________________
જોગ પ્રારબ્ધથી તે અંતરાય વર્તે છે. ઘણું કરી કોઈ વાતને ખેદ “અમારા આત્માને વિષે ઉત્પન્ન થતું નથી, તથાપિ સત્સંગના અંતરાયને ખેદ અહોરાત્ર ઘણું કરી વત્ય કરે છે. “સર્વ ભૂમિએ, સર્વ માણસે, સર્વ કામ, સર્વ વાતચીતાદિ પ્રસંગે અજાણ્યાં જેવાં, સાવ પરનાં, ઉદાસીન જેવાં, અરમણીય, અમેહકર અને રસરહિત સ્વાભાવિકપણે ભાસે છે.” માત્ર જ્ઞાની પુરુષ, મુમુક્ષુપુરુષે, કે માર્ગાનુસારી પુરુષને સત્સંગ તે જાણીને, પોતાને, પ્રીતિકર, સુંદર, આકર્ષનાર અને રસસ્વરૂપ ભાસે છે. એમ હોવાથી અમારું મન ઘણું કરી અપ્રતિબદ્ધપણું ભજતું ભજતું તમ જેવા માર્ગેચ્છાવાન પુરુષને વિષે પ્રતિબદ્ધપણું પામે છે.
(૫૦૪)
૪૬ મુંબઈ, વૈશાખ, ૧૯૫૦ મનને, વચનને તથા કાયાને વ્યવસાય ધારીએ તે કરતાં હમણાં વિશેષ વર્યા કરે છે. અને એ જ કારણથી તમને પત્રાદિ લખવાનું બની શકતું નથી. વ્યવસાયનું બહોળાપણું ઈચ્છવામાં આવતું નથી, તથાપિ પ્રાપ્ત થયા કરે છે. અને એમ જણાય છે કે કેટલાક પ્રકારે તે વ્યવસાય વેદવા યોગ્ય છે, કે જેના વેદનથી ફરી તેને ઉત્પત્તિયેગ મટશે, નિવૃત્ત થશે. કદાપિ બળવાનપણે તેને નિરોધ કરવામાં આવે તે પણ તે નિરોધરૂપ ક્લેશને લીધે આત્મા આત્માપણે વિસસા પરિણામ જેવો પરિણમી શકે નહીં, એમ લાગે છે. માટે તે વ્યવસાયની જે અનિચ્છાપણે પ્રાપ્તિ થાય તે વેદી, એ કઈ પ્રકારે વિશેષ સમ્યફ લાગે છે.