________________
૭૪
સાધન ગમે તેવું બળવાન હોય તે પણ અનંત કાળને પ્રજને પણ તે પાર પડે નહીં.” જો કે કેવળ એમ હોય તે તમને લાગ્યું તેમ સંભવે છે; તથાપિ જિને પ્રવાહથી જીવને અનંત કર્મને કર્તા કહ્યો છે, અનંત કાળથી કર્મને કર્તા તે ચાલ્યા આવે છે એમ કહ્યું છે, પણ સમયે સમયે અનંત કાળ ભેગવવાં પડે એવાં કર્મ તે આગામિક કાળ માટે ઉપાર્જન કરે છે એમ કહ્યું નથી. કોઈ જીવ આશ્રયી એ વાત દૂર રાખી, વિચારવા જતાં એમ કહ્યું છે, કે સર્વ કર્મનું મૂળ એવું જે અજ્ઞાન, મેહપરિણામ તે હજુ જીવમાં એવું ને એવું ચાલ્યું આવે છે, કે જે પરિણામથી અનંત કાળ તેને ભ્રમણ થયું છે, અને જે પરિણામ વર્યા કરે તે હજુ પણ એમ ને એમ અનંત કાળ પરિભ્રમણ થાય. અગ્નિના એક તણખાને વિષે આ લેક સળગાવી શકાય એટલે ઐશ્વર્ય ગુણ છે, તથાપિ તેને જે જે વેગ થાય છે તે તેને તેનો ગુણ ફળવાન થાય છે. તેમ અજ્ઞાન પરિણામને વિષે અનાદિકાળથી જીવનું રખડવું થયું છે. તેમ હજુ અનંત કાળ પણ ચૌદ રાજલેકમાં પ્રદેશ પ્રદેશે અનંત જન્મમરણ તે પરિણામથી હજુ સંભવે; તથાપિ જેમ તણખાને અગ્નિ ગવશ છે, તેમ અજ્ઞાનનાં કર્મપરિણામની પણ અમુક પ્રકૃતિ છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એક જીવને મેહનીયકર્મનું બંધન થાય તે સિત્તેર કેડાછેડી સાગરોપમનું થાય, એમ જિને કહ્યું છે, તેનો હેતુ સ્પષ્ટ છે કે, જે અનંત કાળનું બંધન થતું હોય તે પછી જીવને મોક્ષ ન થાય. એ બંધ હજુ નિવૃત્ત ન થયું હોય પણ લગભગ નિવર્તવા આવ્યો હોય ત્યાં વખતે બીજી તેવી સ્થિતિને સંભવ હોય, પણ