________________
૬૭
જે કુળને વિષે જન્મ થયે છે, અને જેના સહવાસમાં જીવ વસ્યું છે, ત્યાં અજ્ઞાની એ આ જીવ તે મમતા કરે છે. અને તેમાં નિમગ્ન રહ્યા કરે છે.
| (સૂયગડાંગ–પ્રથમાધ્યયન)૧ જે જ્ઞાની પુરુષે ભૂતકાળને વિષે થઈ ગયા છે, અને જે જ્ઞાની પુરુષો ભાવિકાળને વિષે થશે, તે સર્વ પુરુષોએ શાંતિ (બધા વિભાવ પરિણામથી થાકવું, નિવૃત્ત થવું તેને સર્વ ધર્મને આધાર કહ્યો છે. જેમ ભૂતમાત્રને પૃથ્વી આધારભૂત છે, અર્થાત્ પ્રાણીમાત્ર પૃથ્વીના આધારથી સ્થિતિવાળાં છે, તેને આધાર પ્રથમ તેમને હોવો ચગ્ય છે, તેમ સર્વ પ્રકારના કલ્યાણને આધાર, પૃથ્વીની પેઠે “શાંતિને જ્ઞાનીપુરુષે કહ્યો છે.
(સૂયગડાંગ)
(૪૯૧)
૪૫
મુંબઈ, ફાગણ, ૧૯૫૦
તીર્થંકર વારંવાર નીચે કહ્યો છે, તે ઉપદેશ કરતા હતા :
હે જીવ! તમે બૂઝ, સમ્યફપ્રકારે બૂઝે. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે, અને ચારે ગતિને વિષે ભય છે, એમ જાણે. અજ્ઞાનથી સવિવેક પામવો દુર્લભ છે, એમ સમજે.
१. जेस्सि कुले समुप्पन्ने, जेहिं वा संवसे नरे । __ममाई लुप्पई बाले, अण्णे अण्णेहि मुच्छिए ।
સૂત્રતાં, ૨ મું, ૨ ૦, ૪થી નથી २. जे य बुद्धा अतिकंता, जे य बुद्धा अणागया । संति तेसिं पइठाण, भूयाण जगती जहा ॥
सूत्रकृतांग, १ श्रु०, ११ अ०, ३६मी गाथा