરણને અવસર સાક્ષાત્ કલ્પવૃક્ષના સંગ જે છે, જે લેવાની ઈચ્છા હોય તે લે. જે જ્ઞાન સહિત પિતાને સ્વભાવ ગ્રહણ કરી આરાધના સહિત મરણ કરે તે સ્વર્ગમાં મહર્તિકપણું, ઈદ્રપણું કે અહમિંદ્રપણું પામીને, પછી તીર્થંકરપણું, કે ચક્રવર્તીપણું પામીને મેક્ષ પામે. મરણ સમાન ત્રણે લેકમાં કઈ દાતાર નથી. આવા દાતારને પામીને પણ જે વિષયની ઈચ્છા કે કષાય સહિત રહેશે, તે વિષયની વાંછાનું ફળ નરક, નિગદ છે તે મલશે. મરણરૂપી કલ્પવૃક્ષને બગાડશે. તે જ્ઞાન આદિ અક્ષય નિધાન બેને સંસારરૂપ કાદવમાં કળી જશે. હે ભવ્યજને ! આ ઈચ્છાના માર્યા નીચ નઠારા પુરુષને સંગ કરે છે, અતિ લેભી થઈને વિષય ભેગવવા ને ધન કમાવવા માટે હિંસા, જૂઠ, ચેરી, કુશીલ, પરિગ્રહમાં આસક્તિ રાખી નિંદવા લાયક કર્મ કરે છે, તેમ છતાં ઈચ્છેલું મળતું નથી અને દુઃખના માર્યા મરણ
Page #358
--------------------------------------------------------------------------
________________
મૃત્યુ મહત્સવ
૩૭ કરે છે. કુટુંબ આદિને છોડીને પરદેશમાં પરિભ્રમણ કરે છે. દુરાચરણ સેવીને કમેતે મરે છે. પણ જો એક વાર પણ સમતા ધારણ કરીને ત્યાગવત સહિત મરણ કરે તે પછી સંસારપરિભ્રમણને અભાવ કરીને અવિનાશી સુખ પામશે. તેથી જ્ઞાન સહિત પંડિતમરણ કરવું ઘટે છે.
જે મૃત્યુથી જૂનાં દેહાદિ સર્વ છૂટીને નવાં પ્રાપ્ત થાય છે, તે મૃત્યુ સપુરૂષને શાતાના ઉદયની પેઠે હર્ષનું કારણ નથી? જ્ઞાનીને તે મૃત્યુ હર્ષનું નિમિત્ત છે.
આ મનુષ્યનું શરીર નિત્ય સમયે સમયે ઘરડું થતું જાય છે. દેના દેહની પેઠે જરા અવસ્થા રહિત નથી. દિવસે દિવસે બળ ઘટે છે. કાંતિ, રૂપ બગડતાં જાય છે. ચામડી કઠોર સ્પર્શવાળી થાય છે. બધી નસે અને હાડને બાંધે શિથિલ થાય છે. ચામડી કરચલીવાળી થઈ માંસ આદિને છોડીને ટટળે છે. આંખની ઉજાશ બગડે છે. કાને સાંભળવાની શક્તિ ઘટે છે. હાથપગ દિવસે દિવસે ઢીલા પડતા જાય છે. ચાલવાની શક્તિ ઓછી થઈ જાય છે. ચાલતાં, ઊઠતાં, બેસતાં શ્વાસ ચઢે છે, કફ વધે છે. રોગ અનેક વધે છે. આવાં વૃદ્ધાવસ્થાનાં દુઃખ ક્યાં સુધી ભેગવ્યા કરત? ક્યાં સુધી દેહના ઢસરડા કરત? મરણ નામના દાતાર વિના આ નિંદ્ય દેહ છોડાવીને નવા દેહમાં વાસ કેણ કરાવે? વૃદ્ધ અવસ્થામાં અશાતાને ઉદય ઘણો હોય છે, તે મરણ નામના દાતાર વિના આવી અશાતાને દૂર કેણ કરે? સમ્યકજ્ઞાનીને તે મૃત્યુ એ મહોત્સવ સમાન છે. તે વખતે સંયમ, વ્રત, ત્યાગ, શીલમાં સાવધાન થઈને એવું
૨૨૨
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૩૮
સમાધિ-સે પાન કર કે ફરીથી આવા દુઃખથી ભરેલે દેહ ધરે ન પડે. સમ્યકજ્ઞાની આને જ મહા શાતાને ઉદય માને છે.
આ આત્મા દેહમાં રહ્યા છતાં સુખને તથા દુઃખને સદા જાણે છે, અને પરલેક પ્રત્યે પણ પિતે જ જાય છે તે પરમાર્થથી મરણને ભય કેને હોય ?
અજ્ઞાની બહિરાત્મા તે દેહમાં રહ્યા છતાં હું સુખી છું, હું દુઃખી છું, હું મરી જાઉં છું, હું ભૂખ્ય છું, તરસ્યો છું, મારો નાશ થયો,” એમ માને છે. અંતરાત્મા સમ્મદ્રષ્ટિ એમ માને છે કે, “જે ઊપજયું છે તે મરશે; પૃથ્વી, પાણ, અગ્નિ, પવનમય પુગલ પરમાણુઓને પિંડ દેહરૂપે દેખાય છે તે દેહ નાશ પામશે. હું જ્ઞાનમય, અમૂતિક આત્મા છું, મારો નાશ કદાપિ નહીં થાય. આ ભૂખ, તરસ, વાત, પિત્ત, કફ આદિ રોગમય વેદના પુદગલની છે. હું તે એને જાણનાર છું. હું એમાં નકામે અહંકાર કરું છું. આ શરીરને અને મારે એક ક્ષેત્રમાં રહેવારૂપ અવગાહના છે. તથાપિ હું જ્ઞાતાસ્વરૂપ છું, શરીર જડ છે; હું અમૂતિક છું, દેહ મૂર્તિક છે, હું એક અખંડ છું, દેહ અનેક પરમાણુઓને પિંડ છે; હું અવિનાશી છું, દેહ વિનાશી છે. આ દેહમાં જે રેગ, ભૂખ, તરસ આદિ ઊપજે તેના જ્ઞાતા જ રહેવું, એ મારો જ્ઞાયક સ્વભાવ છે. પરમાં મમત્વ કરવું એ જ અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. જેવી રીતે એક મકાનને છોડી બીજા મકાનમાં પ્રવેશ કરીએ તેવી રીતે મારા શુભ અશુભ ભાવથી થયેલાં કર્મો વડે બનેલા બીજા દેહમાં મારે જવાનું છે. એમાં મારા સ્વરૂપને નાશ
Page #360
--------------------------------------------------------------------------
________________
૩૩૯
મૃત્યુ મહત્સવ નથી થતો. આમ નિશ્ચય કરીને, વિચારે તે મરણને પણ ભય કેને લાગે?
સંસારમાં જેનું ચિત્ત આસક્ત છે, પિતાના સ્વરૂપને જે જાણતા નથી, તેને મૃત્યુને ભય છે. જે નિજસ્વરૂપના જ્ઞાતા છે, સંસાર પ્રત્યે વૈરાગ્યવાળા છે, તેને મરણ હર્ષનું કારણ છે.
મિથ્યાદર્શનના ઉદયથી દેહને જ આત્મા માનનાર તથા ખાવું, પીવું, કામગ આદિ ઇદ્રિના વિષયમાં જ સુખ માનનાર અજ્ઞાની–બહિરાત્મા છે. તેને પિતાના મરણને ભારે ભય રહે છે. તે એમ વિચારે છે કે, “હાય ! મારો નાશ થયે, પછી ખાવાપીવાનું ક્યાંય નથી. મરણ પછી શું થશે તેની ખબર નથી, કેવી રીતે મરણ આવશે? હવે આ દેખવાનું, મળવાનું, કુટુંબને સમાગમ બધું મારું ગયું. હવે કેનું શરણ ગ્રહણ કરું? કેવી રીતે જિવાય?” એ રીતે મહા સંલેશ પરિણામ સહિત તે મરણ પામે છે.
જે આત્મજ્ઞાની છે તે મરણ વખતે એવા વિચાર કરે છે કે “હું દેહરૂપી કેદખાનામાં પરાધીન પડ્યો પડ્યો ઇન્દ્રિયના વિષયેની વાસનારૂપી અગ્નિથી અને મળેલા વિષયેથી અતૃપ્ત રહેવાને લીધે, દરરેજ ભૂખ, તરસ, ટાઢ, તાપ, રોગ આદિથી ઊપજેલી મહા વેદના વેદ, એક ક્ષણ પણ સ્થિરતા પામ્યું નહીં; મહાન દુઃખ, પરાધીનતા, અપમાન, ઘર વેદના, અનિષ્ટ સંગ, ઈષ્ટ વિયેગ ભેગવતાં મહા સંમલેશ સહિત મેં કાળ વ્યતીત કર્યો. હવે આવા કલેશથી છેડાવી, પરાધીનતા રહિત, જન્મમરણ રહિત,
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૪૦
સમાધિ-સે પાન મારું અનંત સુખસ્વરૂપ, અવિનાશી સ્થાન પ્રાપ્ત કરાવનાર મરણને અવસર હું પામ્યો છું. આ મરણ મહા સુખ દેનાર, અત્યંત ઉપકારક છે. આ સંસારવાસ એકલા દુઃખથી ભરેલ. છે, તેમાં એક સમાધિમરણ જ શરણ છે, બીજું કોઈ ઠેકાણું એવું નથી. આના વિના ચારે ગતિમાં મહા ત્રાસ ભોગવ્યો છે. હવે સંસારવાસથી કંટાળીને હું સમાધિમરણનું શરણ ગ્રહણ કરું છું.” - જ્યારે આ શરીરરૂપી નગરીને સ્વામી–આત્મા, પિતાનાં કરેલાં પુણ્યાદિ ફળ ભેગવવાની ઈચ્છાથી પરલક પ્રત્યે જાય છે, ત્યારે પાંચ ભૂતના બનેલા દેહાદિ પ્રપંચ વડે તેને કેણ રેકે એમ છે?
આ જીવનું વર્તમાન આયુષ્ય પૂરું થઈ જાય અને પરલેક સંબંધી બીજા આયુષ્યને ઉદય થાય, ત્યારે પરલેક પ્રત્યે જતાં આત્માને શરીર આદિ પંચભૂત તે શું પણ ઇન્દ્ર આદિ પણ રેકવાને સમર્થ નથી. તેથી અત્યંત ઉત્સાહ સહિત ચાર આરાધનાનું શરણ ગ્રહણ કરી મરણ પામવું શ્રેષ્ઠ છે.
મરણ અવસરે પૂર્વ કર્મના ઉદયથી રોગ આદિ વ્યાધિને લઈને જે દુઃખ ઉત્પન્ન થાય છે, તે પુરુષને દેહ વિષેને મેહ નાશ કરવામાં મદદ કરનાર છે, મોક્ષનાં સુખ આપવામાં નિમિત્તરૂપ છે એમ હું માનું છું.
આ જીવે જન્મ ધર્યો ત્યારથી દેહ સાથે તન્મય થઈ તેમાં વસે છે. એમાં વસવું તે જ મહા સુખ છે એમ માને છે. દેહને પિતાને વાસે જાણે છે. તેમાં મમતા વળગી રહી
Page #362
--------------------------------------------------------------------------
________________
૩૪૧
મૃત્યુ મહેસૂલ છે. તેમાં વસવા સિવાય બીજું કોઈ પિતાનું નિવાસસ્થાન ક્યાંય જણાતું નથી. આવા દેહમાં રોગ આદિથી દુઃખ ઊપજે છે, ત્યારે સત્પરુષે દેહને મેહ તજી દે છે. દેહ સાક્ષાત્ દુઃખદાયી, અસ્થિર, વિનાશી દેખાય છે. તેનું કૃતધ્રપણું પ્રગટ દેખાય છે એટલે અવિનાશી પદ પ્રાપ્ત કરવા ઉદ્યમી થાય છે. વીતરાગતા પ્રગટ થાય છે, ત્યારે એવા વિચાર ઊપજે છે કે, આ દેહની મમતા કરીને, મેં અનંતકાળ જન્મ, મરણ, નાના પ્રકારે વિયેગ, રેગ, સંતાપ આદિનાં, નરક આદિ ગતિઓમાં દુઃખ ભેગવ્યાં. હજી પણ આવા દુઃખદાયી દેહમાં જ ફરીથી મમતા કરીને, આત્માને ભૂલી જઈ, એકેન્દ્રિયાદિ અનેક કુગતિમાં ભમવાનું થાય તેવાં કર્મ ઉપાર્જન કરવા મમતા કરું છું. આ શરીરમાં તાવ, ખાંસી, દમ, શૂળ, વાત, પિત્ત, અતિસાર, મંદાગ્નિ ઈત્યાદિ જે રેગ ઊપજે છે, તે આ દેહ ઉપરની મમતા ઘટાડવામાં મહા ઉપકાર કરનાર છે, ધર્મમાં સાવધાન કરનાર છે. જે રેગ આદિ ન ઊપજત તે દેહ ઉપરથી મારી મમતા પણ મટત નહીં અને અહંકાર પણ ઓછો થાત નહીં. હું તે મેહના અંધકારમાં આંધળે બનીને દેહને અજર અમર માની રહ્યો હતું, પણ હવે આ રોગની ઉત્પત્તિથી હું જાગ્રત થયો. આ દેહને અશરણ જાણ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ એ જ એક નિશ્ચય શરણ છે એમ જાણી, આરાધનાના ધારક ભગવાન પરમેષ્ટીને ચિત્તમાં ધારણ કરું છું. આ અવસરે મારે એક જિનેંદ્રના વચનરૂપ અમૃત જ પરમ ઔષધ હો. જિતેંદ્ર ભગવાનને વચનામૃત વિના વિષય-કષાયરૂપ રિગથી ઊપજેલી બળતરા શમાવવા કેઈ સમર્થ નથી. બાહ્ય
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૪૨
સમાધિ-સાપાન
ઔષધ આદિ તે અશાતા કર્મ મંઢ થાય, ત્યારે થાડા વખત કોઈ રોગના ઉપશમ કરે. આ દેહ તા અનેક રોગોથી ભરેલા છે, તેમાંથી કોઈ એક રેગ કદાપિ મટયો, તાપણ અન્ય રાગેાથી ઊપજેલી ઘાર વેદના ભાગવીને આખરે મરવું જ પડશે. તેથી જન્મ, જરા, મરણુરૂપ રાગને હરનાર ભગવાનના ઉપદેશરૂપ અમૃતનું જ હું પાન કરું છું.
ઔષધ આદિ હજારા ઉપાય કર્યાં છતાં, વિનાશી દેહમાંના રેગ મટવાના નથી. તેથી રાગ વિષે ચિંતવન કરી, સંક્લેશ પરિણામથી કુગતિનું કારણ દુર્ધ્યાન કરવું યાગ્ય નથી. રોગ આવે ત્યારે હર્ષે માના. રાગના પ્રતાપે આવા ઘરડા, ગળી ગયેલા દેહમાંથી છૂટવાનું બનશે. રાગ ન આવે, પૂર્વે કરેલાં કર્મ નિર્જરે નહીં, તેા દેહરૂપી મહા ગંધાતા, દુ:ખદાયી કેદખાનામાંથી ઝટ છુટાય નહીં. જેમ જેમ રોગરૂપી મિત્રનું બળ દેહમાં વધે તેમ તેમ રાગબંધનથી, કર્મબંધનથી, શરીરબંધનથી છૂટવાનું વહેલું અને છે. આ રોગ તે દેહમાં છે, તે આ દેહના નાશ કરશે. હું તે અરૂપી, ચૈતન્ય સ્વભાવવાળા, અવિનાશી, જ્ઞાતા છું. આ રોગથી થતું દુઃખ મારા જાણવામાં આવે છે. હું તે તેને જાણનારા જ છું. દેહની સાથે મારે નાશ થવાના નથી. જેવી રીતે લેાઢાની સંગતથી અગ્નિ ઘણુના ઘા સહન કરે છે તેવી રીતે શરીરના સંગથી વેદનાનું જાણવું મારાથી અને છે. અગ્નિથી ઝૂંપડી મળે છે પણ ઝૂંપડીમાંનું આકાશ મળતું નથી. તેવી રીતે શરીરમાં અવિનાશી, અમૃત્તિક, ચૈતન્ય ધાતુમય આત્મા છે, તેના રાગરૂપી અગ્નિથી નાશ થતા નથી. પાતાનાં આંધેલાં કર્મ પાતાને ભાગવવાં જ પડશે.
Page #364
--------------------------------------------------------------------------
________________
૩૪૩
મૃત્યુ મહત્સવ કાયર થઈને ભેગવીશ તે પણ કર્મ છેડશે નહીં અને ધીરજ ધરીને ભગવીશ તે પણ કર્મ નહીં છોડે. બન્ને લેકને બગાડનાર કાયરપણાને ધિક્કાર છે. કર્મને નાશ કરનાર ધીરજ ધારણ કરવી એ જ શ્રેષ્ઠ છે. - હે આત્મા! રોગ આવતાં તું આટલે કાયર થાય છે, તે વિચાર કર કે નરકમાં આ જીવ કેટકેટલા ત્રાસ ભોગવી અસંખ્યાત વાર, અનંત વાર માર્યો ગયે છે, કા ગયે છે, છેદ્યો ગયે છે, ફાડ્યો ગયે છે, ચી ગયું છે, અહીં તે તારે શું દુઃખ છે? તિર્યંચ ગતિના ઘેર દુઃખ જ્ઞાની ભગવાન પણ વાણીથી કહેવા સમર્થ નથી. તિર્યંચ ગતિમાં પૂર્વે અનંતવાર અગ્નિમાં બળી મર્યો છે. અનંતવાર પાણીમાં ડૂબી ડૂબીને મર્યો છે. અનંતવાર ઝેર ખાઈને મર્યો છે. અનંતવાર સિંહ, વાઘ, સાપ વગેરેના કરડવાથી મર્યો છે. હથિયારથી હણાય છે. અનંતવાર ટાઢની વેદના ભેગવી મર્યો છે. અનંતવાર ઉષ્ણ વેદનાથી મર્યો છે. અત્યારની આ રેગની વેદના શા હિસાબમાં છે? રેગ જ ઉપકાર કરનાર છે.
રોગ થ ન હોત તે દેહ ઉપરથી મારે સ્નેહ ઘટત નહીં, સર્વથી છૂટીને પરમાત્માનું શરણ ગ્રહણ કરત નહીં. આ અવસરે જે રોગ છે તે જ મને આરાધના-મરણ માટે પ્રેરણું કરનાર મિત્ર છે. આવો વિચાર કરનાર જ્ઞાની રોગ આવ્યે કલેશ કરતા નથી, પણ મેહને નાશ કરવા માટે ઉત્સવને અવસર આવ્યો માને છે.
આ લેકમાં મરણ છે તે લેકને સંતાપ આપનારું ગણાય છે, પણ સમ્યકજ્ઞાનીને અમૃતસંગ એટલે નિર્વાણને
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૪૪
સમાધિ-સે પાન આપનાર છે. કાચા ઘડાને અગ્નિમાં પકવે છે તે અમૃતરૂપ જળ ભરાય તેવો બને છે. કાચ ઘડો અગ્નિમાં પાક્યો નથી, ત્યાં સુધી તેમાં પાણી ભરાતું નથી. એક વાર અગ્નિમાં રહીને પાકે થયે, એટલે ઘણા કાળ સુધી પાણીના સંસર્ગને પાત્ર થાય છે, તેમ મરણ અવસરે સમભાવ સહિત, એક વાર સંતાપ સહન થાય તે તે મેક્ષને પાત્ર થઈ જાય છે.
અજ્ઞાનીને મૃત્યુના નામ માત્રથી પરિણામમાં સંતાપ થાય છે કે, હું હવે ચાલ્ય; હવે કેમ જિવાશે ? શું કરીશ? કેણ રક્ષણ કરશે? એ સંતાપ, ગભરાટ ઊપજે છે. અજ્ઞાની તે બહિરાત્મા છે, દેહાદિક બાહ્ય વસ્તુને જ આત્મા માને છે. જ્ઞાની સમ્યક દ્રષ્ટિ છે, તે એમ માને છે કે, આયુષ્યકર્મ આદિન નિમિતે દેહ ધારણ કરે છે, અને ટકેલે છે, તેની સ્થિતિ પૂરી થઈ રહેશે એટલે દેહ અવશ્ય છૂટશે. પરંતુ હું આત્મા અવિનાશી જ્ઞાનસ્વરૂપ છું. જીર્ણ દેહ છોડી નવા દેહમાં પ્રવેશ કરતાં મારે કંઈ નાશ થવાને નથી.
ઘણા કષ્ટ વ્રત પાળીને પુરુષ જે ફળ પ્રાપ્ત કરે છે, તે ફળ મૃત્યુને અવસરે થોડા વખત સુધી શુભ ધ્યાનરૂપ સમાધિમરણ વડે સુખે સાધી શકાય એમ છે.
જે સ્વર્ગમાંનું ઇંદ્ર આદિ પદ કે પરંપરાએ મેક્ષપદ, પાંચ મહાવ્રતાદિ કે ઘેર તપ આદિ વડે સિદ્ધ થાય છે, તે પદ, મૃત્યુના અવસરે જે દેહ કુટુંબ આદિની મમતા છેડી, ભયરહિત થઈ, વીતરાગતા સહિત ચાર આરાધનાનું શરણ ગ્રહણ કરી, કાયરતા તજી, પિતાના જ્ઞાયક સ્વભાવનું અવલંબન લઈને મરણ કરે તે સહજ સિદ્ધ થાય છે.
Page #366
--------------------------------------------------------------------------
________________
મૃત્યુ મહાત્સવ
૩૪૫
સ્વર્ગમાં મહર્ષિક દેવ થઈને, ત્યાંથી ચવીને ઉત્તમ કુળમાં ઊપજીને, ઉત્તમ સંહનન આદિ સામગ્રી પામીને, દીક્ષા ધારણ કરીને, પેાતાના રત્નત્રયની પૂર્ણતા પ્રાપ્ત કરી મેક્ષે પધારે છે. જેને મરણ અવસરે આર્ટ (દુઃખવાળાં) પરિણામ ન હેાય, શાંતિવાળું એટલે રાગ રહિત, દ્વેષ રહિત, સમભાવરૂપ ચિત્ત હેાય તે પુરુષ તિર્યંચ ( પશુ આદિ ) ન થાય, નારકી ન થાય. જે ધર્મધ્યાન સહિત અનશનવ્રત ધારણ કરીને મરે, તે તે દેવલાકમાં ઇંદ્ર કે મદ્ધિક દેવ થાય; બીજી ગતિ ન થાય, એવા નિયમ છે.
આરાધના
ઉત્તમ મરણના આ અવસર પામીને સહિતના મરણ માટે પુરુષાર્થ કરે. મરણ આવતાં ભયભીત થઇને પરિગ્રહમાં મમત્વ રાખીને, આતે પરિણામથી મરીને કુગતિમાં ન જાએ. આવા અવસર અનંત ભવામાં પણ નહીં મળે. મરણુ તા છોડવાનું નથી, તેથી સાવધાન થઈને ધર્મધ્યાન સહિત ધીરજ ધારણ કરીને દેહના ત્યાગ કરી.
તપનું કષ્ટ વેઠવાનું, વ્રત પાળવાનું અને શાસ્ત્ર ભણવાનું ફળ તા સમાધિ એટલે આત્માની સાવધાની સહિત મરણ કરવું એ છે.
હે આત્મા ! તેં આટલા કાળ સુધી ઇંદ્રિયના વિષયેાની વાંછા છેાડીને અનશન આફ્રિ તપ કર્યાં છે, તે આહાર આઢિના ત્યાગ સહિત, સંયમ સહિત, દેહની મમતા રહિત સમાધિમરણને માટે કર્યાં છે. જે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહના ત્યાગ આદિ વ્રત ધારણ કર્યાં છે, તે પણ, સમસ્ત દેહાદિ પરિગ્રહની મમતાના ત્યાગ કરીને, મન–
Page #367
--------------------------------------------------------------------------
________________
સમાધિ-સોપાન વચન-કાયાથી સર્વ આરંભાદિ તજીને, સમસ્ત શત્રુ-મિત્રે પ્રત્યે વેર કે રાગને છોડીને, ઉપસર્ગમાં ધીરતા ધારણ કરીને, પોતાના એક જ્ઞાયક સ્વભાવનું અવલંબન કરીને સમાધિમરણ કરવાને માટે કર્યો છે. જે સમસ્ત શ્રુતજ્ઞાનને અભ્યાસ કર્યો છે, જ્ઞાનની આરાધનામાં કાળ વ્યતીત કર્યો છે, તે પણ સંક્લેશ રહિત થઈને, ધર્મધ્યાન વડે, દેહાદિથી ભિન્ન પિતાને જાણીને, ભયરહિત સમાધિમરણને માટે જ. મરણના અવસરે પણ મમતા, ભય, રાગ, દ્વેષ, કાયરતા, દીનતા નહીં છોડે તે, આટલા કાળ સુધી તપ કર્યું, વ્રત પાળ્યાં, કૃતજ્ઞાનને અભ્યાસ કર્યો તે બધું નિરર્થક થશે. તેથી આ મરણને અવસરે કદાપિ પણ સાવધાની કે સમાધિ ભૂલશે નહીં. '
જે વસ્તુને અતિ પરિચય કે બહુ સેવન થાય તેમાં અવજ્ઞા કે અનાદર થાય છે, રૂચિ ઘટી જાય છે અને નવીન વસ્તુના સંગમમાં પ્રીતિ થાય છે, એ વાત પ્રસિદ્ધ છે. તે જીવ ! તે આ શરીરનું ઘણું કાળથી સેવન કર્યું છે, આને નાશ થતી વખતે અને નવીન દેહને લાભ થતાં ભય કેમ રાખે છે? ભય રાખ યેગ્ય નથી.
આ શરીર ઘણે કાળ ભેગવતાં વૃદ્ધ થઈ ગયું છે, સાર રહિત થઈ ગયું છે, નવીને સુંદર દેહ ધારણ કરવાને વખત આવતાં કેમ ભય પામે છે? આ જીર્ણ દેહ તે નાશ પામશે જ. એમાં મમતા રાખીને, મરણ બગાડી દુર્ગતિને કારણરૂપ કર્મ ન બાંધે.
જે ભય રહિત થઈને, સમાધિ—મરણ માટે ઉત્સાહ રાખીને, ચાર આરાધનાઓને આરાધીને મરણ કરે છે તેની
Page #368
--------------------------------------------------------------------------
________________
સલ્લેખનાના પ્રકાર
૩૪૭
સ્વર્ગલેાક સિવાય બીજી ગતિ થતી નથી. સ્વર્ગમાં મહિઁક દેવ જ થાય છે એમાં સંશય નથી. સ્વર્ગમાં આયુષ્યના અંત પર્યંત મહા સુખ ભોગવીને, આ મનુષ્યલાક વિષે, પુણ્યરૂપ નિર્મલ કુળમાં અનેક લેકે સ્મરણ કરતા હેાય ત્યાં જન્મે છે. પોતાના સેવકજન તથા કુટુંબ પરિવાર મિત્રાદિ જનાને અનેક પ્રકારે ઇચ્છેલાં ધન, ભાગાદિ રૂપ ફળ આપીને, પુણ્યથી પ્રાપ્ત થયેલા ભાગોને નિરંતર ભાગવીને, આયુષ્ય જેટલા થોડા વખત પૃથ્વીમંડળ ઉપર સંયમ આદિ સહિત વીતરાગ રૂપે રહીને, જેવી રીતે નાટકમાં નાચનાર પુરુષ લેાકાને આનંદ ઉપજાવીને જતા રહે છે, તેમ તે સત્પુરુષ સર્વ લેાકેાને આનંદ ઉપજાવીને પેાતે જ દેહના ત્યાગ કરીને મેાક્ષ પ્રાપ્ત કરે છે. સલ્લેખનાના ઇચ્છકે આ પ્રમાણે મૃત્યુમહાત્સવના પાઠ ઉપકારી ાણી ચિંતવન કરવા ચેાગ્ય છે. *
સલ્લેખનાના પ્રકાર :—
સલ્લેખના એ પ્રકારની છે. એક કાયસલ્લેખના; બીજી કષાયસલ્લેખના. અહીં સલ્લેખનાના અર્થ સમ્યપ્રકારે કુશ કરવું એવા છે.
* શ્રી સદાસુખદાસજીએ સં. ૧૯૧૮માં આ ભાષા લખેલી તે ઉપકારક જાણી આ રત્નકરડ શ્રાવકાચારની ભાષામાં સલ્લેખનાના કથનમાં એઓશ્રીએ જોડી દીધી છે. એ વયનિકાના અંતમાં પોતે જ જણાવે છે :
દાહામૃત્યુ મહેાત્સવ-વનિકા, લખી સદાસુખ કામ; શુભ આરાધનથી મરી, પામું નિજ સુખ ધામ. ૧. ઓગણીસા અઢારની સુદ, પાંચમ માસ અસાઢ; પૂરણ લખી વાંચા સદા, મન ધરી સમ્યક્ ગાઢ.
Page #369
--------------------------------------------------------------------------
________________
ન, જડ જેવા
૩૪૮
સમાધિ-સોપાન કાયસલ્લેખના :
કાયાને કૃશ કરવી તે કાયસલ્લેખના છે. આ કાયાને જેમ જેમ પુષ્ટ કરે, સુખશીલિયા રાખો તેમ તેમ ઈદ્રિયના વિષયેની તીવ્ર લાલસા ઉપજાવે છે, આત્માની નિર્મળતાને નાશ કરે છે, કામ-લેભાદિકને વધારે છે; નિદ્રા, પ્રમાદ, આળસ આદિને વધારે છે, પરિષહ સહન કરવામાં અસમર્થ થાય છે, ત્યાગ સંયમ માટે તૈયાર થતી નથી. આત્માને
ગતિમાં વાત-પિત્ત-કફ આદિ અનેક રેગે ઉત્પન્ન કરી મહા દુર્ગાન કરાવી સંસારપરિભ્રમણ કરાવે છે. તેથી અનશન આદિ તપશ્ચર્યા કરીને આ શરીરને કુશ કરવું, જેથી ગાદિ વેદના ઊપજતી નથી, પરિણામ મંદ, પુરુષાર્થહીન, જડ જેવા થતાં નથી.
કાયસલેખન કરે તે અનુક્રમથી કરે. પિતાના આયુષ્યને અવસર જણાય તે પ્રમાણે દેહ ઉપરથી, ઈદ્રિયે ઉપરથી મમત્વ ઉઠાવી દઈને, આહારના સ્વાદ પ્રત્યે અરુચિ, વૈરાગ્ય આણને, વિચાર કરે કે, હે આત્મા! સંસારપરિભ્રમણ કરતાં તે એટલે આહાર કર્યો છે કે, એક એક ભવના એક એક કણને એકઠા કરીએ તે સુમેરુ પર્વત જેવડા અનંત ઢગલા થાય. અનંત જન્મમાં એટલું પાણી પીધું છે કે, એક એક જન્મનું એક એક ટીપું લઈએ તે અનંત સમુદ્ર ભરાઈ જાય. આટલાં આહારપાણીથી પણ તૃપ્તિ થઈ નહીં, તે રેગ, વૃદ્ધાવસ્થા આદિકથી પ્રત્યક્ષ મરણ નજીક આવ્યું લાગે છે, એ અવસરમાં હવે, થડ આહાર લેવાય એટલાથી શી રીતે તૃપ્તિ થવાની છે? આ ભવમાં પણ જ્યારથી જન્મ લીધે ત્યારથી જ આહાર ગ્રહણ કર્યો છે.
તે અનુભવ ઉપરથી લી.
Page #370
--------------------------------------------------------------------------
________________
૩૪૯
સલેખનાના પ્રકાર આહારના લેભી થઈને જ ઘેર આરંભ કર્યા, હિંસા, અસત્ય, પરધન લાલસા, અબ્રહ્મ અને પરિગ્રહને પરિચય. કરી દુર્ગાન આદિ વડે કુકર્મ ઉપાર્જન કયાં; દીન વૃત્તિ કરીને પરાધીન થયે; ભક્ષ્ય કે અભક્ષ્યનો, રાત્રિ કે દિવસન. યેગ્ય કે અગ્યને વિચાર ના કર્યો કોધ, અભિમાન, માયાચાર, લેભ, ભિક્ષા આદય પોતાની મોટાઈ, અભિમાન ખાયાં. અનેક રોગનાં ઘોર દુઃખ ભેગવ્યાં, નીચ જાત, નીચ કુળવાળાની નેકરી કરી; સ્ત્રીને વશ થઈ રહ્યો અને પુત્રને આધીન થઈ રહ્યો. આહારના લંપટી હોય તે નિર્લજ થાય છે, આચારવિચાર રહિત હોય છે, જલદી મરે છે, કુવચન સાંભળી રહે છે. આહારને માટે જ તિર્યંચ ગતિમાં પરસ્પર મારે છે, ભક્ષણ કરે છે; વધારે શું કહેવું? હવે શેડો કાળ આ ભવમાં મારે બાકી રહ્યો છે, તેથી રેસની લંપટતા અને ઇન્દ્રિયની લાલસા છેડીને આહાર ત્યાગ કરવાને ઉદ્યમ નહીં કરું તે વ્રત, સંયમ, ધર્મ, યશ, પરલેક એ બધાને બગાડીને, કુમરણ કરીને, સંસારમાં પરિભ્રમણ કરવું પડશે. આ નિશ્ચય કરીને જ અતૃપ્તિકારક આહારનો ત્યાગ કરવા માટે કઈ વખતે ઉપવાસ, કદી બે ઉપવાસરૂપ બેલે, કેઈ વખતે તેલે એટલે ત્રણ ઉપવાસ, કદી એક વાર આહાર, કદી નીરસ આહાર, અલ્પ આહાર ઇત્યાદિ કમથી પિતાની શક્તિ પ્રમાણે અને આયુષ્યની સ્થિતિ પ્રમાણે આહારને ઘટાડીને દૂધ આદિક જ પીએ. વળી કમથી દૂધ આદિ સચિક્કણને પણ ત્યાગ કરીને છાશ તથા ઉકાળેલું પાણી જ પીને રહે. પછી કેમે કરીને જલ આદિ સમસ્ત આહારને ત્યાગ કરીને પિતાની શક્તિ
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૫૦
સમાધિ-સેવાન અનુસાર ઉપવાસ કરે અને પંચ નમસ્કારમાં મનને લય કરીને, ધર્મધ્યાનરૂપ થઈને, ભારે પુરુષાર્થથી દેહને ત્યાગ કરે તે કાયસલેખન જાણવી.
આહારાદિનો ત્યાગ કરીને મરણ કરવું એ તે આત્મઘાત છે; આત્મઘાત કરવી એ તે અગ્ય ગણાય. એવા વિકલ્પના સમાધાનમાં –
ઘણા વખત સુધી સુખે મુનિપણું કે શ્રાવકપણું અગર મહાવ્રત કે અણુવ્રત પળાશે એમ જણાતું હોય; સ્વાધ્યાય, ધ્યાન, દાન, શીલ, તપ, વ્રત, ઉપવાસાદિક પળાતાં હોય; જિનપૂજા, સ્વાધ્યાય, ધર્મોપદેશ, ધર્મશ્રવણ, ચાર આરાધનાનું સેવન સારી રીતે નિર્વિને થતાં હોય, દુષ્કાળ આદિનો ભય પણ ન આવ્યું હોય; અસાધ્ય રોગ શરીરમાં ઊપજે ન હોય; સ્મૃતિ અને જ્ઞાનને નાશ કરનારી વૃદ્ધાવસ્થા પણ પ્રાપ્ત ન થઈ હોય; દશ લક્ષણ (ક્ષમા, માર્દવ આદિ) અને રત્નત્રય ધર્મ દેહે કરીને પળ હોય તેણે આહારને ત્યાગ કરીને સંન્યાસ (સંથારે-મરણ) કરવો યેગ્ય નથી. ધર્મ સધાતે હોય છતાં આહારને ત્યાગ કરીને મરણ કરે છે, તે ધર્મથી વિમુખ થાય છે. ત્યાગ, વ્રત, શીલ, સંયમ આદિ વડે મોક્ષનું સાધન જે મનુષ્ય ભવ તેથી કંટાળી, દીર્ઘ આયુષ્ય હોવા છતાં, ધર્મનું સેવન બનતું હોવા છતાં, આહાર આદિનો ત્યાગ કરે તે આત્મઘાતી થાય છે. ધર્મસાધક શરીરની ઘણા યત્નથી રક્ષા કરવી એવી ભગવાનની આજ્ઞા છે. ધર્મના સેવનમાં સહાયકારી એવા દેહને આહારને ત્યાગ કરીને છોડી દે, તે દેવ, નારકી કે તિર્યંચને દેહ જે સંયમરહિત હોય છે ત્યાં વ્રત, તપ, સંયમ શું સધાશે ?
Page #372
--------------------------------------------------------------------------
________________
સલ્લેખનાના પ્રકાર
૩૫૧ રત્નત્રયને સાધક તે મનુષ્યદેહ જ છે. ધર્મને સાધનભૂત મનુષ્ય દેહને આહાર આદિનો ત્યાગ વડે છોડી દે છે, તેનું કયું કાર્ય સિદ્ધ થાય ? આ દેહને ત્યાગવાથી શું પ્રયજન સધાવાનું છે? બીજે નવીન દેહ વ્રત ધર્મ રહિત ધારણ કરશે. પરંતુ અનંતાનંત દેહ ધારણ કરાવનાર બીજરૂપ કાર્મણ દેહ-કર્મમય છે, તેને મિથ્યાત્વ, અસંયમ, કષાય આદિના ત્યાગથી મારે. આહાર આદિના ત્યાગથી તે ઔદારિક હાડમાંસમય શરીર છૂટી નવું બીજું ઊપજશે. આઠ કર્મરૂપ કાર્મણ દેહ મરશે, ક્ષય થશે ત્યારે જ જન્મમરણ ટળશે. તેથી કર્મમય દેહને મારવાને માટે આ મનુષ્ય શરીરને ત્યાગ, વ્રત, સંયમમાં જેડીને દ્રઢતાથી આત્માનું કલ્યાણ કરે. પણ જ્યારે ધર્મ રહે એમ જણાતું ન હોય, ત્યારે મમત્વ તજીને અવશ્ય જે નાશ પામનાર છે, તેને તજતાં મમતા ધરવી નહીં. કષાયસલેખના :–
જેવી રીતે કાયાને તપશ્ચરણ વડે કૃશ કરવી, તેવી જ રીતે રાગ, દ્વેષ, મેહ આદિ કષાયને પણ સાથે સાથે કૃશ કરવા તે કષાયસલેખના છે. કષાયની સલ્લેખના વગર કાયાની સલ્લેખના વૃથા છે. કાયાનું કુશપણું તે પરવશપણે રોગી, ગરીબ, મિથ્યાદ્રષ્ટિને પણ હોય છે.
- દેહની સાથે રાગ દ્વેષ મહાદિકને કૃશ કરી, આ લોક પરલેક સંબંધી સમસ્ત વાંછાને અભાવ કરી, દેહ, જીવન, મરણ, કુટુંબ, પરિગ્રહ આદિ સર્વ પદ્રવ્ય ઉપરથી મમતા છેડી પરમ વીતરાગતા સહિત, સંયમ સહિત મરણ કરવું તે કષાયસલ્લેખના છે. વિષય, કષાયને જીતનારની જ સમાધિ
Page #373
--------------------------------------------------------------------------
________________
૩પર
સમાધિ-સે પાન મરણ માટે મેગ્યતા ગણાય છે. વિષય-કષાયને વશ હોય તેને સમાધિમરણ થાય નહીં. T સંસારી જીવને વિષય કષાયરૂપ મોટા પ્રબળ શત્રુ છે. મોટા મહારથીથી પણ તે જિત્યા જતા નથી. પ્રબળ બળ ધારણ કરનારા ચકવતી, નારાયણ, બળભદ્ર આદિને પણ ભ્રષ્ટ કરીને તેમણે પિતાને વશ કર્યા છે એવા અતિ પ્રબળ છે. સંસારમાં જેટલાં દુઃખ છે, તેટલાં બધાં વિષયને લંપટી, અભિમાની તથા લેબીને હેય છે. કેટલાક જીવે જિનદીક્ષા ધારણ કરીને પણ વિષયના સંતાપથી ભ્રષ્ટ થાય છે. અભિમાન, લેભ છેડી શકતા નથી. અનાદિ કાળથી વિષયેની લાલસાથી લખાયેલા અને કષાયોથી બળતા સંસારી જી આત્માને ભૂલીને સ્વરૂપથી ભ્રષ્ટ થઈ રહ્યા છે. વિષય-કષા પ્રત્યે વૈરાગ્ય થવાને માટે શ્રી ભગવતી આરાધનાજીમાં વિષયકષાયનું સ્વરૂપ વિસ્તારથી પરમ નિર્ચથી શ્રી શિવ નામના આચાર્યે પ્રગટ દર્શાવ્યું છે. વીતરાગતાની ઈચ્છાવાળા પુરુષે આવા પરમ ઉપકારક ગ્રંથને નિરંતર અભ્યાસ કરવે. સમાધિમરણના અવસરમાં જીવનું કલ્યાણ કરનાર ઉપદેશરૂપ અમૃતને સહસ્ત્રધારારૂપે વર્ષાવતી ભગવતી આરાધના નામના માર્ગનું શરણ અવશ્ય ગ્રહણ કરવા યોગ્ય છે. સલ્લેખના અવસરે સહાય ઉપદેશાદિ:
* સાધુ મુનીશ્વરને તે રત્નત્રય ધર્મની રક્ષા કરવામાં સહાય કરનાર આચાર્ય આદિનો સંઘ તથા વૈયાવૃત્ય (સેવા)
* હવેનું લખાણ પંડિત શ્રી સદાસુખદાસજીએ શ્રી ભગવતી આરાધનાના અર્થને આધારે લખેલું છે.
Page #374
--------------------------------------------------------------------------
________________
સલેખના-સહાય-ઉપદેશાદ
૩૫૩ કરનારા, ધર્મને ઉપદેશ દેનારા, નિર્યામકે (સમાધિમરણ કરાવનારા) ની મદદ હોય છે. તેથી કર્મને જીતીને આરાધનની પ્રાપ્તિ થાય છે.
ગૃહએ પણ ધર્મબુદ્ધિવાળા, શ્રદ્ધાવાળા, જ્ઞાનવાળા એવા સાધમને સમાગમ અવશ્ય મળવો જોઈએ. પરંતુ આ પંચમકાળ ઘણો વિષમ છે; તેમાં વિષયાનુરાગી તથા કષાયવાળા જીવોને સમાગમ સુલભ છે. રાગ, દ્વેષ, શેક, ભય ઉપજાવનારા, આર્તધ્યાન વધારનારા, અસંયમમાં પ્રવર્તાવનારા જેને જ સમાગમ થઈ રહ્યો છે. સ્ત્રી, પુત્ર, મિત્ર, બાંધવ આદિક સર્વે પિતાના રાગ, દ્વેષ, વિષય, કષામાં લગાડીને આત્મા ભુલાવનારા છે; સર્વ પિતા પોતાના વિષય-કપાય પિષવાને ઈચ્છે છે.
ધર્માનુરાગી, ધર્માત્મા, પરોપકારી, વાત્સલ્ય ગુણના ધારક, કરુણા રસથી ભીંજાયેલા પુરુષોને સમાગમ મહા ઉજજ્વલ પુણ્યના ઉદયથી પ્રાપ્ત થાય છે, તથાપિ પિતાના પુરુષાર્થથી ઉત્તમ પુરુષોના ઉપદેશને જેગ મેળવ. સ્નેહ, મેહના પાશમાં પાડનાર ધર્મ રહિત સ્ત્રી પુરુષોને સંગ દૂરથી તજવે; છતાં અણધાર્યો પરવશપણે કુસંગને પ્રસંગ આવી પડે તે તેની સાથે વાર્તાલાપને ત્યાગ કરી મૌન ધારણ કરી રહેવું. પિતાના કર્મને આધીન દેશ, કાળ પ્રમાણે જે સ્થાન મળ્યું હોય ત્યાં સૂવા-બેસવાનું રાખવું. જિનસૂત્રોનું પરમ શરણ ગ્રહણ કરવું; જિનસિદ્ધાંતને ઉપદેશ ધર્માત્મા પાસે શ્રવણ કરવો. ત્યાગ, સંયમ, શુભ ધ્યાન અને ભાવના વિસ્મરણ કરવી નહીં. ૨૩
Page #375
--------------------------------------------------------------------------
________________
સમાધિ-સાપાન
સાધી, ધર્માત્મા પણ સ્વપરના ધર્મને પોષવા ઈચ્છતા, ધર્મની પ્રભાવનાની વાંછા રાખતા ધર્મોપદેશ આક્રિરૂપ વૈયાવૃત્ત્વમાં આળસ ન કરે. ત્યાગ, વ્રત, સંયમ, શુભ ધ્યાન અને શુભ ભાવનામાં જ આરાધક સાધીને લીન કરે.
૩૫૪
કોઈ આરાધક સમજી હોવા છતાં પણ કર્મના તીવ્ર ઉદય વખતે તીવ્ર રાગાદિક, ભૂખ, તરસ આદિક પરિષહ સહન કરવાને અસમર્થ હેાવાથી તેની પ્રતિજ્ઞાથી ચળી જાય, અયેાગ્ય વચન પણ કહેવા લાગે, રાવારૂપ, વિલાપરૂપ આર્ત્ત પરિણામ કરે તો સાધી તેના તિરસ્કાર ન કરે, કડવાં વચન ન કહે, કઠોર વચન ન લે. વેદના વડે દુઃખી થયેલા છે અને તિરસ્કાર કે અવજ્ઞાનાં વચન સાંભળે તે માનસિક દુઃખથી દુર્ધ્યાન કરી ધર્મથી ચળી જાય, વિપરીત આચરણ કરે કે આપઘાત કરે, તેથી આરાધકના તિરસ્કાર કરવા ચેાગ્ય નથી.
ઉપદેશ આપનાર ઘણી ધીરજ રાખીને આરાધકને સ્નેહ ભર્યાં, મીઠાં, હૃદયમાં પ્રવેશ કરી જાય, સાંભળતાં જ સર્વ દુઃખ ભુલાઈ જાય તેવાં કરુણા રસ ને ઉપકાર બુદ્ધિથી ભરેલાં વચન કહે :—
હે ધર્મના ઈચ્છક ! અત્યારે સાવધાન થાઓ. કાયરતા તજીને શૂરવીરપણું ધારણ કરે. કાયર થવાથી, દીન થવાથી અશાતા કર્મ છેડશે નહીં. કોઇ દુઃખ લેવાને સમર્થ નથી. અશાતા કર્મને દૂર કરી, શાતા કર્મ આપવા ઇંદ્ર, ધરણેન્દ્ર, જિવેંદ્ર કે અહર્ભિદ્ર કોઈ સમર્થ નથી. આ લેાક પરલોક બન્નેને બગાડનાર કાયરતા ધર્મથી વિમુખ રાખે છે. માટે
Page #376
--------------------------------------------------------------------------
________________
સલ્લેખના-સહાય-ઉપદેશાદિ
૩૫૫ હવે ધીરજ ધારી, કલેશ રહિત થઈ વેદના ભગવશે તે પૂર્વ કર્મની નિર્જરા થશે અને નવાં કર્મ બંધાશે નહીં.
તમે જિનધર્મ ધારણ કરનાર, ધર્માત્મા કહેવાઓ છે. ત્યાગી અને શ્રદ્ધાવાળાઓમાં શ્રેષ્ઠ ગણાઓ છે. બધા તમને જ્ઞાનવાળા સમજે છે. ધર્મ આરાધનારાઓમાં તમે પ્રખ્યાત છે. વ્રત, સંયમની યથાશક્તિ પ્રતિજ્ઞા ગ્રહણ કરી છે. તે હવે ત્યાગ, સંયમમાં શિથિલપણું દેખાડશે તે તમારે યશ અને પરલેક તે બગડશે જ. અને અન્ય ધર્માત્માની અને ધર્મની ભારે નિંદા થશે. તેમ ઘણું ભેળા ધર્મના માર્ગમાં શિથિલ થઈ જશે.
જેવી રીતે કુળવંત, માનવંત સુભટ લેકેની વચમાં ભુજા ખખડાવી ખડે થયો, પણ શત્રુ સન્મુખ આવતાં જ ભય પામી ભાગી જાય, તે પછી ત્યાં નાના નેકરો કેવી રીતે ટકી રહે? પછી તે બે દિવસ જીવે તે પણ તેને જીવવાને ધિક્કારવા યોગ્ય છે. તેવી રીતે તમે ત્યાગ, વ્રત, સંયમની પ્રતિજ્ઞા ગ્રહણ કરીને હવે શિથિલ થશે તે નિંદાને પાત્ર થશે. અશુભ કર્મ પણ નહીં છોડે અને ભવિષ્યમાં ઘણું દુખ દે તેવાં કર્મને દ્રઢ બંધ એ કરશે કે જે અસંખ્યાત કાળપર્યંત તીવ્ર રસ દેશે.
તમે પહેલાં એમ માનતા કે હું જિદ્રને ભક્ત, જૈન છું. ભગવાનની આજ્ઞાને પાળનાર છું. જિનેંદ્રનાં કહેલાં વ્રત, શીલ, સંયમ ધારણ કરું છું. જે શ્રદ્ધા, જ્ઞાન, આચરણ અનંત ભવમાં દુર્લભ છે તે વીતરાગ ગુરુની કૃપાથી હું પામ્યો છું. એ નિર્ણય કર્યા છતાં હવે કંઈક
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૫૬
સમાધિ-સોપાન રેગથી ઊપજેલી વેદના કે કર્મના ઉદયે પરિષહ આવવાથી કાયર થઈને ભય પામે છે તે ઘણું શરમાવા જેવું છે.
જે વેદનાને આટલે બધે ડર રાખે છે, તે વેદનાથી બહ તે મરણ થશે. મરણ તે એક વાર અવશ્ય થવાનું જ છે. જે દેહ ધારણ કર્યો છે તે દેહ તે અવશ્ય પડશે જ. અત્યારે જે વીતરાગ ગુરુઓનાં ઉપદેશેલાં વ્રત, સંયમ સહિત, કાયરતા રહિત, ઉત્સાહથી ચાર આરાધનાના શરણ સહિત મરણ થાય તે તેના જે ત્રણે લેકમાં બીજો લાભ નથી. ત્રણ લેકની રાજ્ય સંપદા તે વિનાશી છે, પરાધીન છે. આરાધનાની સંપદા અનંત સુખ દેનારી અવિનાશી છે.
