________________
૨૯૪
સમાધિ પાન જ્ઞાનનું આરાધન કરવું, બધું નકામું છે. સંયમ વિના દીક્ષા ગ્રહણ કરવી, વ્રત પાળવા, મુંડ મૂંડાવવું, નગ્ન રહેવું, ભેખ લે સર્વ વૃથા છે.
સંયમ બે પ્રકાર છેઃ ઈદ્રિયસંયમ અને પ્રાણસંયમ.
જેની ઇન્દ્રિય વિષયોથી વિરામ પામી નથી અને જેણે છકાયના જીવોની વિરાધના ટાળી નથી. તેના બાહ્ય પરિષહ સહેવા વૃથા છે, તપ કરવાં વૃથા છે, દીક્ષા લેવી વૃથા છે. સંસારમાં દુઃખી ને સંયમ વિના કેઈ બીજું શરણ નથી.
જ્ઞાની પુરુષે તે એવી ભાવના ભાવે છે કે સંયમ વિના મનુષ્ય ભવની એક ઘડી પણ ન જાઓ, સંયમ વિના જીવન નિષ્ફળ છે, સંયમ આ ભવમાં તેમજ પરભવમાં શરણ છે, દુર્ગતિરૂપ સરવર સુકાવી દેનાર સૂર્ય છે; સંયમ વડે જ સંસારરૂપી મહા શત્રુનો નાશ થાય છે. સંયમ વિના સંસાર પરિભ્રમણને નાશ થતું નથી, એ નિયમ છે. જે અંતરંગમાં કષાયે વડે આત્માને મલિન થવા ન દે અને બાહ્ય યત્નાપૂર્વક પ્રમાદ રહિત પ્રવર્તે તેને સંયમ હોય છે.
૭. ઉત્તમ ત૫ :–
જપ, તપ, ઓર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ. પાયાકી એ બાત હૈ, નિજ છંદન છેડ; પિછે લાગ પુરુષકે, તે સબ બંધન તેડ.”
–શ્રીમદ્ રાજચંદ્ર