________________
૧૦૨
સમાધિ-પાન ચકવર્તીનું માન ભંગ કર્યું. ન્યાયમાર્ગથી જોઈએ તે મેટા ભાઈ પિતા સમાન હવાથી નમવા યોગ્ય હતા, ચક્રવતી અને કુળમાં મેટા હતા, છતાં તેની મહત્તા નાના ભાઈથી દેખી શકાઈ નહીં. ભરતે ભારે અંતરની મમતાથી સાથે રહી ભેગું રાજ્ય ભેગવવા લાગ્યા. પરંતુ ભાઈની અદેખાઈ કરી અપમાન કર્યું, તે બીજાની શી વાત કરવી ?
કોઈને સ્ત્રી નથી તેથી તેની તૃષ્ણાને લીધે સ્ત્રી વિના પિતાનું જીવન નકામું માની દુઃખી થાય છે. કોઈને સ્ત્રી છે, પણ તે દુષ્ટ છે, વ્યભિચારિણી છે, કલહ કરનારી છે, મર્મભેદક વચન બેલનારી છે, ચેરી કરનારી છે, તથા રંગને લીધે નિરંતર સંતાપ આપનારી છે તેથી તે મહા દુઃખી છે. કોઈને આજ્ઞા પ્રમાણે વર્તનારી, પતિને પ્રસન્ન કરનારી સ્ત્રી હેય તે મરી જાય ત્યારે તેના વિયાગનું મહા દુઃખ થાય છે. કેટલાકને તેના વિયેગનું મહા દુઃખ થાય છે, કેટલાકને વૃદ્ધ અવસ્થામાં, નિર્ધનતામાં સ્ત્રીનું મરણ થઈ જાય ત્યારે નાનાં બાળકોને માતાથી વિખૂટાં પડેલાં જેઈને ઘણે સંતાપ થાય છે. કેટલાક વૃદ્ધ અવસ્થામાં પોતાના વિવાહની ઈચ્છા રાખે છે, પણ કન્યા મળે નહીં તેથી દુઃખી થાય છે.
કોઈ પુત્ર રહિત હેવાથી દુઃખી છે, કોઈ કુપુત્ર નીકળવાથી દુઃખી છે; કોઈને યશવાન સુપુત્ર છે, પણ તે પુત્ર મરણ પામતાં તેના વિશે મહા દુઃખી થાય છે. કેટલાક ઘેરી સમાન મારનાર, કુવચન બેલનાર ભાઈથી દુઃખી છે. કોઈ મહા રોગ અને નિર્ધનતાનાં દુઃખે દુઃખી છે. કોઈ બહુ દીકરીઓ હોવાથી અને તેને પરણાવવા આદિ
હોવાથી
સ, મરી