ભય રહિત, ધીરજ સહિત મરણને મુનીશ્વર, આચાર્ય, ઉપાધ્યાય પણ ઈચ્છે છે, સર્વ વ્રતવાળા સંયમી સમ્યક દ્રષ્ટિ ઈરછે છે. તમે પણ નિરંતર જેની વાછા કરતા હતા તે મનવાંછિત સમાધિમરણ નજીક આવી પહોંચ્યું છે. એના જે બીજો કોઈ આનંદ નથી. આ વેદને વધે છે તે જ તમને મહા ઉપકારક છે. વેદનાથી દેહ ઉપરને રાગ નાશ પામે છે. પૂર્વે અશાતા આદિ કર્મ બાંધ્યાં હતાં તેની અ૯૫ કાળમાં નિર્જરા થશે. દુઃખ અને રોગથી ભરેલા દેહરૂપ કેદખાનામાંથી જરૂર નીકળવાનું બનશે. વિષય-ભેગો ઉપર વૈરાગ્ય આવશે. પરદ્રવ્યો ઉપરની મમતા ઘટશે. મરણને ભય નહીં રહે. મિત્ર, પુત્ર, સ્ત્રી, બાંધવ આદિ ઉપરની મમતા નાશ પામશે; ઇત્યાદિ અનેકાનેક ઉપકાર વેદના જ કરે છે, એમ જાણે. કાયર થવાથી તે વેદના વધશે, સંકલેશ વધશે. કર્મને ઉદય ટળવાનું નથી, તેથી દૃઢતા જ ધારણ કરવાનો અવસર હવે આવ્યો છે. શૂરવીરપણું ધારણ
Page #378
--------------------------------------------------------------------------
________________
૩૫૭
સલ્લેખના-સહાય-ઉપદેશાદિ કરવાથી જ કર્મ ઉપર વિજય મળશે. કાયર થઈ જઈને રેશે, તરફડાટ કરશે તે કર્મ તમને મારીને તિર્યંચ આદિ કુગતિમાં લઈ જશે, ત્યાં અનેક દુખે પામશે. જેમ કુળના, સાધમઓના, અને ધર્મને યશની વૃદ્ધિ થાય અને તમે દુઃખને પાત્ર ન થાઓ તેમ પ્રવર્તન કરે. જેવી રીતે શૂરવીર ક્ષત્રિય કુળમાં ઊપજ્યા હોય તે યુદ્ધમાં શસ્ત્રો વડે અત્યંત સંતાપ પામ્યા છતાં સામે મેઢે મરણ કરે છે. પણ શું શત્રુ તરફ પૂઠ ફેરવી રણથી પરામુખ થાય છે? તેવી રીતે પરમ વીતરાગીઓનું શરણું ગ્રહણ કરનાર પુરુષ અશુભ કર્મને અતિ પ્રહારથી દેહ ત્યાગ કરે છે, પણ દીન કે કાયર થઈ જતું નથી.
કેઈ જિનલિંગધારી ઉત્તમ પુરુષને દુષ્ટ વેરીઓએ ચારે તરફ અગ્નિ લગાડી બાળી નાખ્યા છે. તે વચનઅગોચર ઘેર વેદના ભેગવતાં, અગ્નિથી ચારે તરફ દાઝતાં છતાં પિતાનું દેવું પડી જાય છે એમ જાણી, પંચ પરમ ગુરુના શરણ સહિત ધીરજ ધારણ કરીને બળી ગયા, પણ કાયર થઈ ગયા નથી; એ આત્મજ્ઞાનને પ્રભાવ છે !
આ દેહથી ભિન્ન, અવિનાશી, અખંડ, જે જ્ઞાન સ્વભાવને અનુભવ કર્યો છે, તે અનુભવનું ફળ અકંપપણું, નિર્ભયપણું જ છે. મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની પણ પરલોકના સુખને માટે ધીરજ ધારણ કરે છે, વેદના વખતે કાયર થતા નથી; તે સંસારનાં સમસ્ત દુઃખને નાશ કરવાને ઈચ્છનાર, જિન ધર્મને ધારણ કરનાર તમે કાયર થઈને આત્મકલ્યાણને બગાડીને, ઉજજવળ યશને મલિન કરીને દુર્ગતિને પાત્ર કેમ થાઓ છે ? હવે સાવધાન થાઓ.
Page #379
--------------------------------------------------------------------------
________________
સમાધિ-સાપાન
૩૫૮
ધર્મનું શરણુ ગ્રહણ કરીને કર્મથી ઊપજેલી વેદના ઉપર વિજય મેળવે. આવેા અવસર અનંત ભવામાં પણ મળ્યા નથી. કાંઠે આવેલું વહાણુ પ્રમાદી રહેશે તે ડૂબી જશે. આવા ભવમાં, જે જ્ઞાનના અભ્યાસ કર્યાં, શ્રદ્ધાની ઉજ્વલતા કરી, તપ, ત્યાગ નિયમ ધારણ કર્યાં, તે બધાં આ અવસરને માટે ધારણ કર્યાં હતાં. હવે અવસર આવ્યે શિથિલ થઈ ભ્રષ્ટ થશે, તે ભ્રષ્ટ થઈને સમતા છોડ્યા છતાં રાગ તથા વેદના તેમજ મરણ તેા ટળનાર નથી. પેાતાના આત્માને માત્ર દુર્ગતિરૂપ અજ્ઞાનમય કાઢવના ખાડામાં ડુબાવશે.
મરકી, રાગ, દુષ્કાળના પ્રસંગ આવી પડે કે ભયાનક વનમાં ભૂલા પડાય, ટાળી શકાય નહીં તેવા અચૂક ભય આવી પડે કે તીવ્ર રોગ, વેદના ઉત્પન્ન થાય તે વખતે ઉત્તમ કુળમાં ઊપજેલા પૂજ્ય પુરુષો મરણુ સ્વીકારે, પણ નીચ પુરુષાની પેઠે નિંદવા લાયક આચરણુ કદાપિ આચરે નહીં. મરકીના ડરથી મદિરા પીવે નહીં. દુષ્કાળમાં કંઇ ખાવાનું ન મળે તે પણ માંસભક્ષણ ન કરે, ડુંગળી આદિ અભક્ષ્ય ન ખાય; નીચ ચંડાળ આદિની એંડ ન ખાય. ભય આવી પડે તેાપણુ મ્લેચ્છ કે ભીલ ન થઈ જાય. કુકર્મ, હિંસા આદિ ન કરે. તેવી રીતે રોગ આદિનો અત્યંત ત્રાસ ઊપજે, તેપણ શ્રાવકધર્મ ધારણ કરનાર જૈનધર્મી, કદાપિ પેાતાના ભાવ વિકારવાળા થવા ન દે. ધર્મની, ત્યાગની, વ્રતની, સાધર્મીઓની પ્રભાવના, પ્રશંસા થાય એ પ્રકારની ઇચ્છા રાખી, અંતકાળમાં પોતાની શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રની ઉજ્જવળતા જ પ્રગટ કરે છે. તે પુરુષના જન્મ સફળ થાય છે; વ્રત, તપ, ધર્મ સફળ થાય છે; જગતમાં પ્રશંસા પામે
Page #380
--------------------------------------------------------------------------
________________
૩પ૦
સલેખન-સહાય-ઉપદેશાદિ છે; મરણ થયે ઉત્તમ દેવલેકમાં ઊપજે છે; મનુષ્ય થાય તે ઉત્તમ પદવી પામે છે; ઘેર વેદના, આફત આવતાં પણ મેરુ પર્વતની પેઠે અચળ રહે છે, અને સમુદ્ર જે ગંભીર રહે છે.
હે ધર્મના આરાધક ! ઘણી ઘર વેદના આવે તે પણ તમે આકુળ વ્યાકુળ ન થાઓ. આ કાયાથી ભિન્ન, પિતાના જ્ઞાયક સ્વભાવને અનુભવ કરે. વેદનાને ઉદય તીવ્ર હોય ત્યારે પૂર્વે થઈ ગયેલા, વેદનાને જીતનારા ઉત્તમ પુરુષનું ધ્યાન કરે કે અહો આત્મન ! પૂર્વના સાધુ પુરૂષો સિંહ, વાઘ આદિ દુષ્ટ પ્રાણીઓની દાઢમાં ચવાયા છતાં આરાધનામાં તલ્લીન રહ્યા હતા. તેને તે શી વેદના છે?
અતિ કેમળ અંગના ધારક અને તત્કાળ દિક્ષા લીધેલા એવા સુકુમાલ સ્વામીને શિયાળ પિતાનાં બે બચ્ચાં સહિત ત્રણ રાતે અને ત્રણ દિવસ સુધી પગથી ખાતી ખાતી પેટ સુધી પહોંચી અને પેટ ફાડયું ત્યારે મરણ થયું. આવા ઘર ઉપસર્ગને સહન કરીને પરમ ધીરજ ધારણ કરીને તેમણે ઉત્તમ અર્થ સાથે.
સુકોશલ સ્વામીને, માતાને જીવ જે વાઘણ થયું હતું તેણે, ફાડી ખાધા, તે પણ ઉત્તમ આત્માર્થથી ડગ્યા નહીં.
સનકુમાર નામના મહા મુનિને ખાજ, જવર, ખાંસી, શેષ, તીવ્ર ભૂખની વેદના તથા ઊલટી, નેત્રશૂળ, ઉદરશૂળ આદિ અનેક રેગ ઊપજ્યા હતા, તેની ઘેર વેદના સે વર્ષ સુધી સમતાભાવે ભેગવી પણ ધીરજ તજી કાયર થયા નહીં.
રાણિકપુત્ર ગંગા નદીમાં નાવમાં ડૂબી ગયે, પરંતુ આરાધના તજી નહીં.
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૬૦
સમાધિ-સે પાન ભદ્રબાહુ નામના મુનિને તીવ્ર ભૂખને રેગ ઊપજ્યો હતે, તે પણ ઊણેદરી નામના તપની પ્રતિજ્ઞા કરી આરાધનાથી ડગ્યા નહીં.
લલિતઘંટા નામે પ્રસિદ્ધ બત્રીસ મુનિઓ કૌશાંબીમાં નદીના પ્રવાહમાં તણાઈ ગયા, તે પણ આરાધના–મરણ કર્યું.
ચંપાનગરીની બહાર ગંગાને કિનારે ધર્મષ નામના મુનિએ એક માસના ઉપવાસની પ્રતિજ્ઞા કરી, તીવ્ર તરસની વેદનાથી પ્રાણ તજ્યા, પણ આરાધનાથી ડગ્યા નહીં.
પૂર્વજન્મના વેરી દેવે પિતાની વિક્રિયાથી ટાઢની ઘર વેદન ઉત્પન્ન કરી તેપણ શ્રીદત્ત નામના મુનિ ક્લેશરહિત રહ્યા અને ઉત્તમાર્થ સાધ્યું.
વૃષભસેન નામના મુનિએ તપેલી શિલા ઉપર ગરમ લૂ જેવા પવનમાં, સૂર્યના સખત તડકામાં આરાધનાને ધારણ કરી.
હેડનગરમાં અગ્નિ નામના રાજપુત્રને કચ નામના શત્રુએ શક્તિ નામનું આયુધ માર્યું, ત્યારે પણ તેમણે આરાધના ધારણ કરી હતી.
કાકંદી નામની નગરીમાં અભયશેષ નામના મુનિનાં સર્વ અંગેને ચંડવેગ નામના વેરીએ છેલ્લાં હતાં. તે વખતની ઘેર વેદનામાં પણ તેમણે ઉત્તમાર્થ સાધ્યું.
વિદ્યચ્ચર નામના ચારને ડાંસ મચ્છર કરડતા હતા તે પણ સંલેશ પરિણામ રહિત મરણ કરીને તેણે નિજ ઉત્તમાર્થને સાધ્ય કર્યો.
Page #382
--------------------------------------------------------------------------
________________
૩૬૧
સલેખના-સહાય-ઉપદેશાદ
ચિલાતપુત્ર નામના મુનિને પૂર્વના વેરીએ શસ્ત્રો વડે ઘા માર્યા, તે ઘામાં મેટો કીડા પડ્યા અને ચાળણું જેવાં કાણાં કાણું બધું કરી દીધાં તેપણ સમભાવથી ભારે વેદના સહન કરીને તેમણે પરમાર્થપ્રાપ્તિ સાધી.
દંડ નામના મુનિને યમુનાવક નામના પૂર્વના વેરીએ બાણ વડે વીંધી નાખ્યા તેની ઘર વેદના હોવા છતાં સમભાવથી આરાધના–મરણ પ્રાપ્ત કર્યું.
કુંભકારકટ નામના નગરમાં અભિનંદન આદિ પાંચ મુનિએ ઘાણીમાં પિલાયા છતાં સમભાવથી ડગ્યા નહીં.
ચાણિક્ય નામના મુનિને ગાયને રહેવાના ઘરમાં સુબંધ નામના શત્રુએ અગ્નિ લગાડી બાળી નાખ્યા; પરંતુ પ્રાપગમન સંન્યાસથી (સંથારાથી) તે ચળ્યા નહીં.
કુલાલ નામના ગામની બહાર વૃષભસેન નામના મુનિને સંઘસહિત રિછામ નામના વેરીએ અગ્નિ લગાડી બાળી મૂક્યા, છતાં તે પરમ વીતરાગતાથી આરાધનાને પ્રાપ્ત થયા.
હે આરાધના આરાધનાર ! હૃદયમાં ચિંતવન કરે, આટલા બધા મુનિઓએ એક્લા, સહાય વગર, ઉપાયઇલાજ રહિત, વૈયાવૃત્ય (સેવાચાકરી) રહિત છતાં પરમ ધીરજ ધારણ કરી, કાયરતા રહિત સમભાવથી ઘર ઉપસર્ગમાં આરાધના સાધી. અહીં તમારે શું ઉપસર્ગ છે? સમસ્ત સાધમીજને વૈયાવૃત્યમાં તત્પર છે, તે પણ તમે ફ્લેશિત થઈ રહ્યા છે. આ મેટા પુરુષ થઈ ગયા તેમને કોઈ મદદ કરનાર નહેતું, કઈ સેવાચાકરી કરનાર નહોતું, એકલા
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૬૨
સમાધિ-સે પાન હતા, તેમના ઉપર દુષ્ટ વેરીઓએ ઘેર ઉપસર્ગ કર્યા, અગ્નિમાં બાળ્યા, પર્વત ઉપરથી ફેંકી દીધા, શસ્ત્રોથી ઘા કર્યા, તથા તિર્યએ ફાડી ખાધા, જળમાં ડુબાડ્યા, કુવચનથી ઘર ઉપદ્રવ કર્યા તે પણ તેમણે સમતાભાવ તળે નહીં. તમને ઉપસર્ગ નડ્યો નથી, અને ધર્મને ધારણ કરનાર, દયાળુ, ધીરજવાળા, પરમ હિતેપદેશમાં ઉદ્યમી, સર્વ પ્રકારની વૈયાવૃજ્યમાં ઉદ્યમી, સર્વ સહાય કરનાર હાજર છે, તે અત્યારે કંઈ આકુળતાનું કારણ નથી. ટાઢ, તાપ, પવન, વરસાદ વગેરેને ઉપદ્રવ નથી. આ વખતમાં પણ શિથિલ કેમ થયા છો? રોગથી ઉત્પન્ન થયેલી, અશક્તિથી જણાતી ભૂખ-તરસ વગેરેની વેદનામાં પરિણામ–ભાવ ન રાખે; સાધમજનના મુખથી કહેવાતાં જિનેંદ્રનાં વચનરૂપ અમૃતનું પાન કરો. તેથી સઘળી વેદનારૂપ વિષને અભાવ થઈ પરિણામ ઉજજ્વળ થશે, પરમ ધર્મ પ્રત્યે ઉત્સાહ ઊપજશે, પાપની નિર્જરા થશે, કાયરતા દૂર થશે. | વેદનાના વખતે, ચારે ગતિમાં જે દુઃખ ભેગવ્યાં છે, તેનું ચિંતવન કરો. આ સંસારમાં પરિભ્રમણ કરતા જીવે શાં શાં દુઃખ નથી ભેગવ્યાં? અનેક વાર ભૂખનાં દુઃખથી, તરસની વેદનાથી મરણ કયાં છે, અનેક વાર અગ્નિમાં બળી મર્યો છે, અનેક વાર જળમાં ડૂબી મર્યો છે, ઝેર ખાઈને મર્યો છે, અનેક વાર સિંહ, સાપ, કૂતરાં આદિને કરડવાથી મર્યો છે, શિખર ઉપરથી પડીને મર્યો છે, શસ્ત્રોના ઘાથી મર્યો છે અત્યારે શું દુઃખ છે? - જે દુખ નરક તિર્યંચમાં લાંબા કાળ સુધી જીવે ભગવ્યાં છે, તે જ્ઞાની ભગવાન જ જાણે છે. અહીં અત્યારે
Page #384
--------------------------------------------------------------------------
________________
સહલેખના-સહાય-ઉપદેશાદિ
૩૬૩ કંઈક વેદના બહુ અ૫ કાળની આવી છે, માટે ધીરજ ન છેડે. જે ઘેર વેદના કર્મને આધીન થઈને ચારે ગતિમાં ભેગવી છે, તેનું વર્ણન કરે છે વડે કરતાં અસંખ્યાત કાળ સુધીમાં પણ પૂરું થાય એમ નથી.
નરકમાં જે દુઃખની સામગ્રી છે, તે જાતની કઈ વસ્તુ અહીં નથી. તેથી તેને કઈ ઉપમા આપી દેખાડી શકાય? ભગવાન જ્ઞાની જ જાણે છે. પાંચમી નરક સુધીનાં ઉષ્ણ બિલેમાં એટલી બધી ગરમી હોય છે કે મેરુપર્વત જેવડો લેઢાને ગળે પડતું મૂકીએ તે નરકની જમીન પર પહોંચતાં જ ઓગળીને પાણીની પેઠે વહી જાય. અહીં તમને રોગને લીધે કેટલીક ગરમી જણાય છે? પાંચમી નરકને ત્રીજો ભાગ અને છઠ્ઠી, સાતમી નરકપૃથ્વીનાં બિલમાં એટલી બધી ટાઢ છે કે સુમેરુ પર્વત જેટલા લેઢાના ગેળાના ત્યાંની ટાઢથી બંડખંડ કટકે કટકા થઈ જાય છે, આવી વેદના આ જીવે ઘણા લાંબા કાળ સુધી ભોગવી છે. અહીં મનુષ્યભવમાં ટાઢિયા તાવ આદિથી ઊપજેલી ઠંડી કે શિયાળાની ટાઢ કેટલીક હોય છે? જવર આદિ રોગથી ઊપજેલી કે તરસથી ઊપજેલી કે ઉનાળાની ગરમીની વેદના અહીં કેટલીક હોય છે? આ ટાઢ કે તાપની વેદના તે અ૫ કાળની છે, તે ધર્મને ધારક અને મમત્વ તજનારે સમભાવથી શું ન ભેગવવી જોઈએ? આ અવસર સમભાવથી પરિષહ સહન કરવાનું છે. ક્લેશ પામશે તેપણ કર્મને ઉદય છેડે એમ નથી; ગમે ત્યાં ભગવાશે. આપઘાતાદિકથી મરશે તે નરકમાં અનંતગણું, અસંખ્યાતકાળ સુધીની વેદના ભેગવવી પડશે.
Page #385
--------------------------------------------------------------------------
________________
3१४
સમાધિ-સે પાન પાપના ઉદયથી નારકીઓને સ્વાભાવિક જ શરીરમાં કરડે રેગ સદાય હોય છે. નરકની ભૂમિને સ્પર્શ જ કરે વીંછીઓના ડંખથી અધિક વેદના ઉપજાવનાર છે. નારકીને ભૂખની વેદના એટલી બધી છે કે, આખી પૃથ્વીનાં અન્નાદિ ભક્ષણ કર્યાથી પણ શમે નહીં. છતાં એક કણ પણ ખાવાને મળતું નથી. તરસની વેદના એવી છે કે બધા સમુદ્રનું પાણી પીધાથી પણ છીપે નહીં. પણ એક ટીપું પણ પીવાને મળતું નથી. નરક પૃથ્વીની દુર્ગધવાળી માટી એવી છે કે, પહેલી પૃથ્વીના પહેલા પટલમાંથી એક કણ માટી અહીં મનુષ્ય લેકમાં આવી જાય તે અડધા અડધા કોશ સુધીનાં પંચેન્દ્રી મનુષ્ય, તિર્યંચ એ દુર્ગધથી મરી જાય. બીજા પટલના કણથી એક કેશ સુધીનાં મનુષ્યાદિ મરી જાય, એમ અડધો અડધે કેશ વધતાં સાતમી નરકના ઓગણપચાસમા પટલની માટી એવી ગંધાતી છે કે, તેને એક કણ જે અહીં આવે તે સાડી એવીશ કેશ સુધીનાં મનુષ્ય તિર્યંચ દુર્ગધથી પ્રાણ રહિત થઈ જાય. એવી જ રીતે નારકીનાં રસ, રૂપ, શબ્દ વગેરે અનુભવાયાથી દુઃખ થાય છે, તે વચન–અગેચર છે; કેવળજ્ઞાની જ જાણે છે.
બહુ આરંભ, બહુ પરિગ્રહના પ્રભાવથી, સાત વ્યસને સેવવાથી, અભક્ષ્ય ભક્ષણ કરવાથી, હિંસાદિ પાંચ પાપમાં તીવ્ર રાગ હોવાથી ઉપર જણાવ્યાં તેવાં ઘોર દુઃખને પાત્ર નારકી જીવ થાય છે. નારકીઓનું માનસિક દુઃખ અપાર હોય છે. નારકીઓને શરીરનું દુઃખ, ક્ષેત્રથી ઉત્પન્ન થતું દુઃખ, પરસ્પર સામસામી ઉપજાવેલું દુઃખ, અસુરેએ ઉપજાવેલું દુઃખ વચન વડે કહ્યું જાય તેમ નથી, તેને વિચાર
Page #386
--------------------------------------------------------------------------
________________
સહલેખના-સહાય-ઉપદેશાદિ
૩૬૫
કરો. નરકમાં આયુષ્ય પૂર્ણ થયા વિના મરણ થતું નથી.
તિર્યંચા (ઢાર પશુ વગેરે) ને અને રોગી, ગરીબ મનુષ્યોને પાપના ઉયથી જે તીવ્ર દુ:ખ ભોગવવું પડે છે તે તમે પ્રત્યક્ષ દેખા જ છે. તેનું શું વર્ણન કરીએ?
વચન રહિતપણાનાં, ભૂખનાં, તરસનાં, ટાઢનાં, તાપનાં, મારનાં, ઘણા ભાર ભર્યાનાં, નાક છેદ્યાનાં, નાથે ખાંધ્યાનાં ઘાર દુઃખ હોય છે; ખાવાનું, પીવાનું, ચાલવાનું, બેસવાનું, ઊડવાનું તેને પાતાને આધીન નથી; કોઈને સુખ દુઃખના અભિપ્રાય જણાવી ઉપાય-ઉદ્યમ કરવાનું જેનાથી અને એમ નથી; આને ઘેર રહેવું, આને ઘેર ન રહેવું તે તેના પેાતાના હાથની વાત નથી. ચંડાળ, મ્લેચ્છ, નિર્દયીને આધીન પણ રહેવું પડે. બ્રાહ્મણ આદિને આધીન રહેવું પડે. કાઈ અનેક પ્રકારના માર મારે. કોઈ ખાવાને ઘાસ નીરે નહીં અથવા ઘેાડું નીરે, અને ભાર વધારે ખેંચાવે તે પણ રાજા આદિકની પાસે જઈને ફરિયાદ કરવાનું સામર્થ્ય નથી. કેઈ દયા લાવીને ઉપરાણું લઈ શકે નહીં. નાક ગળી જાય, ખાંધ ગળી જાય, પીઠ કપાઈ જાય, હારા કીડા પડે તે પણ પથરા વગેરેના ખૂંચે તેવા ભાર ભરે અને ભાર ઉપાડીને ચાલી શકાય નહીં તેા મર્મ સ્થાનમાં સાટકાના કે લાઢાની અણીદાર આરના કે લાકડીના કે સાટીના માર મારે. કુવચના વડે સંતાપ ઉપજાવી પરાણે ચલાવે છે. નાસિકા આદિ મર્મસ્થાનમાં એવાં દોરડાં, સાંકળ કે ચામડાંની નાડીથી ખાંધે છે કે હાલી ચાલી શકાય નહીં; આવાં તિર્યંચગતિનાં પ્રત્યક્ષ દુઃખા દેખા છે. તમારે તે શું દુઃખ છે?
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૬૬
સમાધિ-પાન જળચર, નભચર, વનચર જીવો પરસ્પર મારી ખાય છે. સંતાયેલાં નિર્બળ પ્રાણીને ખેળી ખોળીને બળવાળાં પ્રાણી ખાઈ જાય છે. શિકારી, ભીલ, મચ્છીમાર, વાઘરી દેખતાં જ જ્યાં નાસી જાય ત્યાંથી પકડી લાવી મારે છે, ચીરે છે, કટકા કરે છે, રાંધે છે, શેકે છે, કેણુ દયા કરે ? પૂર્વ ભવમાં દયા પાળી નથી, ધનના લેભી થઈને અનેક જાઠ, છળ-કપટ ક્યાં તેનું ફળ તિર્યંચ ગતિમાં ઉદય આવે છે, તેને અત્યારે વિચાર કરે.
મનુષ્ય ભવમાં ઇષ્ટના વિયેગનું, અનિષ્ટ કે દુષ્ટના સંગનું નિધન થવાનું પરાધીન કેદખાને પડવાનું અપમાનનું, ત્રાસનું, મારનું, ઘાતનું, રોગાદિ ઘર વેદનાનું વૃદ્ધાવસ્થાનું આંધળા, બહેરા, લૂલા, બોબડા, હૂંઠા થવાનું ભૂખનું, તરસનું, ટાઢનું, તાપનું, ગરમીનું, નીચ કુળ, નીચ ક્ષેત્ર આદિમાં ઊપજવાનું અંગ ઉપાંગ ગળી જવાનું, સડી જવાનું, વાંછિત આહાર નહીં મળવાનું ઘેર દુઃખ માણસે ભગવે છે, તેને વિચાર કરો. અહીં તમારે શું દુઃખ છે ?
નરક તિર્યંચ ગતિનાં દુખ તે અપાર છે, પરંતુ મનુષ્ય ગતિમાંય પાપના ઉદયથી માનસિક દુખ પણ અજ્ઞાન ભાવથી કષાયરૂપ અભિમાનને વશ પડેલા જીને અપાર હોય છે. કર્મ મહા બળવાન છે. જેનું વચન પણ મસ્તકમાં તીર્ણ શૂળ જેવી વેદના ઉપજાવે એવા મહા દુષ્ટ, મહા વક, અન્યાયમાર્ગને ત્યાં કર્મ કરીને જન્મવું પડે છે. તેને રાત દિવસ ત્રાસ ભેગવ પડે છે, અને ભયભીત રહેવું પડે છે. જે ઉપકાર કરનાર હોય, પ્રિય હોય, જેને લઈને જીવન સફળ માનતા હોઈએ એવાં સ્ત્રી, પુત્ર, મિત્ર,
Page #388
--------------------------------------------------------------------------
________________
સલેખના-સહાય-ઉપદેશાદિ
૩૬૭ સ્વામી, સેવક આદિને વિયેગ થાય, નાની વયમાં પુત્રી વિધવા થાય, આજીવિકા તૂટી જાય, ધન લૂંટાઈ જાય, અતિ નિર્ધન અવસ્થા આવે, પેટ ભરાય તેટલું પણ ભેજન ન મળે. સ્ત્રી દુષ્ટ હેય, પુત્ર કપૂત નીકળે, બાંધવામાં તિરસ્કાર થાય, ગુણની કદર કરનાર સ્વામીને વિયેગ થાય, પિતાના અપવાદ ફેલાય, કુળને કલંક લાગે, વગેરે મહા દુઃખ ભેગવવાં પડે છે. તેથી હે ધીર! અહીં સંન્યાસના અવસરે ઊપજતી કિંચિત્ માત્ર વેદના શા હિસાબમાં છે? કર્મના ઉદયે મનુષ્ય જન્મમાં અગ્નિમાં કઈ બળી મરે છે, સિંહ, વાઘ, સાપ, દુષ્ટ, હાથી વગેરે મારી નાખે છે, હાથ, પગ, કાન, નાક છેદે છે; શૂળીએ ચઢાવે છે; આંખ ફેડી નાખે છે; જીભ ખેંચી કાઢે છે; એમ પાપકર્મના ઉદયથી મનુષ્ય ભવમાં પણ ભારે દુખ જી ભગવે છે.
દુષ્ટ દુશ્મને ડાંગથી, મુગરથી, ચાબુકથી, તલવાર ભાલા આદિ શસ્ત્રોથી, લાત મુક્કી આદિ કચ્ચર મારથી, હાડકાં ઉતારી નાખે, ભાંગી નાખે, બાળી નાખે વગેરે દુઃખ પરાધીનપણે ભેગવ્યાં છે. જે સ્વાધીનપણે કર્મના ઉદયે ઊપજતા ત્રાસને સમભાવથી એક વાર ભેગવાય તે ફરી દુઃખને પાત્ર થશે નહીં. સમસ્ત રેગ અનેક વાર ભગવ્યા છે. હવે તમારે આ રેગ તે ઝટ નિર્જરી જશે. રોગ વગર આવા જીર્ણ, દુષ્ટ શરીરથી છૂટવાનું નથી, દેહ ઉપરની મમતા ઘટતી નથી, ધર્મમાં પ્રીતિ વધતી નથી. તેથી રેગથી ઊપજતી વેદનાને પણ ઉપકાર કરનારી જાણું રાજી થાઓ.
હે ધીર! જે દુઃખ તમે સંસારમાં ભગવ્યાં છે તેના અનંતમા ભાગ જેટલું પણ અત્યારનું તમારું આ દુઃખ
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૬૮
સમાધિ પાન નથી. હવે આ અવસરે કાયર થઈને ધર્મને કેમ મલિન કરે છે? કર્મને આધીન થઈને ચારે ગતિમાં ઘર વેદના તમે ભેગવી છે, તે અહીં ધર્મરૂપ તપ, વ્રત, સંયમ ધારણ કરતાં વેદના ભોગવવાને ભય શાને રાખે છે? કર્મને વશ થઈને જે વેદના અનંત વાર ભેગવી છે તે ધર્મની રક્ષાને માટે એક વાર જે સમભાવથી સહન કરે તે ઘણી નિર્જરા થઈ જાય. હે ધીર! તમે ભય રહિત રહે, કે ભય સહિત રહો, ઉપાય કરે કે ન કરો, પ્રબળ ઉદયવાળું કર્મ તે રોકાય એમ નથી. ઇલાજ તે કર્મને મંદ ઉદય થાય ત્યારે કામ કરે છે. પાપને પ્રબળ ઉદય હોય ત્યારે બહ અક્સીર દવા બહુ કાળજીથી કરીએ તે પણ તે વેદનાને નાશ કરી શકે નહીં. જે અસંયમી યોગ્ય-અયોગ્ય સર્વ ભક્ષણ કરનારા ત્યાગ–વ્રત રહિત રાત દિવસ સમસ્ત ઉપાય કરે છે, તે પણ પ્રબળ ઉદયને લીધે રોગરહિત હોતા નથી; તે તમે સંયમ–ત્રત સહિત, અગ્યના ત્યાગી થઈને આકુળવ્યાકુળ બની કેમ ઉપાય કરવા ઈચ્છે છે?
રાજાના જેટલી સામગ્રી કેની પાસે હોય? જેને ભક્ષ્ય–અભક્ષ્ય, મેગ્ય-અગ્યને વિચાર નથી, હિંસાનું કારણ એવા મહા આરંભ કરવાને જેને ભય નથી, દયા નથી; મોટા મેટા ધવંતરી સરખા વૈદ્ય અને અનેક ઔષધિ હોય તેપણ કર્મના ઉદયે ઊપજેલી વેદના દૂર થઈ શકતી નથી. તે ત્યાગી, વતી તમે અને દયાવાળા, વ્રતવાળા સેવા–ચાકરી કરનારા તમારે રોગ કેવી રીતે દૂર કરશે? સમસ્ત વેદનાને દૂર કરનાર જિનેન્દ્રના વચનરૂપ ઔષધ ગ્રહણ કરે. પરમ સમતાભાવરૂપ અભેદ્ય બખ્તર ધારણ કરે.
Page #390
--------------------------------------------------------------------------
________________
સલેબન-સહાય-ઉપદેશાદ
૩૬૮ પૂર્વકર્મને ઉદયરૂપ રસને સમભાવથી ભેગવે, તેથી અશુભ કર્મની નિર્જરા થઈ જશે અને નવીન કર્મને બંધ નહીં થાય. મરણ તે એક ભવમાં એક વાર આવવાનું જ છે; પરંતુ સંયમ સહિત મરણ કરવાને અવસર તે અહીં પ્રાપ્ત થયે છે, તેથી ભારે હર્ષ સહિત મરણને ભેટો; જેથી અનેક વાર જન્મ-મરણ કરવાં મટી જાય. હવે થોડું જીવવાનું છે એમાં ધર્મ છોડી આર્ત (દુઃખના લેશવાળાં) પરિણામ ન કરે. અશુભ કર્મને રોકવાને ઈન્દ્રાદિ સહિત સર્વ દેવે સમર્થ નથી તે અ૫ શક્તિધારી આ મનુષ્ય શી રીતે રોકી શકશે? જે વૃક્ષને ભાંગવાને મેટો હાથી સમર્થ નથી તેને બિચારું નિર્બળ સસલું કેવી રીતે ભાંગી નાખે? જે નદીના પ્રબળ પ્રવાહમાં, મહા ભારે કાયાવાળ બળવાન હાથી તણાતે ચાલ્યા જાય, તેવા પ્રવાહમાં સસલું વહ્યું જાય એમાં શું આશ્ચર્ય છે? જે કર્મના ઉદયને તીર્થંકર, ચકવર્તી, નારાયણ, બળદેવ અને દેવે સહિત ઈન્દ્ર પણ રેવાને સમર્થ નથી, તે કર્મને બીજો કેણ રેકવા સમર્થ છે? કર્મના ઉદયને અરેક જાણી અશાતાના ઉદયમાં ફ્લેશવાળા ન થાઓ; શૂરવીરપણું ગ્રહણ કરે; સમભાવથી કર્મની નિર્જરા કરે. કર્મના ઉદય વખતે દુઃખી થશે, રેશ, વિલાપ કરશો, દીનતા દર્શાવશે, તોપણ વેદના મટશે નહીં કે ઘટશે નહીં; ઊલટી વધશે જ. ધર્મ, વ્રત, સંયમ, યશ નાશ પામશે. આર્તધ્યાન કરવાથી ઘેર દુઃખ ભેગવનાર તિર્યંચમાં જઈને ઊપજશે; આમાં સંશય નથી. '
- અશાતાના ઉદયમાં સુખને માટે રચવું, વિલાપ કરે, દીનતા કરવી તે તેલને માટે રેતી પીલવા જેવું છે ઘીને
૨૪
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૭૦
સમાધિ-સાપાત
માટે પાણી લાવવા જેવું કે ચાખા કાઢવા થોથાં ખાંડવા જેવું નિરર્થક માત્ર પરિશ્રમ આપનારું કાર્ય છે; નવાં તીવ્ર કર્મ બાંધવાનું નિમિત્ત છે.
જેવી રીતે કોઈ પુરુષે અજ્ઞાનભાવથી પૂર્વ અવસ્થામાં કોઇની પાસેથી દેવું કરીને ધન આણી વાપર્યું હોય, તે માસ કરાર પ્રમાણે માગે ત્યારે ન્યાયમાર્ગો શાહુકાર તા ખુશીથી ઋણ ચુકાવી, માથેથી ભાર ઊતર્યાં જાણી સુખી થાય છે. તેવી રીતે ધર્મને ધારણ કરનાર પુરુષ તેા કર્મના ઉદયે આવેલાં રાગ, ગરીબાઈ, ઉપસર્ગ, પરિષદ્ધ ભાગવવાથી દેવું પતે છે, એમ જાણી સુખી થાય છે ને એમ વિચારે છે કે અત્યારે પૂર્વકર્મના ઉદય આવ્યો તે ઠીક થયું, સારા વખતમાં આવ્યો, અત્યારે મારી પાસે જ્ઞાનરૂપી ધન પુષ્કળ છે, ભગવાન પંચ પરમેષ્ઠીનું શરણુ છે, સાધી ભાઈઓની માટી સહાય છે; તેથી દેવાના ભાર ઉતારી નિરાકુળ સુખ પામીશ.
પોતાના કષાય આઢિ ભાવથી ખાંધેલાં કર્મ એવાં અળવાન છે કે, ઋદ્ધિના, વિદ્યાના, બાંધવાના, ધનસંપદાના, શરીરને, મિત્રાના, દેવદાનવાદિની મદદના, બળને અડધી ક્ષણમાં નાશ કરે છે. કર્મરૂપી દેવું ભગવ્યા વિના છૂટ નહીં. રાગ, શાક, જન્મ, મરણુ બીજા કેાઈને ઉદય ના આવ્યાં હોય અને તમારે જ ઉદય આવ્યાં હોય તેા દુઃખી થવું યાગ્ય છે. ભૂખ, તરસ, રાગ, વિયેાગ, જન્મ, જરા, મરણ કોને ઉદયના અવસરે ત્રાસ આપતાં નથી ? સમસ્ત સંસારી જીવેાને ઉદયમાં આવે છે. મરણ સર્વને માથે છે.
Page #392
--------------------------------------------------------------------------
________________
સલેખના-સહાય-ઉપદેશાદિ
૩૭૧ ચારે ગતિઓમાં કર્મને ઉદય આવે છે. તેથી પૂર્વે બાંધેલાં કર્મ ઉદયમાં આવે ત્યારે આકુળતા તજી પરમ ધીરજ ધારણ કરો. સમભાવથી કર્મો ઉપર જય મેળવે. સર્વ દુઃખ ઉપર વિજય મેળવવાના અવસરે હવે ખેદ કેમ કરો છે? સમ્યક દ્રષ્ટિ તે સદાય સમાધિમરણની જ વાંછા કરે છે. આ તે મહા દુર્લભ અવસર પ્રાપ્ત થયું છે. સમસ્ત દુઃખને નાશ કરવાનો અવસર મુશ્કેલીથી મળે છે. તે ઉત્સાહના અવસરે ખેદ કર ઘટે નહીં. આ અવસર ચૂકશે તે ફરી અનંત કાળમાં નહીં મળે. અહિત, સિદ્ધ, આચાર્ય આદિ ભગવાન પરમેષ્ટી અને સમસ્ત સાધમ એની સાખે જે ત્યાગ, સંયમ ગ્રહણ કર્યો છે, તે ત્યાગ વ્રતને લંગ કરવાથી, પંચ પરમેષ્ટીથી વિમુખતા થાય છે, સમસ્ત ધર્મને લેપ થાય છે, ધર્મને દૂષણ લાગે છે, ધર્મ માર્ગની વિરાધના થાય છે, પિતાના બને લેકને નાશ થાય છે. અને મરણ તે અવશ્ય થશે જ. મરણ અને દુઃખ તે વ્રત સંયમને ભંગ કર્યા છતાં દૂર થનાર નથી. જે કાર્ય (દસ્તાવેજ વગેરે) રાજાની અને એની સાક્ષીએ કોઈ કરે અને પછી વાંકું બોલે, ફરી જાય તે તે તીવ્ર દંડને પાત્ર થાય છે; મહા અપરાધી ગણાય છે; બધા લેકમાં તે તિરસ્કાર, ધિક્કાર પામે છે. પર લેકમાં અનંતકાળ પર્યત અનંત જન્મ, મરણ, રેગ, શેક, વિયેગને પાત્ર થાય છે. ત્યાગની પ્રતિજ્ઞા કરીને ભંગ કરે તે મહા અપરાધ છે. જે ત્યાગ નથી કરતે તે તે અનાદિનો સંસારી છે જ; તે ત્યાગ, સંયમ, વ્રત પામ્ય જ નથી. જે ત્યાગ કરીને પછી વ્રત, સંયમ, સંન્યાસ (સંથારે) બગાડે છે તેને ધર્મવાસના અનંતાનંત કાળમાં દુર્લભ થઈ પડે છે.
Page #393
--------------------------------------------------------------------------
________________
સમાધિ-સાપાન
આહારની લાલસા તે બહુ નિંદવા લાયક છે. ઉત્તમ પુરુષ તે ભૂખની વેદનાને પ્રાણ હરનારી જાણી, ભૂખના ઉપાય જેટલેા જ આહાર લે છે. તે પણ ભારે લજ્જારૂપ છે. આહારની કથાને દુર્ધ્યાન કરાવનારી જાણી તેને ત્યાગ કરે છે. આ હાડ-માંસમય દેહ આહાર વિના રહે નહીં, અને દેહ વિના તપ, વ્રત, સંયમરૂપ રત્નત્રય માર્ગ પળે નહીં; તેથી રત્નત્રયના પાલન માટે રસવાળા કે નીરસ, જેવા કર્માનુસાર મળે તેવા ઉજ્જવળ આહાર લઇ ઉદર પૂરે છે. રસના (જીભ) ઇન્દ્રિયની લંપટતા કદી સેવતા નથી. મનુષ્ય જન્મની સફળતા તેા આહારની લંપટતાને જીતવાથી જ છે. તિર્યંચગતિમાં તેા આહારની લંપટતાથી બળવાન હાય તે નિર્બળને ખાઈ જાય છે કે પરસ્પર ભક્ષણ કરે છે; માતા પુત્રનું ભક્ષણ કરે છે. મનુષ્ય ગતિમાં પણ નીચ, ઉચ્ચ જાતિના ભેદ, સર્વ આચારના ભેદ ભાજનના નિમિત્તથી જ છે. આ લોકમાં જેટલાં નિંદ્ય આચરણ છે તેટલાં, ભાજનના વિચાર રહિત પ્રાણી જ આચરે છે. જેને ભેાજનમાં લંપટતા નથી તે ઉજ્જવલ, પવિત્ર છે, વાંછા રહિત છે, ઉત્તમ છે. નીચ—ઉચ્ચ જાતિ, કુળના ભેદ પણ ભાજનને નિમિત્તે જ છે. આહારના લંપટી ઘાર આરંભ કરે છે, ખાગ બગીચામાં એક પેાતાને જમવા માટે કરોડો ત્રસ જીવાને મારે છે, મહાપાપની અનુમાદના કરે છે, અભક્ષ્ય ભક્ષણ કરે છે. અસત્ય વચન, હિંસાદિ મહા પાપનાં વચન ખેલે છે. સારા ભાજન માટે ચારી કરે છે. કુશીલ સેવે છે. ધન, પરિગ્રહમાં મહા મૂર્છા કરે છે. અન્ય લેાકાને મારીને, જૂઠું બોલીને, ચારી કરીને પણું સરસ ભાજનને માટે ધન એકઠું કરે છે.
૩૭૨
Page #394
--------------------------------------------------------------------------
________________
સલ્લેખના-સહાય-ઉપદેશાદિ
૩૭૩ મિષ્ટ ભેજન માટે ક્રોધ કરે છે, માન કરે છે, છળ-કપટ કરે છે, ચોરી કરે છે, કુળના કમને નાશ કરે છે. નીચ જાતિ ભેગો ભળી જાય છે. નીચ કુળના મદિરા માંસ વાપરનારની નેકરી સ્વીકારે છે. ભેજનને લંપટી નિર્લજજ થઈ જાય છે. પિતાની પદવી, મોટાઈ, જાતિ, કુળ, આચાર જોતું નથી, સ્વાદિષ્ટ ભેજન દેખી મન બગાડે છે. બહુ ધનવાળ હોય, પિતાને ઘેર સુંદર ભજન નિત્ય મળતાં હોય છતાં, નીચ, રંક, શુદ્ર, મ્લેચ્છને ઘેર પણ જમવા જાય છે. ગામ, નગરમાં વેચાતું, સમસ્ત લેકનું અડકેલું, વેચેલું, એવું અધમ ભેજન ખરીદી લાવે છે. તપશ્ચરણ, જ્ઞાનાભ્યાસ, શ્રદ્ધા, આચરણ, સર્વ શીલ, સંયમને દૂરથી સજે છે. પિતાનું અપમાન થતું દેખાતું નથી. અભક્ષ્યમાં, એંઠમાં, માંસાદિકમાં આસક્ત થઈ જાય છે. અગ્ય આચરણ કરી પિતાના કુળના રિવાજને નાશ કરે છે, મલિન કરે છે. જીભ ઈદ્રિયની લંપટતા શું શું અનર્થ કરાવતી નથી? શોધીને, જોઈને આહાર કર એ તે આહારના લંપટીથી બનતું જ નથી. આહાર કે છે? ક્યાંથી આવ્યો છે? એવા વિચાર પણ કહેતા નથી. તીક્ષણ બુદ્ધિ હોય તે પણ મંદ બની જાય છે, વિપરીત બુદ્ધિ થઈ જાય છે; સન્માર્ગ છેડી કુમાર્ગમાં કુશળ થઈ જાય છે; ધર્મથી વિમુખ થઈ જાય છે. પ્રત્યક્ષ દેખીએ છીએ કે કોઈ પુરુષ અનેક શાસ્ત્રો ભણેલે છે, વાચનાદિ વડે અનેક જીવને શુભ માર્ગનો ઉપદેશ કરે છે, બહ કાળથી સિદ્ધાંત સાંભળે છે, તે પણ તેને સત્યાર્થ શ્રદ્ધા, જ્ઞાન, આચરણ હોતાં નથી, વિપરીત માર્ગથી છૂટતે નથી; એ બધું અન્યાય, અભક્ષ્ય ભૂજન કર્યાનું ફળ છે.
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૭૪
સમાધિ-પાન મુનીશ્વરોને તે આહારની શુદ્ધતા પ્રધાન હોય છે. શ્રાવકને પણ સર્વ બુદ્ધિની શુદ્ધતાનું કારણ એક ભજનની શુદ્ધતા જ જાણે. આહારના લંપટીને યોગ્ય–અગ્ય જેવાની, ચેખું કરવાની, આંખથી જોવાની સ્થિરતા હોતી નથી. વૈર્ય રહિત ઉતાવળથી ભક્ષણ જ કરે છે. માન, સન્માન, સત્કાર, પિતાની ઉચ્ચ પદવી જેતે નથી. મિષ્ટ ભોજન મળે ત્યાં પરમ નિધાનને લાભ ગણે છે. મિષ્ટ ભજન આપનારને આધીન થઈને માતા, પિતા, સ્વામી, ગુરુ એમને ઉપકાર લેવી અપકાર ગ્રહણ કરે છે. ભેજનના લંપટીને વિનય પિતાનાં સ્ત્રી પુત્ર પણ સાચવતાં નથી. તેને ધર્મની શ્રદ્ધા પણ હોતી નથી. કારણ કે સમ્યફદૃષ્ટિ આત્મિક સુખને સુખ જાણે છે, તેને તે ઇન્દ્રિયના વિષયેથી મળતાં સુખ ઉપર અત્યંત અરુચિ હોય છે. જેને સુંદર ભોજન જ સુખરૂપ જણાયું તે તે વિપરીત જ્ઞાની-મિથ્યાદ્રષ્ટિ જ છે. જીભને લંપટી મહા અભિમાની છતાં, ઊંચા કુળને છતાં, નીચ લેકની ખુશામત કરે છે, વખાણ કરે છે. ભેજનને લંપટી દીન થઈને પારકાનાં મુખ તાકતે ફરે છે, યાચના કરે છે, નહીં કરવા યંગ્ય કર્મ કરે છે. એક ભજનની ઈચ્છાથી જ તંદલ મચ્છ સાતમી નરકે જાય છે અને અનેક જતુ ભક્ષણ કરીને મહામરછ પણ સાતમી નરકે જાય છે. સુભૌમ નામને ચકવર્તી, દેવેએ આણેલા કલપવૃક્ષના ભોગેથી પણ તૃપ્ત ન થયે, અને કોઈ વિદેશીના આણેલા ફળના રસની લાલસાથી કુટુંબ સહિત સમુદ્રમાં ડૂબી સાતમી નરકે ગયે, તે બીજાની શી વાત?
આવાં જિનેન્દ્રનાં વચનરૂપ અમૃતનું પાન કરવાથી
Page #396
--------------------------------------------------------------------------
________________
સલ્લેખના સહાય-ઉપદેશાદિ
૩૭૫
પણ જો તમારી આહાર કે સ્વાષ્ટિ ભાજનની લાલસા નાશ ન પામી તેા જાણજો કે તમારે અનંત કાળ, અસંખ્યાત કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરવાનું છે. ભૂખ, તરસ, રોગ, વિયેાગ, જન્મ, મરણ અનંતવાર ભોગવવાનાં છે. તમે એમ ધારતા હશેા કે ખાવા પીવા વડે તૃષ્ણા મટાડી સંતેાષ પામીશ, તૃપ્ત થઈશ. પણ કદાપિ આહારાદિ વડે એમ તૃપ્તિ થશે નહીં. ભૂખ, તરસની વેદના તે અશાતા નામના કર્મના નાશથી મટે; આહાર કરવાથી ઘટશે નહીં પણ ઊલટી વિશેષ વધશે. જેવી રીતે અગ્નિને લાકડાં વડે તૃપ્તિ થતી નથી અથવા સમુદ્રને નદીઓનાં પાણીથી તૃપ્તિ થતી નથી, તેવી રીતે આહારથી તમને તૃપ્તિ થશે નહીં; લાલસા અધિક અધિક વધશે. લાભાંતરાયના અત્યંત ક્ષયેાપશમથી પ્રાપ્ત થયેલેા, અત્યંત બળ, વીર્ય, તેજ, કાંતિ પ્રગટાવે તેવા માનસિક આહાર, અસંખ્યાત કાળ પર્યંત સ્વર્ગમાં ઇંદ્ર, અહચિંદ્ર થઈને ભોગવ્યો તાપણ ભૂખની વેદનાના અભાવ– રૂપ તૃપ્તિ થઈ નહીં. ચક્રવર્તી, નારાયણ, ખળભદ્ર, પ્રતિનારાયણ, ભાગભૂમિનાં મનુષ્યાદિ, લાભાંતરાય અને ભેગાંતરાયના અત્યંત ક્ષયાપશમથી પ્રાપ્ત થયેલા દિવ્ય આહાર ઘણા કાળ સુધી ભાગવીને પણુ ભૂખની વેદના દૂર કરી શકયા નથી. તેા તમને થોડું અન્નાદિ ખાવાથી કેવી રીતે તૃપ્તિ થશે ? તેથી ધીરજ ધારણ કરી આહારની વાંછાને જીતવા માટે પુરુષાર્થ કરો. હવે કેટલેાક આહાર ખાઈ શકશે? ભાજનના સ્વાદ કેટલા કાળ રહે છે? ભાજન જીભ ઉપર હેાય ત્યાં સુધી જ માત્ર સ્પર્શ થાય તેટલા કાળ સ્વાદ જણાય છે. ગળી ગયા પછી સ્વાદ નથી મળતા અને માંમાં
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૭૬
સમાધિ-સે પાન નાખ્યા પહેલાં પણ સ્વાદ નથી આવતે, માત્ર અધિક ઍધિક તૃષ્ણા વધારે છે. અનાદિ કાળમાં સમસ્ત પ્રકારનાં ભજન તમે જમ્યા છે તે પણ તૃપ્તિ થઈ નહીં, ધરાયા નહીં, તે હવે અંત વખતે કંઠે પ્રાણ આવ્યા છે, તે વખતે કિંચિત્ આહારથી કેવી રીતે તૃપ્ત થશે ? તેથી દ્રઢતા ધારણ કરી પિતાના આત્માનું કલ્યાણ કરે. એ કોઈ અપૂર્વ આહાર આ લેકમાં નથી કે જે તમે ન ભેગવ્યો હોય. સર્વ સમુદ્રનાં પાણી પીવાથી તૃપ્તિ નથી થઈ તે ઝાકળનાં ટીપાં ચાટવાથી શી રીતે તૃપ્તિ થશે?
