________________
૧૪૨
સમાધિ-પાન અન્યના અજ્ઞાન કે, અશક્તિથી દષે થતા, જાણે, કરે ને પ્રગટ, પણ બનતા સુધી તે ઢાંકતા; મેહાદિ ઘાતી કર્મ વશ, જન નિજભાવ ભૂંલી રહ્યા, પરધન-હરણ કુશીલ આદિ, પાપ ત્યાગે જન મહા. ૨૮ સત્ય-ધર્મી પાપના, ઉદયે ભૂલી ભૂંલ કે કરે, તે દેખી સમકિતી અતિ મનમાંહિ એવું ચિંતવે; આ દોષ જે જન જાણશે, તે ધર્મને સૌ નિંદશે, અન્ય ધર્માત્મા બધા, એવા જ લેકે લેખશે. ૨૯ એમ જાણું દેષ પરના, ઢાંકવાને ગુણ તે, ઉપગૃહન ગુણ સમ્યકત્વને, સૌ સગુણ ઉર આણશે; પ્રશંસા નિજ ગુણની, ગુણવંત ના કદ ઈચ્છતાં, દર્શનવિશુદ્ધિ થાય નિર્મળ, ઉપગૃહન ગુણ ભાવતાં. ૩૦ ધર્મ-ધારી કોઈનાં, પરિણામ કર્દી ચળ જાય છે, ઉપદેશ આદિ મદદ દેતાં, સ્થિતિકરણ ગુણ થાય તે રોગની પીડા વડે, પરિણામ ચળતાં ભાળીને, ગરબાઈનાં દુઃખ, ફિકરથી વળી ચળે કે કંટાળીને ૩૧ ઉપસર્ગ, પરિષહથી ચળે, અસહાયતાથી કે વળી, આહાર–પાન મળે નહીં, ત્યારે જતાં કોઈ ચળી; સહાય, સેવા, અન્ન, ધન આદિ દઈ ઉપદેશથી, પરિણામ દૃઢ કરવા સુધર્મ, નિસ્પૃહી ઉદ્દેશથી. ૩૨
હે ધર્મધારક ! જ્ઞાની જન, જાગ્રત રહે, હારી ન જા, શાને શિથિલ થઈ જાય છે, કાયર કદાપિ તું ન થા;