________________
૨૮૭
દશ લક્ષણરૂપ ધર્મ. (શૌચ) ૫. ઉત્તમ શૌચ :–
“ઉત્તમ શૌચ સદા જગ જાના, | લેભ પાપકા બાપ વખાના.” શૌચ એટલે પવિત્રતા, ઉજજવળતા. બહિરાભા, દેહની ઉજજ્વળતા માટે સ્નાનાદિ કરવું તેને શૌચ કહે છે. પરંતુ હાડકાં, માંસ, ચરબી, લેહી, મજ્જા, વીર્ય અને ચામડી એ સાત ધાતુમય શરીર મળ-મૂત્રથી ભરેલું છે તે પાણીથી ધાયા છતાં પવિત્ર થતું નથી. મળને બનાવેલે ઘડે મળથી ભર્યો હોય તેને ઉપરથી પાણી વડે ધેયા છતાં શુદ્ધ થતું નથી, તેમ શરીર પણ શુદ્ધ પાણીથી ધોવાથી પવિત્ર થતું
જેવા પ્રકારે વસ્તુનું સ્વરૂપ જેવાથી, અનુભવવાથી, શ્રવણથી અથવા વાંચવાથી આપણને અનુભવમાં આવ્યું હોય તેવા જ પ્રકારે યથાતથ્યપણે વસ્તુનું સ્વરૂપ કહેવું અને તે પ્રસંગે વચન બોલવું તેનું નામ વ્યવહાર સત્ય.
દષ્ટાંત - જેમકે અમુક માણસને લાલ અશ્વ જંગલમાં દિવસે બાર વાગે દીઠે હોય, અને કોઈના પૂછવાથી તે જ પ્રમાણે યથાતથ્ય વચન બોલવું તે વ્યવહાર સત્ય. આમાં પણ કોઈ પ્રાણીના પ્રાણને નાશ થતો હોય, અગર ઉન્મત્તતાથી વચન બોલાયું હાય, યદ્યપિ ખરું હોય તોપણ અસત્ય તુલ્ય જ છે એમ જાણું પ્રવર્તવું. સત્યથી વિપરીત તેને અસત્ય કહેવાય છે.
આત્મા ધારે તે સત્ય બલવું કંઈ કઠણ નથી. વ્યવહારસત્ય ભાષા ઘણી વાર બોલવામાં આવે છે, પણ પરમાર્થસત્ય બોલવામાં આવ્યું નથી, માટે આ જીવનું ભવભ્રમણ મટતું નથી. સમ્યકત્વ થયા બાદ અભ્યાસથી પરમાર્થસત્ય બોલવાનું થઈ શકે છે. અને પછી વિશેષ અભ્યાસે સહજ સિપાઇ રહ્યા કરે છે.”
શ્રીમદ્ રાજચંદ્ર.