________________
સંસારભાવના
૧૦૧ દુષ્ટ, મહાપાપી છોકરે હોય છે. કોઈને વેરી કરતાં વધારે દુષ્ટ ભાઈ હોય છે. કોઈને પાડોશી પણ દુષ્ટ, અન્યાયમાગી, બળવાન, પાપી, દુરાચારી, વ્યસની મળે હોય છે. કોઈને લેબી, દુષ્ટ, અવગુણગ્રાહી, કૃપણ, કોબી, મૂર્ખ શેઠની નોકરી મળી હોય છે. કોઈને કૃતઘી, દુષ્ટ, છિદ્ર શોધનારે, બળવાન નેકર મળે છે. એ સર્વ મહા કલેશકારી પાપના ઉદયથી આ સંસારમાં બને છે.
ધર્મ રહિત, અન્યાયમાગ, કૂર રાજાના રાજ્યમાં વસવું, દુષ્ટ મંત્રી, પ્રધાન, કોટવાળને વેગ મળ, કલંક લાગવું, અપયશ થવે, ધનને નાશ થે, એ બધું પંચમકાળમાં મનુષ્યને અનેક પ્રકારે બને છે. પૂર્વ જન્મમાં મિથ્યાવૃષ્ટિ, વ્રત–સંયમ રહિત હોવાથી ભરતક્ષેત્રમાં પંચમકાળમાં મનુષ્ય થાય છે. જે કોઈ મિથ્યાધમીએ પૂર્વે કુતપ, કુદાન, મંદ કષાય કર્યા હોય તે રાજ્ય, ઐશ્વર્ય, ધન, ભેગ, સંપદા, નરેગતા પામી, અલ્પ આયુષ્ય આદિ ભેગવી, પાપ ઉપાર્જન કરાવનારાં અન્યાય, અભક્ષ્ય–ભક્ષણ, મિથ્યામાર્ગ આદિમાં પ્રવર્તન કરીને સંસાર–પરિભ્રમણ કરે છે. કોઈ વિરલા પુરુષ અહીં સમ્યફદર્શન, સંયમ, વ્રત ધારણ કરે છે. તે મંદ કષાયી આત્મનિંદા, ગહ સહિત જન્મ સફળ કરીને સ્વર્ગમાં મહદ્ધિક દેવ થાય છે.
કોઈ પૂર્વ જન્મમાં મંદ કષાય, ઉજલ દાન કરનાર અહીં પુણ્ય સહિત જમે છે. તેમને પણ ઈષ્ટને વિયેગ, અનિષ્ટને સંગ થાય છે. સંસાર દુઃખ સ્વભાવવાળે છે, ભરત ચક્રવર્તાના નાના ભાઈ બાહુબલીએ બળને મદ કરીને