________________
૭૩
અર્થ નથી, અને આમાર્થ પણ સાધી પ્રારબ્ધવશાત્ જેને દેહ છે, એવા જ્ઞાની પુરુષની આજ્ઞા તે ફક્ત આત્માર્થમાં જ સામાં જીવને પ્રેરે છે, અને આ જીવે તે પૂર્વકાળે કંઈ આત્માર્થ જાણ્યું નથી; ઊલટો આત્માર્થ વિસ્મરણપણે ચાલ્ય આવ્યો છે. તે પિતાની કલ્પના કરી સાધન કરે તેથી આત્માર્થ ન થાય, અને ઊલટું આત્માર્થ સાધું છું એવું દુષ્ટ અભિમાન ઉત્પન્ન થાય, કે જે જીવને સંસારને મુખ્ય હેતુ છે. જે વાત સ્વને પણ આવતી નથી, તે જીવ માત્ર અમસ્તી ક૯૫નાથી સાક્ષાત્કાર જેવી ગણે છે તેથી કલ્યાણ ન થઈ શકે. તેમ આ જીવ પૂર્વકાળથી અંધ ચાલ્યા આવતાં છતાં પિતાની કલ્પનાએ આત્માર્થ માને તે તેમાં સફળપણું ન હોય એ સાવ સમજી શકાય એ પ્રકાર છે. એટલે એમ તે જણાય છે કે, જીવના પૂર્વકાળનાં બધાં માઠાં સાધન, કપિત સાધન મટવા અપૂર્વ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી, અને તે અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી; અને તે અપૂર્વ વિચાર, અપૂર્વ પુરુષના આરાધન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય એ વિચારતાં એમ જ સિદ્ધાંત થાય છે કે, જ્ઞાનીપુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદને સર્વશ્રેષ્ઠ ઉપાય છે. અને એ વાત જ્યારે જીવથી મનાય છે, ત્યારથી જ બીજા દોષનું ઉપશમવું, નિવતેવું શરૂ થાય છે.
શ્રી જિને આ જીવના અજ્ઞાનની જે જે વ્યાખ્યા કહી છે, તેમાં સમયે સમયે તેને અનંત કર્મને વ્યવસાયી કહ્યો છે; અને અનાદિકાળથી અનંત કર્મને બંધ કરતે આ છે, એમ કહ્યું છે, તે વાત તે યથાર્થ છે, પણ ત્યાં આપને એક પ્રશ્ન થયું કે, “તે તેવાં અનંત કર્મ નિવૃત્ત કરવાનું