________________
દશ લક્ષણરૂપ ધમ (તપ
૨૯૭ બળવાન કામવિકાર ઉપર વિજય મેળવે તે ભારે તપ છે. આકરાં મુનિનાં વ્ર ધારણ કરીને ટાઢ, તડકે, પવન, વરસાદ તથા ડાંસ, મચ્છર, માં, મધમાં, સાપ, વીંછી ઈત્યાદિથી થતી ઘર વેદના ઉઘાડે ડિલે સહન કરવી તે તપ છે. નિર્જન પર્વતની નિર્જન ગુફાઓમાં, ભયંકર પર્વતની ખીણેમાં તથા સિંહ, વાઘ, રીંછ, વરૂ, ચિત્તા
અને હાથીવાળા ઘેર વનમાં વાસ કરે તે તપ છે. દુષ્ટ વિરી, મ્લેચ્છ, ચેર, શિકારી, મનુષ્ય, તિર્યંચ અથવા દુષ્ટ
વ્યંતર આદિ દેવના કરેલા ઘેર ઉપસર્ગોથી કંપાયમાન ન થવું, ધીરવીરપણાથી, કાયરતા રહિત, વેર વિરોધ રાખ્યા વિના સમભાવથી પરમાત્માના ધ્યાનમાં લીન થઈને ખમી ખૂંદવું તે તપ છે. સર્વ જેને પ્રવર્તાવનારવશ કરનાર રાગ-દ્વેષને જીતવા ક્ષય કરવા તે તપ છે. વગર માગ્યે ભિક્ષા વખતે શ્રાવકે નવધા ભક્તિ સહિત દાનમાં આપેલે ખારે, મેળ, કડ, ખાટો, લૂખ, ચીકણે, સરસ, નીરસ, નિર્દોષ પ્રાસુક આહાર એક વાર દિવસમાં લેલુપતા તજી, સંક્લેશ રહિત થઈ ભક્ષણ કરે તે તપ છે. પાંચ સમિતિ પાળવી અને મન, વચન, કાયાની ગુપ્તિ કરવી, રાગદ્વેષ રહિત આત્માને અનુભવ કરે તે તપ છે. સ્વપરના સ્વરૂપને નિર્ણય કરવો, ચાર અનુગના અભ્યાસ વડે ધર્મ સહિત કાળ વ્યતીત કરે તે તપ છે. અભિમાન તજી વિનયવાન થવું, કપટ તજી સરળભાવી થવું, ક્રોધ તજી ક્ષમાવાન થવું અને લેભ તજી સંતોષી થવું તે તપ છે. જેથી કર્મસમૂહને હણી આત્મા સ્વતંત્ર, મુક્ત થાય તે તપ છે. સશાસ્ત્રના અર્થ પ્રકાશવા, વ્યાખ્યાન
S