________________
સમાધિ પાન પંચ પરમેષ્ઠી પ્રભુનું શરણ સ્મરણાદિ કરે, નિજ અજર, અમર, અખંડ જ્ઞાતા સ્વરૂપમાં મન દ્રઢ ધરે; અવસર ફરી આવે નહીં આવે, અરિને જીત, કર્મો અનાદિ કાળનાં દુઃખ દઈ રહ્યાં, નિર્મૂળ કરે.” ૩૯ એ રીતને ઉપદેશ દેઈ, મન ધર્મમાં સુદ્રઢ કરે, અનિત્ય આદિ ભાવનાનું, ગ્રહણ તુર્ત કરાવજે વ્રત, ત્યાગ ત્યાગ્યાં હોય તે, ફરી ગ્રહણ તુર્ત કરાવજે, સેવાદિ ઉપચાર વડે, સ્થિતિકરણ ગુણ પ્રગટાવજે. ૪૦ સંસારી જીવની પ્રીતિ, સ્ત્રી, મિત્ર, પુત્રાદિકમાં, ઈદ્રિય-વિષય-વિલાસમાં, કે કીર્તિ ને કનકાદિમાં સ્ત્રી, પુત્ર, ઘર, પરિગ્રહ, વિલાસ પરિભ્રમણ-કારણ ગણી, ધરે અંતરે વૈરાગ્ય તે હવે રાગ રાખે શા ભણી? ૪૧ રત્નત્રય-ધારક મુનિ, આર્યા, સુશ્રાવક, શ્રાવિકા, ધર્મનાં આયતનમાં, અત્યંત પ્રીતિ લાવતા; વાત્સલ્ય અંગ ગણાય આ, સમક્તિવંત સદા ધરે, આ ધમેરાગની સેવા, સંસાર-કારણને હરે. ૪૨ વચન, તન, મન, ધન વડે, તપ દાન ભક્તિ આદરી,
ન્યાય–નીતિ ટેક ધારી, સદાચાર સદા ધરી; રત્નત્રય પ્રગટાવી માર્ગ–પ્રભાવના વિસ્તારતા, તે ધન્ય ધર્માત્મા જગતમાં, સર્વનું હિત સાધતા. ૪૩ છ અનાયતનને ત્યાગ :સમક્તિ નિર્મળ રાખવા, ત્રણ મૂઢતા પણ ત્યાગવી, તે લેક-મૂઢતા, દેવ-મૂઢતા, ગુરુ-મૂઢતા જાણવી