ગયા કાળમાં રાત દિવસ આહાર માટે દુઃખી થઈને ભવ ગુમાવ્યો છે. ઘણું કાળ સુધી આહારના સ્વાદની વાંછા રહે તેનું દુઃખ; આહારની સામગ્રી મેળવવા નેકરી, વેપાર વગેરે ધન કમાવામાં દુઃખ; દીનતા કરવાનું, પરાધીન રહેવાનું દુઃખ, ધન ખરચાઈ જતું જણાય તેમાં પણ દુઃખ; સ્ત્રી, પુત્રાદિક ભેજન તૈયાર કરાવનારને આધીન રહેવાનું દુઃખ; રાંધવાના આરંભ સમારંભનું દુઃખ, ભેજન તૈયાર ન થાય ત્યાં સુધી વાંછા કરતા બેસી રહેવાનું દુઃખ; કોઈ સામગ્રી ખૂટતી હોય તે લાવવાનું દુઃખ; પિતાની ઈચ્છા પ્રમાણે મળે નહીં તે દુઃખ; મિષ્ટાન્ન ભક્ષણ કરતાં ખટાશની લાલસાનું દુઃખ; મરી મસાલા કે ચટણની લાલસાનું દુઃખ મિઠાઈની લાલસાનું દુઃખ ઇત્યાદિ વારંવાર અનેક પ્રકારની લાલસા જ્યાં ઘટે નહીં ત્યાં સુખ ક્યાંથી હોય ? જીભને સ્પર્શ માત્ર થયે કે કેળિયે ઊતરી જાય છે. ઉત્તમ મનહર આહાર પણ એક ક્ષણમાં જીભના મૂળને ઓળંગી જાય છે. જીભનું ટેરવું જ સ્વાદ ચાખે છે. જીભને આહાર અડે નહીં
Page #398
--------------------------------------------------------------------------
________________
સલ્લેખના-સહાય-ઉપદેશાદિ
૩૭૭ ત્યાં સુધી સ્વાદ આવતું નથી, અને જીભની પાર ઊતરી ગયા પછી સ્વાદ મળતો નથી. એક કેળિયા જેટલા આહારના સ્પર્શને ક્ષણિક સ્વાદ મળે છે તેને માટે તે ઘેર દુર્ગાન કરે છે, મહા સંકટ ભેગવે છે. ભેજન કરવા છતાં વાંછા રહિત તે થવાતું નથી તેથી આવા દુઃખકારક આહારના ત્યાગને અવસર આવ્યો છે, તે અવસરને મહા દુર્લભ, અક્ષય નિધાનના લાભ સમાન જાણી આહારના
સ્વાદમાં અત્યંત અનાસક્ત થાઓ. અહીં જે દ્રઢ પરિણામ રાખી આહાર ઉપર રાગ તજશે તે, સ્વર્ગમાં જશે ત્યાં હજારો વર્ષો સુધી ભૂખની વેદના ઉત્પન્ન નહીં થાય. ત્યાં જેટલા સાગરોપમનું આયુષ્ય હોય છે, તેટલા હજાર વર્ષો સુધી તે ભેજનની ઈચ્છા જ ઊપજતી નથી. પછી કંઈક ઈચ્છા ઊપજે ત્યારે કંઠમાં અમૃતનાં પરમાણુ એવાં ઝરે છે કે, એક ક્ષણ માત્રમાં ઈચ્છાને અભાવ થઈ જાય છે. અસંખ્યાત વર્ષો સુધી ભૂખનું દુઃખ દૂર કરવારૂપ આ બધે પ્રભાવ માત્ર પૂર્વ ભવમાં આહારની લાલસા છેડી ઉપવાસ, ઊણદરી, રસ પરિત્યાગ વગેરે તપ કર્યા છે.
તિર્યંચ અને મનુષ્ય ગતિમાં જે ભૂખ, તરસ, રેગ આદિના ઘેર દુઃખ અનંતકાળથી જીવ ભગવે છે, તે આહારની લંપટતાને પ્રભાવ છે. જેમણે જેમણે આહારની લંપટતા છેડી તે ક્ષુધા આદિ વેદના રહિત, કવલ આહાર રહિત દિવ્ય દેવ થાય છે. જે આ વેદનાનું અત્યારે દુઃખ લાગતું હોય તે આહારના ત્યાગમાં જ અચળપણે પ્રવર્તે. તેથી અલપકાળમાં વેદના રહિત, કલ્પવાસી દેવલેકમાં જઈને ઊપજશો. ભેજન કરશે તે તેથી વેદનારહિત થશે નહીં.
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૭૮
સમાધિ-સોપારા | સર્વ દુઃખનું મૂળ કારણ આ જીવને એક શરીર ઉપરની મમતા છે. એ મમતાથી તેની સાચવણને નિમિત્તે જ અનંતાનંત કાળ પર્યંત દુઃખ ભોગવ્યું છે. ભૂખ, તરસ, રેગ આદિ પરિષહાનાં દુઃખ છે, તે સર્વ એક દેહની મમતાથી છે. જે મહંત પુરૂષોએ દેહની મમતા ત્યાગી છે, તેમને હાડ-માંસ-ચામડીમય મહા દુર્ગધવાળા રેગથી ભરેલા. દેહની પ્રાપ્તિ થતી નથી. જ્યાં સુધી સંસારને અભાવ ન થાય ત્યાં સુધી ઇંદ્રાદિક દેવના દિવ્ય દેહ પ્રાપ્ત થાય છે; પછી શીલ, સંયમ આદિ સામગ્રી પામી મેક્ષે જાય છે. જે દેહની વેદનાથી દુઃખી છે તે તુરત જ દેહની મમતા, લાલસા છોડી દે. તેથી દેહ ધરવા નહીં પડે. આહારની લાલસાથી દુઃખી છે તે આહારનો ત્યાગ કરે. તેથી ફરી. ભૂખ, તરસની વેદનાથી આહાર નહીં લેવું પડે.
અનુક્રમે દેહને એ કૃશ કરે કે જેથી વાત, પિત્ત, કફના વિકાર મંદ થતા જાય, પરિણામની વિશુદ્ધિ વધતી. જાય. આહારના ત્યાગને કમ આગળ પ્રથમ જણાવ્યો છે. પછી અંતકાળમાં જેટલી શક્તિ હોય તે પ્રમાણે પાણીને પણ ત્યાગ કર. અંતકાળે જ્યાં સુધી શક્તિ રહે ત્યાં સુધી પંચ નમસ્કાર મંત્ર તથા બાર ભાવનાનું સ્મરણ કરવું. શક્તિ ઘટી જાય તે અહંત નામનું કે સિદ્ધનું જ ધ્યાન માત્ર કરવું. જ્યારે શક્તિ ન રહે ત્યારે ધર્માત્મા, વાત્સલ્ય અંગના સ્થિતિકરણમાં સાવધાન એવા સાધમ નિરંતર ચાર આરાધના (સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન, સમ્યક્રચારિત્ર, સમ્યતપ), પંચ નમસ્કાર (નમે અરિહંતાણું, નમે સિદ્ધાણં, નમે આયરિયાણું, નમે ઉવન્ઝાયાણું, નમે લેએ સવ્ય.
Page #400
--------------------------------------------------------------------------
________________
સલેખનાના પાંચ અતિયાર
૩૭૮:
સાહૂણં) મધુર સ્વરથી ઘણી ધીરતાથી શ્રવણુ કરાવે. અહુ માણસા એકઠા થઈ કોલાહલ ધમાલ ન કરે, એક એક સાધી અનુક્રમે ધર્મશ્રવણ, જિનેંદ્ર નામ સ્મરણ કરાવે. આરાધક ( સમાધિ–મરણુ કરનાર ) પાસે ઘણાં માણસાને કે સંસારના મેહ મમત્વની વાત કરનારને આવવા ન દે.. પંચ નમસ્કાર અથવા ચાર શરણાં ( અદ્ભુત, સિદ્ધ, સાધુ અને કેવળી ભગવાને કહેલા ધર્મ) ઇત્યાદિક વીતરાગ કથા સિવાય કોઈ તેની પાસે કંઇ બેલે નહીં. એ ચાર ધર્માત્મા સિવાય બીજાને સમાગમ રાખવા નહીં. આરાધકે પણ સલ્લેખનાના પાંચ અતિચાર દૂરથી ત્યાગવા.
સલ્લેખનાના પાંચ અતિચાર :
(૧) સલ્લેખના કરીને જે જીવવાની ઇચ્છા કરે કે એ. દિવસ જિવાય તે ઠીક તે જીવિત આશંસા અતિચાર છે.
(૨) મરવાની ઇચ્છા કરે કે હવે તે મરણ આવે તે ડીક થાય તે મરણ–આશંસા નામે બીજો અતિચાર છે.
(૩) ભય રાખવા કે મરણુ વખતે કેવુંય દુ: ખ. આવશે, કેવી રીતે સહન થશે? તે ભય નામના ત્રીજો. અતિચાર છે.
(૪) પેાતાનાં સ્વજન, પુત્ર, પુત્રી, મિત્ર આદિને યાદ. કરવાં તે મિત્ર-સ્મૃતિ નામે ચેાથે અતિચાર છે.
(૫) ભવિષ્યના ભવમાં વિષયભાગ, દેવલાક આદિની વાંછા કરવી તે નિદાન નામના પાંચમા અતિચાર છે.
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૮૦
સમાધિ-પાન સલ્લેખનામરણમાં સમસ્તને ત્યાગ કરી, કેવળ પિતાને શુદ્ધ જ્ઞાયક સ્વભાવનું અવલંબન રાખી, સર્વ દેહાદિક ઉપરની મમતા છોડી, સંન્યાસ ધાર્યો પછી જીવવાની કે મરવાની ઈચ્છા કરવી, ભય પામવે, મિત્રમાં અનુરાગ કરે, ભવિષ્યનાં સુખની ઇચ્છા કરવી એ બધાં પરિણામની ઉજજવળતાને નાશ કરી રાગ, દ્વેષ, મેહ વધારનારાં પરિણામ છે, તેથી તેમને સલેખનને મલિન કરનારા અતિચાર કહ્યા છે.
નિવિઘપણે આરાધનાને ધારણ કરવાથી ગૃહસ્થ સ્વર્ગલેકમાં મહદ્ધિક દેવ થાય છે. પછી સંયમ ધારણ કરીને નિર્વાણ એટલે મેક્ષ મેળવે છે.
આ પ્રમાણે સમ્યફદ્રષ્ટિ અંત સલ્લેખના સહિત બાર વ્રતે ધારણ કરે છે. તે નિંદ્રના ધર્મરૂપ અમૃત પીને તૃપ્ત રહે છે તેથી તે પીધમ કહેવાય છે. ધર્મને આચરનાર ધર્માત્મા, શ્રાવક છે તે અભ્યદય એટલે સ્વર્ગમાં મહદ્ધિકપણું અસંખ્યાત કાળ સુધી જોગવીને ફરી મનુષ્ય ગતિમાં ઉત્તમ રાજ્ય આદિ વૈભવ પામીને, સંસાર પ્રત્યે, દેહ પ્રત્યે, ભેગ પ્રત્યે વૈરાગ્ય ઊપજવાથી શુદ્ધ સંયમ અંગીકાર કરી, નિઃશ્રેયસ એટલે મેક્ષનો અનુભવ કરે છે. મોક્ષ કે છે? સુખના સમુદ્ર સમાન છે, પણ તે સમુદ્રને કાંઠે નથી, તેને અંત નથી, અપાર છે. દુઃખને
સ્પર્શ માત્ર જ્યાં નથી એવા મોક્ષમાં અનંત સુખ તે ભગવે છે. જે જન્મ, જરા, રંગ, મરણથી રહિત અને શેક, દુઃખ, ભયથી રહિત, નિત્ય, અવિનાશી, સર્વ પરના
Page #402
--------------------------------------------------------------------------
________________
સહલેખનાના પાંચ અતિચાર
૩૮૧. સંગથી રહિત કેવળ શુદ્ધ સુખ સ્વરૂપ છે તે મેક્ષ છે; તેને જ નિઃશ્રેયસ, ઈષ્ટ કહીએ છીએ. વિદ્યા એટલે કેવળજ્ઞાન, અનંત દર્શન અને અનંત વીર્ય; સ્વાથ્ય એટલે પરમ વીતરાગતા; પ્રહલાદ એટલે અનંત સુખ તૃપ્તિ એટલે. વિષયની નિઃસ્પૃહતા અને શુદ્ધિ એટલે પ્રત્યકર્મ–ભાવકર્મ રહિતપણું, એ સર્વ સહિત આત્મસ્વરૂપ થઈને, જ્ઞાનાદિ ગુણેમાં વધઘટ ન થાય તેમ, કાળની મર્યાદા રહિત. નિર્વાણમાં સુખરૂપ મુક્ત જી વસે છે.
ધર્મના પ્રભાવથી આત્મા મોક્ષમાં વસે છે. કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત શક્તિ, પરમ વીતરાગતારૂપ નિરાકુલતા, અનંત સુખ, વિષયેની નિવચ્છકતા, કર્મમલ રહિતતા ઈત્યાદિ ગુણરૂપ થઈને ગુણોની હીનાધિકતા રહિત, કાળની મર્યાદા રહિત, અનંતાનંત કાળ સુધી સુખરૂપ વસે છે.
અનંતાનંત કપ કાળ વીતી ગયા છતાં મુક્ત જીવનમાં વિકાર એટલે સ્વરૂપનું વિપરીત પણું જણાતું નથી, નિશ્ચયથી જણાવા ગ્ય નથી. ત્રણે લેકને ક્ષેભ પમાડે તે કોઈ ઉત્પાત કદી થાય તે પણ સિદ્ધને વિકાર ન થાય. !
નિર્વાણની પ્રાપ્તિ જેમને થઈ છે તે મુક્ત આત્માઓ, પર દ્રવ્યના ભેગ વગરના કાંતિમાન સુવર્ણ સમાન, દ્રવ્યકર્મ-ભાવકર્મ-કર્મરૂપ મલિનતા રહિત પ્રકાશમાન સ્વરૂપ, ત્રણ લેકના મુગટમણિની શભા ધારણ કરે છે.
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૮૨
અંત મંગલ
(વસ’તતિલકા )
મહાપુરુષની જનહિતકારી, ઉમેદ્ય ધારી;
શક્તિ તથાપ તથાપિ ન મારી પે'લી, તેયે સમાપ્તિ મણિસૂત્ર સમાન સે’લી.
આજ્ઞા ઉઠાવવા કરી ઉમંગ
સમાધિ-સાપાત
(શિખરિણી )
કરું વિજ્ઞપ્તિ વિનય ધરી આ લક્ષ ધરવા, ચહે જો જિજ્ઞાસુ પરમ હિત આત્મિક કરવા; વિચારીને વાંચે હૃદયગત ભાવે। સમજવા, ઝીંણી દૃષ્ટિ રાખી પરમ રસ ચાખા સુખી થવા. ર
વિચારો સત્સંગે સ્વપરહિત ચાહેા ત્વરિત જો, સમાધિ સાપાને હૃદય ધરોં ઊંચે ચઢી જજો; બધા શાંતિ પામેા, કુપથ તજી સન્માર્ગે સમજો, ભૂલી ભૂલા સર્વે સહજ નિજ ભાવે સ્થિર થજો.
સંવત ૧૯૮૯ ના આશ્વિન શુકલા દશમી (દશેરા)
શ્રી સમાધિ–સાપાન સંપૂર્ણ,
૩
તા. ૨૮-૯-૧૯૩૩
Page #404
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત (પત્રશતક)
Page #405
--------------------------------------------------------------------------
Page #406
--------------------------------------------------------------------------
________________
પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્ર
વચનામૃત
(૩૭)
પાના
આસા
મુંબઈ બંદર, આસો વદ ૨, ગુરુ, ૧૯૪૪ પાર્શ્વનાથ પરમાત્માને નમસ્કાર પ્રિય ભાઈ સત્યાભિલાષી ઉજમસી, રાજનગર
તમારું હસ્તલિખિત શુભ પત્ર મને કાલે સાયંકાલે મળ્યું. તમારી તત્ત્વજિજ્ઞાસા માટે વિશેષ સંતોષ થયે.
જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું, તેથી રૂડું થયું નથી. કેમકે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જો આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે, તે અનંત ભવનું સાટું વળી રહેશે, એમ હું લઘુત્વભાવે સમજે છું; અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે. આ મહા બંધનથી રહિત થવામાં જે જે સાધન, પદાર્થ શ્રેષ્ઠ લાગે, તે ગ્રહવા એ જ માન્યતા છે, તે પછી તે માટે જગતની અનુકૂળતા-પ્રતિકૂળતા શું જોવી? તે ગમે તેમ બોલે પણ આત્મા જે બંધનરહિત થત હોય, સમાધિમય દશા પામતે હોય તે તેમ કરી લેવું. એટલે કીર્તિ—અપકીર્તિથી સર્વ કાળને માટે રહિત થઈ શકાશે.
Page #407
--------------------------------------------------------------------------
________________
અત્યારે એ વગેરે એમના પક્ષના કોના જે વિચારે મારે માટે પ્રવર્તે છે, તે મને ધ્યાનમાં મૃત છે; પણ વિસ્મૃત કરવા એ જ શ્રેયસ્કર છે. તમે નિર્ભય રહેજે. મારે માટે કઈ કંઈ કહે તે સાંભળી મૌન રહેજે; તેઓને માટે કંઈ શેક-હર્ષ કરશે નહીં. જે પુરુષ પર તમારો પ્રશસ્ત રાગ છે, તેના ઈષ્ટદેવ પરમાત્મા જિન, મહાગીન્દ્ર પાર્શ્વનાથાદિકનું
સ્મરણ રાખજે અને જેમ બને તેમ નિર્મોહી થઈ મુક્ત દશાને ઇચ્છજે. જીવિતવ્ય કે જીવનપૂર્ણતા સંબંધી કંઈ સંક૯પ-વિકલ્પ કરશે નહીં.
ઉપગ શુદ્ધ કરવા આ જગતના સંકલ્પ-વિકલ્પને ભૂલી જજે, પાર્શ્વનાથાદિક ગીશ્વરની દશાની સ્મૃતિ કરજે, અને તે જ અભિલાષા રાખ્યા રહેજે, એ જ તમને પુનઃ પુનઃ આશીર્વાદપૂર્વક મારી શિક્ષા છે. આ અલ્પજ્ઞ આત્મા પણ તે પદને અભિલાષી અને તે પુરુષનાં ચરણકમળમાં તલ્લીન થયેલે દીન શિષ્ય છે. તમને તેવી શ્રદ્ધાની જ શિક્ષા દે છે. વીર સ્વામીનું બધેલું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સર્વ સ્વરૂપ યથાતથ્ય છે, એ ભૂલશે નહીં. તેની શિક્ષાની કઈ પણ પ્રકારે વિરાધના થઈ હોય, તે માટે પશ્ચાત્તાપ કરજે. આ કાળની અપેક્ષાએ મન, વચન, કાયા આત્મભાવે તેના ખોળામાં અર્પણ કરો, એ જ મોક્ષને માર્ગ છે. જગતના સઘળા દર્શનની-મતની શ્રદ્ધાને ભૂલી જજે, જૈન સંબંધી સર્વ ખ્યાલ ભૂલી જજે, માત્ર તે પુરુષના અદ્ભુત, યેગસ્કુરિત ચરિત્રમાં જ ઉપયોગને પ્રેરશે.
આ તમારા માનેલા “મુરબ્બી માટે કોઈ પણ
Page #408
--------------------------------------------------------------------------
________________
પ્રકારે હર્ષ-શેક કરશે નહીં, તેની ઈચ્છા માત્ર સંકલ્પવિકલ્પથી રહિત થવાની જ છે, તેને અને આ વિચિત્ર જગતને કંઈ લાગતુંવળગતું કે લેવાદેવા નથી. એટલે તેમાંથી તેને માટે ગમે તે વિચારે બંધાય કે બેલાય, તે ભણી હવે જવા ઈચ્છા નથી. જગતમાંથી જે પરમાણુ પૂર્વકાળે ભેળાં કર્યા છે તે હળવે હળવે તેને આપી દઈ ત્રણમુક્ત થવું, એ જ તેની સદા સપિયેગી, વહાલી, શ્રેષ્ઠ અને પરમ જિજ્ઞાસા છે; બાકી તેને કંઈ આવડતું નથી; તે બીજું કંઈ ઈચ્છતે નથી; પૂર્વકર્મના આધારે તેનું સઘળું વિચરવું છે; એમ સમજી પરમ સંતેષ રાખજે; આ વાત ગુપ્ત રાખજો. કેમ આપણે માનીએ છીએ, અથવા કેમ વર્તીએ છીએ તે જગતને દેખાડવાની જરૂર નથી, પણ આત્માને આટલું જ પૂછવાની જરૂર છે, કે જે મુક્તિને ઈચ્છે છે તે સંકલ્પવિકલ્પ, રાગદ્વેષને મૂક અને તે મૂકવામાં તને કંઈ બાધા હોય તે તે કહે. તે તેની મેળે માની જશે અને તે તેની મેળે મૂકી દેશે.
જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે; અને તે તમને અત્યારે બોધી જઉં છું. પરસ્પર મળીશું ત્યારે હવે તમને કંઈ પણ આત્મત્વ સાધના બતાવાશે તે બતાવીશ. બાકી ધર્મ મેં ઉપર કહ્યો તે જ છે અને તે જ ઉપગ રાખજો. ઉપગ એ જ સાધના છે. વિશેષ સાધના તે માત્ર સપુરુષનાં ચરણકમળ છે તે પણ કહી જઉં છું.
આત્મભાવમાં સઘળું રાખજે; ધર્મધ્યાનમાં ઉપગ રાખજે; જગતના કોઈ પણ પદાર્થ, સગાં, કુટુંબ, મિત્રને
Page #409
--------------------------------------------------------------------------
________________
કંઈ હર્ષ-શેક કર જ નથી. પરમ શાંતિપદને ઈચ્છીએ એ જ આપણે સર્વસમ્મત ધર્મ છે અને એ જ ઇચ્છામાં ને ઈચ્છામાં તે મળી જશે, માટે નિશ્ચિત રહે. હું કેઈ ગચ્છમાં નથી, પણ આત્મામાં છું, એ ભૂલશે નહીં.
દેહ જેને ધર્મોપગ માટે છે, તે દેહ રાખવા જે પ્રયત્ન કરે છે, તે પણ ધર્મને માટે જ છે.
વિ. રાયચંદ્ર (૪૭)
વિવાણિયા બંદર, મહા સુદ ૧૪, બુધ, ૧૯૪૫
સપુરુષને નમસ્કાર સુજ્ઞ,
મારા તરફથી એક પણું પહોંચ્યું હશે.
તમારે પત્ર મેં મનન કર્યો. તમારી વૃત્તિમાં થયેલે ફેરફાર આત્મહિતસ્વી મને લાગે છે.
અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લેભ એ ચાર તથા મિથ્યાત્વમોહિની, મિશ્રાહિની, સમ્યક્ત્વહિની એ ત્રણ એમ એ સાત પ્રકૃતિ જ્યાં સુધી ક્ષપશમ, ઉપશમ કે ક્ષય થતી નથી ત્યાં સુધી સમ્યક્દષ્ટિ થવું સંભવતું નથી. એ સાત પ્રકૃતિ જેમ જેમ મંદતાને પામે તેમ તેમ સમ્યક્ત્વને ઉદય થાય છે. તે પ્રકૃતિની ગ્રંથિ છેદથી પરમ દુર્લભ છે. જેની તે ગ્રંથિ છેદાઈ તેને આત્મા હસ્તગત થવે સુલભ છે. તત્વજ્ઞાનીઓએ એ જ ગ્રંથિને ભેદવાનો ફરી ફરીને
Page #410
--------------------------------------------------------------------------
________________
૫
ખાધ કર્યાં છે. જે આત્મા અપ્રમાદપણે તે ભેદવા ભણી દૃષ્ટિ આપશે તે આત્મા આત્મત્વને પામશે એ નિઃસંદેહ છે.
એ વસ્તુથી આત્મા અનંત કાળથી ભરપૂર રહ્યો છે. એમાં દૃષ્ટિ હેાવાથી નિજ ગૃહ પર તેની યથાર્થ દૃષ્ટિ થઈ નથી. ખરી તે પાત્રતા, પણ હું એ, કષાયાદિક ઉપશમ પામવામાં તમને નિમિત્તભૂત થયા એમ તમે ગણા છે, માટે મને એ જ આનંદ માનવાનું કારણ છે કે નિગ્રંથ શાસનની કૃપાપ્રસાદીના લાભ લેવાના સુંદર વખત મને મળશે એમ સંભવે છે. જ્ઞાનીષ્ટ તે ખરું.
જગતમાં સપરમાત્માની ભક્તિ-સત ગુરુ-સત્સંગસત્શાસ્રાધ્યયન–સમ્યક્દૃષ્ટિપણું અને સત્યેાગ એ કોઈ કાળે પ્રાપ્ત થયાં નથી. થયાં હાત તા આવી દશા હેાત નહીં. પણ જાગ્યા ત્યાંથી પ્રભાત એમ રૂડા પુરુષોના મેધ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી તે વસ્તુ માટે પ્રયત્ન કરવું એ જ અનંતભવની નિષ્ફળતાનું એક ભવે સફળ થવું મને સમજાય છે.
સદ્ગુરુના ઉપદેશ વિના અને જીવની સત્પાત્રતા વિના એમ થવું અટકયું છે. તેની પ્રાપ્તિ કરીને સંસારતાપથી અત્યંત તપાયમાન આત્માને શીતળ કરવા એ જ કૃતકૃત્યતા છે.
એ પ્રત્યેાજનમાં તમારું ચિત્ત આકર્ષાયું એ સર્વોત્તમ ભાગ્યના અંશ છે. આશીર્વચન છે કે તેમાં તમે ફળીભૂત થાઓ. “ધર્મ” એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશેાધનથી મળવાની નથી. અપૂર્વે અંતસંશોધનથી તે પ્રાપ્ત
૧. ગ્રંથિથી
Page #411
--------------------------------------------------------------------------
________________
થાય છે, તે અંતરસંશાધન કેઈક મહાભાગ્ય સગુરુ અનુગ્રહ પામે છે.
તમારા વિચારો સુંદર શ્રેણીમાં આવેલા જોઈ મારા અંતઃકરણે જે લાગણી ઉત્પન્ન કરી છે તે અહીં દર્શાવતાં સકારણ અટકી જઉં છું.
ચિવ દયાળભાઈ પાસે જશો. કંઈ દર્શાવે તે મને જણાવશે.
લખવા સંબંધમાં હમણું કંઈક મને કંટાળે વર્તે છે. તેથી ધાર્યો હતો તેના આઠમા ભાગને પણ ઉત્તર લખી શક્તો નથી.
છેવટની આ વિનયપૂર્વક મારી શિક્ષા ધ્યાનમાં રાખશે કે –
એક ભવના છેડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવા પ્રયત્ન પુરુષો કરે છે.
સ્યાપદ આ વાત પણ માન્ય છે કે બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી. તે પછી ધર્મપ્રયત્નમાં, આત્મિકહિતમાં અન્ય ઉપાધિને આધીન થઈ પ્રમાદ શું ધારણ કરે? આમ છે છતાં દેશ, કાળ, પાત્ર, ભાવ જેવાં જોઈએ.
સપુરુષનું ગબળ જગતનું કલ્યાણ કરો.
એમ ઈચ્છી વળતી ટપાલે પત્ર લખવા વિનંતી કરી પત્રિકા પૂર્ણ કરું છું.
લિ. માત્ર રવજીઆત્મજ રાયચંદના પ્રણામ-નીરાગ શ્રેણી સમુચ્ચયે.
Page #412
--------------------------------------------------------------------------
________________
6
U
(૫૫)
વવાણિયા, ફાલ્વન સુદ ૯, રવિ, ૧૯૪૫ નીરાગી મહાત્માઓને નમસ્કાર કર્મ એ જડ વસ્તુ છે. જે જે આત્માને એ જડથી જેટલે જેટલે આત્મબુદ્ધિએ સમાગમ છે, તેટલી તેટલી જડતાની એટલે અબોધતાની તે આત્માને પ્રાપ્તિ હેય, એમ અનુભવ થાય છે. આશ્ચર્યતા છે, કે પિતે જડ છતાં ચેતનને અચેતન મનાવી રહ્યો છે! ચેતન ચેતનભાવ ભૂલી જઈ તેને સ્વસ્વરૂપ જ માને છે. જે પુરુષો તે કર્મસંગ અને તેના ઉદયે ઉત્પન્ન થયેલા પર્યાને સ્વસ્વરૂપ નથી માનતા અને પૂર્વસંગે સત્તામાં છે, તેને અબંધ પરિણામે ભોગવી રહ્યા છે, તે આત્માઓ સ્વભાવની ઉત્તરોત્તર ઊર્ધ્વશ્રેણી પામી શુદ્ધ ચેતનભાવને પામશે, આમ કહેવું સપ્રમાણ છે. કારણ અતીત કાળે તેમ થયું છે, વર્તમાન કાળે તેમ થાય છે, અનાગત કાળે તેમ જ થશે.
કેઈ પણ આત્મા ઉદયી કર્મને ભેગવતાં સમત્વશ્રેણીમાં પ્રવેશ કરી અબંધ પરિણામે વર્તશે, તે ખચીત ચેતનશુદ્ધિ પામશે.
આત્મા વિનયી થઈ, સરળ અને લઘુત્વભાવ પામી સદૈવ સપુરુષના ચરણકમળ પ્રતિ રહ્યો, તે જે મહાત્માએને નમસ્કાર કર્યો છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે, તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ય કરી શકાય.
અનંત કાળમાં કાં તે સત્પાત્રતા થઈ નથી અને કાં
Page #413
--------------------------------------------------------------------------
________________
તે પુરુષ (જેમાં સદૃગુત્વ, સત્સંગ અને સત્કથા એ રહ્યાં છે) મળ્યા નથી; નહીં તે નિશ્ચય છે, કે મેક્ષ હથેળીમાં છે, ઈષપ્રાગભારા એટલે સિદ્ધ-પૃથ્વી પર ત્યાર પછી છે. એને સર્વ શાસ્ત્ર પણ સંમત છે, (મનન કરશે.) અને આ કથન ત્રિકાળ સિદ્ધ છે.
મેહમયી, આસો વદિ ૧૦, શનિ, ૧૯૪૫ બીજું કાંઈ શેધ મા. માત્ર એક પુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વત્યે જા. પછી જે મોક્ષ ન મળે તે મારી પાસેથી લેજે.
સપુરુષ એ જ કે નિશદિન જેને આત્માને ઉપગ છે; શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણ છે. બાકી તે કંઈ કહ્યું જાય તેમ નથી અને આમ કર્યા વિના તારે કઈ કાળે છૂટકે થનાર નથી; આ અનુભવપ્રવચન પ્રમાણિક ગણું.
એક પુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મોક્ષે જઈશ.
વિ. રાયચંદના પ્રણામ.
Page #414
--------------------------------------------------------------------------
________________
(૮૦)
વિ. સં. ૧૯૪૫
નિરાબાધપણે જેની મનેાવૃત્તિ વહ્યા કરે છે; સંકલ્પવિકલ્પની મંદતા જેને થઇ છે; પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટયા છે; ક્લેશનાં કારણુ જેણે નિર્મૂળ કર્યાં છે; અનેકાંતદૃષ્ટિયુક્ત એકાંતષ્ટિને જે સેવ્યા કરે છે; જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે; તે પ્રતાપી પુરુષ જયવાન વતા. આપણે તેવા થવાના પ્રયત્ન કરવા જોઇએ.
(૮૪)
૧.
૨.
3.
८
૪.
વિ. સં. ૧૯૪૬
.
ભાઇ, આટલું તારે અવશ્ય કરવા જેવું છે દેહમાં વિચાર કરનાર બેઠો છે તે દેહથી ભિન્ન છે ? તે સુખી છે કે દુઃખી ? એ સંભારી લે.
દુઃખ લાગશે જ, અને દુઃખનાં કારણા પણ તને દૃષ્ટિગોચર થશે, તેમ છતાં કદાપિ ન થાય તેા મારા કોઇ ભાગને વાંચી જા, એટલે સિદ્ધ થશે. તે ટાળવા માટે જે ઉપાય છે તે એટલે જ કે તેથી બાહ્યાભ્યતરરહિત થવું.
રહિત થવાય છે, આર દશા અનુભવાય છે એ પ્રતિજ્ઞાપૂર્વક કહું છું.
તે સાધન માટે સર્વસંગપરિત્યાગી થવાની આવશ્યકતા છે. નિગ્રંથ સદ્ગુરુના ચરણમાં જઈને પડવું ચેાગ્ય છે.
Page #415
--------------------------------------------------------------------------
________________
૧૦
૫. જેવા ભાવથી પડાય તેવા ભાવથી સર્વકાળ રહેવા
માટેની વિચારણા પ્રથમ કરી લે. જે તને પૂર્વકર્મ બળવાન લાગતાં હોય તે અત્યાગી, દેશયાગી રહીને પણ તે વસ્તુને વિસારીશ નહીં. પ્રથમ ગમે તેમ કરી તું તારું જીવન જાણ. જાણવું શા માટે કે ભવિષ્યસમાધિ થવા. અત્યારે અપ્રમાદી થવું. તે આયુષ્યને માનસિક આત્મપગ તે નિર્વેદમાં રાખ. જીવન બહુ ટૂંકું છે, ઉપાધિ બહ છે, અને ત્યાગ થઈ શકે તેમ નથી તે, નીચેની વાત પુનઃ પુનઃ લક્ષમાં રાખ. ૧. જિજ્ઞાસા તે વસ્તુની રાખવી. ૨. સંસારને બંધન માનવું. ૩. પૂર્વકર્મ નથી એમ ગણી પ્રત્યેક ધર્મ સેવ્યા જ.
તેમ છતાં પૂર્વકર્મ નડે તે શેક કરવો નહીં. ૪. દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં પણ
એથી અનંત ગણું ચિંતા આત્માની રાખ, કારણ
અનંત ભવ એક ભવમાં ટાળવા છે. ? ૫. ન ચાલે તે પ્રતિતી થા.
૬. જેમાંથી જેટલું થાય તેટલું કર. ૭. પરિણામિક વિચારવાળો થા. ૮. અનુત્તરવાસી થઈને વર્તન ૯. છેવટનું સમયે સમયે ચૂકીશ નહીં. એ જ ભલામણ
અને એ જ ધર્મ.
Page #416
--------------------------------------------------------------------------
________________
(૮૫)
મુંબઈ, વિ. સં. ૧૯૪૬ સમજીને અલ્પભાષી થનારને પશ્ચાત્તાપ કરવાને થોડે જ અવસર સંભવે છે.
હે નાથ! સાતમી તમતમપ્રભા નરકની વેદના મળી હોત તે વખતે સમ્મત કરત, પણ જગતની મોહિની સમ્મત થતી નથી.
પૂર્વનાં અશુભ કર્મ ઉદય આવ્યે વેદતાં જે શોચ કરે છે તે હવે એ પણ ધ્યાન રાખો કે નવાં બાંધતાં પરિણામે તેવાં તે બંધાતાં નથી?
આત્માને ઓળખ હોય તે આત્માના પરિચયી થવું, પરવસ્તુના ત્યાગી થવું.
જેટલા પિતાની પુદ્ગલિક મોટાઈ ઈચ્છે છે તેટલા હલકા સંભવે.
પ્રશસ્ત પુરુષની ભક્તિ કરો, તેનું સ્મરણ કરે; ગુણચિંતન કરે.
(૧૧૨)
મુંબઈ, ચૈત્ર, ૧૯૪૬ મહાચ્છાદિત દશાથી વિવેક ન થાય એ ખરું. નહીં તે વસ્તુગતે એ વિવેક ખરો છે.
ઘણું જ સૂક્ષમ અવેલેકન રાખે.
Page #417
--------------------------------------------------------------------------
________________
૧૨
૧. સત્યને તે સત્ય જ રહેવા દેવું. ૨. કરી શકે તેટલું કહો. અશક્યતા ન છુપાવે.
એકનિષ્ઠિત રહો. ગમે તે કઈ પ્રશસ્ત ક્રમમાં એકનિષ્ઠિત રહો. વીતરાગે ખરું કહ્યું છે. અરે આત્મા ! સ્થિતિસ્થાપક દશા લે. આ દુઃખ ક્યાં કહેવું? અને શાથી ટાળવું? પિતે પિતાને વૈરી, તે આ કેવી ખરી વાત છે!
(૧૨૮)
વવાણિયા, પ્રથમ ભાદ્ર. સુદ ૬, ૧૯૪૬ ધર્મેચ્છક ભાઈઓ,
પ્રથમ સંવત્સરી અને એ દિવસ પર્યત સંબંધીમાં કોઈ પણ પ્રકારે તમારે અવિનય, આશાતના, અસમાધિ મારા મન, વચન, કાયાના કોઈ પણ ભેગાધ્યવસાયથી થઈ હોય તેને માટે પુનઃ પુનઃ ક્ષમાવું છું.
અંતજ્ઞનથી સ્મરણ કરતાં એ કોઈ કાળ જણાતે નથી વા સાંભરતું નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંક૯પ-વિક૯૫નું રટણ ન કર્યું હોય, અને એ વડે ‘સમાધિ ન ભૂલ્યું હોય. નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે, અને એ મહા વૈરાગ્યને આપે છે. '
વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વછંદથી કરતાં જીવને ઉદાસીનતા કેમ ન આવી? બીજા જીવો પરત્વે ક્રોધ કરતાં, માન કરતાં, માયા કરતાં, લેભ કરતાં કે
Page #418
--------------------------------------------------------------------------
________________
અન્યથા કરતાં તે માઠું છે એમ યથાયેગ્ય કાં ન જાણ્યું ? અર્થાત્ એમ જાણવું જોઈતું હતું, છતાં ન જાણ્યું એ વળી ફરી પરિભ્રમણ કરવાને વૈરાગ્ય આપે છે.
વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો (સ્ત્રીઆદિક) તે અનંત વાર છેડતાં, તેને વિયોગ થયાં અનંત કાળ પણ થઈ ગયે; તથાપિ તેના વિના જિવાયું એ કંઈ ડું આશ્ચર્યકારક નથી. અર્થાત્ જે જે વેળા તેવા પ્રતિભાવ કર્યો હતે તે તે વેળા તે કલ્પિત હતે. એવે પ્રીતિભાવ કાં થયે ? એ ફરી ફરી વૈરાગ્ય આપે છે.
વળી જેનું મુખ કઈ કાળે પણ નહીં જોઉં, જેને કેઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું, તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા માટે જમ્યો? અર્થાત્ એવા શ્રેષથી એવા રૂપે જન્મવું પડયું અને તેમ કરવાની તે ઈચ્છા નહોતી ! કહો એ સ્મરણ થતાં આ લેશિત આત્મા પરત્વે જુગુપ્સા નહીં આવતી હોય ? અર્થાત્ આવે છે.
વધારે શું કહેવું ? જે જે પૂર્વના ભવાંતરે બ્રાંતિપણે ભ્રમણ કર્યું તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું એ ચિંતના થઈ પડી છે. ફરી ન જ જન્મવું અને ફરી એમ ન જ કરવું એવું દઢત્વ આત્મામાં પ્રકાશે છે. પણ કેટલીક નિરૂપાયતા છે ત્યાં કેમ કરવું ? જે દઢતા છે તે પૂર્ણ કરવી; જરૂર પૂર્ણ પડવી એ જ રટણ છે, પણ જે કંઈ આડું આવે છે, તે કેરે કરવું પડે છે, અર્થાત્ ખસેડવું પડે છે,
Page #419
--------------------------------------------------------------------------
________________
૧૪
અને તેમાં કાળ જાય છે. જીવન ચાલ્યું જાય છે, એને ન જવા દેવું, જ્યાં સુધી યથાગ્ય જય ન થાય ત્યાં સુધી, એમ દઢતા છે તેનું કેમ કરવું ?
કદાપિ કઈ રીતે તેમાંનું કંઈ કરીએ તો તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ ? અર્થાત્ તેવા સંતે ક્યાં છે, કે જ્યાં જઈને એ દશામાં બેસી તેનું પિષણ પામીએ? ત્યારે હવે કેમ કરવું ?
ગમે તેમ છે, ગમે તેટલાં દુઃખ વેઠે, ગમે તેટલા પરિષહ સહન કરો, ગમે તેટલા ઉપસર્ગ સહન કરે, ગમે તેટલી વ્યાધિઓ સહન કરે. ગમે તેટલી ઉપાધિઓ આવી પડો, ગમે તેટલી આધિઓ આવી પડો, ગમે તે જીવનકોળ એક સમય માત્ર હો, અને નિમિત્ત હો, પણ એમ કરવું જ.
ત્યાં સુધી હે જીવ! છૂટક નથી.”
આમ નેપથ્યમાંથી ઉત્તર મળે છે, અને તે યથાયોગ્ય લાગે છે.
ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું તે ન હોય તે અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું તે ન હોય તે અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું તે ન હોય તે આર્યાચરણ (આર્ય પુરુષોએ કરેલાં આચરણ) સિવાય કઈ નથી જોઈતું તે ન હોય તે જિનભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું તે ન હોય તે પછી માગવાની ઈચ્છા પણ નથી.
Page #420
--------------------------------------------------------------------------
________________
ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે.
- સંત વિના અંતની વાતમાં અંત પમાને નથી. લેકસંજ્ઞાથી લંકા જવાતું નથી. લકત્યાગ વિના વૈરાગ્ય યથાયોગ્ય પામ દુર્લભ છે.
“એ કંઈ ખોટું છે?” શું?
પરિભ્રમણ કરાયું તે કરાયું. હવે તેના પ્રત્યાખ્યાન લઈએ તે?
લઈ શકાય. એ પણ આશ્ચર્યકારક છે. અત્યારે એ જ ફરી ગવાઈએ મલીશું. એ જ વિજ્ઞાપન.
વિ. રાયચંદના યથાયેગ્ય.
(૧૩૫)
વવાણિયા, બી. ભા. સુદ ૧૪, રવિ, ૧૯૪૬ ધર્મચ્છક ભાઈઓ,
મુમુક્ષુતાના અંશાએ ગ્રેહાયલું તમારું હૃદય પરમ સંતોષ આપે છે. અનાદિકાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે એવી જિજ્ઞાસા, એ પણ એક કલ્યાણ જ છે. કેઈ એ. યથાગ્ય સમય આવી રહેશે કે જ્યારે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ રહેશે.
Page #421
--------------------------------------------------------------------------
________________
૧૬
નિરંતર વૃત્તિઓ લખતા રહેશે. જિજ્ઞાસાને ઉત્તેજન આપતા રહેશે. અને નીચેની ધર્મકથા શ્રવણ કરી હશે તથાપિ ફરી ફરી તેનું સ્મરણ કરશે.
સમ્યક્દશાનાં પાંચ લક્ષણે છે : શમ.
સંવેગ.
અનુકંપા. નિર્વેદ. આસ્થા. |
ક્રોધાદિક કષાયનું સમાઈ જવું, ઉદય આવેલા કક્ષામાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી અથવા અનાદિકાળની વૃત્તિઓ સમાઈ જવી તે “શમ”.
મુક્ત થવા સિવાય બીજી કઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, અભિલાષા નહીં તે “સંગ”.
જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું ત્યારથી હવે ઘણી થઈ, અરે જીવ! હવે ભ, એ ‘નિર્વેદ'.
માહાસ્ય જેનું પરમ છે એવા નિઃસ્પૃહી પુરુષનાં વચનમાં જ તલ્લીનતા તે “શ્રદ્ધા-આસ્થા
એ સઘળાં વડે જીવમાં સ્વાત્મતુલ્યબુદ્ધિ તે “અનુકંપા”.
આ લક્ષણો અવશ્ય મનન કરવા ગ્ય છે, સ્મરવા ગ્ય છે, ઈચ્છવા યોગ્ય છે, અનુભવવા ગ્યા છે. અધિક અન્ય પ્રસંગે.
વિ. રાયચંદ્રના ય૦
Page #422
--------------------------------------------------------------------------
________________
૧૧
૧૭ (૧૪૩)
વવાણિયા, બીજા ભાદરવા વદ ૧૩, શનિ, ૧૯૪૬ નીચેને અભ્યાસ તે રાખ્યા જ રહે – ૧. ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા, અને ઉદય
આવવાના કષાયાને શમાવે. ૨. સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા રહો. ૩. આટલા કાળ સુધી જે કર્યું તે બધાંથી નિવૃત્ત
થાઓ, એ કરતાં હવે અટકે. ૪. તમે પરિપૂર્ણ સુખી છો એમ માને, અને
બાકીનાં પ્રાણીઓની અનુકંપા કર્યા કરે. ૫. કેઈ એક પુરુષ છે, અને તેનાં ગમે તેવાં
વચનમાં પણ શ્રદ્ધા રાખે.
એ પાંચે અભ્યાસ અવશ્ય ગ્યતાને આપે છે; પાંચમામાં વળી ચારે સમાવેશ પામે છે, એમ અવશ્ય માને.
અધિક શું કહું? ગમે તે કાળે પણ એ પાંચમું પ્રાપ્ત થયા વિના આ પર્યટનને કિનારે આવવાને નથી.
બાકીનાં ચાર એ પાંચમું મેળવવામાં સહાયક છે.
પાંચમાં અભ્યાસ સિવાયને, તેની પ્રાપ્તિ સિવાયને બીજે કઈ નિર્વાણમાર્ગ મને સૂઝતું નથી, અને બધાય મહાત્માઓને પણ એમ જ સૂઝયું હશે—(સૂઝયું છે).
હવે જેમ તમને એગ્ય લાગે તેમ કરે. એ બધાની તમારી ઈચ્છા છે, તે પણ અધિક ઈચ્છો; ઉતાવળ ન કરે.
Page #423
--------------------------------------------------------------------------
________________
જેટલી ઉતાવળ તેટલી કચાશ અને કચાશ તેટલી ખટાશ; આ અપેક્ષિત કથનનું સ્મરણ કરે.
પ્રારબ્ધથી જીવતા રાયચંદના યથા
(૧૪૭)
૧૨
વવાણિયા, આસો સુદ ૬, રવિ, ૧૯૪૬ સુજ્ઞ ભાઈ ખીમજી,
આજ્ઞા પ્રત્યે અનુગ્રહ દર્શાવનારું સંતોષપ્રદ પત્ર મલ્યું.
આજ્ઞામાં જ એકતાન થયા વિના પરમાર્થના માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે. એકતાન થવું પણ બહુ જ અસુલભ છે.
એને માટે તમે શું ઉપાય કરશો? અથવા ધાર્યો છે? અધિક શું? અત્યારે આટલું ય ઘણું છે.
વિટ રાયચંદના યથા.
(૧૬૩)
૧૩ હે હરિ, આ કળિકાળમાં તારે વિષે અખંડ પ્રેમની ક્ષણ પણ જવી દુર્લભ છે, એવી નિવૃત્તિ ભૂલી ગયા છે. પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈ નિવૃત્તિનું ભાન પણ રહ્યું નથી. નાના પ્રકારના સુખાભાસને વિષે પ્રયત્ન થઈ રહ્યો છે. આરત પણ નાશ પામ્યા જેવું થઈ ગયું છે. વૃદ્ધમર્યાદા રહી નથી. ધર્મમર્યાદાને તિરસ્કાર થયા કરે છે. સત્સંગ શું? અને એ જ એક કર્તવ્યરૂપ છે એમ સમજવું કેવળ દુર્ઘટ થઈ પડ્યું
Page #424
--------------------------------------------------------------------------
________________
૧૯ છે. સત્સંગની પ્રાપ્તિમાં પણ જીવને તેનું ઓળખાણ થવું મહાવિકટ થઈ પડ્યું છે. માયાની પ્રવૃત્તિને પ્રસંગ ફરી ફરી જીવો કર્યા કરે છે. એક વખતે જે વચનની પ્રાપ્તિ થતાં જીવ બંધનમુક્ત હોય અને તારા સ્વરૂપને પામે, તેવાં વચને ઘણુ વખત કહેવાયાનું પણ કાંઈ જ ફળ થતું નથી. એવી છમાં અજોગ્યતા આવી ગઈ છે. નિષ્કપટપણું હાનિને પામ્યું છે. શાસ્ત્રને વિષે સંદેહ ઉત્પન્ન કરે એ એક જ્ઞાન જીવે માન્યું છે. પરિગ્રહની પ્રાપ્તિ અર્થે તારા ભક્તને પણ છેતરવાનું કર્તવ્ય પાપરૂપ તેને લાગતું નથી. પરિગ્રહ પિદા કરનાર એવા સગાસંબંધીમાં એ પ્રેમ કર્યો છે કે તે તારા પ્રત્યે અથવા તારા ભક્ત પ્રત્યે કર્યો હોય તે જીવ તને પામે. સર્વભૂતને વિષે દયા રાખવી અને સર્વને વિષે તું છે એમ હોવાથી દાસત્વભાવ રાખે એ પરમ ધર્મ (ખલિત થઈ ગયા છે. સર્વરૂપે તું સમાન જ રહ્યો છે, માટે ભેદભાવનો ત્યાગ કરે એ મેટા પુરુષોનું અંતરંગ જ્ઞાન આજે ક્યાંય જોવામાં આવતું નથી. અમે કે જે માત્ર તારું નિરંતર દાસત્વ જ અનન્ય પ્રેમે ઈચ્છીએ છીએ, તેને પણ તે કળિયુગને પ્રસંગ સંગ આપ્યા કરે છે.
હવે હે હરિ, આ જોયું જતું નથી, સાંભળ્યું જતું નથી. તે ન કરાવવું યેગ્ય છે, તેમ છતાં અમારા પ્રત્યે તારી તેવી જ ઈચ્છા હોય તે પ્રેરણા કર એટલે અમે તે કેવળ સુખરૂપ જ માની લઈશું. અમારા પ્રસંગમાં આવેલા છે કઈ પ્રકારે દુભાય નહીં અને અમારા દ્વેષી ન હોય (અમારા કારણથી) એ હું શરણાગત ઉપર અનુગ્રહ થે યોગ્ય હોય તે કર. મને મોટામાં મોટું દુઃખ માત્ર એટલું જ છે
Page #425
--------------------------------------------------------------------------
________________
કે તારાથી વિમુખ થવાય એવી વૃત્તિઓએ જ પ્રવર્તે છે, તેને પ્રસંગ છે અને વળી કોઈ કારણોને લીધે તેને તારા સન્મુખ થવાનું જણાવતાં છતાં તેનું અનંગીકારપણું થવું એ અમને પરમદુઃખ છે. અને જે તે ગ્ય હશે તે તે ટાળવાને હે નાથ ! તું સમર્થ છે, સમર્થ છે. મારું સમાધાન ફરી ફરી હે હરિ! સમાધાન કર.
૧૪
(૧૬૬)
મુંબઈ, કાર્તિક સુદ ૬, ભેમ, ૧૯૪૭ સપુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં, અનંત આગમ રહ્યા છે, એ વાત કેમ હશે?
નીચેના વાક્યો પ્રત્યેક મુમુક્ષુઓને મેં અસંખ્ય સપુરુષની સમ્મતિથી મંગળરૂપ માન્યાં છે, મેક્ષનાં સર્વોત્તમ કારણરૂપ માન્યાં છે – ૧. માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ
છોડ્યા વિના છૂટકે નથી; તે જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું, ત્યારથી જ તે કમને અભ્યાસ કરે
ગ્ય જ છે એમ સમજવું. કોઈ પણ પ્રકારે સદ્ગુરુને શેધ કરે; શેધ કરીને તેના પ્રત્યે તન, મન, વચન અને આત્માથી અર્પણબુદ્ધિ કરવી; તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિશક્તાથી આરાધન કરવું અને તે જ સર્વે માયિક વાસનાને અભાવ થશે એમ સમજવું.
Page #426
--------------------------------------------------------------------------
________________
3.
૪.
પ.
૨૧
અનાદિ કાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્રશ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જિનદીક્ષા, અનંતવાર આચાયૅપણું પ્રાપ્ત થયું છે. માત્ર, ‘સત્' મળ્યા નથી, ‘સત્' સુણ્યું નથી, અને ‘સત્' શ્રધ્યું નથી, અને એ મળ્યે, એ સુલ્યે, અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાના આત્માથી ભણકાર થશે.
મેાક્ષના માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. માર્ગને પામેલા માર્ગ પમાડશે.
એ અક્ષરમાં માર્ગ રહ્યો છે, અને અનાદિ કાળથી એટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થયેા નથી તે વિચારો.
(૧૭૨)
૧૫
મેાહમયી, કાર્તિક સુદિ ૧૪, બુધ, ૧૯૪૭
સજિજ્ઞાસુ-માર્ગાનુસારી મતિ,
ખંભાત.
