________________
દેશ લક્ષણરૂપ ધમ (સંચમ)
૨૩
અને ત્રસ થાવરમાં પરિભ્રમણ કરવું પડે છે. તેને સારી ગતિ પ્રાપ્ત થતી નથી. સંયમ પામીને બગાડવા જેવા બીજો અનર્થ નથી. વિષયાના લેાભી થઈને જે સંયમ બગાડે છે તે એક કડીની કિંમતમાં ચિંતામણિરત્ન વેચે છે; ઇંધરાં કરવા માટે કલ્પવૃક્ષને કાપે છે. વિષયાનું સુખ કંઈ સુખ નથી, સુખાભાસ છે, ક્ષણભંગુર છે, નરકનાં ઘાર દુ:ખાનું કારણ છે. ક્રિપાક ફળ જેમ જીભ અડતાં માત્ર મીઠું લાગે છે પણ પછીથી ધાર દુઃખ, મહા દાહ, સંતાપ ઉપજાવી, મરણ પમાડે છે તેમ ભાગ થાડા કાળ તે અજ્ઞાની જીવાને ભ્રમથી સુખરૂપ ભાસે છે, પછી અનંતકાળ અનંત ભવામાં ઘેાર દુ:ખ દે છે. માટે સંયમની પરમ રક્ષા કરો.
લાલસાના
પાંચ ઇન્દ્રિયાને વિષયેામાં ભમતી અટકાવવી તે સંયમ છે. કષાય ઘટાડવાથી સંયમ થાય છે. ભારે તપ ધારણ કરવાથી સંયમ થાય છે. રસના ત્યાગ કરવાથી સંયમ નીપજે છે. મનની પ્રવૃત્તિ સંકોચવાથી સંયમ થાય છે. મહાન કાયફ્લેશ સહન કરવાથી સંયમ થાય છે. ઉપવાસ આદિક અનશન તપથી સંયમ થાય છે. પરિગ્રહની ત્યાગથી સંયમ થાય છે. ત્રસ થાવર જીવાની રક્ષા કરે તે પણ સંયમ છે. મનના વિકલ્પે રોકવાથી તથા પ્રમાદથી થતા વચનની પ્રવૃત્તિ રોકવાથી સંયમ થાય છે. દયારૂપ પરિણામથી સંયમ થાય છે. પરમાર્થના વિચાર કરવાથી તથા પરમાત્માના ધ્યાનથી સંયમ નીપજે છે. સંયમવડે જ સમ્યક્દર્શન પાષાય છે. સંયમ મેાક્ષના માર્ગ છે. સંયમ વિના મનુષ્ય ભવ નિષ્ફળ છે, નિરર્થક છે. સંયમ વિના જવ દુર્ગતિ પામે છે. સંયમ વિના દેહ ધારવા, બુદ્ધિ પામવી,