________________
૨૮૬
સમાધિ-સંપાન છે, દુર્યાનથી મરીને નરક તિર્યંચ આદિ દુર્ગતિનો વેગ થાય છે અને સત્યના પ્રભાવથી અહીં જ ઉજજ્વળ યશ, વચનસિદ્ધિ, દ્વાદશાંગ આદિ શ્રુતજ્ઞાન પામીને પરભવમાં
દ્રાદિક મહદ્ધિક દેવ થઈને, તીર્થંકર આદિ ઉત્તમ પદ પામીને નિર્વાણ પામે છે. તેથી ઉત્તમ સત્યધર્મ ધારણ કરે.*
વસ્તુનું યથાર્થ સ્વરૂપ જેવું જાણવું, અનુભવવું તેવું જ કહેવું તે સત્ય બે પ્રકારે છે. “પરમાર્થસત્ય અને વ્યવહાર સત્ય”
પરમાર્થસત્ય એટલે આત્મા સિવાય બીજો કોઈ પદાર્થ આત્માને થઈ શકતા નથી, એમ નિશ્ચય જાણી, ભાષા બોલવામાં વ્યવહારથી દેહ, સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન, ધાન્ય, ગૃહ આદિ વસ્તુઓના પ્રસંગમાં બોલતાં પહેલાં એક આત્મા સિવાય બીજું કાંઈ મારું નથી, એ ઉપયોગ રહેવો જોઈએ. અન્ય આત્માના સંબંધી બેલતાં આત્મામાં જાતિ, લિંગ અને તેવા ઔપચારિક ભેદવા તે આત્મા ન છતાં માત્ર વ્યવહારનયથી કાર્યને માટે બોલાવવામાં આવે છે; એવા ઉપગપૂર્વક બેલાય તે તે પારમાર્થિક સત્ય ભાષા છે એમ સમજવાનું છે.
૧. દષ્ટાંત - એક માણસ પોતાના આરેપિત દેહની, ઘરની, સ્ત્રીની, પુત્રની કે અન્ય પદાર્થની વાત કરતા હોય તે વખત સ્પષ્ટપણે તે તે પદાર્થથી વક્તા હું ભિન્ન છું, અને તે મારાં નથી, એમ સ્પષ્ટપણે બોલનારને ભાન હોય તો તે સત્ય કહેવાય.
૨. દષ્ટાંત - જેમ કેઈ ગ્રંથકાર શ્રેણિક રાજા અને ચલણ રાણીનું વર્ણન કરતો હોય, તેઓ બન્ને આત્મા હતા અને માત્ર શ્રેણિકના ભવ આશ્રયી તેમને સંબંધ, અગર સ્ત્રી, પુત્ર, ધન, રાજ્ય વગેરેનો સંબંધ હતો; તે વાત લક્ષમાં રાખ્યા પછી બોલવાની પ્રવૃત્તિ કરે એ જ પરમાર્થસત્ય.
* વ્યવહારસત્ય આવ્યા વિના પરમાર્થસત્ય વચન બોલવાનું બને તેમ ન હોવાથી વ્યવહાર સત્ય નીચે પ્રમાણે જાણવાનું છે –