________________
૬૫
તે તેમાં વાણી પ્રકાશ કરે છે; અને ઉપદેશવાતમાં તે વાણી પાછી ખેંચાઈ જાય છે, તેથી અમે એમ જાણીએ છીએ કે હજુ તે ઉદય નથી.
પ. પૂર્વે થઈ ગયેલાં અનંત જ્ઞાનીઓ જોકે મહાજ્ઞાની થઈ ગયા છે, પણ તેથી કંઈ જીવને દોષ જાય નહીં; એટલે કે અત્યારે જીવમાં માન હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં, પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવી કઢાવી શકે. જેમ દૂરના ક્ષીરસમુદ્રથી અત્રેના તૃષાતુરની તૃષા છીપે નહીં, પણ એક મીઠા પાણીને કળશે અત્રે હોય છે તેથી તૃષા છીપે.
૬. જીવ પિતાની કલ્પનાથી કપે કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે વેગથી કે આવા આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તે જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે, અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે, માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા.
૭. જીવે મુખ્યમાં મુખ્ય આ વાત વિશેષ ધ્યાન આપવા જેવી છે, કે સત્સંગ થયું હોય તે સત્સંગમાં સાંભળેલ શિક્ષાબંધ પરિણામ પામી, સહેજે જીવમાં ઉત્પન્ન થયેલ કદાગ્રહાદિ દેશે તે છૂટી જવા જોઈએ, કે જેથી સત્સંગનું અવર્ણવાદપણું બેલવાને પ્રસંગ બીજા જીવને આવે નહીં.
૮. જ્ઞાની પુરુષે કહેવું બાકી નથી રાખ્યું પણ જીવે કરવું બાકી રાખ્યું છે. એ ગાનુયેગ કેઈક જ વેળા ઉદયમાં આવે છે. તેવી વાંછાએ રહિત મહાત્માની ભક્તિ તે કેવળ