ગઈ કાલે પરમ ભક્તિને સૂચવનારું આપનું પત્ર મળ્યું. આહ્લાદની વિશેષતા થઈ.
અનંત કાળથી પેાતાને પાતા વિષેની જ ભ્રાંતિ રહી ગઇ છે; આ એક અવાચ્ય, અદ્ભુત વિચારણાનું સ્થળ છે. જ્યાં મતિની ગતિ નથી, ત્યાં વચનની ગતિ કયાંથી હેાય? નિરંતર ઉદાસીનતાના ક્રમ સેવવા; સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થયું; સત્પુરુષાનાં ચિરત્રનું સ્મરણ કરવું; સત્પુરુષાનાં લક્ષણનું ચિંતન કરવું; સત્પુરુષોની મુખાકૃતિનું
Page #427
--------------------------------------------------------------------------
________________
૨૨.
હૃદયથી અવલોકન કરવું, તેનાં મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભુત રહસ્ય ફરી ફરી નિદિધ્યાસન કરવાં તેઓએ સમ્મત કરેલું સર્વ સમ્મત કરવું. નિમં? "
આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા ગ્ય, ફરી ફરી ચિતવવા ગ્ય, ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા ગ્ય, પરમ રહસ્ય છે. અને એ જ સર્વ શાસ્ત્રને, સર્વ સંતના હૃદયને, ઈશ્વરના ઘરને મર્મ પામવાને મહા માર્ગ છે. અને એ સઘળાનું કારણ કોઈ વિદ્યમાન પુરુષની પ્રાપ્તિ, અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે.
અધિક લખવું? આજે, ગમે તે કાલે, ગમે તે લાખ વર્ષે અને ગમે તે તેથી મોડે અથવા વહેલે, એ જ સૂયે, એ જ પ્રાપ્ત થયે છૂટકે છે. સર્વ પ્રદેશે મને તે એ જ સમ્મત છે.
પ્રસંગે પાત્ત પત્ર લખવાને લક્ષ રાખીશ. આપના પ્રસંગીઓમાં જ્ઞાનવાર્તા કરતા રહેશે, અને તેમને પરિણામે લાભ થાય એમ મળતા રહેશે.
અંબાલાલથી આ પત્ર અધિક સમજવાનું બની શકશે. આપ તેની વિદ્યમાનતાએ પત્રનું અવલોકન કરશો, અને તેના તેમજ ત્રિભવન વગેરેના ઉપયોગ માટે જોઈએ તે પત્રની પ્રતિ કરવા આપશે. મિતિ એ જ—એ જ વિજ્ઞાપન. સર્વકાળ એ જ કહેવા માટે જીવવા ઈચ્છનાર
રાયચંદની વંદના.
Page #428
--------------------------------------------------------------------------
________________
૧૬
(૧૮૩)
મુંબઈ, માગશર સુદ ૧૪, ૧૯૪૭ આનંદમૂર્તિ સ્વરૂપને અભેદભાવે ત્રણે કાળ
નમસ્કાર કરું છું. પરમ જિજ્ઞાસાએ ભરેલું તમારું ધર્મપત્ર ગયા પરમ દિવસે મળ્યું. વાંચી સંતોષ થે.
જે જે ઈચ્છાઓ તેમાં જણાવી છે, તે કલ્યાણકારક જ છે; પરંતુ એ ઈચ્છાની સર્વ પ્રકારની ફુરણું તે સાચા પુરુષના ચરણકમળની સેવામાં રહી છે. અને ઘણા પ્રકારે સત્સંગમાં રહી છે. આ નિઃશંક વાક્ય સર્વ અનંતજ્ઞાનીઓએ સમ્મત કરેલું આપને જણાવ્યું છે.
પરિભ્રમણ કરતે જીવ અનાદિકાળથી અત્યાર સુધીમાં અપૂર્વને પામ્યું નથી. જે પામે છે, તે બધું પૂર્વાનપૂર્વ છે. એ સઘળાની વાસનાને ત્યાગ કરવાને અભ્યાસ કરશે. દઢ પ્રેમથી અને પરમોલ્લાસથી એ અભ્યાસ જયવંત થશે, અને તે કાળે કરીને મહાપુરુષના ગે અપૂર્વની પ્રાપ્તિ કરાવશે. | સર્વ પ્રકારની ક્રિયાને, યેગને, જપ, તપ, અને તે સિવાયના પ્રકારને લક્ષ એ રાખજે કે આત્માને છોડવા માટે સર્વે છે; બંધનને માટે નથી. જેથી બંધન થાય એ બધાં (ક્રિયાથી કરીને સઘળાં ભેગાદિક પર્યંત) ત્યાગવા ગ્ય છે.
મિથ્યાનામધારીના યથાવ
Page #429
--------------------------------------------------------------------------
________________
૨૪
(૧૯૪)
૧૭ મુંબઈ, પોષ, ૧૯૪૭ જીવને માર્ગ મળ્યું નથી એનું શું કારણ ? એ વારંવાર વિચારીયેગ્ય લાગે ત્યારે સાથેનું પત્ર વાંચજે.
હાલ વિશેષ લખી શકવાની કે જણાવવાની દિશા નથી, તે પણ એક માત્ર તમારી મનોવૃત્તિ કિંચિત્ દુભાતી અટકે એ માટે જે કંઈ અવસરે ગ્ય લાગ્યું તે લખ્યું છે.
અમને લાગે છે કે માર્ગ સરળ છે, પણ પ્રાપ્તિને યેગ મળ દુર્લભ છે. સસ્વરૂપને અભેદભાવે અને અનન્ય ભક્તિએ
| નમોનમ: ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યફપ્રતીતિ આવ્યા વિના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આધ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે, અને સેવશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાનપ્રાપ્તિને એ જ માર્ગ છે. સર્વ શાસ્ત્રોને બેધલક્ષ જેવા જતાં એ જ છે. અને જે કોઈ પણ પ્રાણું છૂટવા ઈચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવે. એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિ કાળથી પરિભ્રમણ કર્યું છે. જ્યાં સુધી જીવને સ્વચ્છેદરૂપી અંધત્વ છે, ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. (અંધત્વ ટળવા માટે) જીવે એ માર્ગને વિચાર કરવો; દેઢ મોક્ષેચ્છા કરવી; એ વિચારમાં અપ્રમત્ત રહેવું, તે માર્ગની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે છે, એ
Page #430
--------------------------------------------------------------------------
________________
૨૫
નિઃશંક માનજે. અનાદિ કાળથી જીવ અવળે માર્ગે ચાલ્યા છે. જો કે તેણે જપ, તપ, શાસ્ત્રાધ્યયન વગેરે અનંત વાર કર્યું છે, તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવા એગ્ય હતું તે તેણે કર્યું નથી; જે કે અમે પ્રથમ જ જણાવ્યું છે.
સૂયગડાંગ સૂત્રમાં અષભદેવજી ભગવાને જ્યાં અઠ્ઠાણું પુત્રોને ઉપદેશ્યા છે, મોક્ષમાર્ગે ચઢાવ્યા છે ત્યાં એ જ ઉપદેશ કર્યો છે :
હે આયુષ્યમને ! આ જીવે સર્વે કર્યું છે. એક ઓ વિના, તે શું? તે કે નિશ્ચય કહીએ છીએ કે પુરુષનું કહેલું વચન, તેને ઉપદેશ તે સાંભળ્યાં નથી, અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યાં નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મસ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે.
સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશ છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે, એવા મહાવીર ભગવાન, તેણે આમ અમને કહ્યું છે – ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષે માર્ગ પામીને મોક્ષપ્રાપ્ત થયા.
એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળે અને સર્વ શાસ્ત્રમાં એ જ વાત કહેવાને લક્ષ છે.
| માઈ ઘો માળા તવો /
આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ. (આચારાંગ સૂત્ર) | સર્વ સ્થળે એ જ મોટા પુરુષોને કહેવાનું લક્ષ છે, એ લક્ષ જીવને સમજાયે નથી. તેના કારણમાં સર્વથી પ્રધાન એવું કારણ સ્વછંદ છે અને જેણે સ્વછંદને મંદ
૧. પ્રથમ શ્રુતસ્કંધ, દ્વિતીય અધ્યયન : ગાથા ૩૧-૩૨
Page #431
--------------------------------------------------------------------------
________________
કર્યો છે, એવા પુરુષને પ્રતિબદ્ધતા (લેકસંબંધી બંધન, સ્વજનકુટુંબ બંધન, દેહાભિમાનરૂપ બંધન, સંકલ્પ વિકલ્પરૂપ બંધન) એ બંધન ટળવાને સર્વોત્તમ ઉપાય જે કંઈ છે તે આ ઉપરથી તમે વિચારે. અને એ વિચારતાં અમને જે કંઈ યોગ્ય લાગે તે પૂછજે. અને એ માર્ગે જે કંઈ યેગ્યતા લાવશે તે ઉપશમ ગમે ત્યાંથી પણ મળશે. ઉપશમ મળે અને જેની આજ્ઞાનું આરાધન કરીએ એવા પુરુષને ખાજ રાખજે. | બાકી બીજાં બધાં સાધન પછી કરવાં એગ્ય છે. આ સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ વિચારતાં લાગશે નહીં. (વિકલ્પથી) લાગે તે જણાવશે કે જે કંઈ ગ્ય હોય તે જણાવાય.
(૧૯૫)
૧૮ મુંબઈ, પિષ, ૧૯૪૭ સસ્વરૂપને અભેદરૂપે અનન્ય ભક્તિએ નમસ્કાર
માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે, તેણે બધા વિકલ્પ મૂકીને આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કરે અવશ્યને છે –
અનંત કાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી ? અને તે શું કરવાથી થાય ?
આ વાક્યમાં અનંત અર્થ સમાયેલું છે; અને એ વાક્યમાં કહેલી ચિંતા કર્યા વિના, તેને માટે દઢ થઈ કર્યા વિના માર્ગની દિશાનું પણ અલ્પ ભાન થતું નથી પૂર્વે થયું નથી; અને ભવિષ્યકાળે પણ નહીં થશે. અમે તે એમ જાણ્યું છે. માટે તમારે સઘળાએ એ જ શોધવાનું છે. ત્યાર પછી બીજું જાણવું શું ? તે જણાય છે.
Page #432
--------------------------------------------------------------------------
________________
૨૭
ه
(૨૦)
૧૯ મુંબઈ, માહ સુદ, ૧૯૪૭
વચનાવલી ૧. જીવ પિતાને ભૂલી ગયો છે, અને તેથી સસુખને
તેને વિયેગ છે, એમ સર્વ ધર્મ સમ્મત કહ્યું છે. ૨. પિતાને ભૂલી ગયારૂપ અજ્ઞાન, જ્ઞાન મળવાથી નાશ
થાય છે, એમ નિઃશંક માનવું. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ. એ સ્વાભાવિક સમજાય છે, છતાં જીવ લેકલજજાદિ કારણથી અજ્ઞાનીને આશ્રય છેડતે નથી, એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે. જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઇચ્છવી, તેણે જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું એમ જિનાગમાદિ સર્વ શાસ્ત્ર કહે છે. પિતાની ઈચ્છાએ પ્રવર્તતાં અનાદિ કાળથી રખડ્યો.
જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છાએ, એટલે આજ્ઞાએ નહીં વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એકનિષ્ઠાએ, તન, મન, ધનની આસક્તિને ત્યાગ કરી
તેની ભક્તિમાં જોડાય. ૭. જોકે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પરંતુ મેક્ષાભિ
લાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતું નથી, અને
૧. પાઠાન્તર – જોકે જ્ઞાની ભક્તિ ઇચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી. આ અનાદિ કાળનું ગુપ્ત તત્ત્વ સંતોના હૃદયમાં રહ્યું તે પાને ચઢાવ્યું છે.
Page #433
--------------------------------------------------------------------------
________________
૨૮
મનન તથા નિદિધ્યાસનાદિને હેતુ થતું નથી, માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ
સપુરુષોએ કહ્યું છે. ૮. આમાં કહેલી વાત સર્વ શાસ્ત્રને માન્ય છે. ૯. રાષભદેવજીએ અઠ્ઠાણું પુત્રોને ત્વરાથી મોક્ષ થવાને
એ જ ઉપદેશ કર્યો હતે. ૧૦. પરીક્ષિત રાજાને શુકદેવજીએ એ જ ઉપદેશ કર્યો છે. ૧૧. અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે
તેપણ પિતે પિતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની
આજ્ઞાને આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે. ૧૨. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને
અધિકારી થવા માટે કહી છે; મેક્ષ થવા માટે જ્ઞાનીની
પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ. ૧૩. આ જ્ઞાનમાર્ગની શ્રેણી કહી, એ પામ્યા વિના બીજા
માર્ગથી મોક્ષ નથી. ૧૪. એ ગુપ્ત તત્વને જે આરાધે છે, તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે.
ઇતિ શિવમ
(૨૦૭)
મુંબઈ, માહ વદ ૦)), ૧૯૪૭ કઈ જાતની કિયા જો કે ઉથાપવામાં નહીં આવતી હોય તે પણ તેઓને લાગે છે તેનું કંઈ કારણ હોવું જોઈએ; જે કારણ ટાળવું એ કલ્યાણરૂપ છે.
Page #434
--------------------------------------------------------------------------
________________
૨.૯
પરિણામે “સને પ્રાપ્ત કરાવનારી, પ્રારંભમાં “સ”ની હેતુભૂત એવી તેમની રુચિને પ્રસન્નતા આપનારી વૈરાગ્યકથાને પ્રસંગોપાત્ત તેમનાથી પરિચય કરો; તે તેમના સમાગમથી પણ કલ્યાણ જ વૃદ્ધિ પામશે; અને પેલું કારણ પણ ટળશે.
જેમાં પૃથ્યાદિકનો વિસ્તારથી વિચાર કર્યો છે એવાં વચન કરતાં વૈતાલીય અધ્યયન જેવાં વચને વૈરાગ્યની વૃદ્ધિ કરે છે, અને બીજો મતભેદવાળાં પ્રાણીને પણ તેમાં અરુચિ થતી નથી.
જે સાધુઓ તમને અનુસરતા હોય, તેમને સમય પરત્વે જણાવતા રહેવું કે, ધર્મ તેનું નામ આપી શકાય કે જે ધર્મ થઈને પરિણમે જ્ઞાન તેનું નામ હોય કે જે જ્ઞાન થઈને પરિણમે; આપણે આ બધી ક્રિયા અને વાંચના ઇત્યાદિક કરીએ છીએ, તે મિથ્યા છે, એમ કહેવાને મારો હેતુ તમે સમજે નહીં તે હું તમને કંઈ કહેવા ઈચ્છું છું, આમ જણાવી તેમને જણાવવું કે આ જે કંઈ આપણે કરીએ છીએ, તેમાં કઈ એવી વાત રહી જાય છે કે જેથી “ધર્મ અને જ્ઞાન” આપણને પિતાને રૂપે પરિણમતાં નથી, અને કષાય તેમજ મિથ્યાત્વ(સંદેહ)નું મંદવું થતું નથી, માટે આપણે જીવના કલ્યાણનો ફરી ફરી વિચાર કરો એગ્ય છે; અને તે વિચાર્યું કંઈક આપણે ફળ પામ્યા વિના રહેશું નહીં આપણે બધું જાણવાનું પ્રયત્ન કરીએ છીએ પણ આપણે “સંદેહ કેમ જાય તે જાણવાનું પ્રયત્ન કરતા નથી. એ
જ્યાં સુધી નહીં કરીએ ત્યાં સુધી “સંદેહ કેમ જાય? અને સંદેહ હોય ત્યાં સુધી જ્ઞાન પણ ન હોય; માટે સંદેહ
Page #435
--------------------------------------------------------------------------
________________
૩૦
જવાનું પ્રયત્ન કરવું જોઈએ. એ સંદેહ એ છે કે આ જીવ ભવ્ય છે કે અભ? મિથ્યાદષ્ટિ છે કે સમ્યક્દષ્ટિ? સુલભબધી છે કે દુર્લભબધી? તુચ્છસંસારી છે કે અધિકસંસારી? આ આપણને જણાય તેવું પ્રયત્ન કરવું જોઈએ. આવી જાતની જ્ઞાનકથાને તેમનાથી પ્રસંગ રાખવો યેગ્ય છે.
પરમાર્થ ઉપર પ્રીતિ થવામાં સત્સંગ એ સર્વોત્કૃષ્ટ અને અનુપમ સાધન છે; પણ આ કાળમાં તે જગ બન બહુ વિકટ છે, માટે જીવે એ વિકટતામાં રહી પાર પાડવામાં વિકટ પુરુષાર્થ કરે એગ્ય છે, અને તે એ કે “અનાદિ કાળથી જેટલું જાણ્યું છે, તેટલું બધું ય અજ્ઞાન જ છે, તેનું વિસ્મરણ કરવું
“સતું’ સત્ જ છે, સરળ છે, સુગમ છે સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે, પણ “સને બતાવનાર “સત્’ જોઈએ.
નય અનંતા છે, એકેકા પદાર્થમાં અનંત ગુણધર્મ છે; તેમાં અનંતા નય પરિણમે છે; તે એક અથવા બે ચાર નયપૂર્વક બેલી શકાય એવું ક્યાં છે? માટે નયાદિકમાં સમતાવાન રહેવું જ્ઞાનીઓની વાણું “નય”માં ઉદાસીન વર્તે છે, તે વાણુને નમસ્કાર હો! વિશેષ કઈ પ્રસંગે.
(૨૦૯)
મહાત્માઓએ ગમે તે નામે અને ગમે તે આકારે એક “સ”ને જ પ્રકાર્યું છે. તેનું જ જ્ઞાન કરવા યોગ્ય છે. તે જ પ્રતીત કરવા યંગ્ય છે, તે જ અનુભવરૂપ છે. અને તે જ પરમ પ્રેમે ભજવા ગ્ય છે.
Page #436
--------------------------------------------------------------------------
________________
૩૧
તે “પરમસની જ અમે અનન્ય પ્રેમે અવિચ્છિન્ન ભક્તિ ઈચ્છીએ છીએ.
તે પરમસતીને પરમજ્ઞાન” કહો, ગમે તે “પરમ પ્રેમ” કહે, અને ગમે તો “સત્-ચિત્—આનંદ સ્વરૂપ” કહે, ગમે તે “આત્મા કહો, ગમે તે “સર્વાત્મા કહો, ગમે તે એક કહો, ગમે તે અનેક કહો, ગમે તે એકરૂપ કહે, ગમે તે સર્વરૂપ કહો, પણ સત્ તે સત્ જ છે. અને તે જ એ બધા પ્રકારે કહેવા યોગ્ય છે, કહેવાય છે. સર્વ એ જ છે, અન્ય નહીં.
એવું તે પરમતત્વ, પુરુષોત્તમ, હરિ, સિદ્ધ, ઈશ્વર, નિરંજન, અલખ, પરબ્રહ્મ, પરમાત્મા, પરમેશ્વર અને ભગવત આદિ અનંત નામેએ કહેવાયું છે.
અમે જ્યારે પરમતત્વ કહેવા ઈચ્છી તેવા કોઈ પણ શબ્દોમાં બેલીએ તે તે એ જ છે, બીજું નહીં.
(૨૧૧)
મુંબઈ, માહ વદ ૦)), ૧૯૪૭ સત? એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે, " અને એ જ જીવનો મોહ છે.
સત’ જે કંઈ છે, તે “સ” જ છે; સરળ છે; સુગમ છે, અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે; પણ જેને ભ્રાંતિરૂપ આવરણુતમ વર્તે છે તે પ્રાણીને તેની પ્રાપ્તિ કેમ હોય? અંધકારના ગમે તેટલા પ્રકાર કરીએ, પણ તેમાં કઈ એ. પ્રકાર નહીં આવે કે જે અજવાળારૂપ હોય તેમજ આવરણ
Page #437
--------------------------------------------------------------------------
________________
તિમિર જેને છે એવાં પ્રાણીની કલ્પનામાંની કોઈ પણ કલ્પના “સ” જણાતી નથી, અને “સત્ની નજીક સંભવતી નથી. “સ” છે, તે ભ્રાંતિ નથી, ભ્રાંતિથી કેવલ વ્યતિરિક્ત (જુદું) છે; કલ્પનાથી “પર” (આઘે) છે; માટે જેની પ્રાપ્ત કરવાની દઢ મતિ થઈ છે, તેણે પિતે કંઈ જ જાણતા નથી એ દઢ નિશ્ચયવાળે પ્રથમ વિચાર કરો, અને પછી સતની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું; તે જરૂર માર્ગની પ્રાપ્તિ થાય.
આ જે વચને લખ્યાં છે, તે સર્વ મુમુક્ષુને પરમ બંધવરૂપ છે, પરમ રક્ષકરૂપ છે અને એને સમ્યફ પ્રકારે વિચાર્યથી પરમપદને આપે એવાં છે; એમાં નિગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, પર્શનનું સર્વોત્તમ તત્વ અને જ્ઞાનીનાં બંધનું બીજ સંક્ષેપે કહ્યું છે, માટે ફરી ફરીને તેને સંભાર, વિચારજે; સમજજો; સમજવા પ્રયત્ન કરજે; એને બાધ કરે એવા બીજા પ્રકારમાં ઉદાસીન રહેજો; એમાં જ વૃત્તિને લય કરે છે. એ તમને અને કઈ પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાનેં અમારે મંત્ર છે, એમાં “સતું જ કહ્યું છે; એ સમજવા માટે ઘણો જ વખત ગાળો.
(૨૧૨)
ર૩
મુંબઈ, માહ વદ, ૧૯૪૭ સને નમેનમ: વાંછા-ઇચ્છાના અર્થ તરીકે “કામ” શબ્દ વપરાય છે, તેમજ પંચેન્દ્રિય વિષયના અર્થ તરીકે પણ વપરાય છે.
અનન્ય’ એટલે જેના જે બીજે નહીં, સર્વોત્કૃષ્ટ.
Page #438
--------------------------------------------------------------------------
________________
(૩૩
અનન્ય ભક્તિભાવ એટલે જેના જે બીજે નહીં એવો ભક્તિપૂર્વક ઉત્કૃષ્ટ ભાવ. | મુમુક્ષુ વૈ, યેગમાર્ગના સારા પરિચયી છે, એમ જાણું છું, સવૃત્તિવાળા જોગ્ય જીવ છે. જે પદને તમે સાક્ષાત્કાર પૂછો, તે તેમને હજુ થયે નથી.
પૂર્વકાળમાં ઉત્તર દિશામાં વિચરવા વિષેનું તેમના મુખથી શ્રવણ કર્યું. તે તે વિષે હાલ તે કંઈ લખી શકાય તેમ નથી. જોકે તેમણે તમને મિથ્યા કહ્યું નથી, એટલું જણાવી શકું છું.
જેના વચનબળે જીવ નિર્વાણમાગને પામે છે, એવી સજીવન મૂર્તિને પૂર્વકાળમાં જીવને જેગ ઘણી વાર થઈ ગયા છે, પણ તેનું ઓળખાણ થયું નથી. જીવે ઓળખાણ કરવા પ્રયત્ન કવચિત્ કર્યું પણ હશે, તથાપિ જીવને વિષે ગ્રહી રાખેલી સિદ્ધિયેગાદિ, રિદ્ધિયેગાદિ અને બીજી તેવી કામનાઓથી પિતાની દૃષ્ટિ મલિન હતી; દષ્ટિ જો મલિન હોય તે તેવી સામૂર્તિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ રહે છે, જેથી ઓળખાણ પડતું નથી; અને જ્યારે ઓળખાણ પડે છે, ત્યારે જીવને કેઈ અપૂર્વ સ્નેહ આવે છે, તે એ કે તે મૂર્તિને વિયેગે ઘડી એક આયુષ્ય ભોગવવું તે પણ તેને વિટંબના લાગે છે, અર્થાત્ તેના વિશે તે ઉદાસીનભાવે તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે; બીજા પદાર્થોના સંગ અને મૃત્યુ એ બને એને સમાન થઈ ગયાં હોય છે. આવી દશા જ્યારે આવે છે, ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હોય છે એમ જાણવું. એવી દશા આવવામાં માયાની સંગતિ બહુ વિટંબના
Page #439
--------------------------------------------------------------------------
________________
૩૪
મય છે; પણ એ જ દશા આણવી એવા જેને નિશ્ચય દૃઢ છે તેને ઘણું કરીને થાડા વખતમાં તે દશા પ્રાપ્ત થાય છે.
તમે બધાએ હાલ તે એક પ્રકારનું અમને બંધન કરવા માંડયું છે, તે માટે અમારે શું કરવું તે કાંઈ સૂઝતું નથી. ‘સજીવન મૂર્તિથી માર્ગ મળે એવા ઉપદેશ કરતાં પેાતે પાતાને બંધન કર્યું છે; કે જે ઉપદેશના લક્ષ તમે અમારા ઉપર જ માંડ્યો અમે તે સજીવન મૂર્તિનાદાસ છીએ, ચરણરજ છીએ. અમારી એવી અલૌકિક દશા પણ ક્યાં છે ? કે જે દશામાં કેવળ અસંગતા જ વર્તે છે. અમારા ઉપાધિયાગ તે! તમે પ્રત્યક્ષ દેખા તેવા છે.
આ બે છેલ્લી વાત તેા તમારા બધાને માટે મેં લખી છે, અમને હવે આખું બંધન થાય તેમ કરવા બધાને વિનંતી છે. બીજું એક એ જણાવવાનું છે કે તમે અમારે માટે કઇ હવે કોઈને કહેશેા નહીં. ઉદયકાળ તમે જાણા છે.
(૨૪૯)
૨૪
મુંબઈ, જેઠ સુદ ૭, શિન, ૧૯૪૭
ૐ નમઃ
કરાળ કાળ હાવાથી જીવને જ્યાં વૃત્તિની સ્થિતિ કરવી જોઈએ, ત્યાં તે કરી શકતા નથી.
સદ્ધર્મના ઘણું કરીને લેાપ જ રહે છે. તે માટે આ કાળને કળિયુગ કહેવામાં આવ્યો છે. .
Page #440
--------------------------------------------------------------------------
________________
૩૫
સદ્ધર્મને જેગ સપુરુષ વિના હેય નહીં; કારણ કે અસતમાં સત્ હેતું નથી. - ઘણું કરીને પુરુષનાં દર્શનની અને જોગની આ કાળમાં અપ્રાપ્તિ દેખાય છે. જ્યારે એમ છે, ત્યારે સદ્ધર્મરૂપ સમાધિ મુમુક્ષુ પુરુષને ક્યાંથી પ્રાપ્ત હોય ? અને અમુક કાળ વ્યતીત થયાં છતાં જ્યારે તેવી સમાધિ પ્રાપ્ત નથી થતી ત્યારે મુમુક્ષુતા પણ કેમ રહે ?
ઘણું કરીને જીવ જે પરિચયમાં રહે છે, તે પરિચયરૂપ પોતાને માને છે. જેને પ્રગટ અનુભવ પણ થાય છે કે અનાર્યકુળમાં પરિચય કરી રહેલે જીવ અનાર્યરૂપે પિતાને દઢ માને છે; અને આર્યને વિષે મતિ કરતું નથી. | માટે મોટા પુરુષેએ અને તેને લઈને અમે એવો દઢ નિશ્ચય કર્યો છે કે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે.
પિતાની સન્માર્ગને વિષે યોગ્યતા જેવી છે, તેવી યેગ્યતા ધરાવનારા પુરુષોને સંગ તે સત્સંગ કહ્યો છે, મેટા પુરુષના સંગમાં નિવાસ છે, તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ કારણ એને જેવું કંઈ હિતસ્વી સાધન આ જગતમાં અમે જોયું નથી, અને સાંભળ્યું નથી.
પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષનું ચિંતન કલ્યાણકારક છે; તથાપિ સ્વરૂપસ્થિતિનું કારણ હોઈ શકતું નથી; કારણ કે જીવે શું કરવું તે તેવા સ્મરણથી નથી સમજાતું. પ્રત્યક્ષ જેગે વગર સમજાવ્યું પણ સ્વરૂપસ્થિતિ થવી સંભવિત માનીએ છીએ, અને તેથી એમ નિશ્ચય થાય છે કે તે જોગનું
' ,
'
Page #441
--------------------------------------------------------------------------
________________
૩૬
અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મેક્ષ હાય છે. કારણ મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે.
મોક્ષે ગયા છે એવા (અદ્વૈતાદિક) પુરુષનું ચિંતન ઘણા કાળે ભાવાનુસાર મેાક્ષાદિક ફળદાતા હોય છે. સમ્યક્ત્વ પામ્યા છે એવા પુરુષના નિશ્ચય થયે અને જોગ્યતાના કારણે જીવ સમ્યક્ત્વ પામે છે.
(૨૫૪)
૨૫
મુંબઈ, અષાડ સુદ ૮, ભામ, ૧૯૪૭
નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે; અને તેથી નિ:સંગતા પ્રાપ્ત હોય છે.
પ્રકૃતિના વિસ્તારથી જીવનાં કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે; અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે; પણ સર્વથી માટે દોષ એ છે કે જેથી તીવ્ર મુમુક્ષુતા' ઉત્પન્ન ન જ હાય, અથવા ‘મુમુક્ષુતા’ જ ઉત્પન્ન ન હાય.
ઘણું કરીને મનુષ્યાત્મા કોઇ ને કોઇ ધર્મમતમાં હાય છે, અને તેથી તે ધર્મમત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે, એમ માને છે; પણ એનું નામ ‘મુમુક્ષુતા’ નથી.
‘મુમુક્ષુતા' તે છે કે સર્વ પ્રકારની મહાસક્તિથી મુઝાઈ એક માક્ષને વિષે જ યત્ન કરવા અને તીવ્ર મુમુક્ષુતા' એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું.
Page #442
--------------------------------------------------------------------------
________________
૩૭
‘તીવ્ર મુમુક્ષુતા' વિષે અત્ર જણાવવું નથી પણ ‘મુમુક્ષુતા' વિષે જણાવવું છે, કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પાતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે, અને તેને લીધે સ્વચ્છંદના નાશ હાય છે.
સ્વચ્છંદ જ્યાં થાડી અથવા ઘણી હાનિ પામ્યો છે, ત્યાં તેટલી ધખીજ ચેાગ્ય ભૂમિકા થાય છે.
સ્વચ્છંદ જ્યાં પ્રાયે ખાયેા છે, ત્યાં પછી ‘માર્ગપ્રાપ્તિ’ને રોકનારાં ત્રણ કારણેા મુખ્ય કરીને હાય છે, એમ અમે જાણીએ છીએ.
આ લેાકની અલ્પ પણ સુખેા, પરમ દૈન્યતાની એછાઇ અને પદાર્થના અનિર્ણય.
એ બધાં કારણેા ટાળવાનું ખીજ હવે પછી કહેશું. તે પહેલાં તે જ કારણેાને અધિકતાથી કહીએ છીએ.
આ લેાકની અલ્પ પણ સુખેચ્છા', એ ઘણું કરીને તીવ્ર મુમુક્ષુતાની ઉત્પત્તિ થયા પહેલાં હેાય છે. તે હાવાનાં કારણા નિઃશંકપણે તે ‘સત્' છે એવું દૃઢ થયું નથી, અથવા તે ‘પરમાનંદરૂપ' જ છે એમ પણ નિશ્ચય નથી, અથવા તા મુમુક્ષુતામાં પણ કેટલેક આનંદ અનુભવાય છે, તેને લીધે બાહ્ય શાતાનાં કારણા પણ કેટલીક વાર પ્રિય લાગે છે (!) અને તેથી આ લેાકની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે; જેથી જીવની જોગ્યતા રોકાઈ જાય છે.
૧. પાઠાન્તર : પરમ વિનયની છાઈ
Page #443
--------------------------------------------------------------------------
________________
૩૮
સત્પુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે; અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે; જેથી સર્વ પ્રાણી વિષે પોતાનું દાસત્વ મનાય છે અને પરમ જોગ્યતાની પ્રાપ્તિ હેાય છે. એ પરમ દૈન્યત્વ’ જ્યાં સુધી આવરત રહ્યું છે ત્યાં સુધી જીવની જોગ્યતા પ્રતિબંધયુક્ત હાય છે.
કદાપિ એ બન્ને થયાં હોય, તથાપિ વાસ્તવિક તત્ત્વ પામવાની કંઈ જોગ્યતાની ઓછાઇને લીધે પદાર્થ-નિર્ણય ન થયા હોય તેા ચિત્ત વ્યાકુળ રહે છે, અને મિથ્યા સમતા આવે છે; કલ્પિત પદાર્થ વિષે સત્'ની માન્યતા હોય છે; જેથી કાળે કરી અપૂર્વ પદાર્થને વિષે પરમ પ્રેમ આવતા નથી, અને એ જ પરમ જોગ્યતાની હાનિ છે.
આ ત્રણે કારણેા ઘણું કરીને અમને મળેલા ઘણાખરા મુમુક્ષુમાં અમે જોયાં છે. માત્ર બીજા કારણની કંઈક ન્યૂનતા કોઈ કોઈ વિષે જોઈ છે, અને જો તેઓમાં સર્વ પ્રકારે (પરમ દૈન્યતાની ખામીની) ન્યૂનતા થવાનું પ્રયત્ન હોય તો જોગ્ય થાય એમ જાણીએ છીએ. પરમ દૈન્યપણું એ ત્રણેમાં બળવાન સાધન છે; અને એ ત્રણેનું ખીજ મહાત્માને વિષે પરમ પ્રેમાર્પણ એ છે.
૧ પાઠાન્તર : તથારૂપ ઓળખાણ થયે સદ્ગુરુમાં પરમેશ્વરબુદ્ધિ રાખી તેમની આજ્ઞાએ પ્રવર્તવું તે ‘પરમ વિનય' કહ્યો છે. તેથી પરમ જોગ્યતાની પ્રાપ્તિ હેાય છે. એ પરમ વિનય જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી જીવને જોગ્યતા આવતી નથી.
૨. પાઠાન્તર ઃ પરમ વિનયની.
Page #444
--------------------------------------------------------------------------
________________
9:32:
૩૯ અધિક શું કહીએ ? અનંત કાળે એ જ માર્ગ છે.
પહેલું અને ત્રીજું કારણ જવાને માટે બીજા કારણની હાનિ કરવી.૧ અને મહાત્માના જેગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું. ઓળખવાની પરમ તીવ્રતા રાખવી, તે ઓળખાશે. મુમુક્ષના નેત્રે મહાત્માને ઓળખી લે છે.
મહાત્મામાં જેને દઢ નિશ્ચય થાય છે, તેને મહાસક્તિ મટી પદાર્થને નિર્ણય હોય છે. તેથી વ્યાકુળતા મટે છે. તેથી નિઃશંકતા આવે છે. જેથી જીવ સર્વ પ્રકારના દુઃખથી નિર્ભય હોય છે અને તેથી જ નિઃસંગતા ઉત્પન્ન હોય છે, અને એમ યોગ્ય છે. ' માત્ર તમ મુમુક્ષુઓને અર્થે ટૂંકામાં ટૂંકું આ લખ્યું છે; તેને પરસ્પર વિચાર કરી વિસ્તાર કરે અને તે સમજવું એમ અમે કહીએ છીએ.
અમે આમાં ઘણે ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યો છે.
તમે વારંવાર વિચારજે. મેગ્યતા હશે તે અમારા સમાગમમાં આ વાતને વિસ્તારથી વિચાર બતાવીશું.
હાલ અમારે સમાગમ થાય તેમ તે નથી; પણ વખતે શ્રાવણ વદમાં કરીએ તે થાય; પણ તે કયે સ્થળે? તે હજુ સુધી વિચાર્યું નથી. - કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુવિચાર વિનાને રહેવું એમ મહાત્માઓની શિક્ષા છે.
તમને બધાને યથાયોગ્ય પહોંચે.
૧. પાઠાન્તર : અને પરમ વિનયમાં વર્તવું યોગ્ય છે.
Page #445
--------------------------------------------------------------------------
________________
(૨૬૨)
મુંબઈ, શ્રાવણ સુદ, ૧૯૪૭ ઉપાધિના ઉદયને લીધે પહોંચ આપવાનું બની શકયું નથી, તે ક્ષમા કરશે. અત્ર અમને ઉપાધિના ઉદયને લીધે સ્થિતિ છે. એટલે તમને સમાગમ રહે દુર્લભ છે.
આ જગતને વિષે સત્સંગની પ્રાપ્તિ ચતુર્થ કાળ જેવા કાળને વિષે પણ પ્રાપ્ત થવી ઘણું દુર્લભ છે, તે આ દુષમકાળને વિષે પ્રાપ્તિ પરમ દુર્લભ હેવી સંભાવ્ય છે એમ જાણું, જે જે પ્રકારે સત્સંગના વિયેગમાં પણ આત્મામાં ગુણોત્પત્તિ થાય છે તે પ્રકારે પ્રવર્તવાને પુરુષાર્થ વારંવાર, વખતોવખત અને પ્રસંગે પ્રસંગે કર્તવ્ય છે અને નિરંતર સત્સંગની ઈચ્છા, અસત્સંગમાં ઉદાસીનતા રહેવામાં મુખ્ય કારણ તે પુરુષાર્થ છે, એમ જાણી જે કંઈ નિવૃત્તિનાં કારણે હોય, તે તે કારણોને વારંવાર વિચાર કરે રોગ્ય છે.
અમને આ લખતાં એમ સ્મરણ થાય છે કે “શું કરવું ?” અથવા “કેઈ પ્રકારે થતું નથી ?” એવું તમારા ચિત્તમાં વારંવાર થઈ આવતું હશે, તથાપિ એમ ઘટે છે કે જે પુરુષ બીજા બધા પ્રકારને વિચાર અકર્તવ્યરૂપ જાણ આત્મકલ્યાણને વિષે ઉજમાળ થાય છે, તેને કંઈ નહીં જાણતાં છતાં, તે જ વિચારના પરિણામમાં જે કરવું ઘટે છે, અને કોઈ પ્રકારે થતું નથી એમ ભાસ્યમાન થયેલું તે પ્રગટ થવાનું તે જીવને વિષે કારણે ઉત્પન્ન થાય છે, અથવા કૃતકૃત્યતાનું સાક્ષાત્ સ્વરૂપ ઉત્પન્ન થાય છે.
Page #446
--------------------------------------------------------------------------
________________
૪૧ દેષ કરે છે એવી સ્થિતિમાં આ જગતના જીના ત્રણ પ્રકાર જ્ઞાની પુરુષે દીઠા છે. (૧) કેઈ પણ પ્રકારે જીવ દોષ કે કલ્યાણને વિચાર નથી કરી શક્યો, અથવા કરવાની જે સ્થિતિ તેમાં બેભાન છે, એવા ને એક પ્રકાર છે. (૨) અજ્ઞાનપણથી, અસત્સંગના અભ્યાસે ભાસ્યમાન થયેલા બેધથી દોષ કરે છે તે ક્રિયાને કલ્યાણ સ્વરૂપ માનતા એવા જીને બીજો પ્રકાર છે. (૩) ઉદયાધીનપણે માત્ર જેની સ્થિતિ છે, સર્વ પરસ્વરૂપને સાક્ષી છે એ બધસ્વરૂપ જીવ, માત્ર ઉદાસીનપણે કર્તા દેખાય છે એવા જીવને ત્રીજો પ્રકાર છે.
એમ ત્રણ પ્રકારના જીવસમૂહ જ્ઞાની પુરુષે દીઠા છે. ઘણું કરી પ્રથમ પ્રકારને વિષે સ્ત્રી, પુત્ર, મિત્ર, ધનાદિ પ્રાપ્તિ અપ્રાપ્તિના પ્રકારને વિષે તદાકાર-પરિણામી જેવા ભાસતા એવા જ સમાવેશ પામે છે. જુદા જુદા ધર્મની નામક્રિયા કરતા એવા જીવો, અથવા સ્વછંદ પરિણામી એવા પરમાર્થમાર્ગે ચાલીએ છીએ એવી બુદ્ધિએ ગૃહીત જીવો તે બીજા પ્રકારને વિષે સમાવેશ પામે છે. સ્ત્રી, પુત્ર, મિત્ર, ધનાદિ પ્રાપ્તિ-અપ્રાપ્તિ એ આદિ ભાવને વિષે જેને વૈરાગ્ય ઉત્પન્ન થયે છે, અથવા થયા કરે છે; સ્વચછેદપરિણામ જેનું ગણિત થયું છે, અને તેવા ભાવના વિચારમાં નિરંતર જેનું રહેવું છે, એવા જીવના દોષ તે ત્રીજા પ્રકારમાં સમાવેશ થાય છે. જે પ્રકારે ત્રીજો સમૂહ સાધ્ય થાય તે પ્રકાર વિચાર છે. વિચારવાની છે તેને યથાબુદ્ધિએ, સદ્ગથે, સત્સંગે તે વિચાર પ્રાપ્ત થાય છે, અને અનુક્રમે દોષરહિત એવું સ્વરૂપ તેને
Page #447
--------------------------------------------------------------------------
________________
૪૨
વિષે ઉત્પન્ન હોય છે. આ વાત ફરી ફરી સૂતાં તથા જાગતાં અને ખીજે ખીજે પ્રકારે વિચારવા, સંભારવા ચેાગ્ય છે.
(૨૭૧)
૨૭
વવાણિયા, ભા. વદ ૪, ભામ, ૧૯૪૭ ૐ સત્
શ્રીમાન્ પુરુષોત્તમની અનન્ય ભક્તિને અવિચ્છિન્ન ઇચ્છું છું.
એવો એક જ પદાર્થ પરિચય કરવા યોગ્ય છે કે જેથી અનંત પ્રકારના પરિચય નિવૃત્ત થાય કેવા પ્રકારે ? તેના વિચાર મુમુક્ષુ
છે; તે કયા ? અને
(૨૭૩)
કરે છે.
લિ॰ સમાં અભેદ
૨૮
વવાણિયા, ભાદ્રપદ વદ ૫, બુધ, ૧૯૪૭
વિગત લખી તે જાણી. ધીરજ રાખવી અને રિઈચ્છા સુખદાયક માનવી એટલું જ આપણે તા કર્તવ્યરૂપ છે.
કળિયુગમાં અપાર કષ્ટ કરીને સત્પુરુષનું એળખાણ પડે છે. છતાં વળી કંચન અને કાંતાના મેહ તેમાં પરમ પ્રેમ આવવા ન દે તેમ છે. ઓળખાણ પડયે અડગપણે ન રહી શકે એવી જીવની વૃત્તિ છે, અને આ કળિયુગ છે; તેમાં જે નથી મુઝાતા તેને નમસ્કાર.
Page #448
--------------------------------------------------------------------------
________________
ર૯
(૨૯)
વવાણિયા, કાર્તિક સુદ ૭, રવિ, ૧૯૪૮ છે ગમે તે કિયા, જપ, તપ કે શાસ્ત્રવાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સલૂના ચરણમાં રહેવું.
અને એ એક જ લક્ષ ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને પિતાને શું કરવું એગ્ય છે, અને શું કરવું અગ્ય છે તે સમજાય છે, સમજાતું જાય છે.
એ લક્ષ આગળ થયા વિના જપ, તપ, ધ્યાન કે દાન કોઈની યથાયોગ્ય સિદ્ધિ નથી, અને ત્યાં સુધી ધ્યાનાદિક નહીં જેવાં કામનાં છે.
માટે એમાંથી જે જે સાધને થઈ શકતાં હોય તે બધાં એક લક્ષ થવાને અર્થે કરવાં કે જે લક્ષ અમે ઉપર જણાવ્યો છે. જપતપાદિક કંઈ નિષેધવા ગ્ય નથી; તથાપિ તે બધાં એક લક્ષને અર્થે છે, અને એ લક્ષ વિના જીવને સમ્યક્ત્વસિદ્ધિ થતી નથી.
વધારે શું કહીએ? ઉપર જણાવ્યું છે તેટલું જ સમજવાને માટે સઘળાં શાસ્ત્રો પ્રતિપાદિત થયા છે.
(૩૩૧),
૩૦
છે મુંબઈ, માહ, ૧૯૪૮ વિતરાગપણે, અત્યંત વિનયપણે પ્રણામ.
# બ્રાંતિગતપણે સુખસ્વરૂપ ભાસે છે એવા આ સંસારી પ્રસંગ અને પ્રકારેમાં જ્યાં સુધી જીવને વહાલપ વર્તે છે;
Page #449
--------------------------------------------------------------------------
________________
ત્યાં સુધી જીવને પિતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે, અને સત્સંગનું માહાભ્ય પણ તથારૂપપણે ભાસ્યમાન થવું અસંભવિત છે. જ્યાં સુધી તે સંસારગત વહાલપ અસંસારગત વહાલપને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ખચીત કરી અપ્રમત્તપણે વારંવાર પુરુષાર્થને સ્વીકાર એગ્ય છે. આ વાત ત્રણે કાળને વિષે અવિસંવાદ જાણી નિષ્કામપણે લખી છે.
૩૧
(૩૩૪)
મુંબઈ, ફાગણ સુદ ૧૦, બુધ, ૧૯૪૮ હૃદયરૂપ શ્રી સુભાગ્ય પ્રત્યે,
ભક્તિપૂર્વક નમસ્કાર પહોંચે.
હવે પછી લખીશું, હવે પછી લખીશું એમ લખીને ઘણી વાર લખવાનું બન્યું નથી, તે ક્ષમા કરવા
ગ્ય છે; કારણ કે ચિત્તસ્થિતિ ઘણું કરી વિદેહી જેવી વર્તે છે, એટલે કાર્યને વિષે અવ્યવસ્થા થઈ જાય છે. જેવી હાલ ચિરસ્થિતિ વર્તે છે, તેવી અમુક સમય સુધી વર્તાવ્યા વિના છૂટકે નથી.
ઘણું ઘણું જ્ઞાનીપુરુષ થઈ ગયા છે, તેમાં અમારી જે ઉપાધિપ્રસંગ અને ચિત્તસ્થિતિ ઉદાસીન, અતિઉદાસીન, તેવા ઘણું કરીને પ્રમાણમાં થેડા થયા છે. ઉપાધિપ્રસંગને લીધે આત્મા સંબંધી જે વિચાર તે અખંડપણે થઈ શકતે નથી, અથવા ગૌણપણે થયા કરે છે, તેમ થવાથી ઘણે કાળ પ્રપંચ વિષે રહેવું પડે છે અને તેમાં તે અત્યંત ઉદાસ પરિણામ થઈ ગયેલ હોવાથી ક્ષણવાર પણ ચિત્ત ટકી શકતી
Page #450
--------------------------------------------------------------------------
________________
૪૫
નથી, જેથી જ્ઞાનીઓ સર્વસંગપરિત્યાગ કરી અપ્રતિબદ્ધપણે વિચરે છે. “સર્વસંગ” શબ્દને લક્ષ્યાર્થ એ છે કે અખંડપણે આત્મધ્યાન કે બેધ મુખ્યપણે ન રખાવી શકે એ સંગ. આ અમે ટૂંકામાં લખ્યું છે; અને તે પ્રકારને બાહ્યથી, અંતરથી ભજ્યા કરીએ છીએ.
દેહ છતાં મનુષ્ય પૂર્ણ વીતરાગ થઈ શકે એ અમારે નિશ્ચલે અનુભવ છે. કારણ કે અમે પણ નિશ્ચય તે જ સ્થિતિ પામવાના છીએ, એમ અમારે આત્મા અખંડપણે કહે છે અને એમ જ છે, જરૂર એમ જ છે. પૂર્ણ વીતરાગની ચરણરજ નિરંતર મસ્તકે હો, એમ રહ્યા કરે છે. અત્યંત વિકટ એવું વીતરાગત્વ અત્યંત આશ્ચર્યકારક છે; તથાપિ તે સ્થિતિ પ્રાપ્ત થાય છે, સદેહે પ્રાપ્ત થાય છે, એ નિશ્ચય છે, પ્રાપ્ત કરવાને પૂર્ણ એગ્ય છે, એમ નિશ્ચય છે. સદેહે તેમ થયા વિના અમને ઉદાસીનતા મટે એમ જણાતું નથી અને તેમ થવું સંભવિત છે, જરૂર એમ જ છે.
પ્રશ્નોના ઉત્તર ઘણું કરીને લખવાનું બની શકશે નહીં, કારણ કે ચિત્તસ્થિતિ જણાવી તેવી વર્યા કરે છે.
હાલ ત્યાં કંઈ વાંચવા, વિચારવાનું ચાલે છે કે શી રીતે, તે કંઈ પ્રસંગોપાત્ત લખશે.
ત્યાગને ઇચ્છીએ છીએ, પણ થતું નથી. તે ત્યાગ કદાપિ તમારી ઈચ્છાને અનુસરત કરીએ, તથાપિ તેટલું પણ હાલ તે બનવું સંભવિત નથી.
અભિન્ન બેધમયના પ્રણામ પહોંચે.
Page #451
--------------------------------------------------------------------------
________________
૪૬
(૩૪૭)
૩ર મુંબઈ, ફાગણ વદ ૦)), સોમ, ૧૯૪૮
આત્મસ્વરૂપે હૃદયરૂપ વિશ્રામમૂર્તિ શ્રી સુભાગ્ય પ્રત્યે,
વિનયયુક્ત એવા અમારા પ્રણામ પહોચે. અત્ર ઘણું કરીને આત્મદશાએ સહજસમાધિ વર્તે છે. બાહ્ય ઉપાધિને જોગ વિશેષપણે ઉદયપ્રાપ્ત થવાથી તે પ્રકારે વર્તવામાં પણ સ્વસ્થ રહેવું પડે છે.
જાણીએ છીએ કે ઘણું કાળે જે પરિણામ પ્રાપ્ત થવાનું છે તે તેથી થડા કાળે પ્રાપ્ત થવા માટે તે ઉપાધિ જોગ વિશેષપણે વર્તે છે.
- તમારાં ઘણાં પત્ર–પત્તાં અમને પહોંચ્યાં છે. તેમાં લખેલ જ્ઞાન સંબંધી વાર્તા ઘણું કરીને અમે વાંચી છે. તે સર્વ પ્રશ્નોને ઘણું કરી ઉત્તર લખવામાં આવ્યો નથી, તેને માટે ક્ષમા આપવી એગ્ય છે.
તે પત્રોમાં કઈ કઈ વ્યાવહારિક વાર્તા પણ પ્રસંગે લખેલી છે, જે અમે ચિત્તપૂર્વક વાંચી શકીએ તેમ બનવું વિકટ છે. તેમ તે વાર્તા સંબંધી પ્રત્યુત્તર લખવા જેવું સૂઝતું નથી. એટલે તે માટે પણ ક્ષમા આપવા ગ્ય છે.
હાલ અત્ર અમે વ્યાવહારિક કામ તે પ્રમાણમાં ઘણું કરીએ છીએ, તેમાં મન પણ પૂરી રીતે દઈએ છીએ, તથાપિ તે મન વ્યવહારમાં ચુંટતું નથી, પિતાને વિષે જે રહે છે, એટલે વ્યવહાર બહુ બોજારૂપે રહે છે.
આખો લેક ત્રણે કાળને વિષે દુઃખે કરીને પીડાતે માનવામાં આવ્યો છે, અને તેમાં પણ આ વર્તે છે, તે તે
Page #452
--------------------------------------------------------------------------
________________
૪૭
મહા દુષમકાળ છે; અને સર્વ પ્રકારે વિશ્રાંતિનું કારણ એ જે “કર્તવ્યરૂપ શ્રી સત્સંગ તે તે સર્વ કાળને વિષે પ્રાપ્ત થવે દુર્લભ છે. તે આ કાળમાં પ્રાપ્ત થ ઘણે ઘણે દુર્લભ હોય એમાં કંઈ આશ્ચર્યકારક નથી.
