________________
ર૮ર
સમાધિ-સે પાન દંડ કહેવાય છે, તેને ત્યાગ કરે તથા વિષયમાં દેડતી પાંચ ઇંદ્રિયને વશ કરવી તે સંયમ છે.
એ સંયમ બહુ દુર્લભ છે. પૂર્વે બાંધેલાં અશુભ કર્મો અતિ મંદ થયાં હોય ત્યારે મનુષ્ય જન્મ, ઉત્તમ દેશ, ઉત્તમ કુળ, ઉત્તમ જાતિ, ઇન્દ્રિયની પૂર્ણતા, નીરોગીપણું, કષાયની મંદતા પ્રાપ્ત થાય અને ઉત્તમ પુરુષની સંગતિ, વીતરાગનાં બોધેલાં સશાસ્ત્રોનું સેવન, સાચા ગુરુને સંગ, સમ્યદર્શન, આદિ અનેક દુર્લભ સામગ્રી મળે ત્યારે સંસાર, દેહ અને ભેગો પ્રત્યે વૈરાગ્ય ધારણ કરનાર મનુષ્યને અપ્રત્યાખ્યાનાવરણ કષાયના ક્ષપશમથી તે દેશ સંયમ પ્રાપ્ત થાય છે. જેને અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન બને કષાયને ક્ષપશમ થયેલ હોય તેને સકળ સંયમ પ્રાપ્ત થાય છે. તેથી સંયમ પામ મહા દુર્લભ છે.
નરક, તિર્યંચ અને દેવગતિમાં તે સંયમ હોય નહીં કેઈ તિર્યંચને દેશ વ્રત પિતાના પર્યાય પ્રમાણે કદાચિત હોય છે. મનુષ્યભવમાં પણ નીચ કુળ આદિવાળાને, અધમ દેશવાળાને, અપૂર્ણ ઇદ્રિયવાળાને, અજ્ઞાની, રેગ, દરિદ્રી, અન્યાયમાગી, વિષયલંપટ, તીવ્રકષાયી, નિંદ્ય કર્મ કરનારા મિથ્યાદ્રષ્ટિએને કદી સંયમ પ્રાપ્ત થતું નથી. તેથી સંયમ પામ બહુ દુર્લભ છે.
આ દુર્લભ સંયમ પણ પામીને કઈ મૂઢ બુદ્ધિવાળા વિષયને લેલુપી થઈને સંયમ તજી દે છે તે અનંતકાળ સુધી જન્મ મરણ કરતે કરતે પરિભ્રમણ કરે છે. સંયમ પામીને છોડી દે, સંયમ બગાડે તેને અનંતકાળ નિગદમાં