________________
૬૩
કે ઓછું કરવું એ મહા દુષ્કર વાત છે, તથાપિ જેને તેમ કરવા નિશ્ચય છે, તે વહેલે મડે ફળીભૂત થાય છે.
- જ્યાં સુધી દેહાદિકથી કરી જીવને આત્મકલ્યાણનું સાધન કરવું રહ્યું છે, ત્યાં સુધી તે દેહને વિષે અપરિણામિક એવી મમતા ભજવી યોગ્ય છે, એટલે કે આ દેહના કોઈ ઉપચાર કરવા પડે તે તે ઉપચાર દેહના મમત્વાર્થે કરવાની ઈચ્છાએ નહીં, પણ તે દેહે કરી જ્ઞાની પુરુષના માર્ગનું આરાધન થઈ શકે છે, એ કોઈ પ્રકારે તેમાં રહેલ લાભ, તે લાભને અર્થે, અને તેવી જ બુદ્ધિએ તે દેહની વ્યાધિના ઉપચાર પ્રવર્તવામાં બાધ નથી. જે કંઈ તે મમતા છે તે અપરિણામિક મમતા છે, એટલે પરિણામે સમતાસ્વરૂપ છે, પણ તે દેહની પ્રિયતાર્થે, સાંસારિક સાધનમાં પ્રધાન ભેગને એ હેતુ છે, તે ત્યાગ પડે છે, એવા આર્તધ્યાને કોઈ પ્રકારે પણ તે દેહમાં બુદ્ધિ ન કરવી એવી જ્ઞાની પુરુષના માર્ગની શિક્ષા જાણી આત્મકલ્યાણને તેવા પ્રસંગે લક્ષ રાખવો એગ્ય છે. | સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિઃ ખેદપણને ભજવાની શિક્ષા શ્રી તીર્થકર જેવાએ કહી છે, અને અમે પણ એ જ કહીએ છીએ. કઈ પણ કારણે આ સંસારમાં કલેશિત થવા યંગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ કલેશનું, મહતું, અને માઠી ગતિનું કારણ છે. સવિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે.
તેને પ્રથમ સાક્ષાત્ ઉપાય જ્ઞાની પુરુષની આજ્ઞાને વિચારવી એ જ જણાય છે.
પ્રણામ પહોંચે.