________________
૭૧
(૫૧)
४७
મુંબઈ, અસાડ સુદ ૬, રવિ, ૧૯૫૦ શ્રી સ્વંભતીર્થસ્થિત, શુભેચ્છા સંપન્ન શ્રી ત્રિભુવનદાસ પ્રત્યે યથાયોગ્યપૂર્વક વિનંતિ કે :
બંધવૃત્તિઓને ઉપશમાવવાને તથા નિવર્તાવવાનો જીવને અભ્યાસ, સંતત અભ્યાસ કર્તવ્ય છે, કારણ કે વિના વિચારે, વિના પ્રયાસે તે વૃત્તિઓનું ઉપશમવું અથવા નિવતેવું કેવા પ્રકારથી થાય ? કારણ વિના કેઈ કાર્ય સંભવતું નથી; તો આ જીવે તે વૃત્તિઓનાં ઉપશમન કે નિવર્તનને કેઈ ઉપાય કર્યો ન હોય એટલે તેને અભાવ ન થાય એ સ્પષ્ટ સંભવરૂપ છે. ઘણી વાર પૂર્વકાળે વૃત્તિઓના ઉપશમનનું તથા નિવર્તનનું જીવે અભિમાન કર્યું છે, પણ તેવું કંઈ સાધન કર્યું નથી, અને હજુ સુધી તે પ્રકારમાં જીવ કંઈ ઠેકાણું કરતું નથી, અર્થાત્ હજુ તેને તે અભ્યાસમાં કંઈ રસ દેખાતું નથી, તેમ કડવાશ લાગતાં છતાં તે કડવાશ ઉપર પગ દઈ આ જીવ ઉપશમન, નિવર્તનમાં પ્રવેશ કરતે નથી. આ વાત વારંવાર આ દુષ્ટપરિણામી જીવે વિચારવા ગ્ય છે; વિસર્જન કરવા યંગ્ય કઈ રીતે નથી.
પુત્રાદિ સંપત્તિમાં જે પ્રકારે આ જીવને મેહ થાય છે તે પ્રકાર કેવળ નીરસ અને નિંદવા ગ્ય છે. જીવ જે જરાય વિચાર કરે તે સ્પષ્ટ દેખાય એવું છે કે, કેઈને વિષે પુત્રપણું ભાવી આ જીવે માઠું કર્યામાં મણું રાખી નથી, અને કેઈને વિષે પિતાપણું માનીને પણ તેમ જ કર્યું છે, અને કઈ જીવ હજુ સુધી તો પિતાપુત્ર થઈ શક્યા દીઠા નથી. સૌ