________________
૩૦૨
સમાધિ-સે પાન ઉપર દયા રાખવી એ ગૃહસ્થ માટે અભયદાન છે. તેથી સંસારમાં જન્મ, મરણ, રેગ, શેક, ગરીબાઈ, વિયેગ આદિ દુઃખ ભેગવવાં પડતાં નથી.
૨. જ્ઞાનદાન –
સંસાર વધારનારાં, હિંસાને પોષનારાં તથા અસત્ય ધર્મનું સમર્થન કરનારાં શાસ્ત્રો, તથા યુદ્ધશાસ્ત્ર, શૃંગારશાસ્ત્ર, સાયાકપટનું વર્ણન કરનારાં શાસ્ત્ર, વૈદ્યકશાસ્ત્ર, રસ-રસાયણ, મંત્ર, તંત્ર, મારણ-વશીકરણ આદિ શાસ્ત્રો મહા પાપની પ્રરૂપણ કરનારાં છે. તેનાથી દૂર રહી ભગવાન વીતરાગ સર્વજ્ઞનાં કહેલાં દયાધર્મની પ્રરૂપણ કરનારાં સ્યાદ્વાદરૂપ અનેકાંત માર્ગને પ્રકાશ કરનારાં, નય–પ્રમાણવડે તત્ત્વાર્થની પ્રરૂપણ કરનારાં શાસ્ત્રોને પિતે અભ્યાસ કરે, કરાવે, અને આત્મકલ્યાણને અર્થે તેવાં શાસ્ત્રોનું દાન કરે. પિતાનાં સંતાનને જ્ઞાનદાન દે. અન્ય ધર્મબુદ્ધિવાળા, રુચિવાળા, શુભેચ્છા સંપન્ન હોય તેમને શાસ્ત્રનું દાન કરે. જ્ઞાન પ્રત્યે પ્રેમ જેમને જાગે છે તે સજજને જ્ઞાનદાન માટે પાઠશાળાએ સ્થાપે છે. કારણ કે ધર્મને સ્તંભ જ્ઞાન છે. જ્યાં જ્ઞાનદાન હશે ત્યાં ધર્મ રહેશે; તેથી જ્ઞાનદાનમાં પ્રવૃત્તિ કરે. જ્ઞાનદાનના પ્રભાવથી નિર્મળ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ૩. ઔષધદાન :
રેગને નાશ કરનાર પ્રાસુક ઔષધનું દાન કરે. ઔષધદાન અતિ ઉપકારી છે. રેગીને સહજ તૈયાર ઔષધ મળે તે તેને ઘણે આનંદ થાય છે. જે નિર્ધન હય, જેની