________________
૩૦૬
સમાધિ-સે પાન મારું સ્વરૂપ નથી. મારું સ્વરૂપ તે અન્ય દ્રવ્યથી વિલક્ષણ છે. ઠંડ, ગરમ, નરમ, કઠણ, લૂખો, ચીકણું, હલકે, ભારે, એ આઠ પ્રકારને સ્પર્શ તે મારું રૂપ નથી; પુદ્ગલનું સ્વરૂપ છે. ખાટો, મીઠ, કડવો, તૂરે, તીખે એ પાંચ પ્રકારનો રસ, સુગંધ, દુર્ગધ એ બે પ્રકારને ગંધ અને કાળે, પીળ, લીલે, પેળ, લાલ એ પાંચ રંગ મારું સ્વરૂપ નથી; પગલનું છે. મારું સ્વરૂપ તે સુખથી પરિપૂર્ણ, પરમાનંદરૂપ છે. પરંતુ કમેને આધીન થઈ હું દુઃખી થઈ રહ્યો છું. મારું સ્વરૂપ ઇદ્રિયેથી રહિત, અતપ્રિય છે. ઇઢિયે તે પુદ્ગલમય કમેથી થયેલી છે.
હું સમસ્ત ભય રહિત, અવિનાશી, અખંડ, આદિઅંત રહિત શુદ્ધ જ્ઞાનસ્વભાવી છું. પરંતુ અનાદિ કાળથી જેમ ખાણમાં સુવર્ણ અને પાષાણ મળી રહ્યાં છે, તેમ હીરનીરની પિઠે કર્મની સાથે અનાદિ કાળથી હું મળી રહ્યો છું. તેમાં વળી મિથ્યાત્વ નામના કર્મને ઉદયથી સ્વ-સ્વરૂપનું ભાન ભૂલી, દેહાદિ પર દ્રવ્યોને પિતાનું સ્વરૂપ જાણી, અનંતકાળ મેં પરિભ્રમણ કર્યું. હવે કંઈક આવરણ આદિ દૂર થવાથી, પરમ કૃપાળુ શ્રી સદ્ગુરુએ ઉપદેશેલી વાણીરૂપ પરમ આગમના પ્રસાદથી પરનું અને પિતાનું સ્વરૂપ સમજાયું. જેમ અલંકારમાં જડેલાં પંચરંગી રનેમાંથી ગુરુકૃપાથી અને નિરંતર અભ્યાસથી ઝવેરી સ્ફટિક રત્ન નીચે મૂકેલા પદાર્થને ભાસરૂપ રંગને અને માણેકના રંગને તેમજ બન્નેના તેલ, મૂલ્ય વગેરેને ભિન્ન ભિન્ન જાણે છે, તેમ પરમ આગમના નિરંતર અભ્યાસથી તથા પ્રત્યક્ષ સદુગરની વચનાતિશયરૂપ વાણીથી જણાતા–ભાસતા રાગ,