________________
૩૦૭
દશ લક્ષણરૂપ ધર્મ (અકિંચન્ય) છેષ, મહાદિ મેલને હું સ્વભાવથી ભિન્ન જાણું છું અને મારા જ્ઞાયક સ્વભાવને તેથી ભિન્ન જાણું છું. તેથી રાગ, દ્વેષ, મહાદિ ભાવકર્મમાં અને કર્મોના ઉદયે ઊપજેલા વિનાશી શરીર, પરિવાર, ધનસંપદાદિ પરિગ્રહમાં મને કોઈ ભવમાં મમતાબુદ્ધિ ન ઊપજે તેવી રીતે ઉત્તમ અકિંચન્ય ભાવના હવે ભાવું છું. આકિંચન્ય ભાવના અનાદિકાળમાં કદી ઊપજી નથી; સર્વ દેહ-પર્યાને પિતાના માન્યા; તથા રાગ, દ્વેષ, મેહ, ક્રોધ, કામ આદિ ભાવકર્મના વિકારેને પિતાનારૂપે અનુભવવારૂપ વિપરીત ભાવથી ઘેર કર્મ બાંધ્યાં. હવે હું અકિંચન્ય ભાવના નિર્વિધ્રપણે ભાવવા માટે વિઘનાશક પંચ પરમગુરુનું શરણ ગ્રહણ કરી આકિંચન્ય ભાવ નિરંતર ચાહું છું; ત્રણ લેકમાંની કોઈ અન્ય વસ્તુ ઇચ્છતો નથી. આ આકિંચન્યપણું જ સંસાર–સમુદ્રમાંથી તારનાર જહાજ જેવું છે. પરિગ્રહને મહા બંધનરૂપ જાણ છેડવો તે. આર્કિન્ય ધર્મ છે.
આકિંચન્ય ધર્મ જેને પ્રગટ થયું છે, તેને પરિગ્રહ પ્રત્યે આસક્તિ રહેતી નથી, આત્મધ્યાનમાં લીનતા થાય છે. દેહાદિક બાહા વેશમાં આત્મભાવ મનાતું નથી તથા પિતાનું સ્વરૂપ જે રત્નત્રય, તેમાં પ્રવૃત્તિ થાય છે, ઈદ્રિના વિષયેમાં દડતું મન અટકી જાય છે, કાયા ઉપરની માયા ઊતરી જાય છે. સંસારનાં દેવાદિકનાં સુખ, ઈંદ્ર, અહમિંદ્ર, ચકવર્તીનાં સુખ પણ દુઃખરૂપ દેખાય છે, તે પછી તેની વાંછા કેમ કરે? રત્ન, સુવર્ણ, રાજ્ય, ઐશ્વર્ય, સ્ત્રી, પુત્રાદિ પરિગ્રહને તે સડેલા તરણું સમાન મમત્વ રહિત તજે છે.