________________
દશાવિશુદ્ધિ-પદ્ય
૧૪૩ રેગ ક્યાં રહેનાર છે? ડગલું ડગે નહિ ધર્મથી, જ્ઞાની થઈ શાને ચૂકે છે, અશાતા રૂપ કર્મથી? ૩૩ ઉદય આવ્યો વેદનાને, વેદ પડશે ખરે! પૈર્ય ધરને ભગવે, કાયર દૌસે છે કાં, અરે ! કાયર બની દીનતા ધરે, અ વડે આંખે ભરે, આકંદ કરી શિર કૂટતાં, ના કર્મ છેડે ધીર હો ! ૩૪ ઉદયમાં આવેલ કર્મ, હરી શકે નહિ સુર કે, મંત્ર, તંત્ર, સ્ત્ર, પુત્ર, મિત્રાદિ બધાં લાચાર જે; સારી રીતે સમજે છતાં, કાયર અને શાને તમે, વેદનાના જોરમાં પણ, ધૈર્ય ધારે આ સમે. ૩૫ કાયર થયે દુઃખ ના ઘટે, દુઃખ ભાર વધતે લાગશે, ધર્મ, યશ પરલેક બગડે, સાહસે સૌ ભાગશે; પરમ ધર્મ અશરણનું પણ શરણ, ધારણ તે કરે, સ્વછંદ ચેષ્ટા પરિહરી, આરાધના ઉરે ધરે. ૩૬ સુધા, તૃષા, સંતાપ, તાડન, રોગ, શત, ઉષ્ણાદિનાં, ઘેર દુઃખ ચિરકાળ વેડ્યાં, નરક તિર્યંચાદિમાં, અનંત ભવમાં ભગવ્યાં, દુઃખ જન્મ-મરણનાં મહા, તે આટલા દુઃખની ગણત્રી, શ્રી ગણે? આવ્યું જવા. ૩૭ રોગનાં દુઃખ દેહને, હાનિ કરે, હણશે કદી, આત્મા અમર ચેતન સ્વરૂપ, કેઈથી મરશે નહીં, દેહ તે પડશે નકી, ધારણ થયો છે છૂટશે, ચેતે હવે, સમભાવ રાખે, પાપ ફળ ઝટ ખૂટશે. ૩૮