________________
૩૦૪
સમાધિÀષાન
સત્કાર, વિનય કરવા, જગા આપવી, કુશળતા પૂથ્વી એ મહા દાન છે. દુષ્ટ વિકલ્પાના ત્યાગ કરો, પાપ પ્રવૃત્તિના ત્યાગ કરો, ચાર કષાયાના ત્યાગ કરો. પરના સાચા, ખાટા દોષ કદી ન કહેા. અન્યાયનું ધન લેવાના (લાંચ આદિના ) દૂરથી ત્યાગ કરો.
હે જ્ઞાનીજના ! જો આત્મકલ્યાણની ઇચ્છા હોય તે દુ:ખિયાને તેા દાન દે, તેમજ સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન આદિ ગુણાના ધારક ગુણીજનોના મહાવિનય, આદરસત્કાર કરે. સર્વ જીવા ઉપર કરુણા કરો. મિથ્યાદર્શનના ત્યાગ કરા. રાગ-દ્વેષ–માહ ધારનારા કુદેવ, આરંભ પરિગ્રહવાળા ભેખધારી કુગુરુ તથા હિંસાને પાષનારાં, રાગદ્વેષ વધારનારાં મિથ્યાવૃષ્ટિનાં શાસ્ત્ર, તે સર્વને વંદન, સ્તવન પ્રશંસા કરવાના ત્યાગ કરો. ક્રોધ, માન, માયા અને લાભને વશ કરવા માટે ભારે ઉદ્યમ કરે. ક્લેશનું કારણ એવાં કડવાં વચન, ગાળ, અપમાનકારી વચન, અભિમાની વચન કદી કોઈને કહેા નહીં. કોઈ પણ પ્રાણીને દુ:ખ દેનાર તથા પેાતાના યશના નાશ કરનાર, ધર્મના નાશ કરનાર મન, વચન, કાયાની પ્રવૃત્તિના ત્યાગ કરો.
૯. ઉત્તમ આચિન્ય :
“સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર, અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્ય માંય છે; એવા અનુભવના પ્રકાશ ઉલ્લાસિત થયા, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે.’
શ્રીમદ્ રાજચંદ્ર