________________
દશ લક્ષણરૂપ ધર્મ (ત્યાગ) ૮. ઉત્તમ ત્યાગ :“ ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજ ભાન.”
આત્મસિદ્ધિ-શ્રીમદ્ રાજચંદ્ર આત્મપરિણામથી જેટલે અન્ય પદાર્થને તાદામ્ય અધ્યાસ નિવર્સ તેને શ્રી જિન ત્યાગ કહે છે.
તે તાદાભ્યઅધ્યાસ નિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગને ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર્યાગ કહ્યો નથી, એમ છે, તે પણ આ જીવે અંતર્ભાગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી યોગ્ય છે.” – શ્રીમદ્ રાજચંદ્ર
ધન સંપદાદિ પરિગ્રહની પ્રાપ્તિ કર્મના ઉદયને આધીન અને વિનાશી, અભિમાન ઉપજાવનાર, તૃષ્ણ વધારનાર, રાગ-દ્વેષની તીવ્રતા કરનાર, આરંભની વૃદ્ધિ કરનાર પાંચ પાપનું મૂળ છે એમ જાણી જે ઉત્તમ પુરુષે પ્રથમથી જ તેને અંગીકાર કરતા નથી તેમને ધન્ય છે! જેમણે તેને અંગીકાર કરી, પછી હલાહુલ વિષ સમાન જાણી સડેલા તરણાની પિઠે તેને ત્યાગ કર્યો તેમને મહિમા અચિંત્ય છે. કોઈ જીવને તીવ્ર રાગ ભાવ મંદ થયે નથી, તેથી સંપૂર્ણ પણે પરિગ્રહને ત્યાગ કરવા સમર્થ નથી, પણ પ્રશસ્ત રાગરૂપ ધર્મમાં રુચિવંત છે અને પાપથી ભય પામ્યા છે તે મહા પુરુષે ઉત્તમ પાત્રના ઉપકાર અર્થે દાનમાં ધન ખર્ચે છે, તેમજ ધર્મનું સેવન કરનારા નિર્ધન જનેને અન્ન વસ્ત્રાદિ આપી ઉપકાર કરે છે. ધર્મનાં સ્થાનક જિનમંદિર