________________
ર૯૦
સમાધિ-પાન થાય છે. હિંસા આદિ પાંચ પાપમાં પ્રવર્તનાર સદાય મલિન છે; પરના ઉપકારને ઓળવનાર કૃતઘી સદા મલિન છે; ગુરુદ્રોહી, ધર્મદ્રોહી, સ્વામીદ્રોહી, મિત્રદ્રોહી અને ઉપકાર ઓળવનારનાં પાપની પરંપરા અસંખ્યાત ભરમાં કરોડો તીર્થોમાં સ્નાન કરવાથી અને દાન કરવાથી દૂર થતી નથી. વિશ્વાસઘાતી સદાય મલિન હોય છે. તેથી ભગવાનનાં પરમાગમની આજ્ઞા પ્રમાણે શુદ્ધ સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન, સમ્મચારિત્ર ધારણ કરી આત્માને પવિત્ર કરે. ક્રોધાદિ કષાયેને રેકીને ઉત્તમ ક્ષમા આદિ ગુણ ધારણ કરીને આત્માને ઉજજવળ કરે. સમસ્ત વ્યવહાર કપટ રહિત થઈને ઉજજ્વળ કરે. પારકા વૈભવ, ઐશ્વર્ય, ઉજજવળ યશ, ઉત્તમ વિદ્યા આદિ પ્રભાવ દેખીને અદેખાઈરૂપ મલિનતા છોડીને શૌચ ધર્મ અંગીકાર કરે. પરના પુણ્યને ઉદય દેખીને ખેદ ન કરે. આ મનુષ્યદેહ તથા ઇદ્રિ, જ્ઞાન, બળ, આયુષ્ય, ધન, સંપત્તિ આદિ અનિત્ય ક્ષણભંગુર જાણી, એકાગ્ર ચિત્તથી પિતાના સ્વરૂપમાં દ્રષ્ટિ ધારણ કરી, અશુભ ભાવેને અભાવ કરી આત્માને પવિત્ર કરે. શૌચ જ મેક્ષને માર્ગ છે; મેક્ષ આપનાર છે.
૬. ઉત્તમ સંયમ :“અનુક્રમે સંયમ સ્પર્શતેજ, પાયે લાયક ભાવ રે સંયમ શ્રેણી ફૂલડે, પૂ પદ નિષ્પાવ રે.”
મુનિ શ્રી યશોવિજયજી. (આત્માની અભેદ ચિંતનારૂપ) સંયમના એક પછી એક ક્રમને અનુભવીને ક્ષાયકભાવ(જપરિણતિને ત્યાગીને