________________
૩૦૮
સમાધિ-સે પાન અકિંચન્ય તે પરમ વીતરાગપણું છે, જેને સંસારને અંત આવી ગયું હોય તેને એ હોય છે. જેને આકિંચને ધર્મ પ્રાપ્ત થયેલ છે તેને પરમાર્થ એટલે શુદ્ધ આત્માને વિચાર કરવાની શક્તિ પ્રગટ થાય છે, પંચ પરમેષ્ઠીની ભક્તિ પ્રગટે છે અને માઠા વિકલપને નાશ થાય છે. ઈષ્ટ અનિષ્ટ ભજનમાં થતા રાગ-દ્વેષ નાશ પામે છે, માત્ર પેટરૂપી ખાડે ભરે તે સિવાય અન્ય સરસ નીરસ ભેજન વિષેના વિચાર છૂટી જાય છે. સર્વ ધર્મોમાં પ્રધાન ધર્મ આર્કિન્ય છે, તે મોક્ષને નિકટ સમાગમ કરાવનાર છે. અનાદિકાળથી જેટલા સિદ્ધ થયા છે તે બધા આકિંચ થી જ થયા છે; અને ભવિષ્યમાં જે કઈ તીર્થંકરાદિ સિદ્ધ થશે તે અકિંચન્ય ધર્મથી જ થશે.
આકિંચન્ય ધર્મ પ્રધાનપણે સાધુજનોને હોય છે, તથાપિ એકદેશે ધર્મ ધારણ કરનાર ગૃહસ્થ એ ધર્મ ગ્રહણ કરવાની ઈચ્છા રાખે છે અને ગૃહસ્થ અવસ્થામાં જે મંદરાગી, અતિ વિરક્ત રહીને પ્રમાણિક પરિગ્રહ રાખે છે, ભવિષ્યની વાંછા કરતું નથી, અન્યાય માર્ગ ધન, પરિગ્રહ કદી ગ્રહણ કરતું નથી, અલ્પ પરિગ્રહમાં અતિ સંતોષી રહે છે, પરિગ્રહને દુઃખ દેનાર અને અત્યંત અસ્થિર માને છે તેને આકિંચન્ય ધર્મ પ્રાપ્ત થાય છે. ૧૦. ઉત્તમ બ્રહ્મચર્ય – / નીરખીને નવ યૌવના, લેશ ન વિષય નિદાન; ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન
-
ક