________________
કલ્યાણકારક જ નીવડે છે; પણ કઈ વેળા તેવી વાંછા મહાત્મા પ્રત્યે થઈ અને તેવી પ્રવૃત્તિ થઈ ચૂકી, તે પણ તે જ વાંછા જે અસપુરુષમાં કરી હોય અને જે ફળ થાય છે, તે કરતાં આનું ફળ જુદું થવાનો સંભવ છે. સપુરુષ પ્રત્યે તેવા કાળમાં જે નિઃશંકપણું રહ્યું હોય, તે કાળે કરીને તેમની પાસેથી સન્માર્ગની પ્રાપ્તિ હોઈ શકે છે. એક પ્રકારે અમને પિતાને એ માટે બહુ રોચ રહેતું હતું, પણ તેનું કલ્યાણ વિચારીને શાચ વિસ્મરણ કર્યો છે.
૯. મન, વચન, કાયાના જેગમાંથી જેને કેવળ સ્વરૂપ ભાવ થતાં અહંભાવ મટી ગયે છે, એવા જે જ્ઞાની પુરુષ, તેના પરમ ઉપશમરૂપ ચરણારવિંદ તેને નમસ્કાર કરી, વારંવાર તેને ચિંતવી, તે જ માર્ગમાં પ્રવૃત્તિની તમે ઇચ્છા કર્યા કરે એ ઉપદેશ કરી, આ પત્ર પૂરે કરું છું.
વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ !!
(૪૮૬)
મુંબઈ, ફાગણ સુદ ૧૧, રવિ, ૧૯૫૦ પ્રમાદને તીર્થંકરદેવ કર્મ કહે છે, અને અપ્રમાદને તેથી બીજું એટલે અકર્મરૂપ એવું આત્મસ્વરૂપ કહે છે. તેવા ભેદના પ્રકારથી અજ્ઞાની અને જ્ઞાનીનું સ્વરૂપ છે; (કહ્યું છે.) | (સૂયગડાંગસૂત્ર-વીર્ય અધ્યયન)
१. पमायं कम्ममाहंसु, अप्पमायं तहावरं । तब्भावदे सओवावि, बालं पंडियमेव वा ॥ સૂત્રકૃત, ? શું, ૮ ૧૦, રૂ ની ગાથા.