________________
દુઃ
સમાધિ-સાપાન
ગયાં તે ફ્રી પાછાં નથી આવતાં. જેવી રીતે પર્વત ઉપરથી પડતી નદીનીં લહેરા રોકાયા વિના ચાલી જાય છે તેવી રીતે આયુષ્ય પણ ક્ષણ ક્ષણમાં રાકાયા વિના વહ્યું જાય છે.
દાવાનલ
જે દેહને આધીન જિવાય છે, તે દેહને જર્જરિત (નિષ્ફળ) કરતી જરા અવસ્થા સમયે સમયે આવે છે. કેવી છે વૃદ્ધાવસ્થા ? યૌવનરૂપ વૃક્ષને બાળી નાખનાર જેવી છે; સૌભાગ્યરૂપ પુષ્પના ( મારના ) નાશ કરનાર ધુમ્મસ વરસે તેવી છે; સ્ત્રીની પ્રીતિરૂપ હરણીને હણનાર વાઘ જેવી છે; જ્ઞાનનેત્રને બંધ કરાવનાર ધૂળકટ જેવી છે; તપરૂપ કમળાના વનને હિમ જેવી છે; દીનતાને ઉત્પન્ન કરનારી માતા છે; તિરસ્કારને ઉછેરનારી ધાઈ સમાન છે; ઉત્સાહ ઘટાડવામાં તિરસ્કાર જેવી છે. રૂપ-ધનને ચારનારી, બળના નાશ કરનારી, જંઘાખળ બગાડનારી, આળસ વધારનારી, સ્મૃતિના નાશ કરનારી આ જરા છે. મોતના મેળાપ કરાવનારી દૂતી છે. આવી વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થયા છતાં પેાતાનું આત્મકલ્યાણ કરવાનું વીસરી જઈ સ્થિર બેસી રહ્યા છે તે ભારે અનર્થ છે. વારંવાર મનુષ્યભવ આદિ સામગ્રી નહીં મળે. નેત્ર આદિ દ્રિયાનું તેજ પણ ક્ષણે ક્ષણે નાશ પામતું જાય છે. બધા સંયોગોને વિયેગરૂપ જાણેા. આ ઇન્દ્રિયાના વિષયામાં રણ કરી કાણુ કાણુ નાશ પામ્યા નથી ? આ બધા વિષયા પણ વિનાશ પામશે; ઇંદ્રિયા પણ નાશ પામશે. તે કેને માટે આત્મહિત તજી ધાર પાપરૂપ માઠું ધ્યાન કરેા છે ? જે વિષયામાં રાગ કરીને અધિક અધિક લીન થઈ રહ્યા છે, તે સર્વ વિષયે તમારા હૃદયમાં તીવ્ર તૃષ્ણારૂપ દાહ-બળતરા ઉપજાવીને નાશ પામશે. આ શરીરને