અમે કે જેનું મન પ્રાયે કોધથી, માનથી, માયાથી, લેભથી, હાસ્યથી, રતિથી, અરતિથી, ભયથી, શેકથી, જુગુપ્સાથી કે શબ્દાદિક વિષયેથી અપ્રતિબંધ જેવું છે કુટુંબથી, ધનથી, પત્રથી, “વૈભવથી, સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે, તે મનને પણ સત્સંગને વિષે બંધન રાખવું બહુ બહુ રહ્યા કરે છે, તેમ છતાં અમે અને તમે હાલ પ્રત્યક્ષપણે તે વિયેગમાં રહ્યા કરીએ છીએ. એ પણ પૂર્વ નિબંધનનો કેઈ મોટો પ્રબંધ ઉદયમાં હોવાનું સંભાવ્ય કારણ છે.
જ્ઞાન સંબંધી પ્રશ્નોને ઉત્તર લખાવવાની આપની જિજ્ઞાસા પ્રમાણે કરવામાં પ્રતિબંધ કરનારી એક ચિત્તસ્થિતિ થઈ છે; જેથી હાલ તે તે વિષે ક્ષમા આપવા યોગ્ય છે.
આપની લખેલી વ્યાવહારિક કેટલીક વાર્તાઓ અમને જાણવામાં છે, તેના જેવી હતી. તેમાં કોઈ ઉત્તર લખવા જેવી પણ હતી. તથાપિ મન તેમ નહીં પ્રવૃત્તિ કરી શક્યાથી ક્ષમા આપવા ગ્ય છે.
(૩૭૩)
મુંબઈ, વૈશાખ વદ ૧૪, બુધ, ૧૯૪૮ મેહમયથી જેની અમેહપણે સ્થિતિ છે, એવા શ્રી... ના યથા ૦
Page #453
--------------------------------------------------------------------------
________________
४८
મનને લઈને આ બધું છે એ જે અત્યાર સુધીને થયેલે નિર્ણય લખ્યો, તે સામાન્ય પ્રકારે તે યથાતથ્ય છે. તથાપિ “મન”, તેને લઈને', અને “આ બધું અને તેને નિર્ણય, એવા જે ચાર ભાગ એ વાક્યને થાય છે, તે ઘણું કાળના બધે જેમ છે તેમ સમજાય એમ જાણીએ છીએ. જેને તે સમજાય છે તેને મન વશ વર્તે છે વર્તે છે, એ વાત નિશ્ચયરૂપ છે; તથાપિ ન વર્તતું હોય તે પણ તે આત્મ
સ્વરૂપને વિષે જ વર્તે છે. એ મન વશ થવાને ઉત્તર ઉપર લખે છે, તે સર્વથી મુખ્ય એ લખે છે. જે વાક્ય લખવામાં આવ્યાં છે તે ઘણું પ્રકારે વિચારવાને ગ્ય છે.
મહાત્માને દેહ બે કારણને લઈને વિદ્યમાનપણે વર્તે છે, પ્રારબ્ધ કર્મ ભેગવવાને અર્થે, જેના કલ્યાણને અર્થે તથાપિ એ બન્નેમાં તે ઉદાસપણે ઉદય આવેલી વર્તનાએ વર્તે છે, એમ જાણીએ છીએ.
ધ્યાન, જપ, તપ, ક્રિયા માત્ર એ સર્વ થકી, અમે જણાવેલું કોઈ વાક્ય જે પરમ ફળનું કારણ ધારતા હે તે, નિશ્ચયપણે ધારતા હો તે, પાછળથી બુદ્ધિ કસંજ્ઞા, શાસ્ત્રસંજ્ઞા પર ન જતી હોય તે, જાય તે તે ભ્રાંતિવડે ગઈ છે એમ ધારતા હો તે, તે વાક્યને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતા હો તે, લખવાને ઇચ્છા થાય છે. હજી આથી વિશેષપણે નિશ્ચયને વિષે ધારણા કરવાને લખવું અગત્ય જેવું લાગે છે, તથાપિ ચિત્ત અવકાશરૂપે વર્તતું નથી, એટલે જે લખ્યું છે તે પ્રબળપણે માનશે.
સર્વ પ્રકારે ઉપાધિગ તે નિવૃત્ત કરવા ગ્ય છે;
Page #454
--------------------------------------------------------------------------
________________
૪૯ તથાપિ જે તે ઉપાધિગ સત્સંગાદિકને અર્થે જ ઇચ્છવામાં આવતું હોય, તેમજ પાછી ચિત્તસ્થિતિ સંભવપણે રહેતી હોય તે તે ઉપાધિગમાં પ્રવર્તવું શ્રેયસ્કર છે.
અપ્રતિબદ્ધ પ્રણામ
(૩૮૪)
૩૪
મુંબઈ, અસાડ સુદ ૯, ૧૯૪૮ શબ્દાદિ પાંચ વિષયની પ્રાપ્તિની ઇચ્છાએ કરી જેનાં ચિત્ત અત્યંત વ્યાકુળપણે વર્તે છે એવા જીનું જ્યાં વિશેષપણે દેખાવું છે, એ જે કાળ તે આ “દુસમ કળિયુગ” નામને કાળ છે. તેને વિષે વિહળપણું જેને પરમાર્થને વિષે નથી થયું, ચિત્ત વિક્ષેપ પામ્યું નથી, સંગે કરી પ્રવર્તનભેદ પામ્યું નથી, બીજી પ્રીતિના પ્રસંગે જેનું ચિત્ત આવૃત્ત થયું નથી, બીજ જે કારણે તેને વિષે જેને વિશ્વાસ વતે નથી, એ જે કઈ હોય તે તે આ કાળને વિષે બીજે શ્રી રામ” છે. તથાપિ જોઈને સખેદ આશ્ચર્ય વર્તે છે કે એ ગુણેના કેઈ અંશે સંપન્ન પણ અલપ જ દષ્ટિગોચર થતા નથી.
નિદ્રા સિવાય બાકીને જે વખત તેમાંથી એકાદ કલાક સિવાય બાકીને વખત મન, વચન, કાયાથી ઉપાધિને જેગે વર્તે છે. ઉપાય નથી, એટલે સમ્યક પરિણતિએ સંવેદન કરવું એગ્ય છે.
મોટા આશ્ચર્યને પમાડનારાં એવાં જળ, વાયુ, ચંદ્ર, સૂર્ય, અગ્નિ આદિ પદાર્થોના જે ગુણે તે સામાન્ય પ્રકારે
Page #455
--------------------------------------------------------------------------
________________
પણ જેમ જીવોની દૃષ્ટિમાં આવતા નથી, અને પિતાનું જે નાનું ઘર અથવા જે કઈ ચીજ તેને વિષે કઈ જાતનું જાણે આશ્ચર્યકારક સ્વરૂપ દેખી અહત્વ વર્તે છે, એ જોઈ એમ થાય છે કે લેકેને દૃષ્ટિભ્રમ–અનાદિકાળને-મો નથી; જેથી મટે એ જે ઉપાય, તેને વિષે જીવનું અલ્પ પણ જ્ઞાન પ્રવર્તતું નથી, અને તેનું ઓળખાણ થયે પણ સ્વેચ્છાએ વતવાની જે બુદ્ધિ તે વારંવાર ઉદય પામે છે; એમ ઘણા જીવની સ્થિતિ જોઈ આ લેક અનંત કાળ રહેવાને છે, એમ જાણો.
નમસ્કાર પહોચે.
(૪૦૩)
મુંબઈ, ભાદરવા સુદ ૧૦, ગુરુ, ૧૯૪૮ જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે છે તે પ્રકાર ધર્મના છે. આત્મા જે પ્રકારે અન્યભાવ પામે, તે પ્રકાર અન્યરૂપ છે; ધર્મરૂપ નથી. તમે હાલ જે નિષ્ઠા, વચનના શ્રવણ પછી, અંગીકૃત કરી છે તે નિષ્ઠા શ્રેયોગ છે. દઢ મુમુક્ષુને સત્સંગે તે નિષ્ઠાદિ અનુક્રમે વર્ધમાન પણાને પ્રાપ્ત થઈ આત્મસ્થિતિરૂપ થાય છે.
જીવે ધર્મ પિતાની કલ્પના વડે અથવા કલ્પનાપ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણું કરવા જેગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સપુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, થાવત્ આરાધવા જોગ છે.
Page #456
--------------------------------------------------------------------------
________________
૫૧
(૪૧૬)
૩૬
મુંબઈ, આસા, ૧૯૪૮
ધ્યાનના ઘણા ઘણા પ્રકાર છે. એ સર્વમાં શ્રેષ્ઠ એવું તે આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે, તે ધ્યાન કહેવાય છે; અને એ જ આત્મધ્યાનની પ્રાપ્તિ, ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. એવું જે આત્મજ્ઞાન તે યથાર્થ બેધની પ્રાપ્તિ સિવાય ઉત્પન્ન થતું નથી. એ યથાર્થ એધની પ્રાપ્તિ ઘણું કરીને ક્રમે કરીને ઘણા જીવાને થાય છે, અને તેના મુખ્ય માર્ગ તે આધસ્વરૂપ એવા જ્ઞાનીપુરુષના આશ્રય કે સંગ અને તેને વિષે બહુમાન, પ્રેમ એ છે. જ્ઞાનીપુરુષના તેવા તેવા સંગ જીવને અનંતકાળમાં ઘણીવાર થઇ ગયા છે, તથાપિ આ પુરુષ જ્ઞાની છે, માટે હવે તેના આશ્રય ગ્રહણ કરવા એ જ કન્ય છે, એમ જીવને આવ્યું નથી; અને તે જ કારણ જીવને પરિભ્રમણનું થયું છે, એમ અમને તે દૃઢ કરીને લાગે છે.
જ્ઞાનીપુરુષનું આળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દોષ જાણીએ છીએ.
(૧) એક તે ‘હું જાણું છું,' ‘હું સમજું છું' એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન.
(૨) બીજું, પરિગ્રહાદિકને વિષે જ્ઞાનીપુરુષ પર રાગ કરતાં પણ વિશેષ રાગ.
(૩) ત્રીજું, લેાકભયને લીધે, અપકીર્તિભયને લીધે, અને અપમાનભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું, તેના પ્રત્યે જેવું વિનયાન્વિત થવું જોઇએ તેવું ન થવું.
એ ત્રણ કારણેા જીવને જ્ઞાનીથી અજાણ્યા રાખે છે;
Page #457
--------------------------------------------------------------------------
________________
=
જ્ઞાનીને વિષે પિતા સમાન ક૫ના રહ્યા કરે છે; પિતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું, શાસ્ત્રનું તેલન કરવામાં આવે છે; થેડું પણ ગ્રંથ સંબંધી વાંચનાદિ જ્ઞાન મળવાથી ઘણું પ્રકારે તે દર્શાવવાની જીવને ઈચ્છા રહ્યા કરે છે. એ વગેરે જે દેષ તે ઉપર જણાવ્યા એવા જે ત્રણ દોષ તેને વિષે સમાય છે અને એ ત્રણે દેશનું ઉપાદાન કારણ એ તે એક “સ્વચ્છેદ' નામને મહાદોષ છે અને તેનું નિમિત્તકારણ અસત્સંગ છે.
જેને તમારા પ્રત્યે, તમને પરમાર્થની કોઈ પ્રકારે કંઈ પણ પ્રાપ્તિ થાઓ એ હેતુ સિવાય બીજી પૃહા નથી, એ હું તે આ સ્થળે સ્પષ્ટ જણાવવા ઈચ્છું છું, અને તે એ કે ઉપર જણાવેલા દેષો જે વિષે હજુ તમને પ્રેમ વર્તે છે;
જાણું છું', “સમજું છું, એ દોષ ઘણી વાર વર્તવામાં પ્રવર્તે છે; અસાર એવા પરિગ્રહાદિકને વિષે પણ મહત્તાની ઈચ્છા રહે છે, એ વગેરે જે દોષો તે, ધ્યાન, જ્ઞાન એ સર્વેનું કારણ જે જ્ઞાની પુરુષ અને તેની આજ્ઞાને અનુસરવું તેને આડા આવે છે. માટે જેમ બને તેમ આત્મવૃત્તિ કરી તેને ઓછા કરવાનું પ્રયત્ન કરવું, અને લૌકિક ભાવનાના પ્રતિબંધથી ઉદાસ થવું એ જ કલ્યાણકારક છે, એમ જાણીએ છીએ.
૩૭
(૪૩૨)
મુંબઈ, ફાગણ સુદ ૭, ગુરુ, ૧૯૪૯ અંબાલાલને લખેલે કાગળ પહોંચ્યું હતું.
આત્માને વિભાવથી અવકાશિત કરવાને અર્થે અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાને અર્થે કોઈ પણ મુખ્ય ઉપાય
Page #458
--------------------------------------------------------------------------
________________
૫૩ હોય તે આત્મારામ એવા જ્ઞાની પુરુષને નિષ્કામ બુદ્ધિથી ભક્તિગરૂપ સંગ છે. તે સફળ થવાને અર્થે નિવૃત્તિક્ષેત્રમાં તે જગ પ્રાપ્ત થ એ કોઈ મેટા પુણ્યનો જોગ છે, અને તે પુણ્ય જોગ ઘણું પ્રકારના અંતરાયવાળે પ્રાયે આ જગતને વિષે દેખાય છે. માટે અમને વારંવાર સમીપમાં છીએ એમ સંભારી જેમાં આ સંસારનું ઉદાસીનપણું કહ્યું હોય તે હાલ વાચે, વિચારે. આત્માપણે કેવળ આત્મા વર્તે એમ જે ચિંતવન રાખવું તે લક્ષ છે, શાસ્ત્રના પરમાર્થરૂપ છે.
આ આત્મા પૂર્વે અનંતકાળ વ્યતીત કર્યું જ નથી, તે ઉપરથી એમ લાગે છે કે તે જાણવાનું કાર્ય સર્વથી વિકટ છે; અથવા તે જાણવાના તથારૂપ ગે પરમ દુર્લભ છે. જીવ અનંતકાળથી એમ જાણ્યા કરે છે કે હું અમુકને જાણું છું, અમુકને નથી જાણતે એમ નથી, એમ છતાં જે રૂપે પડે છે તે રૂપનું નિરંતર વિસ્મરણ ચાલ્યું આવે છે, એ વાત બહુ બહુ પ્રકારે વિચારવા ચોગ્ય છે, અને તેનો ઉપાય પણ બહુ પ્રકારે વિચારવા ગ્ય છે.
(૪૩૬)
મુંબઈ, ચૈત્ર સુદ ૧, ૧૯૪૯
સમતા, રમતા, ઊરધતા, જ્ઞાયકતા, સુખભાસ; વેદક્તા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. - જે તીર્થંકરદેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથા
Page #459
--------------------------------------------------------------------------
________________
૫૪ સ્થિત કહ્યો છે, તે તીર્થકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાને ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ.
પૂર્વ ઘણું શાસ્ત્રોનો વિચાર કરવાથી તે વિચારનાં ફળમાં સપુરુષને વિષે જેનાં વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે, તે તીર્થંકરનાં વચનને નમસ્કાર કરીએ છીએ.
ઘણા પ્રકારે જીવને વિચાર કરવાથી, તે જીવ આત્મા રૂપ પુરુષ વિના જાયે જાય એવો નથી, એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થંકરના માર્ગધને નમસ્કાર કરીએ છીએ.
ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે ગાદિક અનેક સાધનેને બળવાન પરિશ્રમ કર્યો છતે, પ્રાપ્તિ ન થઈ, તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે, તે જ કહેવા વિષે જેને ઉદેશ છે, તે તીર્થંકરનાં ઉદેશવચનને નમસ્કાર કરીએ છીએ.
[ અપૂર્ણ ]
(૪૩૭)
૩૯
આ જગતને વિષે જેને વિષે વિચારશક્તિ વાચા સહિત વર્તે છે, એવાં મનુષ્યપ્રાણી કલ્યાણને વિચાર કરવાને સર્વથી અધિક ગ્ય છે; તથાપિ પ્રાયે જીવને અનંતવાર મનુષ્યપણું મળ્યાં છતાં તે કલ્યાણ સિદ્ધ થયું નથી, જેથી વર્તમાન સુધી જન્મમરણને માર્ગ આરાધવે પડ્યો છે. અનાદિ એવા આ લેકને વિષે જીવની અનંતકોટી સંખ્યા છે; સમયે સમયે
Page #460
--------------------------------------------------------------------------
________________
૫૫ અનંત પ્રકારની જન્મમરણાદિ સ્થિતિ તે જેને વિષે વર્યા કરે છે; એવો અનંતકાળ પૂર્વે વ્યતીત થયેલ છે. અનંતકેટી જીવના પ્રમાણમાં આત્મકલ્યાણ જેણે આરાધ્યું છે, કે જેને પ્રાપ્ત થયું છે, એવા જીવ અત્યંત ચેડા થયા છે, વર્તમાને તેમ છે, અને હવે પછીના કાળમાં પણ તેવી જ સ્થિતિ સંભવે છે, તેમ જ છે. અર્થાત્ કલ્યાણની પ્રાપ્તિ જીવને ત્રણે કાળને વિષે અત્યંત દુર્લભ છે, એ જે શ્રી તીર્થંકરદેવાદિ જ્ઞાનીને ઉપદેશ તે સત્ય છે. એવી, જીવસમુદાયની જે બ્રાંતિ તે અનાદિ સંયેગે છે. એમ ઘટે છે, એમ જ છે, તે ભ્રાંતિ જે કારણથી વર્તે છે, તે કારણના મુખ્ય બે પ્રકાર જણાય છે; એક પારમાર્થિક અને એક વ્યાવહારિક; અને તે બે પ્રકારને એકત્ર અભિપ્રાય જે છે તે એ છે કે, આ જીવને ખરી મુમુક્ષતા આવી નથી; એક અક્ષર સત્ય પણ તે જીવમાં પરિણામ પામ્યું નથી; સપુરુષના દર્શન પ્રત્યે જીવને રુચિ થઈ નથી, તેવા તેવા જેગે સમર્થ અંતરાયથી જીવને તે પ્રતિબંધ રહ્યો છે, અને તેનું સૌથી મોટું કારણ અસત્સંગની વાસનાઓ જન્મ પામ્યું એવું નિજેચ્છાપણું, અને અસત્દેશનને વિષે સદર્શનરૂપ ભ્રાંતિ તે છે. “આત્મા નામને કોઈ પદાર્થ નથી, એ એક અભિપ્રાય ધરાવે છે, “આત્મા નામને પદાર્થ સંગિક છે, એવો અભિપ્રાય કેઈ બીજા દર્શનને સમુદાય સ્વીકારે છે; “આત્મા દેહસ્થિતિરૂ૫ છે, દેહની સ્થિતિ પછી નથી, એ અભિપ્રાય કેઈ બીજા દર્શનને છે. આત્મા અણુ છે, “આત્મા સર્વવ્યાપક છે, આત્મા શૂન્ય છે”, “આત્મા સાકાર છે”, “આત્મા પ્રકાશરૂપ છે, “આત્મા સ્વતંત્ર નથી”, “આત્મા કર્તા નથી”, “આત્મા
Page #461
--------------------------------------------------------------------------
________________
પ૬ કર્તા છે જોક્તા નથી”, “આત્મા કર્તા નથી ભક્તા છે, આત્મા કર્તા નથી ભોક્તા નથી”, “આત્મા જડ છે, “આત્મા કૃત્રિમ છે, એ આદિ અનંત નય જેના થઈ શકે છે એવા અભિપ્રાયની ભ્રાંતિનું કારણ એવું અસદર્શન તે આરાધવાથી પૂર્વે આ છે પિતાનું સ્વરૂપ તે જેમ છે તેમ જાણ્યું નથી. તે તે ઉપર જણાવ્યાં એકાંત—અયથાર્થપદે જાણ આત્માને વિષે અથવા આત્માને નામે ઈશ્વરાદિ વિષે પૂર્વે જીવે આગ્રહ કર્યો છે એવું જે અસત્સંગ, નિજેચ્છાપણું અને મિથ્યાદર્શનનું પરિણામ તે જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી આ જીવ કલેશરહિત એ શુદ્ધ અસંખ્ય પ્રદેશાત્મક મુક્ત થવ ઘટતો નથી, અને તે અસત્સંગાદિ ટાળવાને અર્થે સત્સંગ, જ્ઞાનીની આજ્ઞાનું અત્યંત અંગીકૃતપણું, અને પરમાર્થ સ્વરૂપ એવું જે આત્માપણું તે જાણવા ગ્ય છે. - પૂર્વે થયા એવા જે તીર્થંકરાદિ જ્ઞાન પુરુષો તેમણે ઉપર કહી એવી જે ભ્રાંતિ તેને અત્યંત વિચાર કરી, અત્યંત એકાગ્રપણે, તન્મયપણે જીવસ્વરૂપને વિચારી, જીવસ્વરૂપે શુદ્ધ સ્થિતિ કરી છે, તે આત્મા અને બીજા સર્વ પદાર્થો તે શ્રી તીર્થંકરાદિએ સર્વ પ્રકારની ભ્રાંતિરહિતપણે જાણવાને અર્થે અત્યંત દુષ્કર એ પુરુષાર્થ આરાળે છે. આત્માને એક પણ અણુના આહારપરિણામથી અનન્ય ભિન્ન કરી આ દેહને વિષે સ્પષ્ટ એ અનાહારી આત્મા, સ્વરૂપથી જીવનાર એ જોયે છે. તે જોનાર એવા જે તીર્થંકરાદિ જ્ઞાની પિતે પિતે જ શુદ્ધાત્મા છે, તે ત્યાં ભિન્નપણે જોવાનું કહેવું જો કે ઘટતું નથી, તથાપિ વાણીધર્મે એમ કહ્યું છે.
Page #462
--------------------------------------------------------------------------
________________
પ૭
એવો જે અનંત પ્રકારે વિચારીને પણ જાણવા ગ્ય ચૈતન્યઘન જીવ” તે બે પ્રકારે તીર્થકરે કહ્યો છે, કે જે સપુરુષથી જાણી, વિચારી, સત્કારીને જીવ પોતે તે સ્વરૂપને વિષે સ્થિતિ કરે. પદાર્થ માત્ર તીર્થંકરાદિ જ્ઞાનીએ “વક્તવ્ય” અને “અવક્તવ્ય એવા બે વ્યવહારધર્મવાળા માન્યા છે. અવક્તવ્યપણે જે છે તે અહીં “અવક્તવ્ય” જ છે. વક્તવ્યપણે જે જીવધર્મ છે, તે સર્વ પ્રકારે તીર્થંકરાદિ કહેવા સમર્થ છે, અને તે માત્ર જીવન વિશુદ્ધ પરિણામે અથવા પુરુષે કરી જણાય એવો છવધર્મ છે, અને તે જ ધર્મ તે લક્ષણે કરી અમુક મુખ્ય પ્રકારે કરી તે દેહાને વિષે કહ્યો છે. અત્યંત પરમાર્થના અભ્યાસે તે વ્યાખ્યા અત્યંત ફુટ સમજાય છે, અને તે સમજાયે આત્માપણું પણ અત્યંત પ્રગટે છે, તથાપિ યથાવકાશ અત્ર તેનો અર્થ લખે છે.
(૪૩૮)
૪૦
મુંબઈ, રમૈત્ર સુદ ૧, ૧૯૪૯ “સમતા, રમતા, ઊરધતા, જ્ઞાયકતા, સુખભાસ; વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ.'
શ્રી તીર્થંકર એમ કહે છે કે આ જગતમાં આ જીવ નામના પદાર્થને ગમે તે પ્રકારે કહ્યો હોય તે પ્રકાર તેની સ્થિતિમાં છે, તેને વિષે અમારું ઉદાસીનપણું છે. જે પ્રકારે નિરાબાધપણે તે જીવ નામને પદાર્થ અમે જાણ્યું છે, તે પ્રકારે કરી તે પ્રગટ અમે કહ્યો છે. જે લક્ષણે કહ્યો છે, તે સર્વ પ્રકારના બાધે કરી રહિત એ કહ્યો છે. અમે તે આત્મા એ જાગે છે, જે છે, સ્પષ્ટ અનુભવ્યો છે,
Page #463
--------------------------------------------------------------------------
________________
૫૮
પ્રગટ તે જ આત્મા છીએ. તે આત્મા “સમતા' નામને લક્ષણે યુક્ત છે. વર્તમાન સમયે જે અસંખ્ય પ્રદેશાત્મક ચૈતન્ય સ્થિતિ તે આત્માની છે તે, તે પહેલાંને એક, બે, ત્રણ, ચાર, દશ, સંખ્યાત, અસંખ્યાત, અનંત સમયે હતી, વર્તમાને છે, હવે પછીના કાળને વિષે પણ તે જ પ્રકારે તેની સ્થિતિ છે. કોઈ પણ કાળે તેનું અસંખ્યાત પ્રદેશાત્મકપણું, ચૈતન્યપણું, અરૂપીપણું, એ આદિ સમસ્ત સ્વભાવ તે છૂટવા ઘટતા નથી; એવું જે સમપણું, સમતા તે જેનામાં લક્ષણ છે તે જીવે છે.
પશુ, પક્ષી, મનુષ્યાદિ દેહને વિષે, વૃક્ષાદિને વિષે જે કંઈ રમણીયપણું જણાય છે, અથવા જેના વડે તે સર્વ પ્રગટ સ્કૃતિવાળાં જણાય છે, પ્રગટ સુંદરપણા સમેત લાગે છે, તે રમતા, રમણીયપણું છે લક્ષણ જેનું તે જીવ નામને પદાર્થ છે. જેના વિદ્યમાનપણા વિના આખું જગત શૂન્યવત્ સંભવે છે, એવું રમ્યપણે જેને વિષે છે, તે લક્ષણ જેને વિષે ઘટે તે જીવ છે.
કઈ પણ જાણનાર ક્યારે પણ કઈ પણ પદાર્થને પિતાના અવિદ્યમાનપણે જાણે એમ બનવા યંગ્ય નથી. પ્રથમ પિતાનું વિમાનપણું ઘટે છે, અને કેઈ પણ પદાર્થનું ગ્રહણ, ત્યાગાદિ કે ઉદાસીન જ્ઞાન થવામાં પિતે જ કારણ છે. બીજા પદાર્થના અંગીકારમાં, તેના અલ્પ માત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હોય, તે જ થઈ શકે એ સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ તે જીવ છે. તેને ગૌણ કરીને એટલે તેના વિના કોઈ કંઈ પણ જાણવા ઈચ્છે છે તે બનવા
Page #464
--------------------------------------------------------------------------
________________
૫૯
એગ્ય નથી, માત્ર તે જ મુખ્ય હોય તે જ બીજું કંઈ જાણી શકાય એવે એ પ્રગટ “ઊર્ધ્વતા ધર્મ તે જેને વિષે છે, તે પદાર્થને શ્રી તીર્થકર જીવ કહે છે.
પ્રગટ એવા જડ પદાર્થો અને જવ, તે જે કારણે કરી ભિન્ન પડે છે, તે લક્ષણ જીવને જ્ઞાયકપણ નામને ગુણ છે. કેઈ પણ સમયે જ્ઞાયકરહિતપણે આ જીવ પદાર્થ કેઈ પણ અનુભવી શકે નહીં, અને તે જીવ નામના પદાર્થ સિવાય બીજા કેઈ પણ પદાર્થને વિષે જ્ઞાયકપણું સંભવી શકે નહીં એવું જે અત્યંત અનુભવનું કારણ જ્ઞાયતા તે લક્ષણ જેમાં છે તે પદાર્થ, તીર્થકરે જીવ કહ્યો છે. | શબ્દાદિ પાંચ વિષય સંબંધી અથવા સમાધિ આદિ જોગ સંબંધી જે સ્થિતિમાં સુખ સંભવે છે તે ભિન્ન ભિન્ન કરી જોતાં માત્ર છેવટે તે સર્વને વિષે સુખનું કારણ એક જ એવે એ જીવ પદાર્થ સંભવે છે, તે સુખભાસ નામનું લક્ષણ માટે તીર્થંકરે જીવનું કહ્યું છે અને વ્યવહારષ્ટાંતે નિદ્રાથી પ્રગટ જણાય છે. જે નિદ્રાને વિષે બીજા સર્વ પદાર્થથી રહિતપણું છે, ત્યાં પણ હું સુખી છું એવું જે જ્ઞાન છે, તે બાકી વળે એ જે જીવ પદાર્થ તેનું છે; બીજું કઈ ત્યાં વિદ્યમાન નથી, અને સુખનું ભાસવાપણું તે અત્યંત સ્પષ્ટ છે, તે જેનેથી ભાસે છે તે જીવ નામના પદાર્થ સિવાય બીજે ક્યાંય તે લક્ષણ જોયું નથી.
આ મેળું છે, આ મીઠું છે, આ ખાટું છે, આ ખારું છે, હું આ સ્થિતિમાં , ટાઢે ઠરું છું, તાપ પડે છે, દુઃખી છું, દુઃખ અનુભવું છું, એવું જે સ્પષ્ટ જ્ઞાન, વેદનજ્ઞાન,
Page #465
--------------------------------------------------------------------------
________________
અનુભવજ્ઞાન, અનુભવપણું તે જો કેઈમાં પણ હોય છે તે આ જીવ પદને વિષે છે, અથવા તે જેનું લક્ષણ હોય છે તે પદાર્થ જીવ હોય છે, એ જ તીર્થંકરાદિને અનુભવ છે. - સ્પષ્ટ પ્રકાશપણું, અનંત અનંત કેટી તેજસ્વી દિપક, મણિ, ચંદ્ર, સૂર્યાદિની કાંતિ જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી, અર્થાત્ તે સર્વ પિતે પિતાને જણાવા અથવા જાણવા યંગ્ય નથી. જે પદાર્થના પ્રકાશને વિષે ચૈતન્યપણાથી તે પદાર્થો જાણ્યા જાય છે, તે પદાર્થો પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાસે છે, તે પદાર્થ જે કઈ છે તે જીવ છે. અર્થાત્ તે લક્ષણ પ્રગટપણે સ્પષ્ટ પ્રકાશમાન, અચળ એવું નિરાબાધ પ્રકાશ્યમાન ચૈતન્ય, તે જીવનું તે જીવ પ્રત્યે ઉપગ વાળતાં પ્રગટ દેખાય છે. '
એ જે લક્ષણે કહ્યાં તે ફરી ફરી વિચારી જીવ નિરાબાધપણે જાયે જાય છે, જે જાણવાથી જીવ જાણે છે તે લક્ષણે એ પ્રકારે તીર્થંકરાદિએ કહ્યાં છે.
(૪૫૪)
૪૧ મુંબઈ, પ્રથમ અષાડ વદ ૪, સોમ, ૧૯૪૯
સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીનાં વચન સાંભળ્યાં નથી; અથવા જ્ઞાનીપુરુષનાં દર્શન પણ તેણે કર્યા નથી, એમ તીર્થકર કહે છે.
જેની કેડને ભંગ થયું છે, તેનું પ્રાયે બધું બળ પરિક્ષીણપણને ભજે છે. જેને જ્ઞાની પુરુષનાં વચનરૂપ
Page #466
--------------------------------------------------------------------------
________________
૬૧
લાકડીના પ્રહાર થયા છે તે પુરુષને વિષે તે પ્રકારે સંસાર સંબંધી બળ હાય છે, એમ તીર્થંકર કહે છે.
જ્ઞાનીપુરુષને જોયા પછી સ્ત્રીને જોઇ જો રાગ ઉત્પન્ન થતા હાય તા જ્ઞાનીપુરુષને જોયા નથી, એમ તમે જાણા. જ્ઞાનીપુરુષનાં વચનને સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં.
ખરેખર પૃથ્વીને વિકાર ધનાદ્ધિ સંપત્તિ ભાસ્યા વિના રહે નહીં.
જ્ઞાનીપુરુષ સિવાય તેના આત્મા બીજે કયાંય ક્ષણભર સ્થાયી થવાને વિષે ઇચ્છે નહીં.
એ આદિ વચને તે પૂર્વે જ્ઞાનીપુરુષો માર્ગાનુસારી પુરુષને બાધતા હતા.
જે જાણીને, સાંભળીને તે સરળ જીવા આત્માને વિષે
અવધારતા હતા.
પ્રાણત્યાગ જેવા પ્રસંગને વિષે પણ તે વચનાને અપ્રધાન ન કરવા યાગ્ય જાણતા હતા, વર્તતા હતા.
સર્વેથી સ્મરણુજોગ વાત તેા ઘણી છે, તથાપિ સંસારમાં સાવ ઉદાસીનતા, પરના અલ્પ ગુણમાં પણ પ્રીતિ, પાતાના અલ્પ દોષને વિષે પણ અત્યંત ક્લેશ, દોષના વિલયમાં અત્યંત વીર્યનું સ્કેરવું, એ વાતે સત્સંગમાં અખંડ એક શરણાગતપણે ધ્યાનમાં રાખવા યાગ્ય છે. જેમ બને તેમ નિવૃત્તિકાળ, નિવૃત્તિક્ષેત્ર, નિવૃત્તિદ્રવ્ય, અને નિવૃત્તિભાવને ભજજો. તીર્થંકર ગૌતમ જેવા જ્ઞાનીપુરુષને પણ સંબોધતા હતા કે સમય માત્ર પણ પ્રમાદ ચેાગ્ય નથી. પ્રણામ.
Page #467
--------------------------------------------------------------------------
________________
(૪૬૦)
મુંબઈ, બીજા અષાડ વદ ૧૦, સોમ, ૧૯૪૯ ભાઈ કુંવરજી,
શ્રી કલેલ. શારીરિક વેદનાને દેહને ધર્મ જાણી અને બાંધેલા એવાં કર્મોનું ફળ જાણું સમ્યફપ્રકારે અહિયાસવા ગ્ય છે. ઘણીવાર શારીરિક વેદનાનું બળ વિશેષ વર્તતું હોય છે, ત્યારે ઉપર જે કહ્યો છે તે સમ્યફપ્રકાર રૂડા ને પણ સ્થિર રહે કઠણ થાય છે; તથાપિ હૃદયને વિષે વારંવાર તે વાતને વિચાર કરતાં અને આત્માને નિત્ય, અદ્ય, અભેદ્ય, જરા, મરણાદિ ધર્મથી રહિત ભાવતાં, વિચારતાં, કેટલીક રીતે તે સભ્યપ્રકારને નિશ્ચય આવે છે. મોટા પુરુષોએ
અહિયાસેલા એવા ઉપસર્ગ, તથા પરિષહના પ્રસંગેની જીવમાં - સ્મૃતિ કરી, તે વિષે તેમને રહેલે અખંડ નિશ્ચય તે ફરી ફરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય જાણવાથી જીવને તે સમ્યફપરિણામ ફળીભૂત થાય છે, અને વેદના, વેદનાને ક્ષયકાળે નિવૃત્ત થયે ફરી તે વેદના કોઈ કર્મોનું કારણ થતી નથી.
વ્યાધિરહિત શરીર હોય તેવા સમયમાં જીવે છે તેનાથી પિતાનું જુદાપણું જાણી, તેનું અનિત્યાદિ સ્વરૂપ જાણી, તે પ્રત્યેથી મોહ-મમત્વાદિ ત્યાગ્યાં હોય, તે તે મેટું શ્રેય છે; તથાપિ તેમ ન બન્યું હોય તે કંઈ પણ વ્યાધિ ઉત્પન્ન થયે તેવી ભાવના ભાવતાં જીવને નિશ્ચળ એવું ઘણું કરી કર્મબંધન થતું નથી અને મહાવ્યાધિના ઉત્પત્તિકાળે તે દેહનું મમત્વ જીવે જરૂર ત્યાગી જ્ઞાની પુરુષના માર્ગની વિચારણાએ વર્તવું, એ રૂડો ઉપાય છે. જે કે દેહનું તેવું મમત્વ ત્યાગવું
Page #468
--------------------------------------------------------------------------
________________
૬૩
કે ઓછું કરવું એ મહા દુષ્કર વાત છે, તથાપિ જેને તેમ કરવા નિશ્ચય છે, તે વહેલે મડે ફળીભૂત થાય છે.
- જ્યાં સુધી દેહાદિકથી કરી જીવને આત્મકલ્યાણનું સાધન કરવું રહ્યું છે, ત્યાં સુધી તે દેહને વિષે અપરિણામિક એવી મમતા ભજવી યોગ્ય છે, એટલે કે આ દેહના કોઈ ઉપચાર કરવા પડે તે તે ઉપચાર દેહના મમત્વાર્થે કરવાની ઈચ્છાએ નહીં, પણ તે દેહે કરી જ્ઞાની પુરુષના માર્ગનું આરાધન થઈ શકે છે, એ કોઈ પ્રકારે તેમાં રહેલ લાભ, તે લાભને અર્થે, અને તેવી જ બુદ્ધિએ તે દેહની વ્યાધિના ઉપચાર પ્રવર્તવામાં બાધ નથી. જે કંઈ તે મમતા છે તે અપરિણામિક મમતા છે, એટલે પરિણામે સમતાસ્વરૂપ છે, પણ તે દેહની પ્રિયતાર્થે, સાંસારિક સાધનમાં પ્રધાન ભેગને એ હેતુ છે, તે ત્યાગ પડે છે, એવા આર્તધ્યાને કોઈ પ્રકારે પણ તે દેહમાં બુદ્ધિ ન કરવી એવી જ્ઞાની પુરુષના માર્ગની શિક્ષા જાણી આત્મકલ્યાણને તેવા પ્રસંગે લક્ષ રાખવો એગ્ય છે. | સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિઃ ખેદપણને ભજવાની શિક્ષા શ્રી તીર્થકર જેવાએ કહી છે, અને અમે પણ એ જ કહીએ છીએ. કઈ પણ કારણે આ સંસારમાં કલેશિત થવા યંગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ કલેશનું, મહતું, અને માઠી ગતિનું કારણ છે. સવિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે.
તેને પ્રથમ સાક્ષાત્ ઉપાય જ્ઞાની પુરુષની આજ્ઞાને વિચારવી એ જ જણાય છે.
પ્રણામ પહોંચે.
Page #469
--------------------------------------------------------------------------
________________
૬૪
(૪૬૬)
૪૩
પેટલાદ, ભાદરવા સુદ ૬, ૧૯૪૯
૧. જેની પાસેથી ધર્મ માગવો, તે પામ્યાની પૂર્ણ ચેકસી કરવી એ વાક્યને સ્થિર ચિત્તથી વિચારવું.
૨. જેની પાસેથી ધર્મ માગવો તેવા પૂર્ણ જ્ઞાનીનું ઓળખાણ જીવને થયું હોય ત્યારે તેવા જ્ઞાનીઓને સત્સંગ કરે અને સત્સંગ થાય તે પૂર્ણ પુર્યોદય સમજવો. તે સત્સંગમાં તેવા પરમજ્ઞાનીએ ઉપદેશેલે શિક્ષાબોધ ગ્રહણ કરવો એટલે જેથી કદાગ્રહ, મતમતાંતર, વિશ્વાસઘાત અને અસવચન એ આદિને તિરસ્કાર થાય; અર્થાત્ તેને ગ્રહણ કરવા નહીં. મતને આગ્રહ મૂકી દેવો. આત્માને ધર્મ આત્મામાં છે. આત્મતૃપ્રાસ પુરુષને બોધેલે ધર્મ આત્મતામાર્ગરૂપ હોય છે. બાકીના માર્ગના મતમાં પડવું નહીં.
૩. આટલું થતાં છતાં જે જીવથી સત્સંગ થયા પછી કદાગ્રહ, મતમતાંતરાદિ દોષ ન મૂકી શકાતે હોય તે પછી તેણે છૂટવાની આશા કરવી નહીં.
- અમે પિતે કેઈને આદેશવાત એટલે આમ કરવું એમ કહેતા નથી. વારંવાર પૂછે તે પણ તે સ્મૃતિમાં હોય છે. અમારા સંગમાં આવેલા કેઈ ને હજુ સુધી અમે એમ જણાવ્યું નથી કે આમ વર્તે, કે આમ કરે. માત્ર શિક્ષાબંધ તરીકે જણાવ્યું હશે.
૪. અમારો ઉદય એવો છે કે એવી ઉપદેશવાત કરતાં વાણું પાછી ખેંચાઈ જાય છે. સાધારણ પ્રશ્ન પૂછે
Page #470
--------------------------------------------------------------------------
________________
૬૫
તે તેમાં વાણી પ્રકાશ કરે છે; અને ઉપદેશવાતમાં તે વાણી પાછી ખેંચાઈ જાય છે, તેથી અમે એમ જાણીએ છીએ કે હજુ તે ઉદય નથી.
પ. પૂર્વે થઈ ગયેલાં અનંત જ્ઞાનીઓ જોકે મહાજ્ઞાની થઈ ગયા છે, પણ તેથી કંઈ જીવને દોષ જાય નહીં; એટલે કે અત્યારે જીવમાં માન હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં, પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવી કઢાવી શકે. જેમ દૂરના ક્ષીરસમુદ્રથી અત્રેના તૃષાતુરની તૃષા છીપે નહીં, પણ એક મીઠા પાણીને કળશે અત્રે હોય છે તેથી તૃષા છીપે.
૬. જીવ પિતાની કલ્પનાથી કપે કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે વેગથી કે આવા આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તે જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે, અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે, માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા.
૭. જીવે મુખ્યમાં મુખ્ય આ વાત વિશેષ ધ્યાન આપવા જેવી છે, કે સત્સંગ થયું હોય તે સત્સંગમાં સાંભળેલ શિક્ષાબંધ પરિણામ પામી, સહેજે જીવમાં ઉત્પન્ન થયેલ કદાગ્રહાદિ દેશે તે છૂટી જવા જોઈએ, કે જેથી સત્સંગનું અવર્ણવાદપણું બેલવાને પ્રસંગ બીજા જીવને આવે નહીં.
૮. જ્ઞાની પુરુષે કહેવું બાકી નથી રાખ્યું પણ જીવે કરવું બાકી રાખ્યું છે. એ ગાનુયેગ કેઈક જ વેળા ઉદયમાં આવે છે. તેવી વાંછાએ રહિત મહાત્માની ભક્તિ તે કેવળ
Page #471
--------------------------------------------------------------------------
________________
કલ્યાણકારક જ નીવડે છે; પણ કઈ વેળા તેવી વાંછા મહાત્મા પ્રત્યે થઈ અને તેવી પ્રવૃત્તિ થઈ ચૂકી, તે પણ તે જ વાંછા જે અસપુરુષમાં કરી હોય અને જે ફળ થાય છે, તે કરતાં આનું ફળ જુદું થવાનો સંભવ છે. સપુરુષ પ્રત્યે તેવા કાળમાં જે નિઃશંકપણું રહ્યું હોય, તે કાળે કરીને તેમની પાસેથી સન્માર્ગની પ્રાપ્તિ હોઈ શકે છે. એક પ્રકારે અમને પિતાને એ માટે બહુ રોચ રહેતું હતું, પણ તેનું કલ્યાણ વિચારીને શાચ વિસ્મરણ કર્યો છે.
૯. મન, વચન, કાયાના જેગમાંથી જેને કેવળ સ્વરૂપ ભાવ થતાં અહંભાવ મટી ગયે છે, એવા જે જ્ઞાની પુરુષ, તેના પરમ ઉપશમરૂપ ચરણારવિંદ તેને નમસ્કાર કરી, વારંવાર તેને ચિંતવી, તે જ માર્ગમાં પ્રવૃત્તિની તમે ઇચ્છા કર્યા કરે એ ઉપદેશ કરી, આ પત્ર પૂરે કરું છું.
વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ !!
(૪૮૬)
મુંબઈ, ફાગણ સુદ ૧૧, રવિ, ૧૯૫૦ પ્રમાદને તીર્થંકરદેવ કર્મ કહે છે, અને અપ્રમાદને તેથી બીજું એટલે અકર્મરૂપ એવું આત્મસ્વરૂપ કહે છે. તેવા ભેદના પ્રકારથી અજ્ઞાની અને જ્ઞાનીનું સ્વરૂપ છે; (કહ્યું છે.) | (સૂયગડાંગસૂત્ર-વીર્ય અધ્યયન)
१. पमायं कम्ममाहंसु, अप्पमायं तहावरं । तब्भावदे सओवावि, बालं पंडियमेव वा ॥ સૂત્રકૃત, ? શું, ૮ ૧૦, રૂ ની ગાથા.
Page #472
--------------------------------------------------------------------------
________________
૬૭
જે કુળને વિષે જન્મ થયે છે, અને જેના સહવાસમાં જીવ વસ્યું છે, ત્યાં અજ્ઞાની એ આ જીવ તે મમતા કરે છે. અને તેમાં નિમગ્ન રહ્યા કરે છે.
| (સૂયગડાંગ–પ્રથમાધ્યયન)૧ જે જ્ઞાની પુરુષે ભૂતકાળને વિષે થઈ ગયા છે, અને જે જ્ઞાની પુરુષો ભાવિકાળને વિષે થશે, તે સર્વ પુરુષોએ શાંતિ (બધા વિભાવ પરિણામથી થાકવું, નિવૃત્ત થવું તેને સર્વ ધર્મને આધાર કહ્યો છે. જેમ ભૂતમાત્રને પૃથ્વી આધારભૂત છે, અર્થાત્ પ્રાણીમાત્ર પૃથ્વીના આધારથી સ્થિતિવાળાં છે, તેને આધાર પ્રથમ તેમને હોવો ચગ્ય છે, તેમ સર્વ પ્રકારના કલ્યાણને આધાર, પૃથ્વીની પેઠે “શાંતિને જ્ઞાનીપુરુષે કહ્યો છે.
(સૂયગડાંગ)
(૪૯૧)
૪૫
મુંબઈ, ફાગણ, ૧૯૫૦
તીર્થંકર વારંવાર નીચે કહ્યો છે, તે ઉપદેશ કરતા હતા :
હે જીવ! તમે બૂઝ, સમ્યફપ્રકારે બૂઝે. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે, અને ચારે ગતિને વિષે ભય છે, એમ જાણે. અજ્ઞાનથી સવિવેક પામવો દુર્લભ છે, એમ સમજે.
१. जेस्सि कुले समुप्पन्ने, जेहिं वा संवसे नरे । __ममाई लुप्पई बाले, अण्णे अण्णेहि मुच्छिए ।
સૂત્રતાં, ૨ મું, ૨ ૦, ૪થી નથી २. जे य बुद्धा अतिकंता, जे य बुद्धा अणागया । संति तेसिं पइठाण, भूयाण जगती जहा ॥
सूत्रकृतांग, १ श्रु०, ११ अ०, ३६मी गाथा
Page #473
--------------------------------------------------------------------------
________________
૬૮
આ લેક એકાંત દુખે કરી બળે છે, એમ જાણે; અને સર્વ જીવ’ પિતાપિતાનાં કર્મે કરી વિપર્યાસપણું અનુભવે છે, તેને વિચાર કરો.”
| (સૂયગડાંગ-અધ્યયન ૭મું, ૧૧) સર્વ દુઃખથી મુક્ત થવાને અભિપ્રાય જેને થયે હોય, તે પુરુષે આત્માને ગષવો, અને આત્મા ગવેષ હોય તેણે યમનિયમાદિક સર્વ સાધનને આગ્રહ અપ્રધાન કરી, સત્સંગને ગવેષવો; તેમ જ ઉપાસ. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાને આત્મભાવ સર્વથા ત્યાગવો. પિતાના સર્વ અભિપ્રાયને ત્યાગ કરી પિતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થંકર એમ કહે છે કે જે કઈ તે આજ્ઞા ઉપાસે છે, તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે.
(દ્વાદશાંગીનું સળંગ સૂત્ર.) પ્રથમમાં જે અભિપ્રાય દર્શાવ્યો છે તે ગાથા સૂયગડાંગમાં નીચે પ્રમાણે છે –
संबुज्झहा जंतवो माणुसत्तं, दछु भयं बालिसेणं अलंभो। एगंतदुक्खे जरिए व लोए,
सक्कम्मणा विप्परियासु वेइ ॥ સર્વ પ્રકારની ઉપાધિ, આધિ, વ્યાધિથી મુક્તપણે વર્તતા હોઈએ તેપણ સત્સંગને વિષે રહેલી ભક્તિ તે અમને મટવી દુર્લભ જણાય છે. સત્સંગનું સર્વોત્તમ અપૂર્વપણું અહોરાત્ર એમ અમને વસ્યા કરે છે, તથાપિ ઉદય
Page #474
--------------------------------------------------------------------------
________________
જોગ પ્રારબ્ધથી તે અંતરાય વર્તે છે. ઘણું કરી કોઈ વાતને ખેદ “અમારા આત્માને વિષે ઉત્પન્ન થતું નથી, તથાપિ સત્સંગના અંતરાયને ખેદ અહોરાત્ર ઘણું કરી વત્ય કરે છે. “સર્વ ભૂમિએ, સર્વ માણસે, સર્વ કામ, સર્વ વાતચીતાદિ પ્રસંગે અજાણ્યાં જેવાં, સાવ પરનાં, ઉદાસીન જેવાં, અરમણીય, અમેહકર અને રસરહિત સ્વાભાવિકપણે ભાસે છે.” માત્ર જ્ઞાની પુરુષ, મુમુક્ષુપુરુષે, કે માર્ગાનુસારી પુરુષને સત્સંગ તે જાણીને, પોતાને, પ્રીતિકર, સુંદર, આકર્ષનાર અને રસસ્વરૂપ ભાસે છે. એમ હોવાથી અમારું મન ઘણું કરી અપ્રતિબદ્ધપણું ભજતું ભજતું તમ જેવા માર્ગેચ્છાવાન પુરુષને વિષે પ્રતિબદ્ધપણું પામે છે.
(૫૦૪)
૪૬ મુંબઈ, વૈશાખ, ૧૯૫૦ મનને, વચનને તથા કાયાને વ્યવસાય ધારીએ તે કરતાં હમણાં વિશેષ વર્યા કરે છે. અને એ જ કારણથી તમને પત્રાદિ લખવાનું બની શકતું નથી. વ્યવસાયનું બહોળાપણું ઈચ્છવામાં આવતું નથી, તથાપિ પ્રાપ્ત થયા કરે છે. અને એમ જણાય છે કે કેટલાક પ્રકારે તે વ્યવસાય વેદવા યોગ્ય છે, કે જેના વેદનથી ફરી તેને ઉત્પત્તિયેગ મટશે, નિવૃત્ત થશે. કદાપિ બળવાનપણે તેને નિરોધ કરવામાં આવે તે પણ તે નિરોધરૂપ ક્લેશને લીધે આત્મા આત્માપણે વિસસા પરિણામ જેવો પરિણમી શકે નહીં, એમ લાગે છે. માટે તે વ્યવસાયની જે અનિચ્છાપણે પ્રાપ્તિ થાય તે વેદી, એ કઈ પ્રકારે વિશેષ સમ્યફ લાગે છે.
Page #475
--------------------------------------------------------------------------
________________
નથી
પણ ન
જવને કઈ
કે પ્રગટ કારણને અવલંબી, વિચારી, પક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યગ્દષ્ટિપણે પણ ઓળખાય તે તેનું મહત્ ફળ છે, અને તેમ ન હોય તે સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કંઈ આત્મા સંબંધી ફળ નથી એમ અનુભવમાં આવે છે. - પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ કોઈ કારણે, વિચારે, અવલંબને સમ્યગ્દષ્ટિસ્વરૂપ પણે પણ ન જાણ્યા હોય તે તેનું આત્મપ્રત્યયી ફળ નથી, પરમાર્થથી તેની સેવા અસેવાથી જીવને કંઈ જાતિ-( )-ભેદ થતું નથી. માટે તે કંઈ સફળ કારણરૂપે જ્ઞાની પુરુષે સ્વીકારી નથી, એમ જણાય છે.
