________________
દર્શન વિશુલિ-પદ્ય
:. ૧૫ હાડકાંરૂપ ફૂલ ગંગામાં ગયે સદ્ગતિ ગણે, ગંગાદિ જળને ઘૂંટડે, કે સ્નાન પાવનકર ભણે. ૪૪ ઍવતી બળે મૃતસ્વામી સાથે, સતી તે પુજાય છે, મરી ગયેલા પિતૃ દેવે, શ્રાદ્ધમાંહિ મનાય છે; રવિ, સોમ, મંગલ આદિ ગ્રહની, ગળે માળા ધારતા, ગ્રહદોષ કરવા દૂર વળી, દઈ દાન મંત્ર જપાવતા. ૪૫ સંક્રાન્તિ, સેમવતી અમાસે, ગ્રહણ કાળે દાન દે, સ્નાનથી કે દાભથી, શુદ્ધિ ગણે બહુ માન્ય તે, હાડકારૂપ હાથીદાંત, પવિત્ર માની પહેરતાં, ઘર, કૂવા, હળ, મુશળ, દીપક, ઝાડ, પશુને પૂજતાં. ૪૬ ગણેશ પૂજે, માન્યતા, રાખી જતા ઉતરાવતા, સંતાન જીવતા રાખશે, ગણું ચોટલી કતરાવતા દેવતા સંતાન દેશે, કાર્ય પૂરું પાડશે, કે રેગને જે ટાળશે, કે વેરીને વળી મારશે-૪૭ તે દેવ-દેરી હું કરાવું, છત્ર, ધન, લાડુ ધરું, એવા કરારે લાંચનું દે, દેવને પણ નેત; ડાખલાં ખખડાઊંને ઠો, જાગરણ રાતે કરે, બકરાદિની હિંસા કરી, અપવિત્ર દેવી રીઝવે. ૪૮ પૂજે વળી કે શીતળા, લક્ષ્મી, કલમ કે રૂપિયા, અન્ન, જળ, હથિયાર, દૂર્વા, નાગ, અગ્નિ પૂજિયા એવી રીતે આશા ધરી, ભય દૂર કરવા પૂજતા, કે લેક દેખાદેખીથી વર્તે, ગણે જન-મૂઢતા. ૪૯