________________
સમાધિ-સે પાન છેડવા તથા મમતાને નાશ કરવા માટે વનમાં જઈ તપ કરવું. આવું તપ મહાભાગ્યશાળી પુરુષથી થાય છે. તે ધન્યવાદને પાત્ર છે.
સંસારી જીવને મમતારૂપી મોટી ફાંસી છે. એ મમતારૂપ જાળમાં ફસાઈને ઘેર કર્મ કરવાથી મહા પાપ બાંધે છે, રેગ આદિ તીવ્ર વેદના અને સ્ત્રી-પુત્રાદિ સર્વ કુટુંબના તથા પરિગ્રહના વિયેગાદિથી થતા તીવ્ર આર્તધ્યાન સહિત મરણ પામીને દુર્ગતિનાં ઘેર દુઃખ ભોગવે છે.
તપરૂપી વનમાં વાસ પામ દુર્લભ છે. કેઈ મહા ભાગ્યશાળી પુરુષ જ પાપથી ત્રાસ પામીને તરૂપ ધર્મનું શરણ ગ્રહણ કરે છે. સર્વ સ્ત્રી, પુત્ર આદિ પરિગ્રહની મમતા તજ કઈક વિરલા પુરુષ પરમ ધર્મના ધારક, વીતરાગ, નિગ્રંથ, સદ્ગુરુ ભગવાનના ચરણનું શરણ પામે છે. સદ્ગુરુને વેગ પામીને જેને મહા પુણ્યના ઉદયે અશુભ કર્મ અતિ મંદ થતાં સમ્યક્દર્શનરૂપી સૂર્ય પ્રગટ્યો છે તથા સંસાર, દેહ અને વિષયભેગો પ્રત્યે વૈરાગ્ય જાગે છે તે તપ–સંયમ ગ્રહણ કરે છે.
આવું દુર્લભ ભારે તપ ધારણ કરવા છતાં કોઈ પાપી વિષયેની લાલસાએ તપને ભંગ કરે તેને અનંતાનંત કાળ સુધી ફરી તપની પ્રાપ્તિ થતી નથી, તેથી મનુષ્ય ભવ પામીને, આત્માદિનું સ્વરૂપ જાણી, પાંચ ઇક્રિયા અને મનને વશ કરીને વૈરાગ્યરૂપ થઈ, સર્વસંગ ત્યાગી, વનમાં એકલા આત્મ-ધ્યાનમાં લીન થઈ રહેવું તે તપ છે. પરિગ્રહની મમતા તજી, તૃષ્ણને ત્યાગ કર તથા મહા