________________
દશનાંવશુદ્ધિ-પદ્ય
૧૪૧ ધર્મફળ અવિનાશી, સ્વાધન મેક્ષ-સુખની ખાણ છે, વાંછા રહિત સમકિતી હૈયે, આત્મ-સુખના જાણ તે. ૨૨. દુર્ગધી તેલાદિ લગાવે, રેગી રાગી ન તેલને, તેવી રીતે વ્રત રહિત સમકિતી વાસ્તુ વછે, મેલ; વેદના તત્કાળ થાયે, તે સહી ના જાય જ્યાં, ઉપાય તેના આદરે, નહિ ગમે કેઈ ઉપાય ત્યાં. ર૩.
આજીવિકાદિ ઈચ્છતાં પણ ન્યાય-નીતિ ના તજે, વ્રતી સમકિતી કર્દી ન ઈચ્છ, વિષય છે જે તે તજે, શત ખંડ કાયાના થતાં, ત્યાગેલ ભેગ ન તે ચહે, એ ગુણ નિષ્કાંક્ષિત કહ્યો, સમકિતી નર વિરલા વહે. ૨૪ ખાન, ગાન, સ્ત્રી, પુત્ર, સંપ, આપદા, નિર્ધનપણું, કર્માનુસાર મળી રહે, ભૂત ભાવનું ફળ તે ગણું રેગી, દરિદ્રી, નીચ, ગંદો કેઈને દેખું અહીં, મળ-મૂત્ર, કાદવ, ગંધ આદિ, દેખો સૂગ લાવું નહીં. ૨૫ વન કે સ્મશાનાદિ સ્થળે, દેખી ન ભયભત હું બનું, દુઃખદાયી કાળ જણાય પણ, ને ક્લેશરૂપ કદી ગણું દુષ્ટતા પર જીવની, કટુ આદિ વસ્તુ સ્વભાવથી, પરિણામ કલેશિત ના કરું, નિવિતિગિચ્છા મન ધરી. ૨૬
આત્મ (સત્ય) ધર્મ થકી ચળે ના ચમત્કાર–પ્રભાવથી, કુશાસ્ત્ર કે કુદેવકૃત, મણિ, મંત્ર, ઔષધ નથી; આશ્ચર્ય-કારી બને બીને, યંત્રે કળાદિ કારણે, સમકિતી ના લલચાય તેને, અમૂઢદ્રષ્ટિ ગુરુ ગણે. ર૭