________________
દશ લક્ષણરૂપ ધમ (સંયમ)
૨૯૧ પામેલે એ જે સિદ્ધાર્થને પુત્ર, તેના નિર્મળ ચરણકમળને સંયમશ્રેણિરૂપ ફૂલથી પૂછું છું.”
શ્રીમદ્ રાજચંદ્ર પાંચ વ્રત ધારણ કરવાં. પાંચ સમિતિ પાળવી, ચાર કષાયોને શેકવા, ત્રણ દંડ (મનદંડ, વચનદંડ, કાયદંડ)ને ત્યાગ કરે અને પાંચ ઇદ્રિને જય કરે; તેને વીતરાગ ભગવાને સંયમ કહ્યો છે.
૧. હિંસાનો ત્યાગ કરે, દયારૂપ રહેવું; ૨. હિત, મિત, પથ્ય, પ્રિય, સત્ય વચન બોલવું; ૩. પરધનની વાંછાને અભાવ કરે ૪. કુશીલને ત્યાગવું અને ૫. પરિગ્રહને ત્યાગ કરવો એ પાંચ વતે છે. પાંચ પાપને (હિંસા, જૂઠ, ચેરી, કુશીલ અને પરિગ્રહ) અલ્પાંશે ત્યાગ કરવો તે અણુવ્રત કહેવાય છે; સવાશે ત્યાગ કરે તે મહાવ્રત કહેવાય છે, તે પાંચ વ્રતે દ્રઢતાથી ધારણ કરવાં તે સંયમ છે.
૧. ચાલતાં દયાળુ અંત:કરણથી સાચવીને પ્રવર્તવું તે ઈર્ષા સમિતિ, ૨. શુદ્ધ વચન બોલવાં તે ભાષા સમિતિ, ૩. નિર્દોષ શુદ્ધ ભેજન કરવું તે એષણું સમિતિ, ૪. આંખ વડે જોઈને સાફ કરીને ઉપકરણ આદિ ચીજો લેવી મૂકવી તે આદાન-નિક્ષેપણ સમિતિ, અને પ. મળ, મૂત્ર, કફ વગેરે બીજા અને ગ્લાનિ (ચીતરી), દુઃખ, હરક્ત ન થાય તેવા સ્થાનમાં નાખવાં તે પ્રતિષ્ઠાપન સમિતિ; એ પાંચ સમિતિ પાળવી તે સંયમ છે.
ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર કષાયને રેકવા તે સંયમ છે. મન, વચન, કાયાની અશુભ પ્રવૃત્તિને