________________
૨૮૮
સમાધિ-પાન નથી; પવિત્ર માનવું વૃથા છે. શૌચ ધર્મ તે આત્માને ઉજજવળ કરવાથી પ્રગટે છે. લેભથી, હિંસાથી આત્મા. અત્યંત મલિન થઈ રહ્યો છે તેથી તેમને અભાવ થયે આત્મા પવિત્ર થાય છે. જે પિતાના આત્માને દેહથી ભિન્ન, જ્ઞાનઉપગ-દર્શનઉપગમય, અખંડ, અવિનાશી, જન્મ–જરા-મરણ રહિત, ત્રણે લોકના સર્વ પદાર્થોને પ્રકાશક સદા કાળ અનુભવ કરે છે, ચિંતવે છે તેને શૌચ ધર્મ હોય છે. વળી મનને માયાચાર, લેભ આદિના ત્યાગથી ઉજજવળ કરવું તે શૌચ ધર્મ છે. જેનું મન કામ-લેભ. આદિથી મલિન હોય તેને શૌચ ધર્મ હોતો નથી. ધનની લપટાતાના ત્યાગથી શૌચ ધર્મ પ્રગટે છે. પરિગ્રહની મમતા છેડી, ઇદ્રિના વિષયને ત્યાગ કરી, તપશ્ચર્યામાં પ્રવર્તવું તે શૌચ ધર્મ છે. બ્રહ્મચર્ય ધારણ કરવું તે શૌચ ધર્મ છે. આઠ પ્રકારના મદથી રહિત વિનયવાળ થવું તે પણ શોચ ધર્મ છે. અભિમાની, મદ સહિત હોય તે મહા મલિન છે, તેને શૌચ ધર્મ ક્યાંથી પ્રગટે ? વીતરાગ સર્વના પરમ. આગમને અનુભવ કરીને અંતરમાં રહેલા મિથ્યાત્વ, કષાય. આદિ મળને ધવા તે શૌચ ધર્મ છે. ઉત્તમ ગુણોની અનુમોદનાથી શૌચ ધર્મ પ્રગટે છે. ભાવપૂર્વક ઉત્તમ પુરુષના. ગુણોનું ચિતવન કરવાથી આત્મા ઉજજવળ થાય છે. કષાયમળના અભાવથી ઉત્તમ શૌચ ધર્મ પ્રગટે છે. આત્માને પાપને લેપ લાગવા ન દે તે શૌચ ધર્મ છે. જે સમભાવ, સંતેષ ભાવરૂપ પાણીથી તીવ્ર લેભરૂપ મળના ઢગલાને પેવે છે અને ભજનમાં અતિ લંપટતા રહિત છે તેને નિર્મળ શૌચ ધર્મ હોય છે. ભેજનને લપટી ધર્મ રહિત હોય છે,