________________
દેશ લક્ષણરૂપ ધર્મ (ત્યાગ)
૩૦૧
દાનના પ્રભાવ જગતમાં જખરે છે. સાચી ભક્તિ સહિત અલ્પ દાન દેનાર પણ ભાગભૂમિમાં ત્રણ પત્યેાપમના લાંખા આયુષ્યવાળા મનુષ્ય થઈ ત્યાંના કલ્પવૃક્ષ આદિનાં મનોવાંછિત સુખ ભોગવી દેવલાકમાં જાય છે. જગતમાં આપનારના હાથ ઊંચા રહે
છે.
વિનય સહિત સ્નેહ ભર્યાં વચનથી દાન દેવું. દાન કરનારે એવું અભિમાન ન રાખવું કે હું આના ઉપર ઉપકાર કરું છું. દાન કરનાર તેા પાત્ર (દાન દેવા ચેાગ્ય મહાત્મા)ને પોતાના ઉપર ઉપકાર કરનાર માને છે. લાલરૂપી અંધકૂપમાં પડેલા ઉપર પાત્ર વિના કાણુ ઉપકાર કરે ? પાત્ર વિના લેભિયાના લાભ છૂટતા નથી. પાત્ર વિના સંસારમાંથી ઉદ્ધાર કરનાર દાન કયાંથી દેવાય ? તેથી વિચારવાન ધર્મેચ્છકને તે પાત્રને ચેગ મળે કે દાન દેવાય ત્યારે અત્યંત આનંદ થાય છે. શ્રીમંતપણું અને સમજણુ પામ્યા. હા તા દાનમાં જ ઉદ્યમ કરો.
૧. અભયદાન –
છકાય (૧. પૃથ્વીરૂપે દેહ ધર્યાં છે તે, ૨. પાણીરૂપ દેહવાળા, ૩. અગ્નિરૂપ દેહવાળા, ૪. વાયુરૂપ દેહવાળા અને ૫. વનસ્પતિરૂપ દેહવાળા એ પાંચ સ્થાવર એટલે અચર અને ૬. ત્રસ એટલે સચર એમ સચરાચર) જીવાને અભયદાન દો, એટલે અભક્ષ્યના ત્યાગથી, હિંસા થાય તવી પ્રવૃત્તિરૂપ આરંભ ઘટાડવાથી, દેખીને, શેાધીને યત્નાચારથી વસ્તુ લેવા મૂકવામાં પ્રવર્તવું; નિર્દેયી થઈને ન પ્રવર્તવું. કોઈ પ્રાણીને મન, વચન, કાયાથી દુઃખ ન દેવું; દુ:ખિયા