ઘણાં પ્રત્યક્ષ વર્તમાન પરથી એમ પ્રગટ જણાય છે કે આ કાળ તે વિષમ કે દુષમ અથવા કલિયુગ છે. કાળચક્રના પરાવર્તનમાં અનંત વાર દુષમકાળ પૂર્વે આવી ગયા છે, તથાપિ આવો દુષમકાળ કઈક જ વખત આવે છે. શ્વેતાંબર સંપ્રદાયમાં એવી પરંપરાગત વાત ચાલી આવે છે, કે અસંયતિપૂજા નામે આશ્ચર્યવાળ હુંડ—પીટ—એવો આ પંચમકાળ અનંતકાળે આશ્ચર્યસ્વરૂપે તીર્થંકરાદિકે ગણ્યા છે, એ વાત અમને બહુ કરી અનુભવમાં આવે છે; સાક્ષાત્ એમ જાણે ભાસે છે.
કાળ એવો છે. ક્ષેત્ર ઘણું કરી અનાર્ય જેવું છે, ત્યાં સ્થિતિ છે, પ્રસંગ, દ્રવ્યકાળાદિ કારણથી સરળ છતાં લેકસંજ્ઞાપણે ગણવા ઘટે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના આલંબન વિના નિરાધારપણે જેમ આત્માપણું ભજાય તેમ ભજે છે. બીજો શો ઉપાય ?
Page #476
--------------------------------------------------------------------------
________________
૭૧
(૫૧)
४७
મુંબઈ, અસાડ સુદ ૬, રવિ, ૧૯૫૦ શ્રી સ્વંભતીર્થસ્થિત, શુભેચ્છા સંપન્ન શ્રી ત્રિભુવનદાસ પ્રત્યે યથાયોગ્યપૂર્વક વિનંતિ કે :
બંધવૃત્તિઓને ઉપશમાવવાને તથા નિવર્તાવવાનો જીવને અભ્યાસ, સંતત અભ્યાસ કર્તવ્ય છે, કારણ કે વિના વિચારે, વિના પ્રયાસે તે વૃત્તિઓનું ઉપશમવું અથવા નિવતેવું કેવા પ્રકારથી થાય ? કારણ વિના કેઈ કાર્ય સંભવતું નથી; તો આ જીવે તે વૃત્તિઓનાં ઉપશમન કે નિવર્તનને કેઈ ઉપાય કર્યો ન હોય એટલે તેને અભાવ ન થાય એ સ્પષ્ટ સંભવરૂપ છે. ઘણી વાર પૂર્વકાળે વૃત્તિઓના ઉપશમનનું તથા નિવર્તનનું જીવે અભિમાન કર્યું છે, પણ તેવું કંઈ સાધન કર્યું નથી, અને હજુ સુધી તે પ્રકારમાં જીવ કંઈ ઠેકાણું કરતું નથી, અર્થાત્ હજુ તેને તે અભ્યાસમાં કંઈ રસ દેખાતું નથી, તેમ કડવાશ લાગતાં છતાં તે કડવાશ ઉપર પગ દઈ આ જીવ ઉપશમન, નિવર્તનમાં પ્રવેશ કરતે નથી. આ વાત વારંવાર આ દુષ્ટપરિણામી જીવે વિચારવા ગ્ય છે; વિસર્જન કરવા યંગ્ય કઈ રીતે નથી.
પુત્રાદિ સંપત્તિમાં જે પ્રકારે આ જીવને મેહ થાય છે તે પ્રકાર કેવળ નીરસ અને નિંદવા ગ્ય છે. જીવ જે જરાય વિચાર કરે તે સ્પષ્ટ દેખાય એવું છે કે, કેઈને વિષે પુત્રપણું ભાવી આ જીવે માઠું કર્યામાં મણું રાખી નથી, અને કેઈને વિષે પિતાપણું માનીને પણ તેમ જ કર્યું છે, અને કઈ જીવ હજુ સુધી તો પિતાપુત્ર થઈ શક્યા દીઠા નથી. સૌ
Page #477
--------------------------------------------------------------------------
________________
૭૨
કહેતા આવે છે કે આના આ પુત્ર અથવા આના આ પિતા, પશુ વિચારતાં આ વાત કઈ પણ કાળે ન બની શકે તેવી સ્પષ્ટ લાગે છે. અનુત્પન્ન એવો આ જીવ તેને પુત્રપણે ગણવા, કે ગણાવવાનું ચિત્ત રહેવું એ સૌ જીવની મૂઢતા છે, અને તે મૂઢતા કોઇ પણ પ્રકારે સત્સંગની ઇચ્છાવાળા જીવને ઘટતી નથી.
જે મેહાદિ પ્રકાર વિષે તમે લખ્યું તે બન્નેને ભ્રમણના હેતુ છે, અત્યંત વિટંબણાના હેતુ છે. જ્ઞાનીપુરુષ પણ એમ વર્તે તેા જ્ઞાન ઉપર પગ મૂકવા જેવું છે, અને સર્વ પ્રકારે અજ્ઞાનનિદ્રાના તે હેતુ છે. એ પ્રકારને વિચારે બન્નેને સીધા ભાવ કર્તવ્ય છે. આ વાત અલ્પકાળમાં ચેતવા ચેાગ્ય છે. જેટલા અને તેટલેા તમે કે બીજા તમ સંબંધી સત્સંગી નિવૃત્તિનો અવકાશ લેશે તે જ જીવને હિતકારી છે.
(૫૧૧)
૪૮
માહમયી, અસાડ સુદ ૬, રવિ, ૧૯૫૦
શ્રી અંજારસ્થિત, પરમ સ્નેહી શ્રી સુભાગ્ય,
આપને વિગત કાગળ ૧, તથા પત્તું ૧ પ્રાપ્ત થયું છે. તેમાં લખેલા પ્રશ્નો મુમુક્ષુ જીવે વિચારવા ચેાગ્ય છે.
જે જે સાધન આ જીવે પૂર્વકાળે કર્યાં છે, તે તે સાધન જ્ઞાનીપુરુષની આજ્ઞાથી થયાં જણાતાં નથી, એ વાત અંદેશારહિત લાગે છે. જો એમ થયું હેત તે જીવને સંસારપરિભ્રમણ હાય નહીં. જ્ઞાનીપુરુષની આજ્ઞા છે તે, ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે, કારણ જેને આત્માર્થ સિવાય બીજો કોઈ
Page #478
--------------------------------------------------------------------------
________________
૭૩
અર્થ નથી, અને આમાર્થ પણ સાધી પ્રારબ્ધવશાત્ જેને દેહ છે, એવા જ્ઞાની પુરુષની આજ્ઞા તે ફક્ત આત્માર્થમાં જ સામાં જીવને પ્રેરે છે, અને આ જીવે તે પૂર્વકાળે કંઈ આત્માર્થ જાણ્યું નથી; ઊલટો આત્માર્થ વિસ્મરણપણે ચાલ્ય આવ્યો છે. તે પિતાની કલ્પના કરી સાધન કરે તેથી આત્માર્થ ન થાય, અને ઊલટું આત્માર્થ સાધું છું એવું દુષ્ટ અભિમાન ઉત્પન્ન થાય, કે જે જીવને સંસારને મુખ્ય હેતુ છે. જે વાત સ્વને પણ આવતી નથી, તે જીવ માત્ર અમસ્તી ક૯૫નાથી સાક્ષાત્કાર જેવી ગણે છે તેથી કલ્યાણ ન થઈ શકે. તેમ આ જીવ પૂર્વકાળથી અંધ ચાલ્યા આવતાં છતાં પિતાની કલ્પનાએ આત્માર્થ માને તે તેમાં સફળપણું ન હોય એ સાવ સમજી શકાય એ પ્રકાર છે. એટલે એમ તે જણાય છે કે, જીવના પૂર્વકાળનાં બધાં માઠાં સાધન, કપિત સાધન મટવા અપૂર્વ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી, અને તે અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી; અને તે અપૂર્વ વિચાર, અપૂર્વ પુરુષના આરાધન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય એ વિચારતાં એમ જ સિદ્ધાંત થાય છે કે, જ્ઞાનીપુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદને સર્વશ્રેષ્ઠ ઉપાય છે. અને એ વાત જ્યારે જીવથી મનાય છે, ત્યારથી જ બીજા દોષનું ઉપશમવું, નિવતેવું શરૂ થાય છે.
શ્રી જિને આ જીવના અજ્ઞાનની જે જે વ્યાખ્યા કહી છે, તેમાં સમયે સમયે તેને અનંત કર્મને વ્યવસાયી કહ્યો છે; અને અનાદિકાળથી અનંત કર્મને બંધ કરતે આ છે, એમ કહ્યું છે, તે વાત તે યથાર્થ છે, પણ ત્યાં આપને એક પ્રશ્ન થયું કે, “તે તેવાં અનંત કર્મ નિવૃત્ત કરવાનું
Page #479
--------------------------------------------------------------------------
________________
૭૪
સાધન ગમે તેવું બળવાન હોય તે પણ અનંત કાળને પ્રજને પણ તે પાર પડે નહીં.” જો કે કેવળ એમ હોય તે તમને લાગ્યું તેમ સંભવે છે; તથાપિ જિને પ્રવાહથી જીવને અનંત કર્મને કર્તા કહ્યો છે, અનંત કાળથી કર્મને કર્તા તે ચાલ્યા આવે છે એમ કહ્યું છે, પણ સમયે સમયે અનંત કાળ ભેગવવાં પડે એવાં કર્મ તે આગામિક કાળ માટે ઉપાર્જન કરે છે એમ કહ્યું નથી. કોઈ જીવ આશ્રયી એ વાત દૂર રાખી, વિચારવા જતાં એમ કહ્યું છે, કે સર્વ કર્મનું મૂળ એવું જે અજ્ઞાન, મેહપરિણામ તે હજુ જીવમાં એવું ને એવું ચાલ્યું આવે છે, કે જે પરિણામથી અનંત કાળ તેને ભ્રમણ થયું છે, અને જે પરિણામ વર્યા કરે તે હજુ પણ એમ ને એમ અનંત કાળ પરિભ્રમણ થાય. અગ્નિના એક તણખાને વિષે આ લેક સળગાવી શકાય એટલે ઐશ્વર્ય ગુણ છે, તથાપિ તેને જે જે વેગ થાય છે તે તેને તેનો ગુણ ફળવાન થાય છે. તેમ અજ્ઞાન પરિણામને વિષે અનાદિકાળથી જીવનું રખડવું થયું છે. તેમ હજુ અનંત કાળ પણ ચૌદ રાજલેકમાં પ્રદેશ પ્રદેશે અનંત જન્મમરણ તે પરિણામથી હજુ સંભવે; તથાપિ જેમ તણખાને અગ્નિ ગવશ છે, તેમ અજ્ઞાનનાં કર્મપરિણામની પણ અમુક પ્રકૃતિ છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એક જીવને મેહનીયકર્મનું બંધન થાય તે સિત્તેર કેડાછેડી સાગરોપમનું થાય, એમ જિને કહ્યું છે, તેનો હેતુ સ્પષ્ટ છે કે, જે અનંત કાળનું બંધન થતું હોય તે પછી જીવને મોક્ષ ન થાય. એ બંધ હજુ નિવૃત્ત ન થયું હોય પણ લગભગ નિવર્તવા આવ્યો હોય ત્યાં વખતે બીજી તેવી સ્થિતિને સંભવ હોય, પણ
Page #480
--------------------------------------------------------------------------
________________
૭૫
એવાં મેહનીયકર્મ કે જેની કાળસ્થિતિ ઉપર કહી છે, તેવાં એક વખતે ઘણાં બાંધે એમ ન બને. અનુક્રમે હજુ તે કર્મથી નિવૃત્ત થવા પ્રથમ બીજું તે જ સ્થિતિનું બાંધે, તેમ બીજું નિવૃત્ત થતાં પ્રથમ ત્રીજું બાંધે; પણ બીજું, ત્રીજું, ચેાથું, પાંચમું, છછું એમ સૌ એક મેહનીયકર્મના સંબંધમાં તે જ સ્થિતિનું બાંધ્યા કરે એમ બને નહીં; કારણ કે જીવન એટલે અવકાશ નથી. મેહનીયકર્મની એ પ્રકારે સ્થિતિ છે. તેમ આયુષકર્મની સ્થિતિ શ્રી જિને એમ કહી છે કે, એક જીવ એક દેહમાં વર્તતાં તે દેહનું જેટલું આયુષ છે તેટલાના ત્રણ ભાગમાંને બે ભાગ વ્યતીત થયે આવતા ભવનું આયુષ જીવ બાંધે, તે પ્રથમ બાંધે નહીં, અને એક ભવમાં આગામિક કાળના બે ભવનું આયુષ બાંધે નહીં, એવી સ્થિતિ છે. અર્થાત્ જીવને અજ્ઞાનભાવથી કર્મસંબંધ ચાલ્યા આવે છે, તથાપિ તે તે કર્મોની સ્થિતિ ગમે તેટલી વિટંબણારૂપ છતાં, અનંત દુઃખ અને ભવને હેતુ છતાં પણ જેમાં જીવ તેથી નિવૃત્ત થાય એટલે અમુક પ્રકાર બાધ કરતાં સાવ અવકાશ છે. આ પ્રકાર જિને ઘણે સૂક્ષ્મપણ કહ્યો છે, તે વિચારવા યોગ્ય છે. જેમાં જીવને મેક્ષને અવકાશ કહી કર્મબંધ કહ્યો છે.
આ વાર્તા સંક્ષેપમાં આપને લખી છે. તે ફરી ફરી વિચારવાથી કેટલુંક સમાધાન થશે, અને કેમે કરી કે સમાગમ કરી તેનું સાવ સમાધાન થશે.
સત્સંગ છે તે કામ બાળવાન બળવાન ઉપાય છે. સર્વે જ્ઞાની પુરુષે કામનું જીતવું તે અત્યંત દુષ્કર કહ્યું છે, તે સાવ સિદ્ધ છે; અને જેમ જેમ જ્ઞાનીના વચનનું
Page #481
--------------------------------------------------------------------------
________________
૭૬
અવગાહન થાય છે, તેમ તેમ કંઈક કંઈક કરી પાછા હતાં અનુક્રમે જીવનું વીર્ય બળવાન થઈ કામનું સામર્થ્ય જીવથી નાશ કરાય છે, કામનું સ્વરૂપ જ જ્ઞાનીપુરુષનાં વચન સાંભળી જીવે જાણ્યું નથી, અને જે જાણ્યું હોત તે તેને વિષે સાવ નીરસતા થઈ હોત. એ જ વિનંતિ.
આ૦ સ્વ. પ્રણામ.
(૫૧૬)
૪૯
મુંબઈ, શ્રાવણ વદ ૧, ૧૯૫૦ પાણુ સ્વભાવે શીતળ છતાં કોઈ વાસણમાં નાખી નીચે અગ્નિ સળગતે રાખ્યું હોય તો તેની નિરિચ્છા હોય છતાં તે પાણી ઉષ્ણપણું ભજે છે, તે આ વ્યવસાય, સમાધિએ શીતળ એવા પુરુષ પ્રત્યે ઉષ્ણપણાને હેતુ થાય છે, એ વાત અમને તે સ્પષ્ટ લાગે છે.
વર્ધમાનવામીએ ગૃહવાસમાં પણ આ સર્વ વ્યવસાય અસાર છે, કર્તવ્યરૂપ નથી, એમ જાણ્યું હતું. તેમ છતાં તે ગૃહવાસને ત્યાગી મુનિચર્યા ગ્રહણ કરી હતી. તે મનપણામાં પણ આત્મબળે સમર્થ છતાં તે બળ કરતાં પણ અત્યંત વધતા બળની જરૂર છે, એમ જાણી મનપણું અને અનિદ્રાપણું સાડાબાર વર્ષ લગભગ ભર્યું છે, કે જેથી વ્યવસાયરૂપ અગ્નિ તે પ્રાયે થઈ શકે નહીં.
જે વર્ધમાનસ્વામી ગ્રહવાસમાં છતાં અભેગી જેવા હતા, અવ્યવસાયી જેવા હતા. નિઃસ્પૃહ હતા, અને સહજ સ્વભાવે મુનિ જેવા હતા, આત્માકાર પરિણામી હતા, તે વર્ધમાન
Page #482
--------------------------------------------------------------------------
________________
७७
સ્વામી પણ સર્વ વ્યવસાયમાં અસારપણું જાણીને, નીરસ જાણીને દૂર પ્રવર્યા; તે વ્યવસાય, બીજા જીવે કરી કયા પ્રકારથી સમાધિ રાખવી વિચારી છે, તે વિચારવા ગ્ય છે. તે વિચારીને ફરી ફરી તે ચર્યા કાર્યો કર્યો, પ્રવર્તને પ્રવર્તને
સ્મૃતિમાં લાવી વ્યવસાયના પ્રસંગમાં વર્તતી એવી રુચિ વિલય કરવા ગ્ય છે. જો એમ ન કરવામાં આવે તે એમ ઘણું કરીને લાગે છે કે હજુ આ જીવની યથાયોગ્ય જિજ્ઞાસા મુમુક્ષુપદને વિષે થઈ નથી, અથવા તે આ જીવ લેકસંજ્ઞાઓ માત્ર કલ્યાણ થાય એવી ભાવના કરવા ઈચ્છે છે. પણ કલ્યાણ કરવાની તેને જિજ્ઞાસા ઘટતી નથી; કારણ કે બેય જીવનાં સરખાં પરિણામ હોય અને એક બંધાય, બીજાને અબંધતા થાય, એમ ત્રિકાળમાં બનવા ગ્ય નથી.
(પર૨)
૫૦
મુંબઈ, ભા. સુદ ૩, રવિ, ૧૯૫૦ જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે તથા પ્રકારે અનંતાનુબંધી કોધ, માન, માયા, લોભ મોળાં પડવાનો પ્રકાર બનવા યોગ્ય છે, કે જેમ બની અનુક્રમે તે પરિક્ષણપણને પામે છે. પુરુષનું ઓળખાણ જેમ જેમ જીવને થાય છે, તેમ તેમ મતાભિગ્રહ, દુરાગ્રહતાદિ ભાવ મેળા પડવા લાગે છે, અને પિતાના દોષ જોવા ભણી ચિત્ત વળી આવે છે; વિકથાદિ ભાવમાં નીરસપણું લાગે છે, કે જુગુપ્સા ઉત્પન્ન થાય છે; જીવને અનિત્યાદિ ભાવના ચિંતવવા પ્રત્યે બળવીર્ય
સ્ફરવા વિષે જે પ્રકારે જ્ઞાની પુરુષ સમીપે સાંભળ્યું છે, તેથી પણ વિશેષ બળવાન પરિણામથી તે પંચવિષયાદિને વિષે
Page #483
--------------------------------------------------------------------------
________________
७८
અનિત્યાદ્રિ ભાવ દૃઢ કરે છે. અર્થાત્ સત્પુરુષ મળ્યે આ સત્પુરુષ છે એટલું જાણી, સત્પુરુષને જાણ્યા પ્રથમ જેમ આત્મા પંચવિષયાદિને વિષે રક્ત હતા તેમ રક્ત ત્યાર પછી નથી રહેતા, અને અનુક્રમે તે રક્તભાવ માળેા પડે એવા વૈરાગ્યમાં જીવ આવે છે; અથવા સત્પુરુષના ચગ થયા પછી આત્મજ્ઞાન કંઈ દુર્લભ નથી; તથાપિ સત્પુરુષને વિષે, તેનાં વચનને વિષે, તે વચનના આશયને વિષે, પ્રીતિ ભક્તિ થાય નહીં ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉડ્ડય આવવા યાગ્ય નથી; અને સત્પુરુષના જીવને ચાગ થયા છે, એવું ખરેખરું તે જીવને ભાસ્યું છે, એમ પણ કહેવું કઠણ છે. જીવને સત્પુરુષના યાગ થયે તે એવી ભાવના થાય કે અત્યાર સુધી જે મારાં પ્રયત્ન કલ્યાણને અર્થે હતાં તે સૌ નિષ્ફળ હતાં, લક્ષ વગરનાં બાણની પેઠે હતાં, પણ હવે સત્પુરુષનો અપૂર્વ યોગ થયો છે, તે મારાં સર્વ સાધન સફળ થવાના હેતુ છે. લોકપ્રસંગમાં રહીને જે નિષ્ફળ, નિર્લક્ષ સાધન કર્યાં. તે પ્રકારે હવે સત્પુરુષને ચેાગે ન કરતાં જરૂર અંતરાત્મામાં વિચારીને દૃઢ પરિણામ રાખીને, જીવે આ યાગને, વચનને વિષે જાગૃત થવા યેાગ્ય છે, જાગૃત રહેવા ચેાગ્ય છે; અને તે તે પ્રકાર ભાવી, જીવને દૃઢ કરવા કે જેથી તેને પ્રાપ્ત જોગ ‘અફળ' ન જાય, અને સર્વ પ્રકારે એ જ ખળ આત્મામાં વર્ધમાન કરવું, કે આ ચેાગથી જીવને અપૂર્વ ફળ થવા ચેાગ્ય છે, તેમાં અંતરાય કરનાર ‘હું જાણું છું એ મારું અભિમાન, કુળધર્મને અને કરતા આવ્યા છીએ તે ક્રિયાને કેમ ત્યાગી શકાય એવા લેાકભય, સત્પુરુષની ભક્તિ આદિને વિષે પણ લૌકિક ભાવ, અને કદાપિ કોઈ પંચ
Page #484
--------------------------------------------------------------------------
________________
૭૯
વિષયાકાર એવાં કર્મ જ્ઞાનીને ઉદયમાં દેખી તે ભાવ પિતે આરાધવાપણું એ આદિ પ્રકાર છે,” તે જ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લેભ છે. એ પ્રકાર વિશેષપણે સમજવા ગ્ય છે; તથાપિ અત્યારે જેટલું બન્યું તેટલું લખ્યું છે. ' ઉપશમ, ક્ષયપશમ અને ક્ષાયક સમ્યકત્વને માટે સંક્ષેપમાં વ્યાખ્યા કહી હતી, તેને અનુસરતી ત્રિભવનના મરણમાં છે.
જ્યાં જ્યાં આ જીવ જન્મે છે, ભવને પ્રકાર ધારણ કર્યા છે, ત્યાં ત્યાં તથા પ્રકારના અભિમાનપણે વર્યો છે; જે અભિમાન નિવૃત્ત કર્યા સિવાય તે તે દેહને અને દેહના સંબંધમાં આવતા પદાર્થોને આ જીવે ત્યાગ કર્યો છે, એટલે હજી સુધી તે જ્ઞાનવિચારે કરી ભાવ ગાળ્યો નથી, અને તે તે પૂર્વસંજ્ઞાઓ હજી એમ ને એમ આ જીવના અભિમાનમાં વર્તી આવે છે, એ જ એને લેક આખાની અધિકરણક્રિયાને હેતુ કહ્યો છે, જે પણ વિશેષપણે અત્ર લખવાનું બની શક્યું નથી. પત્રાદિ માટે નિયમિતપણા વિષે વિચાર કરીશ.
(૫૩૪)
૫૧
મુંબઈ, કાર્તિક સુદ ૩, બુધ, ૧૯૫૧
શ્રી સત્પષને નમસ્કાર શ્રી સૂર્યપુરસ્થિત, વૈરાગ્યચિત્ત, સત્સંગગ્ય શ્રી લલ્લુજી પ્રત્યે,
શ્રી મેહમયી ભૂમિથી જીવન્મુક્તદશાઈચ્છક શ્રી....ને આત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. વિશેષ વિનંતિ કે
Page #485
--------------------------------------------------------------------------
________________
૮૦
તમારાં લખેલાં ત્રણ પત્રો પહોંચ્યાં છે.
ડા થોડા દિવસને અંતરે
આ જીવ અત્યંત માયાના આવરણે દિશામૂઢ થયા છે, અને તે ગે કરી તેની પરમાર્થષ્ટિ ઉદય પ્રકાશતી નથી. અપરમાર્થને વિષે પરમાર્થને દઢાગ્રહ થયે છે, અને તેથી બેધ પ્રાપ્ત થવાના ગે પણ તેમાં બે પ્રવેશ થાય એ ભાવ રતે નથી, એ આદિ જીવની વિષમ દશા કહી, પ્રભુ પ્રત્યે દીનત્ય કહ્યું છે કે હે નાથ! હવે મારી કેઈ ગતિ (માર્ગ) મને દેખાતી નથી. કેમકે સર્વસ્વ લૂંટાયા છે. વેગ કર્યો છે, અને સહજ ઐશ્વર્ય છતાં, પ્રયત્ન કર્યો છતે, તે એશ્વર્યથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે, તે તે વેગથી મારી નિવૃત્તિ કર, અને તે નિવૃત્તિને સર્વોત્તમ સદુપાય એ જે સદ્ગુરુ પ્રત્યેને શરણભાવ તે ઉત્પન્ન થાય, એવી કૃપા કર.” એવા ભાવના વીશ દેહરા કે જેમાં પ્રથમ વાક્ય હે પ્રભુ! હે પ્રભુ! શું કહું? દીનાનાથ દયાળ” છે, તે દોહરા તમને સ્મરણમાં હશે. તે દેહરાની વિશેષ અનુપ્રેક્ષા થાય તેમ કરશે તે વિશેષ ગુણવૃત્તિને હેતુ છે.
બીજા આઠ ત્રાટક છંદ તે સાથે અનુપ્રેક્ષા કરવા ગ્ય છે, કે જેમાં આ જીવને શું આચરવું બાકી છે, અને જે જે પરમાર્થને નામે આચરણ કર્યા તે અત્યાર સુધી વૃથા. થયાં, ને તે આચરણને વિષે મિથ્યાગ્રહ છે તે નિવૃત્ત કરવાને બેધ કહ્યો છે, તે પણ અનુપ્રેક્ષા કરતાં જીવને પુરુષાર્થવિશેષને હેતુ છે.
Page #486
--------------------------------------------------------------------------
________________
ગવાસિષ્ઠની વાંચના પૂરી થઈ હોય તે થોડે વખત તેને અવકાશ રાખી એટલે હમણાં ફરી વાંચવાનું બંધ રાખી “ઉત્તરાધ્યયનસૂત્ર' વિચારશે; પણ તે કુળસંપ્રદાયના આગ્રહાથે નિવૃત્ત કરવાનું વિચારશે, કેમકે જીવને કુળગે સંપ્રદાય પ્રાપ્ત થયેલ હોય છે તે પરમાર્થરૂપ છે કે કેમ ? એમ વિચારતાં દષ્ટિ ચાલતી નથી; અને સહેજે તે જ પરમાર્થ માની રાખી જીવ પરમાર્થથી ચૂકે છે, માટે મુમુક્ષુ જીવને તે એમ જ કર્તવ્ય છે કે જીવને સદ્દગુરુગે કલ્યાણની પ્રાપ્તિ અલ્પ કાળમાં થાય તેનાં સાધન, વૈરાગ્ય અને ઉપશમાર્થે
ગવાસિષ્ઠ” “ઉત્તરાધ્યયનાદિ વિચારવા ગ્ય છે, તેમજ પ્રત્યક્ષ પુરુષનાં વચનનું નિરાબાધપણું, પૂર્વાપર અવિરોધપણું જાણવાને અર્થે વિચારવા યંગ્ય છે.
આ૦ સ્વ. પ્રણામ.
પર
(૫૩૭)
મુંબઈ, કારતક સુદ ૭, શનિ, ૧૯૫૧
શ્રી સત્યુને નમસ્કાર શ્રી થંભતીર્થવાસી મુમુક્ષુજને પ્રત્યે,
શ્રી મેહમયી ભૂમિથી ....ના આત્મસ્મૃતિપૂર્વક યથાગ્ય પ્રાપ્ત થાય. વિશેષ વિનંતિ કે મુમુક્ષુ અંબાલાલનું લખેલ પત્ર ૧ આજે પ્રાપ્ત થયું છે.
કૃષ્ણદાસને ચિત્તની વ્યગ્રતા જોઈને, તમારા સૌના મનમાં ખેદ રહે છે, તેમ બનવું સ્વાભાવિક છે. જે બને તે
ગવાસિષ્ઠ ગ્રંથ ત્રીજા પ્રકરણથી તેમને વંચાવશે, અથવા
Page #487
--------------------------------------------------------------------------
________________
શ્રવણ કરાવશે અને પ્રવૃત્તિક્ષેત્રથી જેમ અવકાશ મળે તથા સત્સંગ થાય તેમ કરશે. દિવસના ભાગમાં તે વધારે વખત અવકાશ લેવાનું બને તેટલે લક્ષ રાખે યેગ્ય છે.
સમાગમની ઈચ્છા સૌ મુમુક્ષુભાઈઓની છે એમ લખ્યું તે વિષે વિચારીશ. માગશર મહિનાના છેલ્લા ભાગમાં કે પિષ મહિનાના આરંભમાં ઘણું કરી તેવો એગ થવો સંભવે છે.
કૃષ્ણદાસે ચિત્તમાંથી વિક્ષેપની નિવૃત્તિ કરવા ગ્ય છે. કેમકે મુમુક્ષુ જીવન એટલે વિચારવાન જીવને આ સંસારને વિષે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં. એક અજ્ઞાનની નિવૃત્તિ ઈચ્છવી એ રૂપ જે ઈચછા તે સિવાય વિચારવાન જીવને બીજી ઈચછા હોય નહીં, અને પૂર્વકર્મના બળે તેવો કોઈ ઉદય હોય તે પણ વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગૃહ છે, સમસ્ત લેક દુઃખે કરી આર્ત છે, ભયાકુળ છે, રાગદ્વેષની પ્રાપ્ત ફળથી બળતે છે, એવો વિચાર નિશ્ચયરૂપ જ વર્તે છે; અને જ્ઞાનપ્રાપ્તિને કંઈ અંતરાય છે, માટે તે કારાગૃહરૂપ સંસાર મને ભયને હેતુ છે અને લેકનો પ્રસંગ કરવા ગ્ય નથી, એ જ એક ભય વિચારવાનને ઘટે છે.
મહાત્મા શ્રી તીર્થંકરે નિગ્રંથને પ્રાપ્ત પરિષહ સહન કરવાની ફરી ફરી ભલામણ આપી છે. તે પરિષદનું સ્વરૂપ પ્રતિપાદન કરતાં અજ્ઞાનપરિષહ અને દર્શનપરિષહ એવા બે પરિષહ પ્રતિપાદન કર્યા છે, કે કોઈ ઉદયગનું બળવાનપણું હોય અને સત્સંગ, સપુરુષને એગ થયા છતાં જીવને
Page #488
--------------------------------------------------------------------------
________________
૮૩
અજ્ઞાનનાં કારણે ટાળવામાં હિમ્મત ન ચાલી શકતી હોય, મુઝવણ આવી જતી હેાય, તેપણ ધીરજ રાખવી; સત્સંગ, સત્પુરુષને યાગ વિશેષ વિશેષ કરી આરાધવા; તે અનુક્રમે અજ્ઞાનની નિવૃત્તિ થશે; કેમકે નિશ્ચય જે ઉપાય છે, અને જીવને નિવૃત્ત થવાની બુદ્ધિ છે, તે પછી તે અજ્ઞાન નિરાધાર થયું છતું શી રીતે રહી શકે? એક માત્ર પૂર્વકર્મયોગ સિવાય ત્યાં કઈ તેને આધાર નથી. તે તા જે જીવને સત્સંગ, સત્પુરુષને ચેાગ થયા છે અને પૂર્વકર્મનિવૃત્તિ પ્રત્યે પ્રત્યેાજન છે, તેને ક્રમે કરી ટળવા જ યાગ્ય છે, એમ વિચારી તે અજ્ઞાનથી થતું આકુળવ્યાકુળપણું તે મુમુક્ષુજીવે ધીરજથી સહન કરવું, એ પ્રમાણે પરમાર્થ કહીને પરિષદ્ધ કહ્યો છે. અત્ર અમે સંક્ષેપમાં તે બેય પરિષહનું સ્વરૂપ લખ્યું છે. આ પરિષદ્ધનું સ્વરૂપ જાણી સત્સંગ, સત્પુરુષના ચેાગે, જે અજ્ઞાનથી મુઝવણ થાય છે તે નિવૃત્ત થશે એવા નિશ્ચય રાખી, યથાય જાણી, ધીરજ રાખવાનું ભગવાન તીર્થંકરે કહ્યું છે; પણ તે ધીરજ એવા અર્થમાં કહી નથી, કે સત્સંગ, સત્પુરુષના યાગે પ્રમાદ હેતુએ વિલંખ કરવા તે ધીરજ છે, અને ઉદય છે, તે વાત પણ વિચારવાન જીવે સ્મૃતિમાં રાખવા યેાગ્ય છે.
જીવ
શ્રી તીર્થંકરાદિએ ફ્રી ફ્રી જીવાને ઉપદેશ કહ્યો છે; પણ જીવ દિશામૂઢ રહેવા ઇચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. ફ્રી ફ્રી ઠોકી ઠોકીને કહ્યું છે કે એક આ સમજે તે સહજ મેાક્ષ છે, નહીં તે અનંત ઉપાયે પણ નથી. અને તે સમજવું પણ કંઈ વિકટ નથી, કેમકે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે; અને તે કંઈ
Page #489
--------------------------------------------------------------------------
________________
૮૪
ખીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપવે કે ન જણાવે, તેથી સમજવી ન બને. પેાતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે ખનવા ચેાગ્ય છે? પણ સ્વપ્રદશામાં જેમ ન અનવા ચેાગ્ય એવું પેાતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાનદશારૂપ સ્વપ્રરૂપયેાગે આ જીવ પેાતાને, પોતાનાં નહીં એવાં બીજાં દ્રવ્યને વિષે સ્વપણે માને છે; અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, નકાર્ત્તિ ગતિના હેતુ તે જ છે, તે જ જન્મ છે, મરણ છે અને તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદિ ભાવકલ્પનાના હેતુ છે, અને તેની નિવૃત્તિ થઇ ત્યાં સહજ મેક્ષ છે; અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ, સત્પુરુષાદિ સાધન કહ્યાં છે; અને તે સાધન પણ જીવ જો પેાતાના પુરુષાર્થને તેમાં ગેાપા સિવાય પ્રવર્તાવે તા જ સિદ્ધ છે. વધારે શું કહીએ? આટલે જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તે તે સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટયો એમાં કંઈ સંશય નથી. એ જ વિનંતિ.
આ સ્વ॰ પ્રણામ.
(૫૩૯)
૫૩
મુંબઈ, કાર્તિક સુદ ૧૪, સેમ, ૧૯૫૧ /સર્વ જીવ આત્માપણે સમસ્ત્રભાવી છે. બીજા પદાર્થમાં જીવ જો નિજમુદ્ધિ કરે તે પરિભ્રમણદશા પામે છે; અને નિજને વિષે નિજમુદ્ધિ થાય તે પરિભ્રમણદશા ટળે છે. જેના ચિત્તમાં એવા માર્ગ વિચારવા અવશ્યના છે, તેણે તે
Page #490
--------------------------------------------------------------------------
________________
૮૫
જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે, તેની દાસાનુદાસપણે અનન્ય ભક્તિ કરવી, એ પરમ શ્રેય છે; અને તે દાસાનુદાસ ભક્તિમાનની ભક્તિ પ્રાપ્ત થયે જેમાં કંઈ વિષમતા આવતી નથી, તે જ્ઞાનીને ધન્ય છે. તેટલી સર્વાશ દશા જ્યાં સુધી પ્રગટી ન હોય ત્યાં સુધી આત્માને કઈ ગુરુપણે આરાધે ત્યાં પ્રથમ તે ગુરુપણું છેડી તે શિષ્ય વિષે પિતાનું દાસાનુદાસપણું કરવું ઘટે છે.
(હાથોંધ ૨-૭) ૫૪
/હે જીવ! સ્થિર દષ્ટિથી કરીને તું અંતરંગમાં છે, તે સર્વ પરદ્રવ્યથી મુક્ત એવું તારું સ્વરૂપ તને પરમ પ્રસિદ્ધ અનુભવાશે. •
હે જીવ! અસમ્યક્દર્શનને લીધે તે સ્વરૂપ તને ભાસતું નથી. તે સ્વરૂપમાં તને શંકા છે, ત્યામેહ અને ભય છે.
સમ્યક્દર્શનને રોગ પ્રાપ્ત કરવાથી તે અભાસનાદિની નિવૃત્તિ થશે.
હે સમ્યફદર્શની! સમ્યફચારિત્ર જ સમ્યક્દર્શનનું ફળ ઘટે છે, માટે તેમાં અપ્રમત્ત થા.
જે પ્રમત્તભાવ ઉત્પન્ન કરે છે તે કર્મબંધની તને સુપ્રતીતિને હેતુ છે.
હે સમ્યક્રચારિત્રી ! હવે શિથિલપણું ઘટતું નથી. ઘણે અંતરાય હતે તે નિવૃત્ત થયે, તે હવે નિરંતરાય પદમાં શિથિલતા શા માટે કરે છે?
Page #491
--------------------------------------------------------------------------
________________
(૫૬ ૦)
૫૫
મુંબઈ, પોષ, ૧૯૫૧
જે જ્ઞાની પુરુષના દઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ સુલભ છે, તે પછી ક્ષણે ક્ષણે આત્મપગ સ્થિર કરવો ઘટે એ કઠણ માર્ગ તે જ્ઞાની પુરુષના દઢ આશ્રયે પ્રાપ્ત થ કેમ સુલભ ન હોય ? કેમકે તે ઉપગના એકાગ્રપણે વિના તે એક્ષપદની ઉત્પત્તિ છે નહીં. જ્ઞાનીપુરુષના વચનને દઢ આશ્રય જેને થાય તેને સર્વ સાધન સુલભ થાય એ અખંડ નિશ્ચય સતપુરુષોએ કર્યો છે; તે પછી અમે કહીએ છીએ કે આ વૃત્તિઓને જય કરે ઘટે છે, તે વૃત્તિઓને જય કેમ ન થઈ શકે? આટલું સત્ય છે કે આ દુષમકાળને વિષે સત્સંગની સમીપતા કે દઢ આશ્રય વિશેષ જોઈએ અને અસત્સંગથી અત્યંત નિવૃત્તિ જોઈએ; તે પણ મુમુક્ષુને તે એમ જ ઘટે છે કે કઠણમાં કઠણ આત્મસાધન હોય તેની પ્રથમ ઈચ્છા કરવી, કે જેથી સર્વ સાધન અપ કાળમાં ફળીભૂત થાય.
શ્રી તીર્થકરે તે એટલા સુધી કહ્યું છે કે જે જ્ઞાનીપુરુષની દશા સંસારપરિક્ષીણ થઈ છે, તે જ્ઞાનીપુરુષને પરંપરા કર્મબંધ સંભવ નથી, પણ પુરુષાર્થ મુખ્ય રાખવે, કે જે બીજા જીવને પણ આત્મસાધન-પરિણામને હેતુ થાય.
“સમયસારમાંથી જે કાવ્ય લખેલ છે તે તથા તેવા બીજા સિદ્ધાંતે માટે સમાગમે સમાધાન કરવાનું સુગમ પડશે.
Page #492
--------------------------------------------------------------------------
________________
૮૭
જ્ઞાની પુરુષને આત્મપ્રતિબંધ પણે સંસારસેવા હોય નહીં, પણ પ્રારબ્ધપ્રતિબંધપણે હોય, એમ છતાં પણ તેથી નિવર્તવારૂપ પરિણામને પામે એમ જ્ઞાનીની રીત હોય છે; જે રીતને આશ્રય કરતાં હાલ ત્રણ વર્ષ થયાં વિશેષ તેમ કર્યું છે અને તેમાં જરૂર આત્મદશાને ભુલાવે એ સંભવ રહે તે ઉદય પણ જેટલે બને તેટલે સમપરિણામે વેદ્યો છે, જો કે તે દવાના કાળને વિષે સર્વસંગનિવૃત્તિ કઈ રીતે થાય તે સારું એમ સૂક્યાં કર્યું છે, તે પણ સર્વસંગનિવૃત્તિએ જે દશા રહેવી જોઈએ તે દશા ઉદયમાં રહે, તે અ૫ કાળમાં વિશેષ કર્મની નિવૃત્તિ થાય એમ જાણી જેટલું બન્યું તેટલું તે પ્રકારે કર્યું છેપણ મનમાં હવે એમ રહે છે કે આ પ્રસંગથી એટલે સકલ ગ્રહવાસથી દૂર થવાય તેમ ન હોય તો પણ વ્યાપારાદિ પ્રસંગથી નિવૃત્ત, દૂર થવાય તે સારું, કેમકે આત્મભાવે પરિણામ પામવાને વિષે જે દશા જ્ઞાનીની જોઈએ તે દશા આ વ્યાપારવ્યવહારથી મુમુક્ષુ જીવને દેખાતી નથી. આ પ્રકાર જે લખ્યું છે તે વિષે હમણું વિચાર ક્યારેક ક્યારેક વિશેષ ઉદય પામે છે. તે વિષે જે પરિણામ આવે તે ખરું. આ પ્રસંગ લખે છે તે લેકેમાં હાલ પ્રગટ થવા દેવા એગ્ય નથી. માહ સુદ બીજ ઉપર તે તરફ આવવાનું થવાને સંભવ રહે છે. એ જ વિનંતિ.
આ૦ સ્વા૦ પ્રણામ.
Page #493
--------------------------------------------------------------------------
________________
(૫૬૮)
મુંબઈ, ફાગણ, ૧૫૧ આત્મસ્વરૂપને નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે, જેથી હમણાં થાય તેમાં આશ્ચર્ય લાગતું નથી.
/સર્વ ફ્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાને આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. સદ્વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ-પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી એમાં કિંચિત્માત્ર સંશય નથી.
આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થકર સમાધિ કહે છે.
આત્મપરિણામની અસ્વસ્થતાને શ્રી તીર્થકર “અસમાધિ કહે છે.
આત્મપરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થકર “ધર્મ કહે છે.
આત્મપરિણામની કંઈ પણ ચપળ પરિણતિ થવી તેને શ્રી તીર્થકર કર્મ કહે છે
શ્રી જિન તીર્થંકરે જે બંધ અને મેક્ષને નિર્ણય કહ્યો છે, તે નિર્ણય વેદાંતાદિ દર્શનમાં દષ્ટિગોચર થત નથી; અને જેવું શ્રી જિનને વિષે યથાર્થવક્તાપણું જોવામાં આવે છે, તેવું યથાર્થવક્તાપણું બીજામાં જોવામાં આવતું નથી.
આત્માના અંતરવ્યાપાર (શુભાશુભ પરિણામધારા) પ્રમાણે બંધક્ષની વ્યવસ્થા છે, શારીરિક ચેષ્ટા પ્રમાણે તે
Page #494
--------------------------------------------------------------------------
________________
નથી. પૂર્વે ઉત્પન્ન કરેલાં વેદનીય કર્મના ઉદય પ્રમાણે રેગાદિ ઉત્પન્ન થાય છે, અને તે પ્રમાણે નિર્બળ, મંદ, પ્લાન, ઉષ્ણ, શીત આદિ શરીરચેષ્ટા થાય છે.
વિશેષ રંગના ઉદયથી અથવા શારીરિક મંદબળથી જ્ઞાનીનું શરીર કંપાય, નિર્બળ થાય, મ્લાન થાય, મંદ થાય, રૌદ્ર લાગે, તેને ભ્રમાદિને ઉદય પણ વર્તે, તથાપિ જે પ્રમાણે જીવને વિષે બોધ અને વૈરાગ્યની વાસના થઈ હોય છે તે પ્રમાણે તે રોગને જીવ તે તે પ્રસંગમાં ઘણું કરી દે છે.
કોઈ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી, જાણ્યું નથી તથા સંભવતું નથી, અને મૃત્યુનું આવવું અવશ્ય છે, એ પ્રત્યક્ષ નિઃસંશય અનુભવ છે, તેમ છતાં પણ આ જીવ તે વાત ફરી ફરી ભૂલી જાય છે એ મોટું આશ્ચર્ય છે.
જે સર્વજ્ઞ વીતરાગને વિષે અનંત સિદ્ધિઓ પ્રગટી હતી તે વીતરાગે પણ આ દેહને અનિત્યભાવી દીઠો છે, તે પછી બીજા જીવો કયા પ્રાગે દેહને નિત્ય કરી શકશે?
શ્રી જિનને એવો અભિપ્રાય છે, કે પ્રત્યેક દ્રવ્ય અનંત પર્યાયવાળું છે. જીવને અનંતા પર્યાય છે અને પરમાણુને પણ અનંતા પર્યાય છે. જીવ ચેતન હોવાથી તેના પર્યાય પણ ચેતન છે, અને પરમાણુ અચેતન હોવાથી તેના પર્યાય પણ અચેતન છે. જીવના પર્યાય અચેતન નથી અને પરમાણુના પર્યાય સચેતન નથી, એવો શ્રી જિને નિશ્ચય કર્યો છે અને તેમ જ યોગ્ય છે, કેમકે પ્રત્યક્ષ પદાર્થનું સ્વરૂપ પણ વિચારતાં તેવું ભાસે છે.
Page #495
--------------------------------------------------------------------------
________________
જવ વિષે, પ્રદેશ વિષે, પર્યાય વિષે, તથા સંખ્યાત, અસંખ્યાત, અનંત આદિ વિષેને યથાશક્તિ વિચાર કર. જે કંઈ અન્ય પદાર્થને વિચાર કરે છે તે જીવના ક્ષાર્થે કરે છે, અન્ય પદાર્થના જ્ઞાનને માટે કરે નથી.
(૫૬૯)
પ૭
મુંબઈ, ફાગણ વદ ૩, ૧૯૫૧ શ્રી પુરુષોને નમસ્કાર /સર્વ લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાને ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ તથા અપ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત્માત્ર સંશય નથી.
આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસ...સંગનું બળ ઘટે છેસત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાને અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવસ્વરૂપ, સર્વ લેશ અને સર્વ દુખથી રહિત એવા મોક્ષ થાય છે, એ વાત કેવળ સત્ય છે,
જે જ મોહનિદ્રામાં સૂતા છે તે અમુનિ છે; નિરંતર આત્મવિચારે કરી મુનિ તે જાગૃત રહે, પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદને કઈ રીતે ભય નથી, એમ શ્રી જિને કહ્યું છે.
સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાને હેતુ માત્ર એક
Page #496
--------------------------------------------------------------------------
________________
૯૧
આત્મજ્ઞાન કરવું એ છે. જે આત્મજ્ઞાન ન થાય તે સર્વ પદાર્થને જ્ઞાનનું નિષ્ફળપણું છે.
જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે.
કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદજાગૃતિ થાય તે તેને મેક્ષ વિશેષ દૂર નથી.
/અન્ય પરિણામમાં જેટલી તાદામ્યવૃત્તિ છે, તેટલે જીવથી મેક્ષ દૂર છે.
જે કઈ આત્મગ બને તે આ મનુષ્યપણાનું મૂલ્ય કઈ રીતે ન થઈ શકે તેવું છે. પ્રાયે મનુષ્યદેહ વિના આત્મજોગ બનતું નથી એમ જાણું, અત્યંત નિશ્ચય કરી, આ જ દેહમાં આત્મજોગ ઉત્પન્ન કરવા ઘટે.
/ વિચારની નિર્મળતાએ કરી જે આજીવ અશ્વપરિચયથી પાછે વળે તે સહજમાં હમણું જ તેને આત્મગ પ્રગટે,
અસત્સંગ-પ્રસંગને ઘેરા વિશેષ છે, અને આ જીવ તેથી અનાદિકાળને હીનસત્વ થયે હોવાથી તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગને આશ્રય કરે તે કઈ રીતે પુરુષાર્થગ્ય થઈ વિચારદશાને પામે.
/જે પ્રકારે અનિત્યપણું, અસારપણું આ સંસારનું અત્યંતપણે ભાસે તે પ્રકારે કરી આત્મવિચાર ઉત્પન્ન થાય - હવે આ ઉપાધિકાર્યથી છૂટવાની વિશેષ વિશેષ આર્સિ થયા કરે છે, અને છૂટવા વિના જે કંઈ પણ કાળ જાય છે તે, આ જીવનું શિથિલપણું જ છે, એમ લાગે છે અથવા એ નિશ્ચય રહે છે.
Page #497
--------------------------------------------------------------------------
________________
જનકાદિ ઉપાધિમાં રહ્યા છતાં આત્મસ્વભાવમાં વસતા હતા એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી. શ્રી જિન જેવા જન્મત્યાગી પણ છોડીને ચાલી નીકળ્યા એવા ભયના હેતુરૂપ ઉપાધિયોગની નિવૃત્તિ આ પામર જીવ કરતાં કરતાં કાળ વ્યતીત કરશે તે અશ્રેય થશે, એ ભય જીવન ઉપગ પ્રત્યે પ્રવર્તે છે, કેમકે એમ જ કર્તવ્ય છે.
જે રાગદ્વેષાદિ પરિણામ અજ્ઞાન વિના સંભવતાં નથી, તે રાગદ્વેષાદિ પરિણામ છતાં જીવન્મુક્તપણું સર્વથા માનીને જીવન્મુક્તદશાની જીવ આશાતના કરે છે, એમ વર્તે છે. સર્વથા રાગદ્વેષ પરિણામનું પરિક્ષણપણું જ કર્તવ્ય છે.
અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. અત્યંત ત્યાગ પ્રગટયા વિના અત્યંત જ્ઞાન ન હોય એમ શ્રી તીર્થંકરે સ્વીકાર્યું છે.
/આત્મપરિણામથી જેટલે અન્ય પદાર્થને તાદાભ્યઅધ્યાસ નિવતે તેને શ્રી જિન ત્યાગ કહે છે,
તે તાદાભ્યઅધ્યાસનિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગને ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. બાહા પ્રસંગના ત્યાગને અર્થે અંતર્યાંગ કહ્યો નથી, એમ છે, તે પણ આ જીવે અંતર્યાગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી ગ્ય છે.
| નિત્ય છૂટવાને વિચાર કરીએ છીએ અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ. જોકે એમ લાગે છે કે તે વિચાર અને જાપ હજી તથારૂપ નથી, શિથિલ છે
Page #498
--------------------------------------------------------------------------
________________
માટે અત્યંત વિચાર અને તે જાપને ઉગ્રપણે આરાધવાને અલ્પ કાળમાં ગ કર ઘટે છે, એમ વર્યા કરે છે.
પ્રસંગથી કેટલાંક અરસપરસ સંબંધ જેવાં વચને આ પત્રમાં લખ્યાં છે, તે વિચારમાં પ્યુરી આવતાં સ્વવિચારબળ વધવાને અર્થે અને તમને વાંચવા વિચારવાને અર્થે લખ્યાં છે.
જીવ, પ્રદેશ, પર્યાય તથા સંખ્યાત, અસંખ્યાત, અનંત આદિ વિષે તથા રસના વ્યાપકપણા વિષે ક્રમે કરી સમજવું યુગ્ય થશે.
(૫૭૦)
૫૮
મુંબઈ, ફાગણ વદ ૫, શનિ, ૧૯૫૧ સુજ્ઞ ભાઈ શ્રી મોહનલાલ પ્રત્યે,
શ્રી ડરબન. ( પત્ર ન મળ્યું છે. જેમ જેમ ઉપાધિને ત્યાગ થાય તેમ તેમ સમાધિસુખ પ્રગટે છે. જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિસુખ હાનિ પામે છે. વિચાર કરીએ તે આ વાત પ્રત્યક્ષ અનુભવરૂપ થાય છે. જે કંઈ પણ આ સંસારના પદાર્થોને વિચાર કરવામાં આવે, તે તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં, કેમકે માત્ર અવિચારે કરીને તેમાં મેહબુદ્ધિ રહે છે.
આત્મા છે, “આત્મા નિત્ય છે”, “આત્મા કર્મનો કર્તા છે”, “આત્મા કર્મને ભક્તા છે, “તેથી તે નિવૃત્ત થઈ શકે છે, અને “નિવૃત્ત થઈ શકવાનાં સાધન છે, એ છ કારણે જેને વિચાર કરીને સિદ્ધ થાય, તેને વિવેકજ્ઞાન
Page #499
--------------------------------------------------------------------------
________________
અથવા સમ્યક્દર્શનની પ્રાપ્તિ ગણવી એમ શ્રી જિને નિરૂપણ કર્યું છે, જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવા યોગ્ય છે.
