________________
દશ લક્ષણરૂપ ધામ (૫)
/“તપાદિ આત્માને અર્થે કરવાના છે લેકેને દેખાડવા અર્થે કરવાનાં નથી. કષાય ઘટે તેને “તપ” કહ્યો છે. લૌકિક દ્રષ્ટિ ભૂલી જવી.”
–શ્રીમદ્ રાજચંદ્ર ઈચ્છાને નિરોધ કરે તે તપ છે. સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન, સમ્યફચારિત્ર અને સભ્યતા એ ચાર આરાધનાઓમાં સમ્યકતપ પ્રધાન છે. જેવી રીતે સુવર્ણને સોળ તાવણીથી તપાવીને શુદ્ધ કરે છે તે સર્વ મળ દૂર થવાથી સેળ વાનીનું સોનું ઉત્તમ બને છે તેમ આત્મા પણ બાર પ્રકારના તપના પ્રતાપે કર્મ–મળ–૨હિત શુદ્ધ થાય છે. અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ દેહને પંચાગ્નિ વડે તપાવે છે તથા અનેક પ્રકારના કાયલેશને તપ કહે છે પરંતુ તે તપ નથી. કાયાને બાળવાથી કે મારવાથી શું થાય ? મિથ્યાવૃષ્ટિ જ્ઞાનપૂર્વક આત્માને કર્મબંધનથી છેડાવવાની કળા જાણતું નથી. કર્મમળના કલંકથી રહિત થવા ઈચ્છતે આત્મા તે ભેદવિજ્ઞાનથી પિતાના આત્માના નિજ સ્વભાવને અને રાગ, દ્વેષ, મહાદિ દ્રવ્યભાવ-કર્મરૂપ મેલને ભિન્ન દેખે છે. જેથી રાગ-દ્વેષ–મેહરૂપ મળ જુદો થઈ જાય અને શુદ્ધ જ્ઞાનદર્શનમય આત્મા ભિન્ન થઈ જાય તે તપ કહેવાય..
મનુષ્યભવ પામીને સ્વ અને પરનું સ્વરૂપ જેણે જાણ્યું છે તેણે તે પાંચ ઇદ્રિ અને મનને વશ કરીને વિષયે પ્રત્યે વૈરાગ્ય ધારણ કરી, સમસ્ત પરિગ્રહ ત્યાગી, બંધ કરાવનાર રાગદ્વેષમય પ્રવૃત્તિ તજીને પાપનાં આલંબન