________________
દશ લક્ષણરૂપ ધર્મ (આફિશન્ય)
૩૦૫
જીવ મારાપણું માને છે તે જ દુઃખ છે, કેમકે મારાપણું માન્યું કે ચિંતા થઈ કે કેમ થશે? કેમ કરીએ ? ચિંતામાં જે સ્વરૂપ થઈ જાય છે, તે રૂપ થઈ જાય છે, તે જ અજ્ઞાન છે. વિચારથી કરી, જ્ઞાને કરી જોઈએ, તે કોઈ મારું નથી એમ જણાય.... નિર્ધન કણ ? ધન માગે, ઈચ્છે તે નિર્ધન; જે ન માગે તે ધનવાન છે. જેને વિશેષ લક્ષ્મીની તૃષ્ણા તેની દુ:ખધા, બળતરા છે, તેને જરા પણ સુખ નથી. લેાક જાણે છે કે શ્રીમંત સુખી છે, પણ વસ્તુતઃ તેને રામે રામે ખળતરા છે.”
—શ્રીમદ્ રાજચંદ્ર
પોતાના જ્ઞાન-દર્શનમય સ્વરૂપ વિના અન્ય કંઈ પણ મારું નથી, હું કોઈ અન્ય દ્રવ્યના નથી અને મારું કઈ અન્ય દ્રવ્ય નથી; આવા અનુભવને આસિંચન્ય કહે છે.
હે આત્મા ! પોતાનું સ્વરૂપ દેહથી ભિન્ન, જ્ઞાન સ્વરૂપ, અનુપમ અને સ્પર્શ, રસ, ગંધ, વર્ણ રહિત, ( નિરંજન ), પોતાના સ્વાધીન, જ્ઞાનાનંદ સુખથી પરિપૂર્ણ, પરમ અદ્રય, ભયરહિત છે એવા અનુભવ કર. આ દેહ તે હું નથી, દેહ તેા રસ, રુધિર, હાડકાં, માંસ, ચામડીના જડ, અચેતન છે; હું આ દેહથી અત્યંત ભિન્ન છું. આ બ્રાહ્મણ, ક્ષત્રિયાદિ જાતિ-કુળ દેહનાં છે, મારાં નથી. સ્ત્રી, પુરુષ, નપુંસક લિંગ દેહને છે; મારું નથી. ગેારાપણું, શ્યામપણું, રાજાપણું, શંકપણું, રવાપ, સેવકપણું, પતિ, મૂર્ખપણું ઇત્યાદિ સર્વરચના કર્મના ફળરૂપ દેહની છે, હું તા તે સર્વને જાણનાર છું. આ દેહના સંબંધે છે તે