________________
દશ લક્ષણરૂપ ધર્મ (બ્રહાચર્ય)
એક વિષયને જીતતાં, છત્યે સૌ સંસાર; નૃપતિ જીતતાં છતીએ, દળ પુરને અધિકાર.
જે નવ વાડ વિશુદ્ધથી, ધરે શિયળ સુખદાઈ; ભવ તેને લવ પછી રહે, તત્વવચન એ ભાઈ.
પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન પાત્ર થવા સે સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન.”/
–શ્રીમદ્ રાજચંદ્ર. નુ વર્તમાન કાળમાં ક્ષયરોગ વિશેષ વૃદ્ધિ પામે છે, અને પામતે જાય છે. એનું મુખ્ય કારણ બ્રહ્મચર્યની ખામી, આળસ અને વિષયાદિની આસક્તિ છે. ક્ષયરેગને મુખ્ય ઉપાય બ્રહ્મચર્ય–સેવન, શુદ્ધ સાત્વિક આહાર–પાન અને નિયમિત વર્તન છે.”
–શ્રીમદ્ રાજચંદ્ર સર્વ વિષયોમાંથી આસક્તિ તજી, બ્રહ્મ એટલે જ્ઞાયકસ્વભાવ આત્મા–તેમાં ચર્યા એટલે પ્રવૃત્તિ તે બ્રહ્મચર્ય છે. હે જ્ઞાનીજન! આ બ્રહ્મચર્ય નામનું વ્રત બહુ આકરું છે. બિચારા વિષયમાં ફસાયેલા, આત્મજ્ઞાન રહિત મનુષ્ય તે વ્રત ધારણ કરવા સમર્થ નથી. મનુષ્યમાં દેવ સમાન હોય તે જ એ વ્રત પાળી શકે છે. વિષયેની લાલસાવાળા અન્ય રંક છે તે પાળી શકવા સમર્થ નથી. બ્રહ્મચર્ય વ્રત અતિ દુષ્કર છે. જે બ્રહ્મચર્ય પાળે છે તેને સર્વ ઇદ્રિ અને કષાય જીતવા સુલભ છે. હે ભવ્યો! સ્ત્રીના સુખમાં