________________
દશ લક્ષણરૂપ ધર્મ ત્યાગી
૩૦૩ સેવા કરનાર કોઈ ન હોય તેવાને તૈયાર દવા મળે તે નિધાન મળ્યું એમ માને છે. ઔષધ લઈને નીરોગી થાય તે વ્રત, તપ, સંયમ પાળી શકે છે, જ્ઞાનને અભ્યાસ કરી શકે છે. ઔષધદાન દેનારને વાત્સલ્ય ગુણ, સ્થિતિકરણ ગુણ, નિવિચિકિત્સા ગુણ ઈત્યાદિ અનેક ગુણ પ્રગટે છે.
ઔષધદાનના પ્રભાવથી જીવ રોગરહિત દેવને વૈક્રિયિક દેહ પામે છે.
૪. આહારદાન –
આહારદાન સર્વ દાનમાં મુખ્ય છે. પ્રાણુઓની જીવનશક્તિ, બળ, બુદ્ધિ, એ બધા ગુણે આહાર વિના નાશ પામે છે. આહાર દીધે તેણે પ્રાણને જીવન, બુદ્ધિ, શક્તિ સર્વ આપ્યું. આહારદાનથી જ મુનિને, શ્રાવકને બધે ધર્મ પ્રવર્તે છે. આહારદાન વિના મોક્ષમાર્ગને લેપ થઈ જાય. પથ્ય આહાર સર્વ રેગોને નાશ કરનાર છે. આહાર-દાન દેનાર મિથ્યાવૃષ્ટિ પણ ભેગભૂમિમાં દશ પ્રકારનાં કલ્પવૃક્ષના ચિરકાળ ભેગ ભેગવે છે; ત્રણ દિવસે આંબળા જેટલે આહાર કરે છે તે પણ ભૂખ તરસ લાગતી નથી. સર્વ દુઃખ ફ્લેશ રહિત અસંખ્યાત વર્ષ સુધી સુખ ભેગવી મરણ પછી દેવલેકમાં ઊપજે છે.
ધન પામ્યા છે તે ચાર પ્રકારનાં દાન દેવામાં પ્રવર્તે. નિર્ધન છે તે પણ પિતાના ભેજનમાંથી બને તેટલું દાન કરે. જે અધું ભેજન મળતું હોય તે તેમાંથી એક બે કળિયા દુઃખી, ભૂખ્યાં, દીન-દરિદ્રીને દાન કરે.
મીઠાં વચન બેલવાં તે પણ મોટું દાન છે; આદર