________________
૬૮
આ લેક એકાંત દુખે કરી બળે છે, એમ જાણે; અને સર્વ જીવ’ પિતાપિતાનાં કર્મે કરી વિપર્યાસપણું અનુભવે છે, તેને વિચાર કરો.”
| (સૂયગડાંગ-અધ્યયન ૭મું, ૧૧) સર્વ દુઃખથી મુક્ત થવાને અભિપ્રાય જેને થયે હોય, તે પુરુષે આત્માને ગષવો, અને આત્મા ગવેષ હોય તેણે યમનિયમાદિક સર્વ સાધનને આગ્રહ અપ્રધાન કરી, સત્સંગને ગવેષવો; તેમ જ ઉપાસ. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાને આત્મભાવ સર્વથા ત્યાગવો. પિતાના સર્વ અભિપ્રાયને ત્યાગ કરી પિતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થંકર એમ કહે છે કે જે કઈ તે આજ્ઞા ઉપાસે છે, તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે.
(દ્વાદશાંગીનું સળંગ સૂત્ર.) પ્રથમમાં જે અભિપ્રાય દર્શાવ્યો છે તે ગાથા સૂયગડાંગમાં નીચે પ્રમાણે છે –
संबुज्झहा जंतवो माणुसत्तं, दछु भयं बालिसेणं अलंभो। एगंतदुक्खे जरिए व लोए,
सक्कम्मणा विप्परियासु वेइ ॥ સર્વ પ્રકારની ઉપાધિ, આધિ, વ્યાધિથી મુક્તપણે વર્તતા હોઈએ તેપણ સત્સંગને વિષે રહેલી ભક્તિ તે અમને મટવી દુર્લભ જણાય છે. સત્સંગનું સર્વોત્તમ અપૂર્વપણું અહોરાત્ર એમ અમને વસ્યા કરે છે, તથાપિ ઉદય