________________
નથી
પણ ન
જવને કઈ
કે પ્રગટ કારણને અવલંબી, વિચારી, પક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યગ્દષ્ટિપણે પણ ઓળખાય તે તેનું મહત્ ફળ છે, અને તેમ ન હોય તે સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કંઈ આત્મા સંબંધી ફળ નથી એમ અનુભવમાં આવે છે. - પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ કોઈ કારણે, વિચારે, અવલંબને સમ્યગ્દષ્ટિસ્વરૂપ પણે પણ ન જાણ્યા હોય તે તેનું આત્મપ્રત્યયી ફળ નથી, પરમાર્થથી તેની સેવા અસેવાથી જીવને કંઈ જાતિ-( )-ભેદ થતું નથી. માટે તે કંઈ સફળ કારણરૂપે જ્ઞાની પુરુષે સ્વીકારી નથી, એમ જણાય છે.
ઘણાં પ્રત્યક્ષ વર્તમાન પરથી એમ પ્રગટ જણાય છે કે આ કાળ તે વિષમ કે દુષમ અથવા કલિયુગ છે. કાળચક્રના પરાવર્તનમાં અનંત વાર દુષમકાળ પૂર્વે આવી ગયા છે, તથાપિ આવો દુષમકાળ કઈક જ વખત આવે છે. શ્વેતાંબર સંપ્રદાયમાં એવી પરંપરાગત વાત ચાલી આવે છે, કે અસંયતિપૂજા નામે આશ્ચર્યવાળ હુંડ—પીટ—એવો આ પંચમકાળ અનંતકાળે આશ્ચર્યસ્વરૂપે તીર્થંકરાદિકે ગણ્યા છે, એ વાત અમને બહુ કરી અનુભવમાં આવે છે; સાક્ષાત્ એમ જાણે ભાસે છે.
કાળ એવો છે. ક્ષેત્ર ઘણું કરી અનાર્ય જેવું છે, ત્યાં સ્થિતિ છે, પ્રસંગ, દ્રવ્યકાળાદિ કારણથી સરળ છતાં લેકસંજ્ઞાપણે ગણવા ઘટે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના આલંબન વિના નિરાધારપણે જેમ આત્માપણું ભજાય તેમ ભજે છે. બીજો શો ઉપાય ?