________________
દશ લક્ષણરૂપ ધર્મ (સત્ય)
૨૮૫. કર્મોની નિર્જરા થાય છે. સત્યના પ્રભાવથી અગ્નિ, જળ, વિષ, સિંહ, સાપ, દુષ્ટ દેવ–મનુષ્ય આદિની બાધા ઊપજતી. નથી. સત્યના પ્રભાવથી દેવ વશ થાય છે, પ્રીતિ, પ્રતીતિ દ્રઢ થાય છે. સત્યવાદી માતા સમાન વિશ્વાસ કરવા લાયક છે, ગુરુની પેઠે પૂજવા યંગ્ય છે, મિત્ર સમાન પ્રિય લાગે. છે, ઉજજવળ યશ પ્રાપ્ત કરે છે. તપ સંયમ આદિ સર્વ ગુણે. સત્ય વચનથી શોભે છે.
વિષ ભળવાથી મિષ્ટ ભજનને નાશ થાય છે, તેમ. અસત્ય વચનથી અપ્રતીતિ, અપકીર્તિ, અપવાદ, પિતાને. અને પરને દુઃખ, અરતિ, કલહ, વેર, શેક, વધ, બંધન, મરણ, જિહાછેદન, સર્વસ્વહુરણ, કેદની સજા, દુર્બાન, અકાળ. મૃત્યુ, વ્રત-તપ-શીલ–સંયમને નાશ, નરક આદિ દુર્ગતિ, ભગવાનની આજ્ઞાને ભંગ, પરમાગમથી વિમુખતા ઘેર. પાપ ઈત્યાદિ હજારો દોષ પ્રગટ થાય છે.
હે જ્ઞાનીજન ! જગતમાં પ્રિય, હિતકર, મધુર વચન. બહુ ભયા છે; સુંદર શબ્દોની ખોટ નથી; તે નિંદ્ય વચન, શા માટે બોલવાં ? નીચ પુરુષને બેલવા લાયક “રે, તું” ઇત્યાદિ તેછડાં ટુંકારા ભય વચન પ્રાણ જતાં પણ ન બેલે. અધમપણું કે ઉત્તમપણું વચન પરથી જ પરખાઈ આવે છે. નીચ જાતિનાં લેક બોલે તેવાં નિંદ્ય વચન છેડીને. પ્રિય, હિતકર, મધુર, સામાને અનુકૂળ, ધર્મમય વચન બોલે.
જે અન્યને દુઃખદાયી વચન કહે છે, બેટા આળ ચઢાવે છે તેના પાપે અહીં જ તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે, જીભ ઝૂકી પડી જાય છે, આંધળા થાય છે. પાંગળા થાય."