________________
૭૨
કહેતા આવે છે કે આના આ પુત્ર અથવા આના આ પિતા, પશુ વિચારતાં આ વાત કઈ પણ કાળે ન બની શકે તેવી સ્પષ્ટ લાગે છે. અનુત્પન્ન એવો આ જીવ તેને પુત્રપણે ગણવા, કે ગણાવવાનું ચિત્ત રહેવું એ સૌ જીવની મૂઢતા છે, અને તે મૂઢતા કોઇ પણ પ્રકારે સત્સંગની ઇચ્છાવાળા જીવને ઘટતી નથી.
જે મેહાદિ પ્રકાર વિષે તમે લખ્યું તે બન્નેને ભ્રમણના હેતુ છે, અત્યંત વિટંબણાના હેતુ છે. જ્ઞાનીપુરુષ પણ એમ વર્તે તેા જ્ઞાન ઉપર પગ મૂકવા જેવું છે, અને સર્વ પ્રકારે અજ્ઞાનનિદ્રાના તે હેતુ છે. એ પ્રકારને વિચારે બન્નેને સીધા ભાવ કર્તવ્ય છે. આ વાત અલ્પકાળમાં ચેતવા ચેાગ્ય છે. જેટલા અને તેટલેા તમે કે બીજા તમ સંબંધી સત્સંગી નિવૃત્તિનો અવકાશ લેશે તે જ જીવને હિતકારી છે.
(૫૧૧)
૪૮
માહમયી, અસાડ સુદ ૬, રવિ, ૧૯૫૦
શ્રી અંજારસ્થિત, પરમ સ્નેહી શ્રી સુભાગ્ય,
આપને વિગત કાગળ ૧, તથા પત્તું ૧ પ્રાપ્ત થયું છે. તેમાં લખેલા પ્રશ્નો મુમુક્ષુ જીવે વિચારવા ચેાગ્ય છે.
જે જે સાધન આ જીવે પૂર્વકાળે કર્યાં છે, તે તે સાધન જ્ઞાનીપુરુષની આજ્ઞાથી થયાં જણાતાં નથી, એ વાત અંદેશારહિત લાગે છે. જો એમ થયું હેત તે જીવને સંસારપરિભ્રમણ હાય નહીં. જ્ઞાનીપુરુષની આજ્ઞા છે તે, ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે, કારણ જેને આત્માર્થ સિવાય બીજો કોઈ