________________
૬૪
(૪૬૬)
૪૩
પેટલાદ, ભાદરવા સુદ ૬, ૧૯૪૯
૧. જેની પાસેથી ધર્મ માગવો, તે પામ્યાની પૂર્ણ ચેકસી કરવી એ વાક્યને સ્થિર ચિત્તથી વિચારવું.
૨. જેની પાસેથી ધર્મ માગવો તેવા પૂર્ણ જ્ઞાનીનું ઓળખાણ જીવને થયું હોય ત્યારે તેવા જ્ઞાનીઓને સત્સંગ કરે અને સત્સંગ થાય તે પૂર્ણ પુર્યોદય સમજવો. તે સત્સંગમાં તેવા પરમજ્ઞાનીએ ઉપદેશેલે શિક્ષાબોધ ગ્રહણ કરવો એટલે જેથી કદાગ્રહ, મતમતાંતર, વિશ્વાસઘાત અને અસવચન એ આદિને તિરસ્કાર થાય; અર્થાત્ તેને ગ્રહણ કરવા નહીં. મતને આગ્રહ મૂકી દેવો. આત્માને ધર્મ આત્મામાં છે. આત્મતૃપ્રાસ પુરુષને બોધેલે ધર્મ આત્મતામાર્ગરૂપ હોય છે. બાકીના માર્ગના મતમાં પડવું નહીં.
૩. આટલું થતાં છતાં જે જીવથી સત્સંગ થયા પછી કદાગ્રહ, મતમતાંતરાદિ દોષ ન મૂકી શકાતે હોય તે પછી તેણે છૂટવાની આશા કરવી નહીં.
- અમે પિતે કેઈને આદેશવાત એટલે આમ કરવું એમ કહેતા નથી. વારંવાર પૂછે તે પણ તે સ્મૃતિમાં હોય છે. અમારા સંગમાં આવેલા કેઈ ને હજુ સુધી અમે એમ જણાવ્યું નથી કે આમ વર્તે, કે આમ કરે. માત્ર શિક્ષાબંધ તરીકે જણાવ્યું હશે.
૪. અમારો ઉદય એવો છે કે એવી ઉપદેશવાત કરતાં વાણું પાછી ખેંચાઈ જાય છે. સાધારણ પ્રશ્ન પૂછે