________________
અનિત્યભાવના
૬પ
અલ્પકાળમાં છોડી દેશે. થડે કાળ જીવવાનું છે, તેવા આ જીવનમાં નરક, તિર્યંચની અધોગતિમાં અનંતકાળ પર્યત અનંત દુઃખાની પરંપરા ભેગવવી પડે તેવા કુકર્મ ન કરે. રાજ્ય જમીનાદિકના સ્વામીપણુનું અભિમાન કરીને અનેક નાશ પામ્યા છે, અનેક નાશ પામતાં નજરે જુઓ છો. હવે તે મમતા છોડી, અન્યાય-અનીતિ તજી, પિતાના આત્માનું કલ્યાણ થાય તેવાં કામમાં પ્રવર્તે.
જેવી રીતે ઉનાળામાં ચાર માર્ગની વચમાં એક વૃક્ષની છાયામાં અનેક દેશના મુસાફરે વિસામે લઈને પિતપોતાને ઠેકાણે ચાલ્યા જાય છે, તેવી રીતે કુળરૂપ વૃક્ષની છાયામાં બંધુ, મિત્ર, પુત્ર આદિ સગાં એકઠાં થઈ કર્મ અનુસાર અનેક ગતિમાં ચાલ્યાં જાય છે.
જેની સાથે મારે સ્નેહ છે એમ માને છે તે પણ સ્વાર્થના સંબંધી છે, આંખમાંની રતાશ જે એ રાગ ક્ષણ માત્રમાં નાશ પામે છે. જેવી રીતે એક ઝાડ ઉપર ઠરાવ કર્યા વિના જ અનેક પક્ષીઓ આવીને વસે છે, તેવી રીતે કુટુંબના માણસે કંઈ ઠરાવ કર્યા વગર જ કર્મને આધીન ભેળાં થાય છે અને વીખરાઈ જાય છે.
આ સર્વ ધન, સંપદા, આજ્ઞા, ઐશ્વર્ય, રાજ્ય, ઇદ્રિનાં વિષયેની સામગ્રી જોતજોતામાં જરૂર જતી રહેશે. જુવાની મધ્યાહ્નની છાયાની પેઠે ઢળી જશે, સ્થિર નહીં રહે.
- ચંદ્રમા, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર આદિક તે આથમીને ફરી ઊગે છે. હેમંત, વસંત, શરદ આદિ ઋતુઓ પણ જઈ જઈને ફરી ફરી આવે છે. પરંતુ ઈદ્રિયે, યુવાની, આયુષ્ય, કાયાદિક