________________
દશ લક્ષણરૂપ ધર્મ (શૌચ)
૨૮૯ ન ખાવા જેવી વસ્તુ પણ ખાય છે, હલકા આચારવાળે હોય છે. ભેજનના લંપટીની લજજા નાશ પામે છે, કારણ કે સંસારમાં જિલ્લા ઇદ્રિય અને કામને વશ થઈને જીવ, પિતાને ભૂલી, નરક–તિર્યંચ ગતિમાં લઈ જાય તેવાં મહા નિંદ્ય પરિણામ-પ્રવૃત્તિ કરે છે. સંસારમાં પરધનની વાંછા, પરસ્ત્રીની વાંછા અને ભજનની લંપટતા જ પરિણામને મલિન કરનાર છે તેવી વાંછાને ત્યાગ કરીને સંસારપરિભ્રમણથી આત્માને બચાવે. આત્માની મલિનતા તે જીવહિંસાથી તથા પરધન અને પરસ્ત્રીની વાંછાથી છે. પરધનના ઈચ્છક અને જીવઘાતના કરનારા કેટ તીર્થોમાં સ્નાન કરે, સર્વ તીર્થસ્થળોની યાત્રા કરે, કરેડો રૂપિયાનું દાન કરે, કરડે વર્ષ સુધી તપ કરે, સર્વ શાસ્ત્રો ભણે, ભણવે; તે પણ તેમની શુદ્ધિ કદાપિ થતી નથી. અભક્ષ્ય ભક્ષણ કરનારનાં અને અન્યાયથી પ્રાપ્ત થયેલા વિષયાગ અને ધનને ભેગવનારનાં પરિણામ એવાં મલિન હોય છે કે કરડે વાર ધર્મને ઉપદેશ અને સર્વ સિદ્ધાંતની વ્યાખ્યા ઘણાં વર્ષો સુધી સાંભળે તે પણ કદી હૃદયમાં તેને પ્રવેશ થતો નથી. પચાસ વર્ષો સુધી શાસ્ત્ર-શ્રવણ કર્યું હોય તે પણ ધર્મના સ્વરૂપનું ભાન નથી એવા ઘણું આપણે પ્રત્યક્ષ દેખીએ છીએ; એ બધું અન્યાયથી પ્રાપ્ત કરેલા ધનનું અને અભક્ષ્ય ભક્ષણનું ફળ છે. તેથી જે પિતાના આત્માની પવિત્રતા ઈચ્છતા હોય તેણે અન્યાયથી ધન મેળવવું નહીં, અભક્ષ્ય ભક્ષણ કરવું નહીં, અને પરસ્ત્રીની અભિલાષા કરવી નહીં.
પરમાત્માને ધ્યાનથી શૌચધર્મ પ્રગટે છે, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહત્યાગથી શૌચ ધર્મ
3
૧૯