________________
૨૯૮
સમય-સાપાત
કરવું; પાતે નિરંતર અભ્યાસ કરે અને ખીજાને અભ્યાસ કરાવે તે તપ છે. તપસ્વીની ઇંદ્ર પણ સ્તુતિ કરે છે, ભક્તિ પ્રગટ કરે છે. તપથી કેવળજ્ઞાન પ્રગટે છે. તપના મહિમા અચિંત્ય છે. તપ કરવાનાં પરિણામ થવાં બહુ દુર્લભ છે. નરક, તિર્યંચ કે દેવ ગતિમાં તપની ચાગ્યતા જ નથી; એક મનુષ્ય ગતિમાં હોય છે. મનુષ્ય ગતિમાં પણ ઉત્તમ કુળ, જાતિ, બળ, બુદ્ધિ અને સંપૂર્ણ ઇંદ્રિયા જેને હાય તથા રાગાદ્રિની મંદતા જેને હાય તથા વિષયની લાલસા જેની નાશ પામી છે તે મનુષ્ય તપ ધર્મ આરાધી શકે છે.
તપ ખાર પ્રકારે છે. જેની જેવી શક્તિ હાય તે પ્રમાણે આદર... બાળક, વૃદ્ધ, ધનાઢય, નિર્ધન, ખળવાન, નિર્મળ, શરણવાળા, અશરણ, ગમે તે હા; કોઈથી ભગવાને કહેલું તપ ન અને એમ નથી. જેમ વાત પિત્ત કક્ આદિના પ્રકોપ ન થાય, રેગ વધે નહીં, શરીર રત્નત્રયના આરાધનમાં જોડાયેલું રહે, તેમ પોતાનું સંઘયણુ, મળ, વીર્ય તપાસીને શક્તિ પ્રમાણે તપ કરે. દેશ કાળ આહારની યેાગ્યતા વિચારીને તપ કરે. જેમ તપમાં ઉત્સાહ વધતા રહે, પરિણામમાં ઉજ્વળતા વધતી જાય, તેમ તપ કરો. ઇચ્છાના નિરાધથી વિષયેા પ્રત્યેના રાગ ઘટાડવા તે તપ છે. તપ જ જીવને કલ્યાણકારી છે.
કામના, નિદ્રાના અને પ્રમાદના નાશ કરનાર તપ જ છે. તેથી અહંકાર તજીને ખાર પ્રકારના તપમાંથી જેટલું સામર્થ્ય હાય તે પ્રકારનું તપ કરો.