પૂર્વના કોઈ વિશેષ અભ્યાસબળથી એ જ કારણોને વિચાર ઉત્પન્ન થાય છે; અથવા સત્સંગના આશ્રયથી તે વિચાર ઉત્પન્ન થવાનો પેગ બને છે.
/અનિત્ય પદાર્થ પ્રત્યે મોહબુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, અને અવ્યાબાધ સમાધિસુખ ભાનમાં આવતું નથી. તેની મેહબુદ્ધિમાં જીવને અનાદિથી એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે, કે તેનો વિવેક કરતાં કરતાં જીવને મૂંઝાઈને પાછું વળવું પડે છે, અને તે મોહગ્રંથિ છેદવાનો વખત આવવા પહેલાં તે વિવેક છોડી દેવાનો યેગ પૂર્વકાળે ઘણી વાર બન્યું છે, કેમકે જેનો અનાદિ કાળથી અભ્યાસ છે તે, અત્યંત પુરુષાર્થ વિના, અલપ કાળમાં છોડી શકાય નહીં. માટે ફરી ફરી સત્સંગ, સન્શાસ્ત્ર અને પિતામાં સરળ વિચારદશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લેવો એગ્ય છે, કે જેના પરિણામમાં નિત્ય શાશ્વત સુખસ્વરૂપ એવું આત્મજ્ઞાન થઈ સ્વરૂપ આવિર્ભાવ થાય છે./એમાં પ્રથમથી ઉત્પન્ન થતા સંશય ધીરજથી અને વિચારથી શાંત થાય છે; અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી માત્ર જીવને પિતાના હિતનો ત્યાગ કરવાનો વખત આવે છે, અને અનિત્ય પદાર્થનો રાગ રહેવાથી તેના કારણે ફરી ફરી સંસાર-પરિભ્રમણને વેગ રહ્યા કરે છે.
કંઈ પણ આત્મવિચાર કરવાની ઈચ્છા તમને વર્તે છે,
Page #500
--------------------------------------------------------------------------
________________
૫
એમ જાણી ઘણે સંતોષ થયે છે. તે સંતેષમાં મારે કંઈ સ્વાર્થ નથી. માત્ર તમે સમાધિને રસ્તે ચડવા ઈચ્છે છે તેથી સંસારલેશથી નિવર્તવાને તમને પ્રસંગ પ્રાપ્ત થશે. એવા પ્રકારને સંભવ દેખી સ્વભાવે સંતોષ થાય છે. એ જ વિનંતિ.
આ૦ સ્વ. પ્રણામ.
(૫૭૫)
પ૯
મુંબઈ, ફાગણ, ૧૯૫૧ /જેમ છે તેમ નિજ સ્વરૂપ સંપૂર્ણ પ્રકાશે. ત્યાં સુધી નિજ સ્વરૂપના નિદિધ્યાસનમાં સ્થિર રહેવાને જ્ઞાની પુરુષનાં વને આધારભૂત છે, એમ પરમ પુરુષ શ્રી તીર્થંકરે કહ્યું છે, તે સત્ય છે કે બારમે ગુણસ્થાનકે વર્તતા આત્માને નિદિધ્યાસનરૂપ ધ્યાનમાં શ્રુતજ્ઞાન એટલે મુખ્ય એવાં જ્ઞાનીનાં વચનેને આશય ત્યાં આધારભૂત છે, એવું પ્રમાણ જિનમાર્ગને વિષે વારંવાર કહ્યું છે. બેધબીજની પ્રાપ્તિ થયે, નિર્વાણમાર્ગની યથાર્થ પ્રતીતિ થયે પણ તે માર્ગમાં યથાસ્થિત સ્થિતિ થવાને અર્થે જ્ઞાની પુરુષને આશ્રય મુખ્ય સાધન છે; અને તે ઠેઠ પૂર્ણ દશા થતાં સુધી છે, નહીં તે
જીવને પતિત થવાને ભય છે, એમ માન્યું છે, તે પછી પિતાની મેળે અનાદિથી ભ્રાંત એવા જીવને સદ્ગુરુના વેગ વિના નિજ સ્વરૂપનું ભાન થવું અશક્ય છે, એમાં સંશય કેમ હોય? નિજ સ્વરૂપને દૃઢ નિશ્ચય વર્તે છે તેવા પુરુષને પ્રત્યક્ષ જગવ્યવહાર વારંવાર ચૂકવી દે એવા પ્રસંગ પ્રાપ્ત કરાવે છે, તે પછી તેથી ન્યૂન દશામાં ચૂકી જવાય એમાં
Page #501
--------------------------------------------------------------------------
________________
૯૬
આશ્ચર્ય શું છે? પેાતાના વિચારના બળે કરી, સત્સંગસત્શાસ્ત્રના આધાર ન હેાય તેવા પ્રસંગમાં આ જગવ્યવહાર વિશેષ ખળ કરે છે, અને ત્યારે વારંવાર શ્રી સદ્ગુરુનું માહાત્મ્ય અને આશ્રયનું સ્વરૂપ તથા સાર્થકપણું અત્યંત અપરાક્ષ સત્ય દેખાય છે.
(૫૮૮)
૬૦
મુંબઈ, ચૈત્ર વદ ૧૨, રવિ, ૧૯૫૧
શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સંચાગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે, અને તે સંયાગના વિશ્વાસ પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય નથી, એવા અખંડ માર્ગ કહ્યો છે, તે શ્રી જિન વીતરાગના ચરણકમળ પ્રત્યે અત્યંત ભક્તિથી નમસ્કાર.
આત્મસ્વરૂપના નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. સમસ્ત શ્રુતજ્ઞાનસ્વરૂપ એવાં દ્વાદશાંગમાં સૌથી પ્રથમ ઉપદેશયાગ્ય એવું ‘આચારાંગસૂત્ર' છે; તેના પ્રથમ શ્રુતસ્કંધમાં પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદ્દેશામાં પ્રથમ વાકયે જે શ્રી જિને ઉપદેશ કર્યાં છે, તે સર્વે અંગના, સર્વ શ્રુતજ્ઞાનના સારસ્વરૂપ છે, મોક્ષના ખીજભૂત છે, સમ્યક્ત્વસ્વરૂપ છે. તે વાકય પ્રત્યે ઉપયોગ સ્થિર થવાથી જીવને નિશ્ચય આવશે, કે જ્ઞાનીપુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છંદે નિશ્ચય કરે તે છૂટવાના માર્ગ નથી.
સર્વ જીવનું પરમાત્માપણું છે એમાં સંશય નથી તે
Page #502
--------------------------------------------------------------------------
________________
૯૭
પછી શ્રી દેવકરણજી પિતાને પરમાત્મસ્વરૂપ માને છે તે વાત અસત્ય નથી, પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાતથ્ય પ્રગટે નહીં ત્યાં સુધી મુમુક્ષુ, જિજ્ઞાસુ રહેવું તે વધારે સારું છે; અને તે રસ્તે યથાર્થ પરમાત્મપણું પ્રગટે છે. જે માર્ગ મૂકીને પ્રવર્તવાથી તે પદનું ભાન થતું નથી, તથા શ્રી જિન વીતરાગ સર્વજ્ઞ પુરુષોની આશાતના કરવારૂપ પ્રવૃત્તિ થાય છે. બીજે મતભેદ કંઈ નથી. મૃત્યુનું આવવું અવશ્ય છે.
આ૦ સ્વ. પ્રણામ
(૫૯૩)
મુંબઈ, વૈશાખ સુદ ૧૫, બુધ, ૧૯૫૧ આત્મા અત્યંત સહજ સ્વસ્થતા પામે એ જ સર્વ જ્ઞાનને સાર શ્રી સર્વ કહ્યો છે.
અનાદિકાળથી જીવે અસ્વસ્થતા નિરંતર આરાધી છે, જેથી સ્વસ્થતા પ્રત્યે આવવું તેને દુર્ગમ પડે છે. શ્રી જિને એમ કહ્યું છે, કે યથાપ્રવૃત્તિકરણ સુધી જીવ અનંતી વાર આવ્યો છે, પણ જે સમયે ગ્રંથિભેદ થવા સુધી આવવાનું થાય છે ત્યારે ક્ષેભ પામી પાછે સંસારપરિણામી થયા કર્યો છે/ગ્રંથિભેદ થવામાં જે વીર્યગતિ જોઈએ તે થવાને અર્થે જીવે નિત્ય પ્રત્યે સત્સમાગમ, સદ્દવિચાર અને સહુથને પરિચય નિરંતરપણે કર શ્રેયભૂત છે.
આ દેહનું આયુષ્ય પ્રત્યક્ષ ઉપાધિગે વ્યતીત થયું જાય છે. એ માટે અત્યંત શેક થાય છે, અને તેને અલ્પ
Page #503
--------------------------------------------------------------------------
________________
૯૮
કાળમાં જે ઉપાય ન કર્યો તે અમ જેવા અવિચારી પણ
ડા સમજવા. ' જે જ્ઞાનથી કામ નાશ પામે તે જ્ઞાનને અત્યંત ભક્તિએ નમસ્કાર હો.
આ૦ સ્વ. યથા.
(૬૦૯)
મુંબઈ, જેઠ, ૧૯૫૧ ૧. સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ “મોક્ષ' કહે છે.
૨. સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી, જે થયું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે.
૩. સંગના ગે આ જીવ સહજસ્થિતિને ભૂલ્ય છે; સંગની નિવૃત્તિએ સહજ સ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે.
૪. એ જ માટે સર્વ તીર્થંકરાદિ જ્ઞાનીઓએ અસંગપણું જે સર્વોત્કૃષ્ટ કહ્યું છે, કે જેના અંગે સર્વ આત્મસાધન રહ્યાં છે.
/પ. સર્વ જિનાગમમાં કહેલાં વચને એક માત્ર અસંગપણમાં જે સમાય છે, કેમકે તે થવાને અર્થે જ તે સર્વ વચને કહ્યાં છે. એક પરમાણુથી માંડી ચૌદ રાજલકની અને મેમેષથી માંડી શેલેશીઅવસ્થા પર્વતની સર્વ કિયા વર્ણવી છે, તે એ જ અસંગતા સમજાવવાને અર્થે વર્ણવી છે.
Page #504
--------------------------------------------------------------------------
________________
૯૯
૮૬. સર્વે ભાવથી અસંગપણું થવું તે સર્વેથી દુષ્કરમાં દુષ્કર સાધન છે; અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે, એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેના આધાર કહ્યો છે, કે જે સત્સંગના ચેાગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે.
૭. તે સત્સંગ પણ જીવને ઘણી વાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયા નથી એમ શ્રી વીતરાગે કહ્યું છે, કેમકે તે સત્સંગને ઓળખી, આ જીવે તેને પરમ હિતકારી જાણ્યા નથી; પરમ સ્નેહે ઉપાસ્યા નથી; અને પ્રાપ્ત પણુ અપ્રાસ ફળવાન થવા યાગ્ય સંજ્ઞાએ વિસર્જન કર્યાં છે, એમ કહ્યું છે.
આ અમે કહ્યું તે જ વાતની વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજસમાધિ પર્યંત પ્રાપ્ત થયા એવા સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું.
૮. અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણુ જાણી, નિર્વાણુના મુખ્ય હેતુ એવા સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવેા ચાગ્ય છે; કે જેથી સર્વ સાધન સુલભ થાય છે, એવા અમારે આત્મસાક્ષાત્કાર છે.
૯. તે સત્સંગ પ્રાપ્ત થયે જો આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તેા અવશ્ય આ જીવને જ વાંક છે; કેમકે તે સત્સંગના અપૂર્વ, અલભ્ય, અત્યંત દુર્લભ એવા ચેગમાં પણ તેણે તે સત્સંગના યાગને ખાધ કરનાર એવાં માઠાં કારણેાના ત્યાગ ન કર્યાં!
૧૦. મિથ્યાગ્રહ, સ્વચ્છંદપણું, પ્રમાદ અને ઇંદ્રિયવિષયથી ઉપેક્ષા ન કરી હાય તો જ સત્સંગ ફળવાન થાય
Page #505
--------------------------------------------------------------------------
________________
૧૦૦
નહીં, અથવા સત્સંગમાં એકનિષ્ઠા, અપૂર્વ ભક્તિ આણી ન હાય તેા ફળવાન થાય નહીં. જો એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હાય તા અલ્પકાળમાં મિથ્યાગ્રહાદ્વિ નાશ પામે, અને અનુક્રમે સર્વ દોષથી જીવ
મુક્ત થાય.
૧૧. સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. કાર્ટ મહત્ પુણ્યયેાગે તે ઓળખાણ થયે નિશ્ચય કરી આ જ સત્સંગ, સત્પુરુષ છે એવા સાક્ષીભાવ ઉત્પન્ન થયા હેાય તે જીવે તે અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી; પાતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્યે કાર્યે અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયેગે કરી જોવા, જોઈને તે પરિક્ષીણ કરવા; અને તે સત્સંગને અર્થે દેહત્યાગ કરવાના યાગ થતા હોય તે તે સ્વીકારવા, પણ તેથી કોઇ પદાર્થને વિષે વિશેષ ભક્તિસ્નેહ થવા દેવા ચેાગ્ય નથી. તેમ પ્રમાદે રસગારવાદિ દોષે તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થધર્મ મંદ રહે છે, અને સત્સંગ ફળવાન થતા નથી એમ જાણી પુરુષાર્થવીર્ય ગેાપવવું ઘટે નહીં./ ૧૨. સત્સંગનું એટલે સત્પુરુષનું એળખાણ થયે પણ તે ચેાગ નિરંતર રહેતા ન હેાય તે સત્સંગથી પ્રાપ્ત થયા છે એવા જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવા તથા આરાધવા કે જે આરાધનાથી જીવને અપૂર્વે એવું સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે.
/૧૩. જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવા નિશ્ચય રાખવા, કે જે કંઈ મારે કરવું છે, તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે/ અને તે જ અર્થે
Page #506
--------------------------------------------------------------------------
________________
૧૦૧
આ ત્રણ યુગની ઉદયબળ પ્રવૃત્તિ થતી હોય તે થવા દેતાં, પણ છેવટે તે ત્રિગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે તે પ્રવૃત્તિને સંકોચતાં સંકેચતાં ક્ષય થાય એ જ ઉપાય કર્તવ્ય છે. તે ઉપાય મિથ્યાગ્રહને ત્યાગ, સ્વછંદપણાને ત્યાગ, પ્રમાદ અને ઇન્દ્રિયવિષયને ત્યાગ એ મુખ્ય છે. તે સત્સંગના વેગમાં અવશ્ય આરાધન કર્યો જ રહેવા અને સત્સંગના પરોક્ષપણામાં તે અવશ્ય અવશ્ય આરાધન કર્યા જ કરવાં; કેમકે સત્સંગ પ્રસંગમાં તે જીવનું કંઈક ન્યૂનપણું હોય તે તે નિવારણ થવાનું સત્સંગ સાધન છે, પણ સત્સંગના પક્ષપણામાં તે એક પિતાનું આત્મબળ જ સાધન છે. જે તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બેધને અનુસરે નહીં, તેને આચરે નહીં, આચરવામાં થતા પ્રમાદને છોડે નહીં, તે કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહીં.
આ સંક્ષેપમાં લખાયેલાં જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારાં આ વાક્યો મુમુક્ષુ જીવે પિતાના આત્માને વિષે નિરંતર પરિણામી કરવા ગ્ય છે; જે પિતાના આત્મગુણને વિશેષ વિચારવા શબ્દરૂપે અમે લખ્યાં છે.
(૬૧૩)
મુંબઈ, અસાડ સુદ ૧૧, બુધ, ૧૯૫૧ - જે કષાય પરિણામથી અનંત સંસારને સંબંધ થાય તે કષાય પરિણામને જિનપ્રવચનમાં “અનંતાનુબંધી સંજ્ઞા કહી છે. જે કષાયમાં તન્મયપણે અપ્રશસ્ત (માઠા) ભાવે
Page #507
--------------------------------------------------------------------------
________________
૧૦૨
તીવ્રોપગે આત્માની પ્રવૃત્તિ છે, ત્યાં “અનંતાનુબંધીને સંભવ છે. મુખ્ય કરીને અહીં કહ્યાં છે, તે સ્થાનકે તે કષાયને વિશેષ સંભવ છે. સદેવ, સદ્ગુરુ અને સધર્મને જે પ્રકારે દ્રોહ થાય, અવજ્ઞા થાય, તથા વિમુખભાવ થાય, એ આદિ પ્રવૃત્તિથી, તેમજ અસદેવ, અસતગુરુ તથા અસત્ધર્મને જે પ્રકારે આગ્રહ થાય, તે સંબંધી કૃતકૃત્યતા માન્ય થાય, એ આદિ પ્રવૃત્તિથી પ્રવર્તતાં “અનંતાનુબંધી કષાય” સંભવે છે, અથવા જ્ઞાનીને વચનમાં સ્ત્રીપુત્રાદિ ભાવેને જે મર્યાદા પછી ઇચ્છતાં નિર્બસ પરિણામ કહ્યાં છે, તે પરિણામે પ્રવર્તતાં પણ “અનંતાનુબંધી હોવા ગ્ય છે. સંક્ષેપમાં અનંતાનુબંધી કષાયની વ્યાખ્યા એ પ્રમાણે જણાય છે.
એ આ
બળવાન થયા થાય છે અને નહોતી, તેવા
જે પુત્રાદિ વસ્તુ લેકસંજ્ઞાઓ ઈચ્છવા ગ્ય ગણાય છે, તે વસ્તુ દુખદાયક અને અસારભૂત જાણી પ્રાપ્ત થયા પછી નાશ પામ્યા છતાં પણ ઈચ્છવાયેગ્ય લાગતી નહોતી, તેવા પદાર્થની હાલ ઈચ્છા ઉત્પન્ન થાય છે, અને તેથી અનિત્યભાવ જેમ બળવાન થાય તેમ કરવાની જિજ્ઞાસા ઉદ્દભવે છે, એ આદિ ઉદાહરણ સાથે લખ્યું તે વાંચ્યું છે.
જે પુરુષની જ્ઞાનદશા સ્થિર રહેવા ગ્ય છે, એવા જ્ઞાની પુરુષને પણ સંસારપ્રસંગને ઉદય હોય તે જાગૃતપણે પ્રવર્તવું ઘટે છે, એમ વીતરાગે કહ્યું છે, તે અન્યથા નથી; અને આપણે સૌએ જાગૃતપણે પ્રવર્તવું કરવામાં કંઈ શિથિલતા રાખીએ તે તે સંસારપ્રસંગથી બાધ થતાં વાર ન લાગે, એ ઉપદેશ એ વચનથી આત્મામાં પરિણામી કરવા યોગ્ય છે, એમાં સંશય ઘટતું નથી. પ્રસંગની સેવ
Page #508
--------------------------------------------------------------------------
________________
૧૦૩
નિવૃત્તિ અશક્ય થતી હોય તે પ્રસંગ સંક્ષેપ કરવ ઘટે, અને કેમે કરીને સાવ નિવૃત્તિરૂપ પરિણામ આણવું ઘટે, એ મુમુક્ષુ પુરુષને ભૂમિકા ધર્મ છે. સત્સંગ, સશાસ્ત્રના ગથી તે ધર્મનું આરાધન વિશેષે કરી સંભવે છે
(૬૨૨)
મુંબઈ, અસાડ વદ ૦)), ૧૯૫૧ “અનંતાનુબંધીનો બીજો પ્રકાર લખે છે તે વિષે વિશેષાર્થ નીચે લખ્યાથી જાણશે –
ઉદયથી અથવા ઉદાસભાવસંયુક્ત મંદ પરિણતબુદ્ધિથી ભેગાદિને વિષે પ્રવૃત્તિ થાય ત્યાં સુધીમાં જ્ઞાનીની આજ્ઞા પર પગ મૂકીને પ્રવૃત્તિ થઈ ન સંભવે, પણ જ્યાં ભેગાદિને વિષે તીવ્ર તન્મયપણે પ્રવૃત્તિ થાય ત્યાં જ્ઞાનીની આજ્ઞાની કંઈ
અંકુશતા સંભવે નહીં, નિર્ભયપણે ભેગપ્રવૃત્તિ સંભવે. જે નિર્ધ્વસ પરિણામ કહ્યાં છે, તેવાં પરિણામ વર્તે ત્યાં પણ
અનંતાનુબંધી સંભવે છે. તેમજ હું સમજું છું, “મને બાધ નથી”, એવા ને એવા બફમમાં રહે, અને “ભેગથી નિવૃત્તિ ઘટે છે, અને વળી કંઈ પણ પુરુષત્વ કરે તે થઈ શકવા યેગ્ય છતાં પણ મિથ્યાજ્ઞાનથી જ્ઞાનદશા માની ભેગાદિકમાં પ્રવર્તન કરે ત્યાં પણ “અનંતાનુબંધી” સંભવે છે.
જાગ્રતમાં જેમ જેમ ઉપગનું શુદ્ધપણું થાય, તેમ તેમ સ્વમદશાનું પરિક્ષણપણું સંભવે.
Page #509
--------------------------------------------------------------------------
________________
૧૦૪
૬પ
(૬૭૭)
મુંબઈ, ચૈત્ર સુદ ૧, રવિ, ૧૯૫૨ કાગળ પહોંચે છે. સામાન્યપણે વર્તતી ચિત્તવૃત્તિઓ લખી તે વાંચી છે. વિસ્તારથી હિતવચન લખવાની જિજ્ઞાસા જણાવી તે વિષે સંક્ષેપમાં નીચે લખ્યાથી વિચારશે –
પ્રારબ્ધદયથી જે પ્રકારને વ્યવહાર પ્રસંગમાં વર્તે છે, તે પ્રત્યે દૃષ્ટિ દેતાં જેમ પત્રાદિ લખવામાં સંક્ષેપતાથી વર્તવાનું થાય છે, તેમ વધારે ગ્ય છે, એ અભિપ્રાય ઘણું કરીને રહે છે.
આત્માને વાસ્તવ્યપણે ઉપકારભૂત એવો ઉપદેશ કરવામાં જ્ઞાની પુરુષ સંક્ષેપતાથી વર્તે નહીં, એમ ઘણું કરીને બનવા
ગ્ય છે, તથાપિ બે કારણે કરીને તે પ્રકારે પણ જ્ઞાની પુરુષે વર્તે છે : (૧) તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને વિષે પરિણામી થાય એવા સંગેને વિષે તે જિજ્ઞાસુ જીવ વર્તતે ન હોય, અથવા તે ઉપદેશ વિસ્તારથી કર્યું પણ ગ્રહણ કરવાનું તેને વિષે તથારૂપ ગ્યપણું ન હોય, તે જ્ઞાની પુરુષ તે ઇને ઉપદેશ કરવામાં સંક્ષેપ પણે પણ વર્તે છે; (૨) અથવા પિતાને બાહ્ય વ્યવહાર એવા ઉદયરૂપે હોય કે તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને પરિણમતાં પ્રતિબંધરૂપ થાય, અથવા તથારૂપ કારણ વિના તેમ વતી મુખ્ય માર્ગને વિધરૂપ કે સંશયના હેતુરૂપ થવાનું કારણ બનતું હોય તે પણ જ્ઞાની પુરુષે સંક્ષેપપણે ઉપદેશમાં પ્રવર્તે અથવા મૌન રહે.
સર્વસંગપરિત્યાગ કરીને ચાલી નીકળ્યાથી પણ જીવ ઉપાધિરહિત થતો નથી. કેમકે જ્યાં સુધી અંતર પરિણતિ પર
Page #510
--------------------------------------------------------------------------
________________
૧૦૫
ષ્ટિ ન થાય અને તથારૂપ માર્ગે ન પ્રવર્તાય ત્યાં સુધી સર્વસંગપરિત્યાગ પણ નામ માત્ર થાય છે; અને તેવા અવસરમાં પણ અંતરપરિણતિ પર દૃષ્ટિ દેવાનું ભાન જીવને આવવું કઠણ છે, તે પછી આવા ગૃહવ્યવહારને વિષે લૌકિક અભિનિવેશપૂર્વક રહી અંતરપરિણતિ પર દૃષ્ટિ દેવાનું ખનવું કેટલું દુઃસાધ્ય હાવું જોઇએ તે વિચારવા ચેાગ્ય છે. વળી તેવા વ્યવહારમાં રહી જીવે અંતરપરિણતિ પર કેટલું બળ રાખવું જોઈએ તે પણ વિચારવા ચેાગ્ય છે, અને અવશ્ય તેમ કરવા યેાગ્ય છે.
વધારે શું લખીએ ? જેટલી પેાતાની શક્તિ હેાય તે સર્વ શક્તિથી એક લક્ષ રાખીને, લૌકિક અભિનિવેશને સંક્ષેપ કરીને, કંઈ પણુ અપૂર્વ નિરાવરણુપણું દેખાતું નથી માટે સમજણુનું માત્ર અભિમાન છે એમ જીવને સમજાવીને, જે પ્રકારે જીવ જ્ઞાન, દર્શન, ચારિત્રને વિષે સતત જાગ્રત થાય તે જ કરવામાં વૃત્તિ જોડવી, અને રાત્રિઢિવસ તે જ ચિંતામાં પ્રવર્તવું એ જ વિચારવાન જીવનું કર્તવ્ય છે; અને તેને માટે સત્સંગ, સત્શાસ્ત્ર અને સરળતાદિ નિજગુણા ઉપકારભૂત છે, એમ વિચારીને તેને આશ્રય કરવા ચેાગ્ય છે.
ઇજ્યાં સુધી લૌકિક અભિનિવેશ એટલે દ્રવ્યાદિ લેાભ, તૃષ્ણા, દૈહિક માન, કુળ, જાતિ આદિ સંબંધી માહુ કે વિશેષત્વ માનવું હાય, તે વાત ન છેડવી હાય, પેાતાની બુદ્ધિએ સ્વેચ્છાએ અમુક ગચ્છાદિને આગ્રહ રાખવા હાય, ત્યાં સુધી જીવને અપૂર્વ ગુણ કેમ ઉત્પન્ન થાય ? તેના વિચાર સુગમ છે.
Page #511
--------------------------------------------------------------------------
________________
૧૦૬
વધારે લખી શકાય એ ઉદય હાલ અત્રે નથી, તેમ વધારે લખવું કે કહેવું તે પણ કેઈક પ્રસંગમાં થવા દેવું
ગ્ય છે, એમ છે. તમારી વિશેષ જિજ્ઞાસાથી પ્રારબ્ધદય વેદતાં જે કંઈ લખી શકાત તે કરતાં કંઈક ઉદીરણા કરીને વિશેષ લખ્યું છે. એ જ વિનંતિ.
(૬૯૨)
મુંબઈ, બીજા જેઠ વદ, ૧૯૫૨ દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં, પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યને આશ્રય કર્યો, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મજરામરણદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરુષને આશ્રય જ જીવને જન્મજરામરણદિને નાશ કરી શકે, કેમકે તે યથાસંભવ ઉપાય છે. સંગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે. તે વ્યતીત થયે તે દેહને પ્રસંગ નિવૃત્ત થશે. તેને ગમે ત્યારે વિયેગ નિશ્ચયે છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે.
તમે તથા શ્રી મુનિ પ્રસંગે પાત્ત ખુશાલદાસ પ્રત્યે
Page #512
--------------------------------------------------------------------------
________________
૧૦૭
જવાનું રાખશે, બ્રહ્મચર્ય, અપરિગ્રહાદિ યથાશક્તિ ધારણ કરવાની તેમને સંભાવના દેખાય તે મુનિએ તેમ કરવામાં પ્રતિબંધ નથી. .
શ્રી સદગરએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગને સદાય આશ્રય રહે.
/દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.
(૬૯૩)
६७
મુંબઈ, અસાડ સુદ ૨, રવિ, ૧૫ર જેને મૃત્યુની સાથે મિત્રતા હોય, અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય, અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય, તે ભલે સુખે સૂએ.
–શ્રી તીર્થકર–છજીવનિકાય અધ્યયન - જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે; પરમાવગાઢ દશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાનાં ઘણું સ્થાનક છે. સંદેહ, વિકપ, સ્વછંદતા, અતિપરિણામીપણું એ આદિ કારણે વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે, અથવા ઊર્ધ્વભૂમિકા પ્રાપ્ત થવા દેતાં નથી.
કિયામાગે અસદુઅભિમાન, વ્યવહારઆગ્રહ, સિદ્ધિમેહ, પૂજાસત્કારાદિ ગ, અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠાદિ દેને સંભવ રહ્યો છે.
Page #513
--------------------------------------------------------------------------
________________
૧૦૮
કઈક મહાત્માને બાદ કરતાં ઘણા વિચારવાન જીએ ભક્તિમાર્ગને તે જ કારણથી આશ્રય કર્યો છે, અને આજ્ઞાશ્રિતપણું અથવા પરમપુરુષ સગુરુને વિષે સર્વાર્પણ સ્વાધીનપણું શિરસાવંદ્ય દીઠું છે, અને તેમ જ વ છે, તથાપિ તે* ચેાગ પ્રાપ્ત થવે જોઈએ; નહીં તે ચિંતામણિ જે જેને એક સમય છે એ મનુષ્યદેહ ઊલટો પરિભ્રમણવૃદ્ધિને હેતુ થાય.
(૭૦૨)
રાળજ, શ્રાવણ વદ ૧૪, રવિ, ૧૯૫૨ વિચારવાન પુરુષે તે કેવલ્યદશા થતાં સુધી
મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે. ભાઈ શ્રી અનુપચંદ મલકચંદ પ્રત્યે–શ્રી ભૃગુકચ્છ.
ઘણું કરીને ઉત્પન્ન કરેલાં એવા કર્મની રહસ્યભૂત મતિ મૃત્યુ વખતે વર્તે છે. કવચિત્ માંડ પરિચય થયેલ એ પરમાર્થ તે એક ભાવ; અને નિત્ય પરિચિત નિજકલ્પનાદિ ભાવે રૂઢિધર્મનું ગ્રહણ એ ભાવ, એમ ભાવ બે પ્રકારના થઈ શકે. સદ્વિચારે યથાર્થ આત્મદષ્ટિ કે વાસ્તવ ઉદાસીનતા તે સર્વ જીવસમૂહ જોતાં કેઈક વિરલ જીવને ક્વચિત્ ક્વચિત્ હોય છે, અને બીજો ભાવ અનાદિ પરિચિત છે, તે જ પ્રાયે સર્વ જીવમાં જોવામાં આવે છે, અને દેહાંત પ્રસંગે પણ તેનું પ્રાબલ્ય જોવામાં આવે છે,
કે તેવા પરમ પુરુષ સદગુરુને યોગ,
Page #514
--------------------------------------------------------------------------
________________
૧૦૯
એમ જાણું મૃત્યુ સમીપ આવ્યે તથારૂપ પરિણતિ કરવાને વિચાર વિચારવાન પુરુષ છેડી દઈ, પ્રથમથી જ તે પ્રકારે વર્તે છે. તમે પિતે બાહ્ય ક્રિયાને વિધિનિષેધાગ્રહ વિસર્જનવત્ કરી દઈ, અથવા તેમાં અંતર પરિણામે ઉદાસીન થઈ, દેહ અને તેના સંબંધી સંબંધને વારંવારને વિક્ષેપ છેડી દઈ, યથાર્થ આત્મભાવને વિચાર કરવાનું લક્ષગત કરે છે તે જ સાર્થક છે. છેલ્લે અવસરે અનશનાદિ કે સંતરાદિક કે સંલેખનાદિક ક્રિયા ક્વચિત્ બને કે ન બને, તે પણ જે જીવને ઉપર કહ્યો તે ભાવ લક્ષગત છે, તેને જન્મ સફળ છે, અને કેમે કરી તે નિઃશ્રેયને પ્રાપ્ત થાય છે.
તમને બાહ્ય ક્રિયાદિને કેટલાંક કારણથી વિશેષ વિધિનિષેધ લક્ષ જોઈને અમને ખેદ થતું કે આમાં કાળ વ્યતીત થતાં આત્માવસ્થા કેટલી સ્વસ્થતા ભજે છે, અને શું યથાર્થ સ્વરૂપને વિચાર કરી શકે છે, કે તમને તેને આટલે બધો પરિચય ખેદને હેતુ લાગતું નથી? સહજમાત્ર જેમાં ઉપગ દીધું હોય તે ચાલે તેવું છે, તેમાં લગભગ “જાગૃતિ” કાળને ઘણો ભાગ વ્યતીત થવા જેવું થાય છે તે તેને અર્થે? અને તેનું શું પરિણામ? તે શા માટે તમને ધ્યાનમાં આવતું નથી? તે વિષે ક્વચિત્ કંઈ પ્રેરવાની ઇચ્છા થયેલી સંભવે છે, પણ તમારી તથારૂપ રુચિ અને સ્થિતિ ન દેખાવાથી પ્રેરણું કરતાં કરતાં વૃત્તિ સંક્ષેપી લીધેલી. હજી પણ તમારા ચિત્તમાં આ વાતને અવકાશ આપવા ગ્ય અવસર છે. લે કે માત્ર વિચારવાનું કે સમ્યગ્દષ્ટિ સમજે તેથી કલ્યાણ નથી, અથવા બાહ્યવ્યવહારના ઘણું વિધિનિષેધના કર્તુત્વના
Page #515
--------------------------------------------------------------------------
________________
૧૧૦ માહામ્યમાં કંઈ કલ્યાણ નથી, એમ અમને તે લાગે છે. આ કંઈ એકાંતિક દૃષ્ટિએ લખ્યું છે અથવા અન્ય કંઈ હેતુ છે, એમ વિચારવું છેડી દઈ, જે કંઈ તે વચનથી અંતર્મુખવૃત્તિ થવાની પ્રેરણું થાય તે કરવાનું વિચાર રાખે એ જ સુવિચારદષ્ટિ છે.
લેકસમુદાય કોઈ ભલે થવાને નથી, અથવા સ્તુતિનિંદાના પ્રયત્નાર્થે આ દેહની પ્રવૃત્તિ તે વિચારવાનને કર્તવ્ય નથી/ બાદ્યકિયાના અંતર્મુખવૃત્તિ વગરના વિધિનિષેધમાં કંઈ પણ વાસ્તવ્ય કલ્યાણ રહ્યું નથી. ગચ્છાદિ ભેદને નિર્વાહવામાં, નાના પ્રકારના વિકલ્પ સિદ્ધ કરવામાં આત્માને આવરણ કરવા બરાબર છે. અનેકાંતિક માર્ગ પણ સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારી નથી, એમ જાણું લખ્યું છે, તે માત્ર અનુકંપાબુદ્ધિએ, નિરાગ્રહથી, નિષ્કપટતાથી, નિર્દભતાથી, અને હિતાર્થે લખ્યું છે, એમ જે તમે યથાર્થ વિચારશે તે દષ્ટિગોચર થશે, અને વચનનું ગ્રહણ કે પ્રેરણા થવાને હેતુ થશે.
(૭૧૯)
નડિયાદ, આસો વદ ૧૦, શનિ, ૧૯૫૨ આત્માથ, મુનિપથાભ્યાસી શ્રી લલ્લુજી તથા શ્રી દેવકરણજી આદિ પ્રત્યે-શ્રી સ્થંભતીર્થ.
પત્ર પ્રાપ્ત થયું હતું.
Page #516
--------------------------------------------------------------------------
________________
૧૧૧
શ્રી સદ્ગુરુદેવના અનુગ્રહથી અત્ર સમાધિ છે.
એકાંતમાં અવગાહવાને અર્થે “આત્મસિદ્ધિ આ જોડે કહ્યું છે. તે હાલ શ્રી લલ્લુજીએ અવગાહવા ગ્ય છે.
જિનાગમ વિચારવાની શ્રી લલ્લુજી અથવા શ્રી દેવકરણજીને ઈચ્છા હોય તે “આચારાંગ”, “સૂયગડાંગ, દશવૈકાલિક”, “ઉત્તરાધ્યયન” અને “પ્રશ્નવ્યાકરણ વિચારવા ગ્ય છે.
આત્મસિદ્ધિશાસ્ત્ર શ્રી દેવકરણજીએ આગળ પર અવગાહવું વધારે હિતકારી જાણ હાલ શ્રી લલ્લુજીને માત્ર અવગાહવાનું લખ્યું છે, તે પણ જે શ્રી દેવકરણજીની વિશેષ આકાંક્ષા હાલ રહે તે પ્રત્યક્ષ સત્પરુષ જેવો મારા પ્રત્યે કેઈએ પરોપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી, અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડું તે મેં આત્માર્થ જ ત્યા અને ખરા ઉપકારીના ઉપકારને ઓળવવાને દોષ કર્યો એમ જ જાણીશ, અને આત્માને પુરુષને નિત્ય આજ્ઞાંકિત રહેવામાં જ કલ્યાણ છે એ, ભિન્નભાવરહિત, સેકસંબંધી બીજા પ્રકારની સર્વ કલ્પના છેડીને, નિશ્ચય વર્તાવીને, શ્રી લલ્લુજી મુનિના સહચારીપણામાં એ ગ્રંથ અવગાહવામાં હાલ પણ અડચણ નથી. ઘણી શંકાઓનું સમાધાન થવા ગ્ય છે.
અાહવાનું કદ તે
અવે એ
પણ
સપુરુષની આજ્ઞામાં વર્તવાનો જેને દૃઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે, તેને જ જ્ઞાન સમ્યફપરિણમી થાય છે, એ વાત આત્માર્થી જીવે અવશ્ય લક્ષમાં
Page #517
--------------------------------------------------------------------------
________________
૧.૧૨
રાખવા ગ્ય છે. અમે જે આ વચન લખ્યાં છે, તેના સર્વ જ્ઞાની પુરુષે સાક્ષી છે.
બીજા મુનિઓને પણ જે જે પ્રકારે વૈરાગ્ય, ઉપશમ અને વિવેકની વૃદ્ધિ થાય તે તે પ્રકારે શ્રી લલ્લુજી તથા શ્રી દેવકરણજીએ યથાશક્તિ સંભળાવવું તથા પ્રવર્તાવવું ઘટે છે; તેમ જ અન્ય છે પણ આત્માર્થ સન્મુખ થાય, અને જ્ઞાની પુરુષની આજ્ઞાના નિશ્ચયને પામે તથા વિરક્ત પરિણામને પામે, રસાદિની લુબ્ધતા મેળી પાડે એ આદિ પ્રકારે એક આત્માર્થે ઉપદેશ કર્તવ્ય છે.
અનંત વાર દેહને અર્થે આત્મા ગાળે છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા
ગ્ય જાણી, સર્વ દેહાર્થની કલ્પના છોડી દઈ, એક માત્ર આત્માર્થમાં જ તેને ઉપયોગ કરે, એ મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ/એ જ વિનંતિ. સર્વ મુમુક્ષુઓને નમસ્કાર પ્રાપ્ત થાય.
શ્રી સહજાત્મસ્વરૂપ.
(૨૮)
વિવાણિયા, માગશર સુદ ૬, ગુરુ, ૧૫૩ શ્રી માણેકચંદને દેહ છૂટવા સંબંધી ખબર જાણ્યા. | સર્વ દેહધારી જી મરણ પાસે શરણરહિત છે. માત્ર તે દેહનું યથાર્થ સ્વરૂપ પ્રથમથી જાણે તેનું મમત્વ છેદીને નિજ સ્થિરતાને અથવા જ્ઞાનીના માર્ગની યથાર્થ પ્રતીતિને પામ્યા છે તે જ જીવ તે મરણ કાળે શરણ સહિત છતાં
Page #518
--------------------------------------------------------------------------
________________
૧૧૩
ઘણું કરીને ફરી દેહ ધારણ કરતા નથી, અથવા મરણ કાળે દેહના મમત્વભાવનું અલ્પત્વ હેવાથી પણ નિર્ભય વર્તે છે. દેહ છૂટવાને કાળ અનિયત હોવાથી વિચારવાન પુરુષે અપ્રમાદપણે પ્રથમથી જ તેનું મમત્વ નિવૃત્ત કરવાને અવિરુદ્ધ ઉપાય સાધે છે; અને એ જ તમારે, અમારે, સૌએ લક્ષ રાખવા ચગ્ય છે. પ્રીતિબંધનથી ખેદ થવા ગ્ય છે, તથાપિ એમાં બીજે કેઈ ઉપાય નહીં હોવાથી તે ખેદને વૈરાગ્યસ્વરૂપમાં પરિણમન કરવું એ જ વિચારવાનને કર્તવ્ય છે.
(૭૫૧)
૭૧ વિવાણિયા, ફાગણ વદ ૧૧, રવિ, ૧૯૫૩
આ સર્વજ્ઞાય નમ: “આત્મસિદ્ધિમાં કહેલા સમકિતના પ્રકારને વિશેષાર્થ જાણવાની જિજ્ઞાસાને કાગળ મળે છે.
આત્મસિદ્ધિમાં ત્રણ પ્રકારનાં સમકિત ઉપદેશ્યાં છે –
(૧) આHપુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વછંદનિધપણે આપ્તપુરુષની ભક્તિરૂપ, એ પ્રથમ સમતિ કહ્યું છે.
(૨) પરમાર્થની સ્પષ્ટ અનુભવાશે પ્રતીતિ તે સમકિતને બીજો પ્રકાર કહ્યો છે.
(૩) નિર્વિકલ્પ પરમાર્થઅનુભવ તે સમક્તિને ત્રીજો પ્રકાર કહ્યો છે. જે
Page #519
--------------------------------------------------------------------------
________________
૧૧૪
પહેલું સમક્તિ બીજા સમકિતનું કારણ છે. બીજું સમકિત ત્રીજા સમકિતનું કારણ છે. ત્રણે સમકિત વીતરાગ પુરુષે માન્ય કર્યા છે. ત્રણે સમકિત ઉપાસવા ગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે; ભક્તિ કરવા ગ્ય છે.
કેવળજ્ઞાન ઊપજવાના છેલ્લા સમય સુધી સત્પરુષનાં વચનનું અવલંબન વીતરાગે કહ્યું છે. અર્થાત્ બારમા ક્ષીણમેહગુણસ્થાનક પર્યત શ્રુતજ્ઞાનથી આત્માના અનુભવને નિર્મળ કરતાં કરતાં તે નિર્મળતા સંપૂર્ણતા પામ્યું “કેવળજ્ઞાન” ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન થવાના પ્રથમ સમય સુધી સત્પરુષે ઉપદેશેલ માર્ગ આધારભૂત છે; એમ કહ્યું છે તે નિઃસંદેહ સત્ય છે.
(૭૭૧)
વવાણિયા, ચૈત્ર સુદ ૫, ૧૯૫૩ તે ત્રણે સમકિતમાંથી ગમે તે સમક્તિ પામ્યાથી જીવ વધારેમાં વધારે પંદર ભવે મોક્ષ પામે. જઘન્ય તે ભવે પણ મેક્ષ થાય; અને જે તે સમકિત વમે, તે વધારેમાં વધારે અર્ધ પુદ્ગલ-પરાવર્તનકાળ સુધી સંસાર પરિભ્રમણ કરીને પણ મોક્ષ પામે. સમતિ પામ્યા પછી વધારેમાં વધારે અર્ધ પુદ્ગલપરાવર્તન સંસાર હોય.
ક્ષેપશમ સમક્તિ અથવા ઉપશમ સમકિત હય, તે તે જીવ રમી શકે; પણ ક્ષાયિક સમકિત હોય તે તે માય નહીં; ક્ષાયિક સમકિતી જીવ તે જ ભવે મોક્ષ પામે, વધારે ભવ કરે તે ત્રણ ભવ કરે, અને કેઈ એક જીવની અપેક્ષાએ
Page #520
--------------------------------------------------------------------------
________________
૧૧૫
ક્વચિત્ ચાર ભવ થાય. યુગલિયાનું આયુષ બંધાયા પછી ક્ષાયિક સમક્તિ આવ્યું હોય, તે ચાર ભવ થવાનો સંભવ છે, ઘણું કરીને કેઈક જીવને આમ બને છે.
ભગવત્ર તીર્થંકરના નિગ્રંથ, નિગ્રંથિનીઓ, શ્રાવક તથા શ્રાવિકાઓ કંઈ સર્વને જીવાજીવનું જ્ઞાન હતું તેથી તેને સમકિત કહ્યું છે એ સિદ્ધાંતને અભિપ્રાય નથી. તેમાંથી કંઈક જીવોને તીર્થંકર સાચા પુરુષ છે, સાચા મોક્ષમાર્ગના ઉપદેષ્ટા છે, જેમ તે કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે એવી પ્રતીતિથી, એવી રુચિથી, શ્રી તીર્થંકરના આશ્રયથી, અને નિશ્ચયથી સમકિત કહ્યું છે. એવી પ્રતીતિ, એવી રૂચિ અને એવા આશ્રયને તથા આજ્ઞાને નિશ્ચય છે તે પણ એક પ્રકારે જીવાજીવના જ્ઞાનસ્વરૂપ છે. પુરુષ સાચા છે અને તેની પ્રતીતિ પણ સાચી આવી છે કે જેમ આ પરમકૃપાળુ કહે છે તેમ જ મેક્ષમાર્ગ છે, તેમ જ મોક્ષમાર્ગ હોય, તે પુરુષનાં લક્ષણાદિ પણ વીતરાગપણની સિદ્ધિ કરે છે, જે વીતરાગ હોય તે પુરુષ યથાર્થ વક્તા હોય, અને તે જ પુરુષની પ્રતીતિએ મોક્ષમાર્ગ સ્વીકારવા ગ્ય હોય એવી સુવિચારણા તે પણ એક પ્રકારનું ગૌણતાએ જીવાજીવનું જ જ્ઞાન છે.
તે પ્રતીતિથી, તે રુચિથી અને તે આશ્રયથી પછી સ્પષ્ટ વિસ્તાર સહિત જીવાજીવનું જ્ઞાન અનુક્રમે થાય છે. તથારૂપ પુરુષની આજ્ઞા ઉપાસવાથી રાગદ્વેષને ક્ષય થઈ વીતરાગ દશા થાય છે. તથારૂપ પુરુષના પ્રત્યક્ષ ચુંગ વિના એ સમકિત આવવું કઠણ છે. તેવા પુરુષનાં વચનરૂપ શાથી કોઈક પૂર્વે આરાધક હોય એવા જીવને સમકિત .
Page #521
--------------------------------------------------------------------------
________________
૧૧૬
થવું સંભવે છે, અથવા કોઈ એક આચાર્ય પ્રત્યક્ષપણે તે વચનના હેતુથી કેઈક જીવને સમકિત પ્રાપ્ત કરાવે છે.
૭૩.
(૭૭૯)
. મુંબઈ, યેષ્ઠ સુદ, ૧૯૫૩
સર્વર સર્વ અન્યભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે છે તે “મુક્ત છે.
બીજાં સર્વ દ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગપણું, કાળથી અસંગપણું અને ભાવથી અસંગપણું સર્વથા જેને વર્તે છે તે “મુક્ત છે.
અટળ અનુભવસ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસે ત્યાંથી મુક્તદશા વર્તે છે. તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે.
જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પિતાને કંઈ પણ સંબંધ નહેતે એવી અસંગદશા ઉત્પન્ન કરી તે ભગવાનને રૂપ સત્યરુને નમસ્કાર છે. - તિથિ આદિને વિકલ્પ છોડી નિજ વિચારમાં વર્તવું એ જ કર્તવ્ય છે.
શુદ્ધ સહજ આત્મસ્વરૂપ.
Page #522
--------------------------------------------------------------------------
________________
૧૧૭
(૭૮૦)
७४
મુંબઈ, જેઠ સુદ ૮, ભેમ, ૧૯૫૩ જેને કઈ પણ પ્રત્યે રાગ, દ્વેષ રહ્યા નથી,
તે મહાત્માને વારંવાર નમસ્કાર.
પરમાગી એવા શ્રી કષભદેવાદિ પુરૂષે પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે તે એ કે, તેને સંબંધ વર્તે ત્યાં સુધીમાં જીવે અસંગપણું, નિર્મોહપણું કરી લઈ અબાધ્ય અનુભવસ્વરૂપ એવું નિજસ્વરૂપ જાણું, બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત્ત (છૂટા) થવું, કે જેથી ફરી જન્મમરણને ફેરે ન રહે.
તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે તેટલું મોક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષને નિશ્ચય છે.
કંઈ પણ મન, વચન, કાયાના વેગથી અપરાધ થયે હેય, જાણતાં અથવા અજાણતાં, તે સર્વ વિનયપૂર્વક ખમાવું છું, ઘણા નમ્રભાવથી ખમાવું છું.
આ દેહે કરવા યોગ્ય કાર્ય તે એક જ છે કે કેઈ પ્રત્યે રાગ અથવા કઈ પ્રત્યે કિંચિત્માત્ર દ્વેષ ન રહે. સર્વત્ર સમદશા વર્તે. એ જ કલ્યાણને મુખ્ય નિશ્ચય છે.
શ્રી રાયચંદના નમસ્કાર પ્રાપ્ત થાય.
Page #523
--------------------------------------------------------------------------
________________
૧૧૮
(૭૮૧)
૭૫
મુંબઈ, જેઠ વદ ૬, રવિ, ૧૯૫૩ પરમપુરષદશાવર્ણન કીચસ કનક જાકે, નીચસૌ નરેસપદ, મચસી મિતાઈ, ગરુવાઈ જાકે ગારસી; જહુરસી જેગ જાતિ, કહરસી કરામાતિ, હહરસી હૌસ, પુગલછબિ છારસી; જાલસૌ જગબિલાસ, ભાલસૌ ભુવનવાસ, કાલસૌ કુટુંબકાજ, લેકલાજ લારસી; સીઠસૌ સુજસુ જાનૈ, બીઠસૌ બખત માને, ઐસી જાકી રીતિ તાહી, બંદત બનારસી.”
જે કંચનને કાદવ સરખું જાણે છે, રાજગાદીને નીચ પદ સરખી જાણે છે, કેઈથી સ્નેહ કરે તેને મરણ સમાન જાણે છે, મોટાઈને લીપવાની ગાર જેવી જાણે છે, કીમિયા વગેરે જગને ઝેર સમાન જાણે છે, સિદ્ધિ વગેરે ઐશ્વર્યને અશાતા સમાન જાણે છે, જગતમાં પૂજ્યતા થવા આદિની હસને અનર્થ સમાન જાણે છે, પુદ્ગલની છબી એવી
ઔદારિકાદિ કાયાને રાખ જેવી જાણે છે, જગતના ભેગવિલાસને મૂંઝાવારૂપ જાળ સમાન જાણે છે, ઘરવાસને ભાલા સમાન જાણે છે, કુટુંબનાં કાર્યને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે, લેકમાં લાજ વધારવાની ઈચ્છાને મુખની લાળ સમાન જાણે છે, કીર્તિની ઈચ્છાને નાકના મેલ જેવી જાણે છે અને પુણ્યના ઉદયને જે વિષ્ટા સમાન જાણે છે, એવી જેની રીતિ હોય તેને બનારસીદાસ વંદના કરે છે.
Page #524
--------------------------------------------------------------------------
________________
૧૧૯
. કેઈને અર્થે વિકલ્પ નહીં આણતાં અસંગપણું જ રાખશે. જેમ જેમ સપુરુષનાં વચન તેમને પ્રતીતિમાં આવશે, જેમ જેમ આજ્ઞાથી અસ્થિમિંજા રંગાશે, તેમ તેમ તે તે જીવ આત્મકલ્યાણને સુગમપણે પામશે, એમ નિ:સંદેહતા છે.
ખરા અંતઃકરણે વિશેષ સત્સમાગમના આશ્રયથી જીવને ઉત્કૃષ્ટ દશા પણ ઘણા થોડા વખતમાં પ્રાપ્ત થાય છે.
વ્યવહાર અથવા પરમાર્થ સંબંધી કોઈ પણ જીવ વિષેની વૃત્તિ હોય તે ઉપશાંત કરી કેવળ અસંગ ઉપગે અથવા પરમપુરુષની ઉપર કહી છે તે દશાના અવલંબને આત્મસ્થિતિ કરવી એમ વિજ્ઞાપના છે, કેમ કે બીજે કઈ પણ વિકલ્પ રાખવા જેવું નથી. જે કોઈ સાચા અંતઃકરણે સપુરુષનાં વચનને ગ્રહણ કરશે તે સત્યને પામશે એમાં કંઈ સંશય નથી, અને શરીરનિર્વાહાદિ વ્યવહાર સૌ સૌના પ્રારબ્ધ પ્રમાણે પ્રાપ્ત થવા ગ્ય છે, એટલે તે વિષે પણ કંઈ વિકલ્પ રાખવા ગ્ય નથી. જે વિકલ્પ તમે ઘણું કરીને શમાવ્યો છે, તે પણ નિશ્ચયના બળવાનપણાને અર્થે દર્શાવ્યું છે.
સર્વ જીવ પ્રત્યે, સર્વ ભાવ પ્રત્યે અખંડ એકરસ વીતરાગદશા રાખવી એ જ સર્વ જ્ઞાનનું ફળ છે. આત્મા શુદ્ધ ચૈતન્ય, જન્મજરામરણરહિત અસંગ સ્વરૂપ છે; એમાં સર્વ જ્ઞાન સમાય છે, તેની પ્રતીતિમાં સર્વ સમ્યકદર્શન સમાય છે; આત્માને અસંગસ્વરૂપે સ્વભાવદશા રહે તે સમ્યકચારિત્ર, ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગદશા છે.
Page #525
--------------------------------------------------------------------------
________________
૧૨૦ જેના સંપૂર્ણપણાનું ફળ સર્વ દુઃખને ક્ષય છે, એ કેવળ નિઃસંદેહ છે; કેવળ નિસંદેહ છે. એ જ વિનંતિ.
(૭૮૩)
મુંબઈ, અસાડ સુદ ૪, રવિ, ૧૯૫૩ શ્રી સેભાગને નમસ્કાર શ્રી એભાગની મુમુક્ષુ દશા તથા જ્ઞાનીના માર્ગ પ્રત્યેને તેને અદ્ભુત નિશ્ચય વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે.
સર્વ જીવ સુખને ઇચ્છે છે, પણ કેઈ વિરલા પુરુષ તે સુખનું યથાર્થ સ્વરૂપ જાણે છે.
જન્મ, મરણ આદિ અનંત દુઃખને આત્યંતિક (સર્વથા) ક્ષય થવાને ઉપાય અનાદિકાળથી જીવના જાણવામાં નથી, તે ઉપાય જાણવાની અને કરવાની સાચી ઈચ્છા ઉત્પન્ન થયે જીવ જે પુરુષના સમાગમને લાભ પામે છે તે ઉપાયને જાણી શકે છે, અને તે ઉપાયને ઉપાસીને સર્વ દુઃખથી મુક્ત થાય છે.
તેવી સાચી ઇચ્છા પણ ઘણું કરીને જીવને પુરુષના સમાગમથી જ પ્રાપ્ત થાય છે. તે સમાગમ, તે સમાગમની ઓળખાણ, દર્શાવેલા માર્ગની પ્રતીતિ, અને તેમ જ ચાલવાની પ્રવૃત્તિ જીવને પરમ દુર્લભ છે.
મનુષ્યપણું, જ્ઞાનીનાં વચનનું શ્રવણ પ્રાપ્ત થવું, તેની પ્રતીતિ થવી, અને તેમણે કહેલા માર્ગમાં પ્રવૃત્તિ થવી
Page #526
--------------------------------------------------------------------------
________________
૧૨૧ પરમ દુર્લભ છે, એમ શ્રી વર્ધમાનસ્વામીએ ઉત્તરાધ્યયનના ત્રીજા અધ્યયનમાં ઉપદેશ્ય છે.
પ્રત્યક્ષ સત્પરુષના સમાગમ અને તે આશ્રયમાં વિચરતા મુમુક્ષુઓને મેક્ષસંબંધી બધાં સાધને અલ્પ પ્રયાસે અને અ૫ કાળે પ્રાયે (ઘણું કરીને ) સિદ્ધ થાય છે, પણ તે સમાગમને ચોગ પામ દુર્લભ છે. તે જ સમાગમના યેગમાં મુમુક્ષુ જીવનું નિરંતર ચિત્ત વર્તે છે.
સપુરુષને વેગ પામ તે સર્વકાળમાં જીવને દુર્લભ છે, તેમાં પણ આવા દુષમકાળમાં તો ક્વચિત જ તે યેગ બને છે. વિરલા જ સપુરુષ વિચરે છે. તે સમાગમને લાભ અપૂર્વ છે, એમ જાણીને જીવે મેક્ષમાર્ગની પ્રતીતિ કરી, તે માર્ગનું નિરંતર આરાધન કરવું યેગ્ય છે.
સમાગમને ચેન ન હોય ત્યારે આરંભ–પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિને એસરાવી સશાસ્ત્રને પરિચય વિશેષ કરીને કર્તવ્ય છે. વ્યાવહારિક કાર્યોની પ્રવૃત્તિ કરવી પડતી હોય તેપણ તેમાંથી વૃત્તિને મેળી પાડવા જે જીવ ઈચ્છે છે તે જીવ મળી પાડી શકે છે, અને સશાસ્ત્રના પરિચયને અર્થે ઘણે અવકાશ પ્રાપ્ત કરી શકે છે.
આરંભ પરિગ્રહ પરથી જેની વૃત્તિ ખેદ પામી છે, એટલે તેને અસાર જાણી તે પ્રત્યેથી જે જીવે ઓસર્યા છે, તે જીવોને સત્પરુષને સમાગમ અને સન્શાસ્ત્રનું શ્રવણ વિશેષ કરીને હિતકારી થાય છે. આરંભપરિગ્રહ પર વિશેષ વૃત્તિ વર્તતી હોય તે જીવમાં સત્પરુષનાં વચનનું અથવા સલ્ફાસ્ત્રનું પરિણમન થવું કઠણ છે.
Page #527
--------------------------------------------------------------------------
________________
૧૨૨
આરપરિગ્રહ પરથી વૃત્તિ મળી પાડવાનું અને સશાસ્ત્રને પરિચયમાં રૂચિ કરવાનું પ્રથમ કઠણ પડે છે; કેમકે જીવને અનાદિ પ્રકૃતિભાવ તેથી જુદો છે, પણ જેણે તેમ કરવાનો નિશ્ચય કર્યો છે, તે તેમ કરી શક્યા છે માટે વિશેષ ઉત્સાહ રાખી તે પ્રવૃત્તિ કર્તવ્ય છે. | સર્વ મુમુક્ષુઓએ આ વાતને નિશ્ચય અને નિત્યનિયમ કર ઘટે છે, પ્રમાદ અને અનિયમિતપણું ટાળવું ઘટે છે.
(૭૮૫)
૭૭
મુંબઈ, અસાડ વદ ૧, ગુરુ, ૧૯૫૩ શુભેચ્છાથી માંડીને શૈલેશીકરણ પર્યંતની સર્વ ક્રિયા જે જ્ઞાનીને સમ્મત છે, તે જ્ઞાનીના વચન ત્યાગવૈરાગ્યને નિષેધ કરવામાં પ્રવર્તે નહીં ત્યાગવૈરાગ્યના સાધનરૂપે પ્રથમ ત્યાગવૈરાગ્ય આવે છે, તેને પણ જ્ઞાની નિષેધ કરે નહીં.
કોઈ એક જડ ક્રિયામાં પ્રવૃત્તિ કરી જ્ઞાનીના માર્ગથી વિમુખ રહેતા હોય, અથવા મતિના મૂહત્વને લીધે ઊંચી દશા પામતાં અટકતા હોય, અથવા અસત્ સમાગમથી મતિ વાહ પામી અન્યથા ત્યાગવૈરાગ્યને ત્યાગવૈરાગ્યપણે માની લીધા હોય તેને નિષેધને અર્થે કરુણાબુદ્ધિથી જ્ઞાની ગ્ય વચને તેને નિષેધ ક્વચિત્ કરતા હોય તે વ્યાહ નહીં પામતાં તેને સહેતુ સમજી યથાર્થ ત્યાગવેરાગ્યની ક્રિયામાં અંતર તથા બાહ્યમાં પ્રવર્તવું છે.
Page #528
--------------------------------------------------------------------------
________________
૧૨૩
(૮૦૮)
મુંબઈ, આસો સુદ ૮, રવિ, ૧૯૫૩
સત્પના અગાધ ગંભીર સંયમને નમસ્કાર
અવિષમ પરિણામથી જેમણે કાળકૂટ વિષ પીધું એવા શ્રી ઋષભાદિ પરમપુરુષોને નમસ્કાર.
પરિણામમાં તે જે અમૃત જ છે, પણ પ્રથમ દશાએ કાળકૂટ વિષની પેઠે મુઝવે છે, એવા શ્રી સંયમને નમસ્કાર.
તે જ્ઞાનને, તે દર્શનને અને તે ચારિત્રને વારંવાર નમસ્કાર.
(૮૦૯)
૭૯
મુંબઈ, આસો સુદ ૮, રવિ, ૧૯૫૩ જેની ભક્તિ નિષ્કામ છે એવા પુરુષોને સત્સંગ કે દર્શન એ મહતું પુણ્યરૂપ જાણવા ગ્ય છે.
(૮૧૦)
મુંબઈ, આસો સુદ ૮, રવિ, ૧૯૫૩
પારમાર્થિક હેતુવિશેષથી પત્રાદિ લખવાનું બની શકતું નથી.
જે અનિત્ય છે, જે અસાર છે અને જે અશરણરૂપ છે તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે તે વાત રાત્રિદિવસ વિચારવા એગ્ય છે.?
Page #529
--------------------------------------------------------------------------
________________
૧૨૪
લેકદ્રષ્ટિ અને જ્ઞાનની દષ્ટિને પશ્ચિમ પૂર્વ એટલે તફાવત છે. જ્ઞાનીની દૃષ્ટિ પ્રથમ નિરાલંબન છે, રુચિ ઉત્પન્ન કરતી નથી, જીવની પ્રકૃતિને મળતી આવતી નથી, તેથી જીવ તે દષ્ટિમાં રુચિવાન થતું નથી, પણ જે જીએ પરિષહ વેઠીને ચેડા કાળ સુધી તે દષ્ટિનું આરાધન કર્યું છે, તે સર્વ દુઃખને ક્ષયરૂપ નિર્વાણને પામ્યા છે તેના ઉપાયને પામ્યા છે.
જીવને પ્રમાદમાં અનાદિથી પતિ છે, પણ તેમાં રતિ કરવા યોગ્ય કાંઈ દેખાતું નથી.
(૮૧૩) -
મુંબઈ, આસો વદ ૭, ૧૯૫૩ ઉપરની ભૂમિકાઓમાં પણ અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વાસનાનું સંક્રમણ થઈ આવે છે, અને આત્માને વારંવાર આકુળવ્યાકુળ કરી દે છે, વારંવાર એમ થયા કરે છે કે હવે ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થવી દુર્લભ જ છે, અને વર્તન માન ભૂમિકામાં સ્થિતિ પણ ફરી થવી દુર્લભ છે. એવા અસંખ્ય અંતરાયપરિણામ ઉપરની ભૂમિકામાં પણ બને છે, તે પછી શુભેચ્છાદિ ભૂમિકાએ તેમ બને એ કંઈ આશ્ચર્યકારક નથી. તેવા અંતરાયથી ખેદ નહીં પામતાં આત્માથી જીવે પુરુષાર્થદષ્ટિ કરવી અને શૂરવીરપણું રાખવું, હિતકારી દ્રવ્ય ક્ષેત્રાદિ ભેગનું અનુસંધાન કરવું, સાસ્ત્રને વિશેષ પરિચય રાખી વારંવાર હઠ કરીને પણ મનને સદ્વિચારમાં પ્રવેશિત કરવું, અને મનના દુરાભ્યપણાથી આકુળવ્યાકુળતા
Page #530
--------------------------------------------------------------------------
________________
૧૨૫ નહીં પામતાં ધૈર્યથી સદ્વિચારપથે જવાને ઉદ્યમ કરતાં જય થઈ ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થાય છે, અને અવિક્ષેપપણું પ્રાપ્ત થાય છે. “ગદષ્ટિસમુચ્ચય” વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે.
(૮૧૬)
મુંબઈ, કારતક વદ ૫, ૧૯૫૪ કેવળ અંતર્મુખ થવાને સપુરૂષને માર્ગ સર્વદુઃખક્ષયને ઉપાય છે, પણ તે કેઈક જીવને સમજાય છે. મહત્પષ્યના યોગથી, વિશુદ્ધ મતિથી તીવ્ર વૈરાગ્યથી અને સપુરુષને સમાગમથી તે ઉપાય સમજાવા યેગ્ય છે. તે સમજવાને અવસર એકમાત્ર આ મનુષ્યદેહ છે. તે પણ અનિયમિત કાળના ભયથી ગૃહીત છે, ત્યાં પ્રમાદ થાય છે, એ ખેદ અને આશ્ચર્ય છે.
(૮૧૯)
મુંબઈ, માર્ગશીર્ષ સુદ ૫, રવિ, ૧૯૫૪
ખેદ નહીં કરતાં શુરવીરપણું ગ્રહીને જ્ઞાનીને
માર્ગે ચાલતાં મેક્ષપાટણ સુલભ જ છે.
વિષયકષાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પિતાનું નિવીર્યપણું જોઈને ઘણે જ ખેદ થાય છે, અને આત્માને વારંવાર નિદે છે, ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ, ફરી મહંત પુરુષનાં ચરિત્ર અને વાક્યનું
Page #531
--------------------------------------------------------------------------
________________
૧૨૬
અવલંબન હૂણ કરી, આત્માને શૌર્ય ઉપજાવી, તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે, ત્યાં સુધી નીચે મને બેસતા નથી, તેમ એકલે ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માથી જીવાએ લીધું છે, અને તેથી જ અંતે જય પામ્યા છે.
આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે.
(૮૨૩)
૮૪
આણંદ, પોષ વદ ૧૩, ગુરુ, ૧૯૫૪ અવિષમભાવ વિના અમને પણ બંધપણા માટે બીજે કઈ અધિકાર નથી. મૌનપણે ભજવા ગ્ય માર્ગ છે.
લિ. રાયચંદ્ર
(૮૨૬)
૮૫ મોરબી, માહ સુદ ૪, બુધ, ૧૯૫૪
સદ્ભુત પરિચય જીવે અવશ્ય કરીને કર્તવ્ય છે.
મળ, વિક્ષેપ અને પ્રમાદ તેમાં વારંવાર અંતરાય કરે છે, કેમકે દીર્ધકાળ પરિચિત છે, પણ જે નિશ્ચય કરી તેને અપરિચિત કરવાની પ્રવૃત્તિ કરવામાં આવે તે તેમ થઈ શકે એમ છે.
મુખ્ય અંતરાય હોય તે તે જીવને અનિશ્ચય છે.
Page #532
--------------------------------------------------------------------------
________________
(૮૩૨)
૧૨૭
૮૬
વવાણિયા, જ્યેષ્ઠ, ૧૯૫૪ દેહથી ભિન્ન સ્વપરપ્રકાશક પરમ ચૈાતિસ્વરૂપ એવા આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ. હે આર્યંજના ! અંતર્મુખ થઈ, સ્થિર થઈ, તે આત્મામાં જ રહે તે અનંત અપાર આનંદ અનુભવશે.
સર્વ જગતના જીવેા કંઇ ને કંઇ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઇચ્છે છે; માટે ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ, પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે; અને મેળવવામાં સુખ માને છે; પણ અહા ! જ્ઞાનીઓએ તે તેથી વિપરીત જ સુખના માર્ગ નિીત કર્યાં કે કિંચિત્માત્ર પણ ગ્રહનું એ જ સુખનેા નાશ છે.
વિષયથી જેની ઇંદ્રિયા આર્ત્ત છે, તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્ત્વ કયાંથી પ્રતીતિમાં આવે
પરમ ધર્મરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જેવા પરિગ્રહ તેથી હવે હું વિરામ પામવાને જ ઇચ્છું છું.
અમારે પરિગ્રહને શું કરવા છે?
કશું પ્રયેાજન નથી.
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ.’
હે આર્યજના ! આ પરમ વાકચને આત્માપણે તમે અનુભવ કરો.
Page #533
--------------------------------------------------------------------------
________________
(૮૩૩)
૧૨૮
૮૭
વવાણિયા, જ્યેષ્ઠ સુદ ૧, શિન, ૧૯૫૪
સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી અને સર્વ ભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબંધ થઈ નિજસ્વરૂપમાં સ્થિત થયા તે પરમ પુરુષાને નમસ્કાર.
જેને કંઈ પ્રિય નથી, જેને કંઇ અપ્રિય નથી, જેને કોઈ શત્રુ નથી, જેને કાર્ય મિત્ર નથી, જેને માન-અપમાન, લાભ–અલાભ, હર્ષ શાક, જન્મ-મૃત્યુ આદિ દ્વંદ્નના અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્યસ્વરૂપને વિષે સ્થિતિ પામ્યા છે, પામે છે અને પામશે તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્ય ઉપજાવે છે.
દેહ પ્રત્યે જેવા વસ્ત્રના સંબંધ છે, તેવા આત્મા પ્રત્યે જેણે દેહના સંબંધ યથાતથ્ય દીઠ છે, મ્યાન પ્રત્યે તરવારના જેવા સંબંધ છે તેવા દેહ પ્રત્યે જેણે આત્માના સંબંધ દીઠો છે, અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, તે મહત્પુરુષાને જીવન અને મરણુ બન્ને સમાન છે.
જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધચિતિસ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઈ અચિંત્ય કરે છે, તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક નિજસ્વરૂપ છે એવા નિશ્ચય જે પરમ કૃપાળુ સત્પુરુષે પ્રકાણ્યા તેને અપાર ઉપકાર છે.
ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે, પણ કંઈ ચંદ્ર. ભૂમિરૂપ કોઇ કાળે તેમ થતા નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવા આ આત્મા તે કયારે પણ વિશ્વરૂપ
Page #534
--------------------------------------------------------------------------
________________
૧૨૯
થતું નથી, સદા સર્વદા ચૈતન્ય સ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ ભ્રાંતિ છે.
જેમ આકાશમાં વિશ્વને પ્રવેશ નથી સર્વ ભાવની વાસનાથી આકાશ રહિત જ છે, તેમ સમ્યક્દષ્ટિ પુરુષોએ પ્રત્યક્ષ સર્વ દ્રવ્યથી ભિન્ન, સર્વ અન્ય પર્યાયથી રહિત જ આત્મા દીઠે છે.
જેની ઉત્પત્તિ કઈ પણ અન્ય દ્રવ્યથી થતી નથી, તેવા આત્માને નાશ પણ ક્યાંથી હોય?
અજ્ઞાનથી અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે. તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજઅનુભવ પ્રમાણુસ્વરૂપમાં પરમ જાગ્રત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે. એ જ સ્વરૂપના લક્ષથી સર્વ જીવ પ્રત્યે સામ્યભાવ ઉત્પન્ન થાય છે. સર્વ પરદ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત્ત કરી આત્મા અકલેશ સમાધિને પામે છે
પરમ સુખસ્વરૂપ, પરમેસ્કૃષ્ટ શાંત, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમાધિને સર્વ કાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર, તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેને તે પુરુષને નમસ્કાર. - સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, પરમેસ્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું, ત્યાં વિક્ષેપ છે? વિકલ્પ છે? ભય શે ? ખેદ છે? બીજી અવસ્થા શી? હું માત્ર નિર્વિકલ૫ શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમશાંત ચૈતન્ય છું. હું માત્ર નિવિકલ્પ છું. હું નિજસ્વરૂપમય ઉપગ કરું છું. તન્મય થાઉં છું.
શાંતિઃ શાંતિઃ શાંતિઃ
Page #535
--------------------------------------------------------------------------
________________
૧૩૦
(૮૪૩)
વસો, પ્રથમ આસો સુદ ૬, બુધ, ૧૯૫૪ શ્રીમત વીતરાગ ભગવતેએ નિશ્ચિતાર્થ કરેલે એ અચિંત્ય ચિંતામણિ
સ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદ્દભુત, સર્વ દુઃખને નિ:સંશય
આત્યંતિક ક્ષય કરનાર, પરમ અમૃત સ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ
શાશ્વત ધર્મ જયવંત વર્તે,
ત્રિકાળ જયવંત વર્તે. તે શ્રીમત અનંતચતુષ્ટયસ્થિત ભગવતને અને તે જયવંત ધર્મને આશ્રય સદૈવ કર્તવ્ય છે. જેને બીજું કંઈ સામર્થ્ય નથી એવા અબુધ અને અશક્ત મનુષ્ય પણ તે આશ્રયના બળથી પરમ સુખહેતુ એવાં અદ્ભુત ફળને પામ્યા છે, પામે છે અને પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય છે, અધીરજથી ખેદ કર્તવ્ય નથી.
ચિત્તમાં દેહાદિ ભયને વિક્ષેપ પણ કરે એગ્ય નથી.
દેહાદિ સંબંધી જે પુરુષો હર્ષવિષાદ કરતા નથી તે પુરુષે પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે, એમ સમજે. એ જ દષ્ટિ કર્તવ્ય છે.
હું ધર્મ પામ્યું નથી, ધર્મ કેમ પામીશ? એ આદિ ખેદ નહીં કરતાં વીતરાગ પુરુષને ધર્મ જે દેહાદિ સંબંધીથી હર્ષવિષાદવૃત્તિ દૂર કરી આત્મા અસંગ-શુદ્ધચૈતન્યસ્વરૂપ છે, એવી વૃત્તિને નિશ્ચય અને આશ્રય ગ્રહણ
Page #536
--------------------------------------------------------------------------
________________
૧૩૧
કરી તે જ વૃત્તિનું બળ રાખવું, અને મંદ વૃત્તિ થાય ત્યાં વીતરાગ પુરુષની દશાનું સ્મરણ કરવું, તે અદ્ભુત ચરિત્ર પર દૃષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી, એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારકારક તથા કલ્યાણ સ્વરૂપ છે. નિવિકલ્પ.
(૮૫૬)
૮૯
ઈડર, માર્ગ0 વદ ૪, શનિ, ૧૯૫૫
છે નમઃ જિજ્ઞાસાબળ, વિચારબળ, વૈરાગ્યબળ, ધ્યાનબળ અને જ્ઞાનબળા વર્ધમાન થવાને અર્થે આત્માથી જીવને તથારૂપ જ્ઞાની પુરુષને સમાગમ વિશેષ કરી ઉપાસવા યોગ્ય છે. તેમાં પણ વર્તમાનકાળના જીવોને તે બળની દઢ છાપ પડી જવાને અર્થે ઘણું અંતરાયે જોવામાં આવે છે, જેથી તથારૂપ શુદ્ધ જિજ્ઞાસુવૃત્તિએ દીર્ધકાળ પર્યત સત્સમાગમ ઉપાસવાની આવશ્યકતા રહે છે. સત્સમાગમના અભાવે વીતરાગધ્રુત, પરમશાંતરસપ્રતિપાદક વીતરાગવચનની અનુપ્રેક્ષા વારંવાર કર્તવ્ય છે. ચિત્તસ્થર્ય માટે તે પરમ ઔષધ છે.
(૮૬૬)
શ્રી વવાણિયા, ચૈત્ર સુદ ૫, ૧૯૫૫
દ્રવ્યાનુગ પરમ ગંભીર અને સૂક્ષમ છે, નિર્ચોથ પ્રવચનનું રહસ્ય છે, શુક્લ ધ્યાનનું અનન્ય કારણ છે. શુક્લ ધ્યાનથી કેવળજ્ઞાન સમુત્પન્ન થાય છે. મહાભાગ્ય વડે તે દ્રવ્યાનુયેગની પ્રાપ્તિ થાય છે.
Page #537
--------------------------------------------------------------------------
________________
૧૩૨
દર્શનમેહને અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહત્ પુરુષના ચરણકમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુગ પરિણમે છે.
જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે, તેમ તેમ દ્રવ્યાનુગ યથાર્થ પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણ સમ્યફદર્શનનું નિર્મલત્વ છે, તેનું કારણ પણ “દ્રવ્યાનુયોગ થાય છે.
સામાન્યપણે દ્રવ્યાનુયોગની ગ્યતા પામવી દુર્લભ છે. આત્મારામ પરિણામી, પરમવીતરાગદષ્ટિવંત, પરમ અસંગ એવા મહાત્મા પુરુષે તેના મુખ્ય પાત્ર છે.
કેઈ મહપુરુષના મનનને અર્થે પંચાસ્તિકાયનું સંક્ષિપ્ત સ્વરૂપ લખ્યું હતું તે મનન અર્થે આ સાથે મોકલ્યું છે.
હે આર્ય ! દ્રવ્યાનુયેગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. તે આ પુરૂષનાં વચન તારા અંતઃકરણમાં તું કઈ દિવસ શિથિલ કરીશ નહીં. વધારે શું ? સમાધિનું રહસ્ય એ જ છે. સર્વ દુઃખથી મુક્ત થવાને અનન્ય ઉપાય એ જ છે.
(૮૭૫)
મુંબઈ, જેઠ, ૧૯૫૫
પરમકૃપાળુ મુનિવર્યના ચરણકમળમાં પરમ
ભક્તિથી સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. ૧ જુઓ “શ્રીમદ્ રાચંદ્ર આંક ૭૬૬
Page #538
--------------------------------------------------------------------------
________________
૧૩૩
અહો સપુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ! સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શનમાત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપપ્રતીતિ, અપ્રમત્ત સંયમ, અને પૂર્ણ વીતરાગ નિવિકલ્પ સ્વભાવનાં કારણભૂત છેલ્લે અગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ! ત્રિકાળ જયવંત વર્તા!
# શાંતિઃ શાંતિઃ શાંતિઃ
(૮૮૭)
મોહમયી, શ્રાવણ વદ ૦)), ૧૯૫૫
અગમ્ય છતાં સરી એવા મહયુસેના માર્ગને
નમસ્કાર સત્સમાગમ નિરંતર કર્તવ્ય છે. મહતભાગ્યના ઉદય વડે અથવા પૂર્વના અભ્યસ્ત રોગ વડે જીવને સાચી મુમુક્ષતા ઉત્પન્ન થાય છે, જે અતિ દુર્લભ છે. તે સાચી મુમુક્ષુતા ઘણું કરીને મહપુરુષના ચરણકમલની ઉપાસનાથી પ્રાપ્ત થાય છે, અથવા તેવી મુમુક્ષુતાવાળા આત્માને મહપુરુષના વેગથી આત્મનિષ્ટપણું પ્રાપ્ત થાય છે; સનાતન અનંત એવા જ્ઞાની પુરુષેએ ઉપાસેલે એ સન્માર્ગ પ્રાપ્ત થાય છે. સાચી મુમુક્ષુતા જેને પ્રાપ્ત થઈ હોય તેને પણ જ્ઞાનીને સમાગમ અને આજ્ઞા અપ્રમત્તગ સંપ્રાપ્ત કરાવે છે. મુખ્ય મેક્ષમેર્ગને કેમ આ પ્રમાણે જણાય છે.
વર્તમાનકાળમાં તેવા મહત્પરુષને વેગ અતિ દુર્લભ
Page #539
--------------------------------------------------------------------------
________________
૧૩૪ છે. કેમકે ઉત્તમ કાળમાં પણ તે યંગનું દુર્લભપણું હોય છે, એમ છતાં પણ સાચી મુમુક્ષુતા જેને ઉત્પન્ન થઈ હોય, રાત્રિદિવસ આત્મકલ્યાણ થવાનું તથારૂપ ચિંતન રહ્યા કરતું હોય, તેવા પુરુષને તેને ચાગ પ્રાપ્ત થ સુલભ છે. “આત્માનુશાસન” હાલ મનન કરવા યોગ્ય છે.
શાંતિઃ
(૯૦૧)
૯૩
મુંબઈ, કારતક સુદ ૧૫, ૧૯૫૬
ગુરુ ગણધર ગુણધર અધિક, પ્રચુર પરંપર ઓર, તતપધર, તનુ નગનધર, વદી વૃષસિરર.
જગત વિષયના વિક્ષેપમાં સ્વરૂપવિભ્રાંતિ વડે વિશ્રાંતિ પામતું નથી.
અનંત અવ્યાબાધ સુખને એક અનન્ય ઉપાય સ્વરૂપસ્થ થવું તે જ છે. એ જ હિતકારી ઉપાય જ્ઞાનીએ દીઠો છે.
ભગવાન જિને દ્વાદશાંગી એ જ અર્થે નિરૂપણ કરી છે, અને એ જ ઉત્કૃષ્ટતાથી તે શોભે છે, જયવંત છે.
જ્ઞાનીનાં વાક્યના શ્રવણથી ઉલ્લાસિત થતે એ જીવ, ચેતન, જડને ભિન્ન સ્વરૂપ યથાર્થપણે પ્રતીત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે.
યથાસ્થિત અનુભવ થવાથી સ્વરૂપસ્થ થવા ગ્ય છે.
દર્શનમેહ વ્યતીત થવાથી જ્ઞાનીના માર્ગમાં પરમ ભક્તિ સમુત્પન્ન થાય છે, તત્વપ્રતીતિ સમ્યપણે ઉત્પન્ન થાય છે.
Page #540
--------------------------------------------------------------------------
________________
૧૩૫
તત્વપ્રતીતિ વડે શુદ્ધ ચેતન્ય પ્રત્યે વૃત્તિને પ્રવાહ વળે છે. શુદ્ધ ચૈતન્યના અનુભવ અર્થે ચારિત્રમોહ વ્યતીત કરવા ચગ્ય છે.
ચારિત્રમોહ, ચૈતન્યતા=જ્ઞાની પુરુષના સન્માર્ગના નૈષિકપણથી પ્રલય થાય છે.
અસંગતાથી પરમાવગાઢ અનુભવ થવા ગ્ય છે.
હે આર્ય મુનિવરે! એ જ અસંગ શુદ્ધ ચૈતન્યાર્થે અસંગગને અહોનિશ ઈચ્છીએ છીએ. હે મુનિવરે ! અસંગતાને અભ્યાસ કરો.
બે વર્ષ કદાપિ સમાગમ ન કરે એમ થવાથી અવિરોધતા થતી હોય તે છેવટે બીજે કઈ સદુઉપાય ન હોય તે તેમ કરશે. ' જે મહાત્માઓ અસંગ ચૈતન્યમાં લીન થયા, થાય છે અને થશે તેને નમસ્કાર.
છે શાંતિઃ
(૧૩)
ધર્મપુર, ચૈત્ર વદ ૪, બુધ, ૧૯૫૬ - સમસ્ત સંસારી જ કર્મવશાત્ શાતા-અશાતાને ઉદય અનુભવ્યા જ કરે છે, જેમાં મુખ્યપણે તે અશાતાને જ ઉદય અનુભવાય છે. ક્વચિત્ અથવા કેઈક દેહસંગમાં શાતાને ઉદય અધિક અનુભવાતે જણાય છે, પણ વસ્તુતાએ ત્યાં પણ અંતરદાહ બળ્યા જ કરતા હોય છે. પૂર્ણ જ્ઞાની પણ જે અશાતાનું વર્ણન કરી શકવા ગ્ય વચનગ ધરાવતા નથી, તેવી અનંત અનંત અશાતા આ
Page #541
--------------------------------------------------------------------------
________________
૧૩૬
જીવે ભાગવી છે, અને જો હજી તેનાં કારણેાના નાશ કરવામાં ન આવે તે ભોગવવી પડે એ સુનિશ્ચિત છે, એમ જાણી વિચારવાન ઉત્તમ પુરુષ તે અંતરદાહરૂપ શાતા અને ખાહ્વાયંતર સંક્લેશઅગ્નિરૂપે પ્રજ્વલિત એવી અશાતાના આત્યંતિક વિયેાગ કરવાના માર્ગ ગવેષવા તત્પર થયા, અને તે સન્માર્ગ ગવેષી, પ્રતીત કરી, તેને યથાયાગ્યપણે આરાધી, અવ્યાબાધ સુખસ્વરૂપ એવા આત્માના સહજ શુદ્ધ સ્વભાવરૂપ પરમપદમાં લીન થયા.
શાતા-અશાતાના ઉદ્ભય કે અનુભવ પ્રાપ્ત થવાનાં મૂળ કારણેાને ગવેષતા એવા તે મહત્ પુરુષોને એવી વિલક્ષણ સાનંદાશ્ચર્યક વૃત્તિ ઉદ્ભવતી કે શાતા કરતાં અશાતાના ઉદય સંપ્રાપ્ત થયે અને તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત થયે તેમનું વીર્ય વિશેષપણે જાગ્રત થતું, ઉલ્લાસ પામતું, અને તે સમય કલ્યાણકારી અધિકપણે સમજાતા.
કેટલાક કારણવિશેષને યોગે વ્યવહારદૃષ્ટિથી ગ્રહણ કરવા ચેાગ્ય ઔષધાદિ આત્મમર્યાદામાં રહી ગ્રહણ કરતા, પરંતુ મુખ્યપણે તે પરમ ઉપશમને જ સર્વોત્કૃષ્ટ ઔષધરૂપે ઉપાસતા.
ઉપયોગ લક્ષણે સનાતનસ્ફુરિત એવા આત્માને દેહથી, તૈજસ અને કાર્યણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની ષ્ટિ સાધ્ય કરી, તે ચૈતન્યાત્મકસ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળા હેાવાથી અબંધદશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતા-અશાતારૂપે અનુભવ વેદ્યા વિના રહેવાના નથી એમ નિશ્ચય કરી, જે શુભાશુભ પિરણામધારાની પિરણિત વડે તે શાતા-અશાતાના સંબંધ કરે છે તે ધારા પ્રત્યે ઉદાસીન
Page #542
--------------------------------------------------------------------------
________________
૧૩૭ થઈ, દેહાદિથી ભિન્ન અને સ્વરૂપમર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામધારા છે તેને આત્યંતિક વિયેગ કરવાને સન્માર્ગ ગ્રહણ કરી, પરમ શુદ્ધ ચૈતન્યસ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કમેગથી સકલંક પરિણામ દર્શાવે છે તેથી ઉપરામ થઈ, જેમ ઉપશમિત થવાય, તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચલ થવાય, તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિંતવના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યેગ્ય છે. મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે._
તે સન્માર્ગને ગષતા, પ્રતીત કરવા ઈચ્છતા, તેને સંપ્રાપ્ત કરવા ઇચ્છતા એવા આત્માથી જનને પરમ વીતરાગસ્વરૂપ દેવ, સ્વરૂપનૈષ્ઠિક નિઃસ્પૃહ નિગ્રંથરૂપ ગુરુ, પરમ દયામૂળ ધર્મવ્યવહાર અને પરમશાંતરસરહસ્યવાક્યમય સશાસ્ત્ર, સન્માર્ગની સંપૂર્ણતા થતાં સુધી પરમ ભક્તિ વડે ઉપાસવા ગ્ય છે; જે આત્માના કલ્યાણનાં પરમ કારણે છે.
भीसण नरयगईए, तिरियगईए कुदेवमणुयगईए । पत्तोसि तिव्व दुःखं, भावहि जिणभावणा जीव ॥
ભયંકર નરકગતિમાં, તિર્યંચગતિમાં અને માઠી દેવ તથા મનુષ્ય ગતિમાં હે જીવ! તું તીવ્ર દુઃખને પાયે, માટે હવે તે જિનભાવના (જિન ભગવાન જે પરમશાંત રસે પરિણમી સ્વરૂપસ્થ થયા તે પરમશાંતસ્વરૂપ ચિંતવના) ભાવ-ચિંતવ (કે જેથી તેવાં અનંત દુઃખને આત્યંતિક વિયેગ થઈ પરમ અવ્યાબાધ સુખસંપત્તિ સંપ્રાપ્ત થાય).
શાંતિઃ શાંતિઃ શાંતિઃ
Page #543
--------------------------------------------------------------------------
________________
૧૩૮
(૯૧૫)
ધર્મપુર, ચૈત્ર વદ ૬, શુક્ર, ૧૯૫૬
છે નમઃ ૧. ઉપશમશ્રેણિમાં મુખ્યપણે ‘ઉપશમ સમ્યક્ત્વ” સંભવે છે. આ
૨. ચાર ઘનઘાતી કર્મને ક્ષય થતાં અંતરાય કર્મની પ્રકૃતિને પણ ક્ષય થાય છે, અને તેથી દાનાંતરાય, લાભાંતરાય, વીર્યંતરાય, ભેગાંતરાય અને ઉપભેગાંતરાય એ પાંચ પ્રકારને અંતરાય ક્ષય થઈ અનંતદાનલબ્ધિ, અનંતલાભલબ્ધિ, અનંતવીર્થંલબ્ધિ અને અનંતભેગઉપગલબ્ધિ સંપ્રાપ્ત થાય છે. જેથી તે અંતરાયકર્મ ક્ષય થયું છે એવા પરમપુરુષ અનંત દાનાદિ આપવાને સંપૂર્ણ સમર્થ છે, તથાપિ પુદ્ગલ દ્રવ્યરૂપે એ દાનાદિ લબ્ધિની પરમપુરુષ પ્રવૃત્તિ કરતા નથી. મુખ્યપણે તે તે લબ્ધિની સંપ્રાપ્તિ પણ આત્માની સ્વરૂપભૂત છે, કેમકે ક્ષાયિકભાવે તે સંપ્રાપ્તિ છે, ઉદયિક ભાવે નથી, તેથી આત્મસ્વભાવ સ્વરૂપભૂત છે, અને જે અનંત સામર્થ્ય આત્મામાં અનાદિથી શક્તિરૂપે હતું તે વ્યક્ત થઈ આત્મા નિજસ્વરૂપમાં આવી શકે છે, તરૂપ શુદ્ધ સ્વચ્છ ભાવે એક સ્વભાવે પરિણમાવી શકે છે તે અનંતદાનલબ્ધિ કહેવા ગ્ય છે. તેમજ અનંત આત્મસામર્થ્યની સંપ્રાપ્તિમાં કિંચિત્માત્ર વિયેગનું કારણ રહ્યું નથી તેથી અનંતલાલબ્ધિ કહેવા ગ્ય છે. વળી, અનંત આત્મસામર્થ્યની સંપ્રાપ્તિ સંપૂર્ણપણે પરમાનંદસ્વરૂપે અનુભવાય છે, તેમાં પણ કિંચિત્માત્ર પણ વિયેગનું કારણ રહ્યું નથી, તેથી અનંતભેગઉપભેગલબ્ધિ કહેવા ગ્ય છે, તેમ જ
Page #544
--------------------------------------------------------------------------
________________
૧૩૯
અનંત આત્મસામર્થ્યની સંપ્રાપ્તિ સંપૂર્ણપણે થયા છતાં તે સામર્થ્યના અનુભવથી આત્મશક્તિ થાકે કે તેનું સામર્થ્ય ઝીલી ન શકે, વહન ન કરી શકે અથવા તે સામર્થ્યને કોઈ પણ પ્રકારના દેશકાળની અસર થઈ કિંચિત માત્ર પણ ન્યૂનાધિકપણું કરાવે એવું કશું રહ્યું જ નહીં, તે સ્વભાવમાં રહેવાનું સંપૂર્ણ સામર્થ્ય ત્રિકાળ સંપૂર્ણ બળસહિત રહેવાનું છે, તે અનંતવીર્યલબ્ધિ કહેવા ગ્ય છે.
ક્ષાયિકભાવની દષ્ટિથી જોતાં ઉપર કહ્યા પ્રમાણે તે લબ્ધિને પરમપુરુષને ઉપગ છે. વળી એ પાંચ લબ્ધિ હેતુવિશેષથી સમજાવા અર્થે જુદી પાડી છે, નહીં તે અનંતવીર્યલબ્ધિમાં પણ તે પાચેને સમાવેશ થઈ શકે છે. આત્મા સંપૂર્ણ વીર્યને સંપ્રાપ્ત થવાથી એ પાંચે લબ્ધિને ઉપગ પુદ્ગલ દ્રવ્યરૂપે કરે છે તેવું સામર્થ્ય તેમાં વર્તે છે, તથાપિ કૃતકૃત્ય એવા પરમ પુરુષમાં સંપૂર્ણ વીતરાગસ્વભાવ હેવાથી તે ઉપગને તેથી સંભવ નથી; અને ઉપદેશાદિના દાનરૂપે જે તે કૃતકૃત્ય પરમપુરુષની પ્રવૃત્તિ છે તે ગાશ્રિત પૂર્વબંધના ઉદયમાનપણથી છે, આત્માના સ્વભાવના કિંચિત્ પણ વિકૃત ભાવથી નથી.
એ પ્રમાણે સંક્ષેપમાં ઉત્તર જાણશે. નિવૃત્તિવાળે અવસર સંપ્રાપ્ત કરી અધિક અધિક મનન કરવાથી વિશેષ સમાધાન અને નિર્જરા સંપ્રાપ્ત થશે. સઉલાસ ચિત્તથી જ્ઞાનની અનુપ્રેક્ષા કરતાં અનંત કર્મને ક્ષય થાય છે.
છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
Page #545
--------------------------------------------------------------------------
________________
૧૪૦
(૨૭)
વવાણિયા, વૈશાખ વદ ૦)), ૧૫૬ યથાર્થ જોઈએ તે શરીર એ જ વેદનાની મૂર્તિ છે. સમયે સમયે જીવ તે દ્વારાએ વેદના જ વેદે છે. કવચિત્ શાતા અને પ્રાયે અશાતા જ વેદે છે. માનસિક અશાતાનું મુખ્યપણું છતાં તે સૂક્ષ્મ સમ્યગ્દષ્ટિવાનને જણાય છે. શારીરિક અશાતાનું મુખ્યપણું સ્થૂળદષ્ટિવાનને પણ જણાય છે. જે વેદના પૂર્વે સુદઢ બંધથી જીવે બંધન કરી છે, તે વેદના ઉદયસંપ્રાપ્ત થતાં ઇંદ્ર, ચંદ્ર, નાગેન્દ્ર કે જિનેન્દ્ર પણ રિકવાને સમર્થ નથી. તેને ઉદય જીવે વેદ જ જોઈએ. અજ્ઞાનદષ્ટિ જીવે ખેદથી વેદે તે પણ કંઈ તે વેદના ઘટતી નથી કે જતી રહેતી નથી. સત્યરષ્ટિવાન છો શાંતભાવે વેદે તે તેથી તે વેદના વધી જતી નથી, પણ નવીન બંધને હેતુ થતી નથી. પૂર્વની બળવાન નિર્જરા થાય છે. આત્માથીને એ જ કર્તવ્ય છે.
હ શરીર નથી, પણ તેથી ભિન્ન એ જ્ઞાયક આત્મા છું, તેમ નિત્ય શાશ્વત છું. આ વેદના માત્ર પૂર્વકર્મની છે, પણ મારું સ્વરૂપ નાશ કરવાને તે સમર્થ નથી, માટે મારે ખેદ કર્તવ્ય જ નથી એમ આત્માથીનું અનુપ્રેક્ષણ હેય છે.
Page #546
--------------------------------------------------------------------------
________________
૧૪૧
(૯૩૭)
૯૭ વિવાણિયા, અસાડ સુદ ૧, ગુરુ, ૧૯૫૬
પરમકૃપાળુ મુનિવરેને નમસ્કાર સંપ્રાપ્ત થાય.
જ્યાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આદિની અનુકૂળતા દેખાતી હોય ત્યાં ચાતુર્માસ કરવામાં વિક્ષેપ આર્ય પુરુષને હેતે નથી.
બે વખત ઉપદેશ અને એક વખત આહારગ્રહણ તથા નિદ્રાસમય વિના બાકીને અવકાશ મુખ્યપણે આત્મવિચારમાં, પદ્મનંદી આદિ શાસ્ત્રાવલેકનમાં અને આત્મધ્યાનમાં વ્યતીત કરવા ગ્ય છે. કોઈ બાઈ ભાઈ ક્યારેક કંઈ પ્રશ્નાદિ કરે તે તેનું ઘટતું સમાધાન કરવું, કે જેમ તેને આત્મા શાંત થાય. અશુદ્ધ કિયાના નિષેધક વચને ઉપદેશરૂપે ન પ્રવર્તાવતાં શુદ્ધ કિયામાં જેમ લેકેની રુચિ વધે તેમ ક્રિયા કરાવ્યું જવી.
ઉદાહરણ દાખલ કે જેમ કઈ એક મનુષ્ય તેની રૂઢિ પ્રમાણે સામાયિક વ્રત કરે છે, તે તેને નિષેધ નહીં કરતાં, તેને તે વખત ઉપદેશના શ્રવણમાં કે સશાસ્ત્ર–અધ્યયનમાં અથવા કાર્યોત્સર્ગમાં જાય તેમ તેને ઉપદેશવું. કિંચિત્માત્ર આભાસે પણ તેને સામાયિક વ્રતાદિને નિષેધ હૃદયમાં પણ ન આવે એવી ગંભીરતાથી શુદ્ધ ક્રિયાની પ્રેરણા કરવી. ખુલ્લી પ્રેરણા કરવા જતાં પણ ક્રિયાથી રહિત થઈ ઉન્મત્ત થાય છે અથવા તમારી આ ક્રિયા બરાબર નથી એટલું જણાવતાં પણ તમારા પ્રત્યે દોષ દઈ તે ક્રિયા છેડી દે
Page #547
--------------------------------------------------------------------------
________________
૧૪૨
એ પ્રમત્ત છને સ્વભાવ છે, અને લેકેની દૃષ્ટિમાં એમ આવે કે તમે જ ક્રિયાને નિષેધ કર્યો છે. માટે મતભેદથી દૂર રહી, મધ્યસ્થવત્ રહી સ્વાત્માનું હિત કરતાં જેમ જેમ પર આત્માનું હિત થાય તેમ તેમ પ્રવર્તવું, અને જ્ઞાનીને માર્ગનું, જ્ઞાન ક્રિયાનું સમન્વિતપણું સ્થાપિત કરવું એ જ નિર્જરાને સુંદર માર્ગ છે.
સ્વાત્મહિતમાં પ્રમાદ ન થાય અને પરને અવિક્ષેપ પણે આસ્તિક્યવૃત્તિ બંધાય તેવું તેનું શ્રવણ થાય, ક્રિયાની વૃદ્ધિ થાય, છતાં કલ્પિત ભેદ વધે નહીં અને સ્વપર આત્માને શાંતિ થાય એમ પ્રવર્તવામાં ઉલ્લાસિત વૃત્તિ રાખજે, સન્શાસ્ત્ર પ્રત્યે રુચિ વધે તેમ કરજે.
આ પત્ર પરમકૃપાળુ શ્રી લલ્લુજી મુનિની સેવામાં પ્રાપ્ત થાય.
શાંતિઃ
(૪૩)
મોરબી, શ્રાવણ વદ ૭, શુક, ૧૯૫૬
જિનાય નમઃ પરમ નિવૃત્તિ નિરંતર સેવવી એ જ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે, તથારૂપ વેગમાં અસમર્થતા હોય તે નિવૃત્તિ સદા સેવવી, અથવા સ્વાત્મવીર્ય પવ્યા સિવાય બને તેટલે નિવૃત્તિ સેવવા યંગ્ય અવસર પ્રાપ્ત કરી આત્માને અપ્રમત્ત કર એમ આજ્ઞા છે.
અષ્ટમી, ચતુર્દશી આદિ પર્વતિથિએ એવા આશયથી સુનિયમિત વર્તનથી વર્તવા આજ્ઞા કરી છે.
Page #548
--------------------------------------------------------------------------
________________
૧૪૩
તમને અને ખીજા સમાગમવાસીઓને જ્ઞાનીના માર્ગની પ્રતીતિમાં નિઃસંશયતા પ્રાપ્ત થાય, ઉત્તમ ગુણુ, વ્રત, નિયમ, શીલ અને દેવગુરુધર્મની ભક્તિમાં વીર્ય પરમ ઉલ્લાસ પામી પ્રવર્તે એમ સુદૃઢતા કરવી ચેાગ્ય છે અને એ જ પરમ મંગળકારી છે.
જ્યાં સ્થિતિ કરો ત્યાં તે તે સમાગમવાસીઓને જ્ઞાનીના માર્ગની પ્રતીતિ સુદૃઢ થાય અને અપ્રમત્તપણે સુશીલની વૃદ્ધિ કરે એવું તમારું વર્તન રાખજો. ૐ શાંતિઃ
(૯૪૪)
૯૯
મેારબી, શ્રાવણ વદ ૧૦, ૧૯૫૬
ભાઈ કીલાભાઈ તથા ત્રિભાવન આદિ મુમુક્ષુઓ-સ્થંભતીર્થ. આજે Àાગશાસ્ત્ર' ગ્રંથ ટપાલમાં મેાકલવાનું થયું છે.
શ્રી અંબાલાલની સ્થિતિ સ્થંભતીર્થ જ થવાના યોગ અને તે તેમ, નહીં તેા તમે અને કીલાભાઈ આદિ મુમુક્ષુએના અધ્યયન અને શ્રવણ-મનન અર્થે શ્રાવણ વદ ૧૧ થી ભાદ્રપદ પૂર્ણિમા પર્યંત સુવ્રત, નિયમ અને નિવૃત્તિપરાયણતાના હેતુએ એ ગ્રંથના ઉપયાગ કર્તવ્ય છે.
પ્રમત્તભાવે આ જીવનું ભૂંડું કરવામાં કાંઈ ન્યૂનતા રાખી નથી, તથાપિ આ જીવને નિજહિતના ઉપયાગ નથી એ જ અતિશય ખેદકારક છે.
હે આર્ય! હાલ તે પ્રમત્તભાવને ઉદ્ઘાસિત વીર્યથી
Page #549
--------------------------------------------------------------------------
________________
૧૪૪
મેાળેા પાડી, સુશીલ સહિત, સશ્રુતનું અધ્યયન કરી નિવૃત્તિએ આત્મભાવને પેાષજો.
હાલ નિત્ય પ્રતિ પત્રથી નિવૃત્તિપરાયણતા લખવી
યાગ્ય છે.
(૯૪૯)
૧૦૦ તિથલ–વલસાડ, પાષ વદ ૧૦, ભામ, ૧૯૫૭
ભાઈ મનસુખનાં પત્ની સ્વર્ગવાસ થવાના ખબર જાણી આપે દિલાસા-ભરિત કાગળ લખ્યા તે મળ્યે.
સારવારના પ્રસંગ લખતાં આપે જે વચના લખ્યાં છે તે યથાર્થ છે. શુદ્ધ અંતઃકરણ પર અસર થવાથી નીકળેલાં વાકય છે.
લાકસંજ્ઞા . જેની જિંદગીના પ્રવકાંટો છે તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા, સત્તા કે કુટુંબપરિવારાદિ ચેાગવાળી હાય તા પણ તે દુઃખના જ હેતુ છે. આત્મશાંતિ જે જિંદગીના ધ્રુવકાંટો છે તે જિંદગી ગમે તેા એકાકી અને નિર્ધન, નિર્વસ્ત્ર હાય તે પણ પરમ સમાધિનું સ્થાન છે.
Page #550
--------------------------------------------------------------------------
________________ WWW WA CA WWWWW WA SIMON WW www ON wwwwww S WM WWWWW WWW ir www w www WWW www WWW WWWWWW