________________
૩૦૦
સમાધિ-સંપાન આદિમાં, જિન સિદ્ધાંત લખાવવામાં, પ્રસિદ્ધ કરાવવામાં, સંગ્રહ કરાવવામાં તથા ઉપકરણમાં, પૂજા–પ્રભાવનામાં ધનને સદુપયોગ કરે છે. દુઃખી, દરિદ્રી, રેગીઓના ઉપકાર અર્થે તન, મન, ધનને કરુણા-બુદ્ધિથી ઉપયોગ કરે છે; તેઓ તેમનું ધન અને જીવન બન્ને સફળ કરે છે.
દાન ધર્મનું અંગ છે. તેથી પિતાની શક્તિ પ્રમાણે ભક્તિપૂર્વક સમ્યગુણધારી પવિત્ર પાત્ર જનેને દાન દેવું તે પરલેક માટે ઉત્તમ સુખ-સામગ્રીનું ભાથું છે નિવિ દેવલેક કે ભેગભૂમિનાં સુખ પ્રાપ્ત કરાવનાર છે. દાનને મહિમા તે અજ્ઞાની બાળ ગવાળ સર્વ કહે છે કે પૂર્વે દાન દીધું છે તે અનેક પ્રકારની સુખ સામગ્રી મળી છે અને જે કરશે તે પામશે. સુખ સંપત્તિના ઈચ્છક છે તે દાન દેવામાં પ્રેમ રાખે. જે દાન દેવામાં તત્પર નથી અને માત્ર ધન એકઠું કરવામાં મરણ પર્યત પ્રયત્ન કરે છે, તે તીવ્ર આર્તધ્યાનરૂપ પરિણામ સહિત મરીને સર્પ આદિ દુષ્ટ તિર્યંચ ગતિ પામી નરક-નિગદમાં જાય છે.
ધન ક્યાં સાથે આવવાનું છે? ધન પામ્યા છે તે દાન વડે તેને સફળ કરે. દાન દઈ શક્તા નથી તે કંજૂસનું ધન ઘર દુઃખની પરંપરા વધારનાર બને છે. આ લેકમાં કૃપણ અત્યંત નિંદાય છે; કૃપણનું નામ પણ કઈ લેતું નથી; કૃપણ, કંજૂસ મનુષ્યનું નામ લેકમાં અમાંગળિક મનાય છે.
- દાતારના દોષે ઢંકાઈ જાય છે, દૂર થઈ જાય છે. દાન વડે જગતમાં નિર્મળ કીર્તિ ફેલાય છે. દાન વડે વેરી પણ પગે પડે છે, વેર છેડી દે છે અને મિત્ર બની હિત